મિત્રોનો સાથ. કાવ્યો…શૈલા મુન્શા અને ડો.ભરત ઠક્કર

http://મિત્રોનો સાથ. કાવ્યો…શૈલા મુન્શા અને ડો.ભરત ઠક્કર

જાજમ
બિછાવી છે જાજમ પર્ણોએ, કરીને ડાળ સૂની;
તટસ્થ ભાવે ધરી મૌન ખડું વૃક્ષ, સાક્ષાત મુની!

ખરે પાન ને વેદના વૃક્ષને સહેવી,
વર્ષોની તપસ્યા જઈ કોને કહેવી?
ભીતર ઝંઝાવાતને અડગતા રહેવી,
ઝીલી ઘા પ્રકૃતિના, જાત સમેટવી!

બદલાતી મોસમ તો યે વ્યથા થાય ના જૂની,
બિછાવી છે જાજમ પર્ણોએ, કરીને ડાળ સૂની!

પાંગરતું બીજ એક ભીતર, ગર્ભ ધારી,
સૃજન નવસૃષ્ટિનું, ઓવારણા લે વારી;
અકળ વિધાતા ચાલ ચાલે થઈ જુગારી,
સર્જનમાં વિસર્જન, ઈચ્છાઓ સહુ હારી;

હર પળ જગવે ઉમ્મીદ, નવજીવનની કહાની,
બિછાવી છે જાજમ પર્ણોએ, કરીને ડાળ સૂની!

શૈલા મુન્શા તા.૧૨/૩૦/૨૦૨૦
————

  જેલ      
આજે નવા વર્ષે,
સૂર્યચંદ્રતારા એના   ઉગવાના
નથી કોઈ ચમત્કાર થવાનો.
ગઈ કાલ જેવી આજ વીતી જવાની.

ફર્ક એટલો મનમાં નવી ઉત્કંઠા થવાની. કદાચ કાંઈ જાદૂ થાય,
પૃથ્વી પર સ્વર્ગ એકાએક આવી ઉતરે. માનવ વિચિત્ર પ્રાણી!

વિચારવામાં ખોટ શી?
હું ખુશ તો જગત ખુશ.
દુઃખનો વિચાર કરી મરવું છે શું મારે?

મેં વાડ બાંધી દીધી
મારી
 આસપાસ પોઝિટિવિટીની.
નેગેટીવીટીને હડસેલી મૂકી હજારો માઈલ.

છતાં માનવ વિચિત્ર પ્રાણી!
ક્યાંકથી ઘૂસી આવ્યો એક વિચાર:
સળિયા વિનાની જેલ  દુનિયા.
ક્યારે આમાંથી બહાર નીકળાશે?
——
Bharat Thakkar, Ph.D. Chicago
bharatthakkar@comcast.net


1 ટીકા (+add yours?)

 1. nabhakashdeep
  જાન્યુઆરી 02, 2021 @ 04:31:03

  મનનીય રચનાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: