મૌનનો મહિમા

મૌનનો મહિમા

તીખા ને કડવા અધીરા એ વેણ,
તેજીલી ધાર પર કજીયાના કહેણ
વાળો તેમ વળશે જીવ્હા ને રેણ,
ગમતી ગંગાનાં મનગમતા વહેણ.

ઓછું બોલવાના અહોય અષ્ટ ગુણ,
સોચી સમજીને જાળવશે સમતુલ,
ભૂલો છૂપાયે ને સચવાયે મુલ,
માન સખી, ઓછું બોલ્યાંના અષ્ટગુણ.

સૌ કહેતા, ન બોલવામાં નવ ગુણ
શાંત સરોવર સમાવે અવગુણ.
વાત હો સાચી સ્થિર ચેતનાથી પૂર્ણ,
ન બોલવામાં ખરે લાગે નવ ગુણ.

મૌન સંગીત જે અંતરથી ઊગે ને,
વણબોલ્યે મંજુલ તરંગ સ્નેહ છલકે.
શાતા ને સાંત્વના લયબધ્ધ લહેકે,
અંતરમન મૌનના દસેદસ ગુણ.

ખરું મૌન મહાતમ જે મસ્તકમાં રાજે,
ઘટ ઘટમાં આનંદની ઘંટી બજાવે.
——–

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  સપ્ટેમ્બર 22, 2017 @ 02:26:36

  મૌન સંગીત જે અંતરથી ઊગે ને,
  વણબોલ્યે મંજુલ તરંગ સ્નેહ છલકે.
  શાતા ને સાંત્વના લયબધ્ધ લહેકે,
  અંતરમન મૌનના દસેદસ ગુણ.

  ખરું મૌન મહાતમ જે મસ્તકમાં રાજે,
  ઘટ ઘટમાં આનંદની ઘંટી બજાવે.
  સનાતન સત્ય.
  .એક ક્ષણના આવા અનુભવે જીવન ધન્ય લાગે…અમારા સુજાએ યાદ કરાવી ઘટના આશરે નવ વર્ષ પર આદરણિય સોનલ વૈદ્યે અમારા બ્લોગના નામ અંગે પૂછ્યું ત્યારે મનમા ભજનની આ પંક્તીઓ ગુંજતી હતી
  નિરવ રવે રટજો રજની-દિન
  એક મંત્ર ઉર,શ્રી અભિરામ!
  બસ એક કામ , મમ એક ધામ ,
  ઉર એક નામ : જય શ્રી અભિરામ!
  આ નીરવરવ એટલે મનમા ગુંજતું ૐ નાદ.

  Like

  જવાબ આપો

 2. nabhakashdeep
  સપ્ટેમ્બર 21, 2017 @ 23:32:38

  મનનીય ગમી જાય એવી કવિતા

  Sent from my iPhone

  >

  Like

  જવાબ આપો

 3. સુરેશ
  સપ્ટેમ્બર 21, 2017 @ 12:38:32

  ન બોલવા કરતાં ઓછું બોલવું વધારે સારું . એને અષ્ટ નહીં , અઢાર ગુણ આપવા જોઈએ !

  ખરું મૌન મહાતમ જે મસ્તકમાં રાજે,
  ઘટ ઘટમાં આનંદની ઘંટી બજાવે.

  પ્રજ્ઞાબેનનો ‘ નીરવ રવ ‘ ?!

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   સપ્ટેમ્બર 21, 2017 @ 13:46:41

   મને પણ ઓછું બોલવામાં અઢાર ગુણ લાગે છે, પણ કવિતા, કહેવત ‘ન બોલવામાં નવ ગુણ’થી શરૂં થઈ. ઉત્તમ મૌન- માનસિક મૌન.
   આનંદ સાથ આભાર. સરયૂ

   Like

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: