સર્જક અને સમીક્ષક

અંતરંગ પ્રેરણા પીંછીથી, કલાકાર સૃષ્ટિ આલેખે,
મર્મિલા અર્થને મલાવી, શાણો કો’ સાક્ષર સુલેખે.

દૈવી કલાની કૃપાની સાથ સાધનાનું ઝીલે કહેણ,
ઊર્જિત સરવાણી સ્વીકારી નિશ્ચયથી વાળે વહેણ.

શક્તિ ભક્તિનું સંધાન કરી કર્મોમાં રહે એક ધ્યાન,
આરોહે દુર્ગમ સોપાન કરે ઉત્તમ આકાર મૂર્તિમાન.

લોકોત્તર કલ્પન નિર્માણને સમજી ઊજાળી ઉભારે,
અલગારી અર્જને કસીને જોહરી કો કિંમત બતાવે.

શબ્દોમાં ગૂંથેલા ગીતને  લયકારી દોરમાં પરોવે,
અદર્શીત અંતર તરંગના રંગોને વિલસિત બતાવે.

મૂરતના સ્મિતનું, શબ્દોના કોષનું, મૂલ્યાંકન સાચું કરાવે,
પારખું પરીક્ષક સર્જનને વિશ્લેષી રંજન રસદર્શન કરાવે.
——-

આ કાવ્ય સર્જક અને વિવેચક વિષે છે. પરંતુ શૈલાબહેનનો ભાવ પણ ગમ્યો.
સરયૂબેન,
સર્જક અને સમીક્ષક કાવ્યમાં ઈશ્વરી તત્વ અને ભક્તનુ સંધાન ખુબ જ ઉચ્ચ વિચાર અને પુરી ગહનતાથી કર્યું છે. આપની કલમને સો સો સલામ. Shaila Munshaw

 

 

Advertisements

લિંક

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. Shaila Munshaw
    સપ્ટેમ્બર 21, 2018 @ 02:07:13

    shaila munshaw

    સરયૂબેન,
    સર્જક અને સમીક્ષક કાવ્યમાં ઈશ્વરી તત્વ અને ભક્તનુ સંધાન ખુબ જ ઉચ્ચ વિચાર અને પુરી ગહનતાથી કર્યું છે. આપની કલમને સો સો સલામ.

    Like

    જવાબ આપો

  2. nabhakashdeep
    સપ્ટેમ્બર 15, 2018 @ 18:45:04

    મનનીય રચના ને ઉમદા મર્મ

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

    • SARYU PARIKH
      સપ્ટેમ્બર 15, 2018 @ 23:34:58

      રમેશભાઈ, નમસ્તે.
      કલાકાર અને તેને પ્રકાશમાં લાવનાર- બન્ને મહત્વના છે.
      પ્રતિભાવ માટે આનંદ સાથ આભાર. સરયૂ પરીખ

      Like

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s