એક વેંત ઊંચી

એક વેંત ઊંચી
અસુખ  અડકે  ના  મારે  અંતરે.
જીવન  ઝંઝાળજાળ  જગત રે
ઊડતી  રહું  એક વેંત  ઊંચી  કે,
નીચે   સમયની   સરત  સેર  રે

સરખા   ઉજાસ   મારે   આંગણે
નહીં  રે  પડછાયા  મારી  પાંપણે
પહેલાં   આપીને  લીધું   આપણે
છોડીને    સ્વાર્થ   દહર   બારણે

વટને   વેર્યું   રે   ઊભી   વાટમાં
સદ્‍ભાવે    હળીમળી    વાસમાં
ઈશના    અનેક   રૂપ    રાસમાં
એક એક  શ્વાસ  એના  પ્રાસમાં 

ક્ષણ  ક્ષણનાં  સ્પંદનો  સુગંધમાં
નવલ નવાં  સર્જન  શર  બુંદમાં
છોપહેરી  ઓઢી   રું  વૃંદમાં
એકલી   મલપતી    મનોકુંજમાં
——–
સરત=સ્મૃતિદહર=દિલ, શર=પાણી
અખંડ આનંદ” જૂન ૨૦૧૬
સરયૂ પરીખ

રસ દર્શનઃ
સરસ કામ થયું.   …. મને તો ગીતનો લય ગમ્યો છે જે કાવ્યભાવને અનુકુળ અને અનુરુપ જણાયો છે…..રે, અને કે જેવાં લટકણીયાં ભાવને ઘુંટનારા મને લાગ્યા છે. ગીતોમાં રે, લોલ, હે જી વગેરે એક બાજુ લય અને તાલને સાચવે છે તો બીજી બાજુ ભાવને ભાવક સુધી પહોંચાડવામાં મદદ કરે છે. લોકગીતોમાંથી આ લટકણીયાં કાઢી નાખો તો મજા જતી રહે ……
આભાર સાથે, – જુ.
૧. આ ગીતમાં એક વેંત ઊંચે રહેવાનું અને તેથી સંસારની સામાન્ય ઘટનાઓ નીચે સરતી રેતીની જેમ પસાર થયાં કરે.
૨. બીજો મુદ્દો બધાને સમાન સ્નેહ, પૂર્વગ્રહો નહીં રાખવાં- નહીં રે પડછાયાં મારી પાંપણે. ઉદારતાં સર્વને માટે.
૩. પછી અભિમાન છોડી બધાની માફી માગી લેવી, બધા અલગ માનવીઓ ભગવાનના સ્વરૂપ છે.
૪.છેલ્લે દરેક વર્તમાન પળમાં જીવવું. બરાબર આનંદથી બધાં વચ્ચે મોજ કરવી પણ ટોળામાં પણ અંતર એકાંતમાં જાગૃત રહેવું.

 

1 ટીકા (+add yours?)

 1. Sonal Desai, Vinodbhai Patel, jugalkishor Vyas, P.K.Davda, Sharad Shah
  જૂન 25, 2016 @ 18:31:09

  1. Saryuben, such a meaningful kavita, u have so much in you which comes out so beautifully. I wish I can say the same, little bit of disturbance comes from somewhere and it shakes me so much.
  Thank you, સોનલ.
  2. Vinodbhai Patel wrote: ક્ષણ ક્ષણના સ્પંદનો સુગંધમાં
  નવલ નવાં સર્જન શર બુંદમાં
  છો, પહેરી ઓઢી ફરૂ વૃંદમાં
  એકલી મલપતી મનૉકુંજમાં
  વાહ, આ કાવ્યમાં સુખ,અંતરની ચેતના,આશાવાદ અને દિલનો આનંદ ધબકતો અનુભવાય છે.
  શબ્દોનો ભાવ,અર્થ અને લયઅને પ્રાસ ધ્યાન ખેંચે એવા છે.કોઈ સારા ગાયકના કંઠે
  સુર સંગીત સાથે ગવાય તો દીપી ઉઠે એવું સરસ કાવ્ય.
  સરયૂબેન ધન્યવાદ.
  3. Jugalkishor Vyas wrote:
  સરસ કામ થયું.
  જોકે આ ગીતકાવ્યમાં થોડી ક્લીષ્ટતા પહેલેથી જ છે. કેટલીક કડીઓમાં ભાવકને તેનો મર્મ પહોંચવામાં સરળતા નહી રહેતી હોય એમ બને…..મને લાગે છે કે જે કાંઈ અધ્યાર રહી જાય, જે જગ્યાએ બે પંક્તી કે બે કડીઓ વચ્ચે અનુસંધાન પકડવાનું અઘરું લાગે ત્યાં ક્લીષ્ટતા ઉભી થતી હશે……
  મને તો ગીતનો લય ગમ્યો છે જે કાવ્યભાવને અનુકુળ અને અનુરુપ જણાયો છે…..રે, અને કે જેવાં લટકણીયાં ભાવને ઘુંટનારા મને લાગ્યા છે. ગીતોમાં રે, લોલ, હે જી વગેરે એક બાજુ લય અને તાલને સાચવે છે તો બીજી બાજુ ભાવને ભાવક સુધી પહોંચાડવામાં મદદ કરે છે. લોકગીતોમાંથી આ લટકણીયાં કાઢી નાખો તો મજા જતી રહે ……
  આભાર સાથે, – જુગલકીશોર.

  4. P.K.Davda wrote: ઈશના અનેક રૂપ રાસમાં
  એક એક શ્વાસ એના પ્રાસમાં
  બસ આ બે પંક્તિઓ જ મારા માટે બસ છે. એમાં જે કવિતાનું તત્વ છે, એ આજકાલની કવિતાઓમાં ભાગ્યેજ જોવા મળે છે. શ્વાસ પ્રાસમાં છે એ કલ્પના જ અદભુત છે. અને ઈશ્વરના અનેક રૂપ રાસ લેતા હોય એવું સપનું આવે તોયે ધન્ય થઈ જઈયે.
  વાહ બહેન વાહ !
  5. Sharad Shah wrote: શું કહેવું સરયુબહેન, તમારા કાવ્યના ભાવને? ૧૦૦માંથી ૧૦૦ માર્ક બસ.
  અદ્ભુત. ખુબ જ ગમી.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: