સદા વહેતી

સદા વહેતી

ઊજમ નીરને નિહાળું એક ધ્યાન,
વચ્ચે છલછલ નિર્જરતી છલકાર,
સદા વહેતી નદીની આ વાત.

જીવન માયામાં ભ્રામક વિશ્વાસ,
વળી અકળાવે અસ્થીર આ શ્વાસ.
સદા વહેતા સંબંધોની વાત.

મારા સુખના સોણાનો આ લોક,
ભુલભુલૈયામાં ભમતો આલોક,
સદા વહેતા સમયની આ વાત.

દિલ ધડકન ને નવનવ એ હેત,
છબી ફરતી જ્યમ સરતી રે રેત,
સદા વહેતા સ્પંદનની આ વાત.

છૂપી અંતરમાં દિવ્યતા અપાર,
તેજપુંજ ઝીણી રેખાને પાર,
સદા વહેતી ઊર્જાની આ વાત.

   ——-

જો તમે નદીનાં કિનારે ઉભા હો તો પ્રત્યેક ક્ષણે એક નવી નદીને જોઇ રહ્યા છો. તમને એમ લાગશે ખરું કે તમે એ જ નદી જુઓ છો પણ પહેલા તમે જે પાણી જોયું હતું તે તો વહી ગયું છે.  આમ તમે એક પૂરેપૂરી નવી નદી જુઓ છો. જ્યારે આપણું જીવન એક વહેતી નદીની જેમ તીવ્ર ગતિએ વહી રહ્યુ છે ત્યારે શું આપણે નકામી અને નજીવી વસ્તુઓ એકત્ર કરી રહ્યા છીએ? પ્રત્યેક શ્વાસે અને પ્રત્યેક ઉચ્છશ્વાસે પ્રત્યેક જીવાત્માને આપણાં નશ્વર દેહમાં નિવાસ કરવા આપેલી અવધિ વપરાતી જાય છે.

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. nabhakashdeep
    એપ્રિલ 28, 2015 @ 04:43:57

    આદરણીયસુશ્રી સરયુબેન..તત્ત્વ દર્શની કવિતા કેટલો સરસ ફોડ પાડી જાય છે..વહેતી સરીતા સાથે વહે છે..ખૂબ જ ઉમદા કાવ્ય.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

    • SARYU PARIKH
      એપ્રિલ 28, 2015 @ 13:29:38

      મારી જેવા લખનાર લખે પણ રમેશભાઈ, શરદભાઈ અને એવા ઘણા, કાવ્યના સંદેશને સમજે-સમજાવે એ આનંદની વાત છે.
      સસ્નેહ સરયૂના નમસ્તે.

      Like

      જવાબ આપો

  2. શરદ શાહ, હરનિશ જાની, Jay Gajjar
    એપ્રિલ 27, 2015 @ 13:42:25

    ૧. શરદ શાહ.
    સરયૂબહેન,
    ખુબ સુંદર રચના. શ્રી રાધેકાન્ત દવેજીનુ દર્શન પણ સુંદર છે. અહીં બધું
    પ્રવાહિત અને પરિવર્તનશીલ છે. જ્યારે માણસની આકાંક્ષા સ્થિર થવાની છે જે
    આપ્રાકૃતિક અને અસંગત છે પરિણામે દુખ-પીડાનુ કારણ બને છે. થોડી જાગૃતિ
    આવે તો એક નદી પ્રવાહ પણ સત્ય દર્શન કરાવી શકે. બસ આમ ને આમ જાગૃતિ વધતી
    જાય તો મંજીલ દુર નથી.
    શરદ.
    ૨. હરનિશ જાની
    જુદી જુદી વાતને તમે સરસ રીતે વહેતી રાખી છે. સુંદર કાવ્ય બન્યું છે. ધન્યવાદ. હરનિશ જાની.
    3. Jay Gajjar
    Thanks.
    Very nice. Keep writing.
    A good poem is the flow of inner heart and inspiring readers.
    Good luck
    Jay Gajjar

    Like

    જવાબ આપો

Leave a comment