નિર્મળતા

નિર્મળતા
ઝંખનાના તેજમાં જાગેલું પંખીડું,
મમતાના માળામાં ક્યારે સપડાયું!
આશા પતંગાની આસપાસ ઉડતું,
ચંચળ ચતુર એવું ચિત્ત ભોળવાયું.

સાત્વિક આનંદ ને ઉલ્લાસે આવર્યું,
આંખોની આરતીની રોશનીમાં ઊજર્યું,
અસીમ અગોચર ને અંતર વિહારમાં
કિરણોની કોરપર ભોળું હિલોળ્યું

ભૂલથી એ વાદળના સાળુમાં ખોવાયું,
ઘેરા ઘુમરાવામાં અંધારે લોભાયું
લાલચના પાણીમાં ભાવે ભીંજાયું
પછી,ખારા સમંદરના પટમાં પટકાયું

જ્યારે એને સાંભર્યું કે ક્યાંથી એ આવ્યું’તું
ચાંચ મહીં ચાંચ અમી અન્ન કેવું ભાવ્યું’તું
નિઃસીમ આકાશે ફરી મુક્તિથી ઊડવાને
આતમ કમાન, મનો તીર, લક્ષ સંધાયું
——
નિર્મળ મન, સંસારના ગહેરા રંગોમાં હોંશેથી અટવાય, ભટકે.
અને ફરી જ્યારે એ નિર્મળ-બાળકમનને પ્રસ્થાપિત કરી શકે,
ત્યારે અંતરઆત્મા સાથે જોડાઇ મુક્તિનો અનુભવ કરી શકે.

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Devika Dhruva
  ડીસેમ્બર 10, 2015 @ 01:39:00

  nice poem,Saryuben.

  Like

  જવાબ આપો

 2. hemapatel
  ડીસેમ્બર 08, 2015 @ 22:13:35

  નિર્મળ મન, સંસારના ગહેરા રંગોમાં હોંશથી અટવાય, ભટકે.
  અને ફરી જ્યારે એ નિર્મળ -બાળકમનને પ્રસ્થાપિત કરી શકે.
  ત્યારે અંતરઆત્મા સાથે જોડાઈ મુક્તિતિનો અનુભવ કરી શકે.

  સરયુબેન, બહુજ સુંદર વાત કરી છે. સાથે ઘહેરુ ચિંતન પણ સમાયેલું છે.સાચેજ બાળકનુ મન નિર્મળ હોય છે જ્યાં કોઈ વિકાર નથી.જેના મનમાં કોઈજ વિકાર બાકી ન રહે ત્યારેજ સાચી મુક્તિ મળે અને બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે.આપની રચના ખુબજ ગમી.

  Like

  જવાબ આપો

 3. SARYU PARIKH
  ડીસેમ્બર 08, 2015 @ 20:13:55

  ૧. શ્રી ચિમન પટેલ
  સરયૂબેન,

  સવારના પહોરમાં જ મન લલચાયું,
  તમારું કાવ્ય નિહાળી દિલ હળખાયું!
  કલ્પનાના કિલ્લાઓથી કાવ્ય રચાયું,
  મહીં પ્રવેશ કરીને મન મારું હરખાયું!
  ‘ચમન’

  ખોબલે ખોબલે અભિનંદન.
  તમારા કાવ્યોઓમાં મનના મંથન અને વિચારોની વિવિધતા વાંચવા મળે છે એનો આનંદ છે.
  ‘ચમન’
  ૨. ડૉ. એમ.એચ.મહેતા.
  Bahu SARAS!
  Just back from Mt.Abu-Int.Conf.on FUTURE OF POWER.
  Among other things….Atma is pure,sublime,Shant andNirmal.
  Reflects well in this poem.
  Love.
  Munibhai

  p.s.—just finished your book.Will write separately.

  Like

  જવાબ આપો

 4. ઇન્દુ શાહ
  ડીસેમ્બર 08, 2015 @ 11:19:13

  નિઃસીમ આકાશે ફરી મુક્તિથી ઊડાવાને
  આતમ કમાન, મનો તીર લક્ષ સંધાયુ
  સરસ

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s