મધુમાલતી અને હું -“અખંડાઅનંદ”દિપોત્સવી ૨૦૧૫માં પ્રકાશિત

Image

મધુમાલતી અને હું

મધુમાલતી મહોરી મારા આંગણામાં આજ,
એના મસ્તાના રંગ ભરે મૈયરની યાદ.

કંઈ  વર્ષો  પહેલાની   સવાર  એ  હતી,
ત્યાં  એકલી  અટૂલી  ગુલતાન હું  હતી.

લીલી ચાદરમાં  બેઠી  ચૂપચાપ એ કળી,
એને જલ્દી ખીલવાની ના ઝંખના હતી.

સમીર લ્હેરખી કહીંથી એને સ્પર્શી ગઈ,
એના  બહેકાવે હળુ હળુ ખીલતી  ગઈ.

સહજ શૃંગારે ફૂલગુલાબી શોભતી રહી,
કળી શ્વેત ને ગુલાબી  મીઠું મલકી રહી.
લાલ ચૂંદડી  ઓઢીને રમણ  રમતી રહી,
ઘેરા લાલ  ચટક  રંગમાં એ હસતી રહી.

એવી મધુમાલતી મગન ઝૂલી ફરી,
પ્રથમ શ્વેત ને ગુલાબી પછી લાલી ભરી.
હવે ધીમે ધીમે લાલ રંગ તજતી હતી,
સૌમ્ય સંધ્યાના રંગોમાં ભળતી હતી.

——
Years ago in 2005, my neighbor in Houston, gave me a pot planted with Rangoon creeper in middle of the very cold winter. As  regretfully I was watching it die, I saw a tiniest green leaf!!! My first poem on madhumalti.

કૂંપળ ફૂટી.

કરમાતી વાસંતી વેલ હાય! મારી ધીરજ ખૂટી.
જીવન ને મૃત્યુના ઝોલામાં,
હાશ! આજ કૂંપળ ફૂટી.

ઓચિંતા એક દિન દીઠી ને મરડીને યાદ મીઠી ઉઠી.
વાવેલી બાપુએ જતનથી,
ને વીરાએ નીરથી સીંચેલી.

કોમળ કલાઈથી ઝૂલાવી ફૂલો હું વીણતી ગુલાબી.
અદકા આનંદથી ગુંથેલી,
તરસુ પળ પામવા વિતેલી.

કાળજી કરીને એને કાપી,
ભાવેણી ભગિનીએ આપી.
વાવી, વિલસી, પણ શીશીરે સતાવી,
મુંજાતી શરમાતી જાય એ સૂકાતી.
પણ આજ,
પ્રીતમના મોંઘેરા વેણ સમી,
હાશ! નવી કૂંપળ ફૂટી.
————–

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  નવેમ્બર 09, 2013 @ 13:37:52

  એવી મધુમાલતી મગન ઝૂલી ફરી,
  પ્રથમ શ્વેત ને ગુલાબી પછી લાલી ભરી.
  હવે ધીમે ધીમે લાલ રંગ તજતી હતી,
  સૌમ્ય સંધ્યાના રંગોમાં ભળતી હતી.

  આપણા પણ આ બદલાતા રંગને માણવાની પ્રેરણા દેતી મધુમાલતી

  Like

  જવાબ આપો

 2. sapana53
  નવેમ્બર 07, 2013 @ 16:20:51

  wahh ખૂબ સરસ કવિતા..ફૂલોની કવિતા વિશેષ ગમે…

  Like

  જવાબ આપો

 3. pravina
  ઓક્ટોબર 31, 2013 @ 10:50:55

  મધુમાલતીના મસ્તાના રંગ ભરે મૈયરની યાદ

  મારા મનમાં સુવાસ ભરે ચંપાની ભાત

  સુંદર કાવ્યએ ચંપાની મધુરી સુગંધથી તરબતર કરી દીધી. જે મારા બેડરૂમની

  બારીએ્થી ડોકાતી હતી.

  સુંદર રચના.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: