ખીલું ખીલું

ખીલું ખીલું

 હતું  ગીત કો  અધૂરું  ઘર સૂનું સૂનું,
બધું  લાગતું  હતું  જરાક  જૂનું જૂનું.

 આજ દિલમાં ગાયે  કોઈ ધીમું ધીમું,
હાસ હોઠે  છુપાયે છાનું  ધીરું ધીરું.

 સખા, સુખડ સુવાસે મન ભીનું ભીનું,
ઝરે ઝાકળ ઝીણેરી તેને ઝીલું ઝીલું.

 ફરી  હેતલ  હરિયાળીમાં  લીલું લીલું,
આસે  મીઠો   મધુર  રસ   પીઉં પીઉં.

  મારે નયણે  સમાય આભ નીલું નીલું,
સ્નેહ  કોમળ  કળી  કહે  ખીલું ખીલું.
——

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. SARYU PARIKH
  મે 08, 2019 @ 21:16:13

  ૧. Nagesh Dhavde…from India.
  કવિતા માણી મેં સોહામણી સોહામણી….

  તમારી આ કવિતા મનમાં તરલ ભાવનાં મોજાઓ નિર્માણ કરી ગઈ.
  હું મરાઠી ભાષક છું, પણ ગુજરાતી સાહિત્ય પણ વાંચું છું.

  ૨. હરિશ દાસાની, મુંબઈ.
  સરસ.
  સરયૂબેન,કવિતાની શરૂઆત વખતે દેખાતો ખાલીપો થોડી જ ક્ષણોમાં અલોપ થઇ ગયો.
  અને કવિતા પૂર્ણતા તરફ -પ્રસન્નતાનો અનુભવ થવા લાગ્યો.
  આવો જ છે મનનો સ્વભાવ.
  ઘડીભર ઉદાસીન -અચાનક પ્રફુલ્લ.
  કોઈ વાર તેનું કોઈ કારણ તપાસીએ તો ન પણ મળે.
  મન કહે -બસ એમ જ.જરા ઓછું આવી ગયું હતું !
  પણ શું કામ?
  બસ એમ જ.મને પણ ખબર પડી નહીં કે શું થયું?
  અને અચાનક એકાદ મનગમતી વાત -વિચાર -વ્યક્તિ કે વ્હાલી છબી મનમાં આવે ને ખીલી ઉઠે.હસવા લાગે બાળકની જેમ !
  મનની લીલા લ્હેરીલાલા જેવી.
  નમસ્કાર.
  હરીશ દાસાણી.

  Like

  જવાબ આપો

 2. nabhakashdeep
  જાન્યુઆરી 25, 2018 @ 01:38:54

  દિલની વાતો ખીલે ત્યારે સહજ રીતે સંવેદના મહેંકી ઊઠે… સરસ અભિવ્યક્તિ
  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

  જવાબ આપો

 3. સુરેશ
  જાન્યુઆરી 20, 2018 @ 17:29:20

  શૂન્ય થવાની અનુભૂતિ.
  લગ્ન પહેલાંના પ્રેમી/ પ્રેમિકા સંબંધ કે શાળાકાળના દિલોજાન દોસ્ત સાથેના સંબંધમાં કેમ ઓટ આવી જતી હોય છે? આપણા દુશ્મનો મોટા ભાગે ભુતકાળના મિત્રો જ કેમ હોય છે?
  કારણકે , આપણા કહેવાતા આ આનંદો, લાગણીઓ, પ્રેમ વિ. સપાટી પરના/ મનના પ્રદેશના હોય છે. એમાં ભાવ જગતનું ઊંડાણ ખરેખર હોતું નથી. જેમ જેમ મનની પેલે પારની ચેતનાના પ્રદેશોની ઝાંખી થવા લાગે છે, તેમ તેમ પ્રેમ/ કરૂણા/ સર્જકતા/ શાંતિ વિ.ના દ્વાર આપણી સમક્ષ ખૂલવા લાગે છે.

  એ શૂન્ય થવાની અનુભૂતિ છે.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: