http://સપનામાં સુલેહ…સરયૂ પરીખ
સપનામાં સુલેહ
બોલ મીઠા સાંભળ્યાં આજે અમોલા,
સપનામાં તુટ્યા અમારાં અબોલા…
દ્રષ્ટિકોણ એમનો… હશે કોઈ રંજ,
માન અભિમાન સૂક્ષ્મ જાળીમાં બંધ.
એમ જ ખોવાયા અવગણમાં સંબંધ,
કોણ જાણે કેમ! બોલવાનું કર્યું બંધ…
શમણામાં આવીને ગ્રહ્યો મારો હાથ,
ભાવુક નજાકતથી હેત ભરી બાથ.
કરી લીધી પ્રેમળ પ્રસન્નતાથી વાત,
કેટલી સરળ હતી સ્વપ્નાની રાત…
નિર્મળ સંબંધ દીયે હૈયામાં હાશ,
સોણલામાં મલકાયે મૈત્રી ઉલ્લાસ.
જાગીને જોઉં તો એ જ અણબનાવ,
પણ, લાગે ના આજ હવે રીસનો તણાવ…
———- સરયૂ
one leaf different….Artistic Freedom…Geeta Achary
જાન્યુઆરી 11, 2021 @ 05:48:42
સુમધુર ભાવનાઓનું ગીત
LikeLike