ઝાંખો ઉજાસ
બચપણનાં સાથી, વડછાયા, બની ગયાં પડછાયા,
વિસરેલા એ દૂર દેશના ઓળાઓ વરતાયા.
સપના આગળ ઝૂલતાં વાદળ પાંખ પ્રસારી પવનમાં,
ઊડી ગયા, નહીં પાછાં ફરિયા અંજળ વેગ વમળમાં.
ગરવા ગહના ગાણાં શીખ્યાં, સંગ અંજુમન ગાયાં,
ગુંજે આજે રંજ રજનીમાં પકડી કહે, ખમી જા.
અમ આવાસે હેત કોડિયાં મૂક બની બુઝેલાં,
એ દૂનિયાના દીવા ક્વચિત ઝબૂકે મૃત્યુ પહેલાં.
જીર ડાળીના ફૂલ સૂકાયાં, મસ્તક પુસ્તક પાને,
કદી જોઈ લઉં પાના ખોલી, હતાં સાથ કોઈ કાળે.
ક્ષિતિજ નજીક જઈ નજર કરું, ઝાંખા જણને સંભારું,
પાપણની પરછાઇ ઓઢે સમીસાંજ અંધારું.
—— સરયૂ પરીખ.
ઉગમસ્થાનથી બહુ દૂર ચાલ્યા ગયા પછી પ્રશ્ન થાય કે, . . .
આ જીવનકાળમાં જ એ બધાં હતાં!
Shadows in Mist
Before I go to be with the Lord,
I look back at the shadows in mist
And wonder, are they from this lifetime?
I sailed away from the rosy isle,
Followed my runaway racing dreams.
With an urge to merge in crazy surge,
Tender agony in turning trudge.
So many people and places at times,
I was clingy to others as well mine.
Some of them now hazy and dark,
I never went back to refresh, repine.
Were they all in this lifetime?
Maybe I follow the upward course,
Go back exploring the origin source.
I may get involved knowingly now,
Wander, re-enter the circle of mine.
If it happened in this lifetime!
The stars so far which made me bright,
Let them be there; I cherish the light.
Once in a while the sparkles remind,
Whatever happened in this life time,
Surrender to soar in continual flight.
—— Saryu Parikh.
After many years, we look back and wonder…is this really happened in this life time!!
Saryu ’70.
માર્ચ 02, 2022 @ 05:41:34
બહુ જ સુંદર ગીત.
હરીશ દાસાણી.
On Tue, 1 Mar, 2022, 20:14 ગંગોત્રી…www.saryu.wordpress.com, wrote:
> SARYU PARIKH posted: ” ઝાંખો ઉજાસબચપણનાં સાથી, વડછાયા, > બની ગયાં પડછાયા,વિસરેલા એ દૂર દેશના ઓળાઓ વરતાયા. સપના આગળ ઝૂલતાં વાદળ > પાંખ પ્રસારી પવનમાં,ઊડી ગયા, નહીં પાછાં ફરિયા અંજળ વેગ વમળમાં. ગરવા ગહના > ગાણાં શી” >
LikeLike
માર્ચ 01, 2022 @ 17:12:00
કદી જોઈ લઉં પાન ખાલી- એક ભાવસભર અભિવ્યક્તિનું કવિ કર્મ – કેટલો વિપદા સંદેશ. – આપની કૃતિઓમાં સૌમ્ય ગાંભીર્ય ઝીલવું એ સર્જકોની માણવાની ધન્ય ઘડી!
Sent from my iPhone
>
LikeLiked by 1 person
માર્ચ 01, 2022 @ 21:29:09
રસમય પ્રતિભાવથી આનંદ થયો. મજામાં હશો. સરયૂ
LikeLike