મામા અહીં નથી.

મામા અહીં નથી.

ભાઈ-બહેન મા વગરના ઉછરેલા, તેથી મોટાભાઈ તરીકે, મારા મામા કવિ નાથાલાલ દવેને, તેમની નાની બહેન, મારા બા ભાગીરથી પર વિશેષ સ્નેહ હતો. ભાવનગરમાં અમારાં બન્ને પરિવાર વચ્ચે ગહેરો સંબંધ રહેલો. નાથાલાલ દવેનું ગરવું વ્યક્તિત્વ અને કાવ્યોની રસભરી રજુઆત કરવાની શૈલીથી ઘણા લોકપ્રિય હતા. નિવૃત્ત થયા પછી પણ ઘણા પ્રવૃત્ત રહેતા. મારા ભાઈ મુનિભાઈ નાનપણથી કવિતા લખતા અને નાથુમામા સાથે લાગણીભરી નિકટતા હતી.

મુનિભાઈ વડોદરામાં સ્થાયી થયા અને હું અમેરિકા આવી ગયેલી તેથી ભાવનગરમાં એકલા રહેતા મારા બાને મામાની ઘણી હુંફ રહેતી. એ સમયે મામાની ઉંમર ૭૮ની હતી અને ભૂલી જવાની બિમારી શરૂ થઈ. ઘણી વાર રસ્તો ભૂલી જાય વગેરે અનેક તકલિફો શરૂ થઈ હતી. બાને ઘરે, દિવસના એક કે બે વખત આવે. બા દુધનો પ્યાલો આપે તે પીવે. ક્યારેક ફરી આવે, અને કહે કે, “ભાગુબેન દુધ?” બા કહે “ભાઈ, તમે પી લીધું.” “ભલે,” કહીને ઘેર જતા રહે.

૧૯૯૩માં બાનું વડોદરામાં અવસાન થયું. અમેરિકા પાછા ફરવાનું હતું તેથી હું ભાવનગર મામા અને બીજા સગાને મળવા ગઈ હતી. મામા એવા જ શાંત અને ગૌરવવંતા દેખાતા હતા, પણ મને જોઈને અજાણ્યા સાથે વાત કરતા હોય તેમ વાત કરી. મારા એ મામા જે, હું અમેરિકાથી આવું કે વહેલી સવારમાં પહેલા મળવા આવી પંહોચ્યા હોય, કે ગરમ જલેબી અને ગાંઠીયા લઈને આવીને અનેક વખત મને આશ્ચર્યાનંદમાં મૂકી દેતા…એ મામાને મારી ઓળખ આપવી…! આંખો સહેજે ભરાઈ આવી.

અઠવાડિયા પછી મુનિભાઈ ભાવનગર ગયા અને બા ભાગીરથીબહેનના માનમાં બેસણું હતું. મામા મુનિભાઈની બાજુમાં નિર્લેપ ભાવે બેઠા હતા અને લોકો પોતાની બહેનને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે તે જાણ ન હતી. બાની યાદમાં મુનિભાઈનું દિલ વ્યાકુળ હતું અને તેને મામાના ખભા પર માથું ઢાળી રડવું હતું. પણ બાજુમાં નજર કરી તો ત્યાં એક ખોવાયેલા સજ્જન બેઠા હતા. મુનિભાઈનું હ્રદય કરૂણતાથી તડપી ઊઠ્યું…“મારા મામા અહીં નથી.”

ત્યારબાદ, ત્રણ મહિનામાં મામા કવિ નાથાલાલ દવે પરલોકમાં કવિતા લખવા ચાલ્યા ગયા.

——-  સરયૂ પરીખ.

comments: Beautiful….just the right words….Munibhai.
             Beautifully written. I got emotional. Regards. Bakul D. Vyas

હવામાં આજ

હવામાં  આજ  વહે  છે  ધરતી  કેરી  ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી – હવામાં.

ઝાકળબિંદુ પાને પાને તૂર્ણે તૂર્ણે ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતીખોળે વરસી ચાલી – હવામાં.

રમતાં વાદળ ગિરિશિખરે મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધિર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી – હવામાં.

રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા,
વિશાળે ગગનગોખે જાય ગૂંથાતી કિરણ જાળી – હવામાં.

મન તો જાણે જુઈની લતા ડોલે, બોલે સુખની કથા,
  આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી – હવામાં.
                            
                                ——    કવિ નાથાલાલ દવે

https://aapnuaangnu.com/2022/05/05/mama-ahi-nathi-article-saryu-parikh/

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. NaynaBhatt
  મે 05, 2022 @ 03:58:24

  🙏🙏

  Liked by 1 person

  જવાબ આપો

 2. Harish Dasani
  મે 04, 2022 @ 04:46:13

  મામાના સ્મૃતિલોપની સંવેદનશીલ કથા અને તેમનું અત્યંત સુંદર ગીત વાંચીને લાગણીઓ જાગી જાય છે.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: