લાગણીઓનો માળો

લાગણીઓનો માળો

કેમ કરી સંભાળો આ લાગણીઓનો માળો!
એક અનેક તણખલે બાંધ્યો નર્મિલો મનમાળો.
એક સળી જ્યાં ખસી ખરે, ત્યાં ઉરમાં ઉખળમાળો.
આ લાગણીઓનો માળો.

કાચા સૂતર જેવો નાજુક, હળુ હળુ  કંતાયો,
આવભગત ને  પ્રેમ  તાંતણે  યત્નોથી બંધાયો,
એક આંટી  ને ગાંઠ પડે  ત્યાં તૂટતો ના સંધાતો,
આ લાગણીઓનો માળો.

પત્તા લઈ પત્તાની ઓથે પોલો મહેલ બનાવ્યો,
આંખ હાથના  આધારે સૌ સાથ સુલેહ સજાવ્યો,
એક જરા સી ઝાલકમાં અવળે આવાત ઊડાવ્યો,
આ લાગણીઓનો માળો.

    સાત તાર સૂર સંગે વાગે ગીત સુગીત સુમેળો,
અંતર  ને  અંતરના  તારે  વહેતી  સંગીત  લહેરો,
તાન  મધ્યમાં  તડાક  ક્યારે  એક  તાર તરડાયો,
આ લાગણીઓનો માળો

———-

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. nabhakashdeep
  સપ્ટેમ્બર 04, 2017 @ 01:53:10

  કાચા સૂતર જેવો નાજુક, હળુ હળુ કંતાયો,
  આવભગત ને પ્રેમ તાંતણે યત્નોથી બંધાયો,
  એક આંટી ને ગાંઠ પડે ત્યાં તૂટતો ના સંધાતો,
  આ લાગણીઓનો માળો.
  ……ખુબજ સુંદર કવિતા

  Like

  જવાબ આપો

 2. ઉમેશ મેહતા
  સપ્ટેમ્બર 03, 2017 @ 04:04:21

  સરયુબેન
  અમેરિકામાં રહીને પણ લાગણી પર આવી ખુબજ સુંદર કવિતા લખવા બાદલ અભિનંદન.
  ઉમેશ મહેતા

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: