વૈરાગ

વૈરાગ

હળવે હસીને સૌ સમી ગયા સ્પંદન,
મનમાં દ્રવી ને ધીમે સરી ગયા ક્રંદન.
અંતરની આશ-રજ શોધતી હતી,
તે ચરણોમાં આવીને આજ કરું વંદન.

નયણાની કોરમાં ઈર્ષાની આંજણી
આંસુની છાંટ લઈ ઠારતી અગન.
અંધારા આંગણમાં કિરણોની આરતી,
સુરખી સોહાય દિલ મ્હાલે મગન.

ઘેરા ઘોંઘાટ પાર મીઠા એ મૌનમાં,
અંતર ઝપતાલ સાથ લાગી લગન.
વાયુને વિંઝણે ઝુલે રે ડાળ સખી,
શીતળ હૈયે હરખ રચતી કવન.

દાણે દાણે વળી દાડમડી ફૂટી ને
અંકુર ઉલ્લાસ દસે દિશમાં રેલાય.
રંગે વૈરાગે સજી ગેરુવે પટોળે ને
માટી ખંખેરી હીંચુ હેમને હીલોળ.

સરતી ગઈ માયા ને ઊતરી રે કાંચળી
જાગે વિરાગ નાદ, વાગી રે વાંસળી
——–
રસ-સભર વૈરાગ્ય.

ખુબ સુંદર અનુભવ.. ખુબ ઉંચી વાત જે અમુક ઉંમરે પહોંચ્યા પછી જ વાંચવી ગમે અને માણી પણ શકાય. કવયિત્રી નું કવન ખુબ સુંદર રીતે ખીલે છે એ ઘટના કહેતા કહેતા

હળવે હસીને સૌ  સમી ગયા સ્પંદન,
મનમાં દ્રવી ને ધીમે  સરી ગયા ક્રંદન.
અંતરની  આશ-રજ  શોધતી   હતી,
તે ચરણોમાં આવીને આજ કરું વંદન.

સાંસારીક વાતોથી ભરેલ સૌ સ્પંદનો અને ક્રંદનો જ્યારે શમી જાય ત્યારે થતી અંતર ખોજ એક જ હોય અને તે પ્રભુ શરણ અને તેમના ચરણ ની રજ પ્રાપ્તિ કે તેમનામાં શમાવાની આશ જે પુરી થાય તો મુક્તિ પ્રાપ્તિ જે દરેક જાગૃત આત્માની અંતિમ ચાહના હોય છે. આ આખી ઘટનાનું વર્ણન ખુબ જ સહજ અને તરલ રીતે વર્ણવતા તેઓ કહે છે

નયણાની  કોરમાં  ઈર્ષાની  આંજણી,
આંસુની   છાંટ  લઈ  ઠારી  અગન.
અંધારા આંગણમાં કિરણોની આરતી,
સુરખી  સોહાય  દિલ  મ્હાલે મગન.

ઘેરા  ઘોંઘાટ પાર, મીઠા એ  મૌનમાં,
અંતર  ઝપતાલ  સાથ  લાગી  લગન.
વાયુને  વિંઝણે  ઝુલે  રે  ડાળ  સખી,
શીતળ   હૈયે   હરખ   રચતી   કવન.

ઇર્ષાનો અગન આંસુએ ઠાર્યો, અંધારા આંગણામાં કિરણોની આરતી, ઘેરા ઘોંઘાટ મહીં નીપજે મીઠું  મૌન, અંતરે પ્રભુ નામનો જપતાલ અને શીતળ હૈયે હરખ ભેર રચાતી કવિતા આ બધા ચિન્હો છે એ યાત્રાનાં કે જેના અંતે

દાણે  દાણે  વળી  દાડમડી  ફૂટી  ને,
અંકુર  ઉલ્લાસ  દસે  દિશમાં  રેલાય.
રંગે   વૈરાગે   સજી   ગેરુવે   પટોળે,
માટી ખંખેરી, હીંચુ  હેમને  હીલોળ.

સરતી  ગઈ  માયા, ઉતરી  રે  કાંચળી,
જાગે  વિરાગ  નાદ, વાગી  રે વાંસળી. ——

કાવ્યનાં સર્વ શ્રેષ્ઠ કલ્પનો  અંતે આવે છે… મારું અણુ અણુ જાગૃત-જીવિત થઈ ઉઠ્યું…. અને એ નવા અંકુર-નવા વિચારનો ઉલ્લાસ દસે દિશમાં રેલાય…  રંગે વૈરાગે સજી ગેરુવે પટોળે, …માટી ખંખેરી, હિંચુ હેમ હીલોળ.. સરતી ગઇ માયા જેમ કાંચળી  ઉતરે…જાગે વિરાગ નાદ વાગીરે વાંસળી. આ દરેક પદ ક્રમ બધ્ધ રીતે મોક્ષ તર્ફ દોરી જતી દીસે છે. હા, અને વાગી રે વાંસળી કહીને કૄષ્ણ સાક્ષાત્કાર કે આત્માનું પરમાત્મા મિલન નો ભાવ સુચવી જાય છે.

સરયૂબેન નો સાહિત્ય પ્રેમ ગુજરાતી સાહિત્ય સરિતામાં અમે પૅટ ભરીને માણ્યો છે.. વિકાસની પળોમાં ઉચ્ચતા પામતા સરયૂ બહેનનું આ કાવ્ય સંપૂર્ણ પણે ભક્તિ કાવ્ય નથી પણ નિજાનંદની અનુભૂતિ સંપૂર્ણ અને સાદ્યંત જણાય છે. ગર્વ લઇ શકાય તેવા ગુજરાતી સાહિત્ય સરિતા ઘરાણાનાં ઘણા સર્જકોમાંનાં તે એક છે.

શત સત સલામ આપને અને આપના કાવ્ય કર્મને

Thanks
Vijay Shah વિજય શાહ
Future belongs to those who dare!
My web site www.vijaydshah.com

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. શરદ શાહ
  ઓક્ટોબર 04, 2015 @ 13:24:35

  સરયૂબહેન;
  પ્રેમ.
  ખુબ ગમ્યું આપનુ કાવ્ય. સારી રીતે ખેડાયેલી ભુમિમાં, સારા બીજ વવાયા હોય
  અને યોગ્ય પ્રમાણમાં ખાતર પાણી મળ્યા હોય, ત્યાં આવા કાવ્ય ઊગી નીકળે.
  બાકી નીદાંમણ તો ઘણુ ઉગે છે.
  મારા પ્રશ્નના ઉત્તરમાં આપ લખો છો આપના કોઈ એક ગુરુ નથી અનેક છે. ખુબ
  સુંદર. સાચું જ્ઞાન જ્યાંથી પણ મળે તે ગુરુ. ભગવાન દત્તાત્રેયના ચોવીસ
  ગુરુ હતાં. અસલ વાત છે આપણી ભિતર શિષ્યત્વ પ્રગટ થવાની. શિષ્યત્વ અને
  વિવેક, પ્રગટ થયે જ્ઞાન નાના બાળક પાસેથી પણ મળે છે.આપની અંતરયાત્રા શુભ
  રહે તેવી શુભેચ્છાઓ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ.

  On 10/4/15, SARYU PARIKH wrote:
  > શરદભાઈ,લખાણ વાંચી ગમ્યું. આ સમજ સાથે જીવતાં હોવાથી મનની શાંતિ અને આનંદ જળવાઈ
  > રહે છે. અંતરની જાગૃતિ અને સહજ સ્વીકારની વાત પણ સરસ કરી છે.
  > આપે પહેલા પૂછેલ સવાલનો જવાબ આપું, મારે એક ગુરુ નથી પણ સમજ આવી ત્યારથી અનેક
  > ગુરુ છે. અને હવે નાના ભુલકાઓ પણ પોતાની મનઆરસી તરફ જોવાને નવી વાતો શીખવે છે.આ
  > કાવ્ય પહેલાનું, ફરીને મારી નજર સામે આવ્યું, તો મોકલું છું. વૈરાગ હળવે
  > હસીને સૌ સમીગયા સ્પંદન,

  Like

  જવાબ આપો

 2. nabhakashdeep
  જાન્યુઆરી 01, 2015 @ 18:47:07

  વાહ! કાવ્યભાવ રેલાવતી સુંદર કવિતા…નવા વર્ષે તાજગી બીછાવતી.

  આદરણીયસુશ્રી સરયુબેન

  નવા વર્ષે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…સાહિત્ય સરવાણી આમ જ વહેતી રહે. સુંદર કાર્યક્રમની મીઠી યાદ ૨૦૧૪ના વિદાયે, આપે સહભાગી થઈ દઈ દીધી.કપણવંજ એટલે અમારી ઈજનેર કારકિદીની શરુઆત ને ડૉ શાહેબનું વતન….અમારા જીવનની પા પા પગલી.અમારી ‘ઉપાસના’ ને પણ આપે વધાવ્યું…એ પણ તમારું સૌજન્ય.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 3. sapana53
  જાન્યુઆરી 01, 2015 @ 15:07:26

  happy New Year Saryuben…Miss you ..Nice poem

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: