ભીતર સફર

ભીતર સફર
મન સરોવર  પર  ખરતાં  રે પાન પછી પાન,
તન  તમરાંનાં  તાન  સમા  ગાન પછી ગાન.
તર સપાટી પર હલચલ, ના પલભર વિશ્રામ,
ક્લેશ કલબલ  કોલાહલ, ના પલનો  વિરામ.
ચાલ મન મારા, અભિ   ભીતર કર સફર…..

છલક છોળની  લહેર રહે  ખસતી પલપલ,
દડે   પરપોટો   થઈ, ચપળ અસ્થાયી જલ.
વિપુલ  મોજાને  બાથ ભરી,  તરસું  વિફલ,
વ્યર્થ વ્યાકુળ, કાબુ  કરવા અસ્થીર જલથલ.
ચાલ  મન મારા, અભિ  ભીતર  કર સફર…..

સહજ  સ્નેહ જ્ઞાન  ભાવનાનો દોરો વણી,
દિલ  દહેરે   લપેટી   ગહન  સિંધુમાં સરી.
નીરવ  નાદ,  તપ્ત  તેજ, તિમિર હેતે હરી,
વહે  ચેતનામાં   શાંત   સુખ   શર્વરી  ફરી.
ચાલ  મન મારા,  અભિ ભીતર કર સફર….

ભલે  એ જ પરિતાપ  વ્યસ્ત વ્યાકુળ સંસાર,
અલ અનુભવ આશ્લેષ, થાય  આનંદ સંચાર.
બની  પ્રાણ બાણ  મધ્યબિંદુ ભણી કર સફર,
હવે  ચક્રના ચઢાવ ને ઉતારમાં  હું  દર અફર.
ચાલ મન મારા, અભિ ભીતર કર સફર…..

1 ટીકા (+add yours?)

 1. yogeshbhai
  નવેમ્બર 22, 2014 @ 15:08:29

  ‘અભિ ભીતર કર સફર ‘ સત્ય વચન છે કાવ્યમાં અને આધ્યાત્મિક માર્ગમાં ભિતર ની સફર જ મંજિલ સુધી પહોંચાડે છે. ધન્યવાદ.
  https://ardhamatra.wordpress.com

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: