મનઃશાંતિ Stillness. Saryu

મનઃશાંતિ

અવનીને આંગણે ઊમટ્યાં આકાશનાં
 ધુમ્મસને, ધીરજ  ઉજાળે  અવકાશમાં.
 કોલાહલ કુંજનમાં  મહોરાં  ઉલ્લાસમાં,
 સંવેદન સંશય   સમજાયે  અવકાશમાં.

મનડું   મૂંઝાયે  અટવાયે   ડહોળમાં,
જળમાં કમળ સ્થિત  સોહે અવકાશમાં.
 સૂના બધિર  તાર જડવત્  વિરામમાં,
ચેતન ટંકાર, સાજ રણકે  અવકાશમાં.

ઘોડાપૂર લાગણી, ધસમસતાં વ્હેણમાં,
 લાગે  લગામ શરણ માંગે અવકાશમાં.
ભમરો અધીર મધુ આસવની આશમાં,
 હળવે હવામાં  ફૂલ  ફાલે  અવકાશમાં.

ઝાકળની  જાળી  ને  માની  લે પિંજરું,
ઊડવાને  મોક્ષ માર્ગ દીસે અવકાશમાં.
 અંતર  સૂતેલી આ સર્જકતા  શક્તિની,
 ક્ષણમાં સુહાન  કળી જાગે અવકાશમાં.
——-

આંતરિક શક્તિને ચેતનવંત થવા દેવા માટે અવકાશ,
અર્થાત, શાંતિંભરી નિરાંત આપવી પડે છે.

Peaceful Within     
The earth is dark in storm and cloud.
The bleak turns bright, only in stillness.
The laugh is loud in a rowdy crowd.
The true tears flow, only in stillness.

The fretful petals drown in a whirl.
 A lotus is untouched, only in stillness.
The notes vibrate, dismay with discord.
 Repose gives voice, only in stillness.

The untamed emotions vehemently surge.
They softly flow, only in stillness.
The anxious bees, buzz around the buds.
The flowers will bloom, only in stillness.

The soul will rage in an illusory cage.
Seeps stream of beam, only in stillness.
The creativity in me, a God-given gift,
Will rise and pervade, only in stillness.
——-
To activate internal strength, and to give opportunity to our creativity,
we have to provide peaceful space to our mind.5 ટિપ્પણીઓ (+add yours?)

 1. anil1082003
  માર્ચ 26, 2021 @ 22:57:37

  peace is best medicine for mind. nice.

  Like

  જવાબ આપો

 2. Murti Modi
  માર્ચ 24, 2021 @ 17:16:58

  Vah vah. Maja aavi gai bahen.

  Like

  જવાબ આપો

 3. Harish Dasani
  માર્ચ 24, 2021 @ 03:55:45

  અવકાશ ઇશ્વર જેમ સર્વવ્યાપક છે એટલે આ સુંદર કવિતા પણ એવી જ. બહાર પરિસ્થિતિઓના કોલાહલ વચ્ચે શબ્દના તેજસ સ્વરૂપને પામી સ્વસ્થ રહીએ એ જ શુભેચ્છાઓ.

  હરીશ દાસાણી.

  મંગળ, 23 માર્ચ, 2021 18:51 ના રોજ ગંગોત્રી…www.saryu.wordpress.com એ લખ્યું:

  > SARYU PARIKH posted: ” મનઃશાંતિ અવનીને આંગણે ઊમટ્યાં આકાશનાં ધુમ્મસને, > ધીરજ ઉજાળે અવકાશમાં. કોલાહલ કુંજનમાં મહોરાં ઉલ્લાસમાં, સંવેદન સંશય > સમજાયે અવકાશમાં. મનડું મૂંઝાયે અટવાયે ડહોળમાં,” >

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: