વેરવિખેર

વેરવિખેર

વેગે વિખરાતી નાની શી દુનિયા;
પાંખો ફૂટી ને ઊડતાં પતંગિયા!

ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન,
ઓસરતા ભીને અવસાદે.
ખુલ્લા ખાલીપાનાં ખોખાંને આજ
સૌ ધીરે ધીરે કરતાં નોખાં.

એક એક ડગલાંએ અંતરપટ ખેંચ્યાં
ને કેટલાં દૂર જઈ પંહોચ્યાં!
ઓળંગી અવધી તણાયે પ્રવાહમાં,
પાંદડીઓ વિભિન્ન વહેણમાં.

સંધ્યાના ઓળાઓ પોકારે વાળવાં
પણ, મારગ ભાસે છે મૃગજળ સમા.
ગાણાં સમાઈ ગયા સૂના સન્નાટામાં
વિહ્વળ રે વ્હાલપ લિસોટા.
——-
વિખરાય જતું નાનું કુટુંબ

Advertisements

બસ હવે

બસ હવે….

દિલ મારું એક વાર દઈ ચૂકી,
મેળામાં ઘેલી હું થઈ ચૂકી.
સ્નેહ ને સમર્પણના મેહ લઈ,
વાદળ બનીને વરસી ચૂકી.

સરતી એ રાત ને શ્રાવણની સાથ,
ઓસની ભીનાશ સર્વ લઈ ચૂકી.
લાલસાની લાયમાં આશાની છાંયમાં,
અંધારે ઓરડે ફરી ચૂકી.

લેવાને કાજ ના આવજે પવન,
સૂનમૂન એ પાંદડી ખરી ચૂકી.
સંકેલી ફાલ હવે દાંડીની ધાર,
પુષ્પક્યારીમાં લીન સ્થીર થઈ ચૂકી.

અંતરાય આવરણ અળગા કરી,
બંધ છોડી હું આગળ વધી ચૂકી.
ખુલ્લા આકાશ તળે નીલા ઉજાસમાં,
મુક્તિના હંસને વરી ચૂકી.

——–
પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કર્યા પછી, સારા માઠાં અનુભવોથી જાગૃતિ આવે.
એક સમય એવો આવે કે, પોતાની હદ આવી ગઈ છે, તેનું ભાન થાય છે.

ભીતર

ભીતર સાત  સમંદર  કેતુ,  હું   સમજણનો   બાંધુ  સેતુ,
વિચાર  રાસે ઝૂલણા  ઝીલી,  રાખું  વારી  હળવે વહેતું.

દિલ ગાગરમાં સમાય સાગર, આપે એક કિરણ  પ્રભાકર,
પાણી તરતા પથ્થર વિસ્મિત, એ શ્રધ્ધાને પ્રણામ સાદર.

 મૃત્યુંજય  આશા  આધારે,   સર્જન  ચેતન પ્યાર  પ્રસારે,
આંસુ   લૂછે   કાજળ   કોરે,  અંતર  ઉર્જા    દર્દ  સખારે.

મેઘધનુષ  ચિતર્યા   આકાશે, નવલી  પીંછી  રંગ  ભરીને,
અંતર  મન ગઠબંધન  રેલે,  સ્થીર  હું,  વિશ્વ  ફરે  વર્તુળે.

ક્ષણ ભંગુર તોય કાળ અનંતા, નાનો અંશ વિશાળ અહંતા.
અનેક જન્મો,  જીવ અજન્મા, નશ્વર દેહ ને તત્વ અનંસા.

મનવા, કરૂણા સ્નેહ દયા  સંગ, લાલચ દ્વેષ રોષ પામરતા,
હો, મન મતિ વાણી સંગતમાં,  શ્વાસે  ગુંજે   રે સ્વરસમતા.
——-
કેતુ=જ્ઞાન   અનંસા=અવિનાશી

લિંક

નિમિત્તમાત્ર

નિમિત્તમાત્ર

કર્યાં  કર્મોને  ટેરવે  ગણાવે,
કરી  મદદોને માનદ મનાવે,
તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

ઉપકારોની  આરતી  ઘુમાવે,
આપ સોહમ્ ની મૂરત બેસાડે,
તો  મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

હું હુલામણાને હરખે પોંખાવે,
ને  ફરી  ફરી   ફાલકે   ચડાવે,
તો  મૂલ્ય  તેનૂં  શૂન્ય બની જાય.

તેની કરુણા, ને હું એક સાધન,
સર્વ સેવામાં સહજતાનું સૌજન,
તો શૂન્ય પણ અમૂલ્ય બની જાય.

ઘણાં જન્મ, વંશ, અંશના સુપાત્ર,
ભાગ્યયોગે દેવત્વ નિમિત્તમાત્ર,
શુભ કાર્ય તે અતુલ્ય કરી જાય.

——-

Flutter of Wings- a poetic novel

click on for a paperback copy>

https://www.amazon.com/Flutter-Wings-poetic-novel-Fiction/dp/1544939256/ref=sr_1_2?s=books&ie=UTF8&qid=1491443348&sr=1-2&keywords=flutter+of+wings

 

Kindle edition>

Wish and Desire

Many subtle wishes rise and die,
like waves of the ocean rise and subside.
Praise and promotion, push them high,
the wind and wait, push them aside.

With short-lived wishes and soft subtle waves,
the ground is laid to build a palace.
A special desire, a dream takes shape,
the slaps and shoves cannot give a shake.

Aspiration keeps on sailing through troubles;
so many times it shifts and stumbles.
A leap at a time brings it closer to the shore,
and reaches for joy like never before.

Desire and drive come from mind, heart and hand,
but no one may be there when you struggle in the sand.
It is up to you to have zeal in your soul,
to know your call and reach your goal.

          ———–
Small wishes build a strong desire. The path to the success one has to surmount alone.
To be aware to know your calling.

ઈચ્છા અને મહત્વાકાંક્ષા

તરંગ ઊછળી આવે ને ઊંડાણે નીસરી જાયે
યાદોમાંથી નાની ઈચ્છા સહેજે વીસરી જાયે
પ્રોત્સાહન ને પ્રેમ પ્રશંસા આગળ દોરી જાયે
સંજોગો  ને  અવસર આઘે ઉપર ખેંચી જાયે

આકાંક્ષા  ને  આશા જાળી  સુંદર સેતુ બાંધે
આભ જનારી એક રાહને  એકતારથી સાંધે
ધુમ્મસ  ઘેરું  ઘેરે  તેને  ઘડીક  વાદળ ઢાંકે
તરવરતા તારાઓ  વચ્ચે  ધ્રુવનો તારો ઝાંકે

પૂર્ણ પણે હવે ઊઘાડ થાતો લક્ષ મને દેખાતું
નિર્ગત શંકા, વ્યાકુળતા ને ના મનડું મૂંઝાતું
સૌ કંટકને  કુસુમ કોમળ સમજીને  સુલજાવું
એકાકી  કેડીની  ઉપર  દ્રઢ  પગલાંઓ માંડું

ધ્યેય તરફની ધારાવાહી  અંતરની સરવાણી
શાને કાજે હું ધરતી પર, યત્નેથી  સમજાણી
—-  સરયૂ પરીખ
એક જ વિષય બે ભાષામાં રજુઆત. Not a translation.

લિંક

INVOCATION

invocation

painting by Dilip Parikh
more on page…Dilip’s paintings

Previous Older Entries Next Newer Entries

%d bloggers like this: