તસ્વીરો
સાજા નરવા સંબંધોને તસ્વીરોમાં બાંધી દઈને,
સૂકાઈ જાતા સ્નેહ ઝરણને ઝળઝળિયાં પીવરાવી લ્યો.
નાસી જાતા બચપણને આ રંગપત્તીમાં ઝાલી લઈને,
અસ્થિર ક્ષણના ઓળાઓને સ્થિર કરી થંભાવી લ્યો.
વિખરાતા સૌ કુળ કબીલા, એક કાચમાં વારી લઈને,
ક્વચિત મળતું માન વડીલને, ઝબકારાથી નોંધી લ્યો.
હસતાં ને હેતાળ મહોરાં, અસલી પર લટકાવી દઈને,
દીવાલોનાં દર્પણમાં વળી ગત ગામીને જીવી લ્યો.
ભલે વિલાયું સ્પંદન એનું, એ જ છબી છે માણી લઈને,
યાદોની ધુમ્મસમાં ધુંધળા ચહેરા ફરી પિછાણી લ્યો.
મન મુરાદ મંજીલ દૂર દેશે, સરવાણી સ્વીકારી લઈને,
તસ્વીરો અહીં, સંગ મનોરમ, કૈદ કરી સંભાળી લ્યો.
—–
બાળકો, સ્વજનો કે વડિલોને માન–સન્માન પ્રાસંગિક અને પરિવર્તનશીલ હોય છે. સબંધો ઘસાઈ જાય, પણ ફોટામાં અકબંધ રહી જાય.
back from swimming. 2015
નવેમ્બર 25, 2021 @ 16:12:26
ખૂબ જ સંવેદનશીલ રીતે , જીવન દર્શન.
Sent from my iPhone
>
LikeLike