મૌનનો મહિમા
તીખા ને કડવા અધીરા એ વેણ,
તેજીલી ધાર પર કજીયાના કહેણ.
એ જ હો જીવ્હા, પણ મીઠેરાં ભાવ,
ગમતી ગંગાનાં મનગમતા વહેણ.
ઓછું બોલવામાં અહોય અષ્ટ ગુણ,
સોચી સમજીને જાળવશે સમતુલ,
ભૂલો છૂપાયે ને સચવાયે મૂલ,
માન સખી, ઓછું બોલ્યાંનાં અષ્ટગુણ.
સૌ કહેતા, ન બોલવામાં નવ ગુણ,
શાંત સરોવર સમાવે અવગુણ.
વાત હશે સાચી સ્થિર ચેતનાની સાથ,
ન બોલવામાં ખરે લાગે નવ ગુણ.
મૌન સંગીત જે અંતરથી ઊગે ને,
વણબોલ્યે વેરે ખુશી મંજુલ તરંગ.
શાતા ને સાંત્વના લયબધ્ધ લહેકે,
અંતરમન મૌનનાં દસેદસ ગુણ.
ખરું મૌન મહાતમ જે મસ્તકમાં રાજે,
ઘટ ઘટમાં આનંદની ઘંટી બજાવે.
——
painting by Dilip
ઓક્ટોબર 08, 2021 @ 18:11:34
Hello Saryudi, Hope you are fine.Your poem is as best as you are. I am glad to inform you that My first novel has been published. It’s taken long time to complete. But at last I did it.
કલ્યાણી વ્યાસ.
LikeLiked by 1 person
ઓક્ટોબર 08, 2021 @ 16:03:22
ચીંતન સભર અનોખી રચના… સરસ સંદેશ.
રમેશ પટેલ(આકાશદીપ)
Sent from my iPhone
>
LikeLiked by 1 person