મારી આહની અસર

મારી આહની અસર

તારા આપેલા વ્હાલા વચનને વરી,
ને થઈ બાવરી.

રૂપ રંગના ગુલાલમાં રોળી,
તેં લીધી આવરી.

મને ચૂસી મધુરી તેં મનભરી,
રે છોડી અવાવરી.

સ્નેહ ચહેરે કાલિમા છુપી’તી,
હું બની સાંવરી.

મધ્ય સૈરમાં છેતરી ઉતારી,
એ સજા આકરી.

મારી સેંથીમાંથી તારલી સરી,
ને વીજ આંતરી.

તારી હોડીમાં મારું એક આંસુ ખર્યું,
નાવ ડૂબી આહ્‍ ભરી.
—–

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. nabhakashdeep
    ઓક્ટોબર 24, 2015 @ 22:08:01

    મારી સેંથીમાંથી તારલી સરી
    ને વીજ આંતરી

    એક એક પંક્તિ જાણે સો ટચનું સોનું..કાવ્યકલાની સઘળી મૂડી જાણે આપે ધરી દીધી.આવી રચનાઓ ઓછી વાંચવા- માણવા મળે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

  2. shree Chimanbhai and shree P.K. Davda
    ઓક્ટોબર 23, 2015 @ 18:30:55

    ૧.
    સરયૂબેન,
    ખૂબજ સુંદર કૃતિ છે.
    આ કાવ્ય ફરી ફરી વાંચવું ગમે એવું છે. એમાંયે કોઈ દુખી દિલને ખૂબ જ અસર કરી જાય એવું!
    નીચેની પંક્તિઓ મને ખુબ જ ગમી ગઈ!

    મને ચૂસી મધુરી તેં મનભરી
    રે છોડી અવાવરી

    ચૂસી, મનભરી, છોડી અવાવરી આ બધા શબ્દોમાં દર્દ અને ઊંડાઈ જણાય છે!

    તારી હોડીમાં મારું એક આંસુ ખર્યું
    ને નાવ ડૂબી આહ્‍થી

    એક આંસુમાં દિલપરનો ભાર કેવો હશે કે જેથી નાવ (હેત) એના ભાર નીચે ડૂબી ગયું!!
    comment by Chiman Patel.

    ૨. બહુ સરસ શબ્દોમાં સચોટ સંદેશ આપ્યો છે. comment by P.K. Davda

    Liked by 1 person

    જવાબ આપો

Leave a comment