અહા! પુરુષને કેવી સ્ત્રીની કલ્પના છે..પણ પ્રેમિકા એવી નથી.
અને આગળ…માનુનીને કેવો સાયબો કલ્પનામાં છે….
કલ્પના અને હકીકત
આવે મદમાતી મારા સપનાની રાણી,
માને કહેલું, મારી લાગણીઓ જાણી.
હાથ જ્યારે માંગુ, ઉમંગે આપતી,
સાથ જ્યારે ચાહું, સંગાથે ચાલતી.
દીવાના તેજ સમી ઓરડો ઉજાળતી;
હૈયુ મીલાવી મારી આરતી ઉતારતી.
ફૂલોનો હીંચકો ને પાપણ પલકારતી,
તીરછી નજરથી એ મુજને બોલાવતી.
ચોતરફ તારલા ને ઝરમરતી ચાંદની,
મંજુલ મધુર વાત રુમઝુમતી રાતની.
મેઘધનુષ રંગો, હું મનરથનો સારથી,
હોંશે બિરાજે મારી મોહિની માનથી.
રકઝક ના કોઈ, મારું ધાર્યું કરનારી.
મનમોજે રાચું રૂડી કલ્પનની ક્યારી…
મનગમતી વાર્તામાં, મનહરતી નારી
હકીકતની છોરીથી સાવ જ એ ન્યારી.
——-
સ્વપ્નાનો સાયબો
મારી કલમ અને કલ્પનાની સ્યાહી,
મારી મરજી દોરે ચાલે કહાણી.
વાંસળી વગાડીને પ્રીતમ બોલાવે,
જો હું ના માનું મને હેતથી મનાવે.
લલિત લતા ઝૂલે હળવે હિંચોળે,
માધુરી માળા મારા કેશમાં પરોવે.
મારી કલાને એ હરદમ વખાણે,
થોડું કરું તોયે બહુ કર્યું માને.
મુજને શું ગમશે વણબોલે જાણે,
આપે અચંભો એ રુચતું લઈ આણે.
મારા એક આંસુની કિંમત પિછાણે
મીઠું હસીને વળી માફી એ માગે…
સપનાનો સાયબો મિતભાષી પ્યારો
હકીકતના છોરાથી સાવ જ એ ન્યારો.
——-
ઓગસ્ટ 16, 2021 @ 16:04:11
મનભાવન વિચાર વૈભવ સપનાનો સાહેબો
Sent from my iPhone
>
LikeLike