મિત્રોનો સાથ. એક જ તું… હરીશ દાસાણી

એક જ તું…

જલમાં થલમાં ગગન મગનમાં અગન આંખમાં એક જ તું
શબ્દ અર્થમાં વ્યર્થ અનર્થે સાર્થ અર્ધમાં પૂર્ણ જ તું.

તું ને હું માં અનુસ્વારમાં સર્ગ વિસર્ગે એક જ તું.
શેષ અશેષે યત્ન પ્રયત્ને વિશેષ વર્ણે વ્યાપક તું.

સૂર્ય ચન્દ્રમાં ચન્દ્રશેખરે વેદ વાણીથી વર્તે તું.
વાયુ આયુ શાન્ત અશાંતે યુદ્ધ કૃદ્ધ ને બુદ્ધ જ તું.
ધૈર્ય અધર્યે ધારણ કારણ કર્મ ધર્મમાં અધીર તું
શ્વાસ આશમાં આસપાસમાં હાશ કાશમાં એક જ તું.
વ્યકત પ્રત્યયે સમાવેશમાં સમાસ અમાસે પ્રકાશ તું.
ગતિ સ્થિરતા દાનવ માનવ પશુપાલનમાં પશુપતિ
દેશવેશમાં શીતઉષ્ણમાં ગંધ સુગંધે એક જ તું.


શબ્દ સ્ફોટમાં નાદ મૌનમાં વૈખરી ને પશ્યન્તી તું.
શા માટે તું કરે પરિશ્રમ? તારા બદલે કરીશ હું.

——-
છેલ્લી પંકિતમાં ઇશ્વર સાથે ઐક્યભાવથી જીવ શિવને કહે છે કે તારા માટે હું કામ કરીશ. હું તારો જ અંશ છું. તેની પહેલાં તો પરસ્પર વિરોધાભાસ દેખાય છતાં બધામાં જ પરમાત્મા છે. વિરોધાભાસ આપણી દ્રષ્ટિએ જ છે-એક ભ્રમણા.

હરીશ દાસાણી. મુંબઈ

ઈલા મહેતા.

1 ટીકા (+add yours?)

 1. Harish Dasani
  સપ્ટેમ્બર 13, 2021 @ 04:28:40

  સરયૂબેન, આનંદ અને આભાર.
  કવિતાના ક્ષેત્રમાં તમારો અનુભવ અને સૂઝનો લાભ એક ભાઈ તરીકે મને મળતો રહે, એ જ પ્રાર્થના.
  પરિવાર તથા મિત્રોને પણ સ્નેહ સ્મરણ. સહુને સ્વસ્થ,સંતુલિત,ચૈતન્યમય અને આનંદદાયક જીવનનો પ્રસાદ મળે એવી પરમાત્મા પાસે પ્રાર્થનાઓ આપણે સહુ કરીએ અને પરસ્પર સ્નેહગાંઠ દ્વારા જોડાયેલાં રહીએ.
  વંદન.
  હરીશ દાસાણી.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: