ના મળી શકી….

  ના મળી શકી

 તને  મળવાની ઝંખના જાગી  બેતાબ,
મારી  સઘળીએ પૂંજી લગાવી’તી દાવ,
તે દિન, વંટોળે ફંગોળી  ફેંકેલી   ઝાળ,
વ્હેણ ગહેરા  ગુંગળાય, વાત  શું  કરું?

 વર્ષંતી    ઝાપટમાં   થરથરતી  બીજ,
ઘેરા  ઘનઘોર  મહીં  કડકડતી  વીજ,
સંતાણો   સૂર્ય   તેની   દેખીને  ખીજ,
હવે  કુમળાં  કિરણોની  હુંફ  શું   કરું?

મારે  જાવું’તું રે મારા સાજનની પાસ,
સાત પ્રહરો ઝૂઝી મારી જિદ્દીલી આસ.
થાકી  હારીને  ઓર  છોડ્યાં   નિરાસ,
હવે  ઊર્જા  ઊભરાય  તોય  શું   કરું?

હલતું  ના પર્ણ  આજ  શીતલ સમીર,
હવે ઝિલમિલ તિમિર, ને મંદમંદ નીર,
હતો  કેવો એ મેર, તે’દિ  કુદરતનો  કેર,
હશે  વિધિના  આલેખ, ના મળી  શકી . . .

——

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. હરીશ દવે (Harish Dave)
    ડીસેમ્બર 15, 2016 @ 04:21:08

    સાદા સીધા શબ્દોના ઉપયોગથી શોભતી કૃતિ, પણ તેમાં ઝંખનાની પ્રબળતા મીરાબાઈની … સરયૂબહેન, .. શુભેછાઓ.

    Like

    જવાબ આપો

  2. SARYU PARIKH
    ઓગસ્ટ 31, 2016 @ 14:28:31

    રમેશભાઈ, પ્રતિભાવ માટે આનંદ સાથ આભાર.સરયૂ

    Like

    જવાબ આપો

Leave a comment