વળાંક

 

વળાંક

તુજ  દ્વારે  ટકોરા, હતું  કરવું  કબૂલ
હું  લાવ્યો’તો ફૂલ, કહ્યું કરજે તું  મૂલ.
ના બારણું  ઉઘાડ્યું, તેં  લીધું  ના ફૂલ,
હું પાછો ફર્યો,જાણે થઈ ગઈ કોઈ ભૂલ.

મનના  પતંગાને   સાહિ  દર જોરી,
અંતરની   દોરને    સદંતર    સંકોરી.
ઉત્કટ  પ્રયત્ને  તને મનથી  ભુલાવી;
તારી ભૂંસી  ને  છબી નવલી બનાવી.

  કાળ કર્મ  વેલ  મને આગળ લઈ જાયે,
હસ્તી   મારી   ઉર્ધ્વ   આભે  સોહાયે.
સંગિની  સાથ  રસમ  રીતિ  સંચવાયે;
યાદની  લહેરખી ક્વચિત  હૈયું  કંપાવે.

   તું  હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે,
જીવન-સરિયામ  હોત નોખાં  વળાંકે!
———
સાહિ=પકડી   દર=પ્રયત્નપૂર્વક  સરિયામ=રસ્તો

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. NAREN
  ડીસેમ્બર 22, 2016 @ 05:51:50

  ખુબ સુંદર રચના

  Like

  જવાબ આપો

 2. Ramesh Patel
  જુલાઈ 18, 2016 @ 21:30:21

  તું હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે !
  જીવન-સરિયામ હોત નોખાં વળાંકે !

  Like

  જવાબ આપો

 3. Shabdsetu
  જૂન 07, 2016 @ 01:31:48

  તું હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે!
  જીવન-સરિયામ હોત નોખાં વળાંકે!
  સુંદર અભિવ્યક્તિ – રસ્તા ફંટાય ને મંઝિલ…

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   જૂન 07, 2016 @ 02:46:46

   કિશોરભાઈ,
   પ્રતિભાવ માટે આનંદ સાથ આભાર. આજના શબ્દસેતુમાં લેખ હતો તે વાંચ્યો.
   આ બુધવારે મારી અંગ્રેજી નવલકથાનું વાંચન અહીંની એક બુક કલબમાં છે.
   હજી પણ ટોરોન્ટો નહીં આવી શકવાની વાત કઠે છે પણ કુદરતના તોફાન સામે કોનું ચાલે છે!
   શુભેચ્છા સાથ. સરયૂ પરીખ

   Like

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: