A Joyful Kiss અલક ચૂમી ગયું

અલક ચૂમી ગયું
નૈન આંસુ લૂછીને ઊભી ઉંબર બહાર,
આજ આનંદ ને ઉત્સવ છે હૈયાના હાર.
રે ધરિત્રી  ને  અંબરના  ઊઘડતાં દ્વાર,
અહો! આશાનાં  ઓરડે  આવ્યો ઉજાર.

બસ,  દૃષ્ટાની હાજરી છે,  ચિંતા નથી,
કોઈ  વાવડ  વિચારની  મહંતા  નથી.
રીસ વ્યાકુળ  આકાંક્ષાનું  લાંગર નથી,
દિલ  ડેલીમાં   દર્દીલા   દસ્તક   નથી.

પંખ પંખને હુલાવતો  વાહર આવ્યો,
પર્ણ પર્ણને પળોટતો  શ્રાવણ આવ્યો.
અંગ અંગને મલાવતો  ફાગણ આવ્યો,
પંથ પંથને વળોટતો  સાજન આવ્યો.

જરા સંકોરી વાટ ને  સુવર્ણો અજવાસ,
અષ્ટ  કોઠા  પ્રદીપ્ત, સુશોભે  આવાસ;
રંજિત વિશ્વાસ લહે પુલકિત આ શ્વાસ,
અલક ચૂમી ગયું, તેનો અંકિત આભાસ.
——-   સરયૂ પરીખ

A Joyful Kiss

I wipe my tears and take a step outside,
The joy and zeal are springing within.
Opening the doors of earth and sky,
a bright ray of hope is shining within.

Kindly connected with cosmic creation,
aware, not anxious with expectation.
No chain of anger or nor agitation,
no pulsing pain as I sit in meditation.

Touching my wings, the wind is blowing.
The monsoon rain leaves me soaking.
My beloved comes, our paths interlacing,
and warmly beautifies my body, my being.

I carefully tend the candle of my soul;
my mind and heart can hear my call.
My faith is around like a joyful wreath,
Creation’s kiss I feel when I breathe.
——-   Saryu Parikh
When the narrow wall of selfishness is dissolved,
one can experience the pure joy.

8 ટિપ્પણીઓ (+add yours?)

  1. sapana53
    મે 01, 2014 @ 01:17:53

    વાહ સર્યુબેન ઘણા સમય પછી તમારા બ્લોગમાં આવી ખૂબ મજા આવી તમારા કાવ્યો વાંચવાની ખુદા કરે જોરે કલમ ઔર ઝ્યાદા…

    Like

    જવાબ આપો

  2. Dilhar Gohel
    માર્ચ 31, 2014 @ 14:01:43

    Dear Saryu,
    You are amazing, all the poems are so wonderful and touching. Keep it up.
    Dilhar Gohel

    Like

    જવાબ આપો

  3. chandravadan
    માર્ચ 12, 2014 @ 19:47:13

    નયન આંસુ
    હૈયાના હાર.
    ઊઘડતા દ્વાર.
    આશાના કિરણો
    દ્રષ્ટાની હાજરી
    વિચારની મહંતા
    આકાંક્ષાનું લાંગર
    દર્દીલા દસ્તક
    AND
    અંતર અજવાસ.
    સુશોભે આવાસ.
    જાગે વિશ્વાસ
    પુલકિત આ શ્વાસ,
    અંકિત આભાસ.
    Saryuben……One of your best Rachana !
    Khub Gami !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

    જવાબ આપો

  4. nabhakashdeeph Patel
    ફેબ્રુવારી 27, 2014 @ 23:52:47

    જરા સંકોરી વાટ, મહીં અંતર અજવાસ.
    અષ્ટ કોઠા પ્રદિપ્ત, સુશોભે આવાસ.
    જાગે વિશ્વાસ, લહું પુલકિત આ શ્વાસ.
    અલક ચૂમી ગયું, એનો અંકિત આભાસ.
    ——

    શબ્દોનું ચયન ને ભાવ માધુર્ય ,એક નિરાળી રચના થકી ,સૌને ચૂમી ગયું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

    • SARYU PARIKH
      ફેબ્રુવારી 28, 2014 @ 00:35:43

      રમેશભાઈ,
      ખુબ આભાર. મારી રચનાઓ નિરાળી હોય છે એવું પહેલા પણ સાંભળવા મળ્યું છે.
      મીઠા પ્રતિભાવથી આનંદ થયો.
      સર્જનાત્મક દિવસો માટે શુભેચ્છા.
      સરયૂ

      Like

      જવાબ આપો

  5. pragnaju
    ફેબ્રુવારી 16, 2014 @ 00:38:42

    બસ, દ્રષ્ટાની હાજરી છે, ચિંતા નથી.
    કોઈ વાવડ વિચારની મહંતા નથી.
    રીસ વ્યાકુળ આકાંક્ષાનું લાંગર નથી.
    દિલ ડેલીમાં દર્દીલા દસ્તક નથી.
    બહુ સરસ

    Like

    જવાબ આપો

  6. Mr. Harnish Jani
    ફેબ્રુવારી 14, 2014 @ 22:12:30

    બહુ સરસ રચના બની છે. મને નીચેની પંક્તિઓ ગમી.

    જરા સંકોરી વાટ, મહીં અંતર અજવાસ,
    અષ્ટ કોઠા પ્રદિપ્ત, સુશોભે આવાસ,
    જાગે વિશ્વાસ, લહું પુલકિત આ શ્વાસ,
    અલક ચૂમી ગયું, એનો અંકિત આભાસ.

    Harnish Jani

    Liked by 1 person

    જવાબ આપો

Leave a comment