પક્ષ તમારો સારો છે?
કૃષ્ણ પક્ષ કે શુકલ પક્ષ હો
એક જ ચન્દ્ર અમારો છે.
ચન્દ્ર આપતો પાછું લેતો
દાન કરીને ફરી કમાતો
ધવલ પૂનમે તે જ અમાસે
મનહર રૂપ હજારો છે.
લીધું ઉછીનું પાછું દેવું
ઉષ્ણ લીધેલું શીતલ દેવું
કિરણ સાગરે રમે રણે પણ
દીકરો એક દુલારો છે.
યોગી જાગે ભોગી માગે
ભરતી ઓટે એક જ રાગે
પાગલને પણ પ્રેમ કરે તે
બધા પક્ષમાં પ્યારો છે
હરીશ દાસાણી.
——
ચડે ઊતરે ઉપર નીચે
આગળ પાછળ જાય.
યંત્ર સ્વયંસંચાલિત એવું
મન ફાવે તે થાય.
સૂક્ષ્મ,સૂક્ષ્મતર,સૂક્ષ્મતમ થઈ
સુષુપ્ત થઈ સૂઇ જાય.
ઉઠે તો બથ ભરી પવનને
સતત સફરમાં જાય.
નાનું મોટું જાડું પાતળું
પોતાની મેળે થાય.
યંત્ર સ્વયંસંચાલિત……….
માટીમાંથી મુઠ્ઠો ભરીને
જળને એ ખોબો ધરતું.
પળે પળે પોતાને પકવી
અનિમેષ સૂરજ જોતું.
છોડી પલાંઠી કરે પલાયન
ધુમ્મસ રજકણ થાય.
યંત્ર સ્વયંસંચાલિત………..
રૂપ બદલતું રાજીપાથી
હરખાતું એ અલપઝલપથી.
શબ્દ સાચવે સ્પર્શ ભૂલીને
મંત્ર માંહ્યલો અર્થ ભૂલીને
સાગરના પરપોટા પકડી
કૃતાર્થ એ થઈ જાય.
યંત્ર સ્વયંસંચાલિત………
હરીશ દાસાણી.મુંબઈ.
પ્રતિભાવ. સરસ રચના…માનવદેહ…એક સ્વયંસંચાલિત યંત્ર.
——-
સરયૂબેન , તમે બરાબર કાવ્ય મર્મ ઝીલ્યો છે. માનવ દેહની જ વાત છે.
વિશેષ નોંધ કરીશું તો ભાવકની સજ્જતા પર અશ્રદ્ધા જેવું લાગશે. નમસ્કાર. હરીશ દાસાણી.
Spark of Light
In a windowless room with a dull grey hue,
as told the way I remained subdued.
Just bury my head in the systemic sand
and follow the path of traditional trend.
Didn’t dare to even look around!
Never to hear soft stimulating sound!
No sign of hope, no star seemed bright,
I simply succumbed to my routine life.
One day, somehow… a flicker divine,
I’m surprised, awakened, glowing inside.
That moment a spark entered my heart,
my soul was touched with sparkling light.
First, my mind needed to rise,
to feel true freedom and ease of life.
I found the hidden source of force,
amazed to see the kindness in folks.
The soul stays suppressed until Insight ignites,
No one could help ’til I yearned to fight.
——-
Just reread your captivating poem, Saryu. It captures the essence of the “Now I get it!” idea! (Insight breaks through)!… Claire Wesloh
એક વાર અજવાળું
અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કે‘છે કે આમ જ જીવાય,
આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.
ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય,
ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે ના તારક દેખાય.
ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!
સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય,
આતમ જાગીરના તાળા ખૂલે, જો એકવાર અજવાળું થાય.
અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય.
જાગેલું મન, જાણે ખીલ્યું સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય.
———-
પ્રતિભાવઃ Saryuben, I am always very jealous of poets – male or female. Why are they so gifted with word arrangements!! Look at these words filled with deep meaning….
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને… Anand Rao Lingayat.
Devika Dhruv: ખૂબ જ સરસ કાવ્ય બન્યું છે. વિષયનું સાતત્ય પણ સુંદર ક્રમબધ્ધ રીતે ગતિશીલ અનુભવાયું છે. શબ્દો અર્થસભર અને સ્પર્શે તેવી રીતે ગૂંથાયા છે. ગમ્યું. ‘વેબગુર્જરી’ માટે રાખું ને?
માર્ચ 28, 2022 @ 04:12:39
સરયૂબેન,
નમસ્કાર.
તમારું અંગ્રેજી કાવ્ય અને તેનો અનુવાદ બંને સુંદર છે. કાવ્યના ગુજરાતી
અનુવાદના બે ત્રણ નવા શીર્ષક પણ મને સૂઝે છે-આત્માનુભૂતિનો
ચમકારો…….અથવા……..સ્ફુલિંગ આ પ્રકાશનો…..અથવા…..ઝળહળ સઘળું
અંદર………….
કાવ્ય કડી આ એવી આપણી-બાંધે સ્નેહ બંધનથી-આત્મજ્યોતિની શકિતથી એ શિવરૂપ કરે
સમસ્ત સંસાર.
હરીશ દાસાણી.
LikeLike
માર્ચ 28, 2022 @ 03:29:56
મનનીય રચના.
Sent from my iPhone
>
LikeLike