અનુતાપ

સપ્તપદીની વેદી ઝળહળ તું ત્યાં ફેરા ફરતો,
નવજીવનની વચન ઉક્તિઓ કો’ની સાથે કરતો.
સાક્ષી થઈને, અહીંયા બેસી, આપુ મૂંગા વચનો,
શબ્દહીન પડઘા હૈયાના, કેમ નથી સાંભળતો?

હજીય ગુંજે દ્વાર ટકોરા, પ્રીત તણા ભણકારા,
હાથ હથેળી દિલ લાવેલો, સ્વપ્નાના અણસારા.
અરમાનોના અમી છાંટણાં, ક્ષુબ્ધ બની મેં ઠેલ્યાં,
જતો જોઈ ના રોક્યો પ્રેમે, અધરો મેં ના ખોલ્યા.

સાત સાત પગલાંઓ સાથે દૂર દૂર તું જાયે,
ભરી સભામાં આજે મારી રુહમાં ગહન સમાયે.
અડછડતી તુજ નજર ફરીને ક્ષણભર તો રોકાયે,
પસ્તાવાના ખંજન પર અંગત ગંઠન બંધાયે.

મંગલમય આ મહેરામણમાં એકલવાયું લાગે,
હીબકા ભરતું મનડું મારું, તારી સંગત માંગે.
———
એક વખત દિલ હથેળીમાં લઈને આવેલા પ્રેમીને પાછો વાળેલો.
તેના લગ્નમાં શાક્ષી બની પસ્તાવો કરતી પ્રેમિકા.
અનુતાપ=પસ્તાવો

લિંક

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. nabhakashdeep
  ડીસેમ્બર 23, 2015 @ 03:04:24

  શબ્દહીન પડઘા હૈયાના, કેમ નથી સાંભળતો?

  ….

  સાત સાત પગલાંઓ સાથે દૂર દૂર તું જાયે,
  ભરી સભામાં આજે મારી રુહમાં ગહન સમાયે.

  ….

  મંગલમય આ મહેરામણમાં એકલવાયું લાગે,
  હીબકા ભરતું મનડું મારું, તારી સંગત માંગે.

  આપની આ રચનામાં ઊર્મિનું શાન્ત તાંડવ ભાળ્યું…આને કવિતાનું રમ્યપણું કહેવાય…ખૂબ જ સિધ્ધહસ્ત કવિની કલા આપે હસ્તગત કરી છે…સુશ્રી સરયુબેન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 2. P.K.Davda
  ડીસેમ્બર 20, 2015 @ 20:44:43

  મારી પાસે શબ્દો નથી, આવી સરસ કવિતાને બિરદાવવા માટે ! અંતરની ગહેરાઈમાંથી નીકળેલા શબ્દો, વાંચનારાના મનની અંદર ઉતરી જાય છે.

  Like

  જવાબ આપો

 3. Mr. Bakul Bhatt, shree Jugalkishor Vyas
  ડીસેમ્બર 20, 2015 @ 19:02:16

  ૧. Bakul Bhatt says, Very well done
  બેન સરયૂબેન ,
  તમારી કવિતા શરુઆતથી જ મનમાં ગવાતી જાય અને લાગણીઓ ઉજાગર કરતી જાય છે. તે સરળ વહેતી જાય છે અને તેમાં વ્યક્ત થતો ઊંડો ચચરાટ સહજ રીતે સમજાતો જાય છે. અભિનન્દન… બકુલના નમસ્તે.
  ૨. શ્રી જુગલકીશોર વ્યાસ.
  સરસ કાવ્ય. પશ્ચાત્તાપની સાથે જ ઉપાલંભનો ભાવ પણ મને આ કાવ્યમાં સંભળાયો છે જે કાવ્યની વ્યંજનાશક્તી બતાવે છે. છેલ્લે મુકેલી નોંધ કાવ્યના ભાવોની વીવીધતાને ઘટાડે છે. મને તો પસ્તાવા કરતાંય ઉપાલંભનો ભાવ વધુ જચ્યો……કાવ્ય બન્ને દૃષ્ટીએ બહુ મજાનું છે….જુગલકીશોર.

  Like

  જવાબ આપો

 4. harnishjani52012
  ડીસેમ્બર 20, 2015 @ 19:01:22

  બહુ સરસ. શબ્દો સરે છે. વાચન પ્રવાહમાં.

  Like

  જવાબ આપો

 5. NAVIN BANKER
  ડીસેમ્બર 20, 2015 @ 18:39:19

  નવો વિચાર…સરસ કાવ્ય….

  નવીન બેન્કર

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s