પ્રમાણ

પ્રમાણ

એક રજકણ હું, શિખર સર કરી શકી!
પવન પાંખે પછડાતી વિખરાતી ને તોય,
સુરજ સાખે હું ગગને સરી શકી!
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

સુખ આસનને એક કોર ઠેલી,
નર્મ ફૂલોની સેજને સંકેલી,
તોડી પિંજર ને સ્વૈરિતા બની શકી!
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

મારે જાણવી’તી ગુહ્ય ગહન વાત,
તૃષિત ચાતકને બુંદોની પ્યાસ.
જ્ઞાન વર્ષા ગુરુની ઝીલી શકી,
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

ધર્મ કર્મ વળી સ્વજનોનો સાથ,
ચિત્તશાંતિ ઉલ્લાસ ને વિશ્વાસ.
રૂહ અંતર એકાંતમાં હસી શકી,
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

——

આગવું=અનોખું, વિશિષ્ટ.

સફળતા એ જીવનસફરમાં ઉત્સાહ પ્રેરક પગથિયું છે, પરંતુ લક્ષ્ય તો મનની શાંતિ અને આત્મસંતોષ છે જે ભૌતિક સફળતાથી નિર્લેપ છે.

1 ટીકા (+add yours?)

 1. રાજુલ કૌશિક
  નવેમ્બર 27, 2020 @ 14:34:57

  પ્રતિભાવઃ રાજુલ કૌશિક…ડંકાની ચોટ પર “સફળતાનું આગવું પ્રમાણ” આલેખ્યું છે એ તો વાહ વાહ….સફળતાના અંતે જે ઉચ્ચતાની ટોચે પહોંચ્યાનો આનંદ છે એને વધામણા.
  રાજુલ કૌશિક.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: