પ્રણયના મોતી

પ્રણયના મોતી

સ્વરોના મોતી સરે પ્રણયમાં
ને હું સૂર બની ને  સાંધુ
તુજ સ્મિત રમે રમણમાં
ને હું  નૂર બનીને બાંધુ

તું ઝીણો ઝરમર વરસે
ને હું પાન બનીને ઝીલું
તું પવન બનીને લહેરે
ને હું કમળ બનીને ખીલું

તું કિરણ બનીને આવે
ને હું સુરખીમાં રંગાવું
તું ઘટમાં વાદળ ઊમટે
ને હું વીજ બનીને નાચું

તું શ્વાસ બનીને આવે
ને હું ધડકન થઈને જાગું
તું વિશ્વાસ બનીને આવે
ને હું સખી  બનીને ચાહું

તું  પ્રીત  લઈને આવે
ને હું ગુંજન ગાણું ગાવું
મુજમાં તું, ને તુજમાં હું
બસ ઓતપ્રોત થઈ જાવું
——

 

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. sapana53
  એપ્રિલ 14, 2016 @ 16:08:20

  ખૂબ સરસ ગીત સર્યુબેન …પ્રણયનાં મોતી..

  Like

  જવાબ આપો

 2. Ramesh Patel
  માર્ચ 29, 2016 @ 22:43:29

  પ્રત્યેક કડીમાં સુંદર કલ્પના …પ્રાસ, લય ,ભાવ અને સંદેશ

  Like

  જવાબ આપો

 3. Trackback: પ્રણયની બહાર આવે…. સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ
 4. NAREN
  માર્ચ 29, 2016 @ 04:30:45

  ખુબ સુંદર રચના

  Like

  જવાબ આપો

 5. ચીમન પટેલ, શ્રી દાવડા, પુર્વી માલ્કન, નવીન બેન્કર, નરેન્દ્ર ફાન્સે, હરનિશ જાની, Himmatlal Joshi, પ્રવિણ ઠક્કર
  માર્ચ 29, 2016 @ 01:31:07

  Comment by shree Chiman Patel, P.K.Davda, Purvi Malkan, Navin Banker, Narendra Phanse, Harnish Jani, Himmatlal Joshi,
  ખૂબ જ સરસ.
  તમારી કલ્પનાને કે’વું પડે!
  છેલ્લી બે પંકતિઓમાં તમે પ્રાણ પૂરી દીધો!
  અભિનંદન.
  Chiman Patel ‘ચમન’
  ———–
  બહેન, બહુ જ સરસ કાવ્ય છે. પ્રત્યેક કડીમાં સુંદર કલ્પના છે. શબ્દો પણ સરળતાથી વહે છે. મને બહુ ગમ્યું.
  સાદર,
  દાવડા
  ———–
  Bahu sundar pranay ki bhavna uttam rahi….Purvi Malkan
  ————
  સરયૂબેન, ખુબ સરસ કાવ્ય! કોઇપણ ઉંમરે દિલમાં આવી પ્રીતની સરગમ વાગતી હોય ત્યાંસુધી આપણે જુવાન જ છીએ.
  વાહ…વાહ…!! નવીન બેન્કર
  ———
  આભાર, સરયૂ બહેન! ઘણું જ ગમ્યું. વાહ, કેટલી રમ્ય, કોમળ ભાવપંક્તિઓ છે! ગ્રીષ્મમાં હવાની ઠંડી ઝલકની સાથે કોઈની યાદ આવે અને ગીત ગાવાની ઉર્મિ થાય એવું આ ગીત છે. પ્રસિદ્ધીની તારીખ નક્કી થતાં આપને જણાવીશ. ….નરેન્દ્રના સાદર નમસ્તે.
  ——–
  બહુ સરસ બ્હેનજી. કાવ્ય ગમ્યું. ….હરનિશ જાની.
  ——
  વાહ સર્યું બેન વાહ! બહુજ અદ્ભુત રચના કહેવાય
  તમારા ઉપર સરસ્વતી દેવી કૃપા કરતાં રહે, એવી પરમેશ્વરને પ્રાર્થના …..આતા
  ——
  સરયૂબેન,
  સવારની સલામ ! અદભૂત અને નાજુક ભાવોને શબ્દોનો સરસ શણગાર..કેટલા સ્વાભાવિક શબ્દો!! સીધી લાગણી જ શબ્દ બની જાય છે..શબ્દોની શોધ વગર જ રચાઇ ગયેલું લાગે છેે..અથવા શબ્દો એની જાતે જ જાણે ગોઠવાઇ ગયા છે..અભિનંદન ..
  આવી રચનાઓ રચતા રહો.. અને share કરતાં રહો..આપની ઘણી રચનાઓ સમયાંતરે વાંચુ છુ..અલબત્ત દરે વખતે પ્રતિભાવ ન આપવાની ફોર્માલિટી ન કરી હોય ..પણ આપની રચનાઓ વાંચવાની ગમે છે..
  – Pravin U Thakkar
  ——-

  Like

  જવાબ આપો

 6. Vinod R. Patel
  માર્ચ 29, 2016 @ 00:32:21

  શબ્દ, પ્રાસ, લય ,ભાવ અને સંદેશ સાથેની સરસ કાવ્ય રચના

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: