એક વાર અજવાળું
અંધારી કોટડીમાં રોજિંદી આવજા, કે’છે કે આમ જ જીવાય,
આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.
ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય,
ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે ના તારક દેખાય.
ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!
સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય,
આતમ જાગીરના તાળા ખૂલે, જો એકવાર અજવાળું થાય.
અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય.
જાગેલું મન, જાણે ખીલ્યું સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય.
———-
પ્રતિભાવઃ Saryuben, I am always very jealous of poets – male or female. Why are they so gifted with word arrangements!! Look at these words filled with deep meaning….
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને… Anand Rao Lingayat.
Ila Mehta
ઓક્ટોબર 13, 2021 @ 13:06:06
અંતરના અજવાસનો પરિચય કરાવી ઉત્તમ ઉત્સાહ પ્રેરતું અત્યંત સુંદર કાવ્ય.
હરીશ દાસાણી.
On Wed, 13 Oct, 2021, 08:05 ગંગોત્રી…www.saryu.wordpress.com, wrote:
> SARYU PARIKH posted: ” એક વાર અજવાળું અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કે’છે > કે આમ જ જીવાય,આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય. ડરથી ઓસરતા > આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય,ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે ના તારક > દેખાય. ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકા” >
LikeLiked by 1 person
ઓક્ટોબર 13, 2021 @ 03:14:08
મનનીય રચના…અભિનંદન
Sent from my iPhone
>
LikeLiked by 1 person