હવે ના અધૂરી

હવે ના અધૂરી

નીલ સરિતાના ખળખળતા નીર,
લોઢ  ઊમટે  ને  ઓસરે   અધીર.
ચાહું   ભીંજાવું,  રહી  તોય  કોરી,
જરી પગને  ઝબોળી પાછી ફરી.

પહેલી  પ્રીતનો  ઝીણેરો   ઉજાસ,
કિરણ કમનીય કામિની  ઉલ્લાસ.
ઝૂકી  ઝાકળ  ઝીલીને  હસી જરી,
કળી ખીલી ના ખીલી મુષિત રહી.

એની  વાંસળીના સૂરના  સવાલ,
મનન  મંજુલ, પણ મૂક રે જવાબ.
એની તાનમાં તણાઈ ક્યાંય  દોડી,
જરા   જઈને  આઘેરી, પાછી  ફરી.

સજલ  વર્ષા   વંટોળની  વચાળ,
બની  વીજળી, નહીં રોકી રોકાય,
દ્યુત  ક્ષણમાં હું તૃપ્ત ને તરબોળ,
આજ  સંપૂરણ  સુરખી  રસ રોળ.
——
મુષિત=વંચિત, સુરખી=લાગણી.

અસાઈડ

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. Mr. Rajani Shah
  ડીસેમ્બર 13, 2013 @ 17:45:33

  Saryuben /Dilipbhai;

  This is very nice poem. I think, this one is with a greater depth and very high level Gujarati wording. I read it few times, closed it, re-read it several times like it as it took me a bit to really digest it. Yes, when we meet, we need to discuss it so that I can understand it better from the poets heart !! Beautiful..keep writing it.

  Rajanibhai.

  Like

  જવાબ આપો

 2. chandravadan
  ડીસેમ્બર 08, 2013 @ 03:52:07

  મારૂં “અધુરૂપણું” હતું તે ચાલી ગયું,

  હવે, હું તો પુર્ણ થઈ ગઈ ‘ને જીવન ધન્ય થઈ ગયું !

  નથી આશાઓ કોઈ મુજ હૈયે રહી,

  હવે, મન મારૂં શાંત ‘ને હું પ્રભુ સાથે એક થઈ ગઈ !

  …ચંદ્રવદન

  સર્યુબેન…હું તો શું કહું ?

  તમારી પર માતા સરસ્વતીની કૃપા છે.

  એક સુંદર રચના તમે લખી છે !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

  જવાબ આપો

 3. Harnish Jani
  ડીસેમ્બર 07, 2013 @ 15:43:39

  સરયુજી.
  મઝા કરાવી દીધી. ખૂબ ગમી. મારી મનગમતી લાઈનો.
  ચાહું ભીંજાવું, રહી તોય કોરી,
  જરી પગને ઝબોળી પાછી ફરી.
  હરનિશ

  Like

  જવાબ આપો

 4. Sapna Vijapura
  ડીસેમ્બર 07, 2013 @ 03:07:32

  સર્યુબેન ખૂબ સરસ કવિતા ઘણાં નવાં શબ્દો જાણવા મળ્યા..મજા પડી
  સપના

  Like

  જવાબ આપો

 5. pravina
  ડીસેમ્બર 06, 2013 @ 21:44:46

  એની વાંસળીના સૂરના સવાલ,
  મનન મંજુલ, પણ મૂક રે જવાબ.
  એની તાનમાં તણાઈ ક્યાંય દોડી,
  જરા જઈને આઘેરી, પાછી ફરી.
  ========================
  પાછી તો ફરી પણ થંભી ગઈ
  વાંસળીના સૂરમાં ખોવાઈ ગઈ
  તાનમાં તણાઈ ડૂબી ગઈ
  મંજુલ તા માણીને વાચા ગઈ

  સુંદર રચના . સરયૂ બહેન

  http://www.pravinash.wordpress.com

  Like

  જવાબ આપો

 6. pragnaju
  ડીસેમ્બર 03, 2013 @ 03:27:25

  પહેલી પ્રીતનો ઝીણેરો ઉજાસ,
  કિરણ કમનીય કામિની ઉલ્લાસ.
  ઝૂકી ઝાકળ ઝીલીને હસી જરી,
  કળી ખીલી ના ખીલી મુષિત રહી.
  સ રસ અભિવ્યક્તી
  યાદ
  યૌવનની પ્રીત પ્હેલી, ફાગણની રંગહેલી !
  હૈયુ અતિ અધીરું ને આંખ સાવ ઘેલી !

  પ્રસરે છે એમ બાહુ, વીંટળાય છે જેમ વેલી.
  શરમાઈ તે રહ્યાં છે, મેં સાવ લાજ મેલી!

  ઈર્ષ્યાળુ કેટલી છે, ઊગી ઉષા વહેલી!
  જોઈ રહ્યાં છો સ્વપ્નો ! કાં આંખ છે ઢળેલી ?

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: