Saryu, sister, Urvashi.
અશ્રુબિંદુ
એક અશ્રુબિંદુ મારી પાંપણની કોર પર,
ગીત લઈ આવે જુની યાદો દિલદોર પર.
નાનેરી બહેની મારી, ઉર્વશી પરી હતી.
આવી’તી આભથી પાંચ વર્ષ રહી હતી.
માતપિતા ભ્રાતાના ઉરની ઓજસ હતી.
બેન સહજ બચપણની મારી હરીફ હતી.
ઓચિંતી ઈશ ઘેર પાછી એ ફરી હતી.
માત તાત નજરુંમાં મરુતા ઝરતી હતી.
ના સુણ્યું જાયે આ ગીત ઉરૂ ગાતી’તી.
“કકડુપતિ રાઘવ રાજારામ” રટતી’તી,
વળી તોફાની ખિલખિલાટ હસતી’તી!
શબ્દો અંહી આવેલા સૂરોની પાંખ પર,
જઈને જે ભીંજવશે ભૈયાની આંખ પણ.
ઉર્વીની ઉષ્માથી નયણાંના તોરણ પર,
મીઠું હસી ને રડી કેટલીયે યાદ પર.
——-
એ સમયે ફિલ્મ ‘જાગૃતિ’નું ગીત “રઘુપતિ રાઘવ રાજા રામ” ઘણું લોકપ્રિય હતું. (in early 1950)
My sister-Urvashi
One tear drops from the corner of my eye,
Oh! with this song, the memories revive.
We couldn’t bear to listen to the song any more,
For my five-year-old sister was no more.
She used to sing, “Kakadupati raaghav raajaa raam,”
Instead of, “Raghupati raaghav raajaa ram.”
One day she was there, melted in our veins.
Then she was gone, leaving us in pain.
We have missed her a lot throughout our lives,
Relived with this song special moments of those times.
Saryu Parikh
——-After many years, I heard a film song which brought back my little sister’s memories and tears….
જુલાઈ 20, 2021 @ 02:19:25
Emotionally very touching song.
Sometimes our old pleasant or disturbing memories, do shake us up and puts you back in far past.
It is all part of life and as WILLED by ALMIGHTY.
CL BEDI
LikeLike
જુલાઈ 20, 2021 @ 02:35:47
You are so right. I am emotionally quite stable. I believe, cherish the present, give love and attention now. .when it is over ,,,it is over. Dilip and family are fine.
LikeLike
જુલાઈ 19, 2021 @ 20:56:43
વેદનાના ગીત અશ્રુ ભીંજવે ભાવકોને.સ્વજનની યાદો તવારીખ બની હૃદય ભીંજવે.
Sent from my iPhone
>
LikeLiked by 1 person