સલૂણી સાંજ

સલૂણી સાંજ

ક્ષિતિજ  રેખાની  કોરે  બારણાં  દેખાય  છે  આજે,
સખી!  સાજન મળે  એ ધારણાં  દેખાય છે  આજે.

તરસતા  તૂર્ણને   સિંચ્યાં   નશીલા  ઓસથી  લાજે,
સુગંધી   યાદ  પુષ્પો   ત્યારનાં   દેખાય  છે  આજે.

હ્રદયના  સૂર    પ્રીતમ   પ્રેમ  અધ્યાહારમાં   સાજે,
થયા  સંધાન,  તૂટ્યા   તારના   દેખાય  છે   આજે.

પતંગી    આશને   દોરી   મળી’તી    સૈરને   કાજે,
ધરાના  રંગ  ઝાંખા  ક્યારના   દેખાય   છે   આજે.

સમી   સંધ્યાય   શોધે   તારલાના    તેજને    રાજે,
નવા  નક્ષત્ર   ઉત્સુક  ન્યાળતાં   દેખાય  છે   આજે.

સલૂણી  સાંજ  દે  દસ્તક, ને  વિનવે  રાતને  નાજે,
અઢેલા   દ્વાર,   દીવા  પ્યારના   દેખાય  છે  આજે.

——–

સલૂણી=રંગીલી.  તૂર્ણ=કમળ  ઓસ=ઝાકળ

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

  1. yogeshbhai
    નવેમ્બર 22, 2014 @ 14:49:52

    ”સલૂણી સાંજ દે દસ્તક” વાહ શું શબ્દ પ્રયોગ કર્યો છે, ભરપુર છલકે છે કવિત્વ..
    https://ardhamatra.wordpress.com

    Like

    જવાબ આપો

  2. chaman
    ઓક્ટોબર 17, 2014 @ 00:23:47

    ભાવોથી ભરપુર રચના ભીજવી ગઈ!

    Like

    જવાબ આપો

  3. venunad
    ઓક્ટોબર 13, 2014 @ 16:06:34

    ખૂબજ સુંદર ગઝલ. અભિનંદન!

    Like

    જવાબ આપો

  4. sapana53
    ઓક્ટોબર 13, 2014 @ 03:44:30

    વાહ સર્યુબેન સરસ ગઝલ બની છે…

    Like

    જવાબ આપો

  5. pragnaju
    ઓક્ટોબર 12, 2014 @ 14:09:58

    સુંદર રચના

    સલૂણી સાંજ દે દસ્તક, ને વિનવે રાતને નાજે,
    અઢેલા દ્વાર, દીવા પ્યારના દેખાય છે આજે.

    વધુ સુંદર

    Like

    જવાબ આપો

  6. devikadhruva
    ઓક્ટોબર 12, 2014 @ 03:11:44

    Nice one. Liked it.

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s