પછી બહુ મજા આવશે…મુનિભાઈ મહેતા. અને એક લઘુકથા.

પછી બહુ મજા આવશે

સિત્તેર નો દશકો થાય જ્યાં પૂરા પછી એશીનો દશકો આવશે

મુંજાઇશ નહીં, તું તારે રહજે તૈયાર, પછી બહુ મજા આવશે.

બોલીશ હું કાંઈ તું સાંભળીશ કાંઈક

તું કહીશ કાંઈક ને હું સમજીશ કાંઈક

વાતુ કરશું ધડ માથા વિનાની

અને લોક ત્યારે બહુ દાંત કાઢશે.

                   પછી બહુ મજા આવશે……..

એશીનો દશકો આવે જે આપણો

એ પણ છે મોટી વાત

છોકરાને પોતરામાં અતાર સુધી

ભલે કાઢ્યા દિવસ ને રાત.

ના કાંઈ પામવુ ના કાંઈ ગુમાવવું

જેવું હશે તેવું ચાલશે.

                           પછી બહુ મજા આવશે……...

એક તો સીધાવશે વહેલું સરગમાં

ને બીજાની જોશે ત્યાં રાહ

પ્રભુજી પૂછશે “રેવું છે ક્યાં તારે ?

શું છે તારી કોઈ ચાહ ?”

બોલશે “બેસીશ હું બાકડે જ અહિયાં

એ આવે પછી બધે ફાવશે.

                        પછી બહુ મજા આવશે….

મુંજાઈશ નહીં , તું તારે રહજે તૈયાર , પછી બહુ મજા આવશે.

                                                           મુનિ  21-10-2020


 કૃષીગોષ્ઠી…એક લઘુ કથા.    લેખકઃ  મુનિભાઈ મહેતા

કૃષી વિદ્યાપીઠ તરફથી સેટેલાઈટ કૃષીગોષ્ઠીનું એક નવું સ્ટેશન નાનકડા ભુઆ ગામ પાસે મુકાયું ત્યારે ઘણાને આશ્ચર્ય થયું. ભુઆ ગામ જ કેમ? સેટેલાઈટ કૃષીગોષ્ઠી એટલે વૈજ્ઞાનીકો અને તજજ્ઞો ગાંધીનગરના સ્ટૂડીઓથી ખેડૂતો – વિજ્ઞાનીઓ વચ્ચે સીધો સંવાદ થાય – ખેતીના પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં મોટું પગલું હતું. ગુજરાત રાજ્યની કૃષી વિદ્યાપીઠના કુલપતિ પોતે ઉદ્‍ઘાટન કરવા આવ્યા અને પછી ભુઆ ગામના વૃધ્ધ નાનજીઆતાનું ઘર શોધતા એમની ડેલીએ પંહોચી ગયા. સાથેના અધિકારીઓને કુલપતિએ કહ્યું, “મારી માતાનો જન્મ આ ગામમાં થયો હતો. નાનજીઆતાને કહો કે વૈદ ભાણજીબાપાનો ભાણો મળવા આવ્યો છે.”

હાથમાં લાકડી લઈ ડગુમગુ કરતા નાનજીઆતા ડેલીએ આવ્યા. સાહેબને જોઈ બે હાથ ફેલાવી દોડ્યા…”મારો ભાણો આવ્યો, મારો વાલો આવ્યો!” અને પગે લાગવા વાંકા વળેલા કુલપતિને ઉભા કરી – હરખે છાતીએ ચાંપી રડતા જાય અને બોલતા જાય. સૌની આંખોમાં આશ્ચર્ય અને આંસુ ઊભરાયા.

પછી વાતચીતનો દોર ચાલુ થતાં આતાએ હળવેથી કહ્યું,”દીકરા, તેં આ કૃષીગોષ્ઠી અને અવકાશમાં થી ખેડૂતોની હારે વાત કરવાનું તો શરૂ કર્યું, ઈ તો બહુ સારૂ…પણ અમારા બેય પોતરા અહીં ચાલીશ વીઘા જમીન રેઢી મૂકીને સૂરત હીરા ઘસવા ભાગી ગ્યા છે. એક ઓરડીમાં રે’ છે. ઈ પાછા આવે એવું પેલા કરને!
મુનિ મહેતા.. સત્યઘટના. chairman@glsbiotech.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: