અનુકંપાના અશ્રુ

અનુકંપાના અશ્રુ

દિલમાં  ઊમટે સંવેદનાના પૂર અને આંખોથી અશ્રુ સરી પડે
મારે  મંદિરે  આનંદ ઉલ્લાસ, તોયે પરદુઃખ પીડાથી રડી પડે
જુલ્મોનો જાજો જુવાળ, સદભાવનાની સારપ ઓછી  પડે
ને લાગણીથી અનુકંપાના આંસુ સરી પડે

મારા આંગણામાં મોગરો હસીને, મુગ્ધ કોરી કળીઓને જગાડે
ઝીણો સાળુડો  હળવે  ઓઢાડી, પેલા સુરજને વાદળી રમાડે
દૂર  દેશાવર ક્યાંક અને વિના કોઈ વાંક, કુસુમોને કચડે  ઉજાડે
એ સાંભળીને અનુકંપાના આંસુ સરી પડે

હરખે  હાલરડાંના ગાન, બાળ માના ખોળામાં સુખથી રમે
પિતા બંધાવે રક્ષિત આવાસ, તેમાં સંતાનો  હેતે  રમે જમે
ક્યાંક કરગરતા બાળકની મા, જુજ ઝિંદગી ભીખમાં માંગે
એ જાણીને અનુકંપાના આંસુ સરી પડે

શાંતિના વાસમાં સુગમ કુમાશ, દૂર સ્ફોટ્ક ધડાકો, પ્રાણ ધડકે
માનવના મનમાં મિત્રતાને આંતરી ક્રુરતાની જ્વાળાઓ ભડકે
ભલે દૂર સુદૂર તોય આવી આવીને અહીં  હૈયુ વલોવી નિચોડે
ને આંખડીથી અનુકંપાના આંસુ સરી પડે

———–

આપણી આસપાસ સુખ હોય તો પણ દુનિયામાં થતાં સિતમથી દર્દ થાય છે.

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. ગોવીન્દ મારુ
  ઓક્ટોબર 20, 2015 @ 13:53:22

  સાચે જ આપણી આસપાસ સુખ હોય તો પણ દુનીયામાં થતાં સીતમથી દર્દ થાય છે.ને આંખડીથી અનુકંપાના આંસુ સરી પડે છે…

  Like

  જવાબ આપો

 2. nabhakashdeep
  ઓક્ટોબર 05, 2015 @ 00:25:59

  આદરણીયસુશ્રી સરયુબેન

  અનુકંપા…એક એક શબ્દને ભાવનામાં ઝબોળી કાવ્યમાં ઢાળ્યો છે. ખૂબ જ મનનીય કૃતિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: