કાવ્યો. દેવિકા ધ્રુવ. હરીશ દાસાણી. સરયૂ

સલૂણી સાંજ ઝળહળતી. દેવિકા ધ્રુવ

સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો  અરે  સૂરજ, ન લાવો રાત ધસમસતી.

હજી  હમણાં  જ  ઉતરી  છે, બપોરે બાળતી ઝાળો,
જરા  થોભો  અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.

હવે   મમળાવવી  મારે  અહીં  કુમાશ  કિરણોની,
જરા  થોભી, ફરી  ખોલું  હતી બારી જે ઝગમગતી..

અહો   કેવી  મધુરી   સ્‍હેલ  આ સંસાર  સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

કટુ  કાળી   અને   અંતે  જતી  અણજાણ   નિર્વાણે,
જરા  થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી!!

~ દેવિકા રાહુલ ધ્રુવ

ખૂબ સુંદર રચના…” અહો   કેવી  મધુરી   સ્‍હેલ  આ સંસાર  સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.
” સરયૂ.
———

કહો ગમે તે.
પરપોટો કે ગલગોટો.
કદંબ કહો કે કહો કાંકરી.
લીલામાત્ર નામની.
નામની પાછળ મન.
મન જ જન્માવે જગત.
ન હો નામ.
તો ન હો સંબંધ.
ન હો સંબંધ.
તો ન હો જુદાઈ.
જે કંઈ લીલાપાત્ર
તે બધું નામમાત્ર.
નામ નહીં. આકાર નહીં.
અને જે રહે તે?…

હરીશ દાસાણી.
——–

નિમિત્તમાત્ર
   કર્યાં  કર્મોને     ટેરવે   ગણાવે,
   કરી  મદદોને    માનદ  મનાવે,
   તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

ઉપકારોની    આરતી   ઘુમાવે,
   આપ  મહોરાની  મૂરત  બેસાડે,
   તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

હું  હુલામણાને   હરખે  પોંખાવે,
   ને   ફરી  ફરી   ફાલકે  ચડાવે,
   તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

તેની  કરુણા, ને  હું એક સાધન,
   સર્વ  સેવામાં  સહજતાનું સૌજન,
    તો શૂન્ય પણ અમૂલ્ય બની જાય.

ણાં જન્મ, વંશ, અંશના સુપાત્ર,
ભાગ્યયોગે દેવત્વ નિમિત્તમાત્ર,
શુભકાર્ય તે અતુલ્ય કરી જાય.
——- સરયૂ પરીખ
Very well said. In NASA-there is a Quote displayed. “Great things are done when you do not care who gets credits!!” Love, Munibhai.

1 ટીકા (+add yours?)

 1. anil1082003
  માર્ચ 26, 2021 @ 23:32:25

  nice kavita Saryu ben & shri Harish bhai. Harish bhai ni kavita. નામની પાછળ મન.
  મન જ જન્માવે જગત. એકદમ સાચું.
  Saryuben-સર્વ સેવામાં સહજતાનું સૌજન,
  તો શૂન્ય પણ અમૂલ્ય બની જાય. great.
  અનિલ.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: