અનંત યાદ…સરયૂ પરીખ

યાદોનો અહેસાસ.

અનંત

  મન  મંદિરે  આતુર  એકાંત,
  દઈ દસ્તક તું  જાણ કરી  દે.
  રીસે અંતર  રૂંધાયેલાં  શ્વાસ,
  એક પળમાં તું પ્રાણ ભરી દે.

અકળ પીડાને પંપાળી  આજ,
  કૂણી  કાળજીનો સ્પર્શ જરી દે.
 દૂર  દેતાં  અતિતને  વિદાય,
  મારા  અશ્રુમાં  આશ ભરી  દે.

આ બાવરીને આવરીને આજ,
એક વચને તું સ્મિત સજી દે.
ને કસબીની કમનીય કળાથી,
મારા જીવનમાં  રંગ ભરી  દે.

વિશ્વ  મારું  અવસાદે  અશેષ,
ઋજુ  આલિંગન આવ ભરી દે.
હું ચાતક, મીટ માંડી  આકાશ,
એક  બુંદમાં  અનંત  ભરી  દે.


સરયૂ પરીખ

watercolor painting by DKP

4 ટિપ્પણીઓ (+add yours?)

  1. Harish Dasani
    જાન્યુઆરી 16, 2022 @ 07:53:25

    સરયૂબેન,

    સુંદર કાવ્ય છે. અનંત યાદ અસ્તિત્વને સભર રાખે છે.

    નમસ્કાર. સહુ કુશલ મંગલ ને?

    હરીશ દાસાણી.

    > SARYU PARIKH posted: ” યાદોનો અહેસાસ. અનંત મન મંદિરે આતુર એકાંત, > દઈ દસ્તક તું જાણ કરી દે. રીસે અંતર રૂંધાયેલાં શ્વાસ, એક પળમાં > તું પ્રાણ ભરી દે. અકળ પીડાને પંપાળી આજ, કૂણી ” >

    Like

    જવાબ આપો

  2. Devika Dhruva
    જાન્યુઆરી 16, 2022 @ 03:14:30

    સુંદર ભાવો અને ઊંડી અભિવ્યક્તિ.

    Liked by 1 person

    જવાબ આપો

  3. sapana53
    જાન્યુઆરી 16, 2022 @ 01:33:44

    wah Saryuben mast geet!

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: