માતા અને પુત્ર…સરયૂ

http://માતા અને પુત્ર…સરયૂ

માતા અને પુત્રના સંબંધને… શબ્દોમાં કેમ કરી ને સમજાવી શકાય? બાળક મટી યુવાનીમાં પ્રવેશતા પુત્ર સાથે માને પણ ઉભરતી આયુનું દર્દ સહેવું પડે છે. “ઓકે મામ! જે તમે નક્કી કરો તે પ્રમાણે ઠીક.” સાંભળવા ટેવાયેલા કાનને, “ના મારે કોઈની સાથે જવાનું છે.” સાવ સહજ અને સામાન્ય લાગતા સંદેશને અનુકુળ થતા માને સમય લાગે છે. બાળક સાથે માને પણ મોટા થવાનું દુઃખ, કળતર સહેવાં પડે છે.

સમજાવું
માના મનવાને ફરીને બહુ દિનથી  બહેલાવું,
સર્વબ્રહ્મ છેસર્વબ્રહ્મ છેકહી  કહીને  સમજાવું.

સાધક  જીવડો  તોય ફરી જ્યમ મક્ષિકા મધુપુંજે,
પરિવર્તન  ને આવર્તનના   વર્તુળે   જઈ   ગુંજે.

નવમાસ  એક અંગ  બનાવી ચેતન ઝરે જનેતા,
પ્રથમ  પ્રાણ  પૂર્યાની  પીડા આનંદઅશ્રુ  કહેતાં.

અહર્નિશ  ને  એકધ્યાન, લઈ પારેવાં  પાલવમાં,
આગળપાછળ ઓતપ્રોત  પોષણ ને પાલનમાં.

ના મેલતો ઘડીય  છેડો‘,   હસીને યાદ  કરે   છે,
ખુશ છેઆજે  ઘડી  મળે તો માને  સંભારે   છે.

નવી ડાળ ને નવાં ફૂલઅહીં વ્હાલપવળ છૂટે ના,
સમય  સાર  સંસાર મા સમજે, તોયે કળ વળે ના.

મોહજાળ  મમતાની   ચાહે  મુક્તિનાં  અજવાળાં,
સહેજે હો  સંયોગ વિયોગ ને સમતાના  સરવાળા.
———–


નથી મા વધારે પડતી લાગણીશીલ કે નથી પુત્ર બેકદર, પણ બન્ને વચ્ચે જે નાજુક સંબંધ છે તેને માતાએ જતનથી નવા રુપમાં જોતા શીખવું પડે છે. મન મગજની ગડમથલમાં ક્યારેક ચમકારા સાથે ઊઘાડ થાય છે.

સંતાનને…     
       
ભાવભર્યા  પ્રેમ  મધુ  ગીતે ઉછેર્યાં,
       
સંસારી  સુખચેન  સુવિધા વર્ષાવ્યાં,
       
હેતાળે  પ્રેમાળે  કામળે   લપેટ્યાં
    
હૈયાની હુંફમાં હિલોળા, બાળ મારા!                     
     
મીઠા અમ મમતાના કુમળા આસ્વાદને,
      
વળતરમાં  આનંદે  ભરિયા આવાસને,
      
આજે પણ યાદ કરું સ્પંદન પરિહાસને,
    
હૈયાની હૂંફમાં હિલોળા બાળ મારા!

    પણ, આવી છે આજ ઘડી શીખવાની, ત્યજવાની.
    
આગળ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી.
     
પાછળ તું વલખા કાં મારે, જીવ મારા?

       આંસુનાં તોરણ ને ઊના નિશ્વાસ પછી
     
મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી.     

      આપું  છુંમુક્તિ આજ તારા નવજીવનમાં,
     
આપું  છું, મુક્તિ મારી આશાના બંધનમાં,
     
આપું છું, આંસુ સાથ ખુશી મારાં નયનોમાં,
     
સાચા સ્નેહની કસોટી, બાળ મારા!

      તું  જ્યારે ચાહે, છે ખુલ્લું દ્વાર મારું,
         
આવે તો વારુ, ના આવે ઓવારુ.
   ———
પુત્ર નજીક હોય કે દૂર, પણ સ્નેહનો પ્રવાહ વહેતો રહે છે. પછી ક્યારેક, તેમાં ભરતી આવે છે અને માતા તટસ્થભાવ સાથે પૂર્ણ આનંદ અનુભવે છે.

પુત્ર અને પૌત્ર
મારી આંખ્યુંનું તેજ, ને કલેજાનો ટુકડો, મારી હસતી રેખાનો દોરનારો.
માસુમ ગોપાળ આજ  માધવ કહેવાયો, ને જગના મેળામાં  ખોવાયો.

મીઠાં  હાલરડાં  ને પગલીની છાપ પર સમય સાવરણી  જાય ફરતી,
રાખવાને ચાહું  હું  પાસે, પણ દૂર તેનું પંચમ  સોહિણી ધ્યાન  હરતી.

જાણે  કે કોઈ  કરે અવનવ  એંધાણ, મેઘ ખાંગા ને ઘેલા થઈ  ગાજે,
તુલસી  ક્યારે  દીપ ઝીણો  લહેરાય, નયન જાળીમાં  ચમકારા આજે.

આત્મજ  આયોતેની  આંગળીએ  જાયો, તાદૃશ  પિતાનો  પડછાયો,
હૈયામાં    હેતના  ઓઘ  ઊમટિયાપૌત્ર  આવીને  ગોદમાં  લપાયો.

થાપણ આપીતી  મારી કોંખમાં   પ્રભુએ તેને પૂંજી ગણીને મેં ઉછેરી,
મુદ્દલ ને વ્યાજ  એના બાળક્ની  સાથ, અમોલી  બક્ષિસ આજ આપી.
——

સરયૂ પરીખ saryuparikh@yahoo.com    http://www.saryu.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: