કવયિત્રી ભાગીરથી મહેતા

“જાહનવી સ્મૃતિ”  કવયિત્રી સંમેલન-૨૦માં વર્ષે, શીશુવિહાર, ભાવનગરમાં આયોજિત સંમેલન બાદ પ્રકાશિત થતાં પુસ્તક માટે, મારા બાની જીવન ઝાંખી. . . .

સ્ત્રી-શક્તિનો પરિચય. ભાગીરથી મહેતા…જાહ્નવી                   લેખિકાઃ  દીકરી સરયૂ . . .૨૦૧૪

કવિયત્રી જાહ્નવી, મારા બાના વિવિધ સ્વરૂપોમાં, એમની હિંમત, મક્કમતા અને સમજણ વિશિષ્ટ હતાં. આપણે જાણીએ છીએ કે તેર વર્ષે લગ્ન, અઢારમે વર્ષે દસમાં ધોરણથી શરૂ કરી, બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમજ કોલેજના ત્રીજા વર્ષમાં પુત્ર, મુનિનો અને ત્યારબાદ પુત્રી, સરયૂનો જન્મ થયો. માજીરાજ કન્યાવિદ્યાલયમાં નોકરી કરતા હતા એ તો જાણિતી વાત છે, પરંતુ ઘણાને એ ખબર નહીં હોય કે તેઓ ધોરાજી ગામમાં આચાર્યા તરિકે ગયેલા. તે સમયે, એ ગામ જોખમ ભરેલું ગણાંતુ. મને યાદ છેકે અરધી રાતે ગાડી પહોંચી અને બા સાથે અમે, પંદર અને બાર વર્ષના ભાઈ-બહેન, અજાણ્યા કુટુંબ સાથે રોકાયા હતા. ધોરાજીમાં ભાડેના ઘરમાં રહેવા ગયા ત્યાર બાદ બે દિવસ પછી મુનિભાઈ ફીલ્મ જોવા ઉપડી ગયા, અને મોડું થતાં અનેક શંકાસ્પદ વિચારો સાથે, બા અજાણ્યા યુવકોની મદદ લઈ શોધવા નીકળી પડ્યા હતાં. અજાણ્યા ગામમાં એ સમયે ડર કે લાચારીનો કોઈ ભાવ એમનામાં જોવા નહોતો મળ્યો. અનેક વખત તેઓ ધોરાજીથી એક જ આવતી ટ્રેઈનમાં, રાતના બે વાગે સ્ટેશનેથી એકલાં ઘેર આવતાં. કોઈ લેવા મુકવા આવે તેવી માંગણી કરવાનું તેમના સ્વભાવમાં નહોતું. . . . એકાદ વર્ષ પછી સંજોગોને વશ ભાવનગરની માજીરાજ શાળામાં પાછા આવ્યાં.

ચારેક વર્ષ પછી, ૧૯૬૦માં ફરી તક મળતાં બા સૂરેન્દ્રનગરમાં આચાર્યા તરિકે ગયા અને હું એમની સાથે રહી. એ અરસામાં ભાવનગર છોડી, ઘણા વિરોધો અને વાતો વચ્ચે દૂરના ગામમાં નોકરી લેવી તે આ ગૃહિણી માટે ગુંચવણ ભરી સમસ્યા હતી. બધાં અમારા પિતા તરફ સહાનુભૂતિ દર્શાવે અને બા તરફ આશંકા બતાવે, “તમે આમ ઘર છોડી જાવ છો તે ઠીક નહીં…. અમે તો એવું ન કરીએ.” પરંતુ બાનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ એમને વિચલિત નહોતા કરી શકતાં.
સૂરન્દ્રનગરની શાળામાં જાજરમાન અને પ્રગતિવાદી આચાર્યા તરિકે નાની વિદ્યાર્થિનીઓથી માંડી ઊપરી અધિકારીઓનું સન્માન ઘણા જ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યું. એક ઘટના બની જેનાથી ભાગીરથી મહેતાની આંતરિક શક્તિનો પરિચય થયો. એમની શાળા માટે નવું મકાન મહિનાઓથી તૈયાર થઈ ગયું હતું. જે દાતાએ બંધાવી આપ્યુ હતું એ વૃધ્ધ મહાનુભાવની જીદ હતી કે કોઈ પ્રધાનમંત્રી આવી ઉદ્ઘાટન કરે પછી જ તે મકાનનો ઉપયોગ કરવો. મહિનાઓથી શિક્ષકો અને અધિકારીઓ પ્રયત્ન કરતાં હતાં. બા તે મુરબ્બીને મળ્યા અને વાત કરી, પણ તેઓ જીદ છોડવા તૈયાર ન હતા. બાએ બે ચાર અનુભવી, સ્થાનિક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ, ૨૬ જાનુઆરીએ શાળાના નવા મકાનમાં ધ્વજવંદન માટે ભવ્ય કાર્યક્રમ રાખી ગામના લોકોને આમંત્રિત કર્યા. તેમાં પેલા દાતા તેમની પ્યારી પૌત્રી, જે શાળાની વિદ્યાર્થિની હતી, તેની સાથે હાજર હતાં. ધ્વજ વંદન પછી બાએ દાતાની પૌત્રીને બોલાવીને કંઈક સમજાવીને કહ્યું. તેણી બાને પ્રણામ કરી, પૂજાની થાળી લઈ, નવા મકાનના દ્વાર પર ચાંદલો કરી, રેશમી રિબન ખોલી, બારણા ખોલી બધાને આમંત્રણ આપતી ઊભી રહી. બધા લોકો ગભરાઈને દાદાની સામે જોઈ રહ્યા. પરંતુ દાદાએ આગળ આવી વ્હાલી પૌત્રીને આશિષ આપ્યા અને બાને અભિનંદન આપ્યા. જોનારાના ચિંતાભર્યા ચહેરા ખીલી ઊઠયાં. મહિનાઓ સુધી સૂરેન્દ્રનગરમાં નવાં આચાર્યાએ કરેલા ચમત્કારની ચર્ચા ચાલતી રહી.

જીવનમાં બાને પોતાના સિધ્ધાંતો માટે લડી લેતા ઘણીવાર જોયા છે, પણ પોતાના દુઃખ માટે લાચારીથી રડતા નથી જોયા. એમના લાગણીભર્યા કવિ હ્રદયમાં અજબની દ્રઢતા હતી.

જાણ્યું’તુ મેં દવ જીવનના, હોય છે દુઃખકારી,
એ તો મારા અબુજ ઉરની, માનવી ભૂલ ભારી.
તાપે તાપી અમ જીવનની, સુપ્ત તાકાત જાગે,
ત્યારે દુઃખો જગતભરનાં, અલ્પ તાકાત લાગે. –‘જાહ્નવી’–

સરયૂ દિલીપ પરીખ ‘ગંગોત્રી’ વેબ સાઈટ
ઓસ્ટિન, ટેક્સાસ. saryuparikh@yahoo.com
Saryu Dilip Parikh http://www.saryu.wordpress.com
પ્રકાશિત પુસ્તકોઃ “Essence of Eve નીતરતી સાંજ“ Poems and true stories in Gujarati and English by Saryu,… Paintings by Dilip Parikh. 2011
“Smile in Tears આંસુમાં સ્મિત“ True Stories in prose, verse and poems in English and Gujarati by Saryu Mehta-Parikh. 2013

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. nabhakashdeep
  ઓક્ટોબર 28, 2014 @ 00:55:32

  એ આદરણીય પેઢીના, સંસ્કાર ને મનોબળ એ આધ્યાત્મિક આંતરિક શક્તિ પર વિકસિત હતા. આપના આ લેખ દ્વારા ‘બા’ નું આ વ્યક્તિત્ત્વ આપે ભાવસભર આલેખ્યું છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 2. pragnaju
  ઓક્ટોબર 24, 2014 @ 01:11:17

  જાણ્યું’તુ મેં દવ જીવનના, હોય છે દુઃખકારી,
  એ તો મારા અબુજ ઉરની, માનવી ભૂલ ભારી.
  તાપે તાપી અમ જીવનની, સુપ્ત તાકાત જાગે,
  ત્યારે દુઃખો જગતભરનાં, અલ્પ તાકાત લાગે. –‘જાહ્નવી’–પ્રેરણાદાયી જીવનને અમારા સસ્નેહ વંદન

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: