Raxaa Bandhan

happy Rakhi Day. rangoli by Ila Mehta

Saryu-Munibhai

રક્ષાબંધન

 જિંદગીમાં  દીર્ઘ, રુજુ  રુણબંધ ભાઈબહેનમાં,
 
બે  કિનારા  સ્નેહનાં  વારી છલકતા  વ્હેણમાં.

 માવડીની   ગોદમાંથી    ખેંચતો    ઉતારવા,
 
વળી  બોરજાંબુ આપતો  બેનીને મનાવવા.

મસ્તીમાં મારે ખરો પણ મારવા ના દે કોઈને,
હું કદી વઢું લડું પણ આંચવા ના દઉં કોઈને.

અરે! કોણ આને પરણશે! ચોટલો બાંધી ચીડવતો,
બહેનનો સુહાગ શોધેકો કસર   ચલાવતો.

અંતિમ સમય હો માતનો કે કષ્ટનું કારણ હશે,
હ્રદયના  ખાસ ખૂણામાં સહોદર  હાજર  હશે.

પાનખરનાં પ્રહરમાં, હું  આજ  આવીને  ઊભી,
 
બાલપણથી  શુભેચ્છા  સદભાવ વરસાવી રહી.

અત્યંત નાજુક લાગણી  અણકહી જે અનુભવી,
પ્રાર્થના,  હીરદોરથી   રક્ષા કરો  મમ  વીરની.
——–
સૌથી લાંબો સાથ છે તે આપણા ભાંડરડાંનો હોય છે. સ્નેહ જળવાઈ રહે તો જીવનમાં એ સદૈવ શક્તિ આપનાર સંબંધ બની રહે છે.
 પ્રતિભાવ:  “અત્યંત નાજુક લાગણી અણકહી જે અનુભવી, પ્રાર્થના, હીરદોરથી રક્ષા કરો મમ વીરની.”  આ તો અ-ક્ષર રાખડી બનાવી તમે! બહુ સરસ અને સહજ અભિવ્યક્તિ… શ્રી. પંચમ શુક્લ.

(poem in English, ‘Rakhi’) Wow. One of the best poems I have ever read. Seriously. I’m speechless. સમીર પરીખ
I completely agree. Almost made me cry. It is beautiful! સંગીતા પરીખરહમાન.

Sangita, Samir

Rakhi

The longest relationship in my life is with my sibling

    Kind of competing, but caring deep feeling.

 My brother, who used to pull me down from my mother’s lap,

  Is the one who brought in my life pleasantry and pap.

 He might hit me for mischief, but he wouldn’t let anyone harm me.

    I screamed and fought with him, but I wouldn’t let anyone scold him.

‘Oh, who will marry her?’ He used to pull my hair and tease,

But to find a good husband for me, he would not compromise.

  It could be the last hours of our mom’s life or some trouble in my life,

My brother will be present in that special corner of my heart.

Years have gone by since our childhood departed,

Always shower him well wishes from the bottom of my heart.

The  gentle  subtle  feelings  are  wrapped  in a  string.  
This  soft  shiny  silk  prays  all  the  joy  to  bring.

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. nabhakashdeep
    ઓગસ્ટ 22, 2021 @ 16:42:26

    મીઠડી યાદ – સનેહ ઝુલાવતી પાવન હૈયે

    Sent from my iPhone

    >

    Liked by 1 person

    જવાબ આપો

  2. Harish Dasani
    ઓગસ્ટ 22, 2021 @ 06:20:31

    સરયૂબેન, ભગિની અને ભાઇના આ અત્યંત સુંદર ભાવસંબંધની એવી જ સુંદર કવિતા માટે આભાર અને ધન્યવાદ.

    હરીશ દાસાણી.

    On Sun, 22 Aug 2021, 02:28 ગંગોત્રી…www.saryu.wordpress.com, wrote:

    > SARYU PARIKH posted: ” Saryu-Munibhai રક્ષાબંધન જિંદગીમાં દીર્ઘ, રુજુ > રુણબંધ ભાઈ-બહેનમાં, બે કિનારા સ્નેહનાં વારી છલકતા વ્હેણમાં. માવડીની > ગોદમાંથી ખેંચતો ઉતારવા” >

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: