જીવન – મૃત્યુ

જીવન – મૃત્યુ

રૂઠતી   પળોને   સમેટતી   હું   શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી  છું.
ઘૂઘવતા  સાગરમાં   નાનીશી  નાવમાં,
હળવા  હલેસાંથી  હામ  ધરી  બેઠી  છું.

ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં,
રજકણ   બની  અંક  આકાશે  ઊઠી  છું.
અંજળના  આંસુથી   આંખોની   આહમાં,
કરુણાનું   કાજળ  લગાવીને  બેઠી   છું.

ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં,
ઝીણા  ઝણકારને  વધાવીને   બેઠી  છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

સરી  રહ્યો સથવારો  મમતાના  મેળામાં
આજે  અજાણી,  પરાઈ બની  બેઠી   છું.
જીવન  પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો,  પિંજર થઈ  બેઠી  છું.

————-
શ્રી વિજયભાઈ શાહનો બહુ સરસ અને યોગ્ય સમજણ સાથેનો પ્રતિભાવ અહીં મૂકતા આનંદ અનુભવું છું…. સરયૂ ના નમસ્તે.

સરયૂબેનને ભાષાનો વારસો તો માતૃ પક્ષેથી ભરપુર મળ્યો છે  અને આવા સુંદર કાવ્યો દ્વારા તેમાં પોતાનો કસબ પણ કેળવ્યો છે અને  જાળવ્યો છે. ઢળતી ઉંમરે મૃત્યુ તો આવવાનું જ છે પણ તેનાથી ભય ભીત થયા વિના સમજણથી કહે છે

રૂઠતી  પળોને   સમેટતી  હું   શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી  છું.
ઘુઘવતા  સાગરમાં   નાનીશી  નાવમાં,
હળવા  હલેસાથી  હામ  ધરી  બેઠી  છું.

દુઃખના દીવામાં સુખવાટ વણવી તે વાત કહેતાની સાથે તેમના અંતરમાં વિકસેલ આધ્યાત્મ ઝળકી ઉઠે છે.. આમ જુઓ તો વાત નાની છે પણ તે ઘુઘવતા સાગરમાં નાની શી નાવમાં હામ હળવા હલેસાથી ભરે છે. જે જાગ્રૂતિનું અને સમજણનું ઉંચુ પ્રતિક બને છે.

બીજી  પંક્તિમાં વાત તો એની એજ છે પણ રૂપક બદલાય છે

ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં,
રજકણ  બની  અંક  આકાશે  ઊઠી  છું.
અંજળના  આંસુથી   આંખોની   આહમાં,
કરુણાનું   કાજળ  લગાવીને  બેઠી   છું.

ભમરાતી ડમરીમાં રજકણ જેવું જીવન ઉંચે આકાશે ચઢી ગયુ છે. ભાઇ ભાંડુરા ,દીકરા દીકરી અને પતિની મમતા (અંજળ) આખોમાં જલન તો લાવે છે.. પણ કરુણાનાં કાજળ લગાવી રાહ જોઉ છું કે ક્યારે ડમરી શમે અને આકાશને આંબતી રજકણ ભોં ભેગી થાય ( મૃત્યુનું કેવું સરસ આલેખન!)

ત્રીજી  પંક્તિ તો ઘણી જ સ્પષ્ટતા થી કહે છે

ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં,
ઝીણા  ઝણકારને  વધાવીને   બેઠી  છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

નક્કી છે આવશે… મૃત્યુ તો નક્કી આવશે જ પણ ઉરનાં સન્નાટામાં લાગણીનાં ગીતમાં ઝીણા એ ઝબકારને વધાવીને બેઠી છું..બધી લીલી વાડી છે..ઘણા સુખો અને દુઃખો ને જાણીને હવે મૃત્યુ તુ આવશે તો પણ હું તે ક્ષણને આવકારવા મારી જાતને શણગારીને બેઠી છું. આ તૈયારી જાતને જાણનાર અને મારા તારાથી પર થઈ શકે તેવા ઉચ્ચ સમજ્થી સજ્જ વિદુષી જ કરી શકે.

અને છેલ્લે જાણે મૃત્યુ થી તેઓ ભય ભીત નથી તે વાતને ફરી દોહરાવતા કહે છે

સરી  રહ્યો સથવારો  મમતાના  મેળામાં
આજે  અજાણી,  પરાઈ બની  બેઠી   છું.
જીવન  પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો,  પીંજર થઈ  બેઠી  છું.

જીવન પ્રયાણમાં હંસ ચાલ્યો જશે અને પીંજર અહીનું અહીં રહી જશે કહીને બહુ સાહજીકતાથી મમતાનાં મેળામાં અજાણી કે પરાઇ થઇને સહુને કહી રહ્યા છે કે, “નવ કરશો કોઇ શોક..”

સરયૂબેન સુંદર આત્મલક્ષી કવન રચી ને અમારા સૌનાં આપ માર્ગદર્શક બની રહ્યા છો…સલામ તમારા કવિ કર્મને..

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. Mrs. Asmita Shah
  જાન્યુઆરી 14, 2014 @ 03:29:29

  Saryuben, usually Kaavya is not my forte, but I thoroughly enjoyed reading this poem, I can feel the deep sadness/ philosophy in this,

  Asmita

  Like

  જવાબ આપો

 2. DR. CHANDRAVADAN MISTRY
  ડીસેમ્બર 23, 2013 @ 23:58:33

  Saryuben,
  Another nice Rachana !

  જીવન પ્રયાણમાં ને મંગલ માહોલમાં,
  હંસ જાય ચાલ્યો, પીંજર થઈ બેઠી છું
  This is the last line of your Rachana.
  By different ways you make your point on JIVAN & MRUTYU.
  These last lines….gives the PIDA of Mrytyu.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you @ Chandrapukar !

  Like

  જવાબ આપો

 3. Trackback: જીવન – મૃત્યુ- સરયૂ પરીખ | વિજયનું ચિંતન જગત-
 4. chaman
  ડીસેમ્બર 15, 2013 @ 02:34:18

  સરયુબેન,
  વિચારોની ગુથણી માટે અભિનદન.
  શુભેચ્છા સહ,
  ‘ચમન’

  Like

  જવાબ આપો

 5. Harish Bhatt
  ડીસેમ્બર 13, 2013 @ 14:20:46

  “હવે ના અધૂરી” અને “જીવન-મૃત્યુ” વાંચન કર્યું.

  કાવ્ય રચના અને ગુજરાતી ભાષા પ્રભુત્વ અને પ્રવિણતા માટે તો તમે મોખરે ક્યારના પહોંચેલ છો અને આ પ્રમાણે લાગણી ભરપૂર માનસિક વિચાર વંટોળ સ્પષ્ટતા કાવ્યરૂપ સ્વરૂપ રજૂઆત
  સતત ચાલુ છે માટે અભિનંદન અને ધન્યવાદ.

  કૌટુંબિક વારસો અત્મબળે વિકસિત કરી પ્રવિણ બની રહેવું તે તો જીવનની મહત્વની પરિપૂર્ણતા કહેવાય.
  Harish Bhatt

  Like

  જવાબ આપો

 6. Anil Chavda
  ડીસેમ્બર 13, 2013 @ 06:11:58

  હંસ ચાલ્યો જાય… માં મીરાંબાઈનું પદ… મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું યાદ આવી ગયું… વાહ…

  Like

  જવાબ આપો

 7. Kusum R. Dave
  ડીસેમ્બર 12, 2013 @ 00:11:21

  Dear Saryuben.
  Wah…Wah…I loved this poem, so beautifully written, for me this is your one of the best poem. Congratulations.
  kusum

  Like

  જવાબ આપો

 8. pragnaju
  ડીસેમ્બર 11, 2013 @ 19:06:49

  ઉરના સન્નાટામાં લાગણીના ગીતમાં,
  ઝીણા ઝણકારને વધાવીને બેઠી છું.
  નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
  ક્યારનીયે મુજને શણગારીને બેઠી છું.
  બહુજ સરલ, સુંદર અને સ્પષ્ટ.

  ગમી..

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: