મને ખબર નથી

મને ખબર નથી

પ્રશ્નો પૂછીને બધું જાણું, થોડું લૂણ ઉમેરીને સુણાવું,
ખબરો સજાવીને લાવું, મને જાણ છે કહીને ફુલાવું.
હળવી હકીકતના ચક્રમાં, તમાશાના તેલને મિલાવી,
નિર્મળ એ નીરને ચુગલીની છાલકે ગહેરા રંગોથી ડહોળાવું.

કહો વાત શું હતી, શું થયું’તું? ઊડતી અફવા જે મળી’તી,
વાગી  શરણાઈ પછી  ઓચિંતી વાત ક્યમ ટળી’તી!
ધીમે કહેજો રે મારા કાનમાં જાણી મને પોતાની આપની,
પોરસાઈ મારે કહેવાય મને એ બધી બાતમી મળી હતી.

પણ, શાંતીના દુત સમા, નમણું હસીને તમે ના ભણી,
ને એટલું જ કીધું કે હું બેખબર હતી એ ખબરથી.
મતવાલી વાણીને દઈને નિરાંત કહે, બેસો મીઠેરા ભાવથી,
ખાલી સમયના પાને લખો સખી, સાદા શબ્દો ‘મને ખબર નથી’.
—–

મનુષ્ય સ્વભાવ, બીજાની વાતો જાણી પછી થોડું ઉમેરી ઘણા લોકોને કહે. એમને કોઈ સમજદાર અને શાંત વ્યક્તિ સાથે વાર્તાલાપ થાય ત્યારે કેવો જવાબ મળે છે. વિચારોના વમળાટ અને અસ્ખલિત વાણીને રોકતો નમ્રભાવ, ‘મને ખબર નથી’. આ વાક્ય પાછળ ઘણી શાંતિ દોરવાય છે. કારણ એ પછી આગળ ખાસ કોઈ ચર્ચા લાંબી ચાલી ન શકે.
પ્રતિભાવઃ Yes. ”mane khabar nathi” is a beautiful, very peaceful, and amicable conclusion. આનંદ રાવ.
——-
Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. SARYU PARIKH
    ફેબ્રુવારી 02, 2018 @ 03:36:59

    હરનિશ જાની લખે છે…
    ખાલી સમયના પાને લખો સખી, સાદા શબ્દો ‘મને ખબર નથી’. ગમ્યુ. ધન્યવાદ

    Like

    જવાબ આપો

  2. અરવિન્દ જાની
    ફેબ્રુવારી 02, 2018 @ 01:58:36

    For the betterment of people…વિચાર નુ લખાણ વંચાવવા લાયક..

    Liked by 1 person

    જવાબ આપો

  3. સુરેશ
    ફેબ્રુવારી 01, 2018 @ 13:58:14

    સૌથી મોટું જ્ઞાન ‘અજ્ઞાન ની ઉપલબ્ધિ’ છે.

    Liked by 1 person

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s