પુણ્યપ્રકોપ
ક્રોધ અને પુણ્યપ્રકોપ
ક્રોધાગ્નિનો પ્રકોપ પાગલ, સમજણને પોઢાડે,
પરજાયા ને અંગતને પણ, ઉગ્ર આંચ રંજાડે….
મનોરમ્ય આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે,
શ્રધ્ધા નિષ્ટા મુખ ફેરવી અબુધ થઈને નાસે.
લાગણીઓ કકળતી બેસે આત્મદયાની આડે,
ક્રોધાન્વિત મનઆંધી કાળા કર્મો કરવા પ્રેરે….
ક્રોધ બને સુમાર્ગી સાચો જાગૃત જીવની સાથે,
વૃત્તિ લેતી રોષને વશમાં આવેશોને નાથે.
પુણ્યપ્રકોપે ઉજ્વલ જ્વાલા ઉર્જાને જગાડે,
પ્રજ્ઞાચક્ષુ ખોલી મારગ અનેકનાં ઉજાળે….
અંગારા ના હસ્તે લઈએ; જ્યોત કામમાં લઈએ,
જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ.
——-
ક્રોધમાં માણસ ભાન ભૂલી અયોગ્ય વર્તન કરે છે.
વિવેકબુધ્ધી સાથે, જાગૃત અને તટસ્થભાવે દેખાડેલ પુણ્યપ્રકોપ, પાઠ શીખવે છે.
જેમકે માતા અને ગુરૂનો ગુસ્સો.
====
——-
Commenત, P. K.Davda. બહેન, કવિતામાં તમે ગીતાનો સંદેશ બહુ સરસ રીતે આપ્યો છે. ગીતામાં કહ્યું છે કે ઈન્દ્રીયસુખમાંથી મોહ જન્મે છે, મોહમાંથી ઈચ્છા. ઈચ્છામાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધ બુધ્ધીને ભ્રમિત કરે છે, ભ્રમિત બુધ્ધી નાશને નોંતરે છે. પુણ્યપ્રકોપ-વિવેકબુધ્ધી સાથે, જાગૃત અને તટસ્થભાવે દેખાડેલ ક્રોધ પાઠ શીખવે છે.”
Anger
When ashes of anger smother the flame,
and the mind fumes within,
Imprudence covers all your senses
and conscience gets crushed with pain.
The beautiful world looks weird
And faith and trust are unknown.
Self-pity rules emotions
to create unworthy commotions.
Anger is good if you are aware,
and it does not control your senses.
When senses are holding the reins of anger
and the wisdom rides beside.
The fire of anger illumines the path of others,
and spreads the peace within.
——–
comment: “You have given the message of Bhagavata Gita, and also analyzed the difference of anger and righteous anger in this poem.”
P.K. Davda.
સપ્ટેમ્બર 15, 2021 @ 17:06:55
સરસ સંદેશ
Sent from my iPhone
>
LikeLike