પ્રકાશ પુંજ

હે જી રે મારા પ્રેમના ઝરૂખાનો દીવો
રે રાજ રત  પાવન  પ્રકાશે  પ્રગટાવો.

જાગે મારા આતમમાં પ્યારો પલકારો
વાગે રૂડાં અવસરનો ન્યારો  ઝણકારો,
હે જી હું તો હરખે  રિઝાવું  એકતારો
ને રાજ રત  મનમાં  મંજુલ સૂર તારો.

નાની  પગલી  ને  લાંબો   પગથારો
હું ના  એકલી,  છે  તારો   સથવારો.
શૂલ  હોય  મને  ફૂલ  સો  અથવારો
રે  રાજ રત  તારો  અતૂટ  સહચારો.

અંક    અંકુરમાં   પગરવ    સુહાણો,
તેજપુંજ ઝળહળ દીપતો  અજાણ્યો.
ઘેરા  ઘનમાં   સોનેરી   પ્રકટ  જાણ્યો
રે રાજ રત કાળજડે  કાનજી સમાણો.
——

Advertisements

લિંક

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. chaman
  નવેમ્બર 15, 2016 @ 20:01:55

  કલ્પનાઓથી ભરેલું કાવ્ય કેમ ન ગમે?

  Like

  જવાબ આપો

 2. કૃષ્ણ દવે
  જૂન 01, 2016 @ 02:26:10

  નમસ્કાર સરયૂબેન અને પરિવાર ,
  આપના કાવ્યજગતમાં પ્રવાસ કર્યો . ખૂબ જ ગંભીરતાથી શબ્દો સાથે આપે કામ પાડ્યું છે, જીવનનો મહિમા આપની રચનાઓ માં જોવા મળે છે . આ રીતે અંતરિયાળ જગ્યાએ પણ ગુજરાતી કવિતાઓના દિવડાઓ ટમટમતા જોવા મળે ત્યારે આનંદ થાય છે .

  કૃષ્ણ દવેના પ્રણામ .

  Like

  જવાબ આપો

 3. NAREN
  મે 17, 2016 @ 06:10:04

  ખુબ સુંદર પ્રસ્તુતિ

  Like

  જવાબ આપો

 4. La' Kant " કંઈક "
  મે 17, 2016 @ 05:20:41

  “…અંક અંકુરમાં પગરવ સુહાણો [આવી પૂગ્યા હરિ અમારે દ્વાર ! બાજે ભણકારા ]
  દીપ્ત તેજપુંજ ઝળહળ અજાણ્યો [ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું](એક અનુભૂતિ)
  ઘેરા ઘનમાં સોનેરી પ્રકટ જાણ્યો
  રે રાજ રત કાળજડે કાનજી સમાણો” [રંગીલા રસરાજ!વરસો પૂરબહાર,અમને,ભીંજાવો ]

  ——
  આલ્યો…. ‘કંઈક’ના સમાનતાવાળા ભાવ બે-ત્રણ વાતોની સુપેરે પ્રતીતિ કરાવે છે :
  [૧]- બધ્ધુજ ભાવ-પ્રાકટ્ય પ્રાપ્ત ઇન્દ્રિઓગત અનુભવ બયાન [ જોવું,સાંભળવું,સ્પર્શવું,..ઈ…..]
  [૨]- જેમ ઈશ્વર ને માનવ સર્જવાની ગરજ-જરૂરત પડી ,સ્વ-અસ્તિત્વપ્રમાણ ખાતર ,એમજ આપણે પણ એના પર એટલા જ આધારિત.પારસ્પરિક જે આપણા અસ્તિત્વ-હયાતિનાં મૂળમાં છે તે ‘દ્વન્દ્વગત કુદરતી-સહજ વ્યવસ્થા.એનો ઇનકાર ન જ કરી શકાય ખરું ને?
  [૩]- આપણી ‘અંદર’ /ભીતર’ અને બાહ્યમાં…વિરોધાભાસ મૂળ [ ઇન્વર્સનેસ ]

  શ્રધ્ધાગ્રસ્ત મન, “કોઈ અદીઠ શક્તિ/ચાલકબળ”‘ના પ્રભાવ હેઠળ દોરવાતા આપણે શબ્દ-સંપૂટ દ્વારા અભિવ્યક્ત સહજ થઇ જતા હોઈએ છીએ !પ્રેરિત કલ્પના સ્તો ! તમારી ‘કૃતિ/સહજ-સ્ફૂરણા કહું ?
  મૂળ ‘થીમ/વસ્તુ-મુદ્દો’ અને ઉપરની વાત સાથે મેળ પડે તેવું ‘કંઈક’ સાદર પેશ ….એમાંય બીજાની સાથે સંવાદ સાધી પોતાની ભીતરનું તત્ત્વ છતું કરી ‘સ્વ-પ્રાકટ્ય’ ને ઉજાગર કરવાની લાલચ/તક જડપી લેતા હોઈએ છીએ એ તો કબૂલ કરવું જ પડે ! [ir-resistable?]

  તમારા વપરાયેલા શબ્દો -ઝણકારો,પાવન પ્રકાશે પ્રગટાવો,પ્રકાશ પુંજ-તેજપુંજ,એકતારો,
  તારો અતૂટ સહચારો,તારો સથવારો

  ” નિજ એકાંતે સુખાનુભૂતિનો આનંદ માણી રહ્યા ,
  તંતોતંત અમી છાંટણા થયા,ઈશકૃપાના રણકારા ,[[ઘેરા ઘનમાં સોનેરી પ્રકટ જાણ્યો]
  આવી પૂગ્યા હરિ અમારે દ્વાર ! બાજે ભણકારા .
  ઘંટનાદ,મંજીરા,શરણાઈના બજંત રે ઝણકારા ,
  ફૂલો,કંકુ,ચોખા,અબીલ-ગુલાલ ઉમંગે ઉછાળ્યા ,
  આનંદ મંગલ મંગલ ભયો, ભીતરમાં હરખાયા ,
  આનંદ આનંદ મંગલ મંગલ આનંદ-મંગલ ઉજવાયા .”
  *****
  ખ્યાલ કરો

  ભીતર ભર્યો કાળો અંધાર ઉલેચો નાથ!
  અમને ઉજાળો,આપો તમારો હાથ,નાથ,
  આપો તમ દીવડાની આંચ,આપો સાથ,
  અમને ગોઠે નહીં રે લગાર! રંગીલા રસરાજ!
  સાવ સૂના થયા અમે તમ વિના રસરાજ!
  વરસો પૂરબહાર,અમને,ભીંજાવો રસરાજ!
  અમે વરસોથી કોરાકટ વિના રસ-ધાર !
  પ્રભુ વરસો,પારસ થઈને સ્પર્શો,ન્યાલ કરો!
  આપો હેમનું મૂલ્ય પાષાણને, વ્હાલ કરો,
  ભીતરના ભૂખ-તરસ ભાંગો રે! ખ્યાલ કરો!
  *****
  હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
  ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
  હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?
  પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું.

  અનુભવ-જ્ઞાને સમજાયેલું માપ છું,અનુભૂતિ તણો એહસાસ અમાપ છું,
  સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,
  પ્રેમ-આનંદસભર ‘જીવંત’વિચાર છું,સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,
  જુઓ તો ખરા! કેવો આરપાર છું !પારદર્શિતાનું સજ્જડ પોત અપાર છું
  *****
  “હું” કાર

  ભવ્ય કોઇની ભીતર બંસી બાજી છે! [ પગરવ સુહાણો,હે જી હું તો હરખે રિઝાવું એકતારો]
  ’સળવળ મહીં અનહદ જાણી છે!
  અકળની કળતર બહુ સઘન માણી છે.
  ‘પરમ’નો પાવન પારસ-સ્પર્શ કરતો હું ![ઘેરા ઘનમાં સોનેરી પ્રકટ જાણ્યો]

  ******************************************
  હકીકતમાં , આ અસ્તિત્વમાં આપણા માટે ” બધ્ધુંજ દૃષ્ટિ-સાપેક્ષ નથી શું?
  તો , તમને એક ઇજન :
  તમારી દૃષ્ટિ શું કહે છે આપો પ્રતિભાવ …લ્યો ….. એક તક “પ્રકટ” થવાની ! તમને ક્યાં? શું? કેટલું ? કેવું ? સામ્ય ઝીલાયું?
  કદાચ , કવિને “બ્લેસ્ડ સોલ’ એટલેજ કહેતા હશે ને?

  આવડો મોટો-અતિદીર્ઘ પ્રતિભાવ હોય ખરો ….ચોક્કસ હોઈ શકે .[ આત્મ(સ્વ-)પ્રશંશાની “ગંધ-સુગંઘ સુવાસ- માણવા જેવા છે ને ?]

  લા’કાન્ત / ૧૭.૫.૧૬
  p.s.:- [મને લાગે છે : કદાચ “પરમ આનંદ ” નો સ્પર્શ તમને થયો છે .ચોક્કસ !]

  Like

  જવાબ આપો

 5. P.K.Davda
  મે 17, 2016 @ 02:46:04

  નાની પગલી ને લાંબો પગથારો
  હું ના એકલી, છે તારો સથવારો

  ઉત્તમ પંક્તિઓ.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s