મારું સાચું મોતી

મારું સાચું મોતી

એક અનોખી રાત હતી,
એક વણજારાની વાત હતી.
દૂર દેશાવરથી આવ્યો’તો,
અણમોલા મોતી લાવ્યો’તો.

એના રંગોમાં મન મોહ્યું’તું,
એના નયનોમાં દિલ ખોયું’તું.
એની નજરું મુજને જોતી’તી,
એના સંચારે સુધ ખોતી’તી.

સાવ સુંવાળો હાથ ગ્રહી,
એણે મોતી મૂક્યું હાથ મહીં.
મેં મોતી લઈ સત્કાર કરી,
મારી ઇચ્છાને સાકાર કરી.

એણે એની રીતે પ્રેમ કર્યો,
મેં મોતી ઉપર મ્હેલ કર્યો,
મારા સો ટચ સાચા સોનાથી,
એ વણઝારાને પ્રેમ કર્યો.

મેમાન બનીને આવ્યો’તો,
તોફાની રંગો લાવ્યો’તો.
અલગારી મસ્ત મુસાફરને,
હ્રદયે રાખી ને વિદાય કર્યો.

——-

પ્રેમમાં સમર્પણનો ભાવ હોય ત્યારે પ્રેમીને દિલમાં સાંચવી ને જવા દેવો……
બીજો વિચાર…. અમુક સમય માટે સર્જક ભાવ આવી, કવિને ભાવ-વિભોર કરી….ચાલ્યો જાય.

દિલીપ પરીખનો પ્રતિભાવઃ  In this poem, beautiful feelings of attraction (which we call Love) are exquisitely expressed. The poem leaves not only an impression of young girl’s romance, but something deep and spiritual.

Perception creates an image. Image creates feelings of pleasure and a desire to possess is born. This we call Love. This love remains, as long as it satisfies us. It is conditional. This love has anxiety, pain, jealousy, possessiveness. Is there another love, which is unlimited, unconditional, without any desire to possess? This poem expresses true feelings of love. The wisdom and devotion are beautifully expressed in the last two lines–“living in the moment with the freedom from the known”!

Dilip

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. Chiman Patel
  ડીસેમ્બર 04, 2014 @ 23:43:01

  સરયૂબેન,
  સુંદર રચના.
  ફરી ફરી વાચતાં અનેરો આનંદ પાછો અનુભવાય છે.

  પંક્તિઓ ખુબ ગમી!

  અંતરે સૂતેલી આ સર્જકતા શક્તિની,
  ક્ષણમાં કિરણ સહજ જાગે અવકાશમાં.
  The creativity in me, a God-given gift,
  Will rise and pervade, only in stillness.

  Very nice. I liked it.
  with regards,
  Chiman Patel ‘chaman’
  http://chimanpatel.gujaratisahityasarita.org/

  Like

  જવાબ આપો

 2. sapana53
  ડીસેમ્બર 04, 2014 @ 21:33:16

  wow mast geet maja padi

  Like

  જવાબ આપો

 3. yogeshbhai
  નવેમ્બર 22, 2014 @ 13:58:34

  એક વણજારા ની વાત હતી ,..ખરે ખર આ અવનિના વણજારા બનીને જ આવ્યા છીએ.. બહુ સુંદર રચના

  Like

  જવાબ આપો

 4. pravina Avinash
  નવેમ્બર 16, 2014 @ 13:02:11

  એ સાચું મોતી
  તમે લાવ્યા ગોતી
  જોઈને હું હરખાતી

  તમારી અભિવ્યક્તિ માણવાની આવી.

  Like

  જવાબ આપો

 5. devikadhruva
  નવેમ્બર 15, 2014 @ 16:14:57

  એકદમ લયબધ્ધ સરસ મઝાનું ગીત. વાંચતા જ “શાંત ઝરુખે વાટ નિરખતી મેં એક શાહજાદી જોઈ હતી” ના ટ્યુનમાં ગણગણવાની મઝા આવી. સ્વરબધ્ધ કરાવો,સર્યૂબેન.

  Like

  જવાબ આપો

 6. nabhakashdeep
  નવેમ્બર 07, 2014 @ 01:40:39

  સ્નેહની ભીંનાશ શબ્દે શબ્દે કોતરાઈ છે, ને પ્રેમની સુગંધ વહી છે. સરસ અભિવ્યક્તિ..સુશ્રી સરયુબેન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: