અધૂરપ

અધૂરપ-અસંતોષ

મારા   ભાગ્યમાં   કેટલું    રે  સુખ!
મારી  ઝોળીમાં  જેટલું  ઝીલી શકું.
સુખ  મંજરીનો  છમછમ  વરસાદ,
ખોળો પાથરી જે  પ્રેમથી ભરી શકું.

સાત રંગે સજેલ  મેઘધનુને ઉચાટ,
વધુ રંગોને  મેળવું તો લાગું સમ્રાટ.
સતત  અંતરમાં   અરજી  કચવાટ,
વધુ   માંગણીનો  તત્પર  તલસાટ.

સૂરજમુખી  કહે    મોટી  ના   આસ,
મારા રંગીલા ફૂલોમાં  દેજો  સુવાસ.
મીઠો મોગરો  કહે હું  મહેકું આવાસ,
મને  રીજવો  દઈ   રંગીન  લિબાસ.

છતે   દીવે    મારે  ઓરડે   અંધાર,
ખસે   ઓઢણી  તો   રૂહમાં   સવાર.
સૂકા  ફૂલનો  પણ  માને   ઉપકાર,
જુએ   અધૂરપમાં  સુખને   સાકાર.

—–

No happiness without gratitude and appreciation of whatever we have.

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. Trackback: ગંગોત્રી-SARYU PARIKH » Blog Archive
  2. Ramesh Patel
    સપ્ટેમ્બર 10, 2014 @ 04:40:39

    વાહ! અધૂરપ થકી જાગતા ઓરતાને કેટલા ભાતીગળ ભાવે વધાવી લીધા.મનમાં રચાતી અનુભૂતિને આપે સરસ રીતે રચનામાં રમાડી.

    સાત રંગે સજેલ મેઘધનુને ઉચાટ,
    વધુ રંગોને મેળવું તો લાગું સમ્રાટ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

  3. pragnaju
    સપ્ટેમ્બર 08, 2014 @ 01:28:44

    છતે દીવે મારે ઓરડે અંધાર,
    ખસે ઓઢણી તો રૂહમાં સવાર.
    કંકુ, કરુણા સંતોષ ને ઉપકાર,
    સજે અધૂરપ સૌ સુખનો શણગાર,
    સરસ ભાવવાહી પંક્તીઓ સાથે આપણા દરેકમાં કોઈ ને કોઈ પ્રકારની અધૂરપ રહેલી છે. પરંતુ જીવનને રસપ્રદ અને ફળદાયી બનાવવામાં આ જ આપણી અધૂરપો અને કચાશો મોટો ભાગ ભજવે છે!

    Like

    જવાબ આપો

Leave a comment