અરેરાટી—- Shudder

અરેરાટી…

દાની ધરિત્રીની ખુલ્લી પરસાળ,
નિર્જળ લાચારીમાં વ્યાકુળ જુવાળ,
અગન ફોરા ફેંકી કોણે આંતર્યાં?

તામ્રપત્ર ટાંકથી આંક્યા અભિલેખ,
આતુર આશંક આંખ વાંચે આલેખ,
શબ્દ અણીએ હૈયા કોણે કોતર્યાં?

દેવે દીધેલ આત્મ-શાંતિ નિવાસ,
તારા મારાની ચણી મમત દિવાલ,
દ્વાર તાળા મારી કોણે નોતર્યાં?

સરખા ચહેરા સાહે આશાનું સ્મિત,
ભોળા હ્રદયો ચાહે શ્રધ્ધાનું ગીત,
વચન વેચી વેચી કોણે છેતર્યાં?

એકનો સહોદર તે પરનો કસાઈ,
નીતરતા લોહીમાં કોનો એ ભાઈ!
જતન રાખડીના કટકા કોણે કર્યાં?
——-
માનવમાં અકારણ ક્રુરતા કેમ ભરેલી છે! દરેક વ્યક્તિ સ્વજનના મૃત્યુ પર, એક સરખા આંસુ સારે છે.
તો પણ કોઈને, કોઈ મારે છે.

Translation:

Shudder

In the courtyard of the generous earth,
Waterless nervous tidal flow is helpless,
Who threw the obstacle of the fireball?

The inscription on the metal plate,
Fearful eyes read the message,
Who scratched hearts with the sharp words?

God-given peaceful soul-house,
Man built the infatuation walls of yours and mine,
Who puts lock on the door and then invites?

Similar faces adorn similar smiles of hope,
Innocent hearts want songs of faith,
Who deceived by selling the faith?

The brother of one is a murderer of another,
The one in dripping blood, must be someone’s brother.
Who broke the protective rakhi to pieces?
——–

The cruelty in the world is unfathomable. Each one cries on the death of their own–the same tears. Still they kill each other.

(The rakhi is a protective blessed thread tied by a sister to her brother’s right wrist.)

 દિલને હચમચાવી દેતી કવિતા..અને સાચાં સવાલો સામે આવે છે…
સપના

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. yogeshbhai
  નવેમ્બર 22, 2014 @ 14:55:07

  સુંદર રચનાની આ પંક્તીઓ ખુબ ગમી

  Like

  જવાબ આપો

 2. Ramesh Patel
  સપ્ટેમ્બર 10, 2014 @ 04:45:01

  આજે ધૃણાની આગમાં માનવતા શેકાઈ રહી છે,એની વેદના ભારોભાર નીતરતી આ કવનમાં ભાળી -અનુભવી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 3. pragnaju
  ઓગસ્ટ 12, 2014 @ 12:16:56

  સુંદર રચનાની આ પંક્તીઓ વધુ ગમી

  એકનો સહોદર તે પરનો કસાઈ,
  નીતરતા લોહીમાં કોનો એ ભાઈ!
  જતન રાખડીના કટકા કોણે કર્યાં?

  સંસ્કૃતમાં આહાર શબ્દ ‘हृ’ ધાતુ પરથી આવેલ છે. …. હર્ષ અને શોકનાં આંસુઓ સહોદર જેવાં છે; મનુષ્યો ઘણીવાર એક છેડેથી એકદમ બીજે છેડે જાય છે.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: