મિત્રોનો સાથ. ઉર્વી પંચાલની રચના.સંકલનઃ સરયૂ

http://મિત્રોનો સાથ. ઉર્વી પંચાલની રચના.સંકલનઃ સરયૂ આ મથાળા સાથે… અન્ય સાહિત્યકારોની રચના પ્રકાશિત કરતી રહીશ.

નામ :ઉર્વીબેન શૈલેષકુમાર પંચાલ (ઉર્વી પંચાલ “ઉરુ”)ઉપનામ : “ઉરુ”અભ્યાસ :એમ.કોમ.બીએડહાલ   એમ.એમ.પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ ,પીપળાવ , આણંદ   ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં  કોમર્સ  શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું.
> લેખન રુચિનાં પ્રકારો : ગીત,ગઝલ, લેખો,હાઇકુ ,માઇક્રોફિક્શન , ભજનો,તેમજ અછાંદસ  રચનાઓ ..
 > પ્રકાશિત પુસ્તક : “એક નવું આકાશ” નામનો ગઝલસંગ્રહ. “કાગળમાં નદીઓ ઉતારી “નામનાં માત્ર કવયિત્રિઓનાં ગઝલસંગ્રહમાં ૭ ગઝલો પ્રકાશિત થઇછે.”યુવા  કવિ પ્રતિભા ૨૦૧૪ “માં તેમજ “સ્વને શોધું શબ્દોમાં ” જેવા કાવ્યસંગ્રહોમાં ગઝલો સમાવેશ  પામી છે.”અખંડ આનંદ ” ,”ગુજરાત પાક્ષિક” તેમજ  અવારનવાર જુદા જુદા સામાયિકો તેમજ ઇ -મેગેઝીનોમાં ગઝલો પ્રકાશિત થતી રહે છે.  સંગીતમાં પણ રસ રુચિ ધરાવું  છું.
urvipanchal08@gmail.com
*ગઝલ*
કમાડે જો ખુશી આવે અલાભે પોંખવા નીકળું !
વધેલી *વેદનાને* કયાં બજારે વેચવા નીકળું!
વહે  છે રાત આખી જાગરણમાં ને વિચારોમાં,
હવે એ ઊંઘને હું કયાં દિવસનાં ખેંચવા નીકળું.
ગલી-નાકે હવે વેચાય છે સંબંધ ને સ્વપ્નો!
નકામી હું બધે આ લાગણીને વ્હેંચવા નીકળું.
સમજવાની જ વાતો છે,સમય કયાં છે બધા પાસે,
મને પણ કયાં મળી ફુરસત સમજને શોધવા નીકળું! 
મળે  વરસાદ કે ઝાકળ, સહર્ષે હું સ્વીકારું છું,
બધાનાં પ્રેમને “ઉરુ”કયાં કદીયે માપવા નીકળું .

    *ઉર્વી પંચાલ “ઉરુ”*     *નવસારી*
—-

*ગઝલ : બંધ કર*     
સુખ તણાં સ્વપ્નો થકી, ભરમાવવાનું બંધ કર.
જિંદગી કહું છું મને , અજમાવવાનું બંધ કર.
પોત પોતાની જગા પર,  શ્રેષ્ઠ છે સૌ જીવ પણ,
માનવી તારા મતે , સરખાવવાનું બંધ કર.
પ્રેમ જો આપી શકે તો , આવ  અઢળક આપ તું ,
કાંકરીચાળા કરી ,તડપાવવાનું બંધ  કર.
સાવ પોતાના બની, વિશ્વાસઘાતી જે બને,
માફ કર એને ફરી, અપનાવવાનું બંધ કર.
આંખમાં દરિયો હવે ,તોફાનનું સૂચન કરે.
મન મહીં “ઉરુ” દર્દને દફનાવવાનું બંધ કર.

       *ઉર્વી પંચાલ “ઉરુ”*        *નવસારી*


1 ટીકા (+add yours?)

 1. SARYU PARIKH
  ડીસેમ્બર 15, 2020 @ 14:37:44

  બહેન ‘ઉરુ’ની બન્ને સુંદર ગઝલ. દરેક વિચાર અને રજુઆત સરળ અને ભાવભર્યા છે.
  ‘બંધ કર’ વિશેષ ગમી.
  સરયૂ પરીખ.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: