Forgive and Forget. માફી.

  I had gone to Houston for the release of our book. So, I forgot all about my dear brother’s birthday on 27th of April. He was quite disappointed and I felt teary.

This email says, ‘On some birthdays in person and today, I wished my brother in my dream.’

‘આજે સપનામાં મળીને ભાઈને મનાવી લીધા.’
Subject: સુપ્રભાત. તમારા જન્મદિવસોએ સદેહે આવી હતી અને આજે સપનામાં મળીને ભાઈને મનાવી લીધા.

માફી…તને અને મને
લાગણીઓનાં  સરોવરમાં  જે મન મૂકીને  માણે,
ડૂબી  ન  જાયે મનડું  તેમાં, મક્કમતાથી  માને.

રખે ભૂલો ના, મધુર વચનો મીઠો મલમ લગાવે,
થાય  ભલું  જો સખી કોઈનું, ખેલદિલ વહેંચાવે.

અપરાધી  અણગમતી  યાદો, મનોચિત્તને  ઘેરે,
માફી  આગળ ચાલે તો  વિસ્મૃતિ સરળ બનાવે.

અનબનમાં અટવાયલ રીસને વ્હાલપમાં વાળીને,
ગાળી લે  ક્ષણ  સ્વજનો સાથે, સહેજ  સંભાળીને.

ક્ષમા વંદના  સાથે પ્યારે!  વિદાય લે અકળામણ,
મેળવવાને  ભીતર શાંતિ, ઉતારવી રહી વળગણ.
       ——   સરયૂ પરીખ. saryuparikh@yahoo.com

Forgive and Forget

O’ my Love! experience it all,
    but don’t be submerged in the fall.
Live, enjoy and touch some soul,
 Never slip on a slippery slope.

Sorry, simple soothing words
may be changing someone’s world.
Why to skimp on showing care?
You have priceless love to share.

 Forgive and forget in life,
the two pedals of a rolling bike.
When one moves on forward-far
  The second one follows the ride.

Give away your painful hurt
to feel within pleasing comfort.
 Give, forgive, let feelings flow
      That reflects a peaceful glow.    

                  ——    Saryu Parikh.

Munibhai Replied…

Vah Vah..Shabash!!!! (Bravo)

Bilkul mani gayo!!!!! (Absolutely convinced.)

Do not worry,

Behappy……………Munibhai.

———————-

 Saryu Parikh સરયૂ પરીખ  https://saryu.wordpress.com

Lean on me. a story by Saryu Parikh

Sweet Sorcery             Saryu Parikh

When people get invitations from the Sharma mansion, they don’t decline. Even though, the invitation was casual to attend a workshop given by an Indian expert visiting Texas. Tani had shown up early Sunday morning. There were about a dozen ladies and three men chit-chatting. She immediately started scolding herself…Why did I have to say yes and come here? I get tempted so easily when rich people invite me. I will stand in this corner and try to be invisible. . . . Oh! Here comes a familiar face. She is not even looking at me. She may not recognize me. What’s her name?  Oh, yes, Seema. Tani remembered meeting her at a Christmas party.

 Seema was meeting other people with the traditional greeting of “Namaste,” which Tani liked, but it was not her style. So, when Seema turned to greet her, Tani exclaimed, “Hey! Do you remember me?”

Seema said, “Yes.” But it was obvious that she was not sure.

Tani saw a few more familiar faces when everyone went upstairs to the bonus room. Mrs. Sharma was welcoming everyone and requesting people to take their seats. The workshop started and the speaker announced the subject: “Omkar.”  Now I remember the subject of the workshop, thought Tani. Okay, be ready to suffer for several hours.

The narration started, “There are three letters such as A-U-M. The aspirant must learn to practice the correct method of uttering these three letters. It is a very strong cosmic vibration.”  The limit of Tani’s attention was soon reached…What would I gain with AUM chanting? She would soon learn that she would gain, among other benefits, the mind game of positive thinking. She joined the group in abdominal breathing and AUM chanting.       

During the break, Seema came up to Tani and said warmly, “I remember you now from that last party. We had a good time talking that evening. Meet my friends, Vaisha and Mina.” They all started talking. Those fifteen minutes turned out to be very interesting. Before they went back to the workshop, they planned to meet for lunch the following week.

One thing that did surprise the women was when Vaisha said, “Please don’t call me. I will call you,” as they exchanged their phone numbers.

 The following week, Tani left her work place early to meet the others for lunch.  Mina was in the computer field and worked from home. She was the next one to show up. Seema and Vaisha came together. All four of them were somewhat hesitant to start the conversation. Last week’s workshop was a safe subject to start with, but when the discussion became a bit dull, Tani changed the subject. “The workshop was fine, but when I returned home, my husband was so weird. He could not find anything for lunch and couldn’t find his car keys to go out, so he yelled at me! But I straightened him out.” 

Vaisha said, “I wish I could do that.” They did not know each other well enough to ask more about Vaisha’s statement. At the end of a fun hour of food and conversation, the next meeting was planned effortlessly.

Tani, the twenty-nine-year-old, was the youngest in the group and acted like it. She talked, walked, cried and laughed without much reason. She got into one crisis after another, or that’s how she perceived most of the events in her life… Her husband Mikey was an easy-going person but no one knew when a war would break out between them!

The second time the group met was more relaxed and enjoyable. Seema suggested they meet at a lake near her house. Seema lived in an affluent neighborhood with her physician husband  and their five-year-old daughter and three-year-old son. Though raised in the USA, Seema believed in simple living. Highly educated Seema ended up being a part-time receptionist  at her husband’s clinic.

When the ladies saw the gazebo by the tranquil lake, they instantly fell in love with the place. No one said it, but they felt that this would be their special secret place. They decided to meet the first Wednesday of each month at lunch time, so they did not have to explain to anyone where they were going.

That day in March, Seema was in tears. She said, “Sunday was our 9TH wedding anniversary. No flowers, no sweet verses and no romantic gestures, but just a question: ‘Where do you want to go out to eat?’”

Mina asked, “It seems like something else is bothering you with that question.”

Seema said, “Yes. Some time ago, when I was busy with my babies, he had asked me this routine question. Then, I found out from a gossiper that my physician husband is flirting with someone. Do you think same thing is happening again?”

Mina said, “Suppose, we try to see this situation from a different perspective. First thing, he is a good husband, father, and provider. The things he is lacking, you may initiate…like romance, even though it is annoying.”        

Tina added, “I guess a married man doesn’t know how to please his wife. Men, they cannot read our minds.”

Vaisha chimed, “We claim…only we women are smart enough to read them like an open book!” Followed with a giggle.

Several months passed, and these four friends shared their joys and sorrows, their worries and wisdom with each other. They all said “Aha!” when they heard about the research study that showed that having lunch with girlfriends would increase a woman’s level of serotonin.

 It was a beautiful spring day. The wildflowers were blooming around. Tani and Mina were enjoying the cool breeze at the lake. They saw Seema and Vaisha involved in deep discussion as they came, and sat down without interrupting their conversation. During a pause, Seema told them the reason for Vaisha’s tears. Vaisha was born and raised in Fiji Island. The arranged marriage with Jay Patel had brought her to the USA several years before. Her husband knew how to make money, but Vaisha’s life was miserable with that man.

“Vaisha’s nineteen-year-old daughter was arrested for DUI on Sunday. She was coming home at midnight from a friend’s house after some drinks, and she also had a half-empty bottle of wine with her.”

Vaisha wiped her tears and told the rest of the story. “This daughter of mine is such a rebellious soul. She has given me so much joy, but at the same time, such heartaches which rip me apart. We got a call from the police station. My grumbling husband and
I ran to rescue her. The yelling and excuses went a few times around. My husband told me, ‘This is your doing; you have raised her to be like this. Now you take care of this legal mess.’ He conveniently forgot that he is the role model for our daughter.”

Mina asked, “When is the court date? I can go with you.” Vaisha replied, “Oh! It was yesterday. It was so embarrassing to stand in front of a judge and face those accusing eyes. But my teenager was in her own unwary world. As a punishment, she cannot drive for several months – – that means I am tied to her for transportation. Ha! I get punished for not raising her right.” Her eyes welled up again with frustration. Tani and Seema put their arms on Vaisha’s shoulder. Mina said, “Flowers for a chauffeur Mama.” That brought a smile to her sad face.

On a hot summer day, Seema called and said, “I got a call from Tani’s husband, Mikey. Tani has disappeared from home, and he has no idea where to look. And Mikey added, ‘I have given up and I don’t care.’ Can we meet soon at our secret place?”  They all rushed to the lake.

Tani was sitting on the bench, sobbing. They rushed to her and gave her a group hug. Slowly Tani was calm enough to share what was bothering her. She said, “Lately, Mikey spends more time away from home…just work, work. Today, I had prepared pasta for lunch and was set to please him with my gourmet touch. He said…he would be home in ten minutes. That irresponsible idiot showed up after forty minutes. I was fuming inside. The pasta was ready on the table. As soon he put the pasta in his mouth, in his wise-guy style, he said, “It is cold.” I got up from my chair, lifted up his plate, and dumped it in front of him on the placemat. Some sauce splattered on his clothes. I ran into my bedroom and locked it while he screamed after me. After about fifteen minutes, I came out of the bedroom, picked up my purse with keys, and walked out of the house without looking at him. It is impossible to tolerate him.” Her friends were speechless for a while. Each friend was thinking about how to resolve this complex issue. They knew that Tani and Mikey were right for each other; actually, no other partner would be suitable to handle these temperamental individuals.

Seema gently addressed Tani, “You honestly ask yourself, if you love Mikey? If the answer is “Yes,” you do everything possible to have harmony between you two. Be less self-centered and think more about him. When you start complaining, remember that everyone has flaws. Bring out the best in your spouse.” Tani was mesmerized by Seema’s wisdom. She had a revelation and clear view of her own behavior.

Tani called Mikey to let him know that she was okay. They spent some time talking and understanding each other’s views and the unbreakable chain of action-reaction in dealing with spouses, where ego plays a major role.

The women took a stroll by the lake under the warm shade of the oak trees. The sun was sharing its energy to remove the gloomy clouds. They realized the serene sense of gratitude for these friends and their own good lives. There was peace and joy within their hearts.

They all came back to the gazebo and quietly sat down. Vaisha murmured, “This is as good a time as any to get in touch with ourselves.” Without a word, they closed their eyes and deep OMAKARA resonated, enveloping them.

Mina wasn’t sure about bringing up a subject of her own, but she did anyway. “Hey girls, I have a small problem, which may manifest into a big one.”

The friends were startled by the sound of it. Mina continued. “My hubby, Sataar, wants to move back to Chicago. He is tired of this heat in Texas.” Mina, a 32-year-old Bihari girl, went to Delhi to study Hindustani Classical music. While there, Mina fell in love and married a Punjabi man named Sataar Singh. They arrived in Chicago and from there they had moved to Texas.

Tani said impatiently, “What’s wrong with him? Austin is a beautiful place.” Tani could not tolerate the thought of Mina moving away.

“Sataar thinks that my interest in Music is an addiction and he feels ignored. I don’t like to admit that we are leading two separate lives under one roof. We need some change, but no one is willing to bring up a complicated subject; like children.”  

“It is time that you take your own advice, and open up.”

Mina gave her assurance to do her best to put this idea of his to rest.             

Energized Mina entered her home  and found Sataar in his study. She ran to him smiling and hugged him tight. He enjoyed the affection and attention.

Mina said, “Come, I want to talk to you. I haven’t told you lately how important you are in my life. I feel so alive and happy with you, and I want your child to make our life richer. When you supported my desire to move here, I did experience your love
for me. In this turmoil of achievements, we must not forget the focal point of our lives, you and me. I love you.”

The next morning Mina sent out this email to her dear friends:

The delicate dew rested on the petals.
     Rising with hope while all doubts settle.
     The assent of fragrance in bosom of breeze,
      lingers to greet  precious moment we seize.
      ——–  SaryuParikh@yahoo.com

DKP

મન મુકીને…સરયૂ પરીખ

મન મુકીને…
   મારે    મન    મુકીને    હસવું    છે.
      મારે    દિલ    ખોલીને    રડવું   છે.

મન   મંદિરના    મધુ    ઝણકારે,

વિશુ વિશ્વ ૐના    રણકારે
આછી     આહટના    પગ    તાલે,
કોઈ   ભીની   આંખને    અણસારે,
    મારે    મન   મુકીને     હસવું    છે.
         મારે     દિલ     ખોલીને    રડવું  છે.
                                  
સૂનમૂન    બેઠેલા    બાળક    ને,
 કોઈ    કોમળ    ફૂલના   ચાહકને,
                           અનાથ       પંગુના       પાલકને,
                            થામીને        કલેજે       માશુકને,
                                        મારે    મન   મુકીને   હસવું      છે.
                                        મારે    દિલ    ખોલીને   રડવું    છે.

—— સરયૂ પરીખ. SaryuParikh@yahoo.com
Saryu

Her Second Home

Her second home…

Grandma’s house, another home of my childhood.
       They tell me tales, when I used to play,
once in a while all alone.
Grandpa wondered,
“What is she thinking, playing there all alone?”

Those were the days of small sweet queries,
  Grandma would call and I reappeared,
    With hugs and kisses the gloom disappeared. . .

As a troubled teenager, I entered their home,
The sobs wouldn’t stop, some boy had hurt.
“Grandma! Please, just let me be alone.”
In the secluded space, I knew, I wasn’t alone. . .

Today, the sad young woman opens the door,
There is no smiling faces, no welcoming arms.
The deafening quiet pours through her eyes.
“Please grandma! Don’t leave me alone.
 In the whole wild world, I am lonesome now.”  

A peaceful hush in Grandma’s house. . .
—— Saryu Parikh


જગદીપ વિરાણી.

જગદીપભાઈ વિરાણી.
સપ્તકલા, દિવાનપરા રોડ, એટલે જગદીપ વિરાણીની સર્જનાત્મકતાનું સરનામું અને ભાવનગરમાં કલાનું ઉદ્દગમસ્થાન.

1958માં ભાવનગર શહેરમાં એક ગૌરવપ્રદ ઘટના બનેલી. ફિલ્મોનો જમાનો તેના ઉચ્ચતમ સ્તર પર હતો અને દેશી નાટક સમાજનાં નાટકો પ્રચલિત હતાં, તેવા સમયે ભાવનગરમાં એક અનૂઠો પ્રયોગ કરવામાં આવેલો અને તે ગીત સંગીતથી બનેલ નૃત્ય નાટિકાનો. તેના પ્રણેતા અને સર્જનકાર હતા અસામાન્ય કૌવત અને નૈસર્ગિક પ્રતિભા ધરાવતા જગદીપ વિરાણી. જગદીપ વિરાણી વિષે ખૂબ લખાયું છે અને 1950થી 1956 સુધીના સમયમાં તે પોતાની કલાની શ્રેષ્ઠતમ કક્ષાએ છવાઈ ગયા હતા. કારણ ફક્ત એટલું જ કે સંગીત, ચિત્ર, કવિતા, લેખન જેવાં જે કોઈ કળાના અંગો છે તે સર્વે જગદીપ વિરાણીને એકસાથે પ્રાપ્ય હતા.

મૂળ માણસ તો ઈજનેરી લાઈનનો અને તેમાં ય ઈલેક્ટ્રીકલ એંજિનિયર પણ હ્રદય તો જુદી દિશામાં ધડકતું હતું અને તે વિવિધ કળાઓની દિશામાં. એક અસામાન્ય કૌવત અને હીર ધરાવતી વ્યક્તિઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને કાં તો માતા-પિતા અથવા શિક્ષકો પારખી જતાં હોય છે. આવું જ કંઈક ભાવનગરનું ગૌરવ ગણાતા જગદીપ વિરાણીની બાબતમાં હતું.

1953ની સાલમાં જગદીપભાઈએ બાર્ટન લાઈબ્રેરી સામેના એક બહુમાળી મકાનના સૌથી ઉપરના મજલા ઉપર ભાવનગરની પ્રથમ કલા સંસ્થા ‘સપ્તકલા’ શરૂ કરી હતી. આ મજલાના ત્રણ ઓરડામાં અલગ અલગ કલાવિષયક પ્રવૃતિ ચાલે અને બધી જ  પ્રવૃત્તિઓના સંચાલક જગદીપ વિરાણી.

જગદીપભાઈની કલા પ્રત્યેની સૂઝ જન્મજાત હતી અને પછી તેમાં અનુભવોનો નિચોડ આવ્યો. શબ્દો તેના પરથી ગીત અને પછી તેમાં સંગીત ઉમેરી એક ભાવપૂર્ણ રચના તૈયાર કરતા. ગીત-સંગીતનાં નિપુણ જગદીપભાઈ જે ગીત લખતાં તેનું નોટેશન પણ સાથે જ લખતા. આમ દીર્ઘદૃષ્ટિથી ભવિષ્યની આવનારી પેઢીને અણસાર મળી રહે છે કે આ ગીત આવી રીતે લખાયું છે અને આ રીતે ગાવાનું છે. ગુજરાતી ભાષામાં હજારો ગીતો લખાયાં પણ આવો નોટેશનવાળો પ્રયોગ કરનારા જગદીપભાઈ સૌ પહેલા કવિ હતા.

જગદીપ વિરાણીની કલાકાર તરીકેની વિશેષતા એ હતી  કે તેઓ માત્ર કવિ કે સંગીતકાર નહોતા, પણ બધી જ કલાઓ એમને સુસાધ્ય હતી. આપણા કલા ઇતિહાસમાં એ એક વિરલ ઘટના છે. પ્રત્યેક લલિત કલા વર્ષોની અખંડ સાધના માગી લે છે અને તેમણે બહુ નાની ઉમરમાં પણ ઘણો શ્રમ ઉઠાવીને આ કલા સિદ્ધિઓ મેળવી હતી. એમની કવિતામાં ગેયતાનો સુંદર સુમેળ કાવ્યત્વ પ્રત્યે થયો છે. શબ્દોને અનુરૂપ સ્વરરચના જે એમના ગીતોમાં  થઈ છે તેવી બહુ ઓછા ગીતોમાં થઈ હશે. ‘વા-વા વંટોળિયા’ જેવા એમના ગીત સાંભળતાં ભાવકનું હૃદય મુગ્ધ બને છે.

વાયરા વન વગડામાં વા-વા વંટોળિયા વાતા’તાં; અમે વગડા વીંધતા જાતાતાં વા-વા વંટોળિયા…

ગાડાં દોડે ઘુઘરા બોલે બળદ તણાં શીંગડા ડોલે, એક સાથ સાથ અમે ગાતાતાં વા-વા વંટોળિયા….

એમના ગીતોમાં ચિત્રાત્મક શૈલી તરી આવે છે તો એમની કવિતાનું શબ્દ લાલિત્ય અનેરું છે. એમની શબ્દોની પસંદગી જ એવી હોય છે કે જેમાંથી સ્વયં સંગીત ઉદ્દભવે. ‘કાઠિયાવાડી’નાં બાળગીતોમાં પણ કેટલી બધી સ્વાભાવિકતા છે.

“અમે તો કાઠિયાવાડી રે… ચોયણા પહેર્યાં, કડિયા પહેર્યાં, કમરૂ બાંધી, કડિયાળી ડાંગો લઇ હાલ્યા રે”

પણ આજે જે વાત કરવી છે તે ભાવનગરના દિવાનપરાના એક બહુમાળી મકાનમાંથી જગદીપ વિરાણીએ કેવી રીતે ગુજરાતી ભાષાની પ્રથમ નૃત્ય નાટિકાનું સર્જન કર્યું અને તેને કેવી રીતે આખરી ઓપ આપ્યો અને ભાવનગરમાં વિવિધ કલાનાં પગરણ કેવી રીતે મંડાયા અને તેમાં સપ્તકલા અને દિવાનપરા રોડનો શું હિસ્સો હતો તે બહુ રસપ્રદ છે.  ગુજરાતી ભાષામાં કાવ્યો, ગીતો, વાર્તાઓ, નવલકથાઓ, નાટકો, નિબંધો અને વાંચવા યોગ્ય એવું સાહિત્ય બહુ લખાયું છે પણ સંગીતને સાંકળી લઈ નૃત્ય નાટિકા ક્ષેત્રે બહુ ખેડાણ થયું નથી. આશા પારેખે અને યોગેંદ્ર દેસાઈએ આ દિશામાં 1980 પછી પ્રયોગ કર્યો હતો પણ તે પહેલા એટલે કે 1958માં જગદીપ વિરાણીએ ‘પ્રકાશ-છાયા’ નામની નૃત્ય નાટિકા લખી હતી અને તેને પોતાની આગવી રીતે તૈયાર કરી હતી.

જગદીપભાઈએ તેમના જીવનની અદ્ભૂત રચના એવી ‘પ્રકાશ-છાયા’ નૃત્ય નાટિકાનું સર્જન તો કર્યું પણ તેને અંતમાં મઠારી ન શક્યા. 1956માં જગદીપભાઈના અચાનક અવસાન બાદ જગદીપભાઈની ગેરહાજરીમાં તેમના ભાઈઓ અને મિત્રોએ તેને આખરી ઓપ આપી જગદીપભાઈનું સપનું પૂર્ણ કર્યું હતું. 1958માં ક્રેસન્ટ સર્કલ પાસે આવેલી દોલત અનંત વળીય સ્કૂલના હોલમાં આ નૃત્ય નાટિકા ભજવવાનું નક્કી થયું. આ નૃત્ય નાટિકા ગુજરાત અને ગુજરાતી ભાષા માટે એક અણમોલ કૃતિ હતી અને નાટ્યક્ષેત્રે એક નવો ચીલો પાડનાર પગલું હતું, તેથી તેને ભજવવામાં જે મુશ્કેલીઓ આવે તેને નિવારવા આ નાટિકાને અગાઉથી જ રેકોર્ડ કરી લેવામાં આવી હતી.

ભાવનગરમાં એ વર્ષોમાં માત્ર એક સ્પૂલવાળું એક જ ટેપ રેકોર્ડર હતું અને રેકોર્ડીંગ સ્ટુડિયો કે ફ્લોરની સગવડતા ન હોવાથી આ  રેકોર્ડીંગમાં વાહનો કે અન્ય કોઈ અવાજ ન આવી જાય તે માટે મોડી રાત્રે રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને એક જ બેઠકમાં એક જ માઈક વડે અને કોઈ પણ પ્રકારના એડિટિંગ વિના આ ‘પ્રકાશ અને છાયા’ નૃત્ય નાટિકા  રેકોર્ડ કરવામાં આવી હતી અને જે જગદીપ વિરાણીના માનસ સંતાન તરીકે સફળતાપૂર્વક ભજવવામાં આવી હતી.

એરોડ્રોમ રોડ ઉપરના એક બંગલામાં આ નાટિકાએ જન્મ લીધો હતો અને ત્યાં જ રેકોર્ડ કરવામાં આવી હતી. જે લગભગ 35 મિનિટની હતી. જગદીપ વિરાણીએ નાટિકાના શબ્દો, તેનો કાવ્ય દેહ અને સંગીત તૈયાર કર્યાં હતાં. નાટિકાના કલાકારો હતા નિલીમા બાપટ, તૃપ્તિ ઓઝા, સોહિણી વિરાણી અને શોભના ઓઝા. નાટિકાની કથા વસ્તુ અને આખી ય ઉદ્દઘોષણા સમજાવી હતી હસમુખ વિરાણી અને સુમન કાણેએ. આ  ઉદ્દઘોષણાથી લોકોને નૃત્ય નાટિકાનો અર્થ પામવામાં ખૂબ સરળતા રહી હતી. નાટિકાના ગાયક વૃંદમાં નયનાબહેન મહેતા, દેવાંગના ભટ્ટ, પિનાકીન મહેતા અને જગદીપ વિરાણીના ભાઈ જયશ્રીકાંત હતા.

નાટિકામાં જે સમૂહગીત હતાં તેની ગાયિકીમાં ભાર્ગવ પંડ્યા, સુમન કાણે અને પ્રમોદ ભટ્ટ હતાં. આ આખી ય નૃત્ય નાટિકાનું રેકોર્ડેંગ નરેન્દ્ર કાણેએ કર્યું હતું. નરેંદ્ર કાણે એટલે  ભાવનગરના દરિયામાં મીઠા પાણીનાં કલ્પસર પ્રોજેક્ટની કલ્પના કરનાર ડૉ. અનિલ કાણેના મોટાભાઈ અને તેમના પિતા ડો. કાણે ભાવનગરના રાજદરબાર સાથે સંકળાયેલા હતા. આજે પણ નરેંદ્ર કાણે 86 વર્ષની ઉંમરે અડીખમ છે અને અમદાવાદમાં સ્થાયી થયા છે.

રેકોર્ડીંગને જે સાઉંડ ઈફેક્ટ આપવામાં આવી હતી, તે પુનિત વૈદ્ય અને ભરત પંડ્યાએ આપી હતી. આ પ્રકાશ અને છાયા નૃત્ય નાટિકામાં વાદ્યોનું સંચાલન ખંજરી ઉપર પ્રમોદ ભટ્ટ, મેંડોલીન ચિતરંજન ભટ્ટ, કાષ્ટ તરંગ મહેશ (મુનિભાઈ) મહેતા, તબલા પંકજ ભટ્ટ, ઢોલક ઉપેંદ્ર ભટ્ટ, દિલરુબા ઈંદુભાઈ પંડ્યા, સિતાર પુનિત વૈદ્ય, બંસરી જયંત ભટ્ટ અને હારમોનિયમ અને એકોર્ડિયન પર ભાર્ગવ પંડ્યા હતાં. 1958માં આ બધાં જ કલાકારો 22થી 28 વર્ષના હશે એટલે આજે એંસીને પાર કરી પ્રપૌત્રોને રમાડી તે સમયને વાગોળતા હશે.

આ નૃત્ય નાટિકાએ ભાવનગરમાં કલાના અનેક દરવાજા ખોલી આપ્યા હતા કારણ કે તેમાં ગીત, સંગીત, અભિનય બધું જ હતું. નૃત્ય નાટિકા સાથે સંકળાયેલ કલાકારો એ કલાના ક્ષેત્રમાં તો પોતાનું ઘડતર કર્યું, પણ આવનારી પેઢી માટે એક નવો રસ્તો ખોલી આપ્યો, અને પરિણામે, ભાવનગર વિવિધ કલાઓના માધ્યમથી ધબકવા લાગ્યું. —-

જગદીપભાઈ વિરાણી અને સપ્તકલા. ‘અશ્વિનભાઈ, તમે આ લેખ મોકલીને મને મારા છઠ્ઠા ધોરણના ક્લાસમાં લઈ ગયાં. ૧૯૫૬, અમારાં વહાલાં શિક્ષક યોગેશ્વરીબહેને ખૂબ કરુણતા સાથે જણાવ્યું કે જગદીપભાઈનું અવસાન થયું. એ સમયે તો બહુ સમજણ ન હતી, પણ પછીનાં વર્ષોમાં તેમની ગેરહાજરીનું દુઃખઅનેક પ્રસંગે જોયું. વિલિયમભાઈ, નૈનીભાઈ અને પરિવાર સાથે ઘણો સમય ગીતોની પ્રેક્ટીસ માટે વિતાવ્યો. સખી સોહિણી છેલ્લે વડોદરામાં ૨૦૧૭માં મુનિભાઈના ૭૫માં જન્મદિવસે સાથે હતી. ચોપડી લખાય તેટલી યાદો સપ્તકલા સાથે છે.’ − સરયૂ મહેતા-પરીખ

° ઉપર્યુક્ત લેખ એક મિત્ર દ્વારા મળ્યો હતો. ઓપિનિઅન મેગેઝિનમાં ૨/૨૦૨૪ વિપુલભાઈ કલ્યાણી પ્રકાશિત.
− સરયૂ મહેતા-પરીખ. e.mail : saryuparikh@yahoo.com

કવિ નાથાલાલ દવે. સ્મરણ લેખ. સરયૂ પરીખ.

ઓપિનિયન મેગઝિનમાં કવિ નાથાલાલ દવેના લેખને આમંત્રણ આપવા માટે શ્રી વિપુલ કલ્યાણીનો આભાર. સરયૂ પરીખ.

મામા કવિ નાથાલાલ દવે.

A Letter follows. એક પત્ર આવે છે…

A letter follows.                                                            Saryu Parikh

“Happy birthday, sister.” Her brother Ronak and his bride Mina, surprised Sona with a silk sari. It was Sona’s 23rd birthday. At this age, Sona was torn between her studies and settling down. She wanted to take full advantage of her scholarship and finish her Ph.D. in her city in Gujarat state, India. Sona also knew the importance of finding the right partner at the right age. She had met some good candidates, but she wondered why she just could not make a decision.

“Sona! Here is a letter from our friend, Rima. You read it and let me know,” Ronak said and turned to his bride. “Rima’s family lived in this city but moved away four years ago. Rima is suggesting Sona meet her brother, Mohan.”

Rima’s letter said, “Dear Ronakbhai, my brother Mohan has just started working as an engineer in the USA. He has plans to come to India next month and wants to get married. You have met him before and know that he was a top student and a gentleman. He is interested in art, music, photography, and literature. I ran into beautiful Sona at the university a few months ago, and I think she could be a good match for my brother. Though Sona and Mohan have not met before, they know about each other and our families. Please talk to Sona and let me know if she would like to pursue this idea. I am enclosing Mohan’s picture, and you may do the same if you like. Sincerely, Rima.”

Sona carefully read the letter and looked at the picture. She had heard Mohan’s success stories from Ronak. Her excitement was followed by confusion and worry. ‘Mohan is in America…do I want to move so…far away?’ Sona was ready for any adventure, but leaving her small family, especially her mother, was a big negative point. She showed Rima’s letter to her mother and they all decided that at least a meeting should be arranged. “Should we ask Papa before inviting Mohan?” Mina asked.

“Let’s meet Mohan first, and see how Sona feels! Papa had met Rima and her father once when they had stopped by our house. Papa seemed to admire their family,” Ronak said. “I would like Raj Uncle’s support.” And he went to talk to his mom’s brother, Raj.

Ten days after Mohan’s arrival in India, he came to visit Sona. Rima had told Ronak that Mohan had already met two girls highly recommended by their relatives, and was being gently pressured to select one.

Ronak, Sona, mom and Rajuncle went to see Mohan at his hotel. Sona had prepared herself to observe this stranger as objectively as she possibly could. Since childhood, Sona had participated in sports and cultural activities with boys. But, in Mohan’s presence…she was flustered. After a short visit, they invited Mohan to go with them to Sona’s house for breakfast. After a couple of hours, before leaving, Mohan asked Sona, “What is your plan for today? I have to meet a friend for lunch.”

“I will be at the Research Institute. If you can come there in the early afternoon?”  With a smile he agreed. As soon as Mohan closed the gate behind him, Sona turned to her mother. “Mom, what do you think?” 

“I was listening…not a single improper word came out of his mouth. He seems trustworthy and dependable.” Mom said as if she was talking to herself. “Your father will be home soon from work – let’s wait in the kitchen,” and she left with Mina. Rajuncle gave an approving smile and a hug to Sona. Nervous and excited, Sona got dressed in a simple sari, picked up her lunchbox and hurried to her lab on her scooter.

Her lab project and guide’s instructions were swirling around in her preoccupied mind while she eagerly waited for the phone to ring. Finally, the receptionist called to announce Mohan’s arrival.  When she went down to meet him, the receptionist Rita – Sona’s so-called friend – seemed very nosy, saying that  she knew Mohan, and was clearly wondering why he was there. Without much explanation, Mohan and Sona left together with Rita looking curiously after them.

On the bus-ride and in the restaurant, Sona realized that it was easy to talk with him. They talked about education, different hobbies, and the importance of art in daily life. Sona told Mohan that she had learned vocal music at a younger age and currently she was learning to play the sitar. Mohan said, “This might make you laugh, but in one sitar concert, I saw this man who was very much in tune to listening, while his wife was dozing off. At that time, I decided that I would not choose a life partner who is not interested in music.”

One question made her aware of the huge adjustment she would face if she were to marry him. Mohan asked, “Would you be able to adjust in America?  In that new, unfamiliar society?”

Sona said, “I will have to think about this.” In the evening Mohan dropped off Sona at her house and went to meet some old friends. Sona told her brother that Mohan seemed like a good person and she had taken the next afternoon off to show him some rare paintings in the Gallery. Sona rushed to talk with her best friend.

Priya demanded, “Tell me all the details.” With joyful giggles, Sona talked about the many things she liked about Mohan. At the end of their visit, Priya asked, “Hey, tomorrow my sister and I are  going to the morning show of an English movie, do you want to come?”

“I can’t. I have to finish some work in the morning at the lab while Mohan is visiting his school teacher. We will spend the whole afternoon together.” Sona did not try to hide her smile.

The next day, Sona and Mohan had long, easy conversation, talking about their lives and pasts. Mohan wanted to see his old home, so Sona enjoyed a long walk with him. Everything seemed to be falling into place.

In this hazy evening, I walk with him.
Will it be for this hour or for life?!!

Twilight was setting when Sona and Mohan were passing by Priya’s house. They heard a  gleeful voice, “Hello! Who is walking away with my best friend without meeting me?”

They both stopped, and Sona introduced Mohan to Priya. She greeted Mohan cheerfully but during the conversation, Priya was intently looking at Mohan’s face. Sona noticed that Priya’s eyes were not smiling when they said their good-byes.

When Sona and Mohan returned home, her father was sitting on the swing. The difficult question was how to introduce Mohan to their father. If introduced as Ronak’s friend, their father may get mad at Ronak for starting this prelude with a lower-caste candidate, so Mohan was introduced as Rima’s brother. After supper,  Ronak and Sona walked out with Mohan to accompany him to his hotel.

Ronak said, “We will talk to papa and let you know. You also discuss with your family and see which way destiny takes this prologue.” At the hotel Ronak went to the front desk, giving them some privacy.

“I have made my decision. You let me know…” and Sona’s face turned pink with a nervous smile. Mohan gently held her hand and with a warm squeeze nodded his head. They both kept on gazing into each other’s eyes, saying ‘so long…until we meet again.’

The next morning, Father and Ronak were reading the newspaper in the living room. Their mother came in and started the conversation. “Sona is considering getting married to Mohan…” Sona and Mina were listening from behind the door, as their orthodox father stated, “Lower cast family, right? I have a hard time accepting that…”

“But Papa! He comes from a very good family, and he is highly educated.” Ronak said.

“I think he is a good person. The problem is, he lives in the USA. So far away…” Mother said with a sigh. Sona came out and joined the conversation. “Mohan thinks he will come back and settle in India within three years.” 

“It looks like you all are in this scheme together. Do whatever seems right.” That meant he liked Mohan. They were happy to get Papa’s approval.

Sona called Priya to share her news. Priya responded calmly and said, “I will come to your cafeteria to have lunch with you.”

At the lunch table Sona said, “I am so glad you came. I have many things to tell you.”

“Let me start first. Maybe it was nothing, but I felt that you should know about this. Yesterday at the movies, I saw Mohan sitting next to Maya. In the dark I couldn’t see more, but they were sitting close and he was talking a lot to Maya before the movie started. At that time, I thought this good-looking guy could be Maya’s fiancé. But yesterday evening when I met Mohan, I realized that it was him.

“Your classmate Maya?  Didn’t she get engaged two months ago?” Sona asked.

A voice chirped, “Yes, but Maya broke off the engagement.” They saw Rita sitting further down at the table. “A few years ago, we lived in the same neighborhood. I had seen Maya, Mohan and gang playing together and had seen them going to each other’s houses often.”

Rita opened her lunchbox and started to eat while Sona and Priya stared at each other. Rita continued, “Oh! Mohan and Maya must have planned a secret rendezvous.”

After that, it was impossible for Sona to sit there anymore. She signaled to Priya and they both excused themselves from the table. A storm of doubt hit her suddenly.

“Mohan told me that he is going to meet his aged middle school teacher. How did he end up in the theater with Maya?” Priya had no answers for Sona.

One doubt distorted her entire image of Mohan. Sona re-evaluated all his statements. Sona agonized, “Oh, why does this one bit of news fill my mind with doubts…and hurt my heart?”

She swallowed her confusion, and shared the disturbing information with Ronak. “Mohan lied to me. He said he was going to see his teacher.  Instead, he went to the theater with Maya.” She tried her best to hold back tears. “I will say ‘NO’ to him. I cannot talk to him. So, I will write a letter.”

Ronak could not say anything. Sona was confused about what to write! So, Ronak suggested saying ‘I do not have the inclination to choose you.’ The letter was drafted and sent to Mohan. As per their uncle’s advice, they tried to go about the entire weekend as if nothing had happened.

Monday morning, Sona walked into the office at her usual time. She said hello to Rita when the phone rang. Rita called out, “Sona, stop! There is an urgent call from a man.” Sona hurriedly turned around and picked up the phone. Upon hearing Mohan’s voice, she nodded ‘it is okay’ to Rita. Sona felt relieved when Rita picked up her coffee mug and walked away.

“Hello…” followed by silence.

Mohan said, “I received your letter. Those few lines do not explain how and why? When I last left you, I thought you were sure you liked me. And now, I read these words, which break my heart. What is the reason behind this? I think I deserve to know.” Hearing his emotional voice, Sona felt like crying. But she decided to be strong and straight forward.

“I realized that you had come to meet Maya. You were dishonest. You said you were going to see your teacher and where did you go?” Before she said anything more in anger, Sona hung up the phone.

The following days were miserable for her. Her parents wondered, “Why she burst out crying without any big reason? Well, it is hard to know what this generation thinks!”

Three days later, a letter arrived from Mohan. Sona opened it with a trembling hand. It was a long letter with beautiful handwriting. As Sona started to read, the world around her was lost in oblivion.

Mohan wrote, “I went to my teacher Chiman sir’s  house around ten in the morning. His wife said he had gone out and would return by noon. I had a couple of hours to kill. So, I went to the theater. There, I ran into our old neighbors, Maya and her mother. Her mother and my mother were good friends, and I sat with them to answer her mom’s questions. After the movie, I went to see my teacher.” Overwhelmed with disbelief, Sona could not continue reading.

His every word sounded honest to Ronak, but he did not want to be hasty…this was about his sister’s life. One evening Ronak saw Chiman sir and his wife walking by their house. Ronak went out and invited them in.

Their parents and Sona joined in the conversation. Ronak asked, “Do you remember a student named Mohan?”

“Oh! Yes. As a matter of fact, about a week ago he was in town and came to see me.” Chiman sir said as his wife added, “Mohan came in the morning, but sir wasn’t home. Such a good and humble student. Mohan returned in a couple of hours to visit. He presented a big check to him before he left.”

Sona was flabbergasted, ‘Oh! Mohan was telling the truth. How stupid of me to jump to conclusions!” She went to read the rest of Mohan’s letter. “I am very clear in my thoughts. I tell you why I like you. Your simple beauty, easy smile and confidence impressed me from the beginning. Your friendly attitude toward all reflects a pleasant aura around you. A life journey with you could be interesting.

The soothing sound of the gentle voice,
And the pink, soft smile of a lovely face.
Makes my soul bird sing in an accord
with someone I have come to know.

Waiting for your reply with dreams and desires. Mohan.”

And soon, she rushed out to send a telegram. Which said… “THINKING POSITIVELY. A LETTER FOLLOWS.”

That was that…five decades ago. Now, Sona and Mohan’s son teases them…A letter follows.
———-  Saryu Parikh.

The Choice Marriage

He  was  a  good  catch; kin arranged for a match.
My mother liked him better, said love would come later.

I let him know my voice and then I made my choice.
He showed interest in me; he and I became one, we.

The uphill journey launched with a stranger by my side.
The seven steps in the sky, our future was open wide.

A strong shoulder to lean on, the dance of life continued on. 
Kept hearts and home humming through test of time went on.
         ————Saryu Parikh  

પત્ર આવે છે…          લે. સરયૂ પરીખ.                                 512-712-5170 Austin.Tx.

“જન્મદિવસની શુભેચ્છા બહેના અને આ સાડીની ભેટ.” રોહન અને તેની નવેલી દુલ્હન મીનાએ સોનાને ચમકાવી દીધી.

“મારા વ્હાલા ભાભી ને ભાઈ, આભાર…અને આ સિલ્ક સાડી માટે ડબલ આભાર.” સોના બન્નેને વળગી પડી. સોનાનો ૨૩મો જન્મદિવસ ઉમંગભર્યો ઉજવાઈ રહ્યો હતો. સોનાને સમય સરી જાય તે પહેલા યોગ્ય જીવનસાથી શોધવાની આકાંક્ષા તેમજ, મળેલી સ્કોલરશીપનું મહત્વ સમજી Ph.D. પૂરું કરવાની ધગશ હતી. માગા આવતા પણ પસંદ નહોતા પડતા. સોના મનમાં જ મલકાઈને કહેતી, ”ઓરે મન, ધીરજ ધર..કોઈક તો તારા માટે ઉંધે માથે તપ કરતો હશે ને?”

“સોના! આ એક પત્ર રીમાએ તેના ભાઈ મોહન વિશે મોકલ્યો છે, વાંચી લે પછી વાત કરીએ.” રોનક મીના તરફ ફરીને બોલ્યો, “રીમાનુ કુટુંબ અહીં હતું, છેલ્લા ચાર વર્ષથી રાજધાનીમાં સ્થળાંતર કર્યું છે. જોકે, મોહન ઘણા વર્ષોથી અભ્યાસાર્થે બહાર જ છે.”

સોના કહે, “હું લોકનૃત્ય હરિફાઈમાં ગઈ હતી ત્યારે રીમા અને તેના માતા-પિતાને મળેલી.”

સોનાએ આતુરતાથી પત્ર વાંચવાનું શરૂ કર્યું. “રોનકભાઈ, મજામાં હશો. તમને મારા ભાઈ મોહનનો બરાબર પરિચય છે. અમેરિકામાં અભ્યાસ પુરો કર્યા પછી એન્જિનિયર તરિકે એકાદ વર્ષથી સારી નોકરી કરે છે. મહિના પછી ભારત આવવાનો છે અને લગ્ન કરવાનો આશય છે. મોહનને સંગીત, સાહિત્ય અને ફોટોગ્રાફીમાં ઊંડો રસ છે. બે મહિના પહેલાં, સોનાને ઓચિંતાના અહીં એક કાર્યક્રમમાં અમે મળી ગયાં હતાં. અમને લાગે છે કે મોહન અને સોનાની જોડી સારી બનશે. આ બાબત વધુ વાત કરવી હોય તો જણાવશો. મોહનનો ફોટો મોકલું છું. રસ હોય તો તમે પણ સોનાનો ફોટો મોકલશો. સસ્નેહ, રીમા.”

સોનાના મનમાં ખુશી અને વ્યગ્રતાના ભાવ ઊમટ્યાં. “અરે, હું તો એને ઓળખતી નથી. તે ઉપરાંત પરદેશવાસીનો શું ભરોસો! પણ, સાંભળ્યું છે કે બહુ તેજસ્વી છે.” લાવણ્યમયી સોનાને ‘ફોટોગ્રાફીમાં રસ’ તરફ ખાસ ધ્યાન ખેંચાયું. સોનાની હા મળતા, મમ્મી અને નજીકમાં રહેતા રાજમામાના હકારાત્મક અભિપ્રાયના આધારે, ‘મોહન મળવા આવે’ તેવો સંદેશો રોનકે મોકલી આપ્યો.

મીનાએ સવાલ કર્યો, “પાપાને નથી કહેવાનું?” રોનક કહે, “એક વખત નક્કી થાય પછી કહેશું. મોહન દેશમાં આવ્યા પછી દસેક દિવસમાં મળવા આવ્યો. સવારમાં સોના, રોનક, મમ્મી અને રાજમામા તેને મળવાં હોટેલમાં ગયાં. મોહનને તટસ્થ ભાવે આંકવાની ગાંઠ વાળી હતી, પણ મોહનને જોતા સોના લાગણીના તણાવમાં ગુંચવાઈ ગઈ. થોડી વાતચીત પછી મોહન તેમની સાથે ચા-નાસ્તા માટે ઘરે આવ્યો. એકાદ કલાક પછી મોહને જતા પહેલા સોનાને પૂછ્યું, “તમે ક્યારે મળી શકશો? હું હમણાં જૂના મિત્રોને મળવા જવાનો છું.”

“મારી લેબોરેટરી પર લંચ પછી આવી શકો?” અને મોહને હસીને હા પાડી. દરવાજો બંધ થતાં જ…”મમ્મી! તમને મોહનની કેવી છાપ પડી?”

“હું ધ્યાનથી સાંભળતી હતી. બે કલાકમાં એકેય અયોગ્ય શબ્દ એના મોઢેથી નથી નીકળ્યો. વિશ્વાસપાત્ર અને પ્રમાણિક યુવક લાગે છે.” મમ્મી પોતાની સાથે વાત કરતી હોય તેમ બોલી. “ચાલ મીના, તારા પાપા હમણાં આવશે.’ અને તેઓ રસોડામાં ગયાં. સોના પોતાનું લંચબોક્સ લઈ ઉતાવળી સ્કૂટર લઈ ઓફિસ જવા નીકળી. કામમાં અને ગાઈડની વાતો વચ્ચે તેના કાન ફોનની ઘંટડી સાંભળવા ઉત્સુક હતા. અંતે મોહન આવી ગયાની ખબર મળતા સોના નીચે આવી. રિસેપ્શનિસ્ટ રીટા, હરખાઈને બોલી, “મોહન અમારાં જૂના પાડોશી, એમને હું ઓળખું છું.” સોના મોહન વધુ ગપશપ કરવાની તક આપ્યા વગર ચાલ્યાં ગાયાં. રીટા તેમની પાછળ તાકતી રહી.

બસમાં અને રેસ્ટોરન્ટમાં સરળતાથી થતી વાતચીતમાં સોના બોલી કે, “નાનપણમાં ગાયન સંગીત શીખી હતી. પછી ઈન્ટર સાયન્સ જેવા અગત્યના વર્ષે લેબોરેટરીનું કામ ઝટ પતાવી, સીતાર શીખવા પાંચ વાગ્યાના ક્લાસમાં દોડતી. એ મુર્ખામીને કારણે મેડિકલ કોલેજના પ્રવેશમાં એક ટકો ઓછો પડ્યો. જોકે પછીના વર્ષમાં મનભર ઈતર પ્રવૃત્તિઓ કરી.”

“હાં, તમે સમય અને સંયોગોનો કલ્પનાશીલ લાભકારી ઉપયોગ કરી બતાવ્યો.” જાણે તેની દરેક વાતથી ખુશ થતો મોહન આગળ વાત કરતા હસી પડ્યો, ”મને સંગીત, અને કેવી જીવનસાથી જોઈએ એ ખ્યાલનો ઉઘાડ કાર્નેગી હોલમાં થયો. એક વખત સંગીતના કાર્યક્રમમાં, એક પતિ તલ્લીન થઈને સાંભળતો હતો અને પત્ની રસ વગર ઝોકા ખાતી હતી. ત્યારે મેં નક્કી કરી લીધું કે સંગીતમાં રસ ન હોય તેવી સંગિની સાથે મારો મેળ નહીં પડે.”

સાંજે સોના ઘરમાં દાખલ થઈ ત્યારે તેના ચહેરા પર ‘સારી મુલાકાત’નો ભાવ વંચાતો હતો. જમીને તરત તેની ખાસ બેનપણી, પ્રિયાને ત્યાં પહોંચી ગઈ.
“મોહન કેવો છે? મને દરેક વિગત કહે.” પ્રિયા વાક્ય પૂરું કરે તે પહેલાં જ સોનાએ બધી વાત વિસ્તારથી બતાવી દીધી.

“અરે બાપરે! એકદમ સરસ વ્યક્તિ લાગે છે. આશા કે બધું બરાબર ગોઠવાઈ જાય.” પ્રિયા ઉમળકાથી સોનાને વળગી પડી. 

સોના ચિંતાથી બોલી, “તેનો એક સવાલ, ‘તમને અમેરિકામાં, નવતર સમાજમાં રહેવું ગમશે?’…મને ગભરાવે છે. તું જાણે છે મારી સાહસિક વૃત્તિનું જોર, પણ મમ્મીને છોડીને જવાનો નિર્ણય કેમ કરી શકું?”

“આગે આગે ગોરખ જાગે. જો શું થાય છે!” પ્રિયાએ વાત બદલી, “મોટીબહેન સાથે આવતીકાલે સવારના શોમાં અંગ્રેજી ફિલ્મ જોવા હું જવાની છું. તમારે આવવું છે?”

“ના. મોહનને તેના રીટાયર્ડ સ્કૂલ ટીચર, ચિમન સાહેબને મળવા જવું છે. મારે લેબમાં કામ પતાવવું છે. જેથી, બપોરે અમે સાથે બહાર જઈ શકીએ. મારે તેને ચિત્રકલા કેન્દ્ર વગેરે જગ્યાએ સૈર કરાવવી છે.” સોના મલકાતી બોલી.

બીજે દિવસે, સોના અને મોહન સહજ ભાવથી સાથે ફર્યાં અને એકબીજાના રસના વિષયમાં સંવાદિતા લાગી. મોહનને પોતાનું જૂનું ઘર જોવાની ઈચ્છા હતી. તેની સમી સાંજના ઝાંખા ઉજાસમાં મંદિર પાસેથી પસાર થતાં…સોના અવનવી લાગણીઓમાં અટવાઈ ગઈ…

સમી સાંજના ઘંટારવ મારા દિલના પડઘા પાડે,
ગમશે શું? આ એક દિવસ કે જીવન સફર સંગાથે!

આછા અંધારામાં ઓચિંતા પ્રિયાનો ટહુકો સંભળાયો, “આ કોણ અજાણ વ્યક્તિ મારી બેનપણી સાથે મારા ઘર પાંસેથી…મને મળ્યા વગર ચાલ્યા જાય છે?” અને તેઓ બન્ને અટકી ગયાં. સોનાએ મોહનની ઓળખાણ કરાવી અને પ્રિયા ઉમંગથી તેને મળી. થોડી વાત કરી વિદાય લેતાં, સોનાએ જોયું કે તેની સખી ગંભીર બની ગઈ હતી.  

તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સોનાના પાપા જાણે તેમની રાહ જોતા બેઠા હોય તેમ લાગ્યું. સામાન્ય વાતચીત અને સાથે ભોજન લઈ મોહન જવા તૈયાર થયો. સોના અને ભાઈ રોનક તેને હોટેલ સુધી મુકવા ગયાં. “મોહન! અમે પાપા સાથે વાત કરી તમને જણાવીશું.” રોનક બોલ્યો અને હોટેલ ડેસ્ક તરફ ગયો

સોના બોલી, “મેં તો નક્કી કરી લીધું, તમે નક્કી કરી…” અને શરમાઈ ગઈ. મોહને તેનો કોમળ હાથ પકડી સ્નેહથી દબાવ્યો અને બન્ને એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં.

સોના સાથે ઘરે જતાં રોનકને તેની મરજીનો ખ્યાલ આવી ગયો. જ્યારે મમ્મીને પૂછ્યું કે, “પાપા સાથે વાત થઈ?” તેના જવાબમાં મમ્મીએ કહ્યું કે, “ના, તમે ગયા પછી એકાંતમાં જતા રહ્યા.”

બીજે દિવસે સવારમાં છાપુ વાંચતા પાપા અને રોનક પાસે મમ્મીએ વાત ચલાવી ત્યારે સોના અને મીના બારણાંની આડમાં સાંભળવા તત્પર હતાં. “તમે મોહનને ગઈકાલે મળ્યા. સોનાને તેની સાથે લગ્ન કરવાનો વિચાર છે.”

“તમને ખબર છે કે નીચી નાતમાં લગ્ન સામે મને વાંધો છે.” પાપા નારાજી સાથે બોલ્યા.

“પણ, તમે જાણો છો કે કેટલું સંસ્કારી કુટુંબ છે, અને મોહન કેટલો હોશિયાર છે!” રોનક બોલ્યો.

“છોકરો સારો છે, અમેરિકામાં છે તે મુશ્કેલી છે.” મમ્મી ચિંતા પૂર્વક બોલી.

સોના બહાર આવી બોલી, “ત્રણેક વર્ષમાં ભારતમાં વસવાટ કરવાનો વિચાર રાખે છે.”

મીના બોલી, “મોહનભાઈ કેવા દેખાવડા છે!”

“આ યોજનામાં તમે બધાં મળેલાં છો એમ લાગે છે. ભલે, તમને યોગ્ય લાગે તેમ કરો.” પાપાની આટલી અનુમતિથી સૌના ચહેરા ખીલી ઊઠ્યાં.

સોનાએ પ્રિયાને આ ગમતા સમાચાર કહ્યા. પ્રિયા બોલી, “સરસ. હું કાલે તારી સાથે લંચ લેવા તારી ઓફિસ આવીશ.” બીજે દિવસે મળ્યાં ત્યારે ઉત્સાહથી સોના બોલી, “ સારું તું અહીં આવી. ઘણી વાતો કહેવાની છે.”

“પહેલાં હું.” પ્રિયા અચકાતા બોલી. “આ વાત અગત્યની ન પણ હોય…પણ, મારે તને જણાવવી જોઈએ. ગઈકાલે મેં સિનેમા-ગૃહમાં મારા ક્લાસની માયાને એક દેખાવડા યુવક સાથે જોઈ હતી. જે રીતે લળીને વાત કરતા હતા, મને એમ કે તેનો મંગેતર હશે. પણ, એ મોહન હતો.”

“અરે માયાનું વેવિશાળ તો તૂટી ગયું” રીટા બોલતાં બોલતાં ટેબલ પર બેસી તેનું ટિફિન ખોલવા લાગી. “રસપ્રદ, શું મોહન અને માયાએ છૂપી મુલાકાત ગોઠવી હશે! એ લોકો અમારા પાડોશમાં રહેતાં ત્યારે બન્ને કુટુંબ વચ્ચે ઘણી આવ-જા ચાલતી.”

સોના અને પ્રિયા સ્તબ્ધ થઈ રીટા સામે જોઈ રહ્યાં. એ પછી સોના માટે ત્યાં બેસવું અશક્ય હતું. તેઓ બહાનું કાઢી બહાર નીકળી ગયાં. “મોહનનું ‘સવારમાં ચિમન સાહેબને મળવા જવું છે’ એમ કહેવું…અને માયા સાથે સિનેમામાં!! પ્રિયા સાથે આગળ કશી વાત કરવાનો અર્થ જ ન લાગ્યો. મોહનની વાતો તરફનો તેનો દ્રષ્ટિકોણ અવનવી શંકાઓ સાથે  બદલાઈ રહ્યો હતો. જેમતેમ બપોરનું કામ પતાવી સોના ઘેર પહોંચી. ઉતરેલો ચહેરો જોઈ મમ્મીને થયું કે થાકી ગઈ હશે.

રોનક સાથે એકાંત મળતા સોના બોલી, “ભાઈ! એક અકળામણ છે. મોહન ગઈકાલે સવારે ચિમન સાહેબને મળવા જવાનું કહેતો હતો, પણ પ્રિયાએ મોહનને તેની જૂની પડોશણ માયા સાથે સિનેમામાં જોયો.” તેની આંખમાં આંસુ છલકાઈ ગયા.

“એમ! મોહન જૂઠ્ઠું બોલે તે માન્યામાં નથી આવતું.”

“પણ, પ્રિયાએ તેમને જોયા હતાં.” સોના રૂંધાયેલા અવાજે બોલી, “હું તેને ‘ના’ લખી દઈશ. વાત કરવા જેવી હાલત મારી નથી.”

“પણ સાંભળ, હમણાં કોઈને નહીં કહેતી.” રોનક બોલ્યો.

“ભલે, શું લખું, કેમ લખું!”  

“લખ કે, હા પાડવાનો ઈરાદો નહોતો. મારી ઈચ્છા જ નહોતી.” આમ અધકચરા વિચારો સાથે ટપાલ મોકલાઈ ગઈ.

સોમવારે સવારે, સોના ઓફિસના મુખ્ય દરવાજે દાખલ થઈ, ‘ગુડ મોર્નિંગ રીટા’ કહીને લેબ તરફ જઈ રહી હતી ત્યાં ફોન રણક્યો. રીટાએ હલો કર્યા પછી બૂમ પાડી, “સોના…તારા માટે અર્જન્ટ કોલ છે.”

સોનાએ ફોન ઉપાડી, મોહનનો અવાજ સાંભળી રીટા સામે ‘બધું બરાબર’ કહેતા માથું હલાવ્યું. રીટા હસીને પોતાનો કોફી-કપ લઈ અંદર ગઈ.

“સોના! તમારો ટૂંકો કાગળ મારા મનને ડામાડોળ કરી ગયો. જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે તો તમે તમારી પસંદગી કહી હતી, અને હવે આ નકાર? કારણ જાણવાનો તો મને હક્ક છે ને?”

સોનાને લાગ્યું કે હવે સીધી વાત કર્યા વગર છૂટકો નથી. “તમે ગયા ગુરુવારે સવારે ચિમન સાહેબને મળવાના બહાના તળે માયાની સાથે સિનેમા ગૃહમાં હતા અને માયા તરફ લળીને વાતો કરતા હતા.. કહો, તે હકીકત છે કે?” અને રીટાને આવતી જોઈ સોનાએ ફોન મૂકી દીધો.

દિવસોથી વ્યાકુળતામાં તડપતી સોનાના હાથમાં મીનાએ એક પત્ર મૂક્યો. ઉદાસિનતાથી ખોલીને સુંદર અક્ષરો વાળો પત્ર વાંચતાં…તે બેઠી થઈ ગઈ. મોહને લખ્યું હતું કે, “…તે દિવસે સવારે હું સાહેબને મળવા ગયો હતો. તેમના પત્નીએ કહ્યું કે, બાર વાગે સાહેબ આવશે. મારે બે કલાક શું કરવું! તેથી નજીકમાં મૂવી જોવા ગયો. ત્યાં અમારા જૂના પડોશી માયા અને તેના મમ્મી, કંચનમાસી મળી ગયાં. કંચનમાસી ને મારા મમ્મી વચ્ચે સારા બેનપણા હતા, તેથી તેમને જવાબ આપતો હતો. માયા તરફ લળવાનો કોઈ આશય કે કારણ નહોતાં. અમે સારા મિત્રો હતાં પણ કોઈ છૂપી મુલાકાત ન હતી. ખરેખર, ઓચિંતાના જ અમે મળી ગયાં હતાં.”

બસ, એ આગળ ન વાંચી શકી. રોનક પણ મોહનનો ખુલાસો માનવો કે નહીં તેની મૂંઝવણમાં હતો. દિવસો પસાર થઈ રહ્યાં હતાં. તેવામાં એક સાંજે, આગળના વરંડામાં સૌ બેઠાં હતાં ત્યારે ચિમન સાહેબ અને તેના પત્ની તેમના ઘર સામેથી પસાર થતાં જોયાં. રોનક જલ્દીથી બહાર ગયો અને તેમને અંદર બોલાવ્યાં. વાતવાતમાં રોનકે પૂછ્યું, “તમને તમારા જૂના વિદ્યાર્થીઓમાં મોહન યાદ છે?”

ચિમન સાહેબ ઉત્સાહથી બોલ્યા, “હાં, સારી રીતે. હમણાં ત્રણેક સપ્તાહ પહેલા જ એ મને મળવા આવ્યો હતો.” તેમના પત્ની બોલ્યા, “કેટલો નમ્ર છોકરો. એ આવ્યો ત્યારે સાહેબ ઘરે નહોતા, તો ફરીને બે કલાક પછી આવ્યો. સાહેબને મોટો ચેક પણ ભેટ આપીને ગયો હતો.” સોના અવાક્ બનીને સાંભળી રહી. સાહેબને વિદાય કરી પોતાના રૂમમાં ભરાઈ, ફરી મોહનનો કાગળ ખોલીને આગળ વાંચ્યો….“તમને શક થાય તે સમજી શકું છું, પણ, ‘ઈચ્છા જ નહોતી’ એ માન્યામાં ન આવ્યું. સોના! તમારા માટે મારી લાગણીની વાત કરું? તમારી બધાં સાથેની મિત્રતાભરી વર્તણૂક, સરળ સીધી વાતચીત કરવાની આદત અને અનેકવિધ પ્રવૃત્તિઓમાં રસ…તમારાથી હું ઘણો પ્રભાવિત થયો છું. તમે એ દિવસે આપણા વિવાહ માટે હા ભણી હતી તેવું મારું માનવું છે. આજે હું પૂરા દિલથી તમારી પસંદગી કબુલ કરું છું. હવે, નિર્ણય તમારા હાથમાં છે. અંતઃકરણપૂર્વક, મોહન.” સોના સ્વપ્ન ભરી નિંદરમાં ખોવાઈ ગઈ.
“અરે! અત્યારના પહોરમાં ક્યાં ચાલી, બહેના?” સોનાને લગભગ દોડતી બહાર જતાં જોઈ રોનક બોલ્યો.
“ભાઈ, મોહનને એક તાર મોકલવા…”સંમતિ સંકલ્પ. એક પત્ર મોકલું છું.”

વર્ષોના વહેણમાં થંભીને મોહન પોતાની દીકરીઓને અતીતની વાત કરતા બોલ્યો. “એક શબ્દ, ‘ઈચ્છા નહોતી’ શબ્દને ડેડીએ બરાબર પડકાર્યો અને મમ્મીનો જવાબ…’Thinking Positively. A letter follows’ જીવન દોર બની ગયો અને સોના મોહનના પસંદગીનાં લગ્ન થઈ ગયા.”

“માયામમ્મી! અહીં આવ” નાની વાસુએ બૂમ મારી અને માયા આવીને બેઠી કે બંને દીકરીઓ લપાઈને વળગી. “ડેડી, હવે કહો, માયામમ્મી કેવી રીતે મળી?”

મોહન બોલ્યો. “બેટા, સોના અને હું અમેરિકાથી પાછા આવ્યાં અને અહીં ગોઠવાયાં. તમારા બન્નેના જન્મ વખતે સોના અને માયા પાક્કા દોસ્ત બની ગયાં. ત્રણ વર્ષ પહેલાં તમારા મમ્મીને એક્સિડન્ટ થયો ત્યારે મરણ પથારી પર સોનાએ તમને બંનેને માયાને સોંપી અને મારો હાથ માયાના હાથમાં આપ્યો. આમ બધાના આશીર્વાદ સાથે માયામમ્મી તમને મળી.”

“સોનાની જગ્યા કોઈ ન લઈ શકે. સોનાના જીવનનો ઉત્સવ આપણે સાથે મનાવી શકીએ, તેથી હું અહીં છું.” માયા બોલી.                          
સંમતિ લગ્ન
પસંદ પરમાણ એમ માએ કહ્યું,
  ને  વળી કીધું  કે પ્રેમ પછી આવશે;
જઈ વેલી વીંટાઈ  ગઈ વૃક્ષને…

વચનો આપ્યા ને બન્યા જીવન સંગાથી.
છાવરે  છે વર્ષા ને વાતા વંટોળથી;
પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી.

સુકોમળ કમળપત્ર પોયણીના નેહની,
સૌને અર્પે એ છાયા સુસ્નેહની,
ગહેરી ગંભીર મલય બેલડી.

બેમાંથી એક બને વિશ્વાસે વ્હાલ વધે;
ઉત્તરોત્તર અંતરપટ રમ્ય, ૠજુ, સૂક્ષ્મ બને;
સંમતિનો લગ્ન દીપ પ્રણય લય પ્રસારે.
———
સરયૂ પરીખ.
 SaryuParikh@yahoo.comhttp://www.saryu.wordpress.com

DKP

Peace and Harmony. Saryu. છલક છાલક. સરયૂ

છલક છાલક
સખા! સુખની સુગંધ કસી બાંધુ હું મુઠ્ઠીએ
ને દુખની ધૂણીને ગણું મોટો વંટોળ,
સુખ-દુખ આ કેવા! જાણે વીજળી ને વાદળી,
 આવે ને જાય ચડી ચંચળ ચગડોળ.

ગહેરા  સંવેદનો  સ્પર્શે  ચિત્તવનમાં,
જે સમજી સ્વીકારું વૃત્તિના અલંકાર.
અહંમ, આર્ત, એકસૂર ગાયે સંગાથે,
ને નીરવ મનભૂમી પડઘાય ઓમકાર.

માગણીના તારને  સરખેથી તાણું તો,
અકળાતી લાગણી લાવે સુહાણ.
મીંઠાં કે માઠાં સૌ આવેલાં અવસરને
કર્મોના બક્ષિસની માને લહાણ.

સખી! લાગણીની છલક છોળ પ્રેમથી વધાવે,
સુખદુખના દાવ દિલ ન્યાલ થઈ નવાજે.
——
સરયૂ

Harmony of Emotions
I lament my loss in exaggeration,
and intently cling to cheery impressions.
My pain and pleasure like cloud and rain,
Keep changing forever, I struggle in vain.

The wavy emotions may flow as a stream,
When strings of my life I tune and trim.
The colors of my mind may braid in a bow,
Sorted sensations can sing unison.

My sorrow, my glee, two sides of my pride,
Pure wisdom will rule to make me whole.
My whimper and laughter weaving in one,
My groans and moans entwine in Om!

I feel each emotion worthy of love,
My heart may revel in misery or joy.
———
Saryu Parikh

Excellent poem!! Makes more sense as I just finished reading VAIRAGYA SHATAK of Bhartuhari! Also this is the v125th Birth year of the great GANGA SATI who wrote..HARAKH NE SHOK NI AVE NAHI HEDKI NE ATHE POR ANANDJI…Love, Munibhai
(હરખ ને શોકની આવે નહીં હેડકી ને આઠે પોર આનંદ…ગંગાસતિ.)

The Havoc of his heel. Saryu Parikh

The Havoc of His Heel
The energetic boy, his ball and his goal,
His rigorous vigor often overflows.
The havoc of his heel we anxiously feel,
The unintended smacks take time to heal.

The thump of his ball, the crashing sound in the hall!
“Nothing is broken!” surely follows by his call.

“You be careful and kick it slow.”
“Yes, I did, but it went crisscross.”

The thunder of his ball,
Shakes paintings on the wall.
Force and energy rolled into one,
The amazing might in this young one.

Things may break, we clear the mess,
 But my grandson’s smile remains intact.
——–Saryu Parikh
Our 10 years old grandson Kethan. 2017. His soccerball kicks and baseball paying, had similar impacts.

Soft Yellow Ball
We had a soft yellow ball and green little bat;
A rug in her room was a grand play mat.
“Granny! You throw the ball and I hit away;
I know you are slow and I will get away.”

She would laugh and say, “Oh, boy! You are fast.
You surely are the best; now I need some rest.”
In the heart of my heart, I had a suspicion,
Sometimes grandma just lets me win.

“I make the tricky moves; I am a checkers champ.”
But alas! When I was trapped; I held the tears back.
Grandma used to say,
“Oops! I made a wrong move.
It looks like, boy, you will win soon.”

In the heart of my heart, I have now confidence;
Grandma has helped; it’s a coincidence.

I go out into the world,
so assertive and keen,
I have to do my best
where no one easily, allows me to win.
—— Saryu Parikh

સરયૂની યાદગાર મુલાકાત. ૨૦૨૩

    યાદગાર મુલાકાત. ૨૦૨૩.      સરયૂ દિલીપ પરીખ.

મારા અમેરિકાના ૫૪ વર્ષના વસવાટમાં…ભારતની પંદરમી મુલાકાત હતી. મહિનાઓ પહેલાથી વિચારણા અને એરોપ્લેન ટિકિટની વ્યવસ્થા. ભારતમાં દાખલ થવા વિઝા પણ લેવાનો હતો. ‘કેટલીયે વાર લાગશે’ તેવી આશંકાઓ સાથે ઈ-વિઝા માટે ઓનલાઈન અરજી કરી અને આનંદાશ્ચર્ય વચ્ચે, ચાર દિવસમાં ઈ-મેઈલમાં વિઝા આવી ગયો. બ્રીટીશ એરવેમાં, ઓસ્ટિનથી લંડન અને લંડનથી મુંબઈ ત્રીસેક કલાકમાં આવી પહોંચી, ને અડધા કલાકમાં એરપોર્ટમાંથી બહાર. લેવા આવેલી બાલસખી, પ્રફુલા સાથે વણથંભ્યા વાતો કરતાં, તેના નિવાસસ્થાને પહોંચી ગયાં. અમારી છ દાયકાની મિત્રતામાં ચહેક-મહેક જરાય ઓછી નથી થઈ. દરેક વખતે બીજું કોણ કહે? “તું પતલી થઈ ગઈ.” એક આ સખી કે મારા બા.

મુંબઈથી બપોરની Double Decker ટ્રેનમાં વડોદરા આવી પહોંચી. પાંચ કલાક સહયાત્રીઓની જીવનકહાણી સાંભળતા પસાર થઈ ગયા. તેમાં બે ત્રણ ગ્રુપ અમેરિકન વિઝા લેવા ગયેલાં તેમના અનુભવ સાંભળ્યા અને સેલ ફોન પર પુનઃપુનઃ પ્રસારિત પણ થયા.  વડોદરામાં, દર વખતની જેમ, મુનિભાઈ અને ઈલાભાભીના ઘર આંગણે, સ્વજનોથી માંડીને કામ કરતા સૌ, હસીને આવકારે. ૨૨મી સપ્ટેમ્બરે અહીં આવવાનું કારણ હતું…ઈલાભાભીનો જન્મદિવસ. બે દિવસ ઉજવણીમાં જેટ-લેગ શું! એ યાદ ન આવ્યું.

થોડા મહિના પહેલાં ‘ઊર્મિલ સંચાર નવલિકા, સત્યકથા અને કવિતા’ સંકલિત, દિલીપના ચિત્ર, ‘Mysterious Life’ મુખપૃષ્ઠ સાથે, ૨૦૦ પાનાનું પુસ્તક, ભાવનગર અને આસપાસ સાહિત્યપ્રેમીઓને ભેટ આપવાની યોજના સાથે તૈયાર કર્યું હતું. ‘ઊર્મિલ સંચાર’ પુસ્તકની ૭૦૦ પ્રત શિશુવિહાર, ભાવનગરમાં મોકલી હતી. નક્કી થયેલા કાર્યક્રમ માટે મુનિભાઈ, ઈલા અને હું વડોદરાથી કારમાં મુસાફરીની સગવડતા અનુભવતાં, જૂના જમાનામાં વેઠેલી વિકટ પરિસ્થિતિને યાદ કરતાં, બહુ જાણીતા, પણ ન ઓળખાય તેવા, ભાવનગર શહેરમાં પહોંચ્યા. સગાસંબંધીઓ અને મિત્રોને મળી અનેરો સ્નેહભાવ અનુભવ્યો. ભાવનગરમાં અદ્યતન સગવડતાવાળી હોટલ હોય એવી ક્યારેય કલ્પના કરી હતી?

બીજે દિવસે બપોરના મારી નિશાળની મુલાકાત કેમની ગોઠવાશે તે વિશે આશંકાઓ થતી હતી. મુનિભાઈ સાથે માજીરાજમાં જતાં અમને ભાઈ-બહેનને બા સાથેના આ શાળાના પ્રસંગો યાદ કરતા આંખો ભીની થઈ ગઈ. મુનિભાઈને છોકરીઓની નિશાળમાં બાની આંગળી પકડી ઘણીવાર આવીને મસ્તી કરવાની તક મળેલી. માજીરાજના આચાર્ય અને શિક્ષકભાઈએ અમને જણાવ્યું કે ઉપલા બે ધોરણની, લગભગ ૨૫૦ વિદ્યાર્થીનીઓ તમારી સભાગૃહમાં રાહ જુએ છે. ઉપર જતાં જોયું કે સાંઠ વર્ષ પહેલાંનો એ જ લાકડાનો દાદરો સાબૂત હતો.

સભાગૃહમાં દાખલ થતાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી કિશોરીઓ આનંદ આશ્ચર્યથી અમને તાળીઓથી આવકારી રહી હતી. મારા પરિચય પછી મેં બાલિકાઓ સાથે સરળ રીતે વાતચીત શરૂ કરી. પંદર વર્ષ પહેલાં મેં કવિતા લખવાનું શરૂ કર્યું હતું. પછી સત્યકથાઓ અને અંગ્રેજીમાં બે નવલકથા, એમ સાત પુસ્તકો પ્રગટ કર્યા. જ્યારે સવાલ કર્યો કે, “કોને કવિતા લખવા કે વાંચવાનો શોખ છે?” સંકોચ સાથે એક હાથ ઉંચો થયો. મેં તેને નજીક બોલાવી મારું પુસ્તક ભેટ આપ્યું. પછી તો ધીરે ધીરે ‘શું વાંચવું ગમે’ વગેરે વાત સાથે હાથ ઉપર થવા લાગ્યા. આમ લગભગ દરેક વિદ્યાર્થીની મારી પાસે આવી પુસ્તક હોંશથી લઈ ગઈ. મેં કહ્યું, “તમને મળીને મને કેટલો આનંદ થયો તે મારા ચહેરા પર દેખાય છે ને?” અને સામેથી ઊગતી કળી જેવી કિશોરીઓ, તાળીઓ સાથે મને પ્રોત્સાહન આપતી મલકી રહી. આ નાજુક ઉંમર અને તેનો ઉત્સાહ…કે જે જાણે આટલાં વર્ષોમાં વિસરાયેલા …એ આજે સોળ કળાએ પાંગરતા જોયા.

l

મારી માજીરાજ હાઈસ્કૂલ. ચમકતા ચહેરા અને ઉત્સુક હાસ્ય…દરેકને પુસ્તક ભેટ આપવાનો પ્રસંગ સૌથી આનંદમય બની ગયો.
શિશુવિહાર, ભાવનગરનું સંસ્કાર કેંદ્ર. સાત દાયકા પહેલાં કર્મયોગી મુ.માનભાઈ ભટ્ટ સ્થાપિત સંસ્થા, ડો.નાનકભાઈ માનભાઇ ભટ્ટ કુશળતાપૂર્વક વિકસાવી રહ્યા છે. ‘જાહ્ન્વી સ્મૃતિ’ કવયિત્રી સંમેલન ૧૯૯૪માં શરૂ કરવા માટે શ્રી માનભાઈ ભટ્ટની દીર્ઘદ્રષ્ટિ અને મુનિભાઈ-ઈલાના સંપૂર્ણ સાથને આભારી છે.

શિશુવિહારમાં દર મહિને સાહિત્યકારો બુધસભામાં ભેગા થાય છે. આ બુધવારે વિશેષ કાર્યક્રમ હતો…જેમાં શ્રી.કિસ્મત કુરેશી સ્મૃતિ સન્માન, જાહ્ન્વી સ્મૃતિ સન્માન અને મારા પુસ્તકનું વિમોચનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બાની યાદમાં ‘જાહ્ન્વી સ્મૃતિ’ સન્માન નેહા પુરોહિતનું મેં કર્યું ત્યારે, આંસુ રોકવા મુશ્કેલ હતા.

સંબોધન કરતા મેં કહ્યું કે, “મારા બા, ભાગીરથી મહેતા લખતાં ત્યારે એવું કશું મહત્વ નહોતું લાગતું, પણ ૨૪ વર્ષમાં વાર્ષિક કવયિત્રી સંમેલનને લીધે કેટલી બહેનો દિલની વાતો લખતી થઈ!!! તેથી જ્યારે કોઈ લખનારને કહે કે, ‘કોઈ વાંચતું નથી’…તો એથી નિરૂત્સાહ ન થશો.” ત્યારબાદ ‘ઊર્મિલ સંચાર’ પુસ્તકનું વિતરણ કરતા અનેક ભાઈ-બહેનોને હેતપૂર્વક મળવાનો લ્હાવો મળ્યો.

ત્રણ દિવસની મુલાકાત પછી પાછા ફર્યાં. વડોદરામાં ૨૫ વર્ષથી પ્રવૃત્ત અને ૪૫૦ સભ્યોવાળી “ઝણકાર કલાકેંદ્ર”ના ઈલાભાભી ઘણાં વર્ષોથી ચહિતા પ્રમુખ છે. સંસ્થાના સુજ્ઞ સાહિત્યરસિક બહેનોને મળવાનો મજાનો લાભ મળ્યો. બેઠકનો અહેવાલ નિર્ઝરીબહેને આપ્યો. “ઝણકાર કલાકેન્દ્ર અંતર્ગત પુસ્તક પરિચય કરાવતા કાર્યક્રમ ગ્રંથગૌરવની બેઠક તા.૦૩-૧૦-૨૦૨૩ના રોજ સરસ માહોલમાં મળી. જેમાં વિદેશનિવાસી અને ઘણાં ગુજરાતી તથા અંગ્રેજી પુસ્તકોના લેખિકા શ્રીમતી સરયૂબેન પરીખની ઉપસ્થિતિથી વિશેષ રંગ ઉમેરાયો. નિર્ઝરી મહેતાએ તેમનું પુસ્તકોથી સ્વાગત કર્યું, લેખિકા સરયૂજીએ તેમના સર્જન અંગે તથા અમેરિકામાં કરી રહેલા સોશ્યલ વર્ક વિશે સરસ અંદાજ આપ્યો. સહુના અનુરોધથી એમણે સ્વરચિત કાવ્યોનું પઠન કર્યું.”

દેશમાં સારા ફેરફારોમાં, વડોદરા, ભાવનગર અને દિલ્હીમાં ઘેઘૂર, ઘટાદાર વૃક્ષો અજબ લાગ્યાં. વૃક્ષોને કુદરતી ઉપાય સાથે ઝડપી રીતે ઉગાડવા વિશે અર્જુન મુનિભાઈ મહેતાએ મને “FOREST ANYWHERE” sustainable, affordable anywhereનો પરિચય કરાવ્યો. પાવાગઢમાં પોતાના ફાર્મહાઉસમાં ટૂંકા સમયમાં પ્રાદેશિક વૃક્ષોનાં ઉછેરનો બેનમૂન દાખલો બતાવ્યો. અર્જુન, શુભ્રા અને દીકરી આરિઆ સાથે પહેલી વખત પાવાગઢ ડુંગર જોયો.

આ વખતે આંખની સારવાર જોવા મળી. થોડા મહિના પહેલા, મુનિભાઈને આંખના ડોક્ટર પાસે જઈ રેટિના માટે સર્જરી કરાવવી પડી હતી. ભાઈને તકલીફ થાય ત્યારે અનાયાસ આંસુ ઉભરાય આવે. હું ત્યાં હતી ત્યારે follow up surgery કરી. મારી કાચી સમજ પ્રમાણે કહું તો, પહેલી વખત કીકી પાછળ તેલ ભરી રેટિનાને સ્થિર કરે. અને બીજી વખત, તેલ કાઢી, ગેસ ભરી રેટિના એટેચ કરવાની અદભૂત સર્જરી અમે સ્ક્રીન પર જોઈ. ભાઈને ઘરે રહેવાની ડોક્ટરની સલાહને લીધે, અમારે વધારે સમય સાથે રહેવાનો મળ્યો, જે મુલાકાતનો અગત્યનો ઉદ્દેશ હતો.

પ્રભુ! મને સ્નેહ સ્વીકારવાને સક્ષમ બનાવી.
મોકળું આ મન અને દિલના દુલારમાં આપ-લેની ખીડકી ખોલાવી,
નહીં ઈર્ષાની આડ, નહીં વર્ચસ્વ વાડ,
બસ, સહજ, સરળ લાગણીને ઝીલવાને, સક્ષમ બનાવી.

ચાર સપ્તાહમાં દરેક દિવસ વ્હાલભરી સંભાળ મ્હાણી, દિલ્હીમાં ભત્રીજી પૂર્વીને મળી, ઓસ્ટિન પરત થઈ ત્યારે દીકરી સંગીતા ઘરે લઈ આવી અને દિલીપે ફૂલોથી સ્વાગત કર્યું.  ——– સરયૂ પરીખ.

A Delightful note: Almost 60 hours of journey, thousands of people, not a single angry word. There are more peace-loving people in this wonderful world.

Ila gave return birthday gift to her guests of 6 table mats with her Rangoli Designs.

સ્મરણ-વિસ્મરણ. Loss and Limitations.

૨૮. સ્મરણ-વિસ્મરણ…. સરયૂ પરીખ

 આજે આ શું થયું? સ્મરણ-વિસ્મરણ…મન-મગજનાં વિમાસણ વમળમાં અટવાઈ જવાયું. દૈનિક જીવનમાં મુખ્ય પ્રભાવ સંબંધોનાં તાણાવાણા, તેમાં કોણ જવાબદાર? એ મુદ્દાઓ વિશે અસીમ ચર્ચાઓ અંતરગત સતત ચાલુ રહે છે. મારા મગજ ઉપરના વિશ્વાસ પર આજના અનુભવથી સખત ધક્કો લાગ્યો.

સવારે કાર્ડની રમત– બ્રીજ રમવા મેરીને ઘરે અમે ચાર જણા ભેગાં થયાં. વિધવા મેરી ઘણા વર્ષોથી એકલી રહેતી હતી. સફળ શિક્ષિકા થોડાં વર્ષો પહેલા નિવૃત્ત થઈ હતી. આ દેશની આગવી પ્રથા પ્રમાણે સાથી તરીકે એક-બે કે વધુ કુતરાઓ તો હોય જ!! વ્યવસ્થિત ઘર અને બગીચો સંભાળતી મેરી મને જોતાં જ બોલી,

“હેલો, સરયૂ, તું હજી ભણાવે છે?” મને ખબર હતી કે તેની યાદ શક્તિમાં ગરબડ છે, તેથી હસીને ના કહી દીધી. સહેલીઓ, કેરોલ અને ઈલેન કાર્ડ ટેબલ અને નાસ્તા-પાણીની વ્યવસ્થા કરી રહી હતી. મેરીની ફોનની ઘંટડી રણકી, “ક્યાં ફોન મૂકી દીધો…!” તેમ બોલતા તે શોધવા ગઈ. મેરી આવી કે તરત જ કેરોલે કહ્યું, “મેરી તારો ફોન અને આઈપેડ મને આપ. તને ‘એપ’ મૂકી આપુ જેથી તને આ સાધનો જલ્દી જડી શકે.” મેરી સંપૂર્ણ વિશ્વાસ સાથે, સખીઓ કહે તેમ કરતી ગઈ. ઈલેન પણ દરેક વાતમાં તેનું ધ્યાન રાખતી લાગી. આજુબાજુ બે નવા કુતરા ફરતાં જોઈ મને નવાઈ લાગી.

ઈલેને ખુલાસો કર્યો. “મેરીના પહેલાના કુતરાઓ મરી ગયા પછી, તેને બહુ એકલું લાગતું. તેથી બહુ વિચાર કરીને અમે દૂર જઈને આ બે લઈ આવ્યાં.” વાતચીત દરમ્યાન, એક પરિચિત મિત્રના પતિના અવસાનનો ઉલ્લેખ થયો.. ત્યારબાદ બીજા કોઈની વાત નીકળે કે તરત મેરી કહે, “અરે, તેના પતિ તો મરી ગયા.” તેના મગજની ભુલભુલામણીમાં બીજા નામો અટવાઈ જતાં જોયાં.

હસમુખી, અજાણ્યાને પણ મદદ કરે તેવી, પ્રેમાળ અને ચપળ મેરીને તેનું મગજ સતાવી રહ્યું હતું. નજીક રહેતાં દીકરી અને દીકરાનો અભિપ્રાય હતો કે, મેરી નર્સિંગ-હોમમાં રહેવા જાય. પરંતુ, સ્મરણ અને વિસ્મરણ વચ્ચે ઝોલા ખાતી વ્યક્તિને પોતાનું સ્વતંત્ર રહેઠાણ છોડી જવાનો નિર્ણય અસહ્ય અને અમાન્ય હતો.

મેરીની પ્રવૃત્તિઓ કોઈ સંકોચ વગર ચાલુ હતી. તેના ફોનની ઘંટડી રણકી. નામ જોઈ મેરી બોલી, “હેલો! શેરન.” બેનપણીએ પૂછ્યું, “મેરી પિઝા ખાવા રેસ્ટોરન્ટમાં મળીએ?” નામ જાણી ઈલેન બોલી, ‘તને એ જગ્યાનો પિઝા ભાવે છે.’ મેરીએ હા ભણી.

ખરાબ રસ્તે, અડધો-પોણો કલાક દૂરની કઈ જગ્યાએ જવાનું વગેરે ચોકસાઈથી ઈલેન અને કેરોલે લખાવ્યું. સાંભળીને અતિશય આશ્ચર્ય થયું.. એક તો, મેરી પોતાની ક્ષતિઓ સમજતી નથી…ને તેની ખાસ મિત્રો તેને ન જવા માટે કહેતી નથી! રમત પૂરી થતાં સૌ નીકળી રહ્યાં હતાં ત્યારે મેરીના સવાલથી વ્યગ્ર થઈ જવાયું. “પીઝા માટે કોનો ફોન આવ્યો હશે?” એ વિચારે મનુષ્યના મગજની નબળાઈ અનોખી દૃષ્ટીથી સમજાઈ. આપણે આખું જીવન દરેકના નિર્ણયોને અતિશય મહત્વ આપીએ છીએ. પણ આ કેટલું અસ્થિર, unreliable, fragile, મુઠ્ઠીના માપનું અવયવ…આખી દુનિયાને નચાવે. દરેક પોતાનાં અને પારકાંનાં વિચાર, વાણી અને વર્તન પર ન્યાય-અન્યાયનાં ત્રાજવા તોળ્યાં કરે છે. તેમજ પોતાના અને પારકાનાં વિચાર-વર્તનના પસ્તાવાથી કલેજા બાળે છે.

સાંજે સિતારની મીઠી ધૂનમાં ઘેરાયેલા મારા મન-અંતરમાં ઉજાસ થયો. “હું આવા અસ્થિર, નબળાં તંત્ર પર આટલી મોટી જવાબદારી કેમ ઢોળું છું?” પહેલાં તો હું…મને માફ કરું અને પછી અન્યને દિલથી માફ કરું. મનની શીતળતાનો આ અનુભવ બહુ આનંદદાયક છે. આ માનવ મેળો જ્યાં…

વિચાર વર્તન વાણીનો આ  કાચો-પાકો  બાંધો છે,
સાંધામાં પણ  સાંધો છે ને  એમાં  સૌને  વાંધો  છે.
મનબુદ્ધિનો લગાવ  ધાગો અળવીતરો  ફંટાયો  છે,
ઊજળો રસ્તો  જોઈ  શકે ના એવો આ અંધાપો છે.

–સરયૂ પરીખ.

પ્રતિભાવઃ          સ્મરણ વિસ્મરણ
આ જીવન રણમાં ઘણા સ્મરણ રહે મરણ સુધી
મનમાં ધરબી રાખીએ સુસ્મરણ મરણ સુધી
ડંખે એવાને કરીએ વિસ્મરણ મરણ સુધી 
કોઇ મલકે ને તો મલ્કી લઇએ મરણ સુધી
કોઇ ધમકાવે તો ધમકી લઇએ મરણ સુધી
સ્મરણ વિસ્મરણની રમત રમી લઇએ મરણ સુધી…વિમલ વંદન. ૭/૧૦/૨૩

                       

Loss and Limitations.                                        Saryu Parikh.

Today, I felt compelled to think and rethink my daily routine…my entire life. My attitude toward my own behavior and human relations suddenly…changed. The realization of the mighty power of the brain shook me inside.

After a long time, I was asked to play Bridge, the card game, with my old group. When I arrived at Mary’s house, she greeted me with a warm hug and asked, “Do you still teach at the school?”

Her question puzzled me for a moment, but I remembered someone had told me about her shaky memory. So, I replied with a simple, “No.”

Ella and Carol were setting up the card table. Mary had many munchies ready on the kitchen counter. Mary lived and maintained her beautiful home after her husband had passed away several years ago. She had just retired from a teaching job and had been a volunteer worker at her church. Her children lived nearby.

Mary’s questions like, ‘Where did I put my glasses, where is my phone?’ were answered by Ella or Carol with kindness.

Carol said, “Mary! Give me your iPad and phone. I will install an App so you can find your devices easily. Mary handed her the devices and password with complete faith. I noticed that Ella and Carol were deeply involved in her daily affairs. I was touched by the loyal friendship among them.

I was surprised when I saw two new dogs in her home instead of her old ones.

Ella said, “After her dogs died, Mary was feeling very lonely. We contemplated getting these new dogs…but finally I drove her and we picked up these two dogs. Though very expensive, she needed them.” Ella could not say it out loud, why they wondered if it a wise decision or not. Her family was not sure how long she could be trusted to stay alone in her house.

During the game, we talked about one friend whose husband had passed away the previous week. After that, if we mentioned another friend, Mary would say… ‘Oh! Her husband died.’ This confusion repeated a couple of times.

At times, she was alert and sharp while other times her totally blank mind scared her. This cruel swing of mind leaves one horrified. On the other hand, the desires and demands of her mind go on at a different pace. 

At one point, Mary got a phone call.

“Mary, do you want to go for lunch at Julio’s Pizza?” One friend was asking her. She looked at Ella.

Ella said, “You like pizza from that restaurant, but it is far and construction is going on.”

“I want to go.” And Mary said ‘yes’ to the friend. Mary was innocently smiling and making plans while our minds were spinning with worries. I felt uneasy that her friends were not discouraging her to go.  

After a while, “Who called me?”

“Look at your phone.” Then, Ella and Carol wrote down the information about the pizza place.

We finished our games and were ready to exit. Mary said, “I am going for lunch. What is the name of the restaurant?”

Mary’s children wanted her to move to an assisted living facility. How could she be convinced to leave her home and move into an apartment? The heart-wrenching reason for Mary was that they would not allow dogs in that facility.

This organ, the size of two fists, is commanding and controlling our existence. This fragile, unstable intellect is making us do right or wrong. It becomes weak but the mind runs rampant. Our desires do not recognize the limitations of our malfunctioning memories.

A few weeks later, I heard that Mary had to move from her home. She was so depressed that she refused to get out of her bed to attend a memorial service for a friend. The sad side effect of memory loss. This brain center is spinning this world around. Why do I take things so seriously for which I have no real control?

——– http://www.saryu.wordpress.com

જ્યોતિકળશ…વાર્તા વિશેષ

Jyotikalsh

1. કોઈ મારી રાહ… સરયૂ પરીખ.

  સમાજમાં એકલતા ઘણાં માણસોને સાલતી હોય છે, પણ એના કોચલાને તોડી બહાર નીકળવા માટે                
અભિમાન, અશ્રધ્ધા અને ઉદાસિનતા મહત્વનો ભાગ ભજવે છે, જેને ‘વ્યસ્તતા BUSY’ નામ અપાય છે.

              એ દિવસે સેવા આપનાર શિક્ષકો માટે, The Literacy Council-અક્ષરજ્ઞાન સંસ્થા તરફથી,  સન્માન કાર્યક્રમ હતો. હ્યુસ્ટનમાં, હું સાત વર્ષથી અંગ્રેજી શીખવવાની સેવા આપતી હતી. મેળાવડામાં મને “Chicken Soup for the Soul” નામનું પુસ્તક ભેટ મળ્યું. પહેલી વખત આ પુસ્તકનો પરિચય થયો. આ પુસ્તકમાં સત્યકથાઓનું સંપાદન કરવામાં આવેલું હોય છે અને આવા ઘણાં સંગ્રહ-ગ્રંથો અમેરિકામાં લોકપ્રિય છે…. ‘સમય મળશે ત્યારે વાંચીશ’ એમ વિચારીને મેં પુસ્તક એક બાજુ મૂકી દીધું.

      અમારા ઘરની નજીકમાં એક ઘરડા-ઘર હતું. હું જ્યારે પણ ત્યાંથી પસાર થતી ત્યારે મને મનમાં વિચાર આવે કે મારે કાંઈક સેવા આપવી જોઈએ. એક દિવસ અંદર જવાના વિચારને અમલમાં મુક્યો. ફોન પર વાતોમાં અટવાયેલ બહેને મને આવકાર આપી સંસ્થાના પ્રોગ્રામ-ડીરેક્ટર પાસે મોકલી.

       મેં એમને કહ્યું, “મદદરૂપ થવા સમય આપીશ, પણ શું કરી શકું એ ખબર નથી! કદાચ પુસ્તક વાંચુ કે એવુ કાંઈક…” મારા અચોક્કસ પ્રસ્તાવ વિષે ડીરેક્ટર બહેને કોઈ સુજાવ તો ન આપ્યો પણ તેમણે કહ્યું કે અહીં Alzheimerના દર્દીઓ છે અને બીજા વિભાગમાં Assisted Living છે. તેઓ મને યાદદાસ્ત ખોયેલાં વૃધ્ધોના જૂદા વિભાગમાં લઈ ગયા. મોટા રૂમમાં ટીવી પર ચલચિત્ર ચાલતું હતું. મને કહેવામાં આવ્યું કે, એક જ ચલચિત્ર ચાલે રાખે તો પણ આ વડીલો જોતાં રહે છે. એક વખતના હોશિયાર, ચપળ વ્યક્તિઓની દયનીય દશા! એક માજી, જે પોતાનું મોં પણ નહોતા લૂછી શકતા, એ મારો હાથ પકડી કહે, ‘મારે એપાર્ટમેન્ટમાં રહેવું છે. મને શોધી આપને.’… જરા આગળ ગઈ તો મારા આશ્ચર્ય વચ્ચે વ્હીલચેરમાં એક ગુજરાતી માજી આનંદથી, “ચક્કી ચોખા ખાંડે છે…” ગણગણતાં હતાં.

        હું પંદર-વીસ મિનિટ પ્રયત્ન કરતી ફરી, પણ મને કોઈની સાથે લાગણીની દોર ન બંધાઈ. બહાર આવી ત્યાં મને ડીરેકટરે પૂછ્યું કે, “ફરી ક્યારે આવશો?” તો અનાયાસ, “સોમવારે આવીશ” એમ કહેવાઈ ગયું…સોમવાર આવ્યો ને મને વિચારો સતાવે, ‘હું ત્યાં જઈને શું કરીશ!’ પોતાની દશાની ખબર ન હોય તેવા ઘરડા લોકોને જોવા એ પણ એક કસોટી છે. અંતે એક ભાવ સ્ફુર્યો. ‘હું ફરી એક વખત જઈશ અને જો કોઈ મારી રાહ જોતું હશે તો મને મળશે.’

       સોમવારે સવારે હું ઘરડા-ઘરના આગલા ખંડમાં દાખલ થઈ ત્યારે એક વૃધ્ધા વ્હીલ ચેરમાં બેઠાં હતાં અને ટીવી પર સમાચાર ચાલું હતા. મને ફરી એ જ પાછળના મોટા રૂમમાં લઈ ગયા. મેં થોડી મદદ કરવા પ્રયત્ન કર્યો પણ મારી ત્યાં હાજરી નિરર્થક લાગી. મેં મનમાં ગાંઠ વાળી, ‘બસ, પ્રયત્ન કરી છૂટી,…હવે ઘર ભેગા.’ પાછી આગલા ખંડમાં આવી તો એ વૃધ્ધાની ખુરશી બીજી તરફ હતી અને ટીવી પ્રોગ્રામ રસથી સાંભળતાં હતાં. મેં એમની નજીકના સોફા પર બેસી વાતચીત શરૂ કરી,

         “મારું નામ સરયૂ, આપનું નામ?” 

         એ મજાનું હસીને કહે, “હેલન.”

         મેં જરા ટીવીના શો વિષે વાતો કરી. તેઓ કેમ ટીવી તરફ જોવાને બદલે સાંભળે છે? એવા મારા સવાલના જવાબમાં હેલને કહ્યું કે, એમને લગભગ અંધાપો આવી ગયો છે. જ્યારે મારી પાસેથી જાણ્યું કે હું ભારતીય છું તો ઉત્સાહથી બોલ્યાં, “અરે વાહ! હું થોડા ભારતીઓને ઓળખું છું. અમે મારી દીકરીના પડોશીને ત્યાં જમવા ગયેલાં. મને ખાસ કરીને, નાન, બહુ ભાવેલી.”

        મેં પૂછ્યું, “હું અઠવાડિયામાં એકાદ બે દિવસ આવીને કાંઈક વાંચન કરું તો ગમશે?” એ સાંભળતાં એમનો ચહેરો ખીલી ઊઠ્યો, “મારાથી હવે વંચાતુ નથી તેથી એ શોખને વિસારે મૂક્યો. જો તમે આવીને વાંચશો તો મને ખૂબ ગમશે. મારા બેનપણી, નેલ, પણ આવશે.”

        બીજે દિવસે સવારનો સમય નક્કી કરી મેં વિદાય લીધી. મનનો ભાવ પુલકિત થઈ કહેતો હતો કે, “હાં, હેલન મારી રાહ જોતી હતી!”….હવે સવાલ એ થયો કે એવું શું વાચું જેથી નેવું વર્ષનાં બહેનોને રસ પડે! એ વખતે સમજાયું કે, પેલું ભેટ મળેલ પુસ્તક, મને જ કેમ મળ્યું! મેં નક્કી કરી લીધું કે, “ChickenSoupfortheSoul”માંથી, સત્ય કથાઓ યોગ્ય રહેશે.

         અમે જમવાના ખંડમાં મળવાનું નક્કી કરેલ પણ હેલન નહોતાં. હું એમનાં ઓરડામાં ગઈ તો એ નર્સને જલ્દી કરવાનું કહી રહ્યાં હતાં. મને કહે કે, હવે પછી મને રાહ નહીં જોવડાવે અને ત્યાર પછી લગભગ દરેક વખતે મારા જતાં પહેલાં હાજર થઈ જતાં. હું લગભગ દરેક વખતે ‘નાન’ લઈ જતી જે હેલન બધાને આગ્રહ કરી ચખાડતાં.

        હેલન ૮૯ વર્ષના, ઉત્સાહી અને હોશિયાર હતાં. વાંચતાં મને કોઈ શબ્દ ખબર ન હોય તો તરત
અર્થ કહેતાં. એમના બેનપણી, નેલ પણ આવ્યાં જે હેલન કરતા એક વર્ષ મોટાં હતાં. પાતળાં અને નાજુક બહેનને જોતાં ખ્યાલ આવે કે એક સમયે બહુ દેખાવડાં હશે. એમને એક કાને જરા ઓછું સંભળાતું હતું. પછી તો બીજી બહેનો પણ આવીને બેસતી અને સપ્તાહમાં બે દિવસ સવારે મેં વાંચવાનું ચાલુ કર્યું. પુસ્તક પાનાઓ દિવસો, મહિનાઓ અને વર્ષોમાં ફેરવાયા. ઘણાં પ્રસંગો આવ્યા જ્યારે એમની આંખોનાં અશ્રુઓ લૂછ્યાં અને એમની ખુશીમાં હસ્યા. એમનાં પોતાના સ્વજનો કરતા પણ અમારી મુલાકાતો વધી ગઈ. મને પચ્ચાવન વર્ષ થયા હતા, પણ એમની નજરે તો, “અરે નાની! તારે તો હજુ બહુ વર્ષો બાકી છે.”

        હેલનના પરિચયથી મને ઘણું શીખવા મળ્યું. તેઓ આખું જીવન અહીંથી દૂરના ઈન્ડીઆના સ્ટેઇટમાં રહેલાં, પણ એમની દીકરી અને દીકરાનું  કુટુંબ ટેક્સાસમાં હોવાથી થોડા વર્ષોથી અહીં રહેવાં આવી ગયાં હતાં. એ કહેતાં કે, “મને તો અહીં ગમે છે. હું નસીબદાર છું કે મારા પ્રેમાળ બાળકો મારી સંભાળ લે છે. એમને અગવડ ન પડે એની મારે પણ કાળજી રાખવી જોઈએ. હું મરી જઉં ત્યારે મને અગ્નિદાહ આપવાનો આદેશ છે, તેથી મારા ગામે લઈ જઈ દાટવાના ક્રિયાકર્મ ન કરવા પડે.” હેલન દરેક સંબંધોને કોઈ ખેંચતાણ વગર સ્વીકારતા અને તેમનાં બહોળા કુટુંબના દરેક સભ્યની પ્રેમપૂર્વક વાત કરતાં. ક્યારેક મારી વાતોમાં ફરિયાદનો સૂર સાંભળી પૂછતાં, “તારા બાળકો એમના નવા સથવારા સાથે ખુશ છે?” મારા હા કહેતાં એ બોલી ઊઠતાં, “Then what is the problem?” “તો પછી શું મુશ્કેલી છે?” કેટલી સરળ વાત!… બાળકોના જીવનમાં આપણું મહત્વ ઓછું થઈ જવાનું દુખ આપણને નવાં સંબંધોને ખુલ્લા દિલે આવકારતા અટકાવે છે. હેલનનાં એક સવાલે, મને પોતાની દયા ખાવાને બદલે, દરેકને પોતાની રીતે જીવવાની ચાહને કેટલી સહજતાથી સ્વીકાર કરી શકાય તે શીખવ્યું.

         હેલન અને નેલની મિત્રતા પાક્કી હતી. હેલન એક દિવસ કહે, “નેલ સુંદર છે ને? આ નેલ નાની હતી ત્યારે મોડેલ તરીકે કામ કરતી.” બધાં હસીને નેલને વખાણી રહ્યા. એક દિવસ નેલ ઉદાસ હતી. મેં નજીક બેસી એમને કારણ પૂછ્યું. એમણે સંકોચ સાથે કહ્યું કે, મને સરખું સંભળાતું નથી તેથી ડોક્ટર કાલે મારા કાન સાફ કરવાના છે, એની મને બીક લાગે છે. મેં એમનો હાથ મારા હાથમાં લઈ પ્રેમપૂર્વક બે શબ્દો કહી હિંમત આપી. પછીના શુક્રવારે જેવી હું રૂમમાં દાખલ થઈ કે નેલ આવીને મને ભેટી પડી. મને કહે, “તેં કહ્યું હતું એમ મને કાંઈ દુખ્યું નહીં અને મને ઠીક સંભળાય છે. ભગવાન તારું ભલું કરે.” એ નાજુક સન્નારીની ખુશી જોઈ હું ગદગદ થઈ ગઈ.

       કેટલિક વખત નેલ તેની દીકરી, શેરનની વાત કરતી જેને મળવાની મને ઉત્સુકતા હતી. એ દિવસે હું ઘરડા-ઘરમાં દાખલ થઈ રહી હતી ત્યારે નેલ તેની દીકરીને સ્નેહથી ભેટી વિદાય આપી રહી હતી. શેરન મને બારણાં પાંસે મળતા જ બોલી,

       “ઓહ! તમારું નામ સરયૂ હોવું જોઈએ. નેલીમાએ તમારી મુલાકાતોની વાતો કરી …આનંદ સાથ તમારો આભાર.” એકદમ સરળ ભાવે ભેટીને આવજો કહેતી જતી રહી.

         મેં અંદર જઈ નેલને કહ્યું, “તમારી શેરન બહુ મજાની છે, પણ તમારા જેવી નથી દેખાતી.” નેલ હેલનની સામે જોઈને હસી. હેલન કહે, “એનું કારણ છે, પણ નેલ બહુ ઓછા લોકોને એની વાત કહે છે.”

        નેલ બોલી, “સરયૂને જરૂર કહીશ…હું એ સમયે પચ્ચીસેક વર્ષની હતી. મારા મૉડલિંગના કામને લીધે, એક સ્ટિવ નામના ફોટોગ્રાફરનો પરિચય થયો. મારા કરતાં પંદર વર્ષ મોટો હતો પણ એની કુશળતા અને આત્મવિશ્વાસ માટે મને અહોભાવ થઈ ગયો. એ કહે રાત છે તો રાત અને દિવસ કહે તો દિવસ. ધીમે ધીમે તેનો મારા ઉપરનો પ્રભાવ વધતો ગયો અને હું દબાતી ગઈ. તે પરણેલો અને એક બાળકનો બાપ છે તે ખબર છતાં એને ખુશ રાખવાનું મારું જીવનલક્ષ બની ગયું. હું તેની કઠપૂતલી બની ગઈ. દસેક વર્ષ આમ ચાલ્યું એ સમયે હું ગર્ભવતિ બની. મારા તરફની તેની બેદરકારી અને બીજા કારણોસર મારી તબિયત લથડી અને બાળક મરેલું જન્મ્યું. મારામાં સ્ટિવને રસ ઓછો થઈ રહ્યો હતો. બીજે અગત્યની નોકરીનું બહાનું મળતા જ, મને દયાજનક પરિસ્થિતિમાં છોડી અદ્રશ્ય થઈ ગયો……અનેક વર્ષો પસાર થઈ ગયા, ના ખત- ના ખબર…”

        નેલ પાણી પીવા અટકી. “એક દિવસ મને એક મોટી કંપનીમાંથી કોલ આવ્યો કે ‘હું સેક્રેટરી બોલું છું, મારી સાહેબાન, શેરન તમને મળવા માંગે છે’. એક કંપનીની માલિક, શેરન કોણ હશે!!!

        “એ સમયે હું એકલી ભાડાના ઘરમાં રહેતી હતી. શેરન મને મળવા આવી. એનો ચહેરો જોતાં જ સ્ટિવની યાદ આવી ગઈ. તેના પહેરવેશ પરથી બહુ શ્રીમંત લાગતી હતી. અચકાતાં મારી સામે આવીને બેઠી અને મારો કોમળતાથી હાથ પકડી બોલી કે, તેને સ્વર્ગસ્થ પિતાના દુષ્કર્મોનું પ્રાયશ્ચીત કરવાનું છે.”

        શેરનને વાત કરી કે સ્ટિવ સાથે વર્ષો સુધી માતા-પુત્રીને ખાસ સંબંધ નહોતો. પણ સ્ટિવને કેન્સર થતાં શેરન બધું ભૂલીને પિતાની સેવામાં હાજર થઈ ગઈ હતી. બે વર્ષની માંદગી દરમ્યાન સ્ટિવે નેલને કરેલા અન્યાયની વાતો શેરનને કરેલી અને પ્રાર્થના પણ કરેલ કે સ્ટિવ તરફથી માફી માગવા તે જઈને નેલને મળે. શેરનને નેલની ભાળ મેળવતા મહિનાઓ નીકળી ગયા. ભાળ મળતા, ખાલી ફરજ પૂરી કરવા આવેલ શેરન, નેલની પ્રેમાળ પુત્રી બની ગઈ હતી. શેરનની મા જીવ્યાં ત્યાં સુધી તેમની સાથે પણ નેલનો સદભાવભર્યો સંબંધ રહ્યો હતો.

        “છેલ્લા ત્રણ દસકાથી મારી બધી રીતે સંભાળ લેતી શેરનનાં સ્નેહથી મારું જીવન ભર્યું ભર્યું છે.” નેલની આંખો ભાવભીની બની ગઈ.

        …. દિવસે અમારે બીજી કોઈ વાર્તા વાંચવાની જરૂર ન પડી.    

      સમયના વહેણ સાથે મારા જીવનમાં અને પ્રવૃત્તિઓમાં બન્ને બહેનો ખૂબ રસ લેતાં રહ્યાં. તેઓ મારા આવવાની ઉત્સાહથી રાહ જોતા અને મને મારા સ્વજનોને મળવા જતી હોઉં એવો ભાવ થતો. હેલન જ્યારે હસતી આંખો સાથે સવાલ કરતી, “તો આજે તું શું વાંચવાની છો?” ત્યારે હું લાગણીના દોરે અનાયાસ બંધાઈને ત્યાં બેઠી છું એની પ્રતીતિ થતી.

                                           માનવ મેળો

વિચાર વર્તન  વાણીનો આ  કાચોપાકો  બાંધો  છે,
સાંધામાં  પણ  સાંધો છે ને એમાં સૌને  વાંધો   છે.
જીવ જીવ કોઈ ચોરી ચળવળ ચર્ચામાં બંધાયો  છે,
ઊજળો રસ્તો  જોઈ  શકે ના એવો આ અંધાપો  છે.

મનબુદ્ધિનો  લગાવ ધાગો  અળવીતરો  ફંટાયો  છે,
ભરી ભોમમાં પાંચ જણા સંગ માંડ કરી સંધાયો  છે.
સ્વાર્થ સલામત  સુવિધા સર્જિ, અંતે એ મૂંઝાયો  છે,
કૂપમંડૂકનો સ્થિર નીરમાં  અવાજ  બહુ  રૂંધાયો  છે.

સહજ સરળ ને શુદ્ધ ટકે ના, એવો વા સૂસવાયો  છે,
કરમ કુંડાળે ફરતો,  દોડા  દોડીમાં   રઘવાયો   છે.
સ્વપ્ના સંતાકૂકડી  ખાલી  પડછાયો  પકડાયો   છે,
સમય સરંતી  રેતી  સાથે અંગત આજ પરાયો  છે.

જાણી  શકે તો  હકાર  હેતે  હોંશે સંગ  સુમેળો  છે,
માણી શકે તો આ જીવન એક મસ્તજનોનો મેળો છે.

——

Every living soul craves attention. There is a saying, “Call me by any name, but call me.” Many factors like depression, ego or uncaring attitude are excused in the name of being “busy,” which prevents people from saying a few good words or giving a caring call.

Meant to be…                                                                 Saryu Parikh                                         

I was attending my seventh Annual Appreciation Lunch for volunteers, organized  by the Literacy Council of Fort Bend in Texas.  We had a guest speaker, Mr. Michael Biasini. He was relating his life story, “Overcoming Obstacles,” published in the Chicken Soup for the Soul – 6th Edition.  At the end of his emotional presentation, he announced, “I want to give this book to a guest whose birthday is closest to today, February 5, 2005.”  My birthday happened to be on the 6th, and in my birthplace India, it was already the 6th. So, Mr. Biasini presented to me an autographed copy of Chicken Soup for the Soul. At home, I read a few stories and put the book away on the bookshelf.       

There was a nursing home in my neighborhood. Often passing by, my natural helping aptitude was urging me to go in and find to do some volunteer work with the elderly residents. One day in April, for the first time I entered the nursing home and inquired.  

The receptionist was busy doing several things and made me wait for a while. I had no idea how things are done in a nursing home. When I expressed an interest in reading to the seniors, she seemed a bit uncertain. Looked like she was wondering…, ‘what to do with this kind of volunteer?’ Very quickly she told me to come back on Monday. 

When I arrived back at the nursing home, I was received by a young man who directed me to a room full of elderly people, most of whom were stricken with Alzheimer’s. The worker was setting up to show the residents a movie that they had already seen. He said, “Most of the patients do not watch the movie the first time and those who did, forget it quickly.” I was there for about half an hour, but I could not connect with anybody. I asked myself, “What am I doing here?” 

I decided to leave, but on my way out I ran into the lady in charge. Somehow, I heard myself telling her, “I will come back on Friday.” 

Friday came and I struggled with myself as to whether I should go back or just forget the whole thing! In the early morning, I made up my mind to go one more time. If someone is waiting for me, I will find that person. 

I entered the nursing home and saw an elderly resident sitting there enjoying “The Price is Right” on television. I proceeded to walk into the same section looking for the young man. I waited around…what seemed like a long time, observing all those patients lost in their own worlds. They seemed helpless and at the mercy of the employees. Some were happy and some miserable. I did not feel comfortable. I thought, “That’s it. I tried. I cannot be of any use here!”  

Coming back to the reception area, I noticed that the same elderly lady was still sitting near the television with her walker in front of her. I sat next to her and introduced myself. She said her name was Helen. She turned out to be very alert and talkative. She knew all about current news events and seemed very smart. She said she enjoyed listening to the television since her eyesight had deteriorated. I told her I would love to come and read to her if she would like! She was delighted to hear that. When she found out that I am from India, she excitedly said, “Oh, I know some good Indian people. I like Indian food, especially the   “naan-bread.”   She said her friend Nell would also want to join us.  I promised her that I would come back to read to them twice a week. I walked out of that nursing home with a smile on my face.

I realized in my heart; Helen was waiting for me. It was meant to be…

I started planning what I should read to these ladies!  Maybe some magazines? All of a sudden. I remembered THAT book. I was sure that these ladies would like to listen to real-life stories. So, our first reading session started with Mr. Biasini’s Story “Overcoming Obstacles” from the book Chicken Soup for the Soul. I decided to read to the ladies on Monday and Friday mornings for one hour. That first Friday, I went looking for  Helen. Her room was on the other side of the building where seniors were in better health. She was rushing to meet me. She apologized for being late and assured me that from now on, she would be waiting in the front dining room for me. And she kept her word. 

Most of the time, she would be accompanied by her friend Nell, who was a delicate, quiet lady who also loved to read books. She had a little difficulty with her hearing, but she was happy that I was going to read to them. Nell was eighty-nine years young, one year older than Helen and forty years senior to me. They both made me feel young, saying, “Oh, you have many years ahead of you.” Nell was raised on a farm and had worked very hard all her life. Even now in the nursing home she had signed up to help other residents. Helen would say about her, “Isn’t she a pretty thing! She used to be a model in her younger days.” Upon my inquiries she told me that she used to model clothes for some stores. Helen and Nell valued their friendship dearly. 

Helen had worked in a bank. She had lived all her life in upstate New York and recently moved to Houston to be near her children. She would say, “Wherever you live, you have to like it. I like it here.” Helen was delighted to talk about her daughter, grandchildren and newborn great-grandchild. She was sharp. Whenever I stumbled upon any word, she would promptly give me the meaning of it. She always carried a Bingo game board with her, and as soon as they sat at the table, the game would start. Lately she had a hard time differentiating between the dots, so Nell would help. I used to bring naan, the Indian bread, on many of my visits. Helen would thank me and share it with whoever was bold enough to try it. 

In reference to a story, we talked about cremation and burial customs. I told them about our Hindu customs. Helen said, “A long time ago, I had decided to be cremated and have my ashes buried next to my husband in New York State. I don’t want to trouble my children with having to send my body all the way over there.” I was surprised at her clear thinking and her unorthodox attitude. She was so curious to discuss and know about other religions. Whenever I read TIME magazineabout thecurrent events and world news, the ladies very enthusiastically participated. 

One day, Nell seemed very nervous. She quietly listened to a story for a while and then said, “I won’t be here next Monday. The doctor examined my ears and told me to go to his office for some procedure to clean them. He said it will be simple, but I am afraid.” I held her delicate hands gently. I looked into her eyes and said, “I send you strong vibrations, Dear. You will be alright.” With teary eyes she agreed. 

The following Friday, when I walked into the dining room, Nell was all smiles! Excitedly, she told me, “Oh, the procedure did not hurt me and now I can hear so much better. Your gentle, encouraging words went a long way to calm me.” 

Our reading sessions continued twice a week. Ms. Kim Ever started to join our group on a regular basis, but there were times she had to leave to help her younger, invalid sister. At her old age, doing things for her sister was hard, but very satisfying also. Once, when I was reading a story about a cancer patient, Kim told us about losing a son to cancer. Accepting this God-given situation was one way for her to achieve peace of mind. Once in a while, some other residents would come and park their wheelchairs next to our table and share their life stories. Often, some of the ladies would listen while getting manicures from one of the employees during my readings. 

One day, I was invited to join a cake party. I came upon one Alzheimer’s patient who was from my country,  speaking in my mother tongue, Gujarati. I sat there holding her hand while she continuously recited a nursery rhyme about the sparrow…chaki chokhaa khaande Che… It made me feel so humble to realize that the mightiest organ in my body is my brain, and it is so fragile. Formerly, these people had been productive members of society. Today, they could not even remember their own names. One lady in another wheelchair was not able to wipe her own mouth, and she was grumbling, “I have to find an apartment – will you help me?” 

It was the month of July, and Helen was looking forward to a trip to attend her granddaughter’s wedding. She returned, very happy from that family reunion. As I listened to her stories, I could see that a positive attitude prevailed in her everyday life. She said, “Everything was so nice; I enjoyed myself.” I never heard any complaints from her. 

Months passed by. I started to read other novels to the residents. But I think I had received the gift of Chicken Soup for the Soul  for the purpose of reading it to these ladies. 

I do not remember how many hours I spent with Helen and Nell, maybe more than their own family members. But I do remember those  welcoming eyes and pleasant smiles. They would ask me, “Sweetheart! now which story are you going to read to us today?”  This simple question conveyed their love.

Every living soul craves attention. There is a saying, “Call me by any name, but call me.” Many factors like depression, ego or uncaring attitude are excused in the name of being “busy,” which prevents people from saying a few good words or giving a caring call.
                           

  Realize
                 You sit  in  your  narrow   little  corner and  Judge;

The world passes by!
                 You  sit  in  your  narrow   little  corner  and  Sulk;
       Love passes by! 

You sit in your narrow little corner and Complain;
         Time passes by! 

You sit in your narrow little corner  and  Connive;
Peace passes by!
You  sit  in your narrow  little  corner and  Frown;
Joy passes by! You  sit  in your narrow little corner and Demand;
Nature passes by!
You come out from your narrow little corner and Realize;
                          The  Universe  around  sings  by.

                                   ——– Saryu Parikh
comment: I liked your story immensely, mum.  You are a wonderful person who has done wonderful things. Samir Parikh

2. મંજુફઈ                                             લેખિકાઃ સરયૂ પરીખ

અમારા કિશોર વયના -સાત પિત્રાઈઓમાં મંજુબેન કોઈના માસી, તો કોઈના ફોઈ હતા. મારા પિતાના કાકાના દીકરી બહેન તેથી મારા મંજુફઈ. તેમના મોટીબેન મારા સગા મામી જેથી એમના બાળકોના મંજુમાસી હતા. તેમનો સહવાસ મને બાળપણથી મળેલ કારણ કે મામાનું કુટુંબ ઘણા વર્ષો બહાર ગામ હોવાથી તેમના બંગલાના આગલા ભાગમાં મારા માતા-પિતા, ભાઈ અને મારા કરતાં સાત વર્ષ નાની બહેન, રહેતા હતા. અને બંગલાના પાછલા ભાગમાં મંજુફઈ અને તેની દીકરી, શાંતુ રહેતાં હતાં.

શ્યામ વાન, સજાવટ વગરનો ચહેરો અને સાદા સાડલામાં મને મંજુફઈ ગામઠી લાગતા. મને સમજ આવી ત્યારથી સમજાયું કે મંજુફઈ વિધવા હતા. મને ખ્યાલ નથી કે એમને વાંચતાં લખતાં આવડતું હતું કે નહીં. મારા બા સાથે મંજુફઈની સંકોચ પૂર્વકની રીતભાત જોઈ મને નવાઈ લાગતી. મારા બા તેમની સાથે હંમેશા માનપૂર્વક વ્યવહાર કરતાં પણ બન્ને વચ્ચેનો માનસિક કક્ષાનો તફાવત દેખાઈ આવતો. એક દિવસ મંજુફઈને હેડમાસ્તરે એક કાગળ પર સહી કરાવવા અમારે ઘેર મોકલ્યાં હતાં ત્યારે મને ખબર પડી કે જે હાઈસ્કુલમાં મારા માતા શિક્ષક હતા, ત્યાં ફોઈ પટાવાળા તરીકે નોકરી કરી પોતાનો અને શાંતુનો જીવનનિર્વાહ કરતાં હતાં.

મંજુફઈની શાંતુ મારા કરતા વર્ષે મોટી તેથી બહાર જતી હોય તો હું ઘણીવાર એની પાછળ પડતી. હું છએક વર્ષની હોઈશ અને દિવસે મંજુફઈ અમારા પૂર્વજોના ગામ, કોટડા જતાં હતાં. શાંતુ બસ સ્ટોપ સુધી જવાની હતી, તો હું પણ હારે થઈ.

“શ્રુતિ, હવે બસ ઉપડવાની તૈયારી છે. ચાલ આપણે ઘેર જવાનું છે.” શાંતુ બોલી. પણ મંજુફઈને બસમાં ચડતાં જોઈ મારું મન કાબુમા રહ્યું અને એમનો સાડલો પકડી હું બસમાં ચડી ગઈ.

“અરે! સવિ… રેવા દે. નીચે ઊતરી જા.” મંજુફઈ કહેતા રહ્યાં ને હું તો સીટ શોધીને બેસી ગઈ. મંજુફઈએ શાંતુને બારીએથી બૂમ પાડી કહ્યું, “ભાઈ-ભાભીને કે ‘જે કે ચિંતા નો કરે…” અને તેમની સાથે ખાડાખબડિયા રસ્તે જતી બસમાં અમારા ગામડે પહોંચી ગઈ. મારા મોટાકાકાના કુટુંબને ત્યાં મને સોંપીને મંજુફઈ પોતાના ભાઈને ઘેર ગયાં.

પહેલી વખત મને ગામડાની નવીનતા જોવા મળી. એ વખતે તો માટીની ભીંતો વાળા ઘર, આગળ મોટી ઓસરી અને આંગણામાં બે ગાયોને નીરણ નાખવામાં હું અનેરો આનંદ અનુભવી રહી. કાકી કહેતાં રહ્યાં, “અરે, રહેવા દે…” પણ મેં તો તેમની દિકરી સાથે છાણા થાપીને દીવાલ પર ચાંપવાની મજા લીધી. ઘણું ચાલીને સીમના કુવે પાણી ભરવા જવાનું. ખેતરને આરે કુવે કોષ ચાલે, બે બળદ આગળ પાછળ જાય અને પાણી બહાર ઠલવાતું જાય, રાત્રે અંધારામાં ફાનસ લઈ સાંકડી ગલીમાં થઈ મારા મોટાકાકાને ઘેરથી મંજુફઈના ભાઈને ઘેર જવાનું. અહા! બધું કેવું મજાનું લાગતું હતું! ત્રણ દિવસ પછી મારા બાપુ મારી ચીજો લઈને આવ્યા. મારા આગ્રહથી બે દિવસ વધુ રોકાઈને અમે ભાવનગર શહેર પાછા ફર્યા.

પછી ફરી એક વખત ગામડાની મુલાકાતથી મને સમજાયું કે મંજુફઈ કેવા વાતાવરણમાંથી શહેરમાં સુધરેલા સમાજમાં ગોઠવાવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. અને મારાં બા, જેમને મેં ભણેલા-ગણેલા, ખાદીના કપડા પહેરતા શિક્ષિકા તરીકે જોયા, તે એક વખત ઘૂમટો તાણીને આવા ગામડામાં કઈ રીતે રહ્યાં હશે એનું તાદ્દશ તો નહીં પણ આછું ચિત્ર હું દોરી શકી.

એક બંગલામાં રહેતા હોવાથી મારો એક પગ ફોઈના ઘરમાં હોય. અને ખાસ કરીને ઉનાળાના વેકેશનમાં તેઓ બપોરે ઘરે હોય કે હોય, અમે તો એમના ઓટલે રમતા હોઈએ. મંજુફઈ તૈયાર થઈ, ચંપલ પહેરી બહાર નીકળે અને મારી બેનપણી પૂછી લે કે, “માસી ક્યાં જાવ છો?”

“લે, ક્યાં-કારો કર્યો? મોડું થાય છે પણ બેહવું પડશે.” ચંપલ ઉતારી થોડીવાર બેસે.

“પણ કહો તો ખરા કે કપડું લઈને ક્યાં ચાલ્યાં?”

જરા નારાજગી સાથે જવાબ આપે, “ધૌપદીને ત્યાં.” મારી બેનપણી મારી સામે પ્રશ્નાર્થ ચિન્હ જેવું મોં કરી જોતા…હું જવાબ આપું,

“દ્રૌપદી, પેલા શીવણ કામ કરે છે બહેન.” અમે હાસ્ય છુપાવતા પાંચિકા રમવા માંડીએ.

સારું કામ કરવા જતાં હોય અને છીંક ખાધી તો આવી બને.

“અટાણે છીંક ખાધી? કાંઈ નહીં, બીજી છીંક ખાઈ લે એટલે અપશુકન નહીં થાય.” એમ સરળ ઉપાય બતાવી સારા પ્રસંગને અપશુકનથી બચાવી લેવાનો સંતોષ અનુભવે. બુધવારે બહારગામ જવાય અને જવું પડે તો આગલા દિવસે કોઈના ઘેર પસ્તાનું મૂકી આવવાનું. એવી તો ઘણી માન્યતાઓ શીખવાડતા રહેતા. આવી વાતો મારી બાની પાસે દોહરાવું ત્યારે તે કહેતા રહે કે, “આવી અંધશ્રધ્ધાની વાતો શું શીખી આવે છે? રજાઓમાં કંઈક સારું શીખો.”

એકવાર ભાઈ અને તેના ભાઈબંધ, અમારા પાડોશીના છોકરાઓ સાથે મારામારી કરી પાછા ઘરમાં આવીને સંતાઈ ગયા. પાડોશી છોકરાઓના જોશીલા દાદી અમારે ઘેર હલ્લો લઈને આવ્યા. વડીલોમાં મંજુફઈ હાજર હતાં તે ભાઈનું રક્ષણ કરવા આગળ ઊભા રહ્યાં પણ ધક્કો વાગતા જરા પડી ગયા. મારા ભાઈ અને ભાઈબંધ પાછલી ગલીમાંથી છૂમંતર થઈ ગયા અને ત્યાર પછી અમારા ઘરમાંથી દુશ્મન ટોળું બડબડાટ કરતું જતું રહ્યું. પછી બનાવનું વર્ણન કરતાં મંજુફઈ કહેતાં, “અરે એવાં રાડ્યું પાડતા આવ્યા અને હું સામે ફરીને ઊભી રહી ગઈ પણ ડોશીએ મને પસાડી દીધી…”

મંજુફઈની અપભ્રંશીય ભાષાની મજા રોજબરોજ ચાલતી. જેમ કે, ‘પછાડી’ ને ‘પસાડી’ કહે. શ્રુતિનું સવિ તો ઠીક પણ સગાની છોકરીનું નામ “કૃતિકા” પડ્યું. તેને વાતવાતમાં ફોઈ “કુતરીકા” બોલી દે ત્યારે અમે ખડખડાટ હસી પડતા.

શાંતુ મારા માટે ફેશનની આદર્શ. એ ટાપટીપ કરતી હોય તે હું જોયા કરું. એ દિવસે, ચૌદ વર્ષની શાંતુએ બજારમાં પોતે એકલી ખરીદી કરવા જાય તેવી જીદ કરી. મેં વચ્ચે મમરો મુક્યો કે, “હું પણ સાથે જઈશ.” અંતે મંજુફઈ માન્યાં. હું શાંતુની સાથે બજાર જવા નીકળી. નોરતાના ઉમંગમાં બંગડીઓ ખરીદી અને બીજે ચાંદલા ખરીદવા ગયા તેમા તેની દસ રુપિયાની નોટ વચ્ચે ક્યાંક પડી ગઈ. અરે, શાંતુના રઘવાટ સાથે અમે ચાર વખત રસ્તે ચક્કર માર્યા, પણ દસની નોટ મળી. અમે ઘરે આવી જાણ કરી . . . ને ધમાલ મચી ગઈ. મંજુફઈનો પિત્તો ગયો અને શાંતુને બે લપડાક લગાવી પણ પોતાનો બચાવ કરવા શાંતુએ સામે હાથ ચલાવ્યા. આ જોયા પછી હું ભાગી.

બે ચાર દિવસ પછી શાંતુની બેનપણી સાથે અમે બોર વીણતાં હતા. મને શું સૂઝ્યું કે હું બોલી. “શાંતુ ખરીદી કરવા ગઈ ‘તી અને એના દસ રૂપિયા ખોવાઈ ગ્યા. પછી તો ઘેર આવીને જે…”

“બસ, શુતીડી. હું કહું ને કે તારે ઘેર જે…?” શાંતુનો આક્રોશ જોઈ મારી બોલતી બંધ થઈ ગઈ. એ દિવસથી કોઈની ખાનગી વાત બહાર ઉગલવાની ચેષ્ટા નથી કરી.

આસપાસની ઘણી બહેનો મંજુફઈના ઓટલે આવીને કલાકો વાતો કરતી, પણ તેમાં મારા બા ભાગ્યેજ થોડીવાર વાત કરવા આવતા. બાકી તો કોઈ પુસ્તક લઈને વાંચતા હોય. લાગતું કે મંજુફઈ સાથે ખાસ કોઈ સમાન વિષય હતો નહીં.

મામાના કુટુંબને પોતાના બંગલામાં રહેવા આવવાની શક્યતાની વાતો આવી રહી હતી. અમારું ઘર બંધાઈ રહ્યું હતું. એ દરમ્યાન અમારા અંતરના ઊંડાણને હચમચાવી નાખતો બનાવ બન્યો. અમે ત્રણ ભાંડરડાંમાંથી સૌથી નાની, પાંચ વર્ષની બહેનનું એક દિવસની માંદગીમાં અવસાન થયું. મંજુફઈ બહેનની માંદગીના દિવસે, બહેનની પથારીની આસપાસ અને તેના અવસાન બાદ મારા બાની પાસે હતા. પછીના દિવસોમાં ઘરની ગહેરી ઉદાસી અને ખાસ કરીને સાંજના સમયે આરતી, જાણે વેદના-ઘંટારવ વગાડતી હોય તેવું લાગતું. મંજુફઈ રોજ આવીને પહેલા પથારી પાસે જઈ તાવમાં શાંત પડી રહેલ ભાઈના ખબર પૂછતાં ને પછી પગથીયા પર બેસતાં અને બા સાથે થોડી વાતો કરવા પ્રયત્ન કરતાં. માની સોજેલી આંખો સામે જોઈને નજર વાળી ક્યાંક દૂર અવકાશમાં જોતા બેસી રહેતા.

ત્રણ-ચાર દિવસ થઈ ગયા. ખરખરો કરનાર આવતા બંધ થઈ ગયા પણ બાની આંખમાંથી ખરતા આંસુ બંધ નહોતાં થતાં. મંજુફઈ રોજની જેમ આવીને બેઠાં. બહેનની વાત બાએ શરૂ કરી પણ આંસુના વહેણમાં વાત અટવાઈ ગઈ. હું રડમસ ચહેરે નજીકમાં રમતી એમની વાતો સાંભળી રહી હતી.

“ભાભી, બસ હવે, આંસુ લૂછો.” મજુફઈએ ગળગળા પણ મક્કમ અવાજે બાને કહ્યું, “તમારું દિલ પથ્થરનું કરી નાંખો.” જાણે બાને ધક્કો મારીને અમ ભાઈ-બહેન પ્રતિ જાગૃત કરી દીધા.

મંજુફઈએ કહ્યું તે પ્રમાણે, બાએ પોતાના ફૂલેલા પોપચા પરથી આંસુ લૂછ્યાં અને મારી સામે જોઈ પ્રયત્નપૂર્વક આછું સ્મિત કર્યું. એ દિવસ પછી, મારા દેખતા બાને ક્યારેક રડતાં જોયાં.

એક અભણ ફોઈની સમજણ અને સલાહ પોતાના અનુભવમાંથી ઉદ્‍ભવી હશે! મારાં ભણેલા-ગણેલા બાને, ઘેલા લાગતા મંજુફઈએ સચોટ માર્ગદર્શન આપ્યું. આવી સંવેદના અને સમજવાળા અમારા મંજુફઈને અભણ કે અજ્ઞાની માનતી અમારી બાલિશતા ભોંઠી પડી ગઈ.

 _________ સરયૂ પરીખ    saryuparikh@yahoo.com  http://www.saryu.wordpress.com

કાવ્ય, story.

જાકારો કે આશિષ

જાકારો જાણી દીધો, તેને જુહાર આજ જણાવું,

કુંડાળા વચ્ચે ઠેલ્યો, તે ઉપકારો કેમ ગણાવું!

ઉત્સુક આ ઘેલા ચેલાને નિષ્ઠા વહાણે મેલ્યો,

આપી સાથે ઓજસ પૂંજી, ઝઝૂમતો એ ખેલ્યો.

ખીણથી ડુંગર ઉજ્જડ કેડી, આપત્તિનો રસ્તો,

અણીય પથ્થર પીડે ત્યારે ધીમે રહીને હસતો.

શંકાના ઓછાયા સરતા ઝગમગ તારક દીઠો,

બોધકથાનો પડઘો ગુંજે આગળ પાછળ મીઠો.

જાકારાની લૂખી છીપમાં આશિષનો અણસારો,

હે ગુરુવર! તું પિચ્છ ખેંચીને પાંખોનો દેનારો.

——- સરયૂ પરીખ

ઈશ્વર કે યોગ્ય શિક્ષક અને યોગ્ય વિદ્યાર્થીનો સુમેળ થાય ત્યારે શિક્ષા આપવાની રીત કઠીન હોય તેને પણ, વિદ્યાર્થી અહોભાવથી સ્વીકારે છે.

Happens

Bad things happen for some good reason,

Rumble and roar may bring good season.

When half sun hangs in a cradle of cloud,

The dribbling drops give tickling pleasure.

The scolding and aversion make you stronger,

May teach you to be kind, embrace a stranger.

A push from the top, stumble in the deep,

Force you to go in a totally new direction.

It’s a sign in disguise from our Creator,

A chance to explore a multitude of prospects.

The seed under dirt and men under hurt,

Sprout, germinate…beyond expectations.

——– Saryu Parikh

Her Seamless Love, Saryu Parikh

We were new in town and got an invitation from Suha and Ranbir Sinha’s house for an Indian classical music concert. That evening my husband pulled our car into a circular driveway in front of a mini-mansion in an elite residential area. We were greeted at the door by Ranbir, a handsome, confident gentleman. Suha came crisscrossing several people to greet us. A beautiful, poised and gracious lady in her late forties, Suha impressed me with her warm welcome. During the concert’s intermission, I came to know that she was Marathi and married her Punjabi husband after they both graduated from an engineering school in the U.S. They had two daughters and the older girl, Anu, came to greet the guests. We were impressed to know that she had been admitted to MIT and would be going to Boston soon.

While we were talking, a lady came and tapped Suha on the shoulder. With that, Suha turned and headed to the back door, through which there was a guesthouse. A friend in the crowd told me that Suha’s mother-in-law had Alzheimer’s disease and stayed in the guesthouse. I was shocked to know that Suha had taken full responsibility for this very sick woman and would not send her to any institution. With so many responsibilities, Suha was a founder and leader of a non-profit organization that focused on caring for senior citizens.

Over the next eight years, we would see each other from time to time and have good talks. But then time passed without a word. Then one day after almost a year, Suha called to invite me to a function to honor community writers.

“Didi, I will pick you up. I have moved to a new home! I am divorced. We’ll talk more on Sunday.”

I was stunned. What could have happened to this picture-perfect couple?

When she picked me up, Suha opened up about her life.

“We started our life like real partners. My job was interesting but I had to quit due to family responsibilities. Ranbir turned out to be very successful. I took care of our household and his sick mother, who passed away three years ago. But her sickness took a toll on me and our relationship. Then came another shock. As a mother, I accepted the situation but it was beyond Ranbir’s tolerance. Still, I was saying that we should continue to live in the same house and give ourselves some time, but he wanted freedom. So, we ended up in court. I kept it as simple as possible for our girls’ sake. We are on friendly terms, but my whole world has turned upside down.”

“What was the other shock?” I asked. That is when Suha handed me a thick envelope. I opened it and read the invitation inside:

Please Join Us as We Celebrate the Wedding of Our Daughter

Anu

and

Jennifer

…. Suha and family.

“Oh! So, this was the main reason for your break-up?” I asked in shock.

“Yes. Ranbir couldn’t fully accept Anu and Jennifer’s relationship. I am organizing the reception at my place. Ranbir will come…as a guest.”

I hugged her and said, “Suha, you do not feel guilty. Because, spiritually… Ranbir is not evolved as you are. Everyone is not capable of loving unconditionally…I admire you.”

——–

અસીમ સ્નેહ…સરયૂ પરીખ

સુહાનો, ‘લેખક સન્માન’ના પ્રસંગમાં, મને આમંત્રણ આપતો ફોન આવ્યો. અમે એકાદ વર્ષથી વાત નહોતી કરી તેથી મને અનેરો આનંદ થયો.

સુહાને હું મારી મિત્ર કહું કે, કેવળ ઓળખીતિ કહું… કે નાની બહેન કહું એ ચોક્કસ કહેવું મુશ્કેલ હતું. પણ જ્યારે જ્યારે સુહા સાથે વાત થાય ત્યારે કોઈ દંભ દેખાવનું આવરણ રહેતું નહીં. આઠેક વર્ષ પહેલાં અમે પહેલી વખત સુહાને ઘેર સંગીતગ્રુપના સભ્ય તરિકે આમંત્રણ હોવાથી ગયેલાં. એક મોટા બંગલાના ગોળ ડ્રાઈવ-વે પર મારા પતિએ કાર ઊભી રાખી. વિશાળ બારણાઓ પાસે સુહાના પતિ, રણબીર સિન્હાએ પોતાનો પરિચય આપી, અમને આવકાર્યા. સુહા લોકોની વચ્ચેથી જગ્યા કરતી અમને આવીને મળી. સુંદર અને સાદી પણ પ્રેમાળ સુહાને પહેલી વખત મળી…પણ જાણે પુરાણી પહેચાન હોય તેવી ઉષ્માભરી તેની વર્તણૂક હતી.

સંગીતનાં કાર્યક્રમનાં મધ્યાંતરમાં વાતો કરતાં જાણવા મળ્યું કે સુહા મરાઠી, અને રણબીર પંજાબી છે, અને અમેરિકાની એન્જિનિયરીંગ કોલેજનો અભ્યાસ પૂરો કરી બન્નેએ પ્રેમલગ્ન કરેલા. રણબીરને પોતાની કંપની હતી. સુહાની મોટી દીકરી અનુ, સૌને મળવા આવી અને MITમાં પ્રવેશ મળી ગયો હોવાથી બે મહિના પછી Boston જવાની હતી. અમે બધાં સુહાનાં સૌભાગ્યને અહોભાવથી નવાજી રહ્યાં… એવામાં એક મદદનીશ બહેને આવીને સુહાના ખભે હાથ મૂકી ઈશારો કર્યો. સુહા તરત જ પાછલા દ્વારથી બહાર નીકળી, ત્વરાથી પાછળના ગેસ્ટ હાઉસ તરફ દોડી.

“સુહાનાં સાસુને ‘અલ્ઝહાઈમર છે. સુહા સિવાય બીજું કોઈ તેમને સંભાળી શકે તેમ નથી.” આ સાંભળી સુહાની સહનશીલતાનો ખ્યાલ આવ્યો.

ત્યાર બાદ જ્યારે પણ મળતા કે ફોન પર વાતો કરતા ત્યારે સુહા પોતાની અને સમાજની અનેક સમસ્યાઓ વિષે મારો અભિપ્રાય માંગતી.

કાર્યક્રમના દિવસે સુહાએ ફોન પર કહ્યું, “દીદી, હું તમને લેવા આવીશ.”

“એટલે દૂરથી? … તને લાંબુ પડશે.” મેં કહ્યું.

“મારું નવું ઘર બહુ દૂર નથી. ફોન મૂકું છું… રવિવારે વધુ વાત કરશું.” કહીને સુહાએ વાત બંધ કરી.

મારા ‘કેમ’ અને ‘ક્યાં’ અધ્યાહાર રહી ગયા.

જતી વખતે તો ટ્રાફિક અને સમયનાં દબાણને લીધે વાત ન થઈ પરંતુ વળતાં સુહા ગમગીન ચહેરે બોલી, “દીદી, છ મહિના પહેલાં રણબીરથી હું અલગ થઈ ગઈ. મારા સાસુ બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યાં પણ તેમની બિમારી અને બીજા કારણોને લીધે અમારાં સંબંધમાં અકળામણ વધી હતી. તો પણ હું સાથે રહી પરિસ્થિતિ સુધારવા તૈયાર હતી. પણ રણબીર ન માન્યા. બીજી એક સમસ્યા ઊભી થઈ તેમાં અમારા વચ્ચે સખ્ત વિરોધ સર્જાયો. હું મા તરિકે પરિસ્થિતિ સ્વીકારી શકી પણ રણબીર ન સ્વીકારી શક્યા.”

“એવું તે શું થયું?”…પ્રશ્નાર્થભરી નજરે હું તેની સામે જોઈ રહી. ઘર આવતા સુહાએ કાર અટકાવી. તેની પર્સ ખોલી એક આમંત્રણ કાર્ડ મને આપ્યું. જેમાં લખ્યું હતું…

ભાવભર્યું નિમંત્રણઃ ચિ.અનુ અને જેનિફરનાં લગ્નની ઉજવણી…

યજમાનઃ સુહા અને પરિવાર…

“ઓહ! તો અણબનાવનું અંતિમ પરિણામ આ કારણે આવી ગયું…છૂટાછેડા?”

“અનુ અને જેનિફરનાં સંબંધને રણબીર અપનાવવા તૈયાર જ નથી.” સુહાની આંખમાં આંસુ જોઇ મારું મન પણ રડી ઊઠ્યું. “મારું એકલાપણું કેટલિક વખત અસહ્ય બની જાય છે. આ બધી તૈયારીમાં પણ તેનો સાથ ન હતો.”

“રણબીર સત્કાર સમારંભમાં પણ નહીં આવે?”

“આવશે…એક મહેમાનની જેમ.”

સુહાને વ્હાલ કરી મેં કહ્યું, “તું જરાય દુખ નહીં લગાડતી. રણબીરની મનઃસ્થિતિ તારા જેટલી ઉચ્ચ

કક્ષાની નથી તેથી એ સ્વીકારી ન શક્યા. દરેકમાં અસીમ સ્નેહ કરવાની ક્ષમતા નથી હોતી.

——-

લે. સરયૂ પરીખ

saryuparikh@yahoo.com

Touch the Sun

Touch the Sun

She sits on the swing, thinks she has wings.
She wants to touch the sun,
says, “Push higher and higher,
so I can touch it soon.”

The smile on her face
The glee in her eyes
Her pink pretty cheeks,
The hair in the air
Saying, “Nana, push more, much higher than the sun.”

“The time has come, the tricks you have known.
Let’s see how far and high you can swing on your own.”

She pushes so high she almost touches sky,
But what goes up has to come down.
Nana stands by her side while she struggles to stay high.
The sun looks down, slightly laughing at her stride.

——— Saryu Parikh


પુસ્તક. અહીં વાંચી શકો છો.

મજામાં હશો. તમારા મિત્રો વગેરેને જણાવવું હોય તો…આપણને ખબર છે કે બાળપણમાં કોઈ પુસ્તક મળે તો આનંદ થતો. બસ મારો આશય એ છે કે રસ હોય તેને પુસ્તક મળી શકે. આ પુસ્તક ભાવનગર વગેરે જગ્યાએ મળી શકશે.ઈ-બુક પછી તૈયાર થશે. Feel free to forward this info…

પુસ્તક: “ઊર્મિલ સંચાર.’ નવલિકા, વાર્તા અને કવિતા. સરયૂ પરીખ. મૂલ્યઃ વાંચનરસ. મારા પ્યારા ભાવનગર અને જેમને પણ ગુજરાતમાં જોઈતું હોય તેમને ઉપલબ્ધ છે.

પ્રાપ્તિસ્થાનઃ shishuviharbhavnagar@gmail.com

http://www.shishuvihar.in Shishuvihar phone# : 7043332100
———

Ila-Munibhai Mehta

chairman@glsbiotech.com    Vadodara.
———

Hemant Shah. Cell# : 9879147933
222, Sarvoday Commercial Center. Near Relief Cinema Ahmedabad-380001.

 Phone: 079-2550 1832 
——–

Spark of Light. એક વાર અજવાળું…

Spark of Light

In a windowless room with a dull grey hue,
 as told the way I remained subdued.
Just bury my head in the systemic sand
and follow the path of traditional trend.

Didn’t dare to even look around!
Never to hear soft stimulating sound!
No sign of hope, no star seemed bright,
I simply succumbed to my routine life.

One day, somehow… a flicker divine,
I’m surprised, awakened, glowing inside.
That moment a spark entered my heart,
my soul was touched with sparkling light.

First, my mind needed to rise,
to feel true freedom and ease of life.
I found the hidden source of force,
amazed to see the kindness in folks.

The soul stays suppressed until Insight ignites,
No one could help ’til I yearned to fight.
——- Saryu Parikh


A.

એક વાર અજવાળું

અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કેછે કે આમ જ જીવાય,
આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.

ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાંપણ ઉંચકાય,
ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે  ના તારક દેખાય.

ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
 
નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!

સાતત્ય  યજ્ઞમાં  અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય
 
આતમ જાગીરના  તાળા ખૂલે, જો  એકવાર અજવાળું થાય.

અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
ચેતનની ચાવીથી  આળસ  ઊડે પછી  કર્મોની  કેડી દેખાય.

જાગેલું  મન, જાણે ખીલ્યું  સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
રૂઢિની રુક્ષતાની રાખને નકારીને  મુક્તિના વનમાં લહેરાય.
———- સરયૂ પરીખ

પ્રતિભાવઃ Saryuben, I am always very jealous of poets – male or female. Why are they so gifted with word arrangements!! Look at these words filled with deep meaning….
રૂઢિની રુક્ષતાની રાખને નકારીને… Anand Rao Lingayat.

Devika Dhruv: ખૂબ જ સરસ કાવ્ય બન્યું છે. વિષયનું સાતત્ય પણ સુંદર ક્રમબધ્ધ રીતે ગતિશીલ અનુભવાયું છે. શબ્દો અર્થસભર અને સ્પર્શે તેવી રીતે ગૂંથાયા છે. ગમ્યું. ‘વેબગુર્જરી’ માટે રાખું ને?

———–

ચંદ્ર સૂરજ મિલાપ. સરયૂ પરીખ.

ચંદ્ર સૂરજ મિલાપ
લો! અંધારી રાતની આડમાં સવાર થઈ.
તારાના તેજના આછા અણસારમાં
શું ચંદ્રમા સુવાનું ભૂલી ગયો?

વહેલી પરોઢની હલચલ હતી,
નયણાંમાં નિંદર નશીલી હતી,
ચાંદ ઘેનભર દોર પર ઝૂલી રહ્યો!
 
વહેતી હવામાં ભીનાશ તો હતી. 
અણજાણી આજ એની ચાલ જો હતી.
રૂપ ધરતીનું જોવા થમી ગયો!

બાગમાં નજર એની આંબતી હતી.
લળી રૂપેરી ચાંદની બિછાવી હતી.
ચૂમી ચંદ્રકોર મોગરો ખીલી ગયો!

હવે સમજી કે રાહ એને કોની હતી.
તેજ ઝીલવાની અંત ઘડી આવી હતી,
ચંદ્ર જતાં જતાં, સૂર્યને મળી ગયો!

—–   સરયૂ પરીખ.
સવારે ચંદ્ર અને સૂરજને એક સાથે જોઈ, આલેખાયેલી લાગણી. જ્યાં જ્યાં પહોંચે રવિ, ત્યાં ત્યાં પહોંચે કવિ.

Happens. Angel in me. two poems by Saryu Parikh

Happens

Maybe, bad thing happens for a good reason,
Rumble and roar can bring good season.

The hazy sun hangs in the cloud of leisure,
The dribbling drops give tickling pleasure.

A teacher is  kind but, scolds us in anger,
The rebuke, reproach, makes us stronger,

We feel out of place, a shove of rejection,
Drives us to go in a whole new direction.

The sign in disguise, gives inspiring option,
A chance to advance toward  exploration.

A  seed under dirt, a man in desperation,
Sprouts and grows,  beyond expectation.
——–

Angel in Me

I spread my arms,
     And there shall be flowers!
 I  flip my wings,
     And  there shall be spring.
I open my eyes,
                     And  there shall be light.                    
                    I open  my mind                  
           And  people  are  kind.            
   I share my bread,
    And  there shall be peace.
——-
Saryu Parikh
saryuparikh@yahoo.com 

ચાલ આજ કવિતા …સરયૂ પરીખ. કવિતા લખાઈ. કુદરતના રંગ.

ચાલ આજ…

ચાલ આજ કવિતા લખું.
આળસની ઓથમાં સૂતેલી લાગણીને વાચા આપું.
આજ કવિતા લખું.

પાના ને પેન લઈ એકાંતે બેઠી, કેમ કરી વાતને વિસ્તારે લખું?
હોંશેથી પેનપરી  આવી મારા હાથમાં, કલ્પીને અક્ષર આલેખું.
પણ આ શું?
લાંબા આરામ પછી સૂકી સીયાહી, અવગણતી કોરા કાગળને,
લેવાને કોણ ઊઠે? મોઘમ માહોલમાં સ્પંદનો બેઠાં અકળાઈને.
આજ રહેવા દઉં!
કાલે  ફરી  લખવાના વાયદા કરીને, વંઠેલું ચિત છે વિભોર,
ઊર્મિલ  લાગણીઓને મૂકી કિનારે, ઠેલી કવિતાને એક કોર.

ખોયેલી ક્ષણ  અને ખોયું કવન, ઝર ઝાંખર યાદો રહી જાય,
કર્મોના કોષમાં કાણું રાખું તો પછી જીવરસ વ્યર્થ ઝરી જાય.
—— સરયૂ પરીખ

ઈલા મહેતા.

Aloneness, Lonliness. painting by Dilip Parikh

DKP. 2023.

Aloneness: Blue is a state of high energy. There is inner harmony and feelings of peace and joy. Existence is flowering (Green leaves, pink flowers, bright and pleasant).

Loneliness: Red is a state of low energy. There is inner confusion, conflicts, frustration, anger —–. There is darkness (dying leaves, no flowers–)

—————————————————————————

DKP. 2022

સમજાવું. Solace. Saryu Parikh

A mother’s desperate, natural emotions. She is not blaming her grown child, but she is wondering how to manage the change of time…. As her child grows old, mother also has to go through the growing pains. Mother tries non-attachment.

સમજાવું
માના મનવાને ફરીને બહુ દિનથી બહેલાવું,
સર્વબ્રહ્મ છે, સર્વબ્રહ્મ છે, કહીને હું સમજાવું.

સાધક જીવ તોય  જ્યંમ  મધમાખી મધુપુંજે,
પરિવર્તન  ને  આવર્તનના વર્તુળે  જઈ  ગુંજે.

નૌમાસ સ્વઅંગ  બનાવી ચેતન ઝરે જનેતા,
પ્રથમ પ્રાણપૂર્યાની પીડા આનંદ અશ્રુ કે’તાં.

એકતાનથી અહ્રનિશ લઈ પારેવા પાલવમાં,
આસપાસ ને ઓતપ્રોત પોષણ ને પાલનમાં.

‘ના મેલતો ઘડી ય છેડો’, હસીને યાદ કરે છે,
ખુશ છે, આજે ઘડી મળે તો માને સંભારે છે.

તહીં નવલ ફૂલ, અંહી વ્હાલપ વળ છૂટે  ના,
સમય સાર સંસાર સમજ, તોયે કળ વળે ના.

  મોહજાળ મમતાની ચાહે મુક્તિના અજવાળા,
  સહેજે હો યોગ વિયોગ ને સમતાના સરવાળા.
——
સરયૂ પરીખ

Solace
Oh! Tender trail of emotions, life always in motion.
Console narrow notions; learn desire-less devotion.

It was long ago inlay, he was sweet sunshine in rain.
At his first blessed breath she smiled even in pain.

Immersed in care and caress,
hovered to cover from duress.
The ties were getting very tight,
binding both with subtler might.

Time flew, giving him worldly wings,
novel land, new song to sing.

Here Ma perched to reminisce, feeling the hurt of his remiss.

Soon she learns to submerge, within dissolves any urge.
Freely flows the stream of love and gives it all away to merge.

Why so hard is it for Mom to slip away to let bygones?
 Sure her love careenly carved in her old ‘n weary bones.
——

DKP

લખો બાપનું નામ. સરયૂ પરીખ

                                    લખો બાપનું નામ.          સરયૂ પરીખ

ગામની શોભા સમુ એ સુંદર મંદિર અને તેના પૂજનિય મહંત…જેમનું માન અને વર્ચસ્વ  અનન્ય હતું. ગામલોકો મંદિર કરતા પણ વધારે મહંતની સેવામાં રહેતા. મહંત તેમની આગવી અદાથી લોકોને ખુશ રાખતા. સ્ત્રીઓ પોતાની દીકરીઓ સાથે મંદિરનું બધું કામ સંભાળી લેતી.

કમુ તેની વિધવા મા સાથે નાનપણથી મંદિર આવતી અને મહંતનું દરેક કામ હોંશથી કરતી. કમુના બાપા વેપાર-ધંધો ઠીક મૂકી ગયેલા તેથી જીવનનિર્વાહ સરળતાથી થતો હતો.

“માની સમર્પણની ભાવના કમુમાં ભારોભાર ઉતરી છે.” ગામલોકોના વચનોની પૂર્તિમાં મહંત મીઠું હસીને પ્રશંસાના બે શબ્દો કહેતા ત્યારે મા દીકરીની ખુશીનો પાર ન રહેતો. એકાંતમાં નાની કમુને માથે, ખભે ને ગાલ પર હાથ ફેરવતા મહંતમાં કમુને તો બાપનો સ્નેહ લાગતો.

ચૌદ વર્ષની કમુ શાળાએથી આવ્યા પછી ઘરનું કામ પતાવી, તેની માના પ્રોત્સાહન સાથે મહંતની તહેનાતમાં રહેતી અને આરતી પછીનું બધું કામ આટોપી ઘેર આવતી. એક ખાસ ઓચ્છવના દિવસે કામ પતાવતા ઘણું મોડું થઈ ગયું. છેલ્લું કામ, મહંતના ઓરડામાં પાણી મૂકવા કમુ ગઈ તો મહંતે તેને ‘જરા બેસ તો ખરી’ કહી વાતોમાં રોકીને બારણું બંધ કર્યું. ત્યાર પછી થયેલા અત્યાચારથી તે ચીખતી રહી.

“જો કમુ, મેં આજે તારો ઉદ્ધાર કર્યો છે. આ ઈશ્વરનો સંકેત છે…અને આ રાતની વાત તું કોઈને પણ કહીશ તો તું અને તારી મા ભસ્મ થઈ જશો.” શૂન્યમનસ્ક કમુ ચેતનહીન શરીરને લઈને ઘેર ગઈ અને ગોદડીમાં પોતાની જાત સંતાડતી રડતી રહી.

“અરે! કમુડી આ કોનું પાપ લઈ આવી?” પણ કમુમાં કોઈનું પણ નામ લેવાની હિંમત નહોતી. મહિનાઓમાં તિરસ્કારની નજરે જોઈ રહેલા ગામલોકો વચ્ચે રહેવું મુશ્કેલ થતાં, પરગામ જઈ, નવ મહિને દીકરાને જન્મ આપ્યો. પણ કેટલો સમય પોતાના ગામથી દૂર રહે? એક વરસના બાળને લઈને પોતાને ગામ પાછી આવી.

“જુઓને, આ કુલટા હવે કયે મોઢે પવિત્ર મંદિરમાં જાય અને મહંતની સેવા કરે?” ગામલોકોના ટોણા સાંભળતાં ઘણી વખત કમુની હિંમત તૂટી જતી. કમુનું બધું ધ્યાન પોતાના પુત્ર ઊછેરમાં રહેતું અને ખિલખિલાટ હસતા દીકરાને જોઈ સંસારના બધા સવાલો ભૂલી જતી.

પોતાના પાંચ વર્ષના કુંવરને શાળામાં દાખલ કરવાનો પહેલો દિવસ હતો. લોકો એકબીજાને આંખ મારતા, હસતાં હતાં, “હવે મજા આવશે, બાપના નામ વગર છોકરાને શાળામાં કોણ દાખલ કરશે?”

“વિદ્યાર્થીનું નામ?” શિક્ષક બોલ્યા.

“કૃષ્ણ”

“બાપનું નામ?” માસ્તરના એ સવાલ સાથે ટોળામાં હાસ્ય સાથે ગણગણાટ ગુંજી રહ્યો…

ચારે તરફ તીક્ષ્ણ નજર નાખી, કમુ વ્હાલથી બાળકને માથે હાથ ફેરવતા બોલી,

“બાપનું નામ…લખો મહંતનું નામ.” ચારે તરફ સન્નાટો…આટલા વર્ષો એ કિશોરી નિઃસહાય હતી, પણ, આજે આ દીકરાની માતાની આંતરશક્તિ અમાપ હતી. નાલેશી અને શરમની કામળી કમુએ ફેંકી દીધી.

અચંબિત માસ્તરે મહંતનું નામ લખ્યું, તે સાથે આખા ગામમાં હો’હા થઈ ગઈ. સ્વાભિમાન સાથે રહેતી કમુને લોકો માન આપવા લાગ્યાં. એ પરિસ્થિતિમાં મહંતનું ગામમાં રહેવાનું અશક્ય બનતું ચાલ્યું અને રાતના અંધારામાં ક્યારે ગાયબ થઈ ગયા એ ખબર ન પડી.

લખો મહંતનું નામ

એક  ભોળી  પ્યારી  છોરી, તેની  અંતર પાટી  કોરી.
કરતી  મહા મહંતની  સેવા, સૌને માને સંતન જેવા.
ન દેખે રાત, ન દેખે દિન, કિશોરી તત્પર  શ્રદ્ધા લીન,
મહદને કદી ન હો તકલીફ, માસુમ  વિશ્વાસે  તલ્લીન.

પણ, આ શું?
રહ્યાં છે  બાળકના એંધાણ, જનનાં  વિંધે  દ્રષ્ટિ વાણ,
ન આપે કન્યાનો કોઈ સાથ, તપતી ધરતી ઊપર ભાણ.
“લઈ જા પાપ ને અહીંથી દૂર, બસ જા થઈ જા અંતરધાન.
કુલટા! તારું ના અહીં સ્થાન.” લોક ને મંદિરથી થઈ બાન.

આજે શાળાની શરૂઆત, વિમાસે શું કહું કુળનું નામ!
જોઈને આશવંત જાયાને માતા બેળે બની બળવાન,

પૂછે કટુતા ભર્યો સવાલ, “કહેને, એના બાપનું નામ?”
“મારા જાયાનું હો માન, માસ્તર! લખો મહંતનું નામ.”
            ——–   સરયૂ પરીખ

વર્ષો પહેલા. મારા માતા ભાગીરથી મહેતાએ ગામડામાં બનેલ આ સત્યકથા કહેલી.
 એ વાત પર આધારિત આ વાર્તા અને કાવ્ય.
www.saryu.wordpress.com  saryuparikh@yahoo.com

DKP


   અપેક્ષા.        લે. સરયૂ

   અપેક્ષા                                                           લે. સરયૂ પરીખ

“આજે સરગમ કેમ હજી આવ્યા નહીં?” અવન્તિકાબહેન ક્યારના સવારની પુજામાંથી પરવારી સરગમની રાહ જોઈ રહ્યા હતાં.

ચાર મહિના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઈને કોઈને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! બધાનું કરી છૂટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે. ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબના પત્ની તરીકે સુખમય જીવન જીવેલાં.

જ્યારે દીકરો-વહુ ઘરડાઘરમાં મૂકવા આવ્યાં ત્યારે અવન્તિકાબહેન એટલાં ગભરાયેલા હતાં કે આંખના આંસુ પણ સંતાઈ ગયા હતા. આગળની ઓફિસમાં મિસ.મેનનની રાહ જોતાં બેઠાં હતાં. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલા હતા, ત્યારે દીકરો મહેશ અન્યમનસ્ક ભાવથી ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતું, ‘તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઉપાય નથી. જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતા હતા, ’એમાં મેં શું ખોટું કરેલું? મારી સિત્તેર વર્ષની ઉંમરની પણ કાંઈ માન મર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરૂર નથી.’

દીકરાને થાય કે હવે કોઈ ઓફિસમાં આવે તો સારું. સેક્રેટરી બેસવાનું કહી ક્યારનીયે ગઈ. ‘બહારથી તો મકાન સારું દેખાય છે. આગળના રૂમની સજાવટ પણ સારી છે. ઠંડક પણ છે. બાએ કહ્યા પ્રમાણે સફેદ સ્વેટર પહેર્યું એ સારું છે.’ મહેશની નજર તેની મા તરફ વળી. ‘કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ. જરા જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત. ગમે તેમ કરીને મીનળને સમજાવી લેત, પણ બાએ એમનો કક્કો ન છોડ્યો તે ન જ છોડ્યો. અને જ્યારે સુનીલ-સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય!’ આમ આજે મન મક્કમ કરીને બાને ઘરડાઘરમાં લઈ જ આવ્યા. દીકરાએ મનથી સહજ પ્રાર્થના કરી કે જરા ગોઠવાઈ જતા બાનો આનંદી સ્વભાવ પાછો આવી જાય.

અંતે નિવૃત્તિ નિવાસના ડિરેક્ટર મિસ.મેનન આવ્યાં અને જરૂરી કાગળો તૈયાર કરી આપ્યા. અવન્તિકાબહેનને જરા ડાયાબિટીસ સિવાય કાંઈ બીજી તકલીફ નહોતી. અહીં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને એમને શાંતિ થયેલી. મિસ.મેનને ફોન કરીને અંદરથી કોઈને આવવાનું કહ્યું. થોડા સમયમાં સવિતાબહેન નામના બહેન આવીને ત્રણેને અંદર લઈ ગયા.

રૂમ પાસે પહોંચતા જ હસતો અવાજ સંભળાયો, “હલ્લો, કેમ છો? મારું નામ સરગમ. તમારું નામ?”

“અવન્તિકા” એમણે ધીમેથી જવાબ આપ્યો.

”મજાનું લાંબુ નામ છે. હું તમને મિસિસ.એન કહું તો વાંધો નથી ને?”

“ભલે” અવન્તિકાબહેને રસ વગર જવાબ આપ્યો.

સરગમ, તેમને વર્ષોથી જાણતી હોય તેવા ભાવથી એમના દીકરા-વહુને પણ મળી. પોતે જ એમને રૂમ તથા બાથરૂમ બતાવવા લઈ ગઈ. સરગમ પ્રસન્નતાથી વાતચીત કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું. મન-મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો.

 ‘અરેરે! અહીં તો ભગવાનનું મંદિર પણ નથી. આ જગ્યામાં કોઈ સંતના પગલાં પણ નહીં પડ્યા હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે!’ સરગમ જે કહેતી હતી એ એમને કાંઈ સંભળાતું નહોતું. ‘મારા ઠાકોરજીને અહીં જરાય નહીં ગમે. આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું, જેને છૂતાછૂતનું ભાન હોય.’

“જુઓ બા, આ રૂમ તમને ગમશે.” મીનળ બોલી, “આ ખાટલો ઠીક છે ને? તમારી શાલ બેગમાં મૂકી છે.”
” હાં, ઠીક છે.” અવન્તિકાબહેન બોલ્યા પણ મનમાં વિચારે કે,  ‘હવે મીઠાશ બતાવે છે. ગઈકાલે જે કકળાટ કર્યો હતો તે હું એમ કાંઈ ભૂલી જવાની છું! મેં તો કેટલી શાંતિ રાખેલી પણ એણે તો રાડ્યું પાડે રાખી.’

રહેવાની જગ્યા જોવાઈ ગયા પછી, ”ધ્યાન રાખજો” કહીને દીકરો-વહુ જતા રહ્યાં. અવન્તિકાબહેન એકલા રૂમમાં પથારી પર વિચારની અવસ્થામાં ખબર નહીં કેટલી વાર બેસી રહ્યાં હતાં. બે આંખોમાંથી આંસુની ધારા એમના પાલવને ભીંજાવી રહી હતી. નાનાં હતાં ત્યારે એમના બાપુ કહેતા, ”બેનાને તો પાંપણે પાણી.” એ ઉંમરે એમને કલ્પના પણ નહોતી કે પોતે ક્યારેક સિત્તેર વર્ષના થશે અને રડતાં રડતાં બાપુને આમ યાદ કરશે!… યાદોની હવા ક્યાંથી ક્યાં લઈ જાય છે!

બપોરનો ચાનો સમય થતાં સવિતાબહેન બોલાવવા આવ્યા. “મને સરગમબહેને વાત કરી કે તમારું નામ અવન્તિકાબહેન છે. ચાલો ચા પીવા જવાનો સમય થયો છે, આવો છો ને?”

”ચાલો.” એમને સારું લાગ્યું કે રોજની જેમ આજે એકલાં એકલાં ચા નહીં પીવી પડે. જમવાનાં રૂમમાં જુદા જુદા ટેબલો ગોઠવેલાં હતાં. એક બહેનની પાસેની ખાલી ખુરશીમાં એ બેસી ગયા. થોડીવાર કોઈએ ધ્યાન આપ્યું નહીં. ચાના કપ આવ્યા એટલે બધાં શાંતિથી ચા પીવા લાગ્યા.અવન્તિકાબહેનને થયું, ’આ ચા તો બહુ ગળી છે. મને પસંદ એવું અહીં મને કંઈ નહી મળે.’ ત્યાં બાજુવાળા બહેન બોલ્યા,  “એ સરગમબહેન! અહીં આવો તો.” સરગમ ઊભા થઈને આવ્યા અને સીધા જ અવન્તિકાબહેન પાસે આવીને બેઠાં અને પૂછ્યું, “ચા પીધી ને?” …અવન્તિકાબહેને માથું નમાવી હા પાડી.

“હું તમને આ બધાની ઓળખાણ કરાવું.” સરગમ હસીને બોલ્યાં,  ”પેસ્તનજી દારૂવાલા, વલ્લભભાઈ ચોરડીયા, વિનયવભાઈ પંડ્યા અને લીલાબહેન. તમે અને લીલાબહેન એક જ રૂમમાં છો.” હવે લીલાબેનના મુખ પર હાસ્ય આવ્યું.

પેસ્તનજી કહે, “સોજ્જો તમો અહીં આયા. તમોને ગમશે.” વલ્લભભાઈએ સંમતિમાં માથું હલાવ્યું.
વિનયભાઈએ પૂછ્યું, “ક્યાંના છો?”

અવન્તિકાબહેન, ”ભાવનગરની છું. હવે છોકરાઓ મુંબઈમાં ગોઠવાયા તેથી ભાવનગરમાં ખાસ કોઈ નથી, એક ભાઈનું કુટુંબ જ છે.” આટલું બોલતા તો એમનું મન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંના આંસુને પી જવા હોંઠ મજબૂતાઈથી બંધ કર્યા. સરગમ સામે જોઈને જાણે મદદ માંગી રહ્યાં.

સરગમે ભાવથી એમનાં ખભા પર હાથ મૂક્યો અને બધા સામે જોઈ બોલ્યા, ”ચાલો રમત ગમતનો સમય થયો છે, તો જઈએ.” પેસ્તનજીએ એમની લાકડી સંભાળી અને તેના ટેકે ટેકે બહાર ગયા.

લીલાબહેને કહ્યું, ”પાંચ વાગે પાછા રૂમમાં જશું પછી તમારે કાંઈ મદદની જરૂર હોય તો કે’જો.” અવન્તિકાબહેને હસીને આભાર માન્યો.

સામેના મોટા હોલમાં સરગમ સાથે ગયા જ્યાં નાના મોટા રમી શકે એવી રમતો હતી. કેટલાયે ઘરડાં સભ્યો આમતેમ પોતાની જ દુનિયામાં ખોવાયેલા ફરતાં હતાં. કેટલાંક પત્તા રમવાનાં ટેબલ પર બેઠાં હતાં.
વિનયભાઈએ પૂછ્યું, “અવન્તિકાબહેન, બ્રીજ રમતાં આવડે છે?”

” હાં, થોડું થોડું. થોડા દિવસ પછી પ્રયત્ન કરીશ.” એમણે ઉત્સાહ વગર જવાબ આપ્યો અને એક ખૂણામાં પિંગપોંગના ટેબલ નજીકની ખુરશીમાં બેસી ગયા. બધાને જોતાં જોતાં ક્યારે પૌત્રો-સુનીલ અને સુમનની દુનિયામાં પહોંચી ગયા એનો ખ્યાલ ના રહ્યો. ‘બેઉને નાનપણથી કેટલાં જતનપૂર્વક ઉછેર્યાં! નાનો તો દાદી વગર પાણી પણ ના પીવે. એટલે જ નાનાની માંદગીમાં મારે હાજર રહેવું પડેલું.’ ગર્વ સાથ યાદ આવ્યું, ’અઠવાડિયામાં ચાર વખત છોકરાઓને મંદિર લઈ જાઉં. કેવા આરતી કરતા શીખી ગ્યા’તા. મીનળ અને મહેશ કીધાં કરે, આ બધી અંધશ્રધ્ધા છે. પણ સાંભળે કોણ?  એમને શું ખબર પડે!’

“અવન્તિકાબહેન કયાં ખોવાઈ ગયા છો?” સરગમે વિચાર તંદ્રામાંથી જગાડ્યા. “તમને પહેલે દિવસે કાંઈ પસંદ નહિ પડે પણ હિંમત નહિ હારતા, ધીરે ધીરે ગમી જશે. અને આમ તો જ્યાં રહીએ ત્યાં પ્રેમથી રહીએ તો બધે ગમે.”  અવંતિકાબહેન મ્લાન ચહેરે બેસી રહ્યાં. વિરોધ વંટોળમાં ઘેરાયેલાં મનોભાવ કંઈક બીજું જ સાંભળતા હતાં. ‘મારૂં કામ હતું ત્યાં સુધી રાખી અને હવે ઘરમાંથી કાઢી મૂકી. માંડ માંડ ઘરમાં ધરમ કરમ, પાઠ-પૂજા ચાલુ કર્યા હતા. ઘર કેવું પવિત્ર થાય! બસ હવે તો બધી માંડવાળ. મહેશ કહી ગયો હતો કે એક વરસ નિવ્રુત્તિનિવાસમાં રહો પછી વિચારશું. આટલા કલાક લાંબા લાગે છે તો વરસ કેમ જશે?’

આમ અકળામણમાં પહેલી રાત તો જેમતેમ કરીને પૂરી કરી. બીજે દિવસે સવારે નાસ્તા પછી લીલાબહેન સાથે બેસીને વાતચીત શરૂ કરી. “તમે અહીં ક્યારથી છો?”

“પાંચ મહિનાથી છું. મને સ્ટ્રોક આવેલો પછી જમણા કાને સંભળાતું નથી. મને વાંચવાનો બહુ શોખ. કેટલીયે ચોપડીઓ વાંચ્યા કરું છુ.” લીલાબહેન પાતળી કાયાને ટટ્ટાર રાખીને બેઠા હતા.

અવન્તિકાબહેનને થયું કે આટલું વાંચે છે તો પહેલા શિક્ષક હશે, “તો તમે પહેલાં શું નોકરી કરતાં હતાં?”

“મને સ્ટ્રોક આવેલો. મને વાંચવાનો બહુ શોખ.” લીલાબહેન એમની ધૂનમાં બોલતા હતા. અવન્તિકાબહેનને ખ્યાલ આવી ગયો કે એમને લાંબા સમયની યાદદાસ્ત નથી રહી. વર્તમાનમાં જે બની રહ્યું છે તે બરાબર સમજી શકે છે અને યાદ રાખી શકે છે. ત્યારબાદ એમને ભૂતકાળમાં લઈ જવાની કોશિશ કરવાનું છોડી દીધું.

અવન્તિકાબહેને બેગ ખોલી વસ્તુઓ ઠેકાણે મૂકવા માંડી. બે ત્રણ સાડલા ઉપાડ્યા ત્યાં નીચેથી બેય દીકરાના કુટુંબના ફોટા અને સુનીલ-સુમનના હમણાં પડાવેલા ફોટા સામે નજર પડી. ‘ફોટા પડાવવા જવાનું હતું ત્યારે વાળ ઓળતા બાળકોએ કેટલી લમણાં ફોડ કરાવેલી!’ એમને યાદ આવી ગયું. પાંચ વરસનો સુમન અને આઠ વરસનો સુનીલ, પણ હોંશીયારી તો વીસ વરસનાં હોય ને એવી–આમ અવન્તિકાબહેન ગૌરવ સહિત બધાને કહેતાં. આટલાં વર્ષો એમણે કુટુંબની માયાને સર્વસ્વ માની, એ જ માયાજાળમાં ગુંચવાયેલા રહેલાં. મંદિર જવું, પૂજાપાઠ કરવા, એને જ ધર્મ સમજતાં. રોજ ઊઠીને કોઈ વખાણ ના કરે તો ક્લેશના કાદવમાં ડૂબી જાય. કાંઈ તક મળતાં મનનો ઊભરો વાણી અને વર્તન દ્વારા બતાવી દેવાનો અને સાથે સાથે રડવાનું પણ ખરું. “મારૂં તો કોઈ સાંભળતું જ નથી. હું તો કેટલી સારી છું! કોઈ આશા નથી રાખતી, પણ જુઓ, છે કોઈને મારી દરકાર!’

બારણા પર ટકોરા પડ્યા અને સરગમનો અવાજ આવ્યો, “અંદર આવું?”

“હાં, આવોને.” અવન્તિકાબહેને હસીને આવકાર આપ્યો. ”આ જુઓ, મારા દીકરાઓનો પરિવાર અને નાના સુનીલ અને સુમન.” સરગમ રસપૂર્વક ફોટાઓની સામે જોઈ રહી હતી.

અવન્તિકાબહેને આગળ ચલાવ્યુ. ”મેં જ આ બેયને મોટા કર્યા, સાચું કહું છું. રાતદિવસ બે બાળકોની સાચવણી કરી છે. મંદિર લઈ જઈને બાબા ગુરૂના આશીર્વાદ લેવડાવ્યા. પણ હોળી ટાણે સુમન માંદો પડ્યો ત્યારે ઠીક ન થયું.”

“શું ઠીક ન થયું?” સરગમે પૂછ્યું.

”મારા હૈયા પર બહુ ભાર થઈ ગયો છે તેથી મારે કો’કને તો કહેવું જ પડશે. તમને કહું પછી તમે જ ન્યાય કરજો.” અવન્તિકાબહેનને એ વાત એટલી મનમાં ઘૂંટાઈ રહી હતી કે હવે બહાર કાઢ્યે જ છૂટકો. ”સુમનને ડોક્ટરે કહ્યું હતું ન્યુમોનિયા થયો છે. મને બાબા ગુરુમાં બહુ શ્રદ્ધા. દવાની ગોળિઓમાં શું ભલીવાર હોય છે? મેં તો મંત્રેલી રક્ષાથી એને માથે ટીલાં કર્યા, ને હાથમાં ટીલા કર્યા. સુમન તો ઊંઘ્યા કરતો હતો તેથી મને થયું કે સારું થઈ જશે… મારા બાબા ગુરૂની રક્ષા. પણ, ત્રીજે દાડે સવારથી તબિયત વધુ બગડી અને ડોક્ટરને ઘેર બોલાવવા પડ્યા.

ડોક્ટરે પૂછ્યુ, ”દવાની ગોળીઓ બરાબર આપો છો ને?”

મીનળ કહે, ”બાને સમય વગેરે બધું લખીને બરાબર ચેતવણી આપીને ગોળીઓ આપી છે તે સુમનને ખવડાવતા જ હશે. હમણાં એમને બોલાવીને પૂછું.”

મેં તો હા ના કરતા, બીતાં બીતાં રક્ષાની વાત કરી. ડોક્ટર, મહેશ અને મીનળના ગુસ્સા ભર્યા ચહેરા હજુ મારી નજર સામે ચોંટી ગયા છે. ઈંજેક્શન આપીને ડોક્ટર તો જતા રહ્યા. હું મારા રુમમાં ભરાઈ ગઈ પણ મીનળ અને મહેશના અવાજો સાંભળીને હું ધ્રુજી રહી હતી. મહેશનો છેલ્લે બારણાં પાસેથી અવાજ સંભળાયો, ”જે કહેવાનુ હશે તે મારી બાને હું કહીશ, ઓકે! તારે બરાડા પાડવાની જરૂર નથી,” કહીને બહાર જતો રહ્યો.

મહેશ કલાકેક પછી પાછો આવ્યો અને ઉદાસ ચહેરે મારી પાસે બેઠો અને કહે, ”બા! અમે કહીયે છીએ કે અંધશ્રદ્ધા છોડી દો પણ પથ્થર પર પાણી. હવે તમને સંભળાય છે ઓછું, દેખાય છે ઓછું પણ જીદ વધતી જાય છે. દિવસે દિવસે તમારું અહીં રહેવું અશક્ય બનતું જાય છે. મેં ભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને નિવૃત્તિ નિવાસમાં મૂકવાનો નિર્ણય લઈ લીધો છે.”

મેં કહ્યુ, “તમને કશી સમજ નથી પડતી. બાબા ગુરૂની રક્ષામાં કેટલી શક્તિ છે! ગયા અઠવાડીએ મંત્રેલા પાણીથી જ સુનીલની ઉધરસ મટી ગઈ હતી.”

“હેં! તમે મંત્રેલ પાણી સુનીલને આપેલું?”

“હા! એમાં ખોટું શું છે? તમારી સારી નોકરીઓ મારા મંત્ર જાપથી જ ચાલુ છે.” મને લાગ્યું કે જાણે મહેશને ચક્કર આવી ગયા…. હવે તમે જ કહો સરગમ, મારી વાત સાચી છે ને?”

સરગમ ધીરે ધીરે વિચાર કરતા બોલ્યાં, “અવન્તિકાબહેન, તમારી માન્યતાઓને સત્યનું નામ આપો એ બરાબર છે? તમારા ધાર્મિક ક્રિયાકાંડને ભગવાનનું સ્વરૂપ માની લો અને અંધશ્રદ્ધાને સમર્પણ સમજો ત્યારે તમને તો નુકસાન થાય પણ બીજાને એમાં ઘસડી જવાનો પ્રયત્ન કરો ત્યારે એમને પારાવાર નુકસાન થાય.”

અવન્તિકાબહેન અકળાઈને બોલ્યા, “મારો ધર્મ મને નાનપણથી એ જ શીખવાડે છે અને હું એ જ રીતે જીવવાની છું. થોડું ભણ્યાં એટલે છોકરાઓ એમ માનવા માંડે કે હું ખોટી છું, એ મારાથી સહન નહીં થાય. મારી વાત એટલે સો ટકા સાચી.”

સરગમ ઠંડકથી બોલ્યા,  ”કશો વાંધો નહિ. ચાલો હવે બને તેટલું ભૂલી જાવ. આજનો દિવસ સૌથી વધારે અગત્યનો છે. ભૂતકાળનાં અનુભવોમાંથી કંઈક શીખીને આપણી આજ સુધારવાની છે.”

આ પછી સરગમના સતસંગમાં અવન્તિકાબહેનના દિવસો પસાર થઈ રહ્યા છે. એમના સહજ રીતે કહેલા વાક્યો સાસુ હોવાના અહમને નવી દિશા બતાવી રહ્યો. સરગમે પહેલે દિવસે કહ્યું હતું એ પ્રમાણે, અવન્તિકાબહેનને ધીરે ધીરે નિવ્રુત્તિ નિવાસમાં ગમવા માંડ્યું હતું. પોતે કકળાટ કરતા હતા… પણ એવું કશું ખરાબ નહોતું લાગતું. ‘આહીં મને એકલી નાખી ગયા’ એ ભાવને બદલે સરખી ઉંમરવાળાનો સહવાસ સારો લાગવા માંડ્યો. હવે તો અમુક રમતો અને બ્રીજ-પત્તાની રમત પણ ઉત્સાહથી રમે છે.

 ”અરે! સરગમ કેમ હજી આવ્યા નહિ?”  આ ચાર મહિનાઓમાં એમનો એકે દિવસ સરગમ સાથે વાતો કર્યા વગર પૂરો નથી થયો. રોજની જેમ આજે પણ એ આતુરતાથી એમની રાહ જોઈ રહ્યા હતા. છોકરાઓનો કાગળ આવ્યો હતો એ સરગમને બતાવવાનો હતો. આટલા સમયના સહવાસમાં અવન્તિકાબહેનની વિચારોની જડતામાં થોડી થોડી કોમળતા ક્યારે દાખલ થઈ ગઈ એ એમને પોતાને પણ ખબર ન રહી.

સરગમબહેન કહેતાં કે પૌત્રોને ઉછેરવામાં મદદ કરો તે તો યોગ્ય છે પણ જરૂર કરતાં વધારે મોહ અને વિટંબણામાં પડ્યા કે ખલાસ! ત્યાંથી જાકારો અને ક્લેશ સિવાય કાંઈ હાથમાં ના આવે. એમણે આ બે પંક્તિઓ કહેલી,

“કર્મનો મર્મ, મર્મથી ધર્મ, ધર્મથી નીતિ હું સમજી,
કર્મ અકર્મ વિકર્મની સાથે, સુકર્મની રીતિ હું સમજી.”

આ પંક્તિઓ અવન્તિકાબહેનને ગમી તો ગયેલી પણ એને સમજીને જીવનમાં ઉતારી શકાય એ એમણે સરગમના જીવન વ્યવહારમાં જોયું. હવે સમજાય છે કે આ ભાવ સહિત થોડી જાગૃતિ સાથે કુટુંબમાં જીવ્યા હોત તો પણ આનંદ મંગળ રહ્યા હોત.

સુનીલ, સુમન અને મહેશનો છેલ્લો કાગળ આવેલો એ ફરી આજે અવન્તિકાબહેન હાથમાં લઈને બેઠાં.

” જો સરગમ! મેં બે અઠવાડિયા પહેલાં સુનીલના જન્મદિવસે કાગળ લખેલો, એનો કેવો સરસ જવાબ આવ્યો! મને હતું કે મારા વગર એ કોઈને નહીં ચાલે, પણ છોકરાઓ તો સ્કૂલ પછી બાલવાડીમાં જાય છે અને બીજા બાળકો સાથે મજા કરે છે. મીનળ સાંજે પાંચ વાગે ઘેર લઈ જાય છે. ‘મારા વગર નહીં ચાલે’ એ ભ્રમણા ભાંગી ગઈ. રોજ હજી નાહી ધોઈને ભગવાનને પગે લાગે છે હોં!” અવન્તિકાબહેન સરગમને ગૌરવ સાથ કહી રહ્યા.

લીલાબહેનની શાંત અને સરળ પ્રકૃત્તિને કારણે આટલા મહીનાઓ સાથે રહેવા છતાંય અવન્તિકાબહેનને જરા પણ માનસિક ખેંચતાણ ન લાગી. પોતાની દયા ખાવાની વર્ષો જુની આદતને ખાસ પ્રોત્સાહન નહોતું મળતું. લીલાબહેનની દીકરી, અનુ, અવારનવાર મળવા આવતી ત્યારે અવન્તિકાબહેન સાથે મીઠાશથી વાતો કરતી.

અનુ કહેતી, “મારા બાને સ્ટ્રોક આવ્યો પછી નિવૃત્તિ નિવાસમાં આવવાનો એમનો જ આગ્રહ અને સહકાર હતાં, જેથી હું નોકરી પર હોઉં કે બહાર ગામ, મારે ચિંતા ન કરવી પડે.” અવન્તિકાબહેન તો આ મા-દીકરીનો સરળ સંબંધ જોઈને છક્ક જ થઈ ગયા. ન કોઈ ફરિયાદ, ન કોઈ હક્ક-માંગણી.

કબીરનો દોહરો એ જ કહેવા માંગે છે ને!
‘સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની
ખીચ લીયા સો ખૂન બરાબર, કહત કબીરા જ્ઞાની’

અવન્તિકાનબહેનને થાય કે પોતે દીકરા-વહુને, ભાઈને, કેવા ટોણા મારતા, ’તમને પહેલા જેવો મારા પર પ્રેમ નથી, મને તો યાદ પણ નથી કરતા’ વગેરે કહીને રડવા બેસતાં. ઉંમર સાથે સ્નેહનાં સ્વરૂપો બદલાતા રહે જેનો સદગુણી સ્વીકાર કરી પ્રેમ આપતા રહે તો બમણો પાછો મળે.

સમય સમયનુ કામ કરતો ચાલતો રહે છે. દિવાળી સમયે બધાં મળવા આવેલા અને અવન્તિકાબહેનને બહાર જમવા લઈ ગયેલા. સુનીલ-સુમનને ખબર કે બાને પીઝા બહુ ભાવે છે તેથી ખેંચીને લઈ ગયેલા. મીનળ સાથે સામાન્ય વાતચીત કરેલી પણ બે જણા વચ્ચે દીવાલ ઉભી થઈ ગયેલી એ હજી ખસી નહોતી. અવન્તિકાબહેન પોતાને સમજાવવા પ્રયત્ન કરે કે, ’આમ તો સારી છે. મહેશ અને બાળકોને કેટલા સારી રીતે સંભાળે છે.’ પણ હજુ મન એને માફ કરવા તૈયાર નહોતું.

મીનળે પૂછેલું, “બા,તમને અંહી ગમે તો છે ને?”  …‘ખાલી વિવેક કરવા પૂછ્યું હશે.’  પોતાનો અહમ એ પ્રમાણે મીનળની કિંમત કરતાં રોકતો હતો.

બધા મૂકીને ગયા પછી લીલાબહેન કહે, “ભૂલકાઓ એની મમ્મી જેવાં મીઠાં છે.” એ સાંભળી અવન્તિકાબહેન મીનળને જુદી દ્રષ્ટિથી જોવા લાગ્યા. એમને થયું કે ઘરમાં આવી સારી વ્યક્તિ છે અને પોતે બહારનાનાં વખાણ કરતા થાકતા નહોતા.

”લીલાબહેન, એ ઘરમાં આવી ત્યારથી મેં જ એને બધું મારી રીતે શીખવાડ્યું. એમાં કાંઈ ફેર પડે તો મારો પિત્તો જાય.” અવન્તિકાબહેન પોતે જ પોતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. નાની વહુ તરીકે સાસુના આવા શબ્દોને પોતે જુલમ માનતા એ કેમ ભૂલી ગયા?.

આ સાથે સરગમ સાથે થયેલ વાતચીત યાદ આવી. “મને ફૂલ સજાવટનો બહુ શોખ. ઘર સજાવટ તો મારી પસંદગી પ્રમાણે જ થાય. એક વખત મહેશ-મીનળ મને પૂછ્યા વગર ખુરશીઓ લઈ આવ્યા.મને જરાય ન ગમી. એની ખોડ ખાંપણ રોજ કહેતી.”

સરગમ કહે, ” મિસિસ.એન, તમે એ વિચાર કર્યો છે કે એ ઘર મીનળનું હતું કે તમારું! મીનળને એના શોખ મુજબ સજાવટ કરવાની ઇચ્છા નહીં હોય? મન મારીને તમારું માન જાળવ્યું હોય એનો અર્થ એવો કેમ કરી શકાય કે એને કોઈ ઉમંગ નહીં હોય?”

 પોતાનો બચાવ જરૂર કરેલો, “પણ મારી પસંદગી એટલી સરસ કે બધા વખાણ કરે.”

હવે યાદ આવે છે કે મહેશ ઘણીવાર વિરોધ કરે તો મારા કચવાટ પછી મીનળ જ કહે કે બા કહે એમ કરો. હવે એમને ખ્યાલ આવે છે કે, “બા કહે એમ કરો જેથી શાંતિ થાય.” અવન્તિકાબહેનને સમજાયું કે હું મારી મર્યાદા ન સમજુ તો કોઈકે તો પોતાનો આગ્રહ નિર્મૂળ કરવો જ રહ્યો. જુદા રહેતા દીકરાની વહુએ તો પહેલેથી જ એટલો ઠંડો સંબંધ રાખ્યો હતો કે એની પાસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી. પ્રસંગે આવીને મળી જાય એટલે બસ પત્યુ. યાદ પણ નહોતું આવતું કે મોટાને ઘેર જમવા ક્યારે ગયા હતા!

બહારથી જનકભાઈનો મોટો અવાજ સંભળાયો. અવન્તિકાબહેને જઈને જોયું તો બાપ દીકરો બહારના બારણા પાસે ઊભાં ઊભાં ચર્ચા કરતા હતા. જનકભાઈ મોટેથી કહેતા હતા, “એવા કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, સાદાઈથી કરો. મેં કેટલી મહેનતથી બધું ભેગું કર્યું છે, ઈ તમારે ઉડાડવા માટે નથી.” દીકરો શરમાઈને એમને ધીમેથી બોલવા કહેતો હતો, પણ એ સાંભળે તો ને! અંતે, ધડ કરતુ બારણું બંધ કરીને બહાર નીકળી ગયો. જનકભાઈ ધુંઆફુંઆ થતાં પાછા ફર્યા, “સાવ બૈરી કહે એમ કર્યા કરશે.”

આ દ્રશ્ય જોઈને અવન્તિકાબહેન વિચાર કરતા પાછા ફર્યા. મીનળ જે ખરીદી કરીને લાવે એ વિષે પોતાને દર વખતે ‘આ તો સારુ નથી, પૈસા વેડફાઈ ગયા,’ વગેરે બોલવાનું હોય જ. મીનળ ખાસ કરીને ઘરમાં જરૂરી વસ્તુઓ લાવતી, તોય મનનો દ્વેષ વાણી દ્વારા આવતો. મનમાં થાય કે એ કમાય છે તેથી છૂટથી પૈસા વાપરે છે જયારે પોતાને દર વખત પતિની ‘હા’ થાય પછી જ કંઈક ખરીદી થતી. આખી જિંદગી પૈસા બાબત બીજાના અંકુશનો અનુભવ મીનળ તરફ દ્વેષભાવ લાવતો એ આજે સમજાય છે.

હવે નિવૃત્તિ નિવાસમાં આવ્યે અગિયાર મહિના થવા આવ્યા હતાં ત્યારે અવન્તિકાબહેનનુ મન હળવું થયું હતું અને મીનળને કાગળ લખવાની ઈચ્છા થઈ. એમણે લખ્યું કે, “પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાના મારા સ્વભાવની સહૃદયી સરગમ સાથે વાતો કરતા જાણ થઈ. એ તો ક્યારનાં અમને છોડીને જતાં રહ્યાં છે પણ એના મીઠા ટૂંકા વચનો હજી મને સારે રસ્તે દોરે છે. ધર્મમાં પૂજાપાઠ વગેરે જરૂરી છે પણ એ જ ધર્મ છે એમ માનીને આખી જિંદગી જીવવી એ કેટલી મોટી ભૂલ છે! મારો ભગવાન મારા તેમજ સર્વેના હ્રદયમાં બેઠો છે એ કેમ ભૂલાય? આપણો પહેલો નિયમ કે હિંસા ન કરવી, એમાં સ્વાર્થી આગ્રહથી બીજાની લાગણી ન દુભાવવી એ પણ આવી જાય.

હું બહારના પાછળ દોડતી અને મારા ઘરની વ્યક્તિને ઓળખવાની દરકાર નહોતી કરતી. દીકરી! તું તો મારા ઘરની   લક્ષ્મી  છે એ વાતની આજે કબૂલાત કરું છું. ક્યારેક તારી માફી માંગવા જેટલી નમ્રતા પણ આવશે. જય શ્રીક્રૃષ્ણ.”

વળતો ઉમંગ ભર્યો જવાબ આવ્યો. “બા, હવે વરસ થવા આવ્યું. અમે તમને આવતા અઠવાડિયે લેવા આવશું.” આવવાના દિવસે અવન્તિકાબહેન ઉત્સાહથી એમની સુઘડ ઢબથી નવો સાડલો પહેરી રાહ જોતા હરતાં ફરતાં હતાં.

સુનીલ-સુમન દોડતાં આવી દાદીને વળગી પડ્યા. પાછળ મહેશ અને મીનળ પણ હસતાં ચહેરે આવ્યા. થોડી વારમાં મહેશ અને બાળકો પેસ્તનજીની સાથે બગીચો જોવા ગયા. મીનળ બોલી, ”બા! અમે તમને લેવા આવ્યા છીએ. મારી આટલાં વર્ષોમાં જે ભૂલચૂક થઈ હોય તે માફ કરજો.” અવન્તિકાબહેન મીનળની નમ્રતાથી દ્રવિત થઈ ગયા. “બેટા, ભૂલચૂક બધાની થાય, પણ એને સમજીને સુધારી શકીએ તો આપણી શાંતિ કાયમ રહે.” મીનળને સાસુની સમજ ભરી વાણી સાંભળી આશ્ચર્ય અને આનંદ થયાં.

મહેશ પાછો આવીને કહે, “ચાલો બેગ લઈ આવું.”

અવન્તિકાબહેન કહે, ”બેટા, અહીં બેસ. મારી વાત સાંભળ. મને હવે અહીં ગોઠી ગયું છે. પ્રસંગે મુંબઈ આવતી જતી રહીશ પણ હમણાં તો મારે અહીં રહેવું છે. મને એ વાતનો આનંદ છે કે મારે જરૂર પડશે ત્યારે દીકરા-વહુનું ઘર સદાય આવકાર આપશે. હું ગમે ત્યાં રહું, બસ આ સ્નેહનો તાંતણો જોડાયેલો રહે.”

મહેશ-મીનળ અને બાળકોએ આગ્રહ કર્યો પણ અવન્તિકાબહેને બાળકોની પરીક્ષા પછી આવશે એવું નક્કી કર્યું. બધાને ‘ફરી મળશું’ કહીને વિદાય કર્યા. ચહેરા પર સ્મિત સાથે નિવૃત્તિ નિવાસની પ્રવૃત્તિમાં જોડાવા અંદર જતાં જતાં ગાતાં હતાં.

“પ્રભુ મારીઆશા નહિવત કરજે,
પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે.
તો જાણે સરગમ સાથે સૂર પુરાવતી સંભળાઈ
”સુખી કરીને સુખી થવાની એક અજબ એ ચાવી,
જરી તરી નહીં કોઈ અપેક્ષા ‘સરયૂ’ સંસારીની.”
——-

સરયૂ પરીખ. saryuparikh@yahoo.com

ઈલા મહેતા

નીતરતી સાંજ.

નીતરતી સાંજ

આતુર આંખો રે મારી બારણે અથડાય,
   વાટે  વળોટે   વળી   દ્વારે   અફળાય.

ગાજવીજ   વર્ષા   ને  વંટોળો  આજ,
    કેમ  કરી આવે  મારા  મોંઘેરા  રાજ!

અરેથંભોને  વાયરા આગંતુક  આજ,
    રખે    આવે તમ  તાંડવને  કાજ.

મૌન મધુ ગીત  વિના  સંધ્યાનું સાજ,
   ઉત્સુક આંખોમાં  ઢળે  ઘનઘેરી  સાંજ.

વિખરાયાં વાદળાં  ને જાગી  રે  આશ,
    પલ્લવ  ને  પુષ્પોમાં  મીઠી   ભીનાશ.

ટપટપ ટીપાંથી હવે નીતરતી સાંજ,
    પિયુજીના પગરવનો આવે અવાજ.
—— સરયૂ પરીખ


પ્રીત ગુંજનઅને “દેશવિદેશ” માં પ્રકાશિત.
પ્રતિભાવઃ સપ્ટેમ્બર ૨૦૦૭. શબ્દોની પસંદગી અને ભાવનું નિરુપણ મઝાનું છે. ચિત્રાત્મકતા અને પ્રતિકાત્મકતા પણ ધ્યાન ખેંચે છે. જુઓ : આંખોનું અંદર-બહાર અથડાઈને વળી વળી પાછું બારણે આવવું; મૌન અને ગીત વગરનું સંધ્યાનું સાજ (વાદ્ય); ઉત્સુક આંખોમાં ઢળતી ‘ઘનઘેરી’ સાંજ(બહુ મઝાનો સમાસ -ઘન =સઘન અને વાદળ બંને અર્થો થાય ! એનાથી ઘેરાયલી !!) ‘સાજ’ અને ‘સાંજ’ શબ્દોનો વિનિયોગ માણો !! ઉપરાંત વાદળના વિખરાવા સાથે જાગતી આશાની પ્રતિકાત્મકતા; અને છેલ્લે તો આગળ કહ્યું તેમ કાવ્યના નાયકના આવવાના અવાજ સાથે કાવ્યની સફળતાનો સંકેત જ જાણે મળી જાય છે !! છેલ્લી બે પંક્તિઓમાં ‘હવે’ શબ્દની તાકાત જુઓ! એ શબ્દના આવવાથી છેલ્લી પંક્તિ આખા કાવ્યને એક નવું જ પરિમાણ આપી દે છે. સર્જકની આખા કાવ્ય દરમિયાનની ઝંખના ‘હવે’ શબ્દથી નીખરી ઊઠે છે…જુગલ
કિશોર.

ચિત્રઃ દિલીપ પરીખ… નીતરતી સાંજ. આ કાવ્યનું શિર્ષક છે અને એ જ પુસ્તકનું મથાળું છે.

નીતરતી સાંજ    Essence of Eve:   Saryu Parikh                                                                                

                  Paintings by    Dilip Parikh

સંમતિ લગ્ન. The Choice Marriage. Saryu D. Parikh

Love marriage is best, second comes the choice marriage – Where family suggests a proper candidate and after knowing each other well, they both choose to get married.

The Choice Marriage

He  was  a  good  catch;
kin arranged for a match.
My mother liked him better,
said love would come later.

I let him know my voice,
and then I made my choice.
He showed interest in me;
he and I became one, we.

The uphill journey started,
with the stranger by my side.
The seven steps in sky
 and future open wide. . .

The gentle bond together;
still each one on his own.
A strong shoulder to lean on,
as the dance of life goes on. 

The sweet sprinkles of smile
with graceful perseverance.
The hearts and home kept humming
through time and turbulence.

—— Saryu Parikh

સંમતિ લગ્ન

પસંદ પરમાણ એમ માએ કહ્યું,
  ને  વળી કીધું  કે પ્રેમ પછી આવશે;
જઈ વેલી વિંટાઈ  ગઈ વૃક્ષને…

વચનો આપ્યાં ને બન્યાં જીવન સંગાથી.
છાવરે  છે વર્ષા ને વાતા વંટોળથી;
પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી.

સુકોમળ કમળપત્ર પોયણીના નેહની,
સૌને અર્પે એ છાયા સુસ્નેહની,
ગહેરી ગંભીર મલય બેલડી.

પાનખર ગઈ, ગઈ કેટલી વસંત પણ,
 મેળે સંભાળે વિપદાની હેલ પણ,
પર્ણ પુષ્પ વચનોને અર્પણ.

બેમાંથી એક બને વિશ્વાસે વ્હાલ વધે;
ઉત્તરોત્તર અંતરપટ રમ્ય, ૠજુ, સુક્ષ્મ બને;
સંમતિનો લગ્નદીપ પ્રણય લય પ્રસારે.
———Saryu Parikh. સરયૂ પરીખ 512-712-5170 landline

 https://saryu.wordpress.comAmazon.com: Saryu Parikh: Books

painting by Dilip

ચિત્ર…પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ. કાવ્ય…સરયૂ પરીખ

Mr. Jyoti Bhatt

૧. ભુલભુલામણી

ઉરે આનંદ ને આરતની ઝૂલે લાગણી
સખા, ભરતી ને ઓટની ભુલભુલામણી

વિમલ વાયે વસંતના  રસિક વાયરા
તારી ચિઠ્ઠી આવે, લાવે મિલન વાયદા
તેમાં રાચી નાચીને જોઈ છબી નિર્મળા
અહો! વિખરાઈ વેરાયા વિરહ વાદળા

મીઠી તનમાં ધ્રુજારી ને શીતળ પવન
જલે ચિતવનમાં ઉષ્માની ભીની અગન
પીળા પત્તાની  કોરણે સ્તંભિત સ્તવન
જોઉં કૌતુક, એક કુંજ કળી ગાયે કવન

ધીમાં ધીમાં રે ગાન કહે આવે મે’માન
તાર સપ્તક ગોરંભી દે અલબેલી તાન
સ્મિત  કુસુમો પરોસે અનેરી પહેચાન
ના  રોકું ટોકુ  દિલે ધડકન અભિયાન

રચી સ્વપ્નિલ રંજન, હું આંજુ  અંજન  
અર્ધચેતન સંધાન તોયે તૃપ્ત મારું મન
                —-      સરયૂ પરીખ

પરિસ્થિતિ, અચોક્કસ પણ આશાસ્પદ.
મનની સંતુલિત અવસ્થા. અધૂરપમાં પણ તૃપ્તિ.

Mr. Jyoti Bhatt

૨. હૈયામાં હામ

સ્નેહ સરવરમાં આછો નિશ્વાસ, આર્ત દેહલીએ વિલો વિશ્વાસ.
    આજ  મનડામાં  હિમાળો  શ્વાસ, ચહે  દિલડું  હૂંફાળો ઉશ્વાસ.
સખી! હૈયુ બળે ને હામ ઓગળે.

કેમ માપું મારા હેતની તનાળ, મારા કોઠાની હૈયા  વરાળ!
   ભલો મોર્યો’તો આંબાનો કોર, ઝાંય લાગી તે શ્યામળી કરાળ.
સખી! હૈયુ બળે ને હામ ઓગળે.

મેં તો કૂવો ઉલેચી કુસુમે ભર્યો, તપ્ત તોરણ તાડપને નીરે ઝર્યો.
   બંધ મુઠ્ઠીમાં  બાંધ્યો પરપોટો,  હાથ ખોલું  ને તારો  બની સર્યો.
સખી! હૈયુ બળે ને હામ ઓગળે.

ગ્રહણ આવ્યું હતું ને સરી ગયું, ઘડીક આવીને કાળજ કોરી ગયું.
   કરમ કુંડળીમાં કરતું’ગ્યું ભાત, આજ આતમમાં ઊજળું  પ્રભાત.
સખી! હૈયું હેલે ને હામ ઝળહળે.
——  સરયૂ પરીખ

કંઈક ખોવાયાની નિરાશા પછી અંતરમંથન અને સ્વાર્થી ઈચ્છાઓને તજી,
ફરી હિંમત જાગૄત કર્યાનો હરખ.         તનાળ=સાંકળ   કરાળ=ભયજનક

Mr. Jyoti Bhatt

૩. મલ્હાર

મેહુલા ને અવનીની અવનવી પ્રીત,
માદક ને મંજુલ, ગવન ગોષ્ઠિની રીત.

કળીઓને થાય હવે ખીલું સજી સાજ,
મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ.

ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ,
સંતોષે ટીપાથી અંતરની પ્યાસ.

કણ કણ માટીને મળી એક એક ધાર,
ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર.

મીઠો તલસાટ સહે મેહુલાનો માર,
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ.

મને એમ લાગે તું મારો મેઘ રાજ,
સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ.

મારો મન મોરલો નાચે થનકાર,
જ્યારે તું આવે હું સુણતી મલ્હાર.
       —— સરયૂ પરીખ

     A link about Jyotibhai Bhatt.  

પ્રિય સરયૂ બેન, તમારા કાવ્ય મળ્યા છે. પહેલા કાવ્ય નું શીર્ષક તથા છેલ્લું કાવ્ય વાંચતાં વેળા પહેલા તો એમ થયું કે મારા એક ચિત્રમાં મેં દર્શાવેલ ભૂલ ભૂલામણી તથા મોરલા ની યાદ આપતા સ્વસ્તિક જોઈને તમે એ કાવ્યો લખ્યા હશે. મારું આ wishful thinking પણ તમે સૂચવેલી ભૂલભુલામણીનું જ પરિણામ હશે ને ? કુશળ હશો. જ્યોતિ.

https://timesofindia.indiatimes.com/blogs/plumage/the-guilds-glorious-odyssey-and-jyoti-bhatt/

 

Covered up…Aarika Gowda. “Not Without Ammi” Saryu Parikh

a poem by our great niece, Aarika Gowda.13yrs.

Covered up

Secrets of sand covered up by the sea
Footprints of man taken away by he

Seaweed washing up to shore
Every other wave bringing more

Boats of fishermen
Dance away by then

And sing- songs of birds
Get translated to words

The horizon up ahead
Sometimes miss-read

For it doesn’t end there
Nor is it a never ending stare

But on the other side
Is a smile so wide

But that you can’t see
For it’s covered up by he

If only we could look beyond
What’s covered up by the sea
—-

Ammi told me that Neha wanted her to attend her Dance performance. This story is based on that sentence,

Not Without Ammi…                               Saryu Parikh

 “Ammi! After five weeks I have my final dance recital, ‘Aarangetram.’  Mummy and daddy have booked a big auditorium. I am so excited. I will tell you all about it, but I have to run now.” Neha kissed her grandmother, as every day she did, and ran out flying through the door. The grandmother’s eyes followed her with a big smile on her face.

 The granny had been around when Neha and her brother were growing up. But that was several years ago when granny was quick on her feet. Nowadays, she was observing from her bed and wondering at times, “Why has Neha not come home yet?” or “Why is Neha so quiet?” “Did she eat?” Granny might not necessarily get replies, but she can’t help it…as it was her second nature. But this busy teenager hardly ever forgets to stop in Ammi’s room before leaving the house.

When Neha was six years old, she told her grandmother, “Ammi, my mom will take me to a dance class. But you know that I know how to dance — why do I have to go?” Ammi smiled and said, “Yes, my Dolly knows how to dance, but to be the best, you have to learn more, right?” With a sweet but serious face, Neha said, “OK, I will go.”

Neha had seen that whenever there was any talk about music, painting, or dance, her grandmother’s face lit up. So, to involve Ammi in interesting conversation, Neha used to start up with those subjects.  

When Neha was eleven years old, her brother and her parents moved into their new house not too far from their grandparents’ home. Granny declined the invitation to move in with them, saying, “I am used to this place.”

It had been only a few days since their move. One late afternoon, Granny was thinking, “Neha must be home from school and alone. I hope she eats some good snacks.” The phone rang and Neha was at the other end, panicking. She said, “Ammi, a few weirdly dressed women are banging on the door and are asking for gift money as we have moved into this new home. They are loud and laughing amongst themselves.”

Ammi said, “Dear! Don’t be afraid. It is a traditional ritual for them. Keep the door closed and just tell them to come some other day. I am coming right over there.”  After that scary incident, without much convincing, the grandparents moved in with them.

Granny was a loving witness to all of Neha’s artistic and scholastic achievements. In her success she would run into Granny’s open arms and in her failure, Neha would wipe her tears with Ammi’s sari-pallu. But a teenager’s life gets entangled in many complications. At times they get lost while trying to find their own identity. The wisdom or advice of elders seems boring. These are natural steps of the growing process, and wisdom has to give room for that independence to flow freely.

Grandmother had to go and spend a few years in America. When she returned to live with Neha, she had matured into a confident, beautiful young girl. She was involved in several exciting activities. Still, she had sweet relations with her grandmother but had very little time or need for granny. Grandmother used to think, “Everything turns with time. She doesn’t love me as much.”  Time flew, and the world went around while Granny kept on watching.

Unfortunately, grandmother fell and was bedridden for a long time. When Neha was planning her recital, Granny was in her wheelchair. Ammi was observing the preparations from her bed or from her wheelchair. The right dresses and jewelry were chosen for Neha. About two hundred people were invited to attend the dance program.

Ammi was thinking, “I cannot go; it will look odd to go in the wheelchair. I am not needed.”

Only two days were left before the function. The family was sitting together after dinner. All of a sudden, Neha asked, “Ammi! Which silk sari are you going to wear?”

Granny was startled. “Where? Oh no, I will stay home, that will be alright. There will be Neha’s friends and other elders of the family. It will be fine.” The family members started to try to convince her to attend the dance.  

 Neha had a determined look on her face. She said, “OK, if you don’t want to come, I will not dance. Not without Ammi.”

Granny’s eyes filled up with tears. That one kind sentence touched her heart. Her moist eyes and smile gave consent to her little granddaughter.

Ammi’s wheelchair was set in the front row. The dance recital was well-received. Neha graciously accepted the adoration. She looked at her smiling and clapping granny and ran down from the stage to share her joy. 

Age and time can create distance between generations, but the bridge of love remains unbroken.
                                                                                    ———
comment:  Our respected brother, Kiritbhai Parikh wrote; SIMPLY BEAUTIFUL….VERY EMOTIONAL AND TOUCHING…I STILL WILL NEED TO TAKE A REBIRTH TO EXPRESS MY EMOTIONS IN SUCH A CONCISE AND FREE FLOWING LANGUAGE. AS FOR ME, (FOR THE STILL ACTIVE & ALIVE CHILD WITHIN ME), YOU MADE IT CRY LIKE A BABY BY REVIVING MY MEMORIES OF THAT LOVING MOTHER.  WRITE, WRITE AND WRITE….  WITH ADMIRATION, KKP

saryuparikh@yahoo.com



Life and Death. જીવન – મૃત્યુ. Saryu Parikh

જીવન – મૃત્યુ
રૂઠતી  પળોને સમેટતી  હું   શ્વાસમાં,
સૂખા દીવામાં સુખવાટ વણી બેઠી છું.
ઘૂઘવતા  સાગરમાં  નાનીશી  નાવમાં,
હળવા  હલેસાથી હામ ધરી  બેઠી  છું.

ઓચિંતા ભમરાતી  ડમરીની   દોડમાં,
રજકણ  બની અંક આકાશે  ઊઠી છું.
અંજળના આંસુથી આંખોની આહમાં,
કરુણાનું   કાજળ લગાવીને  બેઠી  છું.

ઉરના સન્નાટામાં લાગણીના ગીતમાં,
ઝીણા ઝણકારને વધાવીને  બેઠી  છું.
નક્કી એ આવશે પણ ટાળેલા વાયદા,
ક્યારનીયે મુજને શણગારીને બેઠી  છું.

સરી રહ્યો સથવારો મમતાના મેળામાં,
આજે  અજાણી, પરાઈ બની બેઠી  છું.
જીવન પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો, પિંજર થઈ બેઠી  છું.
    ——

પ્રતિભાવઃ સરયૂબેન, સુંદર આત્મલક્ષી કવન રચી ને અમારા સૌનાં આપ માર્ગદર્શક બની રહ્યા છો…સલામ તમાkરા કવિ કર્મને…વિજય શાહ.

Life and Death
I am trying to gather failing moments in my breath,
Trying to light the candle in the holy cup of my life.
In a large ocean I’m sailing in a dinky boat,
holding on to my courage with the simple oars.

In the sudden gust of wind,
I have risen up to the sky.
The pain of the unfortunate tears in my eyes,
 I’m soothing them with compassion-kohl.

In the stillness of my heart, the song of my feelings,
welcomes the gentle sound.
Would he come to take me away or not!
I have adorned myself for a long while.

My fanfair world is slipping away,
I’m sitting here like a stranger.
I’m leaving forever in this somber celebration,
My soul flies away and my cage is left behind.
——-

At the door of death, one wonders – will it come today or not. The preparation is made to meet the Maker. Our own relatives seem strangers. The pain of leaving, the anxiety of meeting and then the final departure.

——

શબ્દોના અર્થ
સરી પડ્યા,
ખરી પડયા
અનુભવો
અને
સ્મૃતિઓના આકારો.
“છે “વ્યાપેલું
“નથી નથી “માં;
શાન્ત સ્તબ્ધ સરોવર
પામે સ્વયંને
સર્વ રૂપોમાં.

હરીશ દાસાણી.
2022.જુલાઈ 26

હરીશ દાસાણી.

A Friend…Saryu. Good Vibes…Veena Damle. Help me Heal. Saryu

                                                                 
A Friend in Frustration

In my gloom and doom, a message pops up,
“How was your day?”
With that one line the tedium is shaken,
I turn up the light getting rid of the dark.

I share with my friend a few funny quips
still tinged by my grief and grievance.
My friend sends her love, with rays of courage,
 Her poise and praise make me pause and rethink. 

Simple sweet zest and a few kind words,
 turn my world quite easily around.
“What about the day?” “Oh, it wasn’t so bad”
I bid her goodnight with a lingering smile…
——– Saryu Parikh

Good Vibes
Not my usual self today, 
A sinus infection they say. 
Fever and chills have put me to bed 
No energy, appetite, nothing read. 

Listlessly I open my mail 
Scrolling through the junk, I fail 
To see it at first, but then  
The subject catches my eye, when 

Good vibes it says, and suddenly alert 
I click on it at once. Words I read convert 
To feelings of warmth and pleasure .
I smile, the fever dissipates; A treasure, 

Those words. The yarn of healing 
Has begun to wind;  
Compassionate and kind. 
A few words, a lovely poem 
A friend’s good wishes, healing power. 

Will call you shortly.
Veena Damle
When I sent Good Vibes to Veena, a poem from her…
——-

Help me Heal

This melting sky makes me cry,
O’ my beloved! In rain I’m dry.

My tears of joy and peace of my soul,
  Haven’t come back since you’re gone.

The birds sing soft, hide in the loft,
Melodies of love shyly moan.

Why this way, my heart just aches?
My fluttering feelings, I can’t catch.

I open my door and stare your way,
You come and stay, don’t stay at bay.

I can’t understand the flair of my mind,
This world around is not so kind.

I long to be yours and share my bliss,
Our hearts will heal with a sweet little kiss.
                  ——  Saryu Parikh

DKP

અપેક્ષા…Saryu

અપેક્ષાએક ડગલું  આગળ

 અપેક્ષા,  સુશીલા,  સુમતિ,  સંતોષ,
 ચાર    સહેલીમાં   એક    રસદોષ,
આગવી  અપેક્ષાની   જીદ  હરદમ,
આગળ  એ  ચાલે,  ગર્વીલે કદમ!

સુમતિ  સુશીલાનો  સીધો  સહકાર,
સુખી સંતોષીનો મીઠો આચાર.
આશા ત્યાં આવીને લાવી વિચાર,
ક્યાં છે મેં ઈચ્છેલું! છે કંઈ  દરકાર?”

સર્વે આપ્યું રે જતન, કાળજીની કોર,
પણ, નાનીશી નખલીમાં અટક્યો છે દોર.
સુજ્ઞા સંતોષીનું ચાલ્યું ના જોર,
મતલબી અપેક્ષા દોડી છે મોર.

    સુમતિ ને શુશીલા ઝાલે રે હાથ,

સંતોષી   ચાલે   અપેક્ષાની    સાથ.
હસી મળી  રોજ  કરે ઈચ્છા  કમજોર,
  ચારે સાહેલીઓની  દોસ્તી કંઈ  ઓર.
——

ચાર પ્રકૃત્તિજન્ય લાગણીઓ એક્મેક સાથે કેવી સંકળાયેલ છે. સર્વ આપ્યું હોય તોય નાની વસ્તુ મળતા મન ખાટું થયું હોય.
આશાઅપેક્ષા પર સુમતિ અને સમજણ કઈ રીતે લગામ રાખી શકે તેની મજાની વાત.

comment: wonderful … wonderful … wording/imagination. Saryuben, thank you. Anand Rao.

Mom-in-Law.

Sushila Krishnkant Parikh. Saryu coming to the USA. 10/1969
My personal experience. At our first meeting; Ammi put her hand on my shoulder and said, “I choose you.” From that moment to the end…there was love and more love between us.

Mother-In-Law
A half-moon smile through the half-opened door,
On the other side was me, met the in-law enemies.

I showed off smart, but was shaking in my heart.
I could deal with the rest but his mom was a test.

She hugged me with caution; I felt her emotion.
Her few funny words said  where he belonged.

She was trying her best to share her cozy nest,
To cope with the man she still sees like a child.

I rendered my respect, a mom-in-law would expect,
Many moons by her side, we put the flaws aside.

The circle of siblings had very warm feelings, 
The winsome sound in us humming all around.

Open heart, open mind, give and take to remind,
Best of all, his gentle mom loved me like her own.
——-

This relationship can grow deeply reach, if there is essence of respect and patience. Comment: Saryuji, congratulations for all the efforts you have put in to enjoy the self…the creations will die out some day…but the efforts placed to evoke the self from within will travel a long in the journey of life. You are blossoming in this art of expressing self with the medium of poetical words…Wish you a still higher achievement in this field.            
 KIRITBHAI PARIKH. (Our respected older brother and Guru)
———–

સાસુ
અરમાનોના  આંગણથી  હવે  પાછી  નહીં ફરવાની,
અષ્ટકોણના  અંજળમાં   હું  ત્રિકોણ   થઈ  તરવાની.

પ્રેમળ માતા દ્વારે  ઉભી,  ચિંતિત  નવલ  નીરખતી,
” લાગે  છે  તો સારી,  રાણી   નિવડે   વખાણવાની”.

ગરવે   ગુંથ્યા   માળામાં    નવનીતને   નોતરવાને,
અંગ  અંતરના  અંકુરને  ફરી  શીખતી  ઓળખવાને.

મારા   મીતવાની   માતા  છે, અતૂટ  રય   સમજીને,
એકબીજાના  અવગુણોને    હસતાં   મૂક્યા    તજીને .

મારો   પ્યાર   મળે   માતાને,  એનો  ઝરમર  વરસે,
ઉષ્માની આ અવળી ધારા  અવલ અકલ્પિત વરસે.

સંબંધોના   શ્રાવણમાં   સાસુ,  માં   બની    ભીંજેલી,
અરધે   રસ્તે   હાથ   મીલાવી  આવી  સાથ  મળેલી .

યાદ    કરૂં    એની    માતાને   માન   પ્રેમ    સંતોષે,
વહુ   દીકરી   સાસુ   માતાની    મનોમંજરી    મહેકે.
———— સરયૂ પરીખ



Painting by Dilip Parikh


Mystirious life. painting by Dilip Parikh.May/2022

છત્રીની છાંવમાં. Under an Umbrella. Saryu

Ava

છત્રીની છાંવમાં

ઝરઝરતી ઝીણીંઝીણીં બુંદો વરસાદની, કરતી કોશિશ રે ભીંજાવવા.
સૂરજના તેજ સમા પીળા આ પાંદડા, વેર્યાં પગથીને ઉજાળવાં.
જે મહીં મહીં હૈયામાં ભીની, રહી કોરી એ છત્રીની છાંવમાં.

ઊડતી ઊડતી ઓરે આવે ને જાય, જાણે ફરફરતી લટ પવન પાંખમાં.
કોમળ ને કમળ સમા હાથોના પાત્રમાં, મુઠ્ઠીમાં બુંદો છુપાવતી.
છબછબીયાં પાણીમાં ઘૂમતી એ ઘેલી, ને ખીલી ખીલી છત્રીની છાંવમાં.

સૂર્ય તેજ સંતાયે આભ છત્રછાંયામાં,
એમ છૂપી છત્રીની છાંવમાં.
સોનપરી છત્રીની છાંવમાં.

Under an Umbrella

The gentle rain and the drip-drip drops,
The giddy gold leaves on a yellow backdrop.
My heart is wet, but I stay dry,
Amused under an umbrella.

They float and flip from the sky to the land,
Linger luckily on shimmering sand.
My carefree chase in the misty maze,
Enchanted under an umbrella.

I sail and slip through a prairie land,
Where butterflies flutter in fairyland.
The sweet relation of rain and shine,
Cheered under an umbrella.

The dance of drizzle in playful swirl,
I spread my hand to catch the pearl.
I open my eyes to gaze at the sky,
Dazzled under an umbrella.
——

Choice Marriage

The Choice Marriage

He  was  a  good  catch; kin arranged for a match.
My mother liked him better, said love would come later.

I let him know my voice and then I made my choice.
He showed interest in me; he and I became one, we.

The uphill journey started, with the stranger by my side.
The seven steps in sky and future open wide. . .

The gentle bond together; still each one on his own.
A strong shoulder to lean on, as the dance of life goes on.

The sweet sprinkles of smile with graceful perseverance,
Kept hearts n’ home humming through time and turbulence.

May/19/1969 Saryu-Dilip
——————————————————————————

A Joyful Kiss

I wipe my tears and take a step outside,
The joy and zeal are springing within.
Opening the doors of earth and sky,
a bright ray of hope is shining within.

I feel the presence of celestial sphere,
My mind is not anxious with any expectation.
There is no chain of anger or agitation,
No pulsating pain when I sit in meditation.

Touching my wings, the wind is blowing,
The monsoon rain leaves me soaking,
But warmly beautifies my body, my being,
My beloved comes, our paths crisscrossing.
——-

Comment:   Dear Saryu, You are amazing, all the poems are so wonderful and touching. Keep it up. Dilhar Gohel

Upon Her Loss…

What do I say when you stand alone,
Forever and final, saying, “So long.”
What do I say when he wanted to stay,
But death did come to take him away…!

What do I say when you can’t hold hands,
Your life-long trip, abruptly ends?
What do I say when tears don’t flow,
Dark inside, the lights don’t glow…?

What do I say when you are so sad,
I sit so far, just feeling so bad?
The flow of grief will slowly subside,
We all are here to stand beside….                                       
                             ——    To a dear friend

રક્ષા ભટ્ટ્ની સફર. પાલીતાણા

અગિયારમી સદીની અનન્ય સોગાદ,પાલીતાણાના જૈન મંદિરો:

          ‘City of temples’ તરીકે અસંખ્ય પરદેશીઓને સમગ્ર વિશ્વમાંથી ખેંચી લાવતા પાલીતાણા ગામ સુધી ભાવનગરથી માત્ર પંચાવન કિલો મીટરની stone throwing road tripથી પહોંચી જવાય.શેત્રુંજય પર્વત પર અગિયારમી સદી આસપાસ બંધાયેલા જૈન મંદિર સમૂહોને લીધે સૌરાષ્ટનું આ પાલીતાણા ગામ બારેમાસ યાત્રાળુઓ,સ્થાપત્યનો અભ્યાસ કરતાં અભ્યાસીઓ અને જૈનધર્મના કુલ ચોવીસ તીર્થંકરોના સત્વથી સભર રહેતું હોય છે.
     આણંદજી-કલ્યાણજી ટ્રસ્ટ કહે છે કે વર્ષ ૨૦૧૦માં કુલ ચાર લાખ યાત્રાળુઓ શેત્રુંજય પર્વત પર,કુલ નવ ઝૂમખામાં પથરાયેલા,આઠસો-હજાર મંદિરોની યાત્રાએ આવ્યા હતા.આ જાણીને આપણને એવું લાગે કે સતત ચાલતી આવી યાત્રાઓના પ્રવાહો જૈનીઝમની શ્વેતાંબર પરંપરાના આ પવિત્ર યાત્રાધામની ફરફરતી ધજા-પતાકાને અખંડ રાખે છે.
          આપણે પણ આ અખંડ ચાલતી યાત્રાના પ્રવાહમાં ભળવું હોય તો શિયાળો ઉત્તમ રહે.શિયાળામાં જઈએ તો શિયાળાની ખુશનુમા ઋતુએ બપોર પોતાનો તડકો વેરતી મંદિર પરિસરમાં છવાયેલી દેખાય અને ઘુમ્મટો,ઘંટો અને સ્તંભો પરથી ઉતરતા તડકા-છાયા હજારેક વર્ષો પહેલાના શાસન,શાસકો,સ્થળ-કાળ,સ્થપતિની કલા-કારીગરી અને કુશળતાને લઈને સ્થિર થયેલા દેખાય.આવી સ્થિર થયેલી ક્ષણોને અવલોકી,વાંચી અને કેપ્ચર કરીએ ત્યારે બપોરના તડકાના  ઝળાંઝળાં ફોરગ્રાઉન્ડ પાછળ ઋતુઓની જાહોજલાલી જીલીને સમૃધ્ધ થયેલા ઘુમ્મટો જોવા મળે અને જોવા મળે એ ઘુમ્મટો નીચે સચવાયેલો સમય અને શ્રધ્ધા પણ.આવું મિલન સ્થળ-કાળને અતિક્રમી આપણા અંતર-મનને અડે અને ધીમા સ્વરે કહે કે પ્રાચીન મંદિરો અને મંદિર સમૂહો શ્રધ્ધાના એવા સ્તંભો છે જેના પર આપણા હિન્દુસ્તાનની સમૃદ્ધિનો સુવર્ણકાળ સચવાયેલો છે.એ સાચવણ માત્ર પસાર થયેલા સમયની જ નહિ પરંતુ તે સાથે સાથે તે સાચવણી આપણી સંસ્કૃતિની,સભ્યતાની અને અતુલ્ય વારસાની પણ ખરી….

રક્ષા ભટ્ટ (૨૬-૪-૨૨)મંગળવાર
#आजादिकाअमृतमहोत्सव

Happens and Angel in Me…Saryu

Happens

Bad things happen for some good reason,
Rumble and roar may bring good season.

When half sun hangs in a cradle of cloud,
The dribbling drops give tickling pleasure.

The scolding reproach makes you stronger,
Teaches to be  kind with keens or strangers.

A push out of place, a shove of rejection,
Forces you to go in a total new direction.

It’s a sign in disguise inspired by Creator,
A chance to explore some magical options.

A  seed under dirt and man  under  hurt,
Sprouts, germinates, beyond expectation.
——–

Saryu Parikh. www.saryu.wordpress.com

Angel in Me

I spread my arms,
     And there shall be flowers!
 I  flip my wings,
     And  there shall be spring.
I open my eyes,
                     And  there shall be light.                    
                    I open  my mind                  
           And  people  are  kind.            
   I share my bread,
    And  there shall be peace.
——-
Saryu Parikh

મામા અહીં નથી.

મામા અહીં નથી.

ભાઈ-બહેન મા વગરના ઉછરેલા, તેથી મોટાભાઈ તરીકે, મારા મામા કવિ નાથાલાલ દવેને, તેમની નાની બહેન, મારા બા ભાગીરથી પર વિશેષ સ્નેહ હતો. ભાવનગરમાં અમારાં બન્ને પરિવાર વચ્ચે ગહેરો સંબંધ રહેલો. નાથાલાલ દવેનું ગરવું વ્યક્તિત્વ અને કાવ્યોની રસભરી રજુઆત કરવાની શૈલીથી ઘણા લોકપ્રિય હતા. નિવૃત્ત થયા પછી પણ ઘણા પ્રવૃત્ત રહેતા. મારા ભાઈ મુનિભાઈ નાનપણથી કવિતા લખતા અને નાથુમામા સાથે લાગણીભરી નિકટતા હતી.

મુનિભાઈ વડોદરામાં સ્થાયી થયા અને હું અમેરિકા આવી ગયેલી તેથી ભાવનગરમાં એકલા રહેતા મારા બાને મામાની ઘણી હુંફ રહેતી. એ સમયે મામાની ઉંમર ૭૮ની હતી અને ભૂલી જવાની બિમારી શરૂ થઈ. ઘણી વાર રસ્તો ભૂલી જાય વગેરે અનેક તકલિફો શરૂ થઈ હતી. બાને ઘરે, દિવસના એક કે બે વખત આવે. બા દુધનો પ્યાલો આપે તે પીવે. ક્યારેક ફરી આવે, અને કહે કે, “ભાગુબેન દુધ?” બા કહે “ભાઈ, તમે પી લીધું.” “ભલે,” કહીને ઘેર જતા રહે.

૧૯૯૩માં બાનું વડોદરામાં અવસાન થયું. અમેરિકા પાછા ફરવાનું હતું તેથી હું ભાવનગર મામા અને બીજા સગાને મળવા ગઈ હતી. મામા એવા જ શાંત અને ગૌરવવંતા દેખાતા હતા, પણ મને જોઈને અજાણ્યા સાથે વાત કરતા હોય તેમ વાત કરી. મારા એ મામા જે, હું અમેરિકાથી આવું કે વહેલી સવારમાં પહેલા મળવા આવી પંહોચ્યા હોય, કે ગરમ જલેબી અને ગાંઠીયા લઈને આવીને અનેક વખત મને આશ્ચર્યાનંદમાં મૂકી દેતા…એ મામાને મારી ઓળખ આપવી…! આંખો સહેજે ભરાઈ આવી.

અઠવાડિયા પછી મુનિભાઈ ભાવનગર ગયા અને બા ભાગીરથીબહેનના માનમાં બેસણું હતું. મામા મુનિભાઈની બાજુમાં નિર્લેપ ભાવે બેઠા હતા અને લોકો પોતાની બહેનને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે તે જાણ ન હતી. બાની યાદમાં મુનિભાઈનું દિલ વ્યાકુળ હતું અને તેને મામાના ખભા પર માથું ઢાળી રડવું હતું. પણ બાજુમાં નજર કરી તો ત્યાં એક ખોવાયેલા સજ્જન બેઠા હતા. મુનિભાઈનું હ્રદય કરૂણતાથી તડપી ઊઠ્યું…“મારા મામા અહીં નથી.”

ત્યારબાદ, ત્રણ મહિનામાં મામા કવિ નાથાલાલ દવે પરલોકમાં કવિતા લખવા ચાલ્યા ગયા.

——-  સરયૂ પરીખ.

comments: Beautiful….just the right words….Munibhai.
             Beautifully written. I got emotional. Regards. Bakul D. Vyas

હવામાં આજ

હવામાં  આજ  વહે  છે  ધરતી  કેરી  ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી – હવામાં.

ઝાકળબિંદુ પાને પાને તૂર્ણે તૂર્ણે ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતીખોળે વરસી ચાલી – હવામાં.

રમતાં વાદળ ગિરિશિખરે મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધિર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી – હવામાં.

રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા,
વિશાળે ગગનગોખે જાય ગૂંથાતી કિરણ જાળી – હવામાં.

મન તો જાણે જુઈની લતા ડોલે, બોલે સુખની કથા,
  આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી – હવામાં.
                            
                                ——    કવિ નાથાલાલ દવે

https://aapnuaangnu.com/2022/05/05/mama-ahi-nathi-article-saryu-parikh/

https://youtu.be/d3DVZCuzR-Q 

Spark of Light…Saryu

Spark of Light

In a windowless room with a dull grey hue,
 as told the way I remained subdued.
Just bury my head in the systemic sand
and follow the path of traditional trend.

Didn’t dare to even look around!
Never to hear soft stimulating sound!
No sign of hope, no star seemed bright,
I simply succumbed to my routine life.

One day, somehow… a flicker divine,
I’m surprised, awakened, glowing inside.
That moment a spark entered my heart,
my soul was touched with sparkling light.

First, my mind needed to rise,
to feel true freedom and ease of life.
I found the hidden source of force,
amazed to see the kindness in folks.

The soul stays suppressed until Insight ignites,
No one could help ’til I yearned to fight.
——-
Just reread your captivating poem, Saryu.  It captures the essence of the “Now I get it!” idea!  (Insight breaks through)!… Claire Wesloh

એક વાર અજવાળું

અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કેછે કે આમ જ જીવાય,
આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.

ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય,
ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે  ના તારક દેખાય.

ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
 
નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!

સાતત્ય  યજ્ઞમાં  અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય
 
આતમ જાગીરના  તાળા ખૂલે, જો  એકવાર અજવાળું થાય.

અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
ચેતનની ચાવીથી  આળસ  ઊડે પછી  કર્મોની  કેડી દેખાય.

જાગેલું  મન, જાણે ખીલ્યું  સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને  મુક્તિના વનમાં લહેરાય.
———-

પ્રતિભાવઃ Saryuben, I am always very jealous of poets – male or female. Why are they so gifted with word arrangements!! Look at these words filled with deep meaning….
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને… Anand Rao Lingayat.

Devika Dhruv: ખૂબ જ સરસ કાવ્ય બન્યું છે. વિષયનું સાતત્ય પણ સુંદર ક્રમબધ્ધ રીતે ગતિશીલ અનુભવાયું છે. શબ્દો અર્થસભર અને સ્પર્શે તેવી રીતે ગૂંથાયા છે. ગમ્યું. ‘વેબગુર્જરી’ માટે રાખું ને?

May like to read again.

https://davdanuangnu.wordpress.com/category/સરયૂ-પરીખ

Smile Again. હસી ફરી

Smile Again

             I saw her in the early evening light, waiting at the corner store. Her head was covered with the head band, or hijab.  I pulled up near her in my car, and we greeted each other as she opened the passenger door and got in. She seemed nervous as I was driving her to the Literacy Council’s location. Even though she had an engineering degree from her country, she spoke in broken English. Selma thanked me with a guarded smile for picking her up.

         For the past one year, her life had been in turmoil. I could see the sadness on her pretty face. I started teaching her English, and at the same time she gained confidence and trust. As a domestic violence victims’ advocate, I knew about her plight, but she wanted to tell her story in her own words:

         “My wonderful teacher, the mountains of Syria seem so far away. The little girl who was called ‘princes’ by her parents … sounds like it was in another lifetime.  I was in high school when Shabir started paying special attention to me. Shabir was my first cousin, but due to a family feud we kept away from each other. Our attraction blossomed in college. He became a dentist, and I became an engineer. When we announced our intention of getting married, our fathers gave in, and both brothers’ families resumed their relations. Everything was like a dream.

         “After Shabir possessed me, his next obsession was to go to America. My opinion did not matter. He got his H1 visa, and we came to Texas. My life was limited in the tiny apartment. I looked and felt out of place. Due to my visa status, I could not get a job. Shabir, without a state license in dentistry, was working with very low pay. He used to come home frustrated and would find any reason to beat me.     

         “In time, someone gave him the idea that if he married a U.S. citizen, his life would be so much easier. Then that obsession took over his thinking. I started wondering when he stayed out longer hours. Whenever I asked any question, he raised his hand and told me to shut up. Then he started mumbling about divorce and shipping me back home. That would deeply hurt my family’s reputation in our community…Here I had casually met one or two families where Muslim traditions were followed religiously. I would not dare to share my domestic troubles with them. I was taught that a good woman always obeys her husband and serves him pleasantly. Shabir would not tolerate any objections from me.

       “That day he was determined to get hold of my passport. He yelled and slapped me and ordered me to hand over the passport. He threatened me with a knife. I ran into the bed-
room, shut the door and dialed 911. Briefly I explained what was going on and left the phone on. He was quiet for a while, so I opened the door and ran outside of my apartment. He came after me and started to drag me along the sidewalk and up the steps. He heard the police car and let go of me. He approached the police as if nothing was going on, but they could see the fear in my eyes and bruises on my body. They asked him to go and sit in the police car. While he was passing by me, he told me in my language, ‘I will find you and kill you.’    
         “I was taken to the police station. After all this, I was afraid for my life and would not dare go back to our apartment. I was given a few pamphlets of different organizations and shelters. My English was very weak, and I was so nervous that my speech was not understandable. One voice, speaking in Arabic, replied the next day. That lady was a volunteer, willing to help me. My day began with talking to the strangers and sharing my very personal life. Although I was in an unknown place and among unknown people, I felt safe. Their confidence helped me to feel that I had some right to be happy too.

         “I went to many different offices and met many people. I was pleasantly surprised to see total strangers actually believing in me, ready to help me! I never wanted to face Shabir. I was afraid of him, and at the same time I despised him. I was only 31 years old, and he had destroyed my life. The court forced him to pay me a small amount monthly, and divorce proceedings were slow to progress due to many complicated issues. The future seemed dubious. Fortunately, my advocate found a middle eastern family who needed a housekeeper.”

         Selma’s host family lived in my neighborhood, but she preferred that I pick her up and drop her off at the corner drug store. She got a special visa available for domestic violence victims, so she could stay here and work.  She did not want anyone finding out where she was staying. She kept in touch with her family and a few of us by cell phone. She maintained good relations with her host family and lived with them for one year until she moved into her own apartment.

          I always felt that if she kept her traditional look wearing a hijab, it might be difficult to find a job. I also believe that it is a good idea to assimilate with the society in which you live, without compromising our principles. Covering one’s head had its purpose under certain circumstances. I brought up that point, but she was determined to keep her traditional look. She always had to adjust her activities with her prayer times. She felt at peace praying five times a day, and it showed in her behavior.

        After her divorce finalized, Selma started receiving marriage proposals. She shared the information with me, and I helped her to prepare before each “date.” One businessman from her country was very nice to her. He was divorced with two children. She met with his family during Ramadan and felt comfortable. She told him that she needed several months to decide and definitely not before her family’s approval. They put aside the marriage plans and worked out a deal that she would work in one of his stores as a salesperson. Our organization helped her to rent and furnish an apartment near the shopping mall where she worked in a children’s clothing store.

        After several months I received a letter which said: “My wonderful teacher! You will be glad to know that my life is getting better. I will be getting married soon. My new husband went to my hometown and got blessings from my family. I have survived!”

        My mind vividly remembered one evening with Selma after a long English session. We had a good heart-to-heart talk as we walked out of the classroom. Among other wild flowers, the tall pleasant yellow sunflowers were looking at us. I admired that sight. Selma started up the hill and through the weeds to collect those lovely sunflowers. She brought down a bunch and ceremoniously presented them to me. That beautiful evening and her gentle smile left a special picture in my heart.

        I wrote her back: “Those sunflowers are now blooming in my garden, and every time I look at them, they remind me of you. Now you know, growing untended in the wild, the pretty sunflowers can survive and thrive, and so have you. I wish you courage, wisdom, and joy in your life.” 
          ‘Smile Again’, a true story/…the teacher- -Saryu Parikh, 2009
                                                              

          This victim never went back to the abuser. She took every precaution to secure her safety. She made herself financially independent before getting into a new relationship. These and a few other reasons helped her to come out of the bad situation and smile again.

——-

હસી ફરી…સરયૂ પરીખ

સંધ્યાના આછા અજવાળામાં મેં તેને દુકાનના નાના મકાન પાસે ઊભેલી જોઈ. એનો માસુમ ચહેરો સફેદ હિજાબમાં લગભગ  ઢંકાયેલો હતો. મેં કાર રોકી.

હું સેલ્મા,” એમ કહેતી એ કારમાં બેઠી. અમારી સેવાસંસ્થાના આરબ ભાષા જાણનાર સભ્યનાં કહેવાથી સેલ્માને હું ઈંગ્લીશ શીખવવા માટે લઈ જતી હતી. એ જરા મૂંઝાયેલી લાગતી હતી. સામાન્ય વાતચીતમાં ખબર પડી કે કોલેજમાં ભણેલી હતી. મારો આભાર માનતા કે જવાબ આપતાં તેના રૂંધાયેલા હાવભાવ નજરે પડતાં હતાં. Literacy Councilની ઓફિસમાં, જ્યાં હું volunteer Tutor હતી, ત્યાં સપ્તાહમાં બે વખત ભણાવતી.

સેલ્મા વિષે મને જાણ હતી એ મુજબ, એ ગૃહ-ત્રાસની ભોગ બનેલી બત્રીસ વર્ષની સ્ત્રી હતી. નજીકમાં જ યજમાનનું ઘર હતું તો પણ શોપીંગ સેન્ટરમાં ચાલતી આવી હતી, તેની મને નવાઈ લાગી.  દુઃખી બહેનોની સ્વયંસેવિકા તરીકે કામ કરતાં મને અનુભવ હતો કે ભોળી ભલી સ્ત્રીઓનાં નંદવાયેલા હૈયાને કોઈની ઉપર ફરી વિશ્વાસ આવતાં સમય લાગે.

ઇંગ્લીશ શીખવતા સાથે ગાળેલા સમયમાં, સેલ્માને મારા પર શ્રધ્ધા અને સ્નેહ થવાનો અવકાશ મળ્યો. સેલ્માએ પોતાની કહાણી આંખોમાં આંસુ સંતાડીને કહી.

સીરિયાના પર્વતો બહુ દૂર રહી ગયા લાગે છે. એ નાની દીકરી, જેને મા-પાપા રાજકુમારી કહી બોલાવતા, એ કોઈ બીજા જન્મની વાત હોય એવું લાગે છે. જે સમયે હું શાળાના છેલ્લા વર્ષોમાં ભણતી હતી ત્યારે અમારા સગાનો દીકરો શબીર, મારી આસપાસ ઘૂમતો રહેતો. કોલેજમાં અમે વધારે નજીક આવ્યા અને એક બીજા સાથે લગ્ન કરવાનુ નક્કી કર્યું. બન્ને કુટુંબમાં અણબનાવ હતો પરંતુ અમારા નિર્ણયને અનુમતિ મળી ગઈ. એણે દાંતનાં ડોકટરનો અભ્યાસ પૂરો કર્યો અને હું ઈજનેર બની. લગ્ન સરસ  રીતે થઈ ગયા. બધુ મધુર સપના જેવું લાગતું હતું. પણ શબીરનો વ્યવહાર મને મેળવ્યા પછી, ટૂંક સમયમાં જ મારા તરફ બેદરકાર હતો. હવે બીજી તમન્ના, અમેરિકા જવાની શબીરના મન મગજ પર સવાર થયેલી હતી. મારા સ્વભાવ અને શિક્ષા અનુસાર પતિને ખુશ રાખવો, હુકમ માનવો અને નિષ્ઠાપૂર્વક અનુસરવો એ જ હોવાથી, હું શબીર સાથે ક્યાંય પણ જવા તૈયાર હતી.

અમે અમેરિકા આવી એક નાની જગ્યામાં સંસાર શરૂ કર્યો. નિયમ અનુસાર પરવાનગી ન હોવાથી, શબીર દાંતના ડોક્ટરના મદદનીશ તરીકે થોડા પગારમાં નોકરી કરતો જેનાથી એને બહુ માનહાનિ અને નિરાશા લાગતી. હું પોતે નવી દુનિયામાં ભૂલી પડેલી હરણી જેવી, ઘરની બહાર નીકળતા ગભરાતી. શબીરને પણ હું ક્યાંય એકલી જાઉંં એ નાપસંદ હતું. ધીરે ધીરે શબીરની રૂક્ષતા વધવા લાગી. જરા વાંધો પડતાં ઝટ લઈને હાથ ઉપાડતો. એને સમજાવવાની કોશિશ નાકામયાબ રહી. બે ચાર કુટુંબોની ઓળખાણ થયેલી પણ હું જોઈ શકતી હતી કે પુરુષ પ્રધાન વાતાવરણમાં, સ્ત્રીઓની તરફદારી કરનાર કોઈ નહોતું. એક વખત, શબીરને બીજા આદમીઓ સાથે વાત કરતા સાંભળ્યો કે, “અહીં અમેરિકાની સિટિઝન બાઈ સાથે લગ્ન કરી લેતા અહીં રહેવાના હક્ક મળી જાય, જેથી બધી રીતે ફાયદો.” એનું ઘેર આવવાનું અનિયમિત થવા લાગ્યું. હવે હું ક્યાં જઈને ફરિયાદ કરું? મારી સહનશક્તિનો અંત આવી રહ્યો હતો.

એવામાં એક રવિવારની બપોરે શબીરે મારા પાસપોર્ટની માંગણી કરી. શબીર કહે,’હવે તારું અહીં કશું કામ નથી. તને તલાક આપી, તારા અબ્બાને ઘેર સીરિયા મોકલી આપું.‘  મારા વિરોધ માટે મને ધડાધડ તમાચા મારી દીધાં. પાસપોર્ટ હાથમાં ન આવતાં રસોડામાંથી મોટી છરી ઉપાડી મારા તરફ  ધસ્યો, પણ હું દોડીને બેડરૂમમાં ભરાઈ ગઈ અને ૯૧૧ પર ફોન કરી શું બોલી એ તો યાદ નથી, પણ પોલીસ આવશે એમ મને કહેવામાં આવ્યું. શબીર બાથરૂમમાં હોય એમ લાગતાં, હું ઘરની બહાર નીકળી ગઈ પણ એ તરત મારી પાછળ આવ્યો અને પથ્થર પર ઘસડીને મને અંદર લઈ જવા લાગ્યો. પોલીસ કારનો અવાજ આવતા મને છોડીને, કશું ન થયું હોય તેમ ઊભો રહ્યો. પણ હાથમાં મોટી છરી અને મારી અવદશા જોઈ એને પોલીસની કારમાં બેસવાની ફરજ  પાડવામાં આવી.

મારી પાસેથી પસાર થતાં, અમારી ભાષામાં બોલ્યો, ‘તને ગમે ત્યાંથી શોધી કાઢીશ અને મારી નાખીશ.’ ઓહ! એ ખુન્નસભરી આંખો…

શબીરને લઈ ગયા પછીની શાંતિમાં મેં આસપાસ નજર કરી ત્યારે કેટલીએ નજર મને તાકી રહી હતી, એનો મને ખ્યાલ આવ્યો. એક સ્ત્રી પોલીસ ઓફિસર મને હળવેથી તેની કાર તરફ  દોરીને લઈ ગઈ અને અંદર બેસવામાં મદદ કરી. હવે મને વધું ગભરામણ થવા લાગી. શબીર તરફથી થતા અત્યાચાર વિષે મને પરિચય હતો, પણ આ સાવ અજાણ રસ્તાની સફર મારી સામે અનેક શંકાઓ લઈને ઝળુંબી રહી.

પોલીસથાણામાં શું કહી રહ્યા છે એ મને સમજતાં ઘણી વાર લાગી. મને કહેવામાં આવ્યું કે મારે ઘેર પાછા જઈ એકલા રહેવાનું સલામતીભર્યુ નથી, કારણ શબીરને કેટલા દિવસ બંધીમાં રાખશે તે નક્કી નહીં. મને એક સેવા સ્ત્રી ગૃહમાં લઈ ગયા અને મારા હાથમાં નામોની યાદી પકડાવી. મને મારી ભાષા જાણનાર મદદકર્તા કદાચ મળી આવશે એવી આશા આપવામાં આવી.

એ રાત્રે તો હું મારા મમ્મીને યાદ કરતી, આંસુ ભીના ઓશીકા પર નીંદરનાં ખોળે ખોવાઈ, પણ પછીની ઘણી રાતો જાગતાં વીતાવી. બીજે દિવસે ફોન કરવાનું શરૂ કરતાં મને મારી પરિસ્થિતિ કેમ સમજાવવી અને શું મદદ માંગવી એ સમજ નહોતી પડતી. પહેલા બે ત્રણ વ્યક્તિને મારી અંગ્રેજી ન સમજાઈ અને મને તેમની. …અંતે, મદદ માંગતો સંદેશો મૂકેલો હતો, એનો વળતો ફોન બે કલાકમાં આવ્યો.

મારી મૂંઝવણ અને પરવશતામાં વિશ્વાસ આપતો, મારી માતૃભાષામાં કોઈ અવાજ મારા આળા મનમાં હિંમત જગાવી રહ્યો. એ હતી તમારી સંસ્થાની, અમિના. તમે જાણો છો કે અમિનાના નિસ્વાર્થ સેવા ભાવ અને મદદને લીધે આજે હું જીવતી છું. કેટલાય અજાણ્યા લોકોને મારે મારી અતિ ગુહ્ય વાતો કહેવી પડી. પણ, મને આનંદ અને આશ્ચર્ય સાથ એ જાણવા મળ્યું કે આ લોકો મારી વાતને હકીકત સમજી સ્વીકારે છે, અને મને મદદ  કરવા તત્પર છે!”

સેલ્માને મળવા માટે શબીરે માંગણી કરેલ પણ સેલ્માએ ના કહેવરાવી. અમે એક જાજરમાન આરબ સ્ત્રી-વકીલને મળવાં ગયાં. એ દિવસે મને પણ કાયદાના પ્રાબલ્ય વિષે ઘણું જાણવા મળ્યું. કાયદા પ્રમાણે, ત્રસ્ત વ્યક્તિ અમેરિકામાં સુરક્ષિત રીતે રહી શકે અને નોકરી કરી શકે. જો ત્રાસ આપનાર પકડાય તો આ દેશ છોડીને જતા રહેવાની તેના પર ફરજ  પાડવામાં આવે છે. પરંતુ, કોર્ટના ફેંસલાની રાહ જોવામાં મહિનાઓ નીકળી જાય…

કાર્યકર્તા અમિનાનાં પ્રયત્નથી, નજીકમાં જ એક ખાનદાન આરબ  કુટુંબમાં, બાળક અને ઘરકામમાં મદદ કરવા માટે, સેલ્માને ગોઠવી શક્યા. આ રીતે થોડી કમાણી સાથે, સેલ્મા પહેલી વખત  અમેરિકામાં કૌટુંબિક વાતાવરણમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ કરી રહી હતી.

સેલ્માને ઈંગ્લીશ શીખવાની જરૂર હતી તેથી એના અનુકુળ સમયે હું તેને લઈ જવા માટે મળતી રહેતી.  યજમાન કુટુંબ અને પોતાની સલામતી માટે, એ ક્યાં રહે છે તે કોઈને જણાવવા નહોતી માંગતી. ત્યાર પછી મહિનાઓ સુધી, જ્યારે પણ હું સેલ્માને લેવા જતી ત્યારે એ મને નજીકની દુકાન પાસે મળતી. કોઈનું ધ્યાન આકર્ષિત કરવા ન માંગતી હોય તે રીતે, લજીલી, માથા પરનાં હિજાબને સંકોરતી ઊભી રહેતી. બરાબર પરિચય થયા પછી મેં સૂચન કર્યું કે એ હિજાબ માથે બાંધવાનુ છોડે તો સમાજમાં જલ્દી ભળી જઈ શકે. પરંતુ સેલ્મા એના રીતિ-રિવાજમાં જરા પણ ફેર કરવા નહોતી માંગતી. દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરવાનો નિયમ પણ ચોક્કસ રીતે પાળતી.

છ-આઠ મહિનામાં છૂટાછેડા થઈ ગયા. એ દિવસે કોર્ટમાં શબીરને જોઈ એને અનેક લાગણીઓ થઈ, એમાં ભયનો પડછાયો સૌથી વધારે ઘેરો હતો. થોડા ડોલર એના ભાગમાં આવ્યા. વકીલનો ખર્ચ અમારી સંસ્થા આપતી હોવાથી સેલ્માને પોતાની કમાણીના ડોલર થોડા ભેગા થયા હતા. સીરિયા પાછા જવામાં અતિશય શર્મજનક પરિસ્થિતિમાં પોતે અને એનું કુટુંબ મૂકાઈ જશે એની સેલ્માને ખાત્રી હોવાથી હમણા પાછા ફરવાની હિંમત નહોતી.

અહીં શુભચિંતકોની મદદથી સેલ્માના ફરી લગ્ન કરાવી આપવાના પ્રયત્નો ચાલતા હતા. એક સ્ત્રી પરણ્યા વગર રહી શકે તે કલ્પવું, સેલ્માની માન્યાતાઓથી બહાર હતું. અમે ક્લાસમાં એક વાર બેઠાં હતાં ત્યારે એણે આછા આશાભર્યા સ્મિત સાથે કહ્યું, “ટીચર, આ શનીવારે હું એક એન્જીનીયરને મળવાની છું.” શું પહેરવું, શું વાતો કરવી વગેરે વિષે અમે ઉત્સાહથી ચર્ચા કરી. બીજા અઠવાડિએ ફરી મળ્યા ત્યારે, “એનામાં કાંઈ દમ નહોતો.” એવું સેલ્માનુ મંતવ્ય હતું. થોડા દિવસ પછી એક  બીજા ઉમેદવાર, અનવર સાથે સેલ્માને બરાબર લાગ્યું, પણ પોતે એક શરત એ મૂકી કે અનવરે સીરિઆ જઈને સેલ્માના માતા-પિતાને મળી, એમની સંમતિ લઈ આવવાની. આ બધી વાતો વચ્ચે એક વ્યવસ્થા એવી થઈ કે સેલ્મા એક વર્ષ અનવરની  કપડાની ત્રણ દુકાનોમાંની એક દુકાન ચલાવે અને વર્ષના અંતે બન્નેને લગ્ન કરવાની મરજી હોય તો પછી આગળ વાત ચલાવવી. વિધૂર અનવર અને તેના બે બાળકો સાથે ફાવશે તેવી સેલ્માને શક્યતા લાગી.

ફરી અમારી સંસ્થાની મદદથી સેલ્માને રહેવાની જગ્યા ભાડે મળી. એ દિવસે અમારા ક્લાસની છેલ્લી સાંજ હતી. સંધ્યાના આછા ઉજાસમાં થોડે દૂર સૂકાયેલા ઝાંખરા વચ્ચે મજાના સૂર્યમુખીના સુંદર ફૂલો ખીલેલા હતા.

મે કહ્યું,”જો સેલ્મા, કેવા સુંદર ફૂલો છે!” મારા સામે હસીને એ ઝાંખરા વચ્ચે જઈને પ્રયત્નપૂર્વક પીળા ફૂલો ચૂંટીને લઈ આવી અને “ટીચરને ભેટ”, કહી મારા હાથમાં મૂકી દીધાં, જાણે ગુરુદક્ષિણા આપી…

એ ઘણી ઝહેમતથી નવો ધંધો શીખી. જિંદગીમાં પહેલી વખત એકલાં રહેવાનો અનુભવ એને ઘણી વખત વ્યાકુળ કરી દેતો. હવે એ બહુ સાવધાન થઈ ગઈ હતી અને બીજા ઉપર વિશ્વાસ જલ્દી નહોતી કરી શકતી. એક રાત્રે તેની હિંમતની કસોટી થઈ. દુકાન બંધ કરી ચાલતી ઘેર જતી હતી ત્યારે એની પર્સ કોઈ ખેંચી ગયું, જેમા સારા એવા પૈસા હતા. નૂકશાન તો થયું પણ એ પોતે સુરક્ષિત જગ્યાએ પંહોચી ગઈ.

થોડા મહિનાઓથી હું સેલ્માને મળી નહોતી. એવામાં એનો કાગળ આવ્યો.
મારા માયાળુ ટીચર. હવે લગભગ વર્ષના અંતે ભવિષ્યની ઝાંખી દેખાય છે ખરી. મારું લગ્ન નક્કી થયું છે. મારી માંગણી પ્રમાણે મારા વાગ્દત્ત અનવર, મારા માતા-પિતાની સંમતિ લઈ આવ્યા. એમને પહેલા લગ્નથી બે બાળકો છે. તમે જાણો છો કે મને બાળકો બહુ ગમે છે. હું આ સંબંધ માટે ખુશ છું. બસ, તમે કહેતાં હતાં તેમ, શ્રધ્ધા અને વિશ્વાસથી આગળ કદમ લઈ રહી છું. ધન્યવાદ.”…સલામત સેલ્મા.

સેલ્મા! તારા સમાચારથી આનંદ. તેં ચૂંટેલા સૂર્યમુખીના બીજ મેં જમીન પર વેર્યાં હતા, એમાંથી ઊગેલા છોડ પર સુંદર ફૂલો હસી રહ્યા છે. તું પણ એમ હસતી રહે એવી શુભેચ્છા.”….ટીચર સરયૂ.

હસી ફરી

આશ તારલી આજ રાતભર ઝાકળ થઈને ઝરતી,
સ્વપ્નોની રંગોળી  રોળી  શ્યામ  વાદળી  વરસી.

યૌવનનાં આંગણમાં  ખીલી  વેલી  પ્રેમ  સીંચેલી
શરમાતી   મલકાતી  અર્પિત  પૂર્ણ  પણે   વરેલી

એની  આશે  શ્વાસે  ઝૂલી  નરમી   નેણ  મીંચેલી
ત્રાપટ  ઝાપટ વાગી  ત્યારે  ધ્રૂજતી    ભીંજેલી

અણધારી   આફત   આવેલી   વાછંટે     વીંઝેલી
તણખલાનાં  તીર   તેવર   ક્રુર    કાંટેથી  વીંધેલી

હૈયામાં  એ   હામ  લઈને   શક્તિ   સહ   જાગેલી
મમતાળી  ડાળી  ઓથારે  હસતી   ફરી  ખીલેલી

નવાં પ્રહરની ઝાકળ  ઝીલી  તૃપ્ત બની તરસેલી
હૈયામાં નવઉમંગ લઈને સ્વપ્ન  સજે   શરમીલી
———-
saryuparikh
@yahoo.com

ઝાંખો ઉજાસ Shadows in Mist

ઝાંખો ઉજાસ

બચપણનાં સાથી, વડછાયા, બની ગયાં પડછાયા,
વિસરેલા એ દૂર દેશના ઓળાઓ વરતાયા.

સપના આગળ ઝૂલતાં વાદળ પાંખ પ્રસારી પવનમાં,
ઊડી ગયા, નહીં પાછાં ફરિયા અંજળ વેગ વમળમાં.

ગરવા ગહના ગાણાં શીખ્યાં, સંગ અંજુમન ગાયાં,
ગુંજે આજે રંજ રજનીમાં પકડી કહે, ખમી જા.

અમ આવાસે હેત કોડિયાં મૂક બની બુઝેલાં,
એ દૂનિયાના દીવા ક્વચિત ઝબૂકે મૃત્યુ પહેલાં.

જીર ડાળીના ફૂલ સૂકાયાં, મસ્તક પુસ્તક પાને,
કદી જોઈ લઉં પાના ખોલી, હતાં સાથ કોઈ કાળે.

ક્ષિતિજ નજીક જઈ નજર કરું, ઝાંખા જણને સંભારું,
પાપણની પરછાઇ ઓઢે સમીસાંજ અંધારું.
—— સરયૂ પરીખ.

ઉગમસ્થાનથી બહુ દૂર ચાલ્યા ગયા પછી પ્રશ્ન થાય કે, . . .
આ જીવનકાળમાં જ એ બધાં હતાં!

              Shadows in Mist

Before I go to be with the Lord, 
I look back at the shadows in mist
And wonder, are they from this lifetime?

 I sailed away from the rosy isle,
Followed my runaway racing dreams.
With an urge to merge in crazy surge,
Tender agony in turning trudge.

So many people and places at times,
I was clingy to others as well mine.
Some of them now hazy and dark,
I never went back to refresh, repine.
Were they all in this lifetime?

Maybe I follow the upward course,
Go back exploring the origin source.
I may get involved knowingly now,
Wander, re-enter the circle of mine.
    If it happened in this lifetime!

The stars so far which made me bright,
Let them be there; I cherish the light.
Once in a while the sparkles remind,
Whatever happened in this life time,
Surrender to soar in continual flight.
——  Saryu Parikh.

After many years, we look back and wonder…is this really happened in this life time!!

Saryu ’70.

poems to share…Saryu

 ઊર્મિલ સંચાર

    આવી એક ચિઠ્ઠી, મેં મોતીએ વધાવી,
    લીટીનાં  લખાણે મેં આરસી મઢાવી.
   જત કાગળ  લઈ  લખવાને બેઠી,
   તારી  યાદોને અક્ષરમાં  ગોઠવી.

 આજ  અવનીને  સાગરની  રાહ,
    લહેર આવે, આવે ને  ફરી જાય.
   રૂપ ચાંદનીને આમંત્રી બેઠી,
   તારી યાદોને રેતીમાં ગોઠવી.

 મારી  ધડકનને  પગરવની જાણ,
   નહીં ઉથાપે   મીઠેરી  આણ.
    કુણા કાળજામાં હઠ લઈને બેઠી,
   તારી યાદોને નયણોમાં ગોઠવી.

    સૂના  સરવરમાં  ઊર્મિલ  સંચાર,
    કાંઠે કેસુડાનો ટીખળી અણસાર.
    ખર્યાં ફૂલોને  લઈને હું બેઠી,
   તારી યાદોને વેણીમાં ગોઠવી.

મારા કેશ તારા હાથની કુમાશ
ઝીણી આછેરી ટીલડીની આશ.
શુભ સ્વસ્તિકને કંકુ લઈ બેઠી,
મારી યાદોને આરતીમાં ગોઠવી.
——-

Help me Heal

This melting sky makes me cry,
O’ my beloved! In rain I’m dry.

My tears of joy and peace of my soul,
  Haven’t come back since you’re gone.

The birds sing soft, hide in the loft,
Melodies of love shyly moan.

Why this way, my heart just aches?
My fluttering feelings, I can’t catch.

I open my door and stare your way,
You come and stay, don’t stay at bay.

I can’t understand the flair of my mind,
This world around is not so kind.

I long to be yours and share my bliss,
Our hearts will heal with a sweet little kiss.
——

DKP

Essence of Eve

first snow in Princeton N.J. 1969

Some quotes from my novels: “Moist Petals” and “Flutter of Wing”

  Life is too short to waste and too long to ignore.

The most needed sensation for every human heart,
A loving recognition from another loving heart.
——

We close a chapter, but friendship leaves a mark.
The book is still open, with a silky bookmark.
——

You never know a smile on your lips,
May grace the hope in someone’s heart.
You never know when sharing your joy,
 May help someone to find a song.
You never know when a touch of your hand,
May spread some wings to fly beyond.

Essence

The dewdrops of your blessings
on the petals of my life,
O God! Give me wisdom
to Receive, Embrace, and Let go.
——

If a touch can electrify, a word can pacify.
A whisper can awaken; a look can mesmerize.
Then faith and trust bring winsome songs,
and ring the bells to wake up the souls.
——
Let’s hold hands and ride through the storm.
Hold tight! So, no flow can sway you off.
Pray, o my friend! With all your might,
and the cosmos will unite to make things right.
——
Saryu Parikh

Ila Mehta

અનંત યાદ…સરયૂ પરીખ

યાદોનો અહેસાસ.

અનંત

  મન  મંદિરે  આતુર  એકાંત,
  દઈ દસ્તક તું  જાણ કરી  દે.
  રીસે અંતર  રૂંધાયેલાં  શ્વાસ,
  એક પળમાં તું પ્રાણ ભરી દે.

અકળ પીડાને પંપાળી  આજ,
  કૂણી  કાળજીનો સ્પર્શ જરી દે.
 દૂર  દેતાં  અતિતને  વિદાય,
  મારા  અશ્રુમાં  આશ ભરી  દે.

આ બાવરીને આવરીને આજ,
એક વચને તું સ્મિત સજી દે.
ને કસબીની કમનીય કળાથી,
મારા જીવનમાં  રંગ ભરી  દે.

વિશ્વ  મારું  અવસાદે  અશેષ,
ઋજુ  આલિંગન આવ ભરી દે.
હું ચાતક, મીટ માંડી  આકાશ,
એક  બુંદમાં  અનંત  ભરી  દે.


સરયૂ પરીખ

watercolor painting by DKP

Sharing Some of the Paintings by Dilip K. Parikh

Dilip Parikh. Introduction: After finishing studies in Physics and Electronics, Dilip came to USA on a fellowship for higher education in 1965. Married to Saryu Mehta in 1969. He worked for Microelectronics Industries, such as Rockwell International, AT&T Bell Lab, Texas Inst. for many years. At present he resides in Austin, Texas. His paintings express his deep interest in spirituality. He paints every day while listening Indian classical music. More paintings on Saryu Parikh’s web site www.saryu.wordpress.com   
contact:
hdkp@yahoo.com   512-712-5170

A brief note on paintings , , :

E=MC2 paintings (#1, , ) have two aspects: Physics and Spiritual.Physics aspect: Matter and Energy are two different states of the same thing (Einstein: E = MC2).

“There was a time called the big bang when the universe was infinitesimally small and dense. God created the universe at the big bang.” (Stephen Hawkins). The ‘black circle’ in the center represents a ‘black hole’ — a source of the energy, which manifested as the visible universe. Everything is nothing but the Energy.

Spiritual aspect: The Unmanifested, the Infinite, the Changeless Spirit is called Brahman: the one Absolute. This is described as Aum-Tat-Sat. Aum is the creative vibration that upholds the worlds through Prakriti, mother nature. All created things originate in the cosmic energy of Aum —the universal energy manifested as matter.

CREATION

BRAHMAN-MAYA

PURUSH and PRAKRITI

A brief note on paintings , : (Satyam, Shivam, Sundram)

When a dancer (or a musician) becomes one with the dance (or music), there is no interference of thoughts. The movement of moment (which is time) stops, and one may experience inner Bliss.
This is a state of meditation. When the mind is totally free of its content (a state of pure silence) then “Satyam” (truth) is experienced. “Shivam” is “Satyam” in action; one lives from moment to moment.

When every action is “Shivam” then this totality flowers as beauty, which is “Sundram.”      ………….  Dilip Parikh

Dance

MUSIC

———

Einstein and Tagore
Meghadut…the cloud messenger
Rageshree…Raga of Romance

Saheli at the river. DKP

Sujata…Buddha’s devotee watercolor 1956 DKP
watercolor 1956. DKP.
Sujata. Donated for a charity. DKP

Essence of Eve
સરયૂ  દિલીપ  પરીખ

ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીમાં…. કાવ્યો, અનુભવો, વાર્તા
Essence of Eve
poems and True stories by Saryu Parikh
Paintings by Dilip Parikh… Book-Cover  “નીતરતી સાંજ” અમારાં પુસ્તકનું મુખપૃષ્ટ

1999
Happy Birthday Saryu… 2019

The Musicians. DKP 2018
sweet moments…2019 DKP
RADHA-KRISHNA…DKP
The Village

Books of poetry, story and paintings of Dilip. Two novels in English. Saryu Parikh

Saryu and Dilip Parikh
saryuparikh@gmail.com  www.saryu.wordpress.com

Paintings by Dilip Parikh-English    May click on this link

#31

Following Cycle of Nature…by Bakul Vyas.

Following Cycle of Nature

Rhythm of nature, what a perfection!
Green, yellow, purple…soft and beautiful, 
Dancing with a wave of breeze.
Following the trends of legacy to achieve beauty.
Pleasing the sight, spring to fall.

We admire you O’ living legendary 
to be gracious when mature.
We will be there soon,
Living span of life, giving our homage to you,
O’ Dear Nature.

—– poem by Mrs. Bakul Vyas. Chicago, IL.

Shadows in Mist
Before I go to be with the Lord, 
I look back at the shadows in mist
And wonder, are they from this lifetime?

I sailed away from the rosy isle,
Followed my runaway racing dreams.
With an urge to merge in crazy surge,
Tender agony in turning trudge.

So many people and places at times,
I was clingy to others as well mine.
Some of them now hazy and dark,
Were they all in this lifetime?

Maybe I follow the upward course,
Go back exploring the origin source.
I may get involved knowingly now,
    If it happened in this lifetime!

The stars so far which made me bright,
Let them be there; I cherish the light.
Once in a while the sparkles remind,
Whatever happened in this life time,
Surrender to soar in continual flight.
—— Saryu

DKP

A Friend in Frustration દરકાર…poem by Saryu

                                                                 

A Friend in Frustration

In my gloom and doom, a message pops up,
“How was your day?”
With that one line the tedium is shaken
I turn up the light getting rid of the dark.

I share with my friend a few funny quips
still tinged by my grief and grievance.
My friend sends her love with rays of courage
 Her poise and praise make me pause and rethink. 

Simple sweet zest and a few kind words,
 turn my world quite easily around.
“What about the day?” “Oh, it wasn’t so bad”
I bid her goodnight with a lingering smile…
——–

દરકાર

આજ ગમતું નથી ને કશું કરવું નથી,
કશું સારું થવાના અણસારા નથી.

ત્યાં તો આવ્યો સવાલ, મારી સખી પૂછે હાલ,
“તું કેમ છો? કહે, હવે મળશું ને કાલ?”

બસ, એક એ સવાલે ખૂલે હૈયા વરાળ,
કરું થોડી ફરિયાદ કહું મનનો વિખવાદ.

નીરવ સાંભળતી વાત, દેતી સાંત્વન હોંકાર,
પછી હેતભરી હસી કરે ટીખળ મજાક.

બસ, એક જ સંદેશે કરે મારી દરકાર,
કહે “કેમ છો?” તે મારે મન મોટો ઉપહાર.
—–

Rangoli: Ila Mehta

તસ્વીરો…સરયૂ પરીખ

તસ્વીરો

સાજા   નરવા   સંબંધોને  તસ્વીરોમાં  બાંધી  દઈને,
 
સૂકાઈ જાતા સ્નેહ ઝરણને ઝળઝળિયાં પીવરાવી લ્યો.

નાસી જાતા બચપણને  રંગપત્તીમાં ઝાલી  લઈને,
  
અસ્થિર ક્ષણના  ઓળાઓને  સ્થિર કરી થંભાવી લ્યો.

વિખરાતા સૌ  કુળ કબીલા, એક કાચમાં વારી લઈને,
  
ક્વચિત મળતું માન વડીલને, ઝબકારાથી નોંધી લ્યો.

હસતાં ને  હેતાળ મહોરાંઅસલી પર લટકાવી દઈને,
 
દીવાલોનાં દર્પણમાં વળી ગત ગામીને  જીવી   લ્યો.

ભલે વિલાયું સ્પંદન એનું, છબી છે માણી લઈને,
  
યાદોની ધુમ્મસમાં ધુંધળા ચહેરા  ફરી  પિછાણી  લ્યો.

મન  મુરાદ મંજીલ દૂર દેશેસરવાણી સ્વીકારી લઈને,
  
તસ્વીરો અહીંસંગ મનોરમ, કૈદ કરી  સંભાળી  લ્યો.
—–

બાળકો, સ્વજનો કે વડિલોને માનસન્માન પ્રાસંગિક અને પરિવર્તનશીલ હોય છે. સબંધો ઘસાઈ જાય, પણ ફોટામાં અકબંધ રહી જાય.

back from swimming. 2015

 —————-

પ્રતિભાવઃ સરયૂ’દી, બહુ સરસ વાત કહી તમે . ચહેરા જે આલ્બમમાં હોય છે તે જે તે સમય ને કેદ કરી ને હમેશા સ્થગિત જ રહે છે. દરેક સુર્યાસ્ત નવું અંધારું મૂકી જાય છે અને દરેક નવો સૂર્યોદય નવું અજવાળુ લઈ ને આવે છે. છતાં આલ્બમમાં સમય સ્થિર થઈ જાય છે….કલ્યાણી વ્યાસ.  Pune, India

મિત્રોનો સાથ.

અષ્ટ પ્રહર આનંદ…

હો ત્રયોદશી કે ચતુર્દશી
હો દિપાવલી કે પ્રથમ તિથિ
મનમાં જો માધવ આવે
તો અષ્ટ પ્રહર આનંદ રહે.

નંદ વસે આનંદકંદ ને
કવિતામાં પણ છંદ રહે.
અઢળક અગણિત મંત્ર મળે
ગોવિંદ મુરારિ મુકુંદ મળે.

પ્રત્યેક પળે જો યોગ મળે
ગીતાગીતનો સંયોગ મળે
તો જીવનને પણ અર્થ મળે
જો કૃષ્ણસંગનું સ્વર્ગ મળે.

અજ્ઞાન તિમિર અદ્રશ્ય થાય
જો નારાયણનું નામ મળે
આદિત્ય અંતરે રહી જાય.
પ્રતિસાદ મળે ને પ્રસાદ મળે.

હરીશ દાસાણી.મુંબઈ.


Rangoli by Ila Mehta. Happy Diwali

મધુમાલ્તી Rangoon creeper

 

કૂંપળ

 કરમાતી  વાસંતી  વેલ, હાયમારી  ધીરજ ખૂટી.
 
જીવન ને મૃત્યુના ઝોલામાં, હાશઆજ કૂંપળ ફૂટી.

 ઓચિંતા એક દિન દીઠી, ને મરડીને યાદ મીઠી ઉઠી.
 
વાવેલી બાપુએ જતનથી,  વીરાએ નીરથી સીંચેલી.
 
કોમળ કલાઈથી ઝૂલાવી, ફૂલો હું વીણતી  ગુલાબી.
 
અદકા આનંદથી ગુંથેલી, તરસુ પળ પામવા વિતેલી.

કાળજી કરીને એને કાપી,
એક ભાવેણી ભગિનીએ આપી.
  વાવી, વિલસી, પણ શીશીરે સતાવી,
  મુંજાતી શરમાતી જાય એ સૂકાતી.           
    પણ આજ,
     પ્રીતમના  મોંઘેરા વેણ   સમી,
      હાશ!  નવી   કૂંપળ   ફૂટી.
           ——-
હ્યુસ્ટનમાં, પડોશીએ આપેલી મધુમાલતીના છોડની સંભાળ લેતાં, ભાવનગરની યાદ આવી…

અને તેનાં ખીલ્યાં પછી……>>>


મધુમાલતી અને હું

મધુમાલતી મહોરી મારા આંગણામાં આજ,
એના મસ્તાના રંગ ભરે મૈયરની યાદ.

કંઈ  વર્ષો પહેલાની  સવાર  એ  હતી,
ત્યાં  એકલી અટૂલી
 ગુલતાન હું  હતી.
લીલી ચાદરમાં બેઠી ચૂપચાપ એ કળી,
એને જલ્દી ખીલવાની ના ઝંખના હતી.

સમીર લ્હેરખી કહીંથી એને સ્પર્શી ગઈ,
એના  બહેકાવે હળુ હળુ ખીલતી  ગઈ.
સહજ શૃંગારે ફૂલગુલાબી શોભતી  રહી,
કળી શ્વેત ને ગુલાબી  મીઠું મલકી રહી.

લાલ ચૂંદડી ઓઢીને રમણ રમતી રહી.
ઘેરા લાલ ચટક રંગમાં એ હસતી રહી.                      
એવી  મધુમાલતી  મગન  ઝૂલી  ફરી,                                          
પ્રથમ શ્વેત,  ગુલાબી પછી લાલી ભરી.     

 હવે ધીમે ધીમે  લાલ રંગ તજતી હતી,
સૌમ્ય  સંધ્યાના  રંગોમાં  ભળતી હતી.

——-
૨૦૧૫ના દિપોત્સવી અંક “અખંડ આનંદ”માં પ્રકાશિત
મધુમાલતીના અજાયબ રંગો, સફેદ, ગુલાબી અને પછી લાલ રંગમાં ફેરવાતી પાંખડીઓ મારા માટે બહુ લોભામણી છે.
આપણી આયુના આ બદલાતા રંગને પણ માણવાની પ્રેરણા દેતી મધુમાલતી….


એક વાર અજવાળું..Saryu

એક વાર અજવાળું

અંધારી કોટડીમાં રોજિંદી આવજા, કે’છે કે આમ જ જીવાય,
આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.

ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય,
ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે  ના તારક દેખાય.

ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
 
નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!

સાતત્ય  યજ્ઞમાં  અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય
 
આતમ જાગીરના  તાળા ખૂલે, જો  એકવાર અજવાળું થાય.

અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
ચેતનની ચાવીથી  આળસ  ઊડે પછી  કર્મોની  કેડી દેખાય.

જાગેલું  મન, જાણે ખીલ્યું  સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને  મુક્તિના વનમાં લહેરાય.
———-

પ્રતિભાવઃ Saryuben, I am always very jealous of poets – male or female. Why are they so gifted with word arrangements!! Look at these words filled with deep meaning….
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને… Anand Rao Lingayat.

Ila Mehta

મૌનનો મહિમા…સરયૂ પરીખ

મૌનનો મહિમા

તીખા ને કડવા અધીરા વેણ,
 
તેજીલી ધાર પર કજીયાના કહેણ.
હો જીવ્હા, પણ મીઠેરાં ભાવ,
ગમતી ગંગાનાં મનગમતા વહેણ.

ઓછું બોલવામાં અહોય અષ્ટ ગુણ,
સોચી સમજીને જાળવશે સમતુલ,
ભૂલો છૂપાયે ને સચવાયે મૂલ,
માન સખી, ઓછું બોલ્યાંનાં અષ્ટગુણ.

સૌ કહેતા, બોલવામાં નવ ગુણ,
શાંત સરોવર સમાવે અવગુણ.
વાત હશે સાચી સ્થિર ચેતનાની સાથ,
બોલવામાં ખરે લાગે નવ ગુણ.

મૌન સંગીત જે અંતરથી ઊગે ને,
વણબોલ્યે વેરે ખુશી મંજુલ તરંગ.
શાતા ને સાંત્વના લયબધ્ધ લહેકે,
અંતરમન મૌનનાં દસેદસ ગુણ.

ખરું મૌન મહાતમ જે મસ્તકમાં રાજે,
ઘટ ઘટમાં આનંદની ઘંટી બજાવે
.
——

painting by Dilip

પુણ્યપ્રકોપ Anger…Saryu

પુણ્યપ્રકોપ

ક્રોધ અને પુણ્યપ્રકોપ

ક્રોધાગ્નિનો પ્રકોપ પાગલ, સમજણને પોઢાડે,
પરજાયા ને અંગતને પણ, ઉગ્ર આંચ  રંજાડે….

મનોરમ્ય આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે,
શ્રધ્ધા નિષ્ટા મુખ ફેરવી અબુધ  થઈને  નાસે.
લાગણીઓ કકળતી  બેસે આત્મદયાની  આડે,
ક્રોધાન્વિત મનઆંધી કાળા કર્મો કરવા  પ્રેરે….

ક્રોધ બને સુમાર્ગી સાચો જાગૃત જીવની સાથે,
વૃત્તિ  લેતી  રોષને વશમાં  આવેશોને  નાથે.
પુણ્યપ્રકોપે  ઉજ્વલ   જ્વાલા  ઉર્જાને જગાડે,
પ્રજ્ઞાચક્ષુ    ખોલી  મારગ  અનેકનાં  ઉજાળે….

અંગારા ના હસ્તે લઈએ; જ્યોત કામમાં લઈએ,
જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ.
——-
ક્રોધમાં માણસ ભાન ભૂલી અયોગ્ય વર્તન કરે છે.
વિવેકબુધ્ધી સાથે, જાગૃત અને તટસ્થભાવે દેખાડેલ પુણ્યપ્રકોપ, પાઠ શીખવે છે.
જેમકે માતા અને ગુરૂનો ગુસ્સો.

====

——-
Commenત,
P. K.Davda. બહેન, કવિતામાં તમે ગીતાનો સંદેશ બહુ સરસ રીતે આપ્યો છે. ગીતામાં કહ્યું છે કે ઈન્દ્રીયસુખમાંથી મોહ જન્મે છે, મોહમાંથી ઈચ્છા. ઈચ્છામાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધ બુધ્ધીને ભ્રમિત કરે છે, ભ્રમિત બુધ્ધી નાશને નોંતરે છે. પુણ્યપ્રકોપ-વિવેકબુધ્ધી સાથે, જાગૃત અને તટસ્થભાવે દેખાડેલ ક્રોધ પાઠ શીખવે છે.”

Anger

  When ashes of anger smother the flame,
and the mind fumes within,
Imprudence covers all your senses
and conscience gets crushed with pain.

The beautiful world looks weird
    And faith and trust are unknown.
 Self-pity rules emotions
to create unworthy commotions.

Anger is good if you are aware,
   and it does not control your senses.
  When senses are holding the reins of anger
    and the wisdom rides beside. 
            
   The fire of anger illumines the path of others,
     and spreads the peace within.
——–
comment: “You have given the message of Bhagavata Gita, and also analyzed the difference of anger and righteous anger in this poem.”
P.K. Davda.

મિત્રોનો સાથ. એક જ તું… હરીશ દાસાણી

એક જ તું…

જલમાં થલમાં ગગન મગનમાં અગન આંખમાં એક જ તું
શબ્દ અર્થમાં વ્યર્થ અનર્થે સાર્થ અર્ધમાં પૂર્ણ જ તું.

તું ને હું માં અનુસ્વારમાં સર્ગ વિસર્ગે એક જ તું.
શેષ અશેષે યત્ન પ્રયત્ને વિશેષ વર્ણે વ્યાપક તું.

સૂર્ય ચન્દ્રમાં ચન્દ્રશેખરે વેદ વાણીથી વર્તે તું.
વાયુ આયુ શાન્ત અશાંતે યુદ્ધ કૃદ્ધ ને બુદ્ધ જ તું.
ધૈર્ય અધર્યે ધારણ કારણ કર્મ ધર્મમાં અધીર તું
શ્વાસ આશમાં આસપાસમાં હાશ કાશમાં એક જ તું.
વ્યકત પ્રત્યયે સમાવેશમાં સમાસ અમાસે પ્રકાશ તું.
ગતિ સ્થિરતા દાનવ માનવ પશુપાલનમાં પશુપતિ
દેશવેશમાં શીતઉષ્ણમાં ગંધ સુગંધે એક જ તું.


શબ્દ સ્ફોટમાં નાદ મૌનમાં વૈખરી ને પશ્યન્તી તું.
શા માટે તું કરે પરિશ્રમ? તારા બદલે કરીશ હું.

——-
છેલ્લી પંકિતમાં ઇશ્વર સાથે ઐક્યભાવથી જીવ શિવને કહે છે કે તારા માટે હું કામ કરીશ. હું તારો જ અંશ છું. તેની પહેલાં તો પરસ્પર વિરોધાભાસ દેખાય છતાં બધામાં જ પરમાત્મા છે. વિરોધાભાસ આપણી દ્રષ્ટિએ જ છે-એક ભ્રમણા.

હરીશ દાસાણી. મુંબઈ

ઈલા મહેતા.

Saryu’s story in HINDI

https://youtu.be/UqfN0rJjkRg

Raxaa Bandhan

happy Rakhi Day. rangoli by Ila Mehta

Saryu-Munibhai

રક્ષાબંધન

 જિંદગીમાં  દીર્ઘ, રુજુ  રુણબંધ ભાઈબહેનમાં,
 
બે  કિનારા  સ્નેહનાં  વારી છલકતા  વ્હેણમાં.

 માવડીની   ગોદમાંથી    ખેંચતો    ઉતારવા,
 
વળી  બોરજાંબુ આપતો  બેનીને મનાવવા.

મસ્તીમાં મારે ખરો પણ મારવા ના દે કોઈને,
હું કદી વઢું લડું પણ આંચવા ના દઉં કોઈને.

અરે! કોણ આને પરણશે! ચોટલો બાંધી ચીડવતો,
બહેનનો સુહાગ શોધેકો કસર   ચલાવતો.

અંતિમ સમય હો માતનો કે કષ્ટનું કારણ હશે,
હ્રદયના  ખાસ ખૂણામાં સહોદર  હાજર  હશે.

પાનખરનાં પ્રહરમાં, હું  આજ  આવીને  ઊભી,
 
બાલપણથી  શુભેચ્છા  સદભાવ વરસાવી રહી.

અત્યંત નાજુક લાગણી  અણકહી જે અનુભવી,
પ્રાર્થના,  હીરદોરથી   રક્ષા કરો  મમ  વીરની.
——–
સૌથી લાંબો સાથ છે તે આપણા ભાંડરડાંનો હોય છે. સ્નેહ જળવાઈ રહે તો જીવનમાં એ સદૈવ શક્તિ આપનાર સંબંધ બની રહે છે.
 પ્રતિભાવ:  “અત્યંત નાજુક લાગણી અણકહી જે અનુભવી, પ્રાર્થના, હીરદોરથી રક્ષા કરો મમ વીરની.”  આ તો અ-ક્ષર રાખડી બનાવી તમે! બહુ સરસ અને સહજ અભિવ્યક્તિ… શ્રી. પંચમ શુક્લ.

(poem in English, ‘Rakhi’) Wow. One of the best poems I have ever read. Seriously. I’m speechless. સમીર પરીખ
I completely agree. Almost made me cry. It is beautiful! સંગીતા પરીખરહમાન.

Sangita, Samir

Rakhi

The longest relationship in my life is with my sibling

    Kind of competing, but caring deep feeling.

 My brother, who used to pull me down from my mother’s lap,

  Is the one who brought in my life pleasantry and pap.

 He might hit me for mischief, but he wouldn’t let anyone harm me.

    I screamed and fought with him, but I wouldn’t let anyone scold him.

‘Oh, who will marry her?’ He used to pull my hair and tease,

But to find a good husband for me, he would not compromise.

  It could be the last hours of our mom’s life or some trouble in my life,

My brother will be present in that special corner of my heart.

Years have gone by since our childhood departed,

Always shower him well wishes from the bottom of my heart.

The  gentle  subtle  feelings  are  wrapped  in a  string.  
This  soft  shiny  silk  prays  all  the  joy  to  bring.

સપનાની રાણી. સપનાનો સાયબો. સરયૂ પરીખ

              અહા! પુરુષને કેવી સ્ત્રીની કલ્પના છે..પણ પ્રેમિકા એવી નથી.
                            અને આગળ…માનુનીને કેવો સાયબો કલ્પનામાં છે….

કલ્પના અને હકીકત

    આવે મદમાતી મારા સપનાની રાણી,
    માને કહેલુંમારી  લાગણીઓ જાણી.

    હાથ  જ્યારે માંગુ,  ઉમંગે  આપતી,
     સાથ  જ્યારે ચાહુંસંગાથે  ચાલતી.
     દીવાના તેજ સમી ઓરડો ઉજાળતી;
     હૈયુ મીલાવી મારી આરતી ઉતારતી.

ફૂલોનો હીંચકો ને પાપણ પલકારતી,
    તીરછી નજરથી મુજને બોલાવતી.
     ચોતરફ તારલા ને ઝરમરતી ચાંદની,
    મંજુલ મધુર વાત રુમઝુમતી રાતની.

  મેઘધનુષ રંગો, હું મનરથનો સારથી,
     હોંશે બિરાજે  મારી મોહિની  માનથી.
      રકઝક  ના કોઈ, મારું ધાર્યું કરનારી.
        મનમોજે  રાચું  રૂડી કલ્પનની ક્યારી

મનગમતી વાર્તામાં, મનહરતી નારી
     હકીકતની છોરીથી સાવ ન્યારી.
——-

સ્વપ્નાનો સાયબો

 મારી કલમ અને કલ્પનાની સ્યાહી,
    મારી  મરજી  દોરે  ચાલે   કહાણી.

 વાંસળી વગાડીને  પ્રીતમ બોલાવે,
    જો હું ના માનું મને હેતથી મનાવે.

લલિત લતા  ઝૂલે હળવે  હિંચોળે,
    માધુરી માળા મારા  કેશમાં પરોવે.

 મારી  કલાને  હરદમ  વખાણે,
    થોડું  કરું  તોયે  બહુ   કર્યું   માને.

મુજને શું  ગમશે  વણબોલે  જાણે,
     આપે અચંભો રુચતું લઈ આણે.

મારા એક આંસુની  કિંમત પિછાણે
     મીઠું  હસીને વળી  માફી માગે…

 સપનાનો સાયબો મિતભાષી પ્યારો
      હકીકતના છોરાથી સાવ ન્યારો.
——-

r-નથણી nosepin

‘હસતા ઝખમ’ એક વાર્તા…સરયૂ પરીખ. વેબગુર્જરી

હસતા ઝખમ….. પર ક્લિક કરશો.

comment: Dear Saryuben, સાચું કહું તો આજે ઘણાં વખતે આટલી લાંબી તમારી  વારતાં વાંચી . જેમજેમ વાંચતી ગઇ તેમ  વારતાંનાં પ્રસંગોમાં અને વ્યક્તિ ઓમાં રસ વધવા લાગ્યો અને  એક બેઠકમાં વારતાં વંચાઇ પણ ગઇ . શબ્દોની ગૂંથણી બહુ સરસ રીતે કરી છે અને અંતે ઝખમને સરસ રીતે રુજવી દીધો છે .. થાય છે કે આમાં સત્ય પણ છૂપાએલું છે એને જો પકડી શકી હોતતો એની અસર કદાચ વધુ ઉંડાણમાં પહોંચી હોત… ખેર thanks for sharing and I enjoyed. Congratulations and wish you all the best…Kusum Radhekant Dave, Ithaca.

Where the mind is without fear……….Rabindranath Tagore.

ભયશૂન્ય ચિત્ત

જ્યાં ચિત્ત ભયશૂન્ય ત્યાં ઉન્નત મસ્તક.
જ્યાં જ્ઞાન મુક્ત હોયે ત્યાં દિલ દે દસ્તક.
નાના ટૂકડાઓમાં દુનિયાને ભાંગતી,
ના હોયે સંકુચિત દિવાલ,
જ્યાં શબ્દો ઉચ્ચાર બની ગહેરી સચ્ચાઈના
નિરંતર યત્નોની બાંહો ફેલાવી દોરે પૂર્ણતાની કોર.
જ્યાં તુચ્છતાની રેતમાં ને રુક્ષતાની રીતમાં
સમજણના ઝરણા ખોવાય ના,
જ્યાં મનોચિત્ત વિસ્તીર્ણ વિચારો ને કર્મો પ્રતિ દોરાયે,
એવા અજવાસમાં આપ જ એ મારગ દેખાડો.
એ મુક્તિના સ્વર્ગમાં, ઓ પ્રભુ, મારા આ દેશને જગાડો.
——- ટાગોરના કાવ્ય પર આધારિત. સરયૂ પરીખ

Where the mind is without fear……….

Where the mind is without fear and the head is held high

Where knowledge is free

Where the world has not been broken up into fragments

By narrow domestic walls

Where words come out from the depth of truth

Where tireless striving stretches its arms towards perfection

Where the clear stream of reason has not lost its way

Into the dreary desert sand of dead habit

Where the mind is led forward by thee

Into ever-widening thought and action

Into that heaven of freedom, my Father, let my country awake.

——- Tagore’s own translation (English Gitanjali Verse 35):

Chitto Jetha Bhayshunyo Bengali.

chitto jethA bhayshunyo, uchcho jethA shir,

Dnyan jethA mukto, jethA griher prAchir

Apon prAngantale dibas-sharborI

boshudhAre rAkhe nAi khando kschudro kori,

jethA bAkyo hridayer utsomukh hote

uchchhosiA uThe, jethA nirbarito srote

deshe deshe dishe dishe karmodhArA dhAy

ajasra sahasrabidho charitArthotAy,

jethA tuchchho AchArer morubAlurAshI

bicharer srotahpath phaele nAi grAsi-

poureschere kareni shatodhA, nityo jethA

tumi sarbo karmo-chinta-Anander netA,

nijo haste nirday AghAt kori pitoh,

bhAratere sei swarge karo jagorito!!

Rabindranath Tagore


Dilip Parikh

Urvashi,my little sister. Saryu

Saryu, sister, Urvashi.

અશ્રુબિંદુ

   એક અશ્રુબિંદુ  મારી પાંપણની કોર પર,
  ગીત લઈ આવે જુની યાદો દિલદોર પર.
                
   નાનેરી બહેની મારી, ઉર્વશી  પરી હતી.
   આવી’તી આભથી પાંચ વર્ષ રહી  હતી.
   માતપિતા ભ્રાતાના ઉરની ઓજસ હતી.
   બેન સહજ બચપણની મારી હરીફ હતી.
   ઓચિંતી ઈશ  ઘેર પાછી એ  ફરી  હતી.
 
    માત તાત નજરુંમાં  મરુતા ઝરતી હતી.
     ના સુણ્યું  જાયે  આ ગીત ઉરૂ ગાતી’તી. 
    
“કકડુપતિ  રાઘવ  રાજારામ”  રટતી’તી,  
    વળી તોફાની ખિલખિલાટ  હસતી’તી!
     

શબ્દો અંહી  આવેલા સૂરોની પાંખ પર,
     
જઈને જે  ભીંજવશે ભૈયાની આંખ પણ.
     
ઉર્વીની  ઉષ્માથી નયણાંના તોરણ  પર,
      
મીઠું  હસી  ને  રડી  કેટલીયે   યાદ  પર.
            ——-


એ સમયે ફિલ્મ ‘જાગૃતિ’નું ગીત “રઘુપતિ રાઘવ રાજા રામ” ઘણું લોકપ્રિય હતું.
(in early 1950)

My sister-Urvashi

One tear drops from the corner of my eye,
Oh! with this song, the memories revive.

We couldn’t bear to listen to the song any more,
For my five-year-old sister was no more.

She used to sing, “Kakadupati raaghav raajaa raam,”
Instead of, “Raghupati raaghav raajaa ram.”

One day she was there, melted in our veins.
Then she was gone, leaving us in pain.

We have missed her a lot throughout our lives,
Relived with this song special moments of those times.

Saryu Parikh
——-After many years, I heard a film song which brought back my little sister’s memories and tears….

Two poems. સ્નેહ… A Friend in Frustration

સ્નેહ

સ્નેહનાં વહેણં  કોઈ શર્ત નહીં, વરસંતી વાદળીને તર્ક નહીં.
વાયરો વીંટાળે પર્ણ  વ્હાલમાં, લીલાપીળાનો કોઈ ફર્ક નહીં.

મોહનાં મીંઢોળ એને બાંધીયા, જાણીને  જાન એની  જાનમાં,
ટેરવે  ગણેલ એના વાયદા, મન મતિ દિલમાં વિતર્ક  નહીં.

સોળે  કળાએ ખીલનારને, શોભા  શૃંગાર તણો  દર્પ  નહીં.
મંત્રમુગ્ધ  બંધાયે  પાંદડીછોને મધુર  કોઈ  અર્ક  નહીં.

દરિયા દિલ હેતનાં હીંડોળ પર, હુલાવે સૌને ગમત ગેલથી.
સ્નેહ દેણ દાન ને સ્વીકારમાં, નાતજાત ભેદ કોઈ ગર્ત નહીં.

ક્યાંનો પરિચય, શું છે સગા, પ્રશ્નો પુછ્યાનો કોઈ અર્થ નહીં.
વીણાનાં તાર સાથ ઝણઝણે, કોણ એ વગાડે કોઈ શર્ત નહીં.
——–

પ્રતિભાવઃ સ્નેહાળ હ્રદય કોઈ પણ કારણોના બંધનથી પર છે. 
નજીવું પાત્ર મળતા, સહજ પ્રેમવર્ષામાં ભીંજવી દે…Pauline Z. Snow
 જ્યારે દિવ્યત્વ ને પ્રેમ સ્પર્શે છે તે પળો કેમ ભૂલાય? સ્નેહમાં શું સ્ંવાદ, શું સ્ંબંધ ને શું સગપણ્.. તો પણ નજર મળે અને ધડકન અનુભવે વચનોનો વિશ્વાસ. આપની રચના, આપનો બહોળો શબ્દભંડોળ  ને આપની મુલાકાત અવિસ્મરણિય રહેશે. સરયૂબેનનું મુખારવિંદ ને સુંદર સુશીલ સંવાદો …તેવી તેમની રચના—-રેખા શુક્લ
તમારું કાવ્ય મને બહુ જ ગમ્યું  . વિચાર સરસ છે, શબ્દો સરસ છે , ને પ્રાસ તો ખરેખર ઉત્તમ અને unusual છે . તમે તો લખતાં જ રહો છો, હું જાણું છું . વિચાર આવે તે જ ભાગ્ય ગણાય . એ પણ ક્યાં વારંવાર થતું હોય છે? આમ ક્યારેક ચિઠ્ઠી લખતાં  રહેજો, અને કૃતિ મોકલતાં રહેજો. સ્વસ્થ રહેજો  ———-આવજો, પ્રીતિ સેનગુપ્તા
.
———
Rangoli with leaves and flowers by Ila Mehta. ઈલા મહેતા

A Friend in Frustration

In my gloom and doom, a message pops up,
“How was your day?”
With that one line the tedium is shaken
I turn up the light getting rid of the dark.

I share with my friend a few funny quips
still tinged by my grief and grievance.
My friend sends her love with rays of courage
 Her poise and praise make me pause and rethink. 

Simple sweet zest and a few kind words,
 turn my world quite easily around.
“What about the day?” “Oh, it wasn’t so bad”
I bid her goodnight with a lingering smile…
——– written by Saryu and Sangita

નિમિત્તમાત્ર…સરયૂ પરીખ

નિમિત્તમાત્ર
   કર્યાં  કર્મોને     ટેરવે   ગણાવે,
   કરી  મદદોને    માનદ  મનાવે,
   તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

ઉપકારોની    આરતી   ઘુમાવે,
   આપ  મહોરાની  મૂરત  બેસાડે,
   તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

હું  હુલામણાને   હરખે  પોંખાવે,
   ને   ફરી  ફરી   ફાલકે  ચડાવે,
   તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

તેની  કરુણા, ને  હું એક સાધન,
   સર્વ  સેવામાં  સહજતાનું સૌજન,
    તો શૂન્ય પણ અમૂલ્ય બની જાય.

ણાં જન્મ, વંશ, અંશના સુપાત્ર,
   ભાગ્યયોગે  દેવત્વ  નિમિત્તમાત્ર,
   શુભ  કાર્ય  તે અતુલ્ય કરી જાય.
——-
Very well said. In NASA-there is a Quote displayed. “Great things are done when you do not care who gets credits!!” Love, Munibhai.

પ્રતિભાવસુ શ્રી સરયૂ પરીખ ના અનેક પ્રેરણાદાયી કાવ્યોમાનું ઉત્તમ કાવ્ય. કર્મનાં ફળની ઇચ્છા રાખતાં બધાં કર્મો ઈશ્વરને અર્પણ કરવાં તે; જગનાં બધાં કામ પરમેશ્વરનાં છે અને તે ખરો કર્તા કરાવતા છે, પણ તે કર્મ આપણને નિમિત્તમાત્ર કરીને તે કરાવે છે એવી નિરભિમાન બુદ્ધિ ભક્તિ માટે આવશ્યક, “ઘણા જન્મ, વંશ, અંશના સુપાત્ર, ભાગ્યયોગે દેવત્વ નિમિત્તમાત્ર, શુભ કાર્ય તે અતુલ્ય કરી જાય.” આટલું સમજાવાયઅપનાવાય ધન્ય ધન્ય. ______પ્રજ્ઞા વ્યાસ
——-

રંગોળી… ઈલા મહેતા

સ્ત્રી-રત્ન ભાગીરથી મહેતા My mother, a teacher and a poet.

https://davdanuangnu.files.wordpress.com/2017/08/capture-e0aba7.png સ્ત્રી-રત્ન, ભાગીરથી મહેતા

કવયિત્રી ભાગીરથી, ‘જાહ્‍નવી’; એક પ્રેરણાદાયી પાત્ર, “સ્ત્રી-સંત રત્નો” પુસ્તકની ૩જી આવૃત્તિના પ્રકાશન સમયે…

લેખિકાઃ દીકરી, સરયૂ મહેતા-પરીખ.

મારી નજરે મારા બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતા.  એમના હાથથી કાગળ, પેન અને પુસ્તકો દૂર ન હોય. રસોઈ, ઘરકામ અને નોકરી ઉપરાંત, સાંજે જાણીતા સાહિત્યકારો ઘેર આવીને બેઠા હોય, અથવા એમને કોઈ કવિઓને મળવાનુ હોય. ઘણી વખત કવિ સંમેલનમાં કવિઓની વચ્ચે આ એક જ કવયિત્રી મંચ પર ઉપસ્થિત હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધા.

બ્રીટીશ હકુમતમાં ૧૯૧૭માં ભાગીરથીનો જન્મ ભુવા નામનાં ગામમાં થયેલ. એક વર્ષની બાળકીની માતા, કસ્તુરબેનનો, બે દિવસની માંદગીમાં સ્વર્ગવાસ થયેલો. સંયુક્ત પરિવારમાં બાળકો વચ્ચે સૌથી નાની ભાગીરથી સચવાઈ ગઈ. ભુવાની ધૂડી નિશાળમાં કોઈક સાથે વાંધો પડતા, “મારે નિશાળે નથી જઉં” તેવી જીદ પકડી. ચોથી ચોપડી મ્હાંણ ભણી, એવું એમના કાકીમા કહેતા. છોકરીને લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ, એવા સમાજિક વિચારોના પ્રોત્સાહન સાથે ઘરકામ શીખવામાં પળોટાઈ ગયા.

ભાગીરથીના પિતા, વૈદ ભાણજી દવેએ બ્રાહ્મણ કુટુંબના લોટ માંગવાના અને ક્રિયાકાંડ કરવાના ચીલાચાલુ  વ્યવસાયને તજી, વૈદ તરિકે ભુવા અને આસપાસના ગામોમાં આદરણિય પ્રતિષ્ટા મેળવી હતી. ભાઈઓને ભાવનગર ભણવા મૂક્યાં ત્યારે ભા’દેવાની શેરીમાં દસેક્ વર્ષની ભાગીરથી રસોઈ અને ઘરકામ કરવા માટે ભાવનગર આવીને રહી. પણ દીકરીને આગળ ભણાવીએ એવો કોઈ વડીલને વિચાર નહીં આવ્યો હોય.

પિતાશ્રી તેર વર્ષની દીકરીને આવીને કહે કે “તારા લગ્ન કોટડા ગામમાં નક્કી કર્યા છે.” મોટાભાઈ નાથાલાલનાં વેવિશાળ માટે કોટડા ગામે ગયેલા અને ભાગીરથીનું લગ્ન હરિશંકર મહેતા સાથે નક્કી કરીને આવ્યા. એ વખતે રીવાજોની ક્રુરતાનો સત્ય અનુભવ થયો. જ્યારે સાસરે ગયા તો ત્યાંની રહેવાની રીત અને વહુને રાખવાની રીતથી થતી માનહાની સામે એમનો આત્મા બળવો ઉઠાવતો રહ્યો.

હરિશંકરભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરિકે ગામડામાં નોકરી કરતા અને ભાગીરથી ઘર સંભાળતા. ગરીબી અને અપમાનજનક રહેણી કરણીથી ભાગીરથીને અત્યંત સંતાપ થતો. પાંચ વરસના મનોમંથન અને ભાઈ નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોના અભ્યાસથી, એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનુ છે. એ સમયે સ્વામિ વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિ પ્રેરક બની રહ્યો. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોના વિરોધોનો સામનો કરતા, અઢાર વર્ષની ઉંમરે, ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં સીધા મુકવામાં આવ્યાં. હાઈસ્કુલમાંથી ઉત્તીર્ણ થયાં પછી, પાંચ વિદ્યાર્થીનીઓ સાથે શરૂ થતાં કર્વે કોલેજના વર્ગમાં ભણવાનુ ચાલુ રાખ્યું. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતાં હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને…”  એ જ બહેનોને લાચાર પરિસ્થિતિ આવતી ત્યારે ભાગીરથીની મદદ લેવા જઉં પડતું.
ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીએ કહ્યું કે, “હવે હું ખાદીના જ કપડા પહેરીશ. મારા માટે રંગબેરંગી મીલના કપડાં ન લાવશો.” ત્યારે એમના પિતાશ્રીની અસંમતિઓમાં એક વધારે કારણનો ઊમેરો થયો અને નારાજગીની માત્રા વધતી ગઈ. પણ મોટી ઉંમરે જ્યારે ભાગીરથીના વિચારોને સમજ્યા ત્યારે પિતા-પુત્રીમાં ભલો સુમેળ થયો.

ભાગીરથીને ભાવનગરમાં પિયરમાં રહીને ભણવાનું, પણ રજાઓ પડતાં કોટડામાં લાજ કાઢી સામાન્ય વહુવારૂઓ સાથે હળીમળી રહેવાનું બનતું. જુનીઅર બી.એ. ની પરિક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માતા કે સાસુનો ઓથાર ન હોવાથી જવાબદારીઓ ઘણી વધી ગઈ. બાળકને સંભાળતાં બી.એ. થયા. માજીરાજ કન્યાશાળામાં નોકરી તરત શરુ કરી દીધી. પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતી. ચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં, શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ. જીવનના દરેક માઠાં અનુભવોને, “મારા માટે એ જરૂરી હશે” એમ સમજી અંતરગી બનતા રહ્યાં. આમ જ લાગણીઓને શબ્દોનો આકાર આપી, તટસ્થભાવે સ્વીકારી, ભાવુક ગૃહિણી સાથ સાથ કવયિત્રી બની રહ્યાં.

તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે વિરોધ કરતાં, લગભગ ત્રીસની ઉંમરે તેમણે હિંમતથી, તેમના જ્યેષ્ઠને માનપૂર્વક કહ્યું, “મોટાભાઈ, હવેથી હું લાજ નહીં કાઢું, પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું.” આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયા. પણ પછી ઘેર ઘેર ઘૂંમટા તણાતા બંધ થયાં. એ જ રીતે નાક-કાન વિંધાવવા જ પડે, અને પતિની હયાતીના શણગાર પહેરવા જ પડે, એ નિયમો પણ એમણે તોડ્યાં. સમાજમાં ઊંડા મૂળ ખોતરેલા નિયમો સામે બળવો કરી અને સ્વજનોના ગુસ્સાનું નિશાન બની પોતાના વિચારોમાં અડગ રહ્યાં. તેમની અનન્ય પ્રતિભાની અસાધારણ અને અદ્‍ભૂત અસર અનેક બહેનો, અને ખાસ કરીને ખીલતી કળી સમી વિદ્યાર્થીનીઓ પર જોવા મળી હતી.

ભુવા અને કોટડા ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ નારીનું માન તો વધી ગયું, પરંતુ સમાજમાં અને ઘરમાં સ્ત્રીનું સ્થાન નિયત છે, એ જ રહ્યું. ઘણી અવગણના વચ્ચે પણ બાનું રક્ષા કવચ બાળકોને છાવરી રહ્યું અને અસામાન્ય પુત્ર, પદ્મશ્રી મુનિભાઈ અને સરયૂ જેવા સફળ અને સાલસ બાળકો ઉછેર્યાં.

ચારેક વર્ષ પછી, ૧૯૬૦માં ફરી તક મળતાં, બા સૂરેન્દ્રનગરમાં આચાર્યા તરિકે ગયા અને હું એમની સાથે રહી. મુનિભાઈ આઇ.આઇ.ટી મુંબઈની અગ્રગણ્ય કોલેજમાં ભણતા હતા. સૂરન્દ્રનગરની શાળામાં જાજરમાન અને પ્રગતિવાદી આચાર્યા તરિકે નાની વિદ્યાર્થિનીઓથી માંડી ઊપરી અધિકારીઓનું  સન્માન ઘણા જ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યું. એક ઘટના બની જેનાથી ભાગીરથી મહેતાની આંતરિક શક્તિનો પરિચય થયો. એમની શાળા માટે નવું મકાન મહિનાઓથી તૈયાર થઈ ગયું હતું. જે દાતાએ બંધાવી આપ્યુ હતું એ વૃધ્ધ મહાનુભાવની જીદ હતી કે કોઈ પ્રધાનમંત્રી આવી ઉદ્‍ઘાટન કરે પછી જ તે મકાનનો ઉપયોગ કરવો. મહિનાઓથી શિક્ષકો અને અધિકારીઓ પ્રયત્ન કરતાં હતાં. બા તે મુરબ્બીને મળ્યા અને વાત કરી, પણ તેઓ જીદ છોડવા તૈયાર ન હતા. બાએ બે ચાર અનુભવી, સ્થાનિક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ, ૨૬ જાનુઆરીએ શાળાના નવા મકાનમાં ધ્વજવંદન માટે ભવ્ય કાર્યક્રમ રાખી ગામના લોકોને આમંત્રિત કર્યા. તેમાં પેલા દાતા તેમની પ્યારી પૌત્રી, જે શાળાની વિદ્યાર્થિની હતી, તેની સાથે હાજર હતાં. ધ્વજ વંદન પછી બાએ દાતાની પૌત્રીને બોલાવીને કંઈક સમજાવીને કહ્યું. તેણી બાને પ્રણામ કરી, પૂજાની થાળી લઈ, નવા મકાનના દ્વાર પર ચાંદલો કરી, રેશમી રિબન ખોલી, બારણા ખોલી બધાને આમંત્રણ આપતી ઊભી રહી. બધા લોકો ગભરાઈને દાદાની સામે જોઈ રહ્યા. પરંતુ દાદાએ આગળ આવી વ્હાલી પૌત્રીને આશિષ આપ્યા અને બાને અભિનંદન આપ્યા. જોનારાના ચિંતાભર્યા ચહેરા ખીલી ઊઠયાં. મહિનાઓ સુધી સૂરેન્દ્રનગરમાં નવાં આચાર્યાએ કરેલા ચમત્કારની ચર્ચા ચાલતી રહી.

જીવનમાં બાને પોતાના સિધ્ધાંતો માટે લડી લેતા ઘણીવાર જોયા છે, અને પોતાના અને પારકાને પ્રેમથી હિંમત આપતાં પણ જોયા છે. એમના લાગણીભર્યા કવિ હ્રદયમાં અજબની દ્રઢતા હતી. મુનિભાઈના લગ્ન શિશુવિહારના શ્રી માનશંકર ભટ્ટની પુત્રી, ઈલા, સાથે થઈ ગયા. પરંતુ જ્યારે સરયૂએ વણિક કુટુંબના દિલીપ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે, પતિના સખ્ત વિરોધ છતાં, સરયૂને બાએ સાથ આપ્યો. તેમનું માનવું હતું કે જાતિધર્મ કરતાં ઘણો ઊંચો માનવ ધર્મ છે, અને પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત.

ગુરુની શોધમાં હંમેશા વ્યાકુળ રહેતા. જ્યારે તપસ્વિની વિમલાતાઈને મળ્યા એ સમયે ભાગીરથીની તપસ્યા પરિપક્વ થયેલી હતી. ભાગીરથીના સમર્પણની સત્યતા જોઈ પૂજ્ય વિમલાતાઈએ પોતાના નાના સમુહમાં કવયિત્રી તરિકે સ્વીકાર્યા અને “જાહન્વી” તખલ્લુસ આપ્યું. તે પહેલા ‘અખંડ આનંદ’ વગેરે સામાયિકોમાં કવયિત્રી ભાગીરથીના કાવ્યો અને બોધ કથાઓ “સાધના” ઉપનામથી પ્રકાશિત થતાં.

અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે, “જાહ્‍નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે, જેમા કોઈ પણ બહેન ભાગ લઈ શકે છે. ૧૯૯૪ની સાલથી શરૂ થયેલ ભાગીરથીના સ્નેહનું ઝરણું હજુ પણ અસ્ખલિત વહે છે. આજે બાને યાદ કરતા કલારસિકોને જોઉં છું, ત્યારે એ દિવસોની યાદ આવે છે જ્યારે  કવિતાની રજુઆત કરવા, બધી હિંમત ભેગી કરીને, સફેદ ખાદીની સાડી પહેરેલા, જાજરમાન બહેન ભાગીરથી, બોલવા ઉભા થતાં……

ભાગીરથી મહેતાના પુસ્તકો શિશુવિહાર, ભાવનગરમાં ઉપલબ્ધ છે

“અભિલાષા”.  “સંજીવની”.  “ભગવાન બુધ્ધ”, –કાવ્ય સંગ્રહો.
“સ્ત્રી સંત રત્નો”. સંત સ્ત્રીઓના જીવન ચરિત્ર. ત્રણ આવૃત્તિ
અનુવાદઃ “આત્મદીપ.”  “સહજ સમાધિ ભલી.”  પુ. વિમલાતાઈ ઠકારના પ્રવચનોનો
“આનંદલહર.” હનુમાનપ્રસાદ પોદાર.

——-

હળવેથી હાથ મારો હોઠે લગાડતી, મીઠી ચૂમીમાં મર્મજ્ઞતા;
આવકાર, આભાર, ગદગદ એ વ્હાલથી, કહી દીધું સર્વ હાથ ચૂમતા.

અરવા આ બંધનને અશ્રૂની અંજલી, સ્મરણો અસ્તિત્વને હસાવતા,
છલછલ રે છલકે મમ જીવન સરોવર, મા મધુ બિંદુ રહ્યાં સિંચતા.

સરયૂ મહેતા-પરીખ,   “એક ચૂમી” કાવ્યમાંથી
http://www.saryu.wordpress.com     512-712-5170

કાવ્યસંગ્રહ ‘મંત્ર’ સરયૂ મહેતા-પરીખ  સ્ત્રી સંત–રત્નો’ લે. ભાગીરથી મહેતા
પ્રાપ્તિસ્થાનઃmail@shishuvihar.org Bhavnagar chairman@glsbiotech.com  Vadodara

સ્ત્રી સંત-રત્નો, લેખિકાઃ ભાગીરથી મહેતા. લગભગ પચાસ અજાણી અને જાણિતી ઉમદા સ્ત્રીઓના જીવન ચરિત્રની ઝાંખી. ૩જી આવૃત્તિ, પ્રકાશકઃ શિશુવિહાર, ભાવનગર. શાળા અને સંસ્થાઓ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે.

MANTRA-English/ Gujarati poems:     MANTRA-poems by Saryu Parikh        << click to read

My mother, Bhagirathi, ‘jaahnvi’ was born in a small village. Her mother died when she was only one year old, so she and her two brothers were raised by her father and aunt in a joint family. She decided to quit school in forth grade and family encouraged her to learn more household chores.

Her father arranged her marriage at very early age. After self realization, she decided to educate herself and at eighteen she joined school and graduated from college in 1943. My bother and I were born around that time. There were many objections and struggles but her courage was immeasurable. My father was a simple nice individual and was a teacher in elementary school. My mom started teaching in a High-school and then she was a Principal.

In those days, very few women were college graduates. My mother was admired as a person and as a poetess. She was a powerful supporter and guide for many students. My brother, Munibhai… India’s top award, Padmshree, winner and I are blessed to have our parent’s heritage.

Every year since 1994, a women’s Poetry Festival is encouraging many young girls to write poems…

“Jahnvi Smriti” in Bhavanagar. India.

બંદિશ એક, રૂપ અનેક (૭૮) : “Imagine….દિવાસ્વપ્ન”

http://webgurjari.com/2021/05/15/one-composition-several-forms_78/

મિત્રોનો સાથ. નૈતિક સરહદ. વિમળા હીરપરા. Rangoli and more

સરહદ સર્વત્ર છવાયેલી છે. પણ, એક સાવધ માનવ તરીકે, આપણે  એવી નૈતિક સરહદ બનાવવી જોઇએ કે એમાં પાપ, લોભ,વાસના, લુચ્ચાઇ જેવા શત્રુ પ્રવેશી ન જાય. વિમળાબેન

Vimala Hirpara writes:

સરયુબેન, આ લેખમાં આજે આપણે માનવસ્વભાવનું એક પાસું વિચારીએ.  સજીવ હંમેશા પોતાના અસ્તિત્વ માટે લડતો રહે છે. જોખમથી દૂર રહેવું ને પોતાના રક્ષણ માટે અનુકુળ પરિસ્થિતિ ઉભી કરવી એ એની પ્રાથમિકતા છે. સલામતી માટે સારો ખોરાક, રહેઠાણ અને અનુકુળ હવામાન માટે એ ભટકતો રહે છે. દેશાવર ખેડે છે. આપણા શાસ્ત્રોમાં માનવ તરીકે જન્મ લેતા પહેલા ચોર્યાસી લાખ યોનીમાંથી જીવ પસાર થાય છે, એવું મનાય છે. તો ઉત્ક્રાંતિવાદ પ્રમાણે આપણે અમીબા જેવા એકકોષી જીવમાંથી માંડીને અનેક જન્મોને અંતે માનવ બન્યા છીએ. હવે આ બધા જન્મોની ખાસિયતો ને ખામી આપણા જીનમાં  માનવઅવતારમાં પ્રગટ થાય જ છે. જેને આપણે પશુવૃતિ કહીએ છીએ. આજે એમાની એક વૃતિ તે ‘સરહદ’ પર વિચાર કરીએ.      

આપણે કીડી મંકોડા જેવા કીટકનું નિરિક્ષણ કરીએ તો સમજાય કે એ કીટકો ખોરાકનો સંગ્રહ કરે છે.પોતાના દર આગળ  બીજા દરની કીડી આવે તો મારામારી કરીને હાંકી કાઢે છે. એટલેકે પોતાની સરહદનું રક્ષણ કરે છે. આજ સંગ્રહવૃતિ, આપણે આજે સભ્ય છીએ તો પણ. આપણામાં અકબંધ છે. પછી જુઓ કે ગરોળી, કાંચીડા જેવા સરીસૃપોની ખોરાક મેળવવાની પોતાની સરહદ હોય છે. એમાં કોઇ પ્રવેશે એટલે જીવલેણ યુધ્ધ થાય. એજ પ્રમાણે સિંહ વાધ, દીપડા, એ માંસાહારી પ્રાણીઓની શિકાર માટેની સરહદ  એ પોતાના મુત્રના છંટકાવથી નક્કી કરે. એમાં કોઇ હરીફ પ્રવેશે તો ખુનખાર યુધ્ધ અને એકાદને પલાયન થવું પડે. આજે પણ આ વૃતિ  અકબંધ છે.

જુઓ કે દેશ દેશ વચ્ચે સરહદો ને એના માટેના જીવલેણ સંગ્રામો ચાલુ જ છે.  ભારત, પાકિસ્તાન અને ચીન – ભારત વચ્ચેના સરહદના ઝઘડા અને માનવ ખૂંવારીના આપણે રોજના સાક્ષી છીએ. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન, ઇરાન – ઇરાક, આવી કેટલીય સળગતી સરહદો છે. અખંડ ભારતમાં અલગ રાજ્યનો દરજ્જો માગતા લોકો પણ છે. પછી આપણા નાગરીકોના સરહદના ઝધડામાં સીમ,શેઢા માટેની તકરારો કયારેક લોહીયાળ બની જાય છે. એ સરહદનાં રક્ષણ માટે ખેતર ફરતી થોરની કે વાયરની વાડ બનાવાય છે. તો દેશની સરહદે શસ્ત્ર-સેના  રાખવી પડે છે જે  સામાન્ય હથીયારથી માંડી આધૂનિક ઘાતક  હથીયારથી સજ્જ  હોય. તો આપણા રહેઠાણ માટે પણ સરહદ હોય જેને આપણે વંડી કે વાડથી સજાવીએ છીએ. કોઇ રજા વિના આવી ન શકે. એ માટે મુખ્ય દરવાજો, તાળાકુંચી સાથે અને પોંસાય તો ચોકીદાર પણ હોય. બારણાને પણ તાળા હોય. આજના સમયમાં સિક્યુરીટી કેમેરાથી ગમે ત્યાથી તમે ઘરની ચોકી કરી શકો. તમારે ઘરને દરવાજે તમારી ગેરહાજરીમાં કોઇ આવે તો પણ તમારો ફોન તમને જાણ કરે.  ઘરફોટ ચોરીની જાણ પણ થઇ જાય.   

 આ અગાઉ જયારે દેશ નાના એકમો ને રાજા,રજવાડા, દરબારો ને ભાયાતો વચ્ચેના વંહેચણીના સંગ્રામોમાં ફસાયેલો હતો ત્યારે ગામડામાં દરબારગઢ હોય ને એના ચોકીદારો એની રક્ષા કરે. રજવાડાના મુખ્ય મથક એના ગામોમાં ગામની ફરતો ઉંચો ગઢ હોય. એના તોતીંગ દરવાજા નિયત સમયે જ ખુલે અને નિયત સમયે બંધ થઇ જાય. પંહોચતા લોકો ડેલીબંધ મકાન બનાવે. મોટેભાગે વડીલોની બેઠક ડેલીમાં હોય.કોઇ અજાણ્યુ એની નજર ચુકવીને ઘરમાં આવી નશકે.  

આમ સરહદ સર્વત્ર છવાયેલી છે. પણ એક સાવધ માનવ તરીકે આપણે  એવી નૈતિક સરહદ બનાવવી જોઇએ કે એમાં પાપ, લોભ,વાસના, લુચ્ચાઇ જેવા શત્રુ પ્રવેશી ન જાય.  એજ વિમળાબેનના પ્રણામ.


Nature

The inborn nature is an imminent core,
The changes around are transient fore.

Data, know how will tarnish with time,
Identifies with the impetuous mind.

The layers and layers of illusive favors,
Selfish and centered are solo endeavors.

The genuine shine is covered with creed,
The letters of life are colored with greed.

Dynamic efforts to wake and wean,
Forget the lessons you labored to learn.

Though, ego forever is continual keep,
The intrinsic nature will propel and peek
—— Saryu Parikh

Inborn nature is hard to change, unless the individual is awakened and puts positive efforts to change from inside out.
 Comment: Dear Saryuben, your poems are really original thoughts and words! Your richness with words impresses me. Many of the words I read for the first time. I am looking forward to the next Poetry Festival. Very good poem. With regards, Dr. Dinesh O. Shah

પુનઃ સાકાર

દાદા દાદી વાત કરે  મીઠી  યાદો  મમળાવે,
નદીકિનારે સાંજ ઢળ્યે તું કેવી મળવા આવે!

ફૂલ  લઈ  હું  રાહ  દેખતો ઉત્સુકતાથી તારી
   તું આવે તો સંધ્યા ખીલતી, ના આવે કરમાતી.

વીસરીને વર્ષોની રેખા પુનર્મિલન હાં કરીએ,
   મધુર મધુર યાદોને વ્હાલી! ફરીથી નંદન કરીએ.

દાદા ફક્કડ પહેરણ પહેરી ઊભા નદી કિનારે,
  ફૂલ સંભાળે, થાકે,  બેસે, ઊઠે  રાહ  નિહાળે.

દાદી ના દેખાયા અંતે  ધુંઆપૂંઆ થઈ આવ્યાં,
  “
કેમ આવી?” રોષ કરીને દાદીને તપડાવ્યાં.

અચકાતી, શરમાતી, ધીમે  ધીમે  બોલી દાદી,
   “કેમ કરીને આવું?  મારી  માએ ના કહી દીધી.”
——-
સરયૂ પરીખ

દાદીએ નાનપણને યાદ કરી સો ટકા એ પ્રમાણે કર્યું. ભોળા, બિચારા દાદા અમથા જઈને થાક્યા.
પ્રતિભાવઃ દેહ તો વૃધ્ધ થાય છે પણ મન વૃધ્ધ નથી થતું.   વિતેલા સમયની યાદગાર પળોને મન દોહરાવવા ચાહે છે… પણ વિત્યો સમય કદી પાછો નથીફરતો. શૃંગાર રસ ભરેલ સુંદર કાવ્ય…..મા સરસ્વતીના ચાર હાથ તમારા ઉપરછે. બસ એ લખાવે તે લખતા રહો… શરદ શાહ.

——


Rangolies by Ila Maheta


fresh flowers with color powder.

Paintings by Dilip

Sharing Some of the Paintings by Dilip K. Parikh

Dilip Parikh. Introduction: After finishing studies in Physics and Electronics, Dilip came to USA on a fellowship for higher education in 1965. Married to Saryu Mehta in 1969. He worked for Microelectronics Industries, such as Rockwell International, AT&T Bell Lab, Texas Inst. for many years. At present he resides in Austin, Texas. His paintings express his deep interest in spirituality. He paints every day while listening Indian classical music. More paintings on Saryu Parikh’s web site www.saryu.wordpress.com   
contact:
hdkp@yahoo.com   512-712-5170

A brief note on paintings , , :

E=MC2 paintings (#1, , ) have two aspects: Physics and Spiritual.Physics aspect: Matter and Energy are two different states of the same thing (Einstein: E = MC2).

“There was a time called the big bang when the universe was infinitesimally small and dense. God created the universe at the big bang.” (Stephen Hawkins). The ‘black circle’ in the center represents a ‘black hole’ — a source of the energy, which manifested as the visible universe. Everything is nothing but the Energy.

Spiritual aspect: The Unmanifested, the Infinite, the Changeless Spirit is called Brahman: the one Absolute. This is described as Aum-Tat-Sat. Aum is the creative vibration that upholds the worlds through Prakriti, mother nature. All created things originate in the cosmic energy of Aum —the universal energy manifested as matter.

CREATION

BRAHMAN-MAYA

PURUSH and PRAKRITI

A brief note on paintings , : (Satyam, Shivam, Sundram)

When a dancer (or a musician) becomes one with the dance (or music), there is no interference of thoughts. The movement of moment (which is time) stops, and one may experience inner Bliss.
This is a state of meditation. When the mind is totally free of its content (a state of pure silence) then “Satyam” (truth) is experienced. “Shivam” is “Satyam” in action; one lives from moment to moment.

When every action is “Shivam” then this totality flowers as beauty, which is “Sundram.”      ………….  Dilip Parikh

Dance

MUSIC

———

Einstein and Tagore
Meghadut…the cloud messenger
Rageshree…Raga of Romance

Saheli at the river. DKP

Sujata…Buddha’s devotee watercolor 1956 DKP
watercolor 1956. DKP.
Sujata. Donated for a charity. DKP

Essence of Eve
સરયૂ  દિલીપ  પરીખ

ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીમાં…. કાવ્યો, અનુભવો, વાર્તા
Essence of Eve
poems and True stories by Saryu Parikh
Paintings by Dilip Parikh… Book-Cover  “નીતરતી સાંજ” અમારાં પુસ્તકનું મુખપૃષ્ટ

1999
Happy Birthday Saryu… 2019

The Musicians. DKP 2018
sweet moments…2019 DKP
RADHA-KRISHNA…DKP
The Village

Books of poetry, story and paintings of Dilip. Two novels in English. Saryu Parikh

Saryu and Dilip Parikh
saryuparikh@gmail.com  www.saryu.wordpress.com

Paintings by Dilip Parikh-English    May click on this link

#31

ચિત્રકલા અને સાહિત્યનો સુભગ સંગમ એટલે દીલીપ અને સરયૂ પરીખ

Saryu Dilip Parikh

ગુજરાતી સાહિત્ય સંગમ

“નીતરતી સાંજ Essence of Eve” સરયૂ પરીખ ના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યો, અનુભવો અને દિલીપ પરીખના ચિત્રોના, અનોખા પુસ્તકનુ પ્રકાશન.

ભાવનગરમાં શિશુવિહાર બુધસભાના ઉપક્રમે અમેરિકા સ્થિત સરયૂબહેન દિલીપ પરીખના પુસ્તકનુ વિમોચન કવિશ્રી ડો.વિનોદભાઈ જોશીના
હસ્તે, સપ્ટેમ્બર ૨૫ ૨૦૧૧ના રોજ, સુજ્ઞ સાહિત્યકારોના ભાવભર્યા પ્રોત્સાહન સાથે થયું. “જાહ્ન્વી સ્મૃતિ” કવિયેત્રી સંમેલનનો અઢારમો અવસર હતો. અનેક કવિમિત્રોનો
ભાવવિભોર પ્રતિભાવ “નીતરતી સાંજ” વિષે મળ્યો.

અતિથિ વિશેષઃ પદ્મશ્રી મુનિભાઈ મહેતા,પત્રકાર શ્રી રમેશભાઇ તન્ના, કવિયત્રી લક્ષ્મીબહેન ડોબરીયા.

કવિશ્રીવિનોદભાઈજોશીના  શબ્દોમાં, ….પુસ્તકઘણાજતનથીસર્જાયુછેહાથમાંલેતાખબરપડેછે. “નીતરતીસાંજ”કેજીવનનોનિચોડઅનેસુંદરચિત્રસાથેજેરીતેલખાયુછે, ઘણુકહીજાયછે. ભાવભરીરચનાઓસાથેસુંદરચિત્રોનોસુમેળ……..

કવિમુનિભાઈના  શબ્દોમાં, ….It has brought tears of joy time and again and new dimension to our own understanding and appreciation. The most…

View original post 711 more words

કૃષ્ણલીલા…સરયૂ અને ગીત યમુના…ચંદ્રકાન્ત દેસાઈ.

કૃષ્ણલીલા
  મનડાંના મધુવનમાં રાસ લે રસીલી
શ્યામ સંગ શ્યામ રંગ રાધા રંગીલી—     

જન્મકર્મ રંગોળી આંગણ સજેલી
મંડપમાં વૈરાગે આવી વહેલી—  

આમંત્રે તત્વજ્ઞાન સહોદર સહેલી
સ્થીરભાવ, શાંતચિત્ત, નિર્ગુણ નવેલી

આસક્ત એકરસ એકધ્યાન ચેલી
કૃષ્ણ કૃષ્ણ રોરોમ ઘેલી અલબેલી

વૃંદાવન ચિત્તવનમાં કૃષ્ણલીલા ખેલી
આત્મસાત જ્ઞાતાને અનુપમ સુખહેલી
                           —સરયૂ પરીખ
રાસલીલાનું અધ્યાત્મિક રસદર્શનઃ મનડાંનાં મધુવન…શુધ્ધ અને ભક્તિલીન હ્રદયમાં રાસલીલાની તૈયારી થતી હોય. જન્મકર્મ …ઉંચી કક્ષાનો આત્મા વૈરાગનાં વાતાવરણમાં જલ્દી આવી જાય છે. આમંત્રે… સતસંગ તેને આવી મળે જ્યાં સ્થીરભાવ જેવા સદગુણો જન્મજાત મળેલા હોય. આસક્ત એકરાગ…ભક્તિમાં તરબોળ. તેનાં વૃંદાવન ચિત્તવન…માં કૃષ્ણલીલા રમાય છે અને આત્મજ્ઞાનીને અનુપમ સુખનો અનુભવ થાય છે.
—–
ગીત યમુના…ચંદ્રકાન્ત દેસાઈ.


Rang-Holi by Ila Maheta

કાવ્યો. દેવિકા ધ્રુવ. હરીશ દાસાણી. સરયૂ

સલૂણી સાંજ ઝળહળતી. દેવિકા ધ્રુવ

સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો  અરે  સૂરજ, ન લાવો રાત ધસમસતી.

હજી  હમણાં  જ  ઉતરી  છે, બપોરે બાળતી ઝાળો,
જરા  થોભો  અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.

હવે   મમળાવવી  મારે  અહીં  કુમાશ  કિરણોની,
જરા  થોભી, ફરી  ખોલું  હતી બારી જે ઝગમગતી..

અહો   કેવી  મધુરી   સ્‍હેલ  આ સંસાર  સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

કટુ  કાળી   અને   અંતે  જતી  અણજાણ   નિર્વાણે,
જરા  થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી!!

~ દેવિકા રાહુલ ધ્રુવ

ખૂબ સુંદર રચના…” અહો   કેવી  મધુરી   સ્‍હેલ  આ સંસાર  સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.
” સરયૂ.
———

કહો ગમે તે.
પરપોટો કે ગલગોટો.
કદંબ કહો કે કહો કાંકરી.
લીલામાત્ર નામની.
નામની પાછળ મન.
મન જ જન્માવે જગત.
ન હો નામ.
તો ન હો સંબંધ.
ન હો સંબંધ.
તો ન હો જુદાઈ.
જે કંઈ લીલાપાત્ર
તે બધું નામમાત્ર.
નામ નહીં. આકાર નહીં.
અને જે રહે તે?…

હરીશ દાસાણી.
——–

નિમિત્તમાત્ર
   કર્યાં  કર્મોને     ટેરવે   ગણાવે,
   કરી  મદદોને    માનદ  મનાવે,
   તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

ઉપકારોની    આરતી   ઘુમાવે,
   આપ  મહોરાની  મૂરત  બેસાડે,
   તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

હું  હુલામણાને   હરખે  પોંખાવે,
   ને   ફરી  ફરી   ફાલકે  ચડાવે,
   તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

તેની  કરુણા, ને  હું એક સાધન,
   સર્વ  સેવામાં  સહજતાનું સૌજન,
    તો શૂન્ય પણ અમૂલ્ય બની જાય.

ણાં જન્મ, વંશ, અંશના સુપાત્ર,
ભાગ્યયોગે દેવત્વ નિમિત્તમાત્ર,
શુભકાર્ય તે અતુલ્ય કરી જાય.
——- સરયૂ પરીખ
Very well said. In NASA-there is a Quote displayed. “Great things are done when you do not care who gets credits!!” Love, Munibhai.

મનઃશાંતિ Stillness. Saryu

મનઃશાંતિ

અવનીને આંગણે ઊમટ્યાં આકાશનાં
 ધુમ્મસને, ધીરજ  ઉજાળે  અવકાશમાં.
 કોલાહલ કુંજનમાં  મહોરાં  ઉલ્લાસમાં,
 સંવેદન સંશય   સમજાયે  અવકાશમાં.

મનડું   મૂંઝાયે  અટવાયે   ડહોળમાં,
જળમાં કમળ સ્થિત  સોહે અવકાશમાં.
 સૂના બધિર  તાર જડવત્  વિરામમાં,
ચેતન ટંકાર, સાજ રણકે  અવકાશમાં.

ઘોડાપૂર લાગણી, ધસમસતાં વ્હેણમાં,
 લાગે  લગામ શરણ માંગે અવકાશમાં.
ભમરો અધીર મધુ આસવની આશમાં,
 હળવે હવામાં  ફૂલ  ફાલે  અવકાશમાં.

ઝાકળની  જાળી  ને  માની  લે પિંજરું,
ઊડવાને  મોક્ષ માર્ગ દીસે અવકાશમાં.
 અંતર  સૂતેલી આ સર્જકતા  શક્તિની,
 ક્ષણમાં સુહાન  કળી જાગે અવકાશમાં.
——-

આંતરિક શક્તિને ચેતનવંત થવા દેવા માટે અવકાશ,
અર્થાત, શાંતિંભરી નિરાંત આપવી પડે છે.

Peaceful Within     
The earth is dark in storm and cloud.
The bleak turns bright, only in stillness.
The laugh is loud in a rowdy crowd.
The true tears flow, only in stillness.

The fretful petals drown in a whirl.
 A lotus is untouched, only in stillness.
The notes vibrate, dismay with discord.
 Repose gives voice, only in stillness.

The untamed emotions vehemently surge.
They softly flow, only in stillness.
The anxious bees, buzz around the buds.
The flowers will bloom, only in stillness.

The soul will rage in an illusory cage.
Seeps stream of beam, only in stillness.
The creativity in me, a God-given gift,
Will rise and pervade, only in stillness.
——-
To activate internal strength, and to give opportunity to our creativity,
we have to provide peaceful space to our mind.



મિત્રોનો સાથ..કાવ્ય..શૈલા મુન્શા

http://www.saryu.wordpress.com

સમજદારી જરૂરી છે!

ખરી પડવું સહજતાથી, સમજદારી જરૂરી છે;
ફરી ઉગવું સફળતાથી, સમજદારી જરૂરી છે!

ન ધારો, કે ધરે કોઈ સજાવી થાળ રંગોનો;
કદી દૂરી વિફળતાથી, સમજદારી જરૂરી છે!

અજાણ્યા રાખે જો સંબંધ, ભરોસો ના તરત રાખો;
પરાયાની નિકટતાથી, સમજદારી જરુરી છે!

નજરઅંદાજ લોકો તો કરે, આદત એ ના છૂટે;
જિવનરુપી સરળતાથી, સમજદારી જરુરી છે!!

નથી રાધા કે મીરા બસ દિવાની વાંસળી નાદે,
ભરમની એ ગહનતાથી, સમજદારી જરુરી છે!!

શૈલા મુન્શા તા.૧૩ માર્ચ ૨૦૨૧
——

સલૂણી સાંજ

 ક્ષિતિજ  રેખાની કોરે બારણાં દેખાય છે આજે,
સખીસાજન મળે એ ધારણાં દેખાય છે આજે.

તરસતાં તૂર્ણને સિંચ્યાં નશીલા ઓસથી લાજે,
સુગંધી યાદ પુષ્પો ત્યારનાં દેખાય છે  આજે.

હ્રદયના સૂર પ્રીતમ પ્રેમ અધ્યાહારમાં સાજે,
થયા સંધાન, તૂટ્યા તારના  દેખાય છે આજે.

પતંગી  આશની  દોરી  મળીતી  સૈરને  કાજે,
ધરાનાં રંગ ઝાંખા ક્યારનાં દેખાય  છે  આજે.

સમી  સંધ્યાય શોધે  તારલાનાં  તેજને  રાજે,
વાં નક્ષત્ર ઉત્સુક ન્યાળતાં દેખાય છે  આજે.

સલૂણી સાંજ દે દસ્તક, ને વિનવે રાતને નાજે,
અઢેલાં દ્વાર, દીવા પ્યારનાં  દેખાય છે  આજે.
——
Saryu Parikh

સલૂણી=રંગીલીતૂર્ણ=કમળઓસ=ઝાકળ

પ્રતિભાવઃ  નવેમ્બર 22, 2014 ”સલૂણી સાંજ દે દસ્તક” વાહ શું શબ્દ પ્રયોગ કર્યો છે, ભરપુર છલકે છે કવિત્વ…યોગેશભાઈ.

જીવન મૃત્યુ..Life and Death…Saryu. પ્રતિભાવઃ Vimala Hirpara


સાહિત્યમિત્ર વિમળાબેનનો મનનિય અને સરળ પ્રતિભાવ અહીં રજુ કરતા આનંદ અનુભવું છું. સરયૂ

Vimala Hirpara <vshirpara@gmail.com>To:parikh Saryu Mon, Mar 15 at 10:18 AM

નમસ્તે,સરયૂબેન.
કાલે તમારી કવિતા વાંચી ને મનમાં ઘણા સ્પંદન જાગ્યા એમાથી થોડા તમારી સાથે વંહેચું છું. જીવન ને મૃત્યુ એક દ્વંદ્વ. માણસ જીવનભર પોતાના અસ્તિત્વ માટે લડતો રહે છે.  આપણા શાસ્ત્રોમાં પણ સો વરસ જીવવાની પ્રાર્થના કરવામાં આવી છે. તો વડીલો સંતાનોને દીર્ઘજીવનના આશિષ આપે છે. જુઓ કે સિંકદરે લાંબા આયુ માટે વિકટ સફર ખેડી  હતી ને છેવટે મૃત્યુનું અસ્તિત્વ સ્વીકારવું પડ્યું. ઇજિપ્તના ફેરોથી માંડી આજ સુધી મૃત્યુ પછી પણ પોતાની હાજરી  પુરાવવા શક્તિ અનુસાર લોકો પ્રયત્ન કરે છે. સદગત સ્વજનોની યાદમાં શ્રાધ્ધ, કથા,પારાયણ, તો એમના નામે દાનપુન્ય, કબરો,રાજમહેલ કે તાજમહેલ બનાવે છે…કયારેક વિચાર આવે છે કે જીવતા જેને અવગણ્યા હોય, દુઃખ આપ્યુ હોય એ જ સ્વજન પાછળ લોકો  એની  યાદ રાખવા  પ્રયત્ન કરે છે તો કયારેક ખૂવાર પણ થઇ જાય એ હદે. ત્યારે વિચાર આવે કે શું વિગત આત્મા આ બધું જોતો હશે? કોફીનમાં સુતેલો માણસ એકાએક ઝીરોમાંથી હીરો થઇ જાય એટલી હદે એના સદગુણ ને સતકર્મની પ્રશંસા થાય કે માણસને કબરમાંથી બેઠા થઇને પાછા આવવાનું મન થઇ જાય.  હવે મારા વિચારો એવા કે મને  બચપણથી જ આવા વિચારો આવતા. કદાચ જીવન કરતા મૃત્યુના વધારે વિચારો. આજે પણ જીવન કરતા મૃત્યુનું ચિંતન વધારે. એના અનુંસંધાનમાં મારી કેટલીક કૃતિ કાવ્ય તરીકે।      
આજે પણ જીવન કરતા મૃત્યુનું ચિંતન વધારે. એના અનુંસંધાનમાં મારી કેટલીક કૃતિ કાવ્ય તરીકે।   

    જાવાદો
અમે રે આતમરામ દુર દેશના રે!                    
  અમે રે મુસાફિર અનંત રાહના રે!    
લાંબી સફરના આ ટુંકા વિસામા રે
ઝાઝુ રહેવાના ફાંફા નકામા
રે!                    

 બાંધો ના અમને પ્રેમના પાશમાં રે!                  
અંત કાળે રહી જશે તમમાં વાસના રે
છોડી દો હાથ, પુરો થયો સંગાથ રે
જાવાદો અમને અમારા ધામમાં રે
—— વિમળા હિરપરા
નિંદા કે વખા

આવજો,એમ નહિ કહુ,આવશો ક્યા?                      
  જીંદગીની જેલમાંથી છુટી ગયા

    અખીલ બ્રંહ્યાંડમાં મારુ જ ઠેકાણું નથી ત્યાં!                
ફોટો બનીને દિવાલે લટકી ગયા.

 આ તો વાટમાં મળી ગયા, મેળામાં ભળી ગયા!              
તમારા હાથમાંથી આબાદ  છટકી ગયા

   પુરા થયા સબંધો ને છુટા પડી ગયા!                        
સાંભળી વખાણ ને મનમાં મલકી રહ્યાં

 છુટી ગયા સબંધો,ઓગળી ગઇ ઓળખાણો
પરવા કોને છે? હવે કરો નિંદા કે વખાણો.

—— વિમળા હિરપરા

કબીરના દોહરામાં… સંબંધો વિષે અને મૃત્યુ વિષે દ્રષ્ટિ બદલાવવાની વાત દરેકને ફરી ફરીને યાદ કરાવતી હોય છે. જે બહુ જરૂરી છે.

જીવન – મૃત્યુ
રૂઠતી  પળોને સમેટતી  હું  શ્વાસમાં,
લૂખાં દીવામાં સુખવાટ વણી બેઠી છું.
ઘૂઘવતા  સાગરમાં  નાનીશી  નાવમાં,
હળવા  હલેસાંથી હામ ધરી  બેઠી  છું.

ઓચિંતા ભમરાતી  ડમરીની  દોડમાં,
રજકણ  બની અંક આકાશે  ઊઠી છું.
અંજળના આંસુથી આંખોની આહમાં,
કરુણાનું  કાજળ લગાવીને  બેઠી  છું.

ઉરના સન્નાટામાં લાગણીના ગીતમાં,
ઝીણા ઝણકારને વધાવીને  બેઠી  છું.
નક્કી એ આવશે પણ ટાળેલા વાયદા,
ક્યારનીયે મુજને શણગારી બેઠી  છું.

સરી રહ્યો સથવારો મમતાના મેળામાં,
આજે  અજાણી, પરાઈ બની બેઠી  છું.
જીવન પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો, પિંજર થઈ બેઠી  છું.
    —— સરયૂ

comment by respected Anand Rao: Saryuben, Excellent … excellent … poem.

Life and Death
I am trying to gather failing moments in my breath,
Trying to light the candle in the grave cup of my life.
In a large ocean I’m sailing in a dinky boat,
holding on to my courage with the simple oars.

In the sudden gust of wind,
I have risen up to the sky.
The pain of the unfortunate tears in my eyes,
 I’m soothing them with compassion-kohl.

In the stillness of my heart, the song of my feelings,
welcomes the gentle sound.
Would he come to take me away or not!
I have adorned myself for a long while.

My fanfare world is slipping away,
I’m sitting here like a stranger.
I’m leaving forever in this somber celebration,
My soul flies away and my cage is left behind.

——-


At the door of death, one wonders – will it come today or not. The preparation is made to meet the maker. Our own relatives seem strangers. The pain of leaving, the anxiety of meeting and then the final departure.

Shivratri.
ઈલા મહેતા.


Soft Yellow Ball. સંબંધો.

Soft Yellow Ball

                  We had a soft yellow ball and green little bat;
                 A rug in her room was a grand play mat.
“Granny! You throw the ball and I hit away;
I know you are slow and I will get away.”

She would laugh and say, “Oh, boy! You are fast.
You surely are the best; now I need some rest.”
When playing Chinese checkers, he had a suspicion,
Purposefully Granny allows him to win.

“I make the tricky moves; I am a checkers champ.”
But alas! When he was trapped; held the tears back.
Grandma used to say,
“Oops! I made a wrong move.
It looks like, boy, you will win soon.”

In the heart of my heart, I have true conviction;
Grandma has helped to have confidence.

 I go out in the world, so assertive and keen,
                       I have to do my best, there is no easy win.
                       —— Saryu Parikh


—–
સંબંધો.

 સહજ   સાજ  તૂટતા સંબંધોને તૂટવા દે.
લાગણીની ગાંઠો સરી છૂટે, તે છૂટવા દે.
 ખેંચી  તાણીને  ફરી  સાંધીને   બાંધેલી,
દંભી દોસ્તીની  ઝાંય  ઝાંખી, ભૂંસાવા દે.

વહેતી નદી ને સદા તરતાં પાન જાય,
 બીજા ખરી સાથ તરી વહેણે વિખાઈ જાય.
બહુ રાખ્યા ના  રે’  તો  વહેતા રે  મૂકજે;
થાયે  તે  સારુકહી  દિલથી  વિસારજે.

ભવની ગાડીમાં ચડે, અણજાણ્યાં આવશે;
પ્રેમ  સહિત  બેસાડી  ભવભાતુ  આપજે.
સંગસંગ થોડી સફર, ઊતરે ત્યાં અલવિદા.
અભિગમનાં    ઓરતાં    ના    રાખજે.

સગપણનાં જાળાંમાં ગુંગળાવી ગુંગળાવી,
મસ્તાના મોરને ના મારજે.
 સાચા ને પ્રીતભર્યા મોતીને વીણીવીણી,
પોતીકા પ્યારથી  પલકોનાં તારે પરોવજે.

 ——— સરયૂ પરીખ
સગપણના જાળાંમાં ગુંગળાવી…. આ અમૂલ્ય જીવનને વેડફી ન નાખવું.
પરંતુ પ્રેમનું બહુમૂલ્ય કરી, સંભાળના તારમાં મોતીની માફક સાચવવું.


મિત્રોનો સાથ. Art-Work by Geeta Acharya.

https://saryu.wordpress.com/

Hi Saryuben,
Thanks so much.I have been experimenting with gel pens, doodling also helps me meditate. I think I am meditating while doing these. Every morning with my coffee is the time I draw.
Take care and stay well.Geeta.


————–

Essence … Saryu Parikh

The dewdrops of your blessings
on the petals of my life,
O God! Give me wisdom
to Receive, Embrace, and Let go.
——

If a touch can electrify, a word can pacify.
A whisper can awaken; a look can mesmerize.
Then faith and trust bring winsome songs,
and ring the bells to wake up the souls.
——
Let’s hold hands and ride through the storm.
Hold tight! So, no flow can sway you off.
Pray, o my friend! With all your might,
and the cosmos will unite to make things right.

—–
a few poetic quotes from my Novels…”Moist Petals” and “Flutter of Wings” Saryu Parikh
open to read in my blog or contact me.

With Good Wishes…Saryu

www.saryu.wordpress.com

Happy Valentine

The Present Moment

Being at peace, my mind and soul,
 guide to accept, enthuse, enjoy.

Accepting all and evenly so,
As the humble one says, “Let it be so.”

Enjoyment stream flows from within,
Wakeful and free with internal mean.

Enthusiasm, a visionary force,
Pulsating, renewing, the energy source.

The ego entices with illusory dreams,
The string of stress may choke innocence.

The smooth surrender and positive presence,
Aware, this moment is gifting the present.
——

Inspired by Eckhart Tolle’s writing: The consciousness can flow into everyday life;
Acceptance, enjoyment, enthusiasm.

સ્નેહ
સ્નેહનાં વહેણં  કોઈ શર્ત નહીં, વરસંતી વાદળીને તર્ક નહીં.
વાયરો વીંટાળે પર્ણ  વ્હાલમાં, લીલાપીળાનો કોઈ ફર્ક નહીં.

મોહનાં મીંઢોળ એને બાંધીયા, જાણીને  જાન એની  જાનમાં,
ટેરવે  ગણેલ એના વાયદા, મન મતિ દિલમાં વિતર્ક  નહીં.

સોળે  કળાએ ખીલનારને, શોભા  શૃંગાર તણો  દર્પ  નહીં.
મંત્રમુગ્ધ  બંધાયે  પાંદડીછોને મધુર  કોઈ  અર્ક  નહીં.

દરિયા દિલ હેતનાં હીંડોળ પર, હુલાવે સૌને ગમત ગેલથી.
સ્નેહ દેણ દાન ને સ્વીકારમાં, નાતજાત ભેદ કોઈ ગર્ત નહીં.

ક્યાંનો પરિચય, શું છે સગા, પ્રશ્નો પૂછ્યાનો કોઈ અર્થ નહીં.
વીણાનાં તાર સાથ ઝણઝણે, કોણ એ વગાડે કોઈ શર્ત નહીં.
——–


Icicle toran in Austin Tx. 2/14/2021
Unusual events continue……

Timeline…New and not so new…a poem by Aaria Mehta and Vimla Hirpara

http://www.saryu.wordpress.com

  proud to introduce my grandniece, Aaria Mehta,

At Pavagadh – by Aaria

NATURE

The birds are chirping
As the leaves rustle
This is peace
Away from the city’s hustle

A giant green canopy
Shades my eyes
The sun travels east to west
How time flies

An early daffodil
Shines golden in the sunlight
The same way
Does moonlace in the night

Crickets chirp instead of birds
And the trees tell a story of shadows
The waterfall crashing on the rocks
Brings a thousand rainbows

Early morning the birds return
A breakfast of fresh fruit
The wind play a melody
Sweeter than a flute

A nearby stream, so clear
Populated by fish, so near
This is my home, right here
Living in perfect harmony, no fear
—–
(moonlace – a fictional plant from the Percy Jackson & The Olympians book series
at a beautiful place name Pavagadh, Gujarat State.)
ઈલા મહેતા
——————————————————————————————————

વિમળાબેન હિરપરાનું કાવ્યઃ નમસ્તે. સરયુબેન. આજે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી વિષે મારી  લાગણીઓને કવિતા સ્વરુપે રજુ કરુ છું.   

જ્યમ કિરાતને કામઠે કિસન વિંધાઇ ગયો   
એમ એક પાપીને હાથે પનોતો હણાઇ ગયો.   
 હે રામ,રટતા વાણી અટકી ગઇ.   
દીન  ભારતમાતની કલઇ હાથથી છટકી ગઇ.    
તને ય શું કહેવું ભાઇ નાથુ તે તો હણ્યા એક જવાર.   
પણ એના વચનભંગ કરી અમે હણ્યા હજાર વાર.   
તાજનો સાક્ષી બનાવી  કાયમની ફાંસી દીધી. 
 દિવાલે લટકાવી  કાયમની કેદ દીધી. 
તારા પુતળા પુજ્યા  પણ ઉપદેશ ભુલી ગયા. 
ખાદી નાખી ખાડીમાં ને રેંટિયો ઉકરડે 
બગલાથેલી વાળા મહાલે બંગલે   ભુલાઇ ગઇ નીતિ રીતી
ને દરીંદ્રનારાયણો ફરી ભારતમાં નહિ જન્મે ગાંધી, એવી લાગે ભીતિ 
——- Vimla Hirpara        

કયારેક એમ થાય કે અંગ્રેજો આપણા દેશમાં આવી ને ગુલામ બનાવી ગયા.પણ આજે  આપણે સામેથી ગુલામ બનવા એના દેશમાં જઇએ છીએ.ત્યારે ગાંધીજીનો આત્મા શું કહેતો હશે કે આને માટે લાઠીઓ ને છેવટે ગોળી ખાધી?
એજ વિમળાબેનના વંદન.      

Ava Samir Parikh

https://wordpress.com/post/saryu.wordpress.com

2/2021

પૌત્રી

                   અધૂરી   પૂવૅજન્મની   પ્રીત  આજે  પૌત્રી બનીને  આવી,
                           દિલના  પ્રેમ સરોવર  મધ્યે  એવા , કમળ  બનીને  આવી.
                   બાપુ બેનાના   ચહેરા  પર  મંજુલ  સ્મિત  બનીને  આવી,
                           મૃદુલ  મીઠા  સ્નેહ  ઝરણમાં  સૂર  સંગીત  બનીને  આવી.
                   બુલબુલ  મેનાના  કલરવમાં  વિધિનું  ગીત  બનીને  આવી,
                        એવા, ઉત્સુક  અધીર  અષાઢે  શાંત  સમીર  બનીને   આવી.

Ava S. Parikh
Incomplete love of our previous lives, today came as a grand-baby.  
 In the center of our hearts’ love lake,
Ava arrived as a lotus.          

On the faces of 
Bapu-Bena,arrived as a sweet smile.
 In our
Mridul-gentle affectionate brook,
arrived as
Sangita-harmonious music. 
 In the singing of robin and Maena, arrived as a song of destiny.

 
Ava, in a season of anxiety and impatience,
       arrived as peaceful 
Samir-gentle breeze.
——-

Ava-Mae/Samir Parikh.   Bapu-Dilip, Bena-Saryu

2007

Her Seamless Love…અસીમ સ્નેહ. a story by Saryu Parikh

http://Her Seamless Love…અસીમ સ્નેહ. a story by Saryu Parikh

 Her Seamless Love                                                   

We were new in town and got an invitation from Suha and Ranbir Sinha’s house for an Indian classical music concert. That evening my husband pulled our car into a circular driveway in front of a mini-mansion in an elite residential area. We were greeted at the door by Ranbir, a handsome, confident gentleman. Suha came crisscrossing several people to greet us. A beautiful, poised and gracious lady in her late forties, Suha impressed me with her warm welcome. During the concert’s intermission, I came to know that she was Marathi and married her Punjabi husband after they both graduated from an engineering school in the U.S. They had two daughters and the older girl, Anu, came to greet the guests. We were impressed to know that she had been admitted to MIT and would be going to Boston soon.

While we were talking, a lady came and tapped Suha on the shoulder. With that, Suha turned and headed to the back door, through which there was a guesthouse. A friend in the crowd told me that Suha’s mother-in-law had Alzheimer’s disease and stayed in the guesthouse. I was shocked to know that Suha had taken full responsibility for this very sick woman and would not send her to any institution. With so many responsibilities, Suha was a founder and leader of a non-profit organization that focused on caring for senior citizens.

Over the next eight years, we would see each other from time to time and have good talks.  But then time passed without a word. Then one day after almost a year, Suha called to invite me to a function to honor community writers.

“Didi, I will pick you up. I have moved to a new home!  I am divorced. We’ll talk more on Sunday.”

I was stunned.  What could have happened to this picture-perfect couple?

When she picked me up, Suha opened up about her life.
“We started our life like real partners. My job was interesting but I had to quit due to family responsibilities. Ranbir turned out to be very successful. I took care of our household and his sick mother, who passed away three years ago. But her sickness took a toll on me and our relationship. Then came another shock. As a mother, I accepted the situation but it was beyond Ranbir’s tolerance. Still, I was saying that we should continue to live in the same house and give ourselves some time, but he wanted freedom. So, we ended up in court.  I kept it as simple as possible for our girls’ sake. We are on friendly terms, but my whole world has turned upside down.”  

“What was the other shock?” I asked. That is when Suha handed me a thick envelope. I opened it and read the invitation inside:


                         Please Join Us as We Celebrate the Wedding of Our Daughter

Anu
and
Jennifer

…. Suha and family.

“Oh! So, this was the main reason for your break-up?” I asked in shock.
“Yes. Ranbir couldn’t fully accept Anu and Jennifer’s relationship. I am organizing the reception at my place. Ranbir will come…as a guest.”

I hugged her and said, “Suha, you do not feel guilty. Because, spiritually… Ranbir is not evolved as you are. Everyone is not capable of loving unconditionally…I admire you.”

——– Saryu Parikh

   અસીમ સ્નેહ…સરયૂ પરીખ

સુહાનો, ‘લેખક સન્માન’ના પ્રસંગમાં, મને આમંત્રણ આપતો ફોન આવ્યો. અમે એકાદ વર્ષથી વાત નહોતી કરી તેથી મને અનેરો આનંદ થયો.

સુહાને હું મારી મિત્ર કહું કે, કેવળ ઓળખીતિ કહું… કે નાની બહેન કહું એ ચોક્કસ કહેવું મુશ્કેલ હતું. પણ જ્યારે જ્યારે સુહા સાથે વાત થાય ત્યારે કોઈ દંભ દેખાવનું આવરણ રહેતું નહીં. આઠેક વર્ષ પહેલાં અમે પહેલી વખત સુહાને ઘેર સંગીતગ્રુપના સભ્ય તરિકે આમંત્રણ હોવાથી ગયેલાં. એક મોટા બંગલાના ગોળ ડ્રાઈવ-વે પર મારા પતિએ કાર ઊભી રાખી. વિશાળ બારણાઓ પાસે સુહાના પતિ, રણબીર સિન્હાએ પોતાનો પરિચય આપી, અમને આવકાર્યા. સુહા લોકોની વચ્ચેથી જગ્યા કરતી અમને આવીને મળી. સુંદર અને સાદી પણ પ્રેમાળ સુહાને પહેલી વખત મળી…પણ જાણે પુરાણી પહેચાન હોય તેવી ઉષ્માભરી તેની વર્તણૂક હતી.

સંગીતનાં કાર્યક્રમનાં મધ્યાંતરમાં વાતો કરતાં જાણવા મળ્યું કે સુહા મરાઠી, અને રણબીર પંજાબી છે, અને અમેરિકાની એન્જિનિયરીંગ કોલેજનો અભ્યાસ પૂરો કરી બન્નેએ પ્રેમલગ્ન કરેલા. રણબીરને પોતાની કંપની હતી. સુહાની મોટી દીકરી અનુ, સૌને મળવા આવી અને MITમાં પ્રવેશ મળી ગયો હોવાથી બે મહિના પછી Boston જવાની હતી. અમે બધાં સુહાનાં સૌભાગ્યને અહોભાવથી નવાજી રહ્યાં… એવામાં એક મદદનીશ બહેને આવીને સુહાના ખભે હાથ મૂકી ઈશારો કર્યો. સુહા તરત જ પાછલા દ્વારથી બહાર નીકળી, ત્વરાથી પાછળના ગેસ્ટ હાઉસ તરફ દોડી.

“સુહાનાં સાસુને ‘અલ્ઝહાઈમર છે. સુહા સિવાય બીજું કોઈ તેમને સંભાળી શકે તેમ નથી.” આ સાંભળી સુહાની સહનશીલતાનો ખ્યાલ આવ્યો.

ત્યાર બાદ જ્યારે પણ મળતા કે ફોન પર વાતો કરતા ત્યારે સુહા પોતાની અને સમાજની અનેક સમસ્યાઓ વિષે મારો અભિપ્રાય માંગતી.

કાર્યક્રમના દિવસે સુહાએ ફોન પર કહ્યું, “દીદી, હું તમને લેવા આવીશ.”

“એટલે દૂરથી? … તને લાંબુ પડશે.” મેં કહ્યું.

“મારું નવું ઘર બહુ દૂર નથી. ફોન મૂકું છું… રવિવારે વધુ વાત કરશું.” કહીને સુહાએ વાત બંધ કરી.
મારા ‘કેમ’ અને ‘ક્યાં’ અધ્યાહાર રહી ગયા.

જતી વખતે તો ટ્રાફિક અને સમયનાં દબાણને લીધે વાત ન થઈ પરંતુ વળતાં સુહા ગમગીન ચહેરે બોલી, “દીદી, છ મહિના પહેલાં રણબીરથી હું અલગ થઈ ગઈ. મારા સાસુ બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યાં પણ તેમની બિમારી અને બીજા કારણોને લીધે અમારાં સંબંધમાં અકળામણ વધી હતી. તો પણ હું સાથે રહી પરિસ્થિતિ સુધારવા તૈયાર હતી. પણ રણબીર ન માન્યા. બીજી એક સમસ્યા ઊભી થઈ તેમાં અમારા વચ્ચે સખ્ત વિરોધ સર્જાયો. હું મા તરિકે પરિસ્થિતિ સ્વીકારી શકી પણ રણબીર ન સ્વીકારી શક્યા.”
“એવું તે શું થયું?”…પ્રશ્નાર્થભરી નજરે હું તેની સામે જોઈ રહી. ઘર આવતા સુહાએ કાર અટકાવી. તેની પર્સ ખોલી એક આમંત્રણ કાર્ડ મને આપ્યું. જેમાં લખ્યું હતું…

ભાવભર્યું નિમંત્રણઃ
ચિ.અનુ અને જેનિફરનાં લગ્નની ઉજવણી…
       યજમાનઃ સુહા અને પરિવાર…

“ઓહ! તો અણબનાવનું અંતિમ પરિણામ આ કારણે આવી ગયું…છૂટાછેડા?”

“અનુ અને જેનિફરનાં સંબંધને રણબીર અપનાવવા તૈયાર જ નથી.” સુહાની આંખમાં આંસુ જોઇ મારું મન પણ રડી ઊઠ્યું. “મારું એકલાપણું કેટલિક વખત અસહ્ય બની જાય છે. આ બધી તૈયારીમાં પણ તેનો સાથ ન હતો.”

“રણબીર સત્કાર સમારંભમાં પણ નહીં આવે?”

“આવશે…એક મહેમાનની જેમ.”

સુહાને વ્હાલ કરી મેં કહ્યું, “તું જરાય દુખ નહીં લગાડતી. રણબીરની મનઃસ્થિતિ તારા જેટલી ઉચ્ચ
કક્ષાની નથી તેથી એ સ્વીકારી ન શક્યા. દરેકમાં અસીમ સ્નેહ કરવાની ક્ષમતા નથી હોતી.
——-
લે.  સરયૂ પરીખ


photo by Raksha Bhatt


Rangoli by Ila Maheta

મિત્રોનો સાથ. રજુઆતઃ અમિતા ત્રિવેદી. કાવ્યઃ સરયૂ

http://મિત્રોનો સાથ. રજુઆતઃ અમિતા ત્રિવેદી. કાવ્યઃ સરયૂ

થોડું હસી-હસીને, થોડું રડી-રડીને,
જોયા કરું છું એનાં ફોટા અડી-અડીને !
લસરીને ગાલ પરથી સીધ્ધું હૃદયને અડતું,
આંસુય જાય તો ક્યાં આખર દડી-દડીને ?
તું જીવવાનું કહે છે આ વર્તમાનમાં પણ-

ભૂતકાળ બીવડાવે પાછળ પડી-પડીને !
આંસુથી તરબતર છો ? ચિંતા જરા ન કરશો !

સોનું બને છે સુંદર હીરા જડી-જડીને.
માણસ બન્યો તવંગર મૂર્તિ બનાવી તારી,

ઈશ્વર તને મળ્યું શું માણસ ઘડી-ઘડીને ?
તારી નજર હમેશા શિખર ઉપર જરૂરી,

નીચે જરા ન જોતો ઉપર ચડી-ચડીને.
જીવનના છોડ માટે ‘નિનાદ’ ખુશખબર છે:

ખાતર બની ગયા છે સપના સડી-સડીને !
કવિ- નિનાદ અધ્યારુ

Commentsઃ Sapana Sapanaઃ શ્વાસ થોડા હું લઈ લઉં આ હવામાં યાદને પણ હું જડી લઉં આ હવામાં ફૂલ ફૂલે પાન પાને ગાન ગાનેજુમું તાલે ,મન હરી લઉં આ હવામાં સપના સપના.
—————-

ખીલું ખીલું

હતું  ગીત કો અધૂરું  ઘર સૂનું  સૂનું,
બધું  લાગતું  હતું  જરા  જૂનું  જૂનું.

આજ દિલમાં ગાયે  કોઈ ધીમું ધીમું,
 હાસ હોઠમાં છુપાયે છાનું  ધીરું ધીરું.

સખા  સુખડ સુવાસે મન ભીનું ભીનું,
 
ઝરે ઝાકળ  ઝીણેરી તેને ઝીલું ઝીલું.

 ફરી  હેતલ  હરિયાળીમાં લીલું લીલું,
 આસે  મીઠો   મધુર રસ  
પીઉં પીઉં.

 મારે નયણે સમાય આભ નીલું નીલું,
 સ્નેહ  કોમળ  કળી  કહે  ખીલું ખીલું.
—— સરયૂ પરીખ

પ્રતિભાવઃ અતિ ઉત્તમ. અલગ અદામાં લખાયેલ છે… દિલીપ પરીખ

રંગોળી…ઈલા મહેતા

મકરસંક્રાંત/ Kite Festival

સપનામાં સુલેહ…સરયૂ પરીખ

http://સપનામાં સુલેહ…સરયૂ પરીખ

સપનામાં સુલેહ

બોલ મીઠા સાંભળ્યાં આજે અમોલા,
સપનામાં  તુટ્યા અમારાં અબોલા…

દ્રષ્ટિકોણ  એમનો… હશે કોઈ  રંજ,
માન અભિમાન સૂક્ષ્મ જાળીમાં બંધ.
એમ જ ખોવાયા અવગણમાં સંબંધ,
 કોણ જાણે કેમ! બોલવાનું કર્યું બંધ…

શમણામાં આવીને ગ્રહ્યો મારો હાથ,
ભાવુક નજાકતથી  હેત ભરી બાથ.
કરી લીધી પ્રેમળ પ્રસન્નતાથી વાત,
 કેટલી  સરળ હતી સ્વપ્નાની રાત…

નિર્મળ સંબંધ  દીયે  હૈયામાં  હાશ,
સોણલામાં  મલકાયે મૈત્રી ઉલ્લાસ.
જાગીને જોઉં તો એ જ અણબનાવ,
પણ, લાગે ના આજ હવે રીસનો તણાવ…

———- સરયૂ


one leaf different….Artistic Freedom…Geeta Achary

મિત્રોનો સાથ. કાવ્ય. હરીશ દાસાણી..રસદર્શન..પ્રજ્ઞા વ્યાસ

http://મિત્રોનો સાથ. કાવ્ય. હરીશ દાસાણી..રસદર્શન..પ્રજ્ઞા વ્યાસ

આ માણસ તો સાવ નવરો ધૂપ !
હાથ પગ ન ચાલે તેના, મન,બુદ્ધિ પણ ચૂપ.
આ માણસ તો સાવ નવરો ધૂપ…
હોય સૂતેલો કે ઊઠેલો, કાંઇ ફરક ના તેને.
ટીકા ટિપ્પણ લોક કરે પણ અડે ન એને કાને.
આવા આ માણસથી દુનિયા અચરજ પામે ખૂબ.
આ માણસ તો સાવ નવરો ધૂપ…
ખવડાવે તો ખાઇ લેતો, બોલાવે તો બોલે .
કોઈ વાર તો બેઠા બેઠા ચડી જાય એ ઝોલે!
કોઈ કહેતું ગાંડો તેને કોઈ કહે અવધૂત.
આ માણસ તો સાવ નવરો ધૂપ…
ભરી સભામાં થાય મશ્કરી; તાળી પાડી હસતો.
જાણે કે જુદા  જ શરીરે આમ અમસ્તો રમતો.
એવી રીતે જીવે છે કે થઈ જાતો એ ગુમ !
આ માણસ તો સાવ નવરો ધૂપ…
હરીશ દાસાણી.

પ્રતિભાવઃ

સાવ નવરો ધૂપ !…
યાદ આવે અમારું બાળપણ.–ઉનાળાની રજાઓ એ આમ તો મોજ, મજા, મસ્તી કરવાનો સમય છે. પરીક્ષા પછી આ ‘ગર્મી કી છુટ્ટિયોં’ના દિવસોમાં સ્કૂલોમાં કોલેજોમાં ભણનારાઓ સાવ નવરા ધૂપ બની જતા હોય છે. હવે એ લોકો નવરા પડે એટલે એમનાં મા-બાપ પણ નવરાં પડે. ટૂંકમાં, આ નવરાશના દિવસો છે, પણ આજકાલ એવું નથી છતા રચનાની છેલી પંક્તીઓજાણે કે જુદા  જ શરીરેઆમ અમસ્તો રમતો.એવી રીતે જીવે છે કેથઈ જાતો એ ગુમ !આ માણસ તો સાવ નવરો ધૂપ યાદ અપાવે

ઈશાવાસ્યમ ઈદં સર્વં યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વીદ ધનમ. આ સઘળો સંસાર ઈશ્વર રચિત છે. ઈશ્વરની મરજી પ્રમાણે તે જેને જે આપવું હોય તે આપે. આ સઘળું મારું નથી પણ ઈશ્વરનું છે તેવો ભાવ રાખીને જીવવાથી ક્યાંય મમત્વ થતું નથી અને તેમ છતાં સઘળું ઈશ્વરનું છે તેથી સર્વ પ્રત્યે રાગ-દ્વેષ વગર પ્રેમભાવ જાળવી શકાય છે.

દાદા ભગવાને નાનકડા સૂત્રોમાં મનને કાબુમાં રાખવાની સરળ રીતો સમજાવી દીધી છે.ભોગવે તેની ભૂલબન્યું એ જ ન્યાય Adjust Everywhere નિજ દોષ દર્શનથી નિર્દોષઅને છેવટે જાતને સતત પ્રશ્ન કરવો કે: હું કોણ છું? આ માણસ તો સાવ નવરો ધૂપ..લાગે પણ તેને કોઈ પણ ઘટના ઘટે તે વખતે વ્યગ્રતા થાય ત્યારે માત્ર ’ઈશાવાસ્યમ ઈદં સર્વમ’ આ મંત્ર યાદ આવી જાય અને તરત જ વ્યગ્રતા ગાયબ થઈ જાય છે.

जर घरी नसेल नवरा तर–मोठा बंगला पण ओसाड आहेआपल्या नवऱ्याला मान ना देणेक्षमा न करणारा गुन्हा आहे.!तसे पाहिले तर नवऱ्या शिवायघरातील कोणतेही पान हालत नाही.घरातील कुठलाही आनंदनवऱ्या शिवाय फुलतही नाही.!


રંગોળી.. ઈલા મહેતા

DREAM FOR MOTHER EARTH…Mehta. કાગળની હોડી. મુનિભાઈ મહેતા

http://DREAM FOR MOTHER EARTH…Mehta. કાગળની હોડી. મુનિભાઈ મહેતા

DREAM FOR MOTHER EARTH…Mehta

We stand on mother earth, but look up to the sky
We think of next birth, and the present goes by
We pray for God as unknown, 
and forget the soil from which born

Our Gods are here,  right amongst us
They are all visible,   in nature around us
Earth is the mother, we her children
The Trees, the birds,  animals and men

Trees are her infants; she holds them at her breasts
The animals are toddlers, they walk on all four legs
The grown up and gruff,  men walks so erect
On two legs very proud,  and without much care

Keeping the mother healthy, beautiful, happy
Should be our religion, our joy, our duty
Our dreams are for the earth, not heaven
For heaven is here to make,  not on cloud seven

What is heaven, but the earth beautiful ?
What is God, but nature rejoicing in full ?

                                                Muni Mehta  27.10.2020.   Vadodara.

કાગળની હોડી

વરસતા વરસાદે કાગળની હોડીની
                  જેમ વહી જાય ભીની યાદો
ઘરમાં હું બંધ બસ ખૂલ્લી એક
                           બારી એમાંથી થાય સંવાદો ….

સમય તો નીકળી ગ્યો, બાંધ્યો બંધાય નહીં
ખુશબુ રહે ક્યાંય ઊંડા શ્વાસમાં
ભીંજાય યાદો ને આંસુઓ ઉગ્યા ત્યાં
મેદાને ઊભેલાં ઘાંસમાં….

મોગરાના ફૂલ ઝીલે ટપકતા મોતી અને
અંતર કોરૂં – નથી પાણી
હું યે ચાહું ફરી વહેતી થઈ જાય
મારે રૂદયેથી જૂની સરવાણી….

ભીંજાવું મારે ને ભીજવી હું દઉં બધું
ધરતી આકાશ – સૂરજ ચાંદો
વરસતા વરસાદે કાગળની હોડીની
જેમ વહી જાય ભીની યાદો…
—–

મુનિભાઈ મહેતા   ૨૧.૬.૨૦૦૫

માતા અને પુત્ર…સરયૂ

http://માતા અને પુત્ર…સરયૂ

માતા અને પુત્રના સંબંધને… શબ્દોમાં કેમ કરી ને સમજાવી શકાય? બાળક મટી યુવાનીમાં પ્રવેશતા પુત્ર સાથે માને પણ ઉભરતી આયુનું દર્દ સહેવું પડે છે. “ઓકે મામ! જે તમે નક્કી કરો તે પ્રમાણે ઠીક.” સાંભળવા ટેવાયેલા કાનને, “ના મારે કોઈની સાથે જવાનું છે.” સાવ સહજ અને સામાન્ય લાગતા સંદેશને અનુકુળ થતા માને સમય લાગે છે. બાળક સાથે માને પણ મોટા થવાનું દુઃખ, કળતર સહેવાં પડે છે.

સમજાવું
માના મનવાને ફરીને બહુ દિનથી  બહેલાવું,
સર્વબ્રહ્મ છેસર્વબ્રહ્મ છેકહી  કહીને  સમજાવું.

સાધક  જીવડો  તોય ફરી જ્યમ મક્ષિકા મધુપુંજે,
પરિવર્તન  ને આવર્તનના   વર્તુળે   જઈ   ગુંજે.

નવમાસ  એક અંગ  બનાવી ચેતન ઝરે જનેતા,
પ્રથમ  પ્રાણ  પૂર્યાની  પીડા આનંદઅશ્રુ  કહેતાં.

અહર્નિશ  ને  એકધ્યાન, લઈ પારેવાં  પાલવમાં,
આગળપાછળ ઓતપ્રોત  પોષણ ને પાલનમાં.

ના મેલતો ઘડીય  છેડો‘,   હસીને યાદ  કરે   છે,
ખુશ છેઆજે  ઘડી  મળે તો માને  સંભારે   છે.

નવી ડાળ ને નવાં ફૂલઅહીં વ્હાલપવળ છૂટે ના,
સમય  સાર  સંસાર મા સમજે, તોયે કળ વળે ના.

મોહજાળ  મમતાની   ચાહે  મુક્તિનાં  અજવાળાં,
સહેજે હો  સંયોગ વિયોગ ને સમતાના  સરવાળા.
———–


નથી મા વધારે પડતી લાગણીશીલ કે નથી પુત્ર બેકદર, પણ બન્ને વચ્ચે જે નાજુક સંબંધ છે તેને માતાએ જતનથી નવા રુપમાં જોતા શીખવું પડે છે. મન મગજની ગડમથલમાં ક્યારેક ચમકારા સાથે ઊઘાડ થાય છે.

સંતાનને…     
       
ભાવભર્યા  પ્રેમ  મધુ  ગીતે ઉછેર્યાં,
       
સંસારી  સુખચેન  સુવિધા વર્ષાવ્યાં,
       
હેતાળે  પ્રેમાળે  કામળે   લપેટ્યાં
    
હૈયાની હુંફમાં હિલોળા, બાળ મારા!                     
     
મીઠા અમ મમતાના કુમળા આસ્વાદને,
      
વળતરમાં  આનંદે  ભરિયા આવાસને,
      
આજે પણ યાદ કરું સ્પંદન પરિહાસને,
    
હૈયાની હૂંફમાં હિલોળા બાળ મારા!

    પણ, આવી છે આજ ઘડી શીખવાની, ત્યજવાની.
    
આગળ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી.
     
પાછળ તું વલખા કાં મારે, જીવ મારા?

       આંસુનાં તોરણ ને ઊના નિશ્વાસ પછી
     
મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી.     

      આપું  છુંમુક્તિ આજ તારા નવજીવનમાં,
     
આપું  છું, મુક્તિ મારી આશાના બંધનમાં,
     
આપું છું, આંસુ સાથ ખુશી મારાં નયનોમાં,
     
સાચા સ્નેહની કસોટી, બાળ મારા!

      તું  જ્યારે ચાહે, છે ખુલ્લું દ્વાર મારું,
         
આવે તો વારુ, ના આવે ઓવારુ.
   ———
પુત્ર નજીક હોય કે દૂર, પણ સ્નેહનો પ્રવાહ વહેતો રહે છે. પછી ક્યારેક, તેમાં ભરતી આવે છે અને માતા તટસ્થભાવ સાથે પૂર્ણ આનંદ અનુભવે છે.

પુત્ર અને પૌત્ર
મારી આંખ્યુંનું તેજ, ને કલેજાનો ટુકડો, મારી હસતી રેખાનો દોરનારો.
માસુમ ગોપાળ આજ  માધવ કહેવાયો, ને જગના મેળામાં  ખોવાયો.

મીઠાં  હાલરડાં  ને પગલીની છાપ પર સમય સાવરણી  જાય ફરતી,
રાખવાને ચાહું  હું  પાસે, પણ દૂર તેનું પંચમ  સોહિણી ધ્યાન  હરતી.

જાણે  કે કોઈ  કરે અવનવ  એંધાણ, મેઘ ખાંગા ને ઘેલા થઈ  ગાજે,
તુલસી  ક્યારે  દીપ ઝીણો  લહેરાય, નયન જાળીમાં  ચમકારા આજે.

આત્મજ  આયોતેની  આંગળીએ  જાયો, તાદૃશ  પિતાનો  પડછાયો,
હૈયામાં    હેતના  ઓઘ  ઊમટિયાપૌત્ર  આવીને  ગોદમાં  લપાયો.

થાપણ આપીતી  મારી કોંખમાં   પ્રભુએ તેને પૂંજી ગણીને મેં ઉછેરી,
મુદ્દલ ને વ્યાજ  એના બાળક્ની  સાથ, અમોલી  બક્ષિસ આજ આપી.
——

સરયૂ પરીખ saryuparikh@yahoo.com    http://www.saryu.wordpress.com

મિત્રોનો સાથ. કાવ્યો…શૈલા મુન્શા અને ડો.ભરત ઠક્કર

http://મિત્રોનો સાથ. કાવ્યો…શૈલા મુન્શા અને ડો.ભરત ઠક્કર

જાજમ
બિછાવી છે જાજમ પર્ણોએ, કરીને ડાળ સૂની;
તટસ્થ ભાવે ધરી મૌન ખડું વૃક્ષ, સાક્ષાત મુની!

ખરે પાન ને વેદના વૃક્ષને સહેવી,
વર્ષોની તપસ્યા જઈ કોને કહેવી?
ભીતર ઝંઝાવાતને અડગતા રહેવી,
ઝીલી ઘા પ્રકૃતિના, જાત સમેટવી!

બદલાતી મોસમ તો યે વ્યથા થાય ના જૂની,
બિછાવી છે જાજમ પર્ણોએ, કરીને ડાળ સૂની!

પાંગરતું બીજ એક ભીતર, ગર્ભ ધારી,
સૃજન નવસૃષ્ટિનું, ઓવારણા લે વારી;
અકળ વિધાતા ચાલ ચાલે થઈ જુગારી,
સર્જનમાં વિસર્જન, ઈચ્છાઓ સહુ હારી;

હર પળ જગવે ઉમ્મીદ, નવજીવનની કહાની,
બિછાવી છે જાજમ પર્ણોએ, કરીને ડાળ સૂની!

શૈલા મુન્શા તા.૧૨/૩૦/૨૦૨૦
————

  જેલ      
આજે નવા વર્ષે,
સૂર્યચંદ્રતારા એના   ઉગવાના
નથી કોઈ ચમત્કાર થવાનો.
ગઈ કાલ જેવી આજ વીતી જવાની.

ફર્ક એટલો મનમાં નવી ઉત્કંઠા થવાની. કદાચ કાંઈ જાદૂ થાય,
પૃથ્વી પર સ્વર્ગ એકાએક આવી ઉતરે. માનવ વિચિત્ર પ્રાણી!

વિચારવામાં ખોટ શી?
હું ખુશ તો જગત ખુશ.
દુઃખનો વિચાર કરી મરવું છે શું મારે?

મેં વાડ બાંધી દીધી
મારી
 આસપાસ પોઝિટિવિટીની.
નેગેટીવીટીને હડસેલી મૂકી હજારો માઈલ.

છતાં માનવ વિચિત્ર પ્રાણી!
ક્યાંકથી ઘૂસી આવ્યો એક વિચાર:
સળિયા વિનાની જેલ  દુનિયા.
ક્યારે આમાંથી બહાર નીકળાશે?
——
Bharat Thakkar, Ph.D. Chicago
bharatthakkar@comcast.net


A Friend in Frustration…Saryu. Rangoli.Ila

http://A Friend in Frustration…Saryu. Rangoli.Ila

A Friend in Frustration

In my gloom and doom, a message pops up,
“How was your day?”
With that one line the tedium is shaken
I turn up the light getting rid of the dark.

I share with my friend a few funny quips
still tinged by my grief and grievance.
My friend sends her love with rays of courage
 Her poise and praise make me pause and rethink. 

Simple sweet zest and a few kind words,
 turn my world quite easily around.
“What about the day?” “Oh, it wasn’t so bad”
I bid her goodnight with a lingering smile…

——– written by Saryu and Sangita
My daughter Sangita, my expert editor and kind supporter.

Folk Art embroidery.
( finger designs with colored powder) Rangoli by Ila Maheta

મિત્રોનો સાથ. ૧.ગઝલ.દક્ષેશભાઈ ૨.સત્યકથા.

http://મિત્રોનો સાથ. ૧.ગઝલ.દક્ષેશભાઈ ૨.સત્યકથા.

મુસીબત યાદ આવે છે


(A Painting by Donald Zolan)
*
ખુશીના કૈં પ્રસંગોમાં મુસીબત યાદ આવે છે,
ખુશીને પામવા ચુકવેલ કીમત યાદ આવે છે.

વ્યથાની ખાનદાની કે છળે ના કોઈને સ્મિતથી,
ખુશીની સાથ આંસુઓની સોબત યાદ આવે છે.

હતી મુફલીસ દશા તોયે છલકતાં આંખમાં સપનાં,
ખુદા, તારી દિલેરી ને એ રહેમત યાદ આવે છે.

તણખલા સ્પર્શના લઈને પ્રણયની આગ પેટવવા,
કરેલી આપણે શ્વાસોની જહેમત, યાદ આવે છે.

કોઈને યાદ કરવાનો ઈજારો આપ ના લેતા,
તમારું ભૂલવાનું પણ ગનીમત, યાદ આવે છે.

પ્રસંગોપાત ઠોકર વાગશે તમનેય રસ્તામાં,
પ્રસંગોપાત અમને પણ મુહબ્બત યાદ આવે છે.

મિલનની શક્યતાના બારણાંઓ બંધ છે ‘ચાતક’,
જડેલી હસ્તરેખાઓમાં કિસ્મત યાદ આવે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ https://www.mitixa.com/
——————-

સત્યકથા… દીપ્તિ પટેલ તરફથી મળી.

જમીન… વાવેલા દાણા પાછા આપે કે ન આપે, Bank… મૂકેલા નાણા પાછા આપે કે ન આપે, પણ… કરેલા સારા કાર્યો તો એના મીઠા ફળ આપે ને આપે જ! સમય પાકતા ને વખત આવતા, અને તે’ય શાહુકારી વ્યાજ સાથે ને ક્યારેક ચક્રવર્તી વ્યાજ સાથે! _એક નાની સત્યઘટનાની સાક્ષી, વાંચો કથા._

વાત બહુ જૂની નથી. Scotlandમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ Fleming હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉતાવળ હતી. કેમકે આજે ઘરે એક મોટું કામ કરવાનુ હતું. જો એ કાર્ય ઘરે થઈ જાય તો એને ખૂબ નફો થાય એવું હતું. એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હતો.

ત્યાં જ એના કાનમાં દૂર-દૂરથી કોઈ બાળકના કણસવાનો અવાજ આવ્યો. એના પગ થંભી ગયા. ફ્લેમિંગે વિચાર્યું, આ કોઈ બાળકનો અવાજ લાગે છે, ને એ રડે છે, કણસે છે. એટલે નક્કી કે એ એકલો જ હશે. એણે ચારે તરફ નજર કરી તો દૂર-દૂર કાદવમાં એક બાળક ફસાઈ ગયો છે, ને એ એમાંથી નીકળવાના હવાતીયા મારી રહ્યો છે.

એ જેમ-જેમ નીકળવાની કોશિશ કરે છે, એમ-એમ એ વધુ ને વધુ અંદર ફસાતો જાય છે. ખેડૂત ફ્લેમિંગે વિચાર્યું કે, અત્યારે જો આ બાળકને બહાર નહિં કાઢું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય. ને જો કાઢવા જઉં તો, ઘરે જઈ મોટું કામ કરી એનો મોટો Benefit – લાભ જે મળવાનો છે, એ લાભ હું Late પડું તો ચાલ્યો જશે એ નક્કી! પણ… Flemingના મનમાં દયા હતી. _દયા એટલે કોઈના દુઃખે દિલનું દ્રવી જવું.

ખેડૂત Flemingના દિલે એને આગળ વધતો અટકાવીને સીધો જ બાળકની મદદે મોકલી દીધો. એણે બાળકને ખૂબ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો, ને પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો, ને ખવડાવ્યું.* બાળક શાંત થયો, ત્યાં તો થોડીવારમાં એક મોંઘી કાર એના ઘરઆંગણે આવી ઊભી.

એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ Fleming કંઈ વિચારે એ પહેલા તો પેલો  બાળક દોડ્યો. ને “પપ્પા! પપ્પા!” કહેતો પેલા શ્રીમંત માણસને ભેટી પડ્યો. ને એ Richest માણસની આંખમાં આંસુ છલકાણા. એમણે દિકરાને તેડી લીધો, ને..આભારવશ થઈ ખેડૂતની સામે ડોલરોની થપ્પી ધરી દીધી.

Fleming ખેડૂત હતો. એ Richest નો’તો, પણ.. દિલની અમીરાઈ હતી એની પાસે. ખેડૂત Fleming બોલ્યો, “Sir! સત્કાર્યનો Charge ન હોય, સત્કાર્ય તો Charger છે. જે આપણા નસીબની Low Batteryને Charging કરી દે છે.’’ ખેડૂત ફ્લેમિંગે જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો ઈન્કાર કર્યો, ત્યારે આ શ્રીમંત સજ્જને કહ્યું, “તો તારે મારી એક વાત માનવી પડશે. તારા છોકરાનો ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ. એને જેટલું ભણવું હોય, ને જ્યાં જઈ ભણવું હોય, Total Educationનો ખર્ચ હું જ આપીશ.”

ખેડૂત Fleming આર્થિક દ્રષ્ટિએ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપી નો’તો શકતો. એણે નીચી નજર કરી દીધી ને પછી ઈતિહાસ રચાયો. એ ખેડૂતનો છોકરો Londonની પ્રખ્યાત, મોભાદાર Saint Marry Medical Hospitalમાં સ્નાતક બન્યો, પછી વૈજ્ઞાનિક બન્યો.

એનુ વિશ્વપ્રસિધ્ધ નામ, “Alexander Fleming.” એણે ઘણા સંશોધન કાર્યો કર્યા. ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા. ને.. એક દિવસ ઈતિહાસ રચાયો. એક અતિ ધનાઢ્ય પરિવારનો દિકરો ન્યુમોનિયામાં પટકાયો. એના બચવાના Chance ખૂબ ઓછા હતા. એ જ અરસામાં Alexander ફ્લેમિંગે ‘Penicillin’ની શોધ કરી, જે ન્યુમોનિયાની અક્સીર દવા સાબિત થઈ, જે આજે’ય World Famous છે.

એ જ દવાએ આ ધનાઢ્ય પરિવારનો લાડકવાયો બચી ગયો. ને આ ધનાઢ્ય પરિવારને જ્યારે ખબર પડી કે, આ દવાના શોધનાર Sir Alexander Fleming આટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યા, આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા, ને આટલા મોટા વૈજ્ઞાનિક બની શક્યા, એનું શ્રેય આપણા જ પરિવારને ફાળે છે, ત્યારે તેઓ ગદગદ બની ગયા.

જ્યારે આ ધનાઢ્ય પરિવાર ને Sir Alexander Fleming ભેગા મળ્યા ત્યારે બંન્ને એકબીજાના આભારવશ ભીના બની ગયા. ખેડૂત Fleming કહે, “મારા દિકરાને તમે આટલે પહોંચાડ્યો.” ધનાઢ્ય પરિવાર કહે, “મારા દિકરાને તમે બચાવ્યો.” અને આ ન્યુમોનિયાથી બચી ગયેલો યુવાન એટલે, Sir Winston Churchill!

એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી.

Forwarded by Dipti Patel.

Merry Christmas


watercolor by Geeta Acharya. NJ

બરફના ફૂલ

હિમના હળવા ખરતા ફૂલ…
એ   શ્વેત    સુંવાળા    ચમકે
તરૂવર  આધારે  જઈ અટકે
એના  પળપળ  અશ્રૂ ટપકે
હિમના  હળવા  ખરતા ફૂલ

નીરવ   નિર્મળ   ઉરે  ઉસૂલ
નહીં   રંગે    રંગીલી   ઝૂલ
વળગે  ના  વ્હાલપની  ધૂલ
હિમના હળવા   ખરતા ફૂલ

ગુનગુન ગુંજે ના કોઈ ભમરો
નીરખે   નહિ રે  કામણગારો
નહીં   રે  કરમાવાનો   વારો
હિમના  હળવા  ખરતા  ફૂલ

એને  વીંજણો   ઢોળી  જાવ
એમાં    ફોરમ   ફૂંકી    જાવ
એમાં   ચેતન    રેડી    જાવ
વિસ્મિત  ઠરી  ગયેલા  ફૂલ

વેણું    વસંતની     વાગી  રે
પર્ણે    ઉત્સુકતા     જાગી  રે
ડાળી   ડાળી   હવે   હસી  રે
પુલકિત સ્મિત  વેરતા  ફૂલ!
————

  1. sapana
    મે 03, 2010 @ 13:02:18 સંપાદન કરો સરયૂબેન આ સુપર્બ વિચાર છે..આપને અહી બરફ પડે એટલે આ લાગણી થાય છે. હિમના ફૂલ નામ પણ બિલકુલ યોગ્ય.મજા આવી.
    સપના Like જવાબ આપો
  2. jagadishchristian
    માર્ચ 14, 2010 @ 02:08:34 સંપાદન કરો એકદમ સરસ કાવ્ય. હિમવર્ષાથી વાસંતી વાયરા સુધીની સફર માણવાની મઝા આવી. શબ્દોનું લાવણ્ય ગમ્યું. Like જવાબ આપો
  3. વિવેક ટેલર
    માર્ચ 12, 2010 @ 07:23:56 સંપાદન કરો સુંદર રચના… લય પણ લગભગ સારો થયો છે… Like જવાબ આપો
  4. પંચમ શુક્લ
    માર્ચ 11, 2010 @ 18:27:00 સંપાદન કરો સરસ કાવ્ય.


Geeta Acharya

મિત્રોનો સાથ. રાણાની વેદના…કિશોર વિ ઠાકર. રંગોળી..ઈલા મહેતા.

http://મિત્રોનો સાથ. રાણાની વેદના…કિશોર વિ ઠાકર.
શ્રી. કિશોરભાઈનો નવો પરિચય થતાં આનંદ થયો. આ સાથે તેમની રચના રજુ કરી છે, સૌને ગમશે. સરયૂ

આભાર બહેન. મારો પરિચયઃ નામ:  કિશોર વિ ઠાકર
વતન: ધોલેરા, હાલ અમદાવાદ વ્યવસાય :   જીવન-વીમા  નિગમનો નિવૃત કર્મચારી વાચનનો શોખ  છે એમ કહું તો એ થોડું વધારે કહેવાય પરંતુ સરેરાશ  ગુજરાતી  કરતા થોડું વધારે વાચ્યું હોવાનો દાવો કરી શકું છું , ગાંધીજીનું ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ’ સ્વામી આનંદનું ‘ધરતીની આરતી’ અને ટોલ્સ્ટોયનું ‘ત્યારે કરીશું શું?’ એ મારા સૌથી પ્રિય પુસ્તકો છે. 65 વર્ષે લેખન કાર્ય શરૂ કર્યું અને ‘વેબ ગુર્જરી’ નામની વેબસાઈટ  પર હળવા અને ગંભીર એમ બન્ને મળીને 81 લેખો લખ્યા છે.  કાવ્ય પર હાથ અજમવવાનો આ પ્રથમ પ્રયાસ છે.  kishor_thaker@yahoo.in

રાણાની વેદના

માન્યું કે મીરા તમારા રાધેશ્યામ છે સાચા 
પણ કહેશો જરા  કે પડ્યા અમે ક્યાં કાચા? 

   પૂજાપાઠથી તો તમે સદૈવ બની રહેશો વૃદ્ધા 
મુજ સંગે પામશો  બાલિકા રૂપ સુધ્ધા 

જન્મારો વીતશે  તુજ દેવને નહીં ફૂટે વાચા
ક્ષણાર્ધમાં તો સૂણશો મુજ પ્રેમનાં વેદ કેરી ઋચા 

 જડવત બની રહેલા એ દેવને શાને નિશદિન જપો?
અર્પી રહ્યો મુજ હૃદયન   અહીં   પ્રેમ કેરા પુષ્પો

તો પણ મીરા નથી કહેતો કે તમારા શ્યામને છોડો
જરા એમ તો પૂછું ને કે મુજને શીદ તરછોડો?

——–  કિશોર વિ ઠાકર
————- 
રંગોળી.. ઈલા મહેતા

મિત્રોનો સાથ. રક્ષા ભટ્ટની અનેરી વાત.

http://મિત્રોનો સાથ. રક્ષા ભટ્ટની અનેરી વાત.

વીસેક વર્ષ પહેલા તુ મને કચ્છના અંતરિયાળ ગામડાઓની મારી ગાંડી રખડપટ્ટી દરમિયાન મેઘવાળની આ દીકરીના ચહેરા પરના સ્મિતમાં મળ્યો હતો. તારા ચહેરા પર ક્યાંક ક્યાંક ધૂળ હતી પરંતુ તારું રુપ કેવું નિતર્યુ ને નિર્દોષ ! તારા ગાલ પરના ખંજનમાં તો હુ તને જોયાની ક્ષણે જ ડૂબી ગઈ હતી.
તારા કાન પર લટકતા ચાંદીના ઘરેણા અને ગળામાં વજનદાર હાંસડી જોઈ મને થયું હતું કે આ તો તારું કેવું અનેરું સ્વરુપ !
ઘેર વાળી ઘાઘરી પર લીલા રંગની લાંબી કંજરી અને સફેદ બલોયા-બંગડીથી તારો નાનકડો કુણો હાથ કેવો ભરચક !
નખ રંગેલી તારી નાની નાની આંગળીઓમાં તે એક ઢીંગલી પકડી હતી ને એ પણ તારી જેટલી જ રુપકડી ને વ્હાલી.
તારી ઢીંગલીની કાળી ઘાઘરીની કોરે વળી પીળા રંગનું સાંકળી ભરત અને માથે લાલ ચુંદડી .
મને સ્મરણ છે એ ક્ષણોનું ,તારું અને તારી ઢીંગલીનું.

હવે તો તને આ સ્વરુપે ક્યાં શોધું પરંતુ તને ખબર છે તું આવા અનેક સ્વરુપે મારી સાથે જ હો છો.
તુ મારા પ્રવાસોમાં…. વસ છો અને મારા શ્વાસોમાં પણ……
રક્ષા ભ
ટ્ટ Raksha.Bhatt4@gmail.com

My True Pearl. મારું સાચું મોતી…સરયૂ પરીખ


My True Pearl
A traveler came to my town,
and he brought the precious pearls
.

Love-struck as I was,
he stared at me and followed me around.

One day he put a pearl in my hand,
I accepted his pearl and melted in his world.
I built my dream palace with my true love,
and planned to live happily ever after.

The limit of time and limited space,
suffocated my free-spirited ace.
My love of life seemed forlorn,
I held him in my heart; and I set him free.

—— Saryu Parikh

મારું સાચું મોતી

એક અનોખી રાત હતી,
એક વણજારાની વાત હતી.
દૂર દેશેથી આવ્યોતો,
અણમોલા મોતી લાવ્યોતો.
એના રંગોમાં મન મોહ્યુંતું,
એના નયનોમાં દિલ ખોયુંતું.
એની નજરું મુજને જોતીતી,
એના સંચારે સુધ ખોતીતી
સાવ સુંવાળો હાથ ગ્રહી,
એણે મોતી મૂક્યું હાથ મહીં.
મેં મોતી લઈ સત્કાર કરી,
મારી ઇચ્છાને સાકાર કરી.
સો ટચ સાચા સોનાથી,
એ વણજારાને પ્રેમ કર્યો
એણે એની રીતે પ્રેમ કર્યો
,
મેં મોતી ઉપર મ્હેલ કર્યો,
પણ, બંધ મહેલમાં મૂંઝાયો,
તેનો પડઘો મુજને સંભળાયો.
 
તેને વિશ્વગગનની સૈર કરી,
મુક્તિનું ગાણું ગાવુંતુ

મે’માન બનીને આવ્યો’તો,
અસ્થાયી રંગો લાવ્યો’તો.
અલગારી મસ્ત મુસાફરને,
હૃદયે રાખીને વિદાય કર્યો…
     —— સરયૂ પરીખ
Comment by Dilip Parikh: “MY TRUE PEARL” In this poem, beautiful feelings of attraction are exquisitely expressed. The poem leaves not only an impression of young girl’s romance, but something deep and spiritual…. Perception creates an image. Image creates feelings of pleasure and a desire to possess is born. This we call Love. This love remains, as long as it satisfies us. It is conditional. This love has anxiety, pain, jealousy, possessiveness. Is there another love, which is unlimited, unconditional, without any desire to possess? This poem expresses true feelings of love. The wisdom and devotion are beautifully expressed in the last two lines–“living in the moment with the freedom from the known”!
——

મિત્રોનો સાથ. કાવ્ય..હરીશ દાસાણી

17 ડિસેમ્બર 1951.
તેં મને મોકલ્યો અહીં તારી કવિતા સાથે
અને ત્યારથી,
તું રોજ મને નવી કવિતા મોકલે છે.
વાયુ સાથે, ફૂલની સુગંધ સાથે,
સૂર્ય કિરણ સાથે, ગમતા અવાજ સાથે.
પવન,જળ,પાંદડું, બારીએ બેસતો કાગડો…
ટ્રેઇનના દરવાજેથી આવજો કહેતી આંખો.
કોરો કાગળ, ઝૂમી ઉઠીએ એવું સંગીત
મિત્રનું ખડખડાટ હાસ્ય, પૌત્રની જીદ.
તારી પાસે તો કવિતા મોકલવા માટે
સામગ્રીની કયાં ખોટ છે?
હું કયારેક જ ઝીલી શકું છું અને કહી શકું છું,
તેં મોકલેલી કવિતા.
પણ જ્યારે તેની પાછળ
મારું નામ લખું છું ત્યારે,
તારો છળ નથી કરતો?

હરીશ દાસાણી.
મુંબઈ. HarishDasani5929@gmail.com

મિત્રોનો સાથ. ઉર્વી પંચાલની રચના.સંકલનઃ સરયૂ

http://મિત્રોનો સાથ. ઉર્વી પંચાલની રચના.સંકલનઃ સરયૂ આ મથાળા સાથે… અન્ય સાહિત્યકારોની રચના પ્રકાશિત કરતી રહીશ.

નામ :ઉર્વીબેન શૈલેષકુમાર પંચાલ (ઉર્વી પંચાલ “ઉરુ”)ઉપનામ : “ઉરુ”અભ્યાસ :એમ.કોમ.બીએડહાલ   એમ.એમ.પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ ,પીપળાવ , આણંદ   ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં  કોમર્સ  શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું.
> લેખન રુચિનાં પ્રકારો : ગીત,ગઝલ, લેખો,હાઇકુ ,માઇક્રોફિક્શન , ભજનો,તેમજ અછાંદસ  રચનાઓ ..
 > પ્રકાશિત પુસ્તક : “એક નવું આકાશ” નામનો ગઝલસંગ્રહ. “કાગળમાં નદીઓ ઉતારી “નામનાં માત્ર કવયિત્રિઓનાં ગઝલસંગ્રહમાં ૭ ગઝલો પ્રકાશિત થઇછે.”યુવા  કવિ પ્રતિભા ૨૦૧૪ “માં તેમજ “સ્વને શોધું શબ્દોમાં ” જેવા કાવ્યસંગ્રહોમાં ગઝલો સમાવેશ  પામી છે.”અખંડ આનંદ ” ,”ગુજરાત પાક્ષિક” તેમજ  અવારનવાર જુદા જુદા સામાયિકો તેમજ ઇ -મેગેઝીનોમાં ગઝલો પ્રકાશિત થતી રહે છે.  સંગીતમાં પણ રસ રુચિ ધરાવું  છું.
urvipanchal08@gmail.com
*ગઝલ*
કમાડે જો ખુશી આવે અલાભે પોંખવા નીકળું !
વધેલી *વેદનાને* કયાં બજારે વેચવા નીકળું!
વહે  છે રાત આખી જાગરણમાં ને વિચારોમાં,
હવે એ ઊંઘને હું કયાં દિવસનાં ખેંચવા નીકળું.
ગલી-નાકે હવે વેચાય છે સંબંધ ને સ્વપ્નો!
નકામી હું બધે આ લાગણીને વ્હેંચવા નીકળું.
સમજવાની જ વાતો છે,સમય કયાં છે બધા પાસે,
મને પણ કયાં મળી ફુરસત સમજને શોધવા નીકળું! 
મળે  વરસાદ કે ઝાકળ, સહર્ષે હું સ્વીકારું છું,
બધાનાં પ્રેમને “ઉરુ”કયાં કદીયે માપવા નીકળું .

    *ઉર્વી પંચાલ “ઉરુ”*     *નવસારી*
—-

*ગઝલ : બંધ કર*     
સુખ તણાં સ્વપ્નો થકી, ભરમાવવાનું બંધ કર.
જિંદગી કહું છું મને , અજમાવવાનું બંધ કર.
પોત પોતાની જગા પર,  શ્રેષ્ઠ છે સૌ જીવ પણ,
માનવી તારા મતે , સરખાવવાનું બંધ કર.
પ્રેમ જો આપી શકે તો , આવ  અઢળક આપ તું ,
કાંકરીચાળા કરી ,તડપાવવાનું બંધ  કર.
સાવ પોતાના બની, વિશ્વાસઘાતી જે બને,
માફ કર એને ફરી, અપનાવવાનું બંધ કર.
આંખમાં દરિયો હવે ,તોફાનનું સૂચન કરે.
મન મહીં “ઉરુ” દર્દને દફનાવવાનું બંધ કર.

       *ઉર્વી પંચાલ “ઉરુ”*        *નવસારી*


હસતાં ઝખમ…સરયૂ પરીખ. એક વાર્તા.

http://હસતાં ઝખમ…સરયૂ પરીખ. એક વાર્તા.

હસતાં ઝખમ…સરયૂ પરીખ

અમરપૂર નામના ગામમાં, માનસીની નાનકડી દુનિયા સગા-સંબંધીઓ વચ્ચે હરીભરી હતી. મોટામામાનો બંગલો માનસીના ઘરથી અરધો માઈલ જ દૂર હતો. સમવયસ્ક મિત્રમંડળનો પણ રોજનો સંગાથ. માત્ર, નાનામામા, કમુમામી અને તેમની દીકરી આરુષી મુંબઈમાં રહેતા હતાં, તેથી માનસીને તેમનો ખાસ પરિચય નહોતો.

આજે આરુષીનો પત્ર આવતા… અઢાર વર્ષની માનસી સામે આખો ભૂતકાળ ખડો થઈ ગયો. માનસી વિચારે ચડી, “હું આરુને પહેલી વખત મળી ત્યારે એ નવ વર્ષની હતી. એ દિવસ, હું ક્યારેય નહીં ભૂલું… અમે બધાં મોટામામાને ઘેર મહેમાન આવવાની રાહ જોતાં હતાં. આખરે નાનામામા, કમુમામી ને સાથે માંજરી આંખો અને વાંકડિયા વાળવાળી સુંદર કપડામાં સજ્જ આરુષી ઘોડાગાડીમાંથી ઊતર્યાં. આરુષી બહાર આવીને લાગણીશૂન્ય ચહેરે અજાણ્યા લોકોને જોઈ રહી. એ સમયે, હું તેનાં કરતા બે વર્ષે મોટી, જરા અસ્તવ્યસ્ત વાળ અને અણઘડ દરજીએ સીવેલા ફ્રોકમાં આરુને દૂરથી જોતી રહી.” માનસી એ સાત વર્ષ પહેલાની ઘટનાઓ મનનયનમાં જોઈ રહી…

એ સમયે નાનામામાની ‘તબિયત ઠીક નથી’ તેમ છોકરાઓને કહેવામાં આવ્યું હતું અને પંદર દિવસ પછી તેમના મૃત્યુના માતમ દરમ્યાન આરુષીએ માનસીનો હાથ કસીને પકડી રાખ્યો હતો…કારણ બીજું કોઈ આરુષી તરફ ધ્યાન આપતું નહોતું. સગા-સબંધીની રોકકળ વચ્ચે કમુમામી સફેદ કપડામાં, રીત-રિવાજમાં ઘેરાયેલાં રહેતાં. માનસીનું સ્વાર્થીલું બાલમાનસ કહેતું, “આ તો ખરી મને વળગી છે,” માનસી હાથ છોડાવવા પ્રયત્ન કરતી પણ આરુષી બે હાથથી તેને પકડી, પોતાનો ચહેરો માનસીની ઓથમાં છુપાવી રાખતી.

થોડા દિવસો પછી અચાનક ચાર રસ્તા પરથી લોકોના રડવાનો ડરાવણો અવાજ સંભળાયો. ગભરાઈ ગયેલાં બાળકોને ખબર પડી કે મુંબઈથી કમુમામીના પિતા, બહેન-બનેવી અને બીજાં સગાઓ કાણે આવ્યા હતાં. રડારોળ પછીની શાંતિમાં માનસીએ જોયું કે કમુમામીના ચહેરા પર પહેલી વખત ચમક આવી. મુંબઈના મહેમાનોની શક્ય તેટલી સંભાળ લેવાઈ રહી હતી. આરુષીનાં નાનાની શ્રીમંતાય તેમના વ્યક્તિત્વમાં અને વાતોમાં અતિ આત્મવિશ્વાસ સાથે દેખાતી હતી. તે બોલે અને બધાં તેમને સાંભળે. માનસીનાં નાના અને આરુનાં નાનાએ પોતાનો નિર્ણય જણાવ્યો, “વિધવા કમુ અને આરુ અમરપૂરમાં જ રહેશે.” આ સાંભળી મામીની આંખો પહોળી થઈ ગઈ પણ…કોઈને તેમનો અભિપ્રાય જાણવાની દરકાર નહોતી. આરુષી અને કમુમામીને મોટામામાના બંગલામાં રહેવાની વ્યવસ્થા કરીને સગાઓ વીખરાયા. એ સમયે મોટામામા નોકરી અંગે ઘણો સમય બહારગામ રહેતા હતા.

માનસીનું ઘર અને બીજા સગાઓના ઘર નજીકમાં જ હતાં તેથી તેમનું કામકાજ સચવાઈ જતું. કમુમામીને શાળાંતની પરીક્ષા પાસ કરવા શિક્ષકની વ્યવસ્થા કરી આપી હતી. નવ વર્ષની આરુષી, જે તેના વર્ગમાં હંમેશા પહેલો નંબર આવતી, એ પણ તેની મમ્મીને ભણવામાં મદદ કરવા લાગી. પણ એમનું ‘વિદ્યા ન ચડે’ તેવું મગજ, મામી પાસ ન થયાં. આ છ મહિના દરમ્યાન મામીનાં ઘરમાં પડોશના યુવાનોની આવ-જા રહેતી… તેમાં એક ખાસ હતો તે મામીને ઘેર પડ્યો પાથર્યો રહેતો. છોકરાઓ ઘણી વાર ઉનાળાની બપોરે બહાર ઓટલા પર રમતા હોય અને અંદરથી હસવાનો અવાજ આવે. છોકરાઓ આશ્ચર્યથી જુએ અને પાછા રમવામાં ખોવાઈ જાય. આરુનો ગંભીર ચહેરો અને ઓછું બોલવાની આદતને લીધે કોઈ બાબત કશી વાત કરતી નહીં. માનસીને કોઈ ન મળે ત્યારે આરુષીને રમવા ખેંચી જાય. માનસી ગમે તે કરે, પણ આરુષી તેની પાછળ પાછળ ફર્યાં કરતી.

એક દિવસ ઓચિંતા માનસીએ કમુમામીનાં પિતાને આવી ચડેલા જોયા…અને પછી અંદરના ઓરડામાંથી ઘાંટા સંભળાયાં, “આ હું શું સાંભળું છું? વિધવા થઈને મર્યાદામાં રહેતા નથી આવડતું? આબરુનાં કાંકરા કરવા બેઠી છે? કમુ! સામાન બાંધ અને મુંબઈ જવાની તૈયારી કર.”

એ સાંભળી આરુષીનો ચહેરો વ્યથાથી કરમાઈ ગયો અને આંખો આંસુથી તરી પડી. બસ, બીજે દિવસે મામી અને આરુષી મુંબઈ જતાં રહ્યાં. માનસી વાતો સાંભળતી રહી, “કમુની સાવકી મા દોઢ વર્ષ પહેલાં ગુજરી ગઈ છે. તેનાં પંદર અને સોળ વર્ષના બે સાવકા ભાઈઓ અને એક આરુષી જેવડી સાવકી બહેનને સાંચવવા અને રસોઈ વગેરે માટે કમુને લઈ ગયા. બિચારી આરુને નહોતું જવું.” થોડા દિવસમાં, આરુષીની યાદ અને વાત બન્ને બંધ થઈ ગયાં.

ત્રણ વર્ષ પછી આરુષીનાં માસી માનસીને ઘેર મળવાં આવ્યાં. એક મોતીનું પર્સ માનસી તરફ ધરીને કહ્યું, “આરુએ માનસી માટે આ પર્સ મોકલ્યું છે.” ભાગ્યે જ ભેટ મળવાની શક્યતાઓ વચ્ચે… એ વાક્ય માનસી માટે અત્યંત આનંદદાયક હતું. તેનાં દિલને એ વાત સ્પર્શી ગઈ કે આરુષીએ પોતે એ પર્સ બનાવ્યું હતું.

પાંચ વર્ષ પછી મેટ્રિકની પરીક્ષા આપી આરુષી તેના બીજા પિત્રાઈઓ સાથે પ્લેઈનમાં અમરપૂર આવી. માનસી કે કોઈ એ વખતે વિમાનમાં બેઠેલાં નહીં તેથી માનસીએ આરુષી તરફ અહોભાવથી વિશેષ ધ્યાન આપ્યું. એ આઠ દિવસમાં માનસી અને આરુષી મિત્રો બની ગયાં. આરુને ખડખડાટ હસતી જોવી એ એક લ્હાવો હતો, પણ ચહેરા પર ઉદાસીની છાયા ફરી વળતા વાર નહોતી લાગતી. તેનાં સાવકા મામાઓની વાત કરતા અણગમાનો ભાવ આવી જતો. એવામાં પરીક્ષાનું પરિણામ આવ્યું અને આરુષી નપાસ થઈ હતી! આરુષી માનસી પાસે ખૂબ રડી હતી. માનસીએ પૂછ્યું કે, “આરુ, મને ખ્યાલ છે ત્યાં સુધી તો તું ભણવામાં હોશિયાર હતી. નપાસ કેમ થઈ?”

અશ્રુ લૂછતાં આરુ બોલી, “મને મુંબઈમાં, એ ઘરમાં જરાય નથી ગમતું. ત્યાં મારું કોઈ સ્થાન, માન કે મહત્વ જ નથી. ત્રણ રૂમનાં ફ્લેટમાં છ જણાં…એક ખૂણાં સિવાય મારું કહી શકું તેવું કશું નથી.” માનસી અને તેનાં બા તેને સંવેદનાથી સાંભળતાં રહ્યાં. સમય પૂરો થતાં, આછા કરુણ સ્મિત સાથે આરુષી મુંબઈ પાછી જતી રહી.

એકાદ વરસ પછી આરુનો કાગળ આવ્યો. “પુજ્ય ફોઈબા અને પ્રિય માનસી, આપ મજામાં હશો. શું કહું તે સમજાતું નથી…મારું હવે આ ઘરમા રહેવું શક્ય નથી તેથી અમરપૂર આવું છું. બે દિવસ પછી, ટ્રેઈનમાં આવીશ. ત્યાં આવીને વિગત જણાવીશ. આરુનાં પ્રણામ.”

કાગળ વાંચી આશ્ચર્ય ચકિત માનસી તેની બા પાસે દોડી.

“બા… નાનામામાની આરુષીનો કાગળ આવ્યો છે. તેને મુંબઈ છોડી અમરપૂર આવીને આપણે ઘેર રહેવું છે…સદાને માટે.” માનસી બોલી, “આવી મજાની મુંબઈ નગરી છોડી આ નાના ગામમાં કેમ આવવા માંગે છે?”…તેની બા વિચારમાં પડી ગયાં પણ જવાબ ન આપ્યો.

માનસી અને મોટામામાનો દીકરો આરુષીને સ્ટેશનેથી ઘેર લઈ આવ્યાં. ઘણો સામાન હતો જે કહેતો હતો કે હંમેશને માટે આવતી રહી હતી. આરુષીને પહેલી વખત ફોઈબાને વળગીને રડતી દેખીને માનસીનાં પપ્પા અને ભાઈ પણ લાગણીવશ થઈ ગયા. એકાદ બે દિવસ પછી આરુષી સ્વસ્થ થતાં, સૌનાં મનમાં ઘોળાતા પ્રશ્નોનાં ઉત્તર આપવાનો સમય આવી ગયો હતો. આરુષીને હવે કશુ જ છુપાવવું નહોતું તેથી મોટામામાના પરિવાર સહિત બધાં માનસીને ઘેર એક સાંજે ભેગા મળી બેઠાં.

આરુષી બોલી, “હવે હું મારા ભૂતકાળ તરફ નજર કરું છું તો મને પ્રતીતિ થાય છે કે મારી કમુમમ્મી માટે મને પહેલેથી જ ખાસ લગાવ નહોતો! અમારાં બન્ને વચ્ચે એક અણગમાનો ઓછાયો છવાયેલો રહેતો. છેલ્લા વર્ષોમાં કમુમમ્મીની અવગણના મને કાંટાની જેમ વાગતી. તે મારી જરૂરિઆતો પૂરી પાડવામાં ઊણી ઊતરતી એ તો હું સ્વીકારી લેતી, પણ મારા સાવકા મામાઓ મારી વસ્તુઓ જબરજસ્તીથી છિનવી લે તે પણ એ હી હી કરતી ચલાવી લે… એ સહેવું અશક્ય બનતું જતું હતું. એક દિવસ ગટુમામાએ મને દિવાલ સાથે જડી દીધી અને જોરથી મારા હાથમાંથી મારું સીડી પ્લેયર ઝૂંટવી લીધું. મમ્મી કપડા સંકેલતી હતી તેને મારા આક્રંદની રતીભાર અસર થઈ નહીં…અને હું વીફરી, “મને આટલી કકળતી જુએ છે છતાં તને કોઈ દરકાર નથી?… તું મારી મા છે જ નહીં.”

આરુષીએ પ્રયત્નપૂર્વક વાત ચાલુ રાખી, “એ શબ્દોથી મમ્મીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. કંઈક બોલવા જતી હતી પણ રૂમ છોડીને ઝડપથી જતી રહી. એ રાત્રે હું જમ્યા વગર ઊંઘી ગઈ હતી. કમુમમ્મીએ મને જગાડી ત્યારે ઘરમાં નિદ્રાધિન શાંતિ હતી. મેં જોયું કે રાતના સાડાઅગ્યાર વાગ્યા હતાં. તેણે મને મારા હાથમાં એક ત્રાંબાનો ડબ્બો પકડાવ્યો અને કહ્યું કે, “આરુ! તું હવે આપણાં જીવનનું સત્ય સમજવા લાયક થઈ ગઈ છો. આ થાપણ તારા પપ્પા તારા માટે મૂકી ગયા છે.” ગમગીન ચહેરે મમ્મી બહારના રૂમમાં જતી રહી. મેં ડબ્બો ખોલી જોયું તો તેમાં લાલ ગુલાબની સૂકાયેલી પાંદડી સાથે એક ગુલાબી રૂમાલ, સોનાની ચેઈન અને બુટ્ટી હતાં. એક કાગળ ઘડી કરીને મૂકેલો હતો. પપ્પાના અક્ષરો જોઈ પહેલાં તો હું ખૂબ રડી.” આરુનાં ગળામાં શબ્દો અટકી ગયાં. સાંભળી રહેલાં પરિવાર જનોની આંખો ભીની થઈ ગઈ. થોડું પાણી પીધાં પછી આરુષીએ પત્ર હાથમાં લઈ કાળજીપૂર્વક ખોલી વાંચવાનું શરૂ કર્યું.

“મારી વ્હાલી દીકરી આરુ, આજે તને તારા જીવનનું સત્ય જણાવું છું. તારી માતાનું નામ મધુ હતું, હાં તારી જન્મદાત્રી…અમે બન્ને અમરપૂરમાં એક થયાં હતાં. મધુ એક શ્રીમંત કુટુંબની પુત્રી હતી જ્યાં વારસાગત ધન, હોદ્દો અને પ્રતિષ્ઠા  સૌથી મહત્વના ગણાતા. મારા જેવા ગરીબ અને મ્હાણ વકીલની પરીક્ષા પાસ કરેલાની સામે જોવાની પણ દરકાર ન કરે, તેવા પિતાની પુત્રી મારા પ્રેમમાં અને હું તેનાં પ્રેમમાં પાગલ થઈ ગયા હતાં. મધુનાં ભાઈઓના મૌનસાથને લીધે અમે મંદિરમાં લગ્ન કરી મુંબઈ જવા નીકળી શક્યા હતાં. તે પછી, મધુનાં પિતાને હકીકતની ખબર પડતાં…તેમના ઘરમાં ક્યારેય મધુનું નામ નહીં લેવાની સખત આજ્ઞા તેમણે આપી દીધી હતી.

“મુંબઈમાં અમારી જીવનગાડી કેટલાક સ્નેહાળ લોકોની મદદથી ઠીક ચાલતી હતી. તારા આગમન માટે અમે અત્યંત ઉત્સુક હતાં. પણ નિયતીની ક્રૂર મજાક…મારી નાજુક મધુ તને જન્મ આપતાં જ મૃત્યુ પામી.”

માનસીએ આરુષીને વ્હાલથી આવરી લીધી. “ઓહ મારી પ્યારી બહેના…આવી કરૂણ વિગત અને તું એકલી હતી? ઇચ્છું કે હું પાસે હોત.” આરુષી તેનો સ્નેહ ઝીલી રહી. પછી સ્વસ્થ થઈ તેણે તેનાં પપ્પાનો પત્ર આગળ  વાંચવાનું શરૂ કર્યું. “હું વિક્ષુબ્ધ, ભાંગી પડેલો દિશાહીન બની ગયો હતો…અને તેમાં નવજાત બાળકીને સાંચવવાની જવાબદારી. વકીલ રાવસાહેબ, જેમણે મને તેમની ઓફિસમાં પહેલી નોકરી આપી હતી, તેમણે મને સંભાળી લીધો હતો. બે મહીનાની આરુષીને માટે મમ્મીની જરૂર હતી. એમણે લગ્ન બાબત કમુનાં પિતા સાથે ગોઠવણ કરી લીધી. મારી શર્ત એટલી જ હતી કે બાળકીને પોતાની સમજીને ઉછેરવાની અને અમારા ભૂતકાળ વિષે ક્યારેય વાત નહીં કરવાની…કારણ કે, મધુ અને મારા લગ્ન સમાજની નજરે સ્વીકાર્ય ન હતા.

“આ સાંસારિક ખેલમાં બિચારી તારી કમુમમ્મી પણ એક કઠપૂતળી જ છે. તેનાં શોખ, અરમાનો બધું કચરીને તેનાં બાપાએ મારી સાથે પરણાવી દીધી. તેણે મન મારીને, તેની ક્ષમતા અનુસાર ફરજ નિભાવી. અને હવે, હું લાંબુ નહીં જીવું તેથી કમુને વૈધવ્ય પણ વેંઢારવું પડશે.” ફરી સૌની આંખોમાં આંસુનાં તોરણ બંધાયાં. “બેટા આરુ! આ કરૂણ કોહરામાં આશાનાં કિરણ સમા અમરપૂરમાં મુરબ્બી મોટાભાઈ અને બીજા સગાઓ છે. મને એ પણ શ્રધ્ધા છે કે તારા મોસાળમાં તને એક દિવસ જરૂર આવકાર મળશે. વ્હાલી દીકરી! હું જ્યાં હઈશ ત્યાંથી તારી રક્ષા કરતો રહીશ,” અને પછીના અક્ષરો આંસુમાં રોળાઈ ગયાં હતાં.

માનસીનાં મોટામામાનો રુંધાયેલો અવાજ આવ્યો, “બેટા આરુષી, તારા પપ્પાએ મને દરેક ઘટનાઓ વિષે વાકેફ કર્યો હતો. મધુનાં અવસાન પછી હું તારા પપ્પા પાસે મુંબઈ ગયો હતો. આરુષી! અહીં અમરપૂરમાં તારા મામા અને મારી દોસ્તી બાળપણની છે. કોલેજકાળમાં તારા પપ્પા મારી સાથે ‘મધુવન’ બંગલે આવતા અને એ મુલાકાતોમાં તારા પપ્પા-મમ્મીનો ઇતિહાસ આલેખાયો. થોડાં મહિનાઓ પહેલાં મધુનાં પિતાશ્રીના મૃત્યુના સમાચાર મેં તારી કમુમમ્મીને જણાવ્યા હતાં. આરુ! તારા મામાને ઘેર જવું છે?”

“હા મોટાકાકા! મારે મારું મોસાળ જોઉં છે. માનસી અને ફઈબા, તમે પણ સાથે આવશો ને? મને જરા ગભરામણ થાય છે.” પછી નિરાંતનો શ્વાસ લઈ આરુષી બોલી. “હવે હું કમુમમ્મીને મુંબઈ ફોન કરી દઉં…એ ચિંતા કરતી હશે.”

બીજે દિવસે આરુષી એક વિશાળ બંગલાના, તાજા ફૂલોના તોરણ બાંધેલા બારણાં સામે આવીને ઊભી રહી. તેનું દિલ વ્યાકુળતાથી ધડકતું હતું. બારણું ખોલી હસતાં ચહેરાઓ આરુષીને કંકુ ચોખાથી આવકારી રહ્યાં હતાં. બે મામા, મામી અને આરુષી જેવા દેખાવડા, તેના પિત્રાઈ ભાઈ-બહેનો…અહા! આવો મજાનો પરિવાર હોય!! સામે એક ફોટો હતો જેમાં આરુષી જેવી માંજરી આંખો અને વાંકડિયા વાળ કિશોરી…આરુષી જાણે પોતાનું પ્રતિબિંબ જોતી હોય તેમ સ્તબ્ધ થઈ ફોટા સામે તાકી રહી. આરુષીનાં મોટામામાએ નજીક આવી સ્નેહથી ખભે હાથ મુક્યો. “આરુષી! આ અમારી વ્હાલી મધુબેનની તસ્વીર…જે ઘણાં વર્ષોથી છુપાવીને રાખી હતી. આજે તારા આગમનથી દૂઝતા ઝખમને શાતા મળી છે. એક ખાસ વાત…અંદર તારી કોઈ આતુરતાથી રાહ જુએ છે, ચાલો”

થોડાં કમરાઓ પસાર કર્યા પછી એક બારણાં પાસે આરુષીને આગળ કરીને બધાં અંદર દાખલ થયાં. “આરુ! આ તારાં નાની છે.” પલંગ પરથી પ્રયત્ન પૂર્વક ઊભાં થઈ આરુષી તરફ નાનીએ હાથ લંબાવ્યાં. સોળ વર્ષની આરુષીને પહેલી વખત પૂર્ણ પ્રેમનો અનુભવ થયો. નાનીના આલિંગનમાં હાસ્ય અને અશ્રુ ઓતપ્રોત થઈ ગયાં.

“ગઈકાલે રાત્રે અમે મોટાબાને ‘આરુષી આવશે’ તે વાત કરી હતી. અમને ખબર હતી કે તેને પોતાની લાગણીઓને સમેટવા સમય જોઈશે. બા! હવે ઠીક છો ને?”

મીઠાં હાસ્ય સાથે નાનીએ આરુને નજીક ખેચીંને બેસાડી. “જો બેટા, આ તારી માનો રૂમ. ઘણાં સમયથી હું આ રૂમમાં મધુને ઝંખતી રહી છું. આજથી આ રૂમ તારો. એ સમયે સજાવેલો હતો એમનો એમ છે, પણ હવે… તું તારી રીતે સજાવજે.”

“મોટાબા! આરુ મારી સાથે પણ રહેશે હોં! એ અમારી પણ ખરીને?” માનસી મોગરાનું ફૂલ આરુષીનાં વાળમાં સજાવતી બોલી.

“હાં માનસી, મારી વ્હાલી આરુષી, આપણાં સૌની…”

વાત્સલ્ય વર્ષા
વર્ષોની પાર, ઝૂમી ઓચિંતી આજ,
અહો! માનાં આંગણની સુવાસથી.
 ઓઝલ અતિતની તરસી કળી,
આજ ભીંજી પળભરમાં પમરાટથી.     

પહેલાં સુગંધ, પછી પમરાતી પાંખડી,
વાત્સલ્ય વર્ષાનાં પરિતોષથી,
સાચા સંબંધોની સ્નેહલ હથેળીઓ,
સ્પર્શે મધુ જાઈને કુમાશથી.
———      
હસતાં ઝખમ…લે.સરયૂ પરીખ. કાલ્પનિક પાત્રો. Dec.2020
saryuparikh@yahoo.com www.saryu.wordpress.com

Ganesh
Rangoli by Ila Maheta      

પછી બહુ મજા આવશે…મુનિભાઈ મહેતા. અને એક લઘુકથા.

પછી બહુ મજા આવશે

સિત્તેર નો દશકો થાય જ્યાં પૂરા પછી એશીનો દશકો આવશે

મુંજાઇશ નહીં, તું તારે રહજે તૈયાર, પછી બહુ મજા આવશે.

બોલીશ હું કાંઈ તું સાંભળીશ કાંઈક

તું કહીશ કાંઈક ને હું સમજીશ કાંઈક

વાતુ કરશું ધડ માથા વિનાની

અને લોક ત્યારે બહુ દાંત કાઢશે.

                   પછી બહુ મજા આવશે……..

એશીનો દશકો આવે જે આપણો

એ પણ છે મોટી વાત

છોકરાને પોતરામાં અતાર સુધી

ભલે કાઢ્યા દિવસ ને રાત.

ના કાંઈ પામવુ ના કાંઈ ગુમાવવું

જેવું હશે તેવું ચાલશે.

                           પછી બહુ મજા આવશે……...

એક તો સીધાવશે વહેલું સરગમાં

ને બીજાની જોશે ત્યાં રાહ

પ્રભુજી પૂછશે “રેવું છે ક્યાં તારે ?

શું છે તારી કોઈ ચાહ ?”

બોલશે “બેસીશ હું બાકડે જ અહિયાં

એ આવે પછી બધે ફાવશે.

                        પછી બહુ મજા આવશે….

મુંજાઈશ નહીં , તું તારે રહજે તૈયાર , પછી બહુ મજા આવશે.

                                                           મુનિ  21-10-2020


 કૃષીગોષ્ઠી…એક લઘુ કથા.    લેખકઃ  મુનિભાઈ મહેતા

કૃષી વિદ્યાપીઠ તરફથી સેટેલાઈટ કૃષીગોષ્ઠીનું એક નવું સ્ટેશન નાનકડા ભુઆ ગામ પાસે મુકાયું ત્યારે ઘણાને આશ્ચર્ય થયું. ભુઆ ગામ જ કેમ? સેટેલાઈટ કૃષીગોષ્ઠી એટલે વૈજ્ઞાનીકો અને તજજ્ઞો ગાંધીનગરના સ્ટૂડીઓથી ખેડૂતો – વિજ્ઞાનીઓ વચ્ચે સીધો સંવાદ થાય – ખેતીના પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં મોટું પગલું હતું. ગુજરાત રાજ્યની કૃષી વિદ્યાપીઠના કુલપતિ પોતે ઉદ્‍ઘાટન કરવા આવ્યા અને પછી ભુઆ ગામના વૃધ્ધ નાનજીઆતાનું ઘર શોધતા એમની ડેલીએ પંહોચી ગયા. સાથેના અધિકારીઓને કુલપતિએ કહ્યું, “મારી માતાનો જન્મ આ ગામમાં થયો હતો. નાનજીઆતાને કહો કે વૈદ ભાણજીબાપાનો ભાણો મળવા આવ્યો છે.”

હાથમાં લાકડી લઈ ડગુમગુ કરતા નાનજીઆતા ડેલીએ આવ્યા. સાહેબને જોઈ બે હાથ ફેલાવી દોડ્યા…”મારો ભાણો આવ્યો, મારો વાલો આવ્યો!” અને પગે લાગવા વાંકા વળેલા કુલપતિને ઉભા કરી – હરખે છાતીએ ચાંપી રડતા જાય અને બોલતા જાય. સૌની આંખોમાં આશ્ચર્ય અને આંસુ ઊભરાયા.

પછી વાતચીતનો દોર ચાલુ થતાં આતાએ હળવેથી કહ્યું,”દીકરા, તેં આ કૃષીગોષ્ઠી અને અવકાશમાં થી ખેડૂતોની હારે વાત કરવાનું તો શરૂ કર્યું, ઈ તો બહુ સારૂ…પણ અમારા બેય પોતરા અહીં ચાલીશ વીઘા જમીન રેઢી મૂકીને સૂરત હીરા ઘસવા ભાગી ગ્યા છે. એક ઓરડીમાં રે’ છે. ઈ પાછા આવે એવું પેલા કરને!
મુનિ મહેતા.. સત્યઘટના. chairman@glsbiotech.com

Happy Diwali

Wish you great moments of joy to all friends, family and everyone.

સાલ મુબારક અને શુભેચ્છા. સરયૂ-દિલીપ અને પરિવાર.


Rangoli by Ila Maheta

Is This Heaven or What?

Is This Heaven or What?

The birds fly by with me on their wings,
Sweet chirping in trees, competing to sing,
The birds and the leaves are turning their heads,
Is this Heaven or what?

The sailing and piling of cloud after cloud,
The sun on its tippy toes, holding the veil,
The sand and the rays feel warm and vast,
Is this Heaven or what?

The seeds are sleeping quite snug and safe,
Spring comes swinging to shake them awake,
The seedlings spring out so green and grinning,
Is this Heaven or what?

I sit on my deck so close to the dell,
  Imbibe all I can to please my every cell.
The life in me longs to ask an angel,
Is this Heaven or what?
——

Wonderful World…. કેવી મનોહર દુનિયા…Saryu Parikh

http://Wonderful World કેવી મનોહર દુનિયા…Saryu Parikh

Wonderful World…

I see trees of green, Red roses too
I see them bloom, For me and you
And I think to myself…What a wonderful world…
I see skies of blue, And clouds of white
The bright blessed day, The dark sacred night
And I think to myself…What a wonderful world…
The colors of the rainbow, So pretty in the sky
Are also on the faces of people going by
I see friends shaking hands, Saying, “How do you do?”
They’re really saying, “I love you”…
I hear babies cry, I watch them grow
They’ll learn much more, Than I’ll never know
And I think to myself…What a wonderful world
Yes, I think to myself
What a wonderful world
Oh yeah
                ===
Writer(s): Douglas George, Thiele Bob Being used in the film “Good Morning, Vietnam” in 1987.  In 1968, it charted only at number 116, but this time it went to 32. The curious thing is that the film is set in 1965, two years before the song was first released. Louis Armstrong’s recording was inducted in the Grammy Hall of Fame in 1999.  To listen go to this clip: https://youtu.be/CWzrABouyeE
“What A Wonderful World” …Forwarded by Nitin Vyas. NDVyas2@gmail.com

કેવી મનોહર દુનિયા...

હું જોઉં લાલ ગુલાબ ને વૃક્ષો લીલા
સૌ આપણા માટે જાણે હસતા ખીલતા
 ને હું વિચારું…અહા! કેવી મનોહર દુનિયા

હું જોતો નીલ આકાશ ને શુભ્ર સંગ વાદળીઓ,
તેજલ મંગળ દિન ને ઘેરી પાવન રાતો
ને હું વિચારું…અહા! કેવી મનોહર દુનિયા

મેઘધનુના રંગો જોને શણગારે આકાશ
ચહેરાઓ પર ઝળકે તેનો તેજોમય આભાસ
જોઉં છું કે, મિત્રો કરતા હોંશે હસ્ત મિલાપ
પૂછે છે એ “હાલ કેમ છે? મને કરોને વાત”
સાચે તો, દરકાર કરે છે, “પ્રેમ કરે છે.”

બાળક કેરા ક્રંદન સાથે સુણું આશનું ગીત
ઊભરતા ને ઊજરતા, બાળકનું સંગીત
જાણું છું કે બનશે એ મારા કરતા અદકેરા
ના જાણું કે બનશે કેવા અનુપ ને ઊંચેરા
અને હું વિચારું, અહા! કેવી મનોહર દુનિયા

હાં, મારા મન અંતરના સ્પંદન…
અહા! શું મનોહર દુનિયા
હાં, ખરેખર 
              —– ભાવાનુવાદઃ સરયૂ પરીખ
સૃષ્ટિની સામાન્ય વસ્તુઓમાં સુંદરતા જોઈ જે આનંદિત થાય છે તે સરળ, સહજ અને અપેક્ષા-રહિત વ્યક્તિ છે. અન્યમાં સ્નેહ જોવો અને તેનો પ્રતિધ્વનિ આપવા જેવી સંવેદના હોય તેને બધે પ્રેમનો અનુભવ થાય છે. જીવનના ચડાવ ઉતારમાં, ‘દુનિયા અદ્ભૂત છે’ એ લાગણી ઝરણાની જેમ અંતઃસ્થલમાં વહેતી રહે.

saryuparikh@yahoo.com   www.saryu.wordpress.com

પ્રતિભાવઃ તમારો સંદેશો અને સાથેનો ભાવાનુવાદ વાંચ્યા પછી “માનનીય શ્રી સરયૂબેન પરીખ” સહેજે લખાઈ જાય.    નીતિન વ્યાસ.

ઊર્મિલ સંચાર. નવલિકાઃ સરયૂ પરીખ

                        

ઊર્મિલસંચાર..નવલિકા..સરયૂ

ઊર્મિલ સંચાર. નવલિકા…સરયૂ પરીખ              

 પ્રકરણ ૧. ભારતની સફર.      

શોમ અને તેના માતા-પિતા હ્યુસ્ટન પાછાં ફરી રહ્યાં હતાં. Yellowstone National park, Wyomingમાં એક સપ્તાહની રજાઓ પછી શોમનો ભણવાનો થાક ઊતરી ગયો લાગતો હતો. એ ઉન્નત શીખરો, દરિયા જેવા દેખાતા તળાવ અને ધરતીમાંથી ફૂટતા ઊનાં પરપોટા…! કુદરતની ભવ્યતા શોમની વિચારધારા બદલી ગયાં. વિમાનની સફર દરમ્યાન મોકાનો સમય જોઈ માહીએ વાત છેડી…

વધુ

A painting

 painting of Saryu by Dilip Parikh. August 2020

A Poem for Him

Since we cosigned in the race of this life cycle,
We have been two wheels of the same bicycle.

You lead me through the seven set circles,
Each has been conjured with many miracles.

The loyalty and longing intertwine hearts,
The routines and the duties tug us apart.

Your foot on the brake and steady navigation
have guided our lives without deviation.

In life’s uphill journey, I follow when you roll,
If you slip into reverse, I cruise and control.

The push and pull, check and balance,
A keen, kind critique brings the best out of me.

A good spouse, a great father, a superb grandfather,
I hope and wish the ride goes far and farther.
——-
SD1969

For Dilip…on May 19TH…with TLC…Saryu

જીવન સાઇકલ

જીવન કેરી સાઇકલના, હું ને તું બે પઇડા,
એકમેકની આગળ-પાછળ સંગાથીના હઇડા.

રોજ રોજની રામાયણમાં મુજને ટેકો આપે,
વેરાયેલી લાગણીઓને તું સંકોરીને રાખે.

ચઢાણ ઊંચું, ખડબડ રસ્તો, જ્યારે મુશ્કેલ લાગે,
ઉતાવળે જો આગળ ખેંચું, બ્રેક દઈ સંભાળે.

ખેંચતાણ ને અમતલ સમતલ પૈડા ફરતાં જાયે,
કસી કસીને સો ટચ સોનું મને કરી ઝળકાવે.
———

 

Unacceptable

                            મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૮.અસ્વીકાર્ય…
ગુજરાતીમાં વાર્તા વાંચવા..ઊપરની લિન્ક પર ક્લિક કરો.

                       Unacceptable                      Saryu Parikh

          I was helping a nonprofit immigration agency with Hindi or Gujarati-speaking clients. One day I was asked to meet a lawyer and a client. I was introduced to a gentle-mannered young man, Salim.

With a faint smile, Salim greeted me and spoke in Hindi.
He said, “Madam, will you tell this lady lawyer to help me to stay in this country to save my life?” My mind started to comment, ‘If you are not here legally, I cannot and will not help.’ But since a pro bono lawyer was helping, I was prepared to hear him out.

Salim started his story. “I am from a rich and well-respected family in a faraway Muslim country. My problems started with my own mother and her side of the family when I was fifteen. They had noticed that I was always in boys’ company, especially one boy.  He and I were inseparable. I just felt that I was in love with him. People started talking and my cousins and other kids openly started teasing me.  The news spread rampantly in our small village.

“The first time I was called ‘gay,’ I cried without understanding its full meaning. I just knew that it was demeaning.

“One day, I was called to the back room of our house, and my mother and her brother, my mamu, started asking questions about the rumors about me and Razak. I told them that he was just a friend, but they did not believe a word I said. My mamu was a violent man, and I was always afraid of him. For him, shooting somebody to teach a lesson was a very common thing. I was shaken up with fear, and my mother and mamu kept on scaring me with various threats. The bottom line was, ‘This kind of behavior, boy to boy friendship, is absolutely unacceptable in our respectable family.’ I was ordered to end my friendship with Razak immediately.

“My father was always very kind to me. He tried to convince me in no uncertain terms. He explained to me that my gay behavior would bring shame to our family. I cried like a little boy and assured him I would try to be better.

“Similar rage was going on in Razak’s household.  We could not break it off but we became more discrete. I was torn inside, ‘Why am I like this? They all are ashamed of me.’ I tried to be like other boys, but teasing and put-downs did not stop.

“I was good in studies and graduated from high school with good grades. My bigger test came when my mother said, ‘I will select a girl and you will marry her.’ I protested by giving many excuses like ‘I want to go to college. I am too young to get married.’ But she said, ‘We know the real reason, and we will convince you by any means.’ They wanted to prove to society that I was a straight, normal guy. The arguments and stern warnings by my mother and mamu turned into slapping and beating. If my father tried to intervene, my mother would order him to ‘Just keep out of our business. You have made him worthless.’” Salim sadly said.

“I got admission to a city college not too far from my village and left my home without telling anyone except my father. My friend Razak also followed me, and we shared a place with some other students. My mother found out where I was from other students in our village and started sending messages to me to return home. My first year at the college was over. They used my father to bring me back home. My mother and mamu were again trying to force me to move back to join the family business and get married. I went on pleading with them to leave me alone. They told me to live my life according to their rules or else.

“It was late one night. My father awakened me urgently, handed me money and told me to run away. He had overheard that, with my mother’s consent, my mamu was going to scare me with the gun, and if I didn’t agree, he would not hesitate to get rid of me.  I called and told Razak what was going on. He said, ‘I will meet you at the station.’ We took the first train and headed for a far-away city. It was not easy to find our way in the strange new city.

“It took several months, but with a lot of financial help from my father, we rented a very modest apartment. We were happy to have each other to lean on. Our life seemed almost normal until that fateful afternoon.

“We had purchased tickets to go to see a hockey game that evening. We were so excited and felt like a couple of free birds. Early that afternoon I left our apartment to do some shopping. I saw Razak smiling and waving good-bye from the window. When I returned, to my horror, I saw a small crowd gathered near our apartment, and among them there were some of Razak’s relatives.  I retreated as fast as I could before anyone could notice me. I was trembling inside. I had a premonition that I would never see Razak alive again.  Later, my father told me that in the village, Razak’s death was explained as heart failure. If I would have been in the apartment that day, I would have been killed too.

“Now I was not left with any other choice but to run for
my life. I made up my mind to go as far away as possible and disappear in a large city. The money I had, I used up to get there. I started doing whatever work possible to get some food. This world is blessed with some good and kind people who were generous enough to give me a space to sleep. At the same time
I came to know some horrible, cruel people. The gang members gave me importance and small favors so I could be used, like many others, as their strong and blind instrument to oppress the weak and ignorant mass. I was systematically tied into the web, and by the time I realized it, it was impossible to get out. My pleas for freedom were retorted, first with temptations like a university degree, then the promise of power, and later with threats. When
I could not convince my soul to pick up a gun and kill any other human being, I escaped. But I got caught and was tortured for three days. But when there is a will, there is a way. I feel that I have traveled through tumultuous oceans to arrive in this country.

“I paid a very heavy price because nature made me different and I was not deemed acceptable to narrow-minded, ignorant people. I was longing to see my father one more time, but I heard through a friend that my father passed away two months ago.

“I cannot describe the feelings of hope because this lawyer lady believes in my life story and is willing to help me. I promise you all that I will never betray your trust.”

According to the lawyer, his case was worth fighting for, due to his entanglement with the gang members, who call themselves “a political party” in his country. If it would have been only his personal battle, he could not be eligible for asylum in America.

As per his story: When he was hiding in the large city and dirt poor, he accepted some favors from that scary but powerful group. They started treating him as if he was one of their own who was devoted to the cause. Salim went along until that day when five gang men came on their motorcycles and ordered him to hop on. He thought that they were going for a fun ride. Instead, they went to a crowded market and announced, “We are here to teach a lesson of obedience to some idiots who did not respect our power.”

The shouting and screaming subsided when one of the gang members shot a person, point blank. Salim was frozen. That was the first time he had seen a murder in front of his eyes. The jovial gang members were telling Salim, “You can do this chore with your own gun next time.” That night, very clearly, he realized that he did not belong there. He could not take the life of another human being, never!

The next morning, he left his stuff except the important documents and went to his routine work. He snuck out and called his father to inform him about the desperate situation. His father guided him to go to another city and promised him that one certain person would help him. At the railway station, in spite of his extreme caution, a party member spotted him and dragged him to a building under construction. The fourth floor was used as a torture cell of that party. He was badly beaten to find out why he was running away. He was cross examined with the assumption that he was defecting to join some other party.  They left him there to die. But he was not dead when they reappeared the second day. There was some more beating but they did not kill him. Salim realized that they wanted to use his death to show that some other gang had killed their party’s member. He was half dead with cruel beating and without food or water.

Soon after their third visit, Salim’s survival instinct motivated him to find any possible escape path. He started to look around; he noticed a hole prepared for the window air-conditioning unit.  He crawled out and landed in some one’s home. He had bruises and his clothes were partially covered with blood. One lady saw him but kept quiet since in that neighborhood this sort of activity was not uncommon.  He went downstairs and came out of the house to go to a nearby hamaam, where men can groom themselves. He cleaned himself and requested use of the owner’s phone. The owner was sympathetic toward this helpless young man.  For the next two days, he helped Salim so he could get out of that town. He embarked on the train, after it had left the platform, without a ticket.

He wanted to go away, far away from his country. His father had to sell land to send him a large sum of money. To sell land is considered very shameful in his country. His father was humiliated in his society. But anyhow he sent enough money for him. Salim told the travel agent to find a faraway country where he would be least likely to run into his countrymen and where he could go without immigration restrictions. Out of a few he chose to go to one South American country, Guatemala.

He was so naively ignorant that only he knew how much he endured to reach his faraway destination and survive. Every morning when he would wake up in a strange place, he used to touch his body to make sure that he was still alive.

Salim had said, “Wherever I lived, they just knew, and as soon I was recognized as a gay individual, some people showered me with favors so they could use me. Even though, my heart sobs for the death of my love, still this feeling tugs to my heart, ‘Razak is alive’.”

He worked for food and shelter. He came to know about the illegal immigrants and the bootleggers. After a few months in Guatemala, he did not see any future in selling incense and cheap toys. One group of African girls and men had paid a human smuggler, and they needed one Spanish-speaking person. Salim was encouraged by the group to go with them since he had learned to speak Spanish. He prepared for a long journey.

The final destination, America!  He had heard about America but had no clue about their laws and regulations. The group was taken first on a dinky boat at nighttime. Then they walked across the jungles of Colombia. Salim was bitten by some poisonous insect while walking, so he was taken to the emergency room at a hospital in Colombia. He would have died without the timely treatments. During that journey, the whole group had to face life or death situations many times. The group sneaked into The USA via Panama. The details were recorded in the court documents.

He had seen death very closely several times in his young life. Now the justice system has to decide where he will go from here. On this journey he has been touched by so many human beings, who are all the same, but still so very vastly different……

Epilogue:  A note from the organization: Dear volunteer, “- –He won his case! Thank you so much for being part of that victory and for all your contributions to our clients, and their cases!!!”

—-
saryuparikh@yahoo.com

saryuparikh@yahoo.com

A letter to grandpa…Aaria

Aaria, my grand niece. Munibhai’s granddaughter.

Dear Baba,
Homes are made for those who wander,
A place to return to when the world is too vast,
I miss my home and  the bright green yonder
I have wandered a little too far

I will come home soon, to talk of great adventures
We will wander together as the sun rises
The sun will set after a weary travel
And we will be greeted with happy cries

It’s so pleasant up north
It’s been raining
I heard you’ve been going to work
Please keep sanitizing!

I’m missing the mangoes
And strangely, the heat
I’ve been missing my family home
I would return in a heartbeat

Alas, for a fortnight still
We will be parted
But the days go faster
When one has departed

See you soon family,
See you soon my home,
I will be back as soon as I can,
And tell you adventures of my own. 

— Aaria Arjun Mehta. 2021

Aaria went to visit her maternal grandparents in Jammu-Kashmir…where she had to stay longer than expected due to the COVID restrictions. Missing her home in Vadodara. Aaria’s letter to my brother Munibhai.

Aaria in the center…2019

Dear Sonia

Sonia and flowers

Dear Sonia

Put your head in my lap and close your eyes to nap.
Let my soft touch wipe away all your pain,
My prayers rub in as my energy seeps in.

O’ little one, we live by your light,
Your joyful smile delivers delight.

The pain on your face like the eclipse of the moon,
I want to see it pass very, very soon.

We hold you close and hug you tight,
Our strong support will help you fight.
We hold your hand and keep you near,
You’ll never feel alone – your family is here.
——-
Bena and family
April 20 2020. Our Sonia had a headache…

Comments: Wah, Wah!  So good.  Thank you, Mum.  It brought a smile to her face (and mine). Samir
So sweet, Sangita. Nice! Don’t ever feel alone your family is here! Dilip

The Wild Flowers of Spring. વસંતના ફૂલ story.

                                                The Wild Flowers of Spring              Saryu Parikh

            Five different races, religions, and cultures, and a story of our friendship.The Wild Flowers…. વધુ

Poems in the StoryMirror


Saryu Parikh

© Saryu Parikh

અવળી સવળી

અવળી-સવળી

ઉંઘવાનું હોય ત્યારે ચિંતન જાગે,
ઊઠવાનું હોય ત્યારે નિંદર આવે.
જાવાનું હોય  ત્યારે નોતરું આવે,
દોડવાનું  હોય  ત્યારે ગોથું વાગે.

પોરો  ઇચ્છું  ત્યારે  પાંખો  ફૂટે,
ઊડવાનું  હોય ત્યારે શક્તિ ખૂટે.
યુક્તિ  સૂઝે  ત્યારે  સુસ્તી લાગે,
નાચવું  હોય, ફળી  વાંકુ   લાગે.

અવળી સવળી આ કરણી લાગે,
કાળની ગતિની  કરામત લાગે.
ધર્મની  ધમાલમાં ધાડ તંઈ પડે,
પરમારથ કામમાં સ્વારથ જાગે.
——-

Spark of Light એક વાર અજવાળું…

Spark of Light

In a windowless room with a dull grey hue,
 as told the way I remained subdued.
Just bury my head in the systemic sand
and follow the path of traditional trend.

Didn’t dare to even look around!
Never to hear soft stimulating sound!
No sign of hope, no star seemed bright,
I simply succumbed to my routine life.

One day, somehow… a flicker divine,
I’m surprised, awakened, glowing inside.
That moment a spark entered my heart,
my soul was touched with sparkling light.

First, my mind needed to rise,
to feel true freedom and ease of life.
I found the hidden source of force,
amazed to see the kindness in folks.

The soul stays suppressed until Insight ignites,
No one could help ’til I yearned to fight.
         ——- Saryu Parikh

એક વાર અજવાળું

અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કે’છે કે આમ જ જીવાય,
આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.

ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય,
ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે  ના તારક દેખાય.

ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
 નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!

સાતત્ય  યજ્ઞમાં  અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય
 આતમ જાગીરના  તાળા ખૂલે, જો  એકવાર અજવાળું થાય.

અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
ચેતનની ચાવીથી  આળસ  ઊડે પછી  કર્મોની  કેડી દેખાય.

જાગેલું  મન, જાણે ખીલ્યું  સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને  મુક્તિના વનમાં લહેરાય.
———-

પ્રતિભાવઃ Saryuben, I am always very jealous of poets – male or female.Why are they so gifted with word arrangements!!
Look at these words filled with deep meaning….
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને… Anamd Rao Lingayat.

Devika Dhruv: ખૂબ જ સરસ કાવ્ય બન્યું છે. વિષયનું સાતત્ય પણ સુંદર ક્રમબધ્ધ રીતે ગતિશીલ અનુભવાયું છે. શબ્દો અર્થસભર અને સ્પર્શે તેવી રીતે ગૂંથાયા છે. ગમ્યું. ‘વેબગુર્જરી’ માટે રાખું ને?

Munibhai Mehta

કાગળની હોડી (ડો. મુનિભાઈ મહેતા)

સેવાકાર્ય

સેવાકાર્ય

અજબ વ્હાલના વહેણમાં તણાઈ,
અસીમ સ્નેહ તાર તારમાં વણાઈ.
સંગ  રમતાં, રમતાં રે  ઉમંગમાં,
ગમતા ગુલાલના  રંગમાં રંગાઈ.

પ્રથમ શિક્ષા જે તમસ તાપ ખોલે,
ગહન આરજુઓ  લહેરાતી બોલે.
સખી એવા કર્મો  કરતી આવી કે,
આજ એ અંકાઈ દિવ્યતાને મોલે.

મન સંતોષી શીતલ ઉર આનંદ,
તે  દિલ સમજે  માનવનું આક્રંદ.
સેવાકર્મો  કેરી કેડી જડી ને પછી,
નિસ્વાર્થે કરતી એ સર્વે સમર્પણ.

અંતરની ઊષ્મા, સરળ તેની રીત,
સર્વસ્વ  હોમી લખે આશાનું ગીત,
મળી ગયું લક્ષ, કરૂણા છલકાણી,
એક, પણ અનેકની સંગાથે ચાલી.
——
સેવા કાર્ય કરતાં વિશિષ્ટ વ્યક્તિઓ, જેવા કે સુધા મુર્તિ,
જેમનો, પહેલા અંતર આત્મા જાગે અને ત્યાર પછી જનસેવા કરવાનો સાચો રસ્તો મળે.

લો વારતા શરૂ થઈ

જન્મપત્રિકા લખાઈ ને સફર શરૂ થઈ,
લો વારતા શરૂ થઈ.

નક્શા ને માર્ગ રૂપરેખા આધાર લઈ,
જાણે ના જીવ, હસ્તરેખા દોરાઈ ગઈ,
લો વારતા શરૂ થઈ.

જન્મતાની સાથ મથામણમાં અટવાઈને,
આડબીડ રસ્તે વિમાસે આ વાટ કઈ?
ધારી લે જંગલમાં મારાથી પહેલ થઈ,
મારાથી આજે આ વારતા શરૂ થઈ.

ચાલ્યે જાય આગળ જન્માક્ષર રેખ પર,
શક્ય છે, લખેલું એ ફેરવે નિર્ધાર લઈ,
 શક્તિ, પરિસ્થિતિ, આવે બદલાવ લઈ,
પૌરુષત્વ લખે નવી વાર્તા વળાંક લઈ.

હસ્તમાં લખેલ તે જ મુખ્ય માર્ગ જન્મથી,
રોજ નવાં રસ્તા, નવ પ્રકરણની ભાળ લઈ,
જાણી ને અવગણી પણ, મૃત્યુની વાત થઈ,
ગ્રંથ થયો બંધ, લો વારતા પૂરી થઈ.

અનન્ય તેની લાગણી ને સ્નેહની સુવાસથી,
દિલોમાં અકળ, અક્ષર, વાર્તા લખાઈ ગઈ.
                          ——   સરયૂ પરીખ  ૧૦/૨૦૧૯

પ્રતિભાવઃ

આ જીવતી વારતા વાંચતી વખતે આંખ સહજ નમ થાય.
 જીવતી વારતાએ મારી અંદરના માનવને જીવતો કર્યો હતો,
 આમા સ્વાનુભુતી  છે. તેથી તે વાંચનારને પોતાની વાત લાગે છે. પ્રજ્ઞા જુ. વ્યાસ.

લિંક

છલક છાલક Harmony of Emotions

છલક છાલક

સખા! સુખની સુગંધ કસી બાંધુ હું મુઠ્ઠીએ
ને દુખની ધૂણીને ગણું મોટો વંટોળ,
સુખ-દુખ આ કેવા! જાણે વીજળી ને વાદળી,
આવે ને જાય ચડી ચંચળ ચગડોળ.

ગહેરા  સંવેદનો  સ્પર્શે  ચિત્તવનમાં,
જે સમજી, સ્વીકારું વૃત્તિના અલંકાર.
અહંમ, આર્ત, એકસૂર ગાયે સંગાથે,
ને નીરવ મનભૂમી પડઘાય ઓમકાર.

માગણીના તારને  સરખેથી તાણે તો,
અકળાતી લાગણી લાવે સરવાણી.
મીંઠાં કે માઠાં સૌ આવેલાં અવસરને
કર્મોના બક્ષિસની માને પહેરામણી.

લાગણીની છલક છોળ પ્રેમથી વધાવે,
સુખ અને દુખ, દિલ ન્યાલ થઈ નવાજે.
——

Harmony of Emotions

I lament my loss in exaggeration,
and intently cling to cheery impressions.
My pain and pleasure like cloud and rain,
Keep changing forever, I struggle in vain.

The wavy emotions may flow as a stream,
When strings of my life I tune and trim.
The colors of my mind may braid in a bow,
Sorted sensations can sing unison.

My sorrow, my glee, two sides of my pride,
Pure wisdom will rule to make me whole.
My whimper and laughter weaving in one,
My groans and moans entwine in Om!

I feel each emotion worthy of love,
My heart may revel in misery or joy.
———
Saryu Parikh

Excellent poem!! Makes more sense as I just finished reading VAIRAGYA SHATAK of Bhartuhari! Also this is the v125th Birth year of the great GANGA SATI who wrote..HARAKH NE SHOK NI AVE NAHI HEDKI NE ATHE POR ANANDJI…Love, Munibhai
હરખ ને શોકની આવે નહીં હેડકી ને આઠે પોર આનંદ…ગંગાસતિ

લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ

લાલ ફૂલો વાળો સફેદ ડ્રેસ (સરયૂ પરીખ)

Mathematics of Love ગણિત પ્રેમનું…

Mathematics of Love

If only you love me, I would turn around,
Read my mind and hear my demanding sound.
A glance, a smile, would adorn your face,
and words you would say so I win my case.

Here I stand confident and cold,
I keep my emotions in an egoistic hold.
I didn’t call you back to gather in my arms,
Didn’t say I love you; no clause, no qualms.

I know too well, what you should say,
But my vision sees only my own narrow way.

My expectations are high and adoration low,
My self-absorption just leaves me hollow.

Who knew! The math of love where minus is plus,
You give, you have more; you keep, you have less!
———
Saryu Parikh 1/24/2019
One-sided thinking and self-absorption demand that how other person should behave to glorify their own ego. Giving and receiving is a cyclic phenomenon.

પ્રેમનું ગણિત…

જો મને ચાહતો હશે તો વળી જોશે.
ગરજ હશે તો એ મળશે હસીને હોંશે.
મારાં ગમતાં પ્રમેયના પ્રમાણથી,
જો ચકાસું તો મહત્વ મારું લાગશે!

દૂર દ્રષ્ટી સંવેદના અભાવથી,
મારા ઘટમાં સ્વાર્થીલું ગીત વાગે.
ના જાણ્યું કે સરળ નિરળ નેહે,
એ આવકાર, આલિંગન માંગે. 

હું તો ઊભી શુષ્ક જડનો આભાસ લઈ,
મારાં મનમાં અહંમનો આવાસ લઈ.
નિમ્ન વર્તુળો ને પાકી દિવાલમાં,
તારા ને મારા, પરાયાનો પ્રાસ લઈ. 

મારાં હૈયાના દ્વાર પર ગર્વીલી સાંકળ,
જે ખખડી, પણ હું ના ગણકારું.
લે, એ તો ચાલ્યો, હું નહીં રે બોલાવું,
મુજ ઉરમાં હું એકલ કચવાવું. 

અરે! વિચારું કે

પ્રેમના ગણિતમાં, સરવાળો આમ કેમ?
આપતાં વધે વધે; ન આપતાં ઘટે!

 

Separation and Divorce

Separation & Divorce

After many, many years, a piece of my flesh is being torn away.
I stand all alone in a totally deep void.

I am being blown away by a dark sand storm,
I resentfully refuse to hold fast to any norm.

The birds of my dream took flight in disarray,
As vehement wind vigorously pushed them away.

This turmoil in my head – will it ever stop?
Will there shine a star that gives me hope?

He came as a prince and turned out to be a pawn
It hurts to look back – still, why tempted to go back?

Before I collapse I must forge ahead,
If I try hard enough will I see a dim light?
Am I better off with him or without him?
The answer will come from my heart if ever it will heal.
—–
Saryu Parikh
I have heard about these feelings. Fortunately, no experience of my own.

જાકારો

જાકારો

જાકારો જાણી દીધો, તેને જુહાર આજ જણાવું,
કૂંડાળા વચ્ચે ઠેલ્યો, તે ઉપકારો કેમ ગણાવું!

ઉત્સુક આ ઘેલા ચેલાને નિષ્ઠા વહાણે મેલ્યો,
આપી સાથે ઓજસ પૂંજી, ઝઝૂમતો એ ખેલ્યો.

ખીણથી ડુંગર ઉજ્જડ કેડી, આપત્તિનો રસ્તો,
અણિય પથ્થર પીડે ત્યારે ધીમે રહીને હસતો.

શંકાના ઓછાયા સરતા ઝગમગ તારક દીઠો,
 બોધકથાનો પડઘો ગુંજે આગળ પાછળ મીઠો.

જાકારાની લૂખી છીપમાં આશિષનો અણસારો,
હે ગુરુવર! તું  પિચ્છ  ખેંચીને પાંખોનો દેનારો.
——-

યોગ્ય શિક્ષક અને યોગ્ય વિદ્યાર્થીનો સુમેળ થાય ત્યારે શિક્ષા આપવાની રીત કઠીન હોય તેને પણ, વિદ્યાર્થી અહોભાવથી સ્વીકારે છે.

     મંજુફઈ                                             લેખિકાઃ સરયૂ પરીખ

અમારા કિશોર વયના -સાત પિત્રાઈઓમાં મંજુબેન કોઈના માસી, તો કોઈના ફોઈ હતા. મારા પિતાના કાકાના દીકરી બહેન તેથી મારા મંજુફઈ. તેમના મોટીબેન મારા સગા મામી જેથી એમના બાળકોના મંજુમાસી હતા. તેમનો સહવાસ મને બાળપણથી મળેલ કારણ કે મામાનું કુટુંબ ઘણા વર્ષો બહાર ગામ હોવાથી તેમના બંગલાના આગલા ભાગમાં મારા માતા-પિતા, ભાઈ અને મારા કરતાં સાત વર્ષ નાની બહેન, રહેતા હતા. અને બંગલાના પાછલા ભાગમાં મંજુફઈ અને તેની દીકરી, શાંતુ રહેતાં હતાં.

શ્યામ વાન, સજાવટ વગરનો ચહેરો અને સાદા સાડલામાં મને મંજુફઈ ગામઠી લાગતા. મને સમજ આવી ત્યારથી સમજાયું કે મંજુફઈ વિધવા હતા. મને ખ્યાલ નથી કે એમને વાંચતાં લખતાં આવડતું હતું કે નહીં. મારા બા સાથે મંજુફઈની સંકોચ પૂર્વકની રીતભાત જોઈ મને નવાઈ લાગતી. મારા બા તેમની સાથે હંમેશા માનપૂર્વક વ્યવહાર કરતાં પણ બન્ને વચ્ચેનો માનસિક કક્ષાનો તફાવત દેખાઈ આવતો. એક દિવસ મંજુફઈને હેડમાસ્તરે એક કાગળ પર સહી કરાવવા અમારે ઘેર મોકલ્યાં હતાં ત્યારે મને ખબર પડી કે જે હાઈસ્કુલમાં મારા માતા શિક્ષક હતા, ત્યાં ફોઈ પટાવાળા તરીકે નોકરી કરી પોતાનો અને શાંતુનો જીવનનિર્વાહ કરતાં હતાં.

મંજુફઈની શાંતુ મારા કરતા વર્ષે મોટી તેથી બહાર જતી હોય તો હું ઘણીવાર એની પાછળ પડતી. હું છએક વર્ષની હોઈશ અને દિવસે મંજુફઈ અમારા પૂર્વજોના ગામ, કોટડા જતાં હતાં. શાંતુ બસ સ્ટોપ સુધી જવાની હતી, તો હું પણ હારે થઈ.

“શ્રુતિ, હવે બસ ઉપડવાની તૈયારી છે. ચાલ આપણે ઘેર જવાનું છે.” શાંતુ બોલી. પણ મંજુફઈને બસમાં ચડતાં જોઈ મારું મન કાબુમા રહ્યું અને એમનો સાડલો પકડી હું બસમાં ચડી ગઈ.

“અરે! સવિ… રેવા દે. નીચે ઊતરી જા.” મંજુફઈ કહેતા રહ્યાં ને હું તો સીટ શોધીને બેસી ગઈ. મંજુફઈએ શાંતુને બારીએથી બૂમ પાડી કહ્યું, “ભાઈ-ભાભીને કે ‘જે કે ચિંતા નો કરે…” અને તેમની સાથે ખાડાખબડિયા રસ્તે જતી બસમાં અમારા ગામડે પહોંચી ગઈ. મારા મોટાકાકાના કુટુંબને ત્યાં મને સોંપીને મંજુફઈ પોતાના ભાઈને ઘેર ગયાં.

પહેલી વખત મને ગામડાની નવીનતા જોવા મળી. એ વખતે તો માટીની ભીંતો વાળા ઘર, આગળ મોટી ઓસરી અને આંગણામાં બે ગાયોને નીરણ નાખવામાં હું અનેરો આનંદ અનુભવી રહી. કાકી કહેતાં રહ્યાં, “અરે, રહેવા દે…” પણ મેં તો તેમની દિકરી સાથે છાણા થાપીને દીવાલ પર ચાંપવાની મજા લીધી. ઘણું ચાલીને સીમના કુવે પાણી ભરવા જવાનું. ખેતરને આરે કુવે કોષ ચાલે, બે બળદ આગળ પાછળ જાય અને પાણી બહાર ઠલવાતું જાય, રાત્રે અંધારામાં ફાનસ લઈ સાંકડી ગલીમાં થઈ મારા મોટાકાકાને ઘેરથી મંજુફઈના ભાઈને ઘેર જવાનું. અહા! બધું કેવું મજાનું લાગતું હતું! ત્રણ દિવસ પછી મારા બાપુ મારી ચીજો લઈને આવ્યા. મારા આગ્રહથી બે દિવસ વધુ રોકાઈને અમે ભાવનગર શહેર પાછા ફર્યા.

પછી ફરી એક વખત ગામડાની મુલાકાતથી મને સમજાયું કે મંજુફઈ કેવા વાતાવરણમાંથી શહેરમાં સુધરેલા સમાજમાં ગોઠવાવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. અને મારાં બા, જેમને મેં ભણેલા-ગણેલા, ખાદીના કપડા પહેરતા શિક્ષિકા તરીકે જોયા, તે એક વખત ઘૂમટો તાણીને આવા ગામડામાં કઈ રીતે રહ્યાં હશે એનું તાદ્દશ તો નહીં પણ આછું ચિત્ર હું દોરી શકી.

એક બંગલામાં રહેતા હોવાથી મારો એક પગ ફોઈના ઘરમાં હોય. અને ખાસ કરીને ઉનાળાના વેકેશનમાં તેઓ બપોરે ઘરે હોય કે હોય, અમે તો એમના ઓટલે રમતા હોઈએ. મંજુફઈ તૈયાર થઈ, ચંપલ પહેરી બહાર નીકળે અને મારી બેનપણી પૂછી લે કે, “માસી ક્યાં જાવ છો?”

“લે, ક્યાં-કારો કર્યો? મોડું થાય છે પણ બેહવું પડશે.” ચંપલ ઉતારી થોડીવાર બેસે.

“પણ કહો તો ખરા કે કપડું લઈને ક્યાં ચાલ્યાં?”

જરા નારાજગી સાથે જવાબ આપે, “ધૌપદીને ત્યાં.” મારી બેનપણી મારી સામે પ્રશ્નાર્થ ચિન્હ જેવું મોં કરી જોતા…હું જવાબ આપું,

“દ્રૌપદી, પેલા શીવણ કામ કરે છે બહેન.” અમે હાસ્ય છુપાવતા પાંચિકા રમવા માંડીએ.

સારું કામ કરવા જતાં હોય અને છીંક ખાધી તો આવી બને.

“અટાણે છીંક ખાધી? કાંઈ નહીં, બીજી છીંક ખાઈ લે એટલે અપશુકન નહીં થાય.” એમ સરળ ઉપાય બતાવી સારા પ્રસંગને અપશુકનથી બચાવી લેવાનો સંતોષ અનુભવે. બુધવારે બહારગામ જવાય અને જવું પડે તો આગલા દિવસે કોઈના ઘેર પસ્તાનું મૂકી આવવાનું. એવી તો ઘણી માન્યતાઓ શીખવાડતા રહેતા. આવી વાતો મારી બાની પાસે દોહરાવું ત્યારે તે કહેતા રહે કે, “આવી અંધશ્રધ્ધાની વાતો શું શીખી આવે છે? રજાઓમાં કંઈક સારું શીખો.”

એકવાર ભાઈ અને તેના ભાઈબંધ, અમારા પાડોશીના છોકરાઓ સાથે મારામારી કરી પાછા ઘરમાં આવીને સંતાઈ ગયા. પાડોશી છોકરાઓના જોશીલા દાદી અમારે ઘેર હલ્લો લઈને આવ્યા. વડીલોમાં મંજુફઈ હાજર હતાં તે ભાઈનું રક્ષણ કરવા આગળ ઊભા રહ્યાં પણ ધક્કો વાગતા જરા પડી ગયા. મારા ભાઈ અને ભાઈબંધ પાછલી ગલીમાંથી છૂમંતર થઈ ગયા અને ત્યાર પછી અમારા ઘરમાંથી દુશ્મન ટોળું બડબડાટ કરતું જતું રહ્યું. પછી બનાવનું વર્ણન કરતાં મંજુફઈ કહેતાં, “અરે એવાં રાડ્યું પાડતા આવ્યા અને હું સામે ફરીને ઊભી રહી ગઈ પણ ડોશીએ મને પસાડી દીધી…”

મંજુફઈની અપભ્રંશીય ભાષાની મજા રોજબરોજ ચાલતી. જેમ કે, ‘પછાડી’ ને ‘પસાડી’ કહે. શ્રુતિનું સવિ તો ઠીક પણ સગાની છોકરીનું નામ “કૃતિકા” પડ્યું. તેને વાતવાતમાં ફોઈ “કુતરીકા” બોલી દે ત્યારે અમે ખડખડાટ હસી પડતા.

શાંતુ મારા માટે ફેશનની આદર્શ. એ ટાપટીપ કરતી હોય તે હું જોયા કરું. એ દિવસે, ચૌદ વર્ષની શાંતુએ બજારમાં પોતે એકલી ખરીદી કરવા જાય તેવી જીદ કરી. મેં વચ્ચે મમરો મુક્યો કે, “હું પણ સાથે જઈશ.” અંતે મંજુફઈ માન્યાં. હું શાંતુની સાથે બજાર જવા નીકળી. નોરતાના ઉમંગમાં બંગડીઓ ખરીદી અને બીજે ચાંદલા ખરીદવા ગયા તેમા તેની દસ રુપિયાની નોટ વચ્ચે ક્યાંક પડી ગઈ. અરે, શાંતુના રઘવાટ સાથે અમે ચાર વખત રસ્તે ચક્કર માર્યા, પણ દસની નોટ મળી. અમે ઘરે આવી જાણ કરી . . . ને ધમાલ મચી ગઈ. મંજુફઈનો પિત્તો ગયો અને શાંતુને બે લપડાક લગાવી પણ પોતાનો બચાવ કરવા શાંતુએ સામે હાથ ચલાવ્યા. આ જોયા પછી હું ભાગી.

બે ચાર દિવસ પછી શાંતુની બેનપણી સાથે અમે બોર વીણતાં હતા. મને શું સૂઝ્યું કે હું બોલી. “શાંતુ ખરીદી કરવા ગઈ ‘તી અને એના દસ રૂપિયા ખોવાઈ ગ્યા. પછી તો ઘેર આવીને જે…”

“બસ, શુતીડી. હું કહું ને કે તારે ઘેર જે…?” શાંતુનો આક્રોશ જોઈ મારી બોલતી બંધ થઈ ગઈ. એ દિવસથી કોઈની ખાનગી વાત બહાર ઉગલવાની ચેષ્ટા નથી કરી.

આસપાસની ઘણી બહેનો મંજુફઈના ઓટલે આવીને કલાકો વાતો કરતી, પણ તેમાં મારા બા ભાગ્યેજ થોડીવાર વાત કરવા આવતા. બાકી તો કોઈ પુસ્તક લઈને વાંચતા હોય. લાગતું કે મંજુફઈ સાથે ખાસ કોઈ સમાન વિષય હતો નહીં.

મામાના કુટુંબને પોતાના બંગલામાં રહેવા આવવાની શક્યતાની વાતો આવી રહી હતી. અમારું ઘર બંધાઈ રહ્યું હતું. એ દરમ્યાન અમારા અંતરના ઊંડાણને હચમચાવી નાખતો બનાવ બન્યો. અમે ત્રણ ભાંડરડાંમાંથી સૌથી નાની, પાંચ વર્ષની બહેનનું એક દિવસની માંદગીમાં અવસાન થયું. મંજુફઈ બહેનની માંદગીના દિવસે, બહેનની પથારીની આસપાસ અને તેના અવસાન બાદ મારા બાની પાસે હતા. પછીના દિવસોમાં ઘરની ગહેરી ઉદાસી અને ખાસ કરીને સાંજના સમયે આરતી, જાણે વેદના-ઘંટારવ વગાડતી હોય તેવું લાગતું. મંજુફઈ રોજ આવીને પહેલા પથારી પાસે જઈ તાવમાં શાંત પડી રહેલ ભાઈના ખબર પૂછતાં ને પછી પગથીયા પર બેસતાં અને બા સાથે થોડી વાતો કરવા પ્રયત્ન કરતાં. માની સોજેલી આંખો સામે જોઈને નજર વાળી ક્યાંક દૂર અવકાશમાં જોતા બેસી રહેતા.

ત્રણ-ચાર દિવસ થઈ ગયા. ખરખરો કરનાર આવતા બંધ થઈ ગયા પણ બાની આંખમાંથી ખરતા આંસુ બંધ નહોતાં થતાં. મંજુફઈ રોજની જેમ આવીને બેઠાં. બહેનની વાત બાએ શરૂ કરી પણ આંસુના વહેણમાં વાત અટવાઈ ગઈ. હું રડમસ ચહેરે નજીકમાં રમતી એમની વાતો સાંભળી રહી હતી.

“ભાભી, બસ હવે, આંસુ લૂછો.” મજુફઈએ ગળગળા પણ મક્કમ અવાજે બાને કહ્યું, “તમારું દિલ પથ્થરનું કરી નાંખો.” જાણે બાને ધક્કો મારીને અમ ભાઈ-બહેન પ્રતિ જાગૃત કરી દીધા.

મંજુફઈએ કહ્યું તે પ્રમાણે, બાએ પોતાના ફૂલેલા પોપચા પરથી આંસુ લૂછ્યાં અને મારી સામે જોઈ પ્રયત્નપૂર્વક આછું સ્મિત કર્યું. એ દિવસ પછી, મારા દેખતા બાને ક્યારેક રડતાં જોયાં.

એક અભણ ફોઈની સમજણ અને સલાહ પોતાના અનુભવમાંથી ઉદ્‍ભવી હશે! મારાં ભણેલા-ગણેલા બાને, ઘેલા લાગતા મંજુફઈએ સચોટ માર્ગદર્શન આપ્યું. આવી સંવેદના અને સમજવાળા અમારા મંજુફઈને અભણ કે અજ્ઞાની માનતી અમારી બાલિશતા ભોંઠી પડી ગઈ.

 ____ સરયૂ પરીખ  

અશ્રુબિંદુ

  એક  અશ્રુબિંદુ મારી  પાંપણની  કોર  પર.
   ગીત લઈ આવ્યું જૂની યાદો દિલદોર પર.

 નાનેરી  બહેની મારીઉર્વશી પરી  હતી,
   આવીતી  આભથી, પાંચ  વર્ષ  રહી હતી.
    માતપિતા ભ્રાતાના ઉરની ઓજસ હતી,
    બેન સહજ  બચપણની મારી હરીફ હતી.

ઓચિંતી ઈશ ઘેર પાછી   ફરી  હતી,
  માત તાત નજરુંમાં  મરુતા ઝરતી હતી.
  ના  સુણ્યું  જાયે   ગીત  ઉરૂ  ગાતીતી, 
 
કકડુ પતિ રાઘવ રાજારામ” રટતીતી.

શબ્દો હીં આવેલા સૂરોની પાંખ  પર,
  
જઈને  જે  ભીંજવશે ભૈયાની આંખ પણ.
   
ઉર્વશીની ઉષ્માથી નયણાંનાં તોરણ પર,
   
મીઠું   હસી  ને રડી  કેટલીયે   યાદ   પર.
——      

“જાગૃતિ” ફિલ્મનું ગીત, “રઘુપતિ રાઘવ રાજારામ,” એ જમાનામાં (૧૯૫૦ની આસપાસ) બહુ પ્રચલિત હતું. વર્ષો પછી અમેરિકામાં આ ગીત સાંભળી દિલમાં તોફાન ઉઠ્યું, અને લાગણી-વર્ષામાં ભીંજવી ગયું.
પ્રતિભાવઃ Wonderful. You surpass us all in reaching the fearsome depth of feeling. I can feel it but can’t possibly dare to express it even after so many years…. Love, મુનિભાઈ.

Saryu, Urvashi.

    

લિંક

 

સર્જક અને સમીક્ષક

અંતરંગ પ્રેરણા પીંછીથી, કલાકાર સૃષ્ટિ આલેખે,
મર્મિલા અર્થને મલાવી, શાણો કો’ સાક્ષર સુલેખે.

દૈવી કલાની કૃપાની સાથ સાધનાનું ઝીલે કહેણ,
ઊર્જિત સરવાણી સ્વીકારી નિશ્ચયથી વાળે વહેણ.

શક્તિ ભક્તિનું સંધાન કરી કર્મોમાં રહે એક ધ્યાન,
આરોહે દુર્ગમ સોપાન કરે ઉત્તમ આકાર મૂર્તિમાન.

લોકોત્તર કલ્પન નિર્માણને સમજી ઊજાળી ઉભારે,
અલગારી અર્જને કસીને જોહરી કો કિંમત બતાવે.

શબ્દોમાં ગૂંથેલા ગીતને  લયકારી દોરમાં પરોવે,
અદર્શીત અંતર તરંગના રંગોને વિલસિત બતાવે.

મૂરતના સ્મિતનું, શબ્દોના કોષનું, મૂલ્યાંકન સાચું કરાવે,
પારખું પરીક્ષક સર્જનને વિશ્લેષી રંજન રસદર્શન કરાવે.
——-

આ કાવ્ય સર્જક અને વિવેચક વિષે છે. પરંતુ શૈલાબહેનનો ભાવ પણ ગમ્યો.
સરયૂબેન,
સર્જક અને સમીક્ષક કાવ્યમાં ઈશ્વરી તત્વ અને ભક્તનુ સંધાન ખુબ જ ઉચ્ચ વિચાર અને પુરી ગહનતાથી કર્યું છે. આપની કલમને સો સો સલામ. Shaila Munshaw

 

 

લિંક

સ્ત્રી સંત-રત્નો, મંત્ર

સ્ત્રી સંતરત્નો અને મંત્ર

img_05391

                                 કાવ્યસંગ્રહ      મંત્ર                                 સંત સ્ત્રીઓની જીવન ઝાંખી
                    કવયિત્રીસરયૂ મહેતાપરીખ                          સ્ત્રી સંતરત્નો, ભાગીરથી મહેતા
પ્રાપ્તિસ્થાનઃmail@shishuvihar.org Bhavnagar chairman@glsbiotech.com  Vadodara

સ્ત્રી સંત-રત્નો, લેખિકાઃ ભાગીરથી મહેતા. લગભગ પચાસ અજાણી અને જાણિતી ઉમદા સ્ત્રીઓના જીવન ચરિત્રની ઝાંખી. ૩જી આવૃત્તિ, પ્રકાશકઃ શિશુવિહાર, ભાવનગર. શાળા અને સંસ્થાઓ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે.

MANTRA-English/ Gujarati poems:     MANTRA-poems by Saryu Parikh        << click to read

મંત્ર – કાવ્યસંગ્રહ, કવયિત્રીઃ સરયૂ મહેતા-પરીખ  પ્રકાશકઃ શિશુવિહાર, ભાવનગર.

 

Happens

Happens

Bad things happen for some good reason,
Rumble and roar may bring good season.

When half sun hangs in a cradle of cloud,
The dribbling  drops give tickling pleasure.

The scolding and aversion make you stronger,
May teach you to be kind, embrace a stranger.

A push from the top, stumble in the deep,
Force you to go in a totally new direction.

It is a sign in disguise from our Creator,
A chance to explore a multitude of prospects.

A seed under dirt and man under hurt,
Sprout, germinate beyond expectation.
——–

My Books

My Books

  1. “Essence of Eve નીતરતી સાંજ” Poems and True Stories in Gujarati and English, and Dilip’s Paintings. 2011

2. “Smile in Tears આંસુમાં સ્મિત”  Poems and Stories–followed by poems, in English and   Gujarati. 2013

3. “Moist Petals” a poetic novel– fictional memoir. 2015

4. “Flutter of Wings” a poetic novel. 2017

5. “MANTRA” poems in English and Gujarati.  2017

6. “મંત્ર” કાવ્ય સંગ્રહ. 2018
———-

ચિત્ર

નિર્મળતા

 નિર્મળતા

ઝંખનાનાં તેજમાં જાગેલું પંખીડું,
મમતાનાં માળામાં ક્યારે સપડાયું!
આશા પતંગાની આસપાસ ઊડતું,
ચંચળ ચતુર એવું ચિત્ત ભોળવાયું.

સાત્વિક આનંદ ને ઉલ્લાસે આવર્યુ,
આંખોની આરતીની રોશનીમાં ઊજર્યું,
અસીમ અગોચર ને અંતર વિહારમાં,
કિરણોની કોરપર ભોળું હિલોળ્યુ.

ભૂલથી એ વાદળના સાળુમાં ખોવાયું,
ઘેરા ઘુમરાવામાં અંધારે લોભાયું
લાલચનાં પાણીમાં ભાવે ભીંજાયું
પછી, ખારા સમંદરના પટમાં પટકાયું

જ્યારે એને સાંભર્યુ કે ક્યાંથી એ આવ્યું’તું,
ચાંચ મહીં ચાંચ અમી અન્ન કેવું ભાવ્યું’તું,
નિઃસીમ આકાશે ફરી મુક્તિથી ઊડવાને,
આતમ કમાન, મનો તીર લક્ષ સંધાયું.
——

A Glimpse of Peace

IMG_0229.jpg

A Glimpse of Peace

The gentle sound of nonstop rain,
And the pink, soft smile of flowers’ pane,
Brings me in a full circle of my being …
The essential joy of life.

Just listen… O’ my mind,
the murmur of silent shore and tide.
Let your soul bird sing in an accord
with the different tunes of the world.

The palm trees try to pick into my poem
to grasp any meaning out of it.
All my senses imbibe the bliss
to experience a glimpse of peace.
——–

                                                                In Kauai, Hawaii.

The Havoc of His Heel

The Havoc of His Heel

The havoc of his heel we anxiously feel,
The unintended smacks take time to heal.

The energetic boy, his ball and his goal,
His rigorous vigor often overflows.

The thump of his ball, the crashing sound in the hall!
“Nothing is broken!” surely follows by his call.

“You be careful and kick it slow.”
“Yes, I did, but it went crisscross.”

The thunder of his ball
Shakes paintings on the wall.

Force and energy rolled into one,
The amazing might in this young one.

Things may break, we clear the mess,
But my grandson’s smile remains intact.
——–
Our ten years old soccer player, Kethan.

ભુલભુલામણી

ભુલભુલામણી

ઉરે આનંદ ને આરતની ઝૂલે લાગણી
ઊર્જ ભરતી ને ઓટની  ભુલભુલામણી

વિમલ  વાયે વસંતના  રસિક વાયરા
તારી ચીઠ્ઠી  આવે, લાવે મુકુલ વાયદા
તેમાં રાચીનાચીને જોઈ છબિ નિર્મળા
સખા, વિખરાઈ વેરાયા વિરહ વાદળા

મીઠી તનમાં ધ્રુજારી ને શીતળ પવન
જલે ચિતવનમાં ઉષ્માની ભીની અગન
પીળા પત્તાની કોરણે સ્તંભિત સ્તવન
જોઉં કૌતુક, એક કુંજ કળી ગાયે કવન

ધીમાં ધીમાં રે ગાન કહે આવે મેમાન
તાર સપ્તક ગોરંભીલી અલબેલી તાન
સ્મિત કુસુમો પરોસે અનેરી પહેચાન
ના રોકું ટોકું  દિલે ધડકન અભિયાન

રચી સ્વપ્નિલ  રંજન, હું  આંજુ અંજન
અર્ધચેતન સંધાન તોયે તૃપ્ત મારું મન
—-

પરિસ્થિતિ, અચોક્કસ પણ આશાસ્પદ.
મનની સંતુલિત અવસ્થા. અધૂરપમાં પણ તૃપ્તિ.

મને ખબર નથી

મને ખબર નથી

પ્રશ્નો પૂછીને બધું જાણું, થોડું લૂણ ઉમેરીને સુણાવું,
ખબરો સજાવીને લાવું, મને જાણ છે કહીને ફુલાવું.
હળવી હકીકતના ચક્રમાં, તમાશાના તેલને મિલાવી,
નિર્મળ એ નીરને ચુગલીની છાલકે ગહેરા રંગોથી ડહોળાવું.

કહો વાત શું હતી, શું થયું’તું? ઊડતી અફવા જે મળી’તી,
વાગી  શરણાઈ પછી  ઓચિંતી વાત ક્યમ ટળી’તી!
ધીમે કહેજો રે મારા કાનમાં જાણી મને પોતાની આપની,
પોરસાઈ મારે કહેવાય મને એ બધી બાતમી મળી હતી.

પણ, શાંતીના દુત સમા, નમણું હસીને તમે ના ભણી,
ને એટલું જ કીધું કે હું બેખબર હતી એ ખબરથી.
મતવાલી વાણીને દઈને નિરાંત કહે, બેસો મીઠેરા ભાવથી,
ખાલી સમયના પાને લખો સખી, સાદા શબ્દો ‘મને ખબર નથી’.
—–

મનુષ્ય સ્વભાવ, બીજાની વાતો જાણી પછી થોડું ઉમેરી ઘણા લોકોને કહે. એમને કોઈ સમજદાર અને શાંત વ્યક્તિ સાથે વાર્તાલાપ થાય ત્યારે કેવો જવાબ મળે છે. વિચારોના વમળાટ અને અસ્ખલિત વાણીને રોકતો નમ્રભાવ, ‘મને ખબર નથી’. આ વાક્ય પાછળ ઘણી શાંતિ દોરવાય છે. કારણ એ પછી આગળ ખાસ કોઈ ચર્ચા લાંબી ચાલી ન શકે.
પ્રતિભાવઃ Yes. ”mane khabar nathi” is a beautiful, very peaceful, and amicable conclusion. આનંદ રાવ.
——-

ખીલું ખીલું

ખીલું ખીલું

 હતું  ગીત કો  અધૂરું  ઘર સૂનું સૂનું,
બધું  લાગતું  હતું  જરાક  જૂનું જૂનું.

 આજ દિલમાં ગાયે  કોઈ ધીમું ધીમું,
હાસ હોઠે  છુપાયે છાનું  ધીરું ધીરું.

 સખા, સુખડ સુવાસે મન ભીનું ભીનું,
ઝરે ઝાકળ ઝીણેરી તેને ઝીલું ઝીલું.

 ફરી  હેતલ  હરિયાળીમાં  લીલું લીલું,
આસે  મીઠો   મધુર  રસ   પીઉં પીઉં.

  મારે નયણે  સમાય આભ નીલું નીલું,
સ્નેહ  કોમળ  કળી  કહે  ખીલું ખીલું.
——

સ્વભાવનું સત્ય

સ્વભાવનું સત્ય

એક  દિવસ  કહેવાને  બેઠી સ્વભાવ કેરું સત્ય,
ગૂંચવાયેલી  લાગણીઓમાં  અટવાયેલું   તથ્ય.

મધ્યબિંદુમાં સ્વભાવ, ફરતે વિચારના વમળાટ,
ભયના કુંડાળામાં રહીને, અહંમ તણો સૂસવાટ.

બાળકને પણ આપપ્રેમની જન્મજાત અનુભૂતિ,
મગરૂરીમાં  સ્વાર્થભોગની   ચાલે   પુનરાવૃત્તિ.

મોર  ન  દેખે  મોરકળા  કે  સૂરજ  રંગધનુષને,
પ્રેમપુષ્પની  સુવાસ  પ્રસરે, લે  તેનું દિલ હરખે.

ક્યમ  સમજાવું  જળબિંદુ કે પાંદડીઓના રંગો,
ખોવાયેલા  ખ્યાલની જેવા બદલાતા  મનરંગો.

વહેતી  ધારા પારખવા નહીં  કોઈ માપ પ્રમાણ,
કોશિશ ના કર વિશ્લેષણની, સમજાવે  સુજાણ.

——–

Tian

 

    મુંગી, બહેરી, ટીએન કહેશે;

મારા ઓષ્ઠો હલે ને તારી આંખ સાંભળે,
મૃદુ મનના તરંગ અનુકંપ સાંભળે.

મારા હ્રુદિયાના ભાવ, કરે આંગળી સંવાદ.
મારી ભીતરમાં સપનાઓ સળવળે.

નિરાશાના બોલ મને વાગેલા તીર,
મારા સ્વજનોના આચરણ તરવરે.

તારા સ્નેહની બહાર અને ચહેરાના ભાવ,
ધીર નીરજ સંવેદના લાવે વિશ્વાસ.

ભલે મૂક ને બધિર, રહી કુદરતની વાત,
ના ખામીઓ સતાવે શું એની વિસાત!
————
મુંગી -બહેરી મારી વિદ્યાર્થિની, ટીએન.

       Tian might say…

Your lips are moving, that’s what I hear.
What is a whisper! . . . What are vibrations!
I never knew and may never know.

My heart and mind just talk, talk and talk.
And some of you listen, how wonderful it is!
My eyes give messages, please try to read them right,
I mostly see replies of pity and pretense.

I am quite perfect, because I can see and feel.
please try me out beyond my lacking abilities.
I’m a shining star, just partially covered in cloud,
Forget about the cloud and help me brightly shine.
——
My hearing- and speech-impaired student. I was her volunteer tutor for five years. She earned a degree in graphic design.

 

 

 

It’s Outside

 It’s Outside
Our big, lovely present came in a small package,
So sweet and so neat, so wise beyond her age.

Her perfect, pink dress and very gentle steps,
Her pretty, poised self, wins a special place.

She carried her pillow, was her time to take a nap,
She quietly laid down, adjusting her cap.

The thunder and the rain woke her up in fright,
The big disturbing noise had shaken her inside.

She gathered her courage to fight her fear,
“Bapu, lightening is outside, not in house-not here.
The rumble is for sure . . . not very near.”

By thinking and reflecting, she made her mind clear,
How to fight the fear, we learned from Soni Dear!
——-

 

 


               

Help me Heal…..

This melting sky makes me cry,
O’ my beloved! In rain I’m dry.

My tears of joy and peace of my soul,
  Haven’t come back since you’re gone.

The birds sing soft, hide in the loft,
Melodies of love shyly moan.

Why this way, my heart just aches?
My fluttering feelings, I can’t catch.

I open my door and stare your way,
You come and stay, don’t stay at bay.

I can’t understand the flair of my mind,
This world around is not so kind.

I long to be yours and share my bliss,
Our hearts will heal with a sweet little kiss.
——

લિંક

મૌનનો મહિમા

મૌનનો મહિમા

તીખા ને કડવા અધીરા એ વેણ,
તેજીલી ધાર પર કજીયાના કહેણ
વાળો તેમ વળશે જીવ્હા ને રેણ,
ગમતી ગંગાનાં મનગમતા વહેણ.

ઓછું બોલવાના અહોય અષ્ટ ગુણ,
સોચી સમજીને જાળવશે સમતુલ,
ભૂલો છૂપાયે ને સચવાયે મુલ,
માન સખી, ઓછું બોલ્યાંના અષ્ટગુણ.

સૌ કહેતા, ન બોલવામાં નવ ગુણ
શાંત સરોવર સમાવે અવગુણ.
વાત હો સાચી સ્થિર ચેતનાથી પૂર્ણ,
ન બોલવામાં ખરે લાગે નવ ગુણ.

મૌન સંગીત જે અંતરથી ઊગે ને,
વણબોલ્યે મંજુલ તરંગ સ્નેહ છલકે.
શાતા ને સાંત્વના લયબધ્ધ લહેકે,
અંતરમન મૌનના દસેદસ ગુણ.

ખરું મૌન મહાતમ જે મસ્તકમાં રાજે,
ઘટ ઘટમાં આનંદની ઘંટી બજાવે.
——–

એકાકાર

એકાકાર

કોઈ રેશમ રાગિણી બજાવી,
મારા દિલના દામનને ભરી દે.
શીતળ સ્પંદન ચહેરાને સજાવે,
એવું તું એક સ્મિત કરી દે.

નયન ઉજ્વલ ને રોશની ઝબૂકે,
ગાલ ખંજનમાં મોરલો ટહૂકે,
મારું વામકુક્ષ ફૂલ સુ ફરૂકે,
એવી તું કોઈ વાત કહી દે.

ચપળ ચંદ્રમા ચૂપકીથી ચાલે,
હેત સ્પર્શી લે અવનીને ગાલે,
એ લાલી આ હથેળીઓ સંવારે,
એવું તું કોઈ ગીત લખી દે.

છબી મારી લઈ આવી ઓવારે,
મને ખોવાને નવલ નિરાકારે,
બનું બિંદુ તવ સિંધુમાં સમાવે,
એવો તું કોઈ મર્મ કહી દે.

અલગ અસ્તિત્વ એકમાં મિલાવે
એવી તું દિવ્ય કૃપા કરી દે .
—–

 

લાગણીઓનો માળો

લાગણીઓનો માળો

કેમ કરી સંભાળો આ લાગણીઓનો માળો!
એક અનેક તણખલે બાંધ્યો નર્મિલો મનમાળો.
એક સળી જ્યાં ખસી ખરે, ત્યાં ઉરમાં ઉખળમાળો.
આ લાગણીઓનો માળો.

કાચા સૂતર જેવો નાજુક, હળુ હળુ  કંતાયો,
આવભગત ને  પ્રેમ  તાંતણે  યત્નોથી બંધાયો,
એક આંટી  ને ગાંઠ પડે  ત્યાં તૂટતો ના સંધાતો,
આ લાગણીઓનો માળો.

પત્તા લઈ પત્તાની ઓથે પોલો મહેલ બનાવ્યો,
આંખ હાથના  આધારે સૌ સાથ સુલેહ સજાવ્યો,
એક જરા સી ઝાલકમાં અવળે આવાત ઊડાવ્યો,
આ લાગણીઓનો માળો.

    સાત તાર સૂર સંગે વાગે ગીત સુગીત સુમેળો,
અંતર  ને  અંતરના  તારે  વહેતી  સંગીત  લહેરો,
તાન  મધ્યમાં  તડાક  ક્યારે  એક  તાર તરડાયો,
આ લાગણીઓનો માળો

———-

કળી બની કાંતા

 

કળી બની કાંતા

મારાં પારણાનું આનંદ ઝરણ,
ચમક આંખ જાણે ઊષા કિરણ,
એનાં પાયલની ઘૂઘરી રણજણ,
વારી જાઉં તેની ભોળી સમજણ.

વદન  કોમળ  કસુંબલ   રંગ,
તેનું ઓજસ ખીલ્યું અંગઅંગ.
કળી  ક્યારે બની  ગઈ કાંતા!
આજ અચરજ અચંભિત માતા.

બની કો’ના હૈયાનું અમૂલ ફૂલ!
બની કોના ગુંજનમાં મશગૂલ!
સ્વપ્નપાંખે આરૂઢ, ચાલી સુદૂર,
મૂકી  પ્યારની  મહેકતી  કસ્તુર.

આ  પ્રાંગણ  કે  હોયે  પરદેશ,
સ્નેહ સોહે જ્યમ સુરખી દિનેશ,
ઝીણી ઝાંઝરીનો મંજુલ અંદેશ,
માત ચાંપતી  સ્મરણોનો સંદેશ.
—–

નાની બાળકી યુવતિ બની, પોતાના પ્રેમ સાથે ચાલી જાય છે–તે સમયે માતાના ભાવ.

 

સોનેરી પાલખી

 

 સોનેરી પાલખી

સોનેરી પાલખીમાં બેસી, સ્વર્ગની સફર કરી,
ઝાંખાં ઝરુખાની જાળી, આરતી નજર કરી.
લંબાવી હાથ  રૂડી ચાંદનીને લાવી નજદીક,
શુભ્ર નિર્મળ નક્ષત્રોનું તેજ, હરખે હસ્યા કરી.

મસ્ત ચારુશી ચાલ, પ્રસન્ન ભોળી  હિલચાલ,
ઘના વાદળ આવેને તોયે  સરતી  સુખપાલ.
એમ  સરસરાટ  જાયે, મુજ  જીવન  રફતાર,
ના  બંધન, ના ગાંઠ, સાજ  સંગત ઝપતાલ!

એક ધક્કો! ને જાગી, પલક જોઈ વળી  અંત,
દિલ ધ્રૂજે,  મન  થથરે, ક્ષણ  લાગે  અનંત.
ગતિ અવરોધી, આવી  ઊભી, ઝપકારે વીજ,
જાણે  પાંખો   થીજી  ગઈ, પટકાઈ  દિગંત….

આજ, નીલા  આકાશની  સુંદરતા યાદ  કરી,
સોનેરી પાલખી સજાવીશ, શ્વાસોમાં નાદ ભરી.
——–
સુખપાલ= પાલખી. નેમ=પવિત્ર
સરયૂ પરીખ
જીવનમાં સારા સમયનો આનંદ, જાગૃતિ સાથે, with awareness, અનુભવ્યો હોવાથી…

સરળ સરતાં જીવનમાં કોઈ ધક્કો લાગતાં, આઘાત અને નિરાશાની રૂકાવટ પછી પુનઃ ચેતનાનો સંચાર…

અંજલિ

અંજલિ

ઠંડી ગરમીની મીઠી રકજક રસતાલે
ઉડ્યો ગુલાલ  શીત સવિતાના ગાલે
રમતો રે તેજપૂંજ ધરતીની ધારે
ગરવું હસીને સરે સૂરજ સવારે

રજનીની   ઓઢણી   સરતી   સંચારે
જડચેતન    સંગત    સુચારુ  સંસારે
સમભાવે   કિરણો  સ્પર્શે  સમતારે
હુંફાળો હાથ ફરે આશા મનતારે

વર્ષાની વાછંટ ને વાદળ વણજારે
રૂપાના બરફફૂલ  ચાદર પથરાવે
સુણતા ભાનુરથના રંજન રણકારે
સંકેલે ગાલીચા જયજય જયકારે

ચેતનનો ચંદરવો સોનેરી જરજરી
અંશુમાન આંગણ  અંજલી અભર ભરી
———-
અંશુમાન=સૂર્ય

hemapatel
hema.patel@gujaratisahityasarita.org
70.240.220.221
ચેતનનો ચંદરવો સોનેરી જરજરી
અંશુમાન આંગણ અંજલી અભર ભરી.

ખુબજ, ખુબજ સુન્દર, બહુજ સરસ શબ્દોની સજાવટ સાથેની રચના

વેરવિખેર

વેરવિખેર

વેગે વિખરાતી નાની શી દુનિયા;
પાંખો ફૂટી ને ઊડતાં પતંગિયા!

ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન,
ઓસરતા ભીને અવસાદે.
ખુલ્લા ખાલીપાનાં ખોખાંને આજ
સૌ ધીરે ધીરે કરતાં નોખાં.

એક એક ડગલાંએ અંતરપટ ખેંચ્યાં
ને કેટલાં દૂર જઈ પંહોચ્યાં!
ઓળંગી અવધી તણાયે પ્રવાહમાં,
પાંદડીઓ વિભિન્ન વહેણમાં.

સંધ્યાના ઓળાઓ પોકારે વાળવાં
પણ, મારગ ભાસે છે મૃગજળ સમા.
ગાણાં સમાઈ ગયા સૂના સન્નાટામાં
વિહ્વળ રે વ્હાલપ લિસોટા.
——-
વિખરાય જતું નાનું કુટુંબ

બસ હવે

બસ હવે….

દિલ મારું એક વાર દઈ ચૂકી,
મેળામાં ઘેલી હું થઈ ચૂકી.
સ્નેહ ને સમર્પણના મેહ લઈ,
વાદળ બનીને વરસી ચૂકી.

સરતી એ રાત ને શ્રાવણની સાથ,
ઓસની ભીનાશ સર્વ લઈ ચૂકી.
લાલસાની લાયમાં આશાની છાંયમાં,
અંધારે ઓરડે ફરી ચૂકી.

લેવાને કાજ ના આવજે પવન,
સૂનમૂન એ પાંદડી ખરી ચૂકી.
સંકેલી ફાલ હવે દાંડીની ધાર,
પુષ્પક્યારીમાં લીન સ્થીર થઈ ચૂકી.

અંતરાય આવરણ અળગા કરી,
બંધ છોડી હું આગળ વધી ચૂકી.
ખુલ્લા આકાશ તળે નીલા ઉજાસમાં,
મુક્તિના હંસને વરી ચૂકી.

——–
પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કર્યા પછી, સારા માઠાં અનુભવોથી જાગૃતિ આવે.
એક સમય એવો આવે કે, પોતાની હદ આવી ગઈ છે, તેનું ભાન થાય છે.

ભીતર

ભીતર  સાત  સમંદર  કેતુ,   હું સમજણનો  બાંધું  સેતુ,
વિચારરાસે  ઝૂલણાં  ઝીલી, રાખું  વારી  હળવે  વહેતું.

  દિલ ગાગરમાં સમાય સાગર આપે એવું કિરણ પ્રભાકર,
પાણી તરતાં પથ્થર વિસ્મિત, શ્રદ્ધાને પ્રણામ સાદર.

મૃત્યુંજય  આશા  આધારેસર્જન  ચેતન પ્યાર પ્રસારે,
આંસુ   લૂછે    કાજળ   કોરેઅંતર  ઊર્જા  દર્દ સખા રે.

મેઘધનુષ  ચીતર્યાં  આકાશે, નવલી પીંછી  રંગ ભરીને,
અંતર મન  ગઠબંધન રેલેસ્થિર હુંવિશ્વ  ફરે વર્તુળે.

ક્ષણભંગુર તોય કાળ અનંતા, નાનો અંશ વિશાળ અહંતા.
અનેક જન્મો, જીવ  અજન્મા, નશ્વર દેહ ને તત્ત્વ  અનંસા.

મનવા કરુણા સ્નેહ દયા સંગ લાલચ દ્વેષ રોષ પામરતા,
હો મન, મતિ, વાણી સંગતમાં, શ્વાસે  ગુંજે રે સ્વરસમતા.
——

કેતુ=જ્ઞાન   અનંસા=અવિનાશી

લિંક

નિમિત્તમાત્ર

નિમિત્તમાત્ર

કર્યાં  કર્મોને  ટેરવે  ગણાવે,
કરી  મદદોને માનદ મનાવે,
તો મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

ઉપકારોની  આરતી  ઘુમાવે,
આપ સોહમ્ ની મૂરત બેસાડે,
તો  મૂલ્ય તેનું  શૂન્ય બની જાય.

હું હુલામણાને હરખે પોંખાવે,
ને  ફરી  ફરી   ફાલકે   ચડાવે,
તો  મૂલ્ય  તેનૂં  શૂન્ય બની જાય.

તેની કરુણા, ને હું એક સાધન,
સર્વ સેવામાં સહજતાનું સૌજન,
તો શૂન્ય પણ અમૂલ્ય બની જાય.

ઘણાં જન્મ, વંશ, અંશના સુપાત્ર,
ભાગ્યયોગે દેવત્વ નિમિત્તમાત્ર,
શુભ કાર્ય તે અતુલ્ય કરી જાય.

——-

Flutter of Wings- a poetic novel

 

Flutter

click on for a paperback copy>

https://www.amazon.com/Flutter-Wings-poetic-novel-Fiction/dp/1544939256/ref=sr_1_2?s=books&ie=UTF8&qid=1491443348&sr=1-2&keywords=flutter+of+wings

 

Kindle edition>

Wish and Desire

Many subtle wishes rise and die,
like waves of the ocean rise and subside.
Praise and promotion, push them high,
the wind and wait, push them aside.

With short-lived wishes and soft subtle waves,
the ground is laid to build a palace.
A special desire, a dream takes shape,
the slaps and shoves cannot give a shake.

Aspiration keeps on sailing through troubles;
so many times it shifts and stumbles.
A leap at a time brings it closer to the shore,
and reaches for joy like never before.

Desire and drive come from mind, heart and hand,
but no one may be there when you struggle in the sand.
It is up to you to have zeal in your soul,
to know your call and reach your goal.

          ———–
Small wishes build a strong desire. The path to the success one has to surmount alone.
To be aware to know your calling.

ઈચ્છા અને મહત્વાકાંક્ષા

તરંગ ઊછળી આવે ને ઊંડાણે નીસરી જાયે
યાદોમાંથી નાની ઈચ્છા સહેજે વીસરી જાયે
પ્રોત્સાહન ને પ્રેમ પ્રશંસા આગળ દોરી જાયે
સંજોગો  ને  અવસર આઘે ઉપર ખેંચી જાયે

આકાંક્ષા  ને  આશા જાળી  સુંદર સેતુ બાંધે
આભ જનારી એક રાહને  એકતારથી સાંધે
ધુમ્મસ  ઘેરું  ઘેરે  તેને  ઘડીક  વાદળ ઢાંકે
તરવરતા તારાઓ  વચ્ચે  ધ્રુવનો તારો ઝાંકે

પૂર્ણ પણે હવે ઊઘાડ થાતો લક્ષ મને દેખાતું
નિર્ગત શંકા, વ્યાકુળતા ને ના મનડું મૂંઝાતું
સૌ કંટકને  કુસુમ કોમળ સમજીને  સુલજાવું
એકાકી  કેડીની  ઉપર  દ્રઢ  પગલાંઓ માંડું

ધ્યેય તરફની ધારાવાહી  અંતરની સરવાણી
શાને કાજે હું ધરતી પર, યત્નેથી  સમજાણી
—-  સરયૂ પરીખ
એક જ વિષય બે ભાષામાં રજુઆત. Not a translation.

લિંક

INVOCATION

invocation

painting by Dilip Parikh
more on page…Dilip’s paintings

રંગ બદલતી…

img_7907

                                                                         રંગ બદલતી . . .

એના ચંપયી બદનની મહેક,
હઠ હુલામણા નામની લહેક,
તૃષ્ણ આંખ તેને જોતી રહી, ને
એ લજામણી બનીને મલકી રહી.

એને જોઈ કરે કોયલ કુહુક,
કરે ઘાયલ નજરથી અચૂક,
અકળ અટવાતી જાયે રે ગૂંચ,
પવન હેલે હિલોળે હેરી રહી.

ગગન ઘેરાયે ઘેરો ઘુઘવાટ,
પ્રશ્ન પૂછે નયન તોરણ તલસાટ,
ચમક  ચહેરા પર રોકે  મલકાટ,
વણબોલે બોલ ઊર્મિ સરી રહી.

જેવી ખીલી રંગીલી મધુમાત,
કેવી શ્વેત પછી ફૂલ ગુલાબી રાત
મારી પ્રેયસીની પ્રેમભરી વાત,
મારા પાગલ હૈયાને હરી રહી.

——-

ના મળી શકી….

  ના મળી શકી

 તને  મળવાની ઝંખના જાગી  બેતાબ,
મારી  સઘળીએ પૂંજી લગાવી’તી દાવ,
તે દિન, વંટોળે ફંગોળી  ફેંકેલી   ઝાળ,
વ્હેણ ગહેરા  ગુંગળાય, વાત  શું  કરું?

 વર્ષંતી    ઝાપટમાં   થરથરતી  બીજ,
ઘેરા  ઘનઘોર  મહીં  કડકડતી  વીજ,
સંતાણો   સૂર્ય   તેની   દેખીને  ખીજ,
હવે  કુમળાં  કિરણોની  હુંફ  શું   કરું?

મારે  જાવું’તું રે મારા સાજનની પાસ,
સાત પ્રહરો ઝૂઝી મારી જિદ્દીલી આસ.
થાકી  હારીને  ઓર  છોડ્યાં   નિરાસ,
હવે  ઊર્જા  ઊભરાય  તોય  શું   કરું?

હલતું  ના પર્ણ  આજ  શીતલ સમીર,
હવે ઝિલમિલ તિમિર, ને મંદમંદ નીર,
હતો  કેવો એ મેર, તે’દિ  કુદરતનો  કેર,
હશે  વિધિના  આલેખ, ના મળી  શકી . . .

——

વળાંક

 

વળાંક

તુજ  દ્વારે  ટકોરા, હતું  કરવું  કબૂલ
હું  લાવ્યો’તો ફૂલ, કહ્યું કરજે તું  મૂલ.
ના બારણું  ઉઘાડ્યું, તેં  લીધું  ના ફૂલ,
હું પાછો ફર્યો,જાણે થઈ ગઈ કોઈ ભૂલ.

મનના  પતંગાને   સાહિ  દર જોરી,
અંતરની   દોરને    સદંતર    સંકોરી.
ઉત્કટ  પ્રયત્ને  તને મનથી  ભુલાવી;
તારી ભૂંસી  ને  છબી નવલી બનાવી.

  કાળ કર્મ  વેલ  મને આગળ લઈ જાયે,
હસ્તી   મારી   ઉર્ધ્વ   આભે  સોહાયે.
સંગિની  સાથ  રસમ  રીતિ  સંચવાયે;
યાદની  લહેરખી ક્વચિત  હૈયું  કંપાવે.

   તું  હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે,
જીવન-સરિયામ  હોત નોખાં  વળાંકે!
———
સાહિ=પકડી   દર=પ્રયત્નપૂર્વક  સરિયામ=રસ્તો

પ્રકાશ પુંજ

પ્રકાશ પુંજ
હે જી રે મારા પ્રેમનાં ઝરૂખાનો દીવો,
રે રાજ રત, પાવન પ્રકાશે પ્રગટાવો.

    જાગે મારા હૈયામાં પ્યારો પલકારો,
વાગે રૂડાં તંબુરાનો ન્યારો ઝણકારો,
હે  જી હું તો  હરખે બજાવું  એકતારો,
રે રાજ રત, મનડે મંજુલ સૂર તારો.

    નાની પગલીઓ ને લાંબો પગથારો,
ના  હું  એકલી,  છે તારો    સથવારો.
જાં શૂલ હો, મને  ફૂલ  સો  ઓથારો,
રે રાજ રતતારો  અતૂટ  સહચારો.

  અંક  આવાસમાં  પગરવ   સુહાણો,
તેજપુંજ  ઝળહળ  દીપતો અજાણ્યો,
ઘેરા  ઘનમાં સોનેરી  પ્રકટ   જાણ્યો,
રે રાજ રત, કાળજડે કાનજી સમાણો.
——

તને યાદ…..

તને યાદ…..

કોરી   ધરતી  હસીને  ભીંજાતી,
આ પોયણીની પ્યાસ ના બુજાતી.
રાત  રૂમઝૂમ મલ્હાર રાગ ગાતી,
કાં’ તને  મારી  યાદ  ન આવી?

ખેલ  ખેલંતા ખળખળતા પાણી,
તેમાં  આશાની આરત  સમાણી.
ખર્યું  પાન  તને  આપે  એંધાણી,
તોય તને  મારી  યાદ  ન  આવી?

  વેણ  ઘૂઘરી  તેં  લોભિલી  વેરી,
મેં   ઝાંઝરી   પરોવીને   પેરી.
તેની  વાગી  ઝણકાર  ફરી  ઘેરી,
હાં, તને  મારી  યાદ ન આવી!

મોહ  દીવાની વાટ ધીમી  કીધી,
તડપ   હૈયે  દબાવી   મેં   દીધી.
વ્યર્થ  વાયદાની વાતો  શું  કે’વી,
જો, તને જ મારી યાદ ન આવી!
——

પ્રણયના મોતી

પ્રણયના મોતી

સ્વરોના મોતી સરે પ્રણયમાં
ને હું સૂર બની ને  સાંધુ
તુજ સ્મિત રમે રમણમાં
ને હું  નૂર બનીને બાંધુ

તું ઝીણો ઝરમર વરસે
ને હું પાન બનીને ઝીલું
તું પવન બનીને લહેરે
ને હું કમળ બનીને ખીલું

તું કિરણ બનીને આવે
ને હું સુરખીમાં રંગાવું
તું ઘટમાં વાદળ ઊમટે
ને હું વીજ બનીને નાચું

તું શ્વાસ બનીને આવે
ને હું ધડકન થઈને જાગું
તું વિશ્વાસ બનીને આવે
ને હું સખી  બનીને ચાહું

તું  પ્રીત  લઈને આવે
ને હું ગુંજન ગાણું ગાવું
મુજમાં તું, ને તુજમાં હું
બસ ઓતપ્રોત થઈ જાવું
——

 

મને સાથે લઈ જાવા દો

મને સાથે લઈ જાવા દો

ભંડારો   ઊંડા  ખોદાવી  ઠાંસી  ઠાંસી  ભર્યા  કર્યું,
કરી મંત્રણા  લાભ  લાલચે,  સંતાડીને  હર્યા   કર્યું.

 મને થાય  કે આવો માણસ હતો કદીયે નાનો બાળ?
નિર્મમ નિર્મળ હતી કદીયે એની આંખે અશ્રુ ધાર?

કપટી  લંપટ અંધાપો  જે નથી  દેખતો પરનું  દુઃખ.
અનુભવ તેણે  કર્યો હશે શું  દિલસોજી દેવાનું સુખ?

  કરી લે, ભરી લે, સોદા કરી લે, લૂંટીને કો મુખનું નૂર
કટાક્ષ  કરતી  કુદરત દેખે, ભુલી ગયો  મૈયત દસ્તૂર

જાવાનું  છે નક્કી,  ના  લઈ જાશે  જોડે  પૈસો  એક
વીજળીના ઝબકારા જેવો કાળ હુંકાર અજાણ્યો છેક

  ચાલબાજ શું યમને પૂછશે! “નગદ મને લઈ જાવા દો.
ત્રીશ ટકા હું આપીશ તમને, મને સ્વર્ગમાં રહેવા દો.”

——

મનમાન્યું

સૂણ રે મારી સહિયર આજે ખરું થયું
બટક્બોલી પૌત્રીએ મને ખરું કહ્યું…..

સ્પર્શી મારા ચહેરાને તેની નાજુક કર કળીઓ
છ વર્ષની મીઠી પૂછતી, “કેમ તને કરચલીઓ?”

જવાબ શોધું, કેમ કરીને કઈ રીતે સમજાવું!
શબ્દો શોધી કોશિશ કરતી અવઢવમાં મૂંઝાવું

એ બોલી કે વાંધો નહીં બા, પુસ્તક હું લઈ આવું
પુસ્તકમાં તો સીધું સાદું કારણ હતું જણાવ્યું

હસતાં મેં તો સત્ય જીવનનું યત્ન કરી સમજાવ્યું
“દોરાશે તુજને પણ બેટી! સમય તણી રેખાયું”

“નારે દાદી, મુજને એવું કદી કશું ન થવાનું”
પ્રફુલ્લતાથી દોડી ગઈ એ પ્રતિક પતંગિયાનું…..

યાદ કરી લે સૈયર! તું પણ વિશ્વાસે કહેતી’તી,
“નારે હું તો કદી કોઈ’દી પચાસનીય થવાની.”

બાલિશતાના ભોળપણાનું એ જ હતું મનમાન્યું
હતો તને પણ એ જ ભાવ, તોય અંકાણી કરચલીયું!
—-

Sufiya

Our six-year-old Sweetie, you know, is quite witty
My friend, what she said surprised me completely
“My dear Granny, why do you have wrinkles?”

I was puzzled and perplexed, so waited for a while!
She got up from my side with a perky, sweet smile,
“I will go get my book and I know where to look.”

The little book explained, but I deeply explicated;
“The time lines do roll, as everyone grows old.
Darling! You may also get, that’s how Nature is set.”

She giggled and alleged, “Oh Grams, no, you’re so naive.
The wrinkles are for the old, and I will never get so old!”
And she ran away to sing like a birdie with her wings.

Tell me, o’ my friend; I think she is confused
“Surely I can understand, because many moons before,
remember? Twirling curly hair, you smugly used to say,
‘I will never get the grays, and fifty? Too far away’”

A child creates illusions and draws unique conclusions
It’s a joy to hold her hand and walk on innocent land
——

લિંક

Poetry Festival March 5-6 at orlando

UF Poetry Festiwal 2016 1

UF Poetry Festiwal 2016 2

પુનઃ સાકાર


પુનઃ
સાકાર
  દાદા દાદી  વાત  કરે  મીઠી   યાદો  મમળાવે,
સાંજ ઢળ્યે તું નદી કિનારે  કેવી મળવા આવે!
ફૂલ  લઈ હું  રાહ  દેખતો  ઉત્સુકતાથી  તારી
તું  આવે તો સંધ્યા ખીલતી, ના આવે કરમાતી.

વીસરીને
 વર્ષોની  રેખા  પુનર્મિલન હાં કરીએ,
મધુર મધુર યાદોને વ્હાલી ફરીથી નંદન કરીએ.

દાદા
 ફક્કડ  પહેરણ પહેરી  ઊભા નદી કિનારે,
ફૂલ  સંભાળે, થાકે,  બેસે, ઊઠે  રાહ  નિહાળે.

દાદી
ના દેખાયા અંતે  ધુંઆપૂંઆ થઈ આવ્યાં,
કેમ આવી?” રોષ કરીને દાદીને  તપડાવ્યાં.

અચકાતી
, શરમાતી, ધીમે  ધીમે  બોલી દાદી,
કેમ કરીને આવું? મારી  માએ ના કહી દીધી.”
——-  સરયૂ પરીખ

Anger

Anger

When ashes of anger smother the flame,
and the mind fumes within,
Imprudence covers all your senses
and conscience gets crushed with pain.

The beautiful world looks weird
And faith and trust are unknown
Self-pity rules emotions
to create unworthy commotions.

Anger is good if you are aware
and it does not control your senses
When your senses are holding the reins of anger
and the wisdom rides beside
The fire of anger illumines the path of others
and spreads the peace within.

        ———

comment:
Saryuben
Thank you for the poem. It reminds me of the shlokas of GITA . Also of the Dhammapada. There is a whole chapter “KODHVAGGO” (KRODHAVARGA) in Dhammapada.
Radhubhai

પુણ્યપ્રકોપ
ક્રોધાગ્નિની  ક્લાંતરાખ સમતલ બુધ્ધિને ઢાંકે,
કૃધ્ધ કર્મથી  અન્યજ  તેમજ  અંતરને  પ્રજાળે.
પ્રકોપ પાગલ  રાજ કરે  ને  સમજણને પોઢાડે,
પરજાયા ને અંગતને પણ,  ઉગ્ર આંચ  રંજાડે….

સુંદરત્તમ આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે,
શ્રધ્ધા નિષ્ટા  મુખ  ફેરવી અબુધ  થઈને  નાસે.
લાગણીઓ  કકળતી બેસે  આત્મદયાની  આડે,
ક્રોધાન્વિત  મનઆંધી  કાળા  કર્મો  કરવા  પ્રેરે….

ક્રોધ બને સુમાર્ગી  સાચો જાગૃત  જીવની સાથે,
વૃત્તિઓ   લે  રોષને  વશમાં   આવેશોને  નાથે.
પુણ્યપ્રકોપે   ઉજ્વલ   જ્વાલા  ઉર્જાને જગાડે,
પ્રજ્ઞાચક્ષુ    ખોલી   મારગ  અનેક્ના   ઉજાળે….

અંગારા ના હસ્તક લઈએ જ્યોત કામમાં લઈએ,
જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ.
——-

comment by P.K.Davda…બહેન, કવિતામાં તમે ગીતાનો સંદેશ બહુ સરસ રીતે આપ્યો છે. ગીતામાં કહ્યું છે કે ઈન્દ્રીયસુખમાંથી મોહ જન્મે છે, મોહમાંથી ઈચ્છા. ઈચ્છામાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધ બુધ્ધીને ભ્રમિત કરે છે, ભ્રમિત બુધ્ધી નાશને નોંતરે છે.”

પુત્ર અને પૌત્ર

          પુત્ર અને પૌત્ર

મારી આંખ્યુનું તેજ ને કલેજાનો ટૂકડો, મારી હસતી રેખાનો દોરનારો,
માસુમ ગોપાળ  આજ  માધવ કહેવાયો  ને જગના મેળામાં  ખોવાયો.

મીઠા હાલરડાં ને પગલીની  છાપ  પર,  સમય  સાવરણી  જાય  ફરતી,
રાખવાને ચાહું  હું પાસે, પણ  દૂર  તેનું પંચમ  સોહિણી  ધ્યાન હરતી.

જાણે’કે  કોઈ  કરે  અવનવ  એંધાણ, મેઘ ખાંગા  ને  ઘેલા  થઈ  ગાજે,
તુલસી  ક્યારે  દીપ  ઝીણો  લહેરાય, નયન  જાળીમાં ચમકારા  આજે.

આત્મજ  આયો,  તેની  આંગળીએ  જાયો, તાદ્દશ  પિતાનો  પડછાયો,
હૈયામાં   હેતના  ઓઘ  ઊમટિયા,  પૌત્ર   આવીને    ગોદમાં  લપાયો.

થાપણ  આપી’તી  મારી કોંખમાં પ્રભુએ  તેને  પૂંજી  ગણીને  મેં ઉછેરી,
મુદ્દલ ને વ્યાજ  એના બાળક્ની સાથ, અમોલી બક્ષીસ  આજ  આપી.
——

Son and Grandson

The light of my eyes and the lines of my smile,
My innocent child, now a famous big name.
I barely see him behind the screen of fame.

The lullaby and the footprints of a child
is swiped away with the brush of time.
I tried to keep him near and close
but the tantalizing tunes lured him afar.

The clouds are in turmoil and strangely ruffled,
The candle in my court is flickering with joy.
Here he comes with a boy holding his hand;
a smaller image of my son.
My heart is bubbling with joy when the boy runs to sit in my lap.

God had given a gift to my womb I cared and kept him safe.
Today with his son,
he returned me the net and interest,
and a bonus of happiness.
——

અનુતાપ

સપ્તપદીની વેદી ઝળહળ તું ત્યાં ફેરા ફરતો,
નવજીવનની વચન ઉક્તિઓ કો’ની સાથે કરતો.
સાક્ષી થઈને, અહીંયા બેસી, આપુ મૂંગા વચનો,
શબ્દહીન પડઘા હૈયાના, કેમ નથી સાંભળતો?

હજીય ગુંજે દ્વાર ટકોરા, પ્રીત તણા ભણકારા,
હાથ હથેળી દિલ લાવેલો, સ્વપ્નાના અણસારા.
અરમાનોના અમી છાંટણાં, ક્ષુબ્ધ બની મેં ઠેલ્યાં,
જતો જોઈ ના રોક્યો પ્રેમે, અધરો મેં ના ખોલ્યા.

સાત સાત પગલાંઓ સાથે દૂર દૂર તું જાયે,
ભરી સભામાં આજે મારી રુહમાં ગહન સમાયે.
અડછડતી તુજ નજર ફરીને ક્ષણભર તો રોકાયે,
પસ્તાવાના ખંજન પર અંગત ગંઠન બંધાયે.

મંગલમય આ મહેરામણમાં એકલવાયું લાગે,
હીબકા ભરતું મનડું મારું, તારી સંગત માંગે.
———
એક વખત દિલ હથેળીમાં લઈને આવેલા પ્રેમીને પાછો વાળેલો.
તેના લગ્નમાં શાક્ષી બની પસ્તાવો કરતી પ્રેમિકા.
અનુતાપ=પસ્તાવો

લિંક

મારી આહની અસર

મારી આહની અસર

તારા આપેલા વ્હાલા વચનને વરી,
ને થઈ બાવરી.

રૂપ રંગના ગુલાલમાં રોળી,
તેં લીધી આવરી.

મને ચૂસી મધુરી તેં મનભરી,
રે છોડી અવાવરી.

સ્નેહ ચહેરે કાલિમા છુપી’તી,
હું બની સાંવરી.

મધ્ય સૈરમાં છેતરી ઉતારી,
એ સજા આકરી.

મારી સેંથીમાંથી તારલી સરી,
ને વીજ આંતરી.

તારી હોડીમાં મારું એક આંસુ ખર્યું,
નાવ ડૂબી આહ્‍ ભરી.
—–

અનુકંપાના અશ્રુ

અનુકંપાના અશ્રુ

દિલમાં  ઊમટે સંવેદનાના પૂર અને આંખોથી અશ્રુ સરી પડે
મારે  મંદિરે  આનંદ ઉલ્લાસ, તોયે પરદુઃખ પીડાથી રડી પડે
જુલ્મોનો જાજો જુવાળ, સદભાવનાની સારપ ઓછી  પડે
ને લાગણીથી અનુકંપાના આંસુ સરી પડે

મારા આંગણામાં મોગરો હસીને, મુગ્ધ કોરી કળીઓને જગાડે
ઝીણો સાળુડો  હળવે  ઓઢાડી, પેલા સુરજને વાદળી રમાડે
દૂર  દેશાવર ક્યાંક અને વિના કોઈ વાંક, કુસુમોને કચડે  ઉજાડે
એ સાંભળીને અનુકંપાના આંસુ સરી પડે

હરખે  હાલરડાંના ગાન, બાળ માના ખોળામાં સુખથી રમે
પિતા બંધાવે રક્ષિત આવાસ, તેમાં સંતાનો  હેતે  રમે જમે
ક્યાંક કરગરતા બાળકની મા, જુજ ઝિંદગી ભીખમાં માંગે
એ જાણીને અનુકંપાના આંસુ સરી પડે

શાંતિના વાસમાં સુગમ કુમાશ, દૂર સ્ફોટ્ક ધડાકો, પ્રાણ ધડકે
માનવના મનમાં મિત્રતાને આંતરી ક્રુરતાની જ્વાળાઓ ભડકે
ભલે દૂર સુદૂર તોય આવી આવીને અહીં  હૈયુ વલોવી નિચોડે
ને આંખડીથી અનુકંપાના આંસુ સરી પડે

———–

આપણી આસપાસ સુખ હોય તો પણ દુનિયામાં થતાં સિતમથી દર્દ થાય છે.

ઊર્મિલ સંચાર

આવી એક ચિઠ્ઠી, મેં મોતીએ વધાવી,
લીટીના લખાણે મેં આરસી મઢાવી.
જત કાગળ લઈ લખવાને બેઠી,
મારી યાદોને અક્ષરમાં ગોઠવી.

ભોળી અવનીને સાગરની રાહ,
લહેર આવે, આવે ને ફરી જાય.
પરી મહેલમાં એકલી હું બેઠી,
મારી યાદોને રેતીમાં ગોઠવી.

મારી ધડકનને પગરવની જાણ,
નહીં ઉથાપે એ મીઠેરી આણ.
કૂંણા કાળજામાં હઠ લઈને બેઠી,
મારી યાદોને નયણામાં ગોઠવી.

સૂના સરવરમાં ઊર્મિલ સંચાર,
કાંઠે કેસૂડાનો ટીખળી અણસાર.
ખર્યા ફૂલોને લઈને હું બેઠી,
મારી યાદોને વેણીમાં ગોઠવી.

મારા કેશ તારા હાથની કુમાશ,
ઝીણી આછેરી ટીલડીની આશ.
શુભ સ્વસ્તિક ને કંકુ લઈ બેઠી,
મારી યાદોને આરતીમાં ગોઠવી.
——

લિંક

વાદળાં તોડી તોડી….

વાદળાંને તોડી તોડી…
એક જ આકાશને આવરીને વાદળાં,
પાણી સમેટી સઘન એકતા સમેતમાં,
વાદળાં, તોડી તોડી કોણે છાવર્યાં?

અલબેલી અવનીની ખુલ્લી પરસાળમાં,
નિર્જળ લાચારીમાં વૃક્ષો વિમાસતાં,
અગન ફોરા ફેંકી કોણે આંતર્યાં?

ઉત્સુક આશંક આશ ધડકે એંધાણમાં,
તામ્રપત્ર પાનપર મોઘમ લખાણમાં.
દિલને અક્ષર અણીથી કોણે કોતર્યાં?

મારા તારાની આ મમતાની ભીંસમાં,
સ્પર્ધા સરસાઈમાં, વિણા વગાડવાં,
તાર તોડી તોડી કોણે નોતર્યાં?

સરખા ચહેરાઓ મહીં સરખી સંવેદના,
કર્મોની લેણદેણ નૈતિક સ્વભાવમાં,
વચન, વેચી વેચી કોણે છેતર્યાં?
——-

આ કાવ્યમાં કુદરત તેમજ માનવીઓની ક્રુરતા વિષે સવાલ થાય છે. માણસની હત્યા કરે છે, પોતાના હોય તેને માટે રડે છે અને પારકા માટે હસે છે.
આવા મનોભાવની દુઃખકારી વાત છે.

ગુલાબી

ગુલાબી

મારી ભરત ભરેલી સાડી ફૂલ ગુલાબી,
એના  રેશમ તારે યાદો  મસ્ત ગુલાબી.
એની દરેક સળની સાથે આશા  દોરી,
એને  ટાંકે   ટાંકે   મોહકતા  હીરકોરી.

 રે   પગની પાયલ પ્રીતમ સંગત ઘેલી,
ચાલી’તી  આગળ, ભૂલી સંગ  સહેલી.
એ નજર લહર  મન  લાગી’તી સુનેરી,
સોળ કળાએ ખીલી હતી  એ પહેરી.

ઉન્મત પાલવ   સરકે  હવા  હઠીલી,
છાયલ   પહેરી  હરખે  નાર  નવેલી.
સુરખી     સંતાયેલી    સ્મિત  પહેલી,
ના બોલું,  મ્હાલું, અંતરની  રંગરેલી.

    આજ, સોડ તાણીને આહ્લાદક સુંવાળી,
હું સૌમ્ય સુકોમળ ખોળામાં હૂંફાળી!
દીપ જલાવી,  નવપુષ્પિત  શણગારી,
એ  જ  ચીરમાં, ચિન્મય ચિર સમાણી.
——–

Comment by Dilip Parikh: The poem beautifully expresses delicate emotions and dreams of a young girl. We are all engaged in the pursuit of pleasure. Pleasure comes into being through four stages: perception, sensation, contact and desire to possess. Thought creates pleasure through desire and gives it continuity. To me, the “Sari” represents the external appearance of an individual and that creates “ego gratification”—how beautiful I look? There is nothing wrong about it. The problem is, we become dependent and that, sooner or later, brings frustration, sorrow, fear, and jealousy. When one lives in the present, thought doesn’t give continuity to pleasure.
The last 2 lines are the essence of the poem and make the poem special for me. The word “deep” seems to indicate self-knowledge and that comes with the tranquility of mind. Now there is no attachment, fear, or sorrow and there is freedom from the known. There is no fear of death and one is ready to merge with the universal consciousness–as Mira is ready to surrender to Krishna with all the joy.
———–

પૌત્રી પહેરે…ગુલાબી

    મારી   ભરત  ભરેલી  સાડી ફૂલ ગુલાબી
એના  રેશમ તારે  યાદો  મસ્ત  ગુલાબી
એ   પહેરી   પૌત્રી,  લાગે  ગુલ  દુલારી
તેની  સાથે  મુજને  સ્મરણોએ  ઝુલાવી

   એની  દરેક સળની  સાથે  આશા દોરી
એને   ટાંકે  ટાંકે  ટહુકે   કોયલ   મોરી
રે  પગની પાયલ   પ્રીતમ સંગત ઘેલી
ચાલી’તી  આગળ,  ભૂલી  સંગ  સહેલી

  એ   તીરછી   નજર્યું   લાગી’તી  સુન્‍હરી
હું  સોળ  કળાએ  ખીલી  હતી એ પહેરી
ઉન્મત  પાલવ ફરકે, હતી હવા હઠીલી
છાયલ  પહેરી  તે’દિ  બની હતી નવેલી

 પૂછે,  ક્યમ સંતાયે ચહેરે  સ્મિત પહેલી!
ના  બોલું,  મ્હાલું  અંતરની  રંગ   રેલી!
—-
મારી ભરત ભરેલી સાડી મારી પૌત્રી પહેરીને આવે છે, સાથે યાદ લાવે છે.
છેલ્લે મારા સ્મિત વિષેના સવાલનો હું જવાબ નથી આપતી.

Pink Dress

Pink Dress
Many moons ago, the query and quest,
When my Bena made me a pretty pink dress.

“Why little girl! Your grandma made a dress?
What could be the reason and for what occasion?”

“I don’t know why! Maybe, just because
Or, I may guess, because I am a princess.”
“How do you know and who says so?”
“A princess is who I am; my Papa says so.
I’ll wear my dress and go to a fair,
All my friends will gleefully stare.”

The flowers are fresh and petals rose-pink
I hold memory link, and feel tickled pink
Bouquet in my hand, matching with my gown
A shear shimmering veil, a coronation crown

Those days, and the dress, with seasons they did fade
The princess in me still shines like a jade.

Moist Peatls-novel

1. Moist Petals 6×9 templet.doc

http://www.Amazon.com
to buy or borrow contact, saryuparikh@yahoo.com
512-712-5170

cover-final

Moist Petals
A Poetic Novel
by Saryu Parikh

Sumi was being pulled mercilessly in two directions. “My first obligation is to respect my father’s wishes and make him proud of me. But my soul is rebelling fiercely to break away from the confinement of their blind beliefs.”

She found herself as a winsome soul.
She learned the value of give and take.
The sprinkle of love spreads near and far.
She is ready to receive what permeate the hearts.

I am a person of few words. That is why my feelings flow in poetry and I get carried away, forgetting the prose or the explanation.

If a touch cannot electrify, a word cannot pacify.
A whisper can’t awaken; a look can’t touch the heart.
Then rely upon the sweet mundane;
and ring the bells to wake up the souls.

270 pages –

અસાઈડ

Ever-Changing

The flawless river flows forever
I think and believe I can see it forever
But I can never see the same river
Even if I try.

Life is like a runaway river,
Ever-changing and never slowing
Why pull against His wishes,
and hold on to worthless ashes?

No need to leave, No need to cling
The kith and kin are a short term myth
The force of the fleet will trick them away
The stream of time will split our ways

I hold up my head above it all
I’ve to be aware and widely awake
Remove the covers so I can swim
And the weight of wants don’t drag me down

We celebrate the Spring, the enchanting stream
The birth and progression; a miracle in motion.

——
The deep philosophy of a flowing river is compared with our ever-changing life.
Every thing turn, turn, turn . . .

સદા વહેતી

ઊજમ નીર નિહાળું એક ધ્યાન,
   વચે છલછલ નિર્જરતી છલકાર,
   સદા વહેતી નદીની આ વાત.

જીવ માયામાં  ભ્રામક વિશ્વાસ,
  એ અકળાવે અસ્થિર આ શ્વાસ.
  સદા ભળતા સંબંધની વાત.

મારા સુખના સોણાનો ભ્રમલોક,
  ભુલભુલૈયામાં ભમતો આલોક,
  સદા રમતા વિચારની વાત.

દિલ ધડકન ને નવનવ એ હેત,
   છબી ફરતી જ્યમ સરતી રે રેત,
   સદા સરતા સ્પંદનની આ વાત.

છૂપી અંતરમાં દિવ્યતા અપાર,
   તેજ પુંજ  ઝીણી   રેખાને પાર,
    સદા  વહેતી  ઊર્જાની આ વાત.
——-
વહેતી નદી, જેમાં એક સરખું પાણી ક્યારેય ન દેખાય, તેમ સરતા જીવનમાં બધું અસ્થાયી છે. સંબંધો, સ્વપ્નાઓ, પ્રેમપાત્રો અને આત્મશક્તિ, સર્વ સમય સાથે વહેતા, બદલાતા રહે છે. એ સમજી ને – એ જ વ્યવહારની અપેક્ષા ન રાખવી જોઈએ.

જો તમે ગંગા નદીનાં કિનારે ઉભા હો તો પ્રત્યેક ક્ષણે એક નવી નદીને જોઇ રહ્યા છો. તમને એમ પણ થાયે  કે તમે એજ નદી જુઓ છો પણ એક મિનિટ પહેલા તમે જે પાણી જોયું હતું તે તો વહી ગયું છે.  આમ તમે એક પૂરેપૂરી નવી નદી જુઓ છો. જ્યારે આપણું જીવન એક વહેતી નદીની જેમ તીવ્ર ગતિએ વહી રહ્યું છે ત્યારે શું આપણે નકામી અને નજીવી વસ્તુઓ એકત્ર કરી રહ્યા છીએ? પ્રત્યેક શ્વાસે અને પ્રત્યેક ઉચ્છશ્વાસે પ્રત્યેક જીવાત્માને આપણાં નશ્વર દેહમાં નિવાસ કરવા આપેલી અવધિ વપરાતી જાય છે.- શ્રી.રાધેકાંત દવે

લિંક

હકીકત-ફેર
આવે મદમાતી મારા સપનાની રાણી,
માનતી કહેલું મારી લાગણીઓ જાણી.
હાથ જ્યારે માંગુ તે ઉમંગે આપતી
સાથ જ્યારે ચાહું, સંગાથે ચાલતી.

દીવાના તેજ સમી ઓરડો ઉજાળતી,
હૈયું મીલાવી મારી આરતી ઉતારતી,
ફૂલોનો હીંચકો ને પાપણ પલકારતી,
તીરછી નજરથી એ મુજને ઝૂલાવતી.

ચોતરફ તારલા ને ઝરમરતી ચાંદની,
મંજુલ મધુર વાત રૂમઝૂમતી રાતની,
મેઘધનુષ રંગોના મનરથનો સારથી,
હોંશે બિરાજે મારી મોહિની માનથી.

મનમોજે  રાચું  રૂડી કલ્પનની ક્યારી
રકઝક  ના કોઈ,  મારું ધાર્યું કરનારી
મનગમતી વાર્તામાં, મનહરતી નારી,
હકીકતની છોરીથી સાવ જ એ ન્યારી.

———

તેણીની હકીકત-ફેર
મારી કલમ અને કલ્પનાની સ્યાહી
મારી મરજી પેઠે ચાલે કહાણી.

વાંસળી વગાડી મને પ્રિયતમ બોલાવે
જો હું ના માનું મને અવનવ મનાવે.
લલિત લતા ઝૂલે હળવે હિંચોળે
માધુરી માળા મારા કેશમાં પરોવે.

મારી કલાને એ હરદમ વખાણે
થોડું કરું તોયે બહુ કર્યું માને,
મુજને શું ગમશે તે વણબોલે જાણે
આપે અચંભો મને રુચતું લઈ આણે.

મારા એક આંસુની કિંમત પિછાણે
મીઠું હસીને વળી માફી એ માગે,
સપનાનો સાયબો મિતભાષી પ્યારો
હકિકતના છોરાથી સાવ જ એ ન્યારો.

———-

આપણી કલ્પના પ્રમાણે વાર્તાના પાત્રો ઢાળી શકીએ, ભલે હકિકતમાં એ શક્ય ન બનતુ હોય. આમાં ફરિયાદ નથી પણ મૌલિકતાનો આનંદ છે.

લિંક

Moist Petals, a poetic novel

ISBN# 9781681189062    to buy paper-book or borrow, contact, Link below to read my novel.saryuparikh@yahoo.com   512-712-5170.  Amazon,  Barns & Noble
cover-final
Moist Petals   
A Poetic Novel
by Saryu Parikh

Sumi was being pulled mercilessly in two directions. “My first obligation is to respect my father’s wishes and make him proud of me. But my soul is rebelling fiercely to break away from the confinement of their blind beliefs.”

She found herself as a winsome soul.
She learned the value of give and take.
The sprinkle of love spreads near and far.
She is ready to receive what permeate the hearts.

I am a person of few words. That is why my feelings flow in poetry and I get carried away, forgetting the prose or the explanation.

If a touch cannot electrify, a word cannot pacify.
A whisper can’t awaken; a look can’t touch the heart.
Then rely upon the sweet mundane;
and ring the bells to wake up the souls.

270 pages – https://www.amazon.com/-/e/B06XYS9HH9
EBOOK –

Editor’s Notes.1. One of the major strengths of this text is how surprisingly effective the radical message complements to the poetic/lyrical nature of the text—a technique, probably outside your intention to employ, that is simply unique and praiseworthy. When one must relay a message about nonconforming for all the right reasons, a poetic tone is rarely a medium used to relay it. It’s an irony at which no ordinary writer can easily succeed, and I believe you have.
2. It’s easy to infer you are a learned person. You are an insightful person who deserves to be heard. Your insights throughout your story are well put together, and you have the ability to convey your thoughts easily and fluidly. For that reason, your readers will remember this book and your name.
3. Another one of the factors that make this story unforgettable and unique, and which I found enjoyable, is the subtlety of the romance between Raju and Sumi. I found some of their dialogues moving and realistic, even if the hands of destiny did play a role in the progress of their relationship. The romantic factor is not over-the-top or melodramatic, despite it being a coming-of-age, unlike most of the mainstream young adult books these days. Congratulations.
————-
Comment: Thank you Saryuben, your email always puts a smile on my face. I am almost done with the book but prolonging it by reading slow as I’m in love with Sumi and Raju. I felt like I was there at all those places while reading it, amazing feeling. I know I will miss them once I finish this book. Sonal Desai.
———————–
comments by Shirley, a teacher, a classy lady, wrote…..I knew I would love the words written in Moist Petals, but didn’t realize the emotional connection I would experience while reading it. I had started it before a long trip abroad, but left it behind, for fear of losing it. When I returned, I savored the chapters, and took my time reading it. I had to pause and reflect upon my own life along the way. I wondered about how my own experiences would be perceived. I enjoyed the journey on searching my own soul as I finished the book this morning. I don’t know why your words touch me so much, but they do. Please continue to write and share your beautiful insight to others.
————
Subject: Book Review – Moist Petals.  author : Saryu Parikh
This is an unique and extraordinarily interesting story for several reasons like:
* rare insight into a woman’s lives in two different continents and society namely India and USA.
* Simple narratives of a growing girl’s world in  a small town –  Bhavnagar – Gujarat and later transformation to a new world while maintaining the common thread of love, compassion and positive attitude for life.
* The changing environment of a typical Hindu – Brahmin family in the post Independent India, the pain and struggle of breaking away from the old and adopting the new.
* Drive and courage to help others – especially   women from developing world in the new Western society  and fulfilling the quest for a meaningful life.
Written in a simple and sensitive way,  the book will be of much interest and value to both the Indian and American societies. The stories are juicy and touch the soul easily.  A must read.
Dr. Muni Mehta. Padmshree, a National award honoree. Vadodara – India chairman@glsbiotech.com
———–

Moist Petals-WORD      <<<

————–

 

સદા વહેતી

સદા વહેતી

ઊજમ નીરને નિહાળું એક ધ્યાન,
વચ્ચે છલછલ નિર્જરતી છલકાર,
સદા વહેતી નદીની આ વાત.

જીવન માયામાં ભ્રામક વિશ્વાસ,
વળી અકળાવે અસ્થીર આ શ્વાસ.
સદા વહેતા સંબંધોની વાત.

મારા સુખના સોણાનો આ લોક,
ભુલભુલૈયામાં ભમતો આલોક,
સદા વહેતા સમયની આ વાત.

દિલ ધડકન ને નવનવ એ હેત,
છબી ફરતી જ્યમ સરતી રે રેત,
સદા વહેતા સ્પંદનની આ વાત.

છૂપી અંતરમાં દિવ્યતા અપાર,
તેજપુંજ ઝીણી રેખાને પાર,
સદા વહેતી ઊર્જાની આ વાત.

   ——-

જો તમે નદીનાં કિનારે ઉભા હો તો પ્રત્યેક ક્ષણે એક નવી નદીને જોઇ રહ્યા છો. તમને એમ લાગશે ખરું કે તમે એ જ નદી જુઓ છો પણ પહેલા તમે જે પાણી જોયું હતું તે તો વહી ગયું છે.  આમ તમે એક પૂરેપૂરી નવી નદી જુઓ છો. જ્યારે આપણું જીવન એક વહેતી નદીની જેમ તીવ્ર ગતિએ વહી રહ્યુ છે ત્યારે શું આપણે નકામી અને નજીવી વસ્તુઓ એકત્ર કરી રહ્યા છીએ? પ્રત્યેક શ્વાસે અને પ્રત્યેક ઉચ્છશ્વાસે પ્રત્યેક જીવાત્માને આપણાં નશ્વર દેહમાં નિવાસ કરવા આપેલી અવધિ વપરાતી જાય છે.

Flutter of Wings

The swan of my soul feels free in flight
No right or wrong, just the light of delight
The crystal clear mind, reflects the bluish sky
The peace within my reach, I simply realize.

Awakened and aware by the nudge of the sun
The white swan smoothly flutters wide wings
He takes a leap of faith to dance and sing
The rays of hope gently pull the shiny string

In one unique way swan dedicates the verse
His wings are open to embrace the universe
A prayer to surrender gives grace to revive
The timeless trance in the space of divine

Live in the moment and forever in eternity
No past no future from here to eternity
——-
The swan is a symbol of purity and transcendence.

પાંખોનો ફફડાટ
આત્મ હંસની અનેરી આ ઉન્નત ઊડાન
ના સત્ય કે અસત્ય, સહજ આનંદ ઉજાસ
શુભ્ર માનસમાં છાયે પેલું નીલું આકાશ
હું જાણુ, મનઃશાંતિ મારા અંતરની પાસ

દેવ સૂરજને અણસારે જાગૃત સભાન,
શ્વેત હંસ ધીરે ફફડાવે, વિસ્તારે પાંખ
ભરે શ્રધ્ધાથી ફાળ થનક નર્તન ને ગાન
તેજ આશા કિરણ ચમક આંજે રે આંખ

એની આગવી અદાથી હંસ અર્પે છે શ્લોક
એની પાંખો ફેલાવી આલિંગે અવલોક
પ્રાર્થના  સમર્પણ    કૃપા  શક્તિનો  કોષ
ના સમય તણી રેખા, અલૌકિક આગોશ

આ ક્ષણમાં જે જીવ્યા તે એ જ અમરકાળ
ના ભૂત કે ભવિષ્ય, આ પળ, અનંતકાળ
——-

Pravin Shah September 12, 2017 / 3:47 pm

રચના ખૂબ સુંદર થઇ છે, સરયુબેન…

આત્મ હંસની ઉન્નત ઉડાન, મનનો સહજ આનંદ ઉજાસ, શુભ્ર માનસ,
નીલું આકાશ, મન શાંતિ અંતરની પાસ,

દેવ સુરજ, જાગૃત સભાન શ્વેત હંસ,
પ્રસારે પાંખ, કરે નર્તન-ગાન, આશા-કિરણ આંજે આંખ, શ્લોક અર્પે ને પાંખમાં
આલિંગે અવલોક, પ્રાર્થના, સમર્પણ, ના સમયનું ભાન… બસ અલૌકિક આગોશ,

આ ક્ષણ એ જ અમરકાળ- એ જ અનંતકાળ

વાહ.. વાહ… વાહ… આપની કલ્પના, સહજ આવેલ શબ્દોની મીઠાશ,
અલંકાર, પ્રાસ …. વગેરેએ મન ભરી દીધું,
થાય કે વારંવાર વાગોળ્યા જ કરીએ.
આવી રચના ક્યારેક જ વાંચવા મળે છે.
ખૂબ ખૂબ અભિનંદન…

comment: I find the Gujarati Version even clearer.
Also remembering Kumar Gandharv’s….UD JAYEGA HANS AKELA..JAG DARSHAN KA MELA>>>>
Love…..Munibhai

લિંક

પ્રીત ગુંજન — ૧૫૦ વર્ષના પ્રણય કાવ્યોનો પ્રતિનિધિ સંગ્રહ

My two poems were published in the book “Preet Gunjan,” along with many elite Gujarati poets.
સાહિત્ય મિત્રો,
ISBN# 978-93-82712-89-3              પ્રીત ગુંજન
                                 (૧૫૦ વર્ષના પ્રણય કાવ્યોનો પ્રતિનિધિ સંગ્રહ)
સંપાદકઃ ગુણવંત બારવાળિયા “ગુંજન”  નવભારત સાહિત્ય મંદિર  અમદાવાદ.
email:  nsmmum@yahoo.com.in

 મારા આશ્ચર્ય અને આનંદ — મારા બે કાવ્યો આ પુસ્તકમાં લેવાયા છે… સરયૂ

prit gunjan-book       મારા મામા નાથાલાલ દવેનું કાવ્ય ‘તરસ’ પાના# ૭૭ પર અને સાથે એ જ પુસ્તકમાં મારા કાવ્યો પણ ઉમેરીને આપે મને બહુમાન આપ્યું છે.

મલ્હાર
મેહુલા ને અવનીની અવનવી પ્રીત,
માદક ને મંજુલ , ગવન ગોષ્ઠિની રીત.
કળીઓને થાય હવે ખીલું સજી સાજ,
મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ.
ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ,
સંતોષે ટીપાથી અંતરની પ્યાસ.
કણ કણ માટીને મળી એક એક ધાર,
ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર.
મીઠો તલસાટ સહે મેહુલાનો માર,
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ.
મને એમ લાગે તું મારો મેઘ રાજ,
સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ.

મારો મન મોરલો નાચે થનકાર,
જ્યારે તું આવે હું સૂણતી મલ્હાર.
——
નીતરતી સાંજ
આતુર આંખો રે મારી બારણે અથડાય,
વાટે વળોટે વળી દ્વારે અફળાય.
ગાજવીજ વર્ષા ને વંટોળો આજ,
કેમ કરી આવે મારા મોંઘેરા રાજ!
અરે! થંભોને વાયરા આગંતુક આજ,
રખે એ ન આવે તમ તાંડવને કાજ.
મૌન મધુ ગીત વિના સંધ્યાનુ સાજ,
ઉત્સુક આંખોમાં ઢળે ઘનઘેરી સાંજ.
વિખરાયા વાદળા ને જાગી રે આશ,
પલ્લવ ને પુષ્પોમાં મીઠી ભીનાશ.
ટપ ટપ ટીપાથી હવે નીતરતી સાંજ,
પિયુજીના પગરવનો આવે અવાજ.
——

મુક્તકો

બેકદર
દિલ મારું, ‘સાચું મોતી છે’ કહીને આપ્યું,
ને બાવલીએ માળામાં પરોવી ને રાખ્યું.
સંસારી સમજુએ કિંમત આંકી
ને પછી
તેણે જગના મેળામાં જઈ વેચ્યું.
——
દિલના તાર સમાન ધડકનો હોય ત્યાં જ બંધાય અને જળવાય.
જેને પોતાની ટૂંકી દ્રષ્ટિના લાભમાં જ રસ હોય એ બીજાના અમુલ્ય પ્રેમની કિંમત ના સમજી શકે.

બસ હવે
દિલ મારું એક વાર દઈ ચૂકી,
જગની ભુલભુલામણીમાં જઈ ચૂકી.
સ્નેહ ને સમર્પણના મેહ લઈ,
વાદળ બનીને વરસી ચૂકી.
—–
પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કર્યા પછી, સારા માઠાં અનુભવોથી જાગૃતિ આવે.
એક સમય એવો આવે કે, પોતાની હદ આવી ગઈ છે, તેનું ભાન થાય છે.

સરતી રેત

સરતી રેત

ગ્રહીને હાથ માતાનો, પ્ર અક્ષર  પ્રેમનો  ભણતો,
સફળતા સિધ્ધિ પામીને, સ્વમાને ગૌરવી ગણતો.

કનક કંચન સજીને  મોહિની  કુળ આંગણે આવી,
અષાઢે  દામિની દમકી, હ્રદય રસ  રાગિની  ગાતી.

મલકની મોહ નગરીમાં લગન લાગી જ કાયામાં,
અસતની ના કરી  દરકાર, દોર્યો  મત્ત  માયામાં.

સૂકાઈ  ડાળ  હિમાળે  રિસાઈ  પલ્લવો  ચાલ્યાં,
સપનની છિપથી  મોતી સરી લાચાર થઈ ચાલ્યાં.

અધૂરાજ્ઞાન  અધ રસ્તે, ડરે બુજદિલ એ બાવલો,
વિમાસે કોણ છું હું?  કાં  અનુત્તર ત્રસ્ત માંયલો!

ફફડતા  કૂપમાં  પંખી  ને  કુંઠીત  મન  પરિધિમાં,
ના આપ્યું અન્યને, તે સુખ, સરે છે સરતી રેતીમાં.

હવે હું  રેત  ઊંડાણે  બની  વીરડો   ઝમી  ઝળકું,
ઉલેચો, વાપરો મુજને,  તમે હો તૃપ્ત, હું  મલકું.

——-

ભૌતિક સુખો મ્હાણ્યા પછીની અવસ્થા….

સરયૂબહેન..નમસ્તે.
સરસ મજાનું કાવ્ય. સરતી રેતની જેમ શબ્દો સરતા રહ્યા અને લય પણ સધાતો રહ્યો. અભિનંદન.
સસ્નેહ,
વલીભાઈ.
————-
પ્રિય બહેનશ્રી,
અાપની ઇ-મેઇલ મળી. રાજીપો વધ્યો.તમે મોકલેલી કવિતા ळगागागा ના ચાર અાવર્તનમાં છે.દરેક જોડકાને પોતાનો પ્રાસ છે.
ઉમદા કવિકર્મ.સરસ રચના. કુશળ હશો.

              કિશોર મોદીના વંદન
—————

  • Jayshri Raghunath lokhande says:

    Jeevan ek sarati ret chhe!!! Pan ret ma pan mithi viradi vahe chhe!! Jharanani jem trupt Kari shakay!!!

  • pragnaju says:

    કવિતા લ ગા ગા ગા ના ચાર અાવર્તનમાં છે.
    દરેક જોડકાને પોતાનો પ્રાસ છે.
    સરતી રેતની જેમ શબ્દો સરતા રહ્યા
    અને
    લય પણ સધાતો રહ્યો
    હવે હું રેત ઊંડાણે બની વીરડો ઝમી ઝળકું,
    ઉલેચો, વાપરો મુજને, તમે હો તૃપ્ત, હું મલકું.
    ભૌતિક સુખો મ્હાણ્યા પછીની અવસ્થા…
    માશાલ્લાહ

    “ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં……..”
    કલાપીના કલાત્મક શબ્દ માળાની થોડી ઝલક સાથે
    મજાનું ગીત

  • Sharad Shah says:

    સરયૂબેન;
    ખુબ સુંદર રચના. સો સો સલામ.

  • ફફડતા કૂપમાં પંખી ને કુંઠીત મન પરિધિમાં,
    ના આપ્યું અન્યને, તે સુખ, સરે છે સરતી રેતીમાં.

    એકદમ સાચી વાત..

પ્રમાણ

પ્રમાણ

એક રજકણ હું, શિખર સર કરી શકી!
પવન પાંખે પછડાતી વિખરાતી ને તોય,
સુરજ સાખે હું ગગને સરી શકી!
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

સુખ આસનને એક કોર ઠેલી,
નર્મ ફૂલોની સેજને સંકેલી,
તોડી પિંજર ને સ્વૈરિતા બની શકી!
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

મારે જાણવી’તી ગુહ્ય ગહન વાત,
તૃષિત ચાતકને બુંદોની પ્યાસ.
જ્ઞાન વર્ષા ગુરુની ઝીલી શકી,
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

ધર્મ કર્મ વળી સ્વજનોનો સાથ,
ચિત્તશાંતિ ઉલ્લાસ ને વિશ્વાસ.
રૂહ અંતર એકાંતમાં હસી શકી,
એ મારી સફળતાનું આગવું પ્રમાણ.

——

આગવું=અનોખું, વિશિષ્ટ.

સફળતા એ જીવનસફરમાં ઉત્સાહ પ્રેરક પગથિયું છે, પરંતુ લક્ષ્ય તો મનની શાંતિ અને આત્મસંતોષ છે જે ભૌતિક સફળતાથી નિર્લેપ છે.

એક વેંત ઊંચી

એક વેંત ઊંચી
અસુખ  અડકે  ના  મારે  અંતરે.
જીવન  ઝંઝાળજાળ  જગત રે
ઊડતી  રહું  એક વેંત  ઊંચી  કે,
નીચે   સમયની   સરત  સેર  રે

સરખા   ઉજાસ   મારે   આંગણે
નહીં  રે  પડછાયા  મારી  પાંપણે
પહેલાં   આપીને  લીધું   આપણે
છોડીને    સ્વાર્થ   દહર   બારણે

વટને   વેર્યું   રે   ઊભી   વાટમાં
સદ્‍ભાવે    હળીમળી    વાસમાં
ઈશના    અનેક   રૂપ    રાસમાં
એક એક  શ્વાસ  એના  પ્રાસમાં 

ક્ષણ  ક્ષણનાં  સ્પંદનો  સુગંધમાં
નવલ નવાં  સર્જન  શર  બુંદમાં
છોપહેરી  ઓઢી   રું  વૃંદમાં
એકલી   મલપતી    મનોકુંજમાં
——–
સરત=સ્મૃતિદહર=દિલ, શર=પાણી
અખંડ આનંદ” જૂન ૨૦૧૬
સરયૂ પરીખ

રસ દર્શનઃ
સરસ કામ થયું.   …. મને તો ગીતનો લય ગમ્યો છે જે કાવ્યભાવને અનુકુળ અને અનુરુપ જણાયો છે…..રે, અને કે જેવાં લટકણીયાં ભાવને ઘુંટનારા મને લાગ્યા છે. ગીતોમાં રે, લોલ, હે જી વગેરે એક બાજુ લય અને તાલને સાચવે છે તો બીજી બાજુ ભાવને ભાવક સુધી પહોંચાડવામાં મદદ કરે છે. લોકગીતોમાંથી આ લટકણીયાં કાઢી નાખો તો મજા જતી રહે ……
આભાર સાથે, – જુ.
૧. આ ગીતમાં એક વેંત ઊંચે રહેવાનું અને તેથી સંસારની સામાન્ય ઘટનાઓ નીચે સરતી રેતીની જેમ પસાર થયાં કરે.
૨. બીજો મુદ્દો બધાને સમાન સ્નેહ, પૂર્વગ્રહો નહીં રાખવાં- નહીં રે પડછાયાં મારી પાંપણે. ઉદારતાં સર્વને માટે.
૩. પછી અભિમાન છોડી બધાની માફી માગી લેવી, બધા અલગ માનવીઓ ભગવાનના સ્વરૂપ છે.
૪.છેલ્લે દરેક વર્તમાન પળમાં જીવવું. બરાબર આનંદથી બધાં વચ્ચે મોજ કરવી પણ ટોળામાં પણ અંતર એકાંતમાં જાગૃત રહેવું.

 

પ્રેરણા
તું આવી, ને રૂહમાં સમાણી,
એક કમનીય કવિતા લખાણી.
મંત્રમુગ્ધ હું મુશાયરામાં બેઠી,
હું ઊઠું, તો કેમ ઊઠું?

નવા કાગળ કલમ મેં વસાવ્યાં,
એને મધુરા કવનથી સજાવ્યાં.
એ કોરા કાગળિયાની સ્યાહીને,
હું ભૂસું, તો કેમ ભૂસું?

મારા હૈયાના તારને હલાવી,
એમાં ગણગણતાં ગુંજન મિલાવી.
એ મનગમતાં ગોપિત ગાણાને,
હું વારું, તો કેમ વારું?

સમીર સ્પર્શ્યો ને ગુલમહોર મ્હોર્યો,
ઝુલો હાલ્યો ને પાલવડો લહેર્યો.
હવે જગને જઈ હું શું રે જણાવું,
હું બોલું, તો શું બોલું?

રંગ રૂસણાં લઈને જાવું હાલી,
સાદ આવ્યોને ફરીને હું મ્હાલી.
સખા શબ્દોએ લાગણી પિછાણી,
હવે રૂઠું, તો કેમ રૂઠું?

——-

Inspiration – પ્રેરણા આવે અને કવિતા લખાઈ જાય, મનના મુશાયરામાં ખોવાઈ જવાય. પછી તેને રોકવાની કેમ ? અને કઈ રીતે તેના પ્રત્યક્ષીકરણની દ્વિધા અને વિમાસણમાંથી બહાર અવાય? આ તો ગાલિબે વર્ણવેલી પ્રણયની જ્વાલા જેવું છે.
જેમ પ્રેમમાં પડવું એ સહજ છે, તેના પર જોર નથી ચાલતું. તેમ સર્જન કાર્યને રોકવાનું જોર નથી ચાલતું. મીઠી રકઝક ચાલે છે.
સર્જનનો આનંદ ફરી ફરીને સ્પર્શ કરી જાય છે.

લિંક

If I love you more . . .

“Your heart is restless, and tears roll from the corners of the eyes.
Are they yours or mine?
I know grandpa! You feel so low, but are you ready to go?”

“No my child! I just realized I am not done looking at you.
And I know I am not done loving you.
I am not done singing the songs,
and want to stay a little long.
I am not done planting the seeds
and not done reaping the joy.

“. . . But on the other hand, I am tempted to go
and meet my kin.
One way I see to get rid of this pain.”

“Yes, Grandpa, I know you are in great pain.
But I have great love for you.
Tell me, if I love you more, do you have less pain?
Will it hurt less, if I love you more?”

“Yes my child you say the right thing.
You hold my hand and I shall bear the sting.”
———-
A conversation between child and the grandfather.
This poem inspired by the talk of Mr. Elie Wiesel, Nobel laureate, on Super Soul Sunday – Oprah. . . . Saryu.

જો વધુ પ્રેમ કરું

ઝીણીં એક તિરાડ મહીં જો  બીજ ખરીને આપે સાથ,
સહજ વર્ષતી મીઠી ઝરમર, કૂંપળ કોળી આપે આશ.

સુતર  સાળુ તાર ઘસાયા, સૌની  સગવડ મુકી મોર,
સાંધુ લઈને સમજણ સોયો, દેશે સાથ દિલાવર દોર.

સૂર્ય તાપમાં વડલો રૂઠે,  શીતળ છાંયા દુર્લભ આજ,
પર્ણ કિરણ સંગ આંખમિચોલી, કેમ કરીને રીઝે રાજ.

નહીં વર્ષા, ના ભીનો ભાવ, શુષ્ક બને અંતર આવાસ,
ભૂલી પડેલી કોઈ વાદળી, અજાણતાં સંતોષે પ્યાસ.

તડ પડશે જો દિલમાં દિલબર, રૂંધી લેશે શ્વાસોશ્વાસ,
જરા હસીને  આંસુ લૂછી, નજર  મીલાવી દે વિશ્વાસ.

જાણું સાજન દર્દ ગહન તમ, એથી ગહેરો મારો સ્નેહ,
દર્દ અદાહક બને કદાચિત, હજી વધુ હું આપુ પ્રેમ!
——–
પોતાના જીવનસાથીની લાંબા સમય સેવા કરતાં કરતાં થતી સંવેદના.

લિંક

વૈરાગ

વૈરાગ

હળવે હસીને સૌ સમી ગયા સ્પંદન,
મનમાં દ્રવી ને ધીમે સરી ગયા ક્રંદન.
અંતરની આશ-રજ શોધતી હતી,
તે ચરણોમાં આવીને આજ કરું વંદન.

નયણાની કોરમાં ઈર્ષાની આંજણી
આંસુની છાંટ લઈ ઠારતી અગન.
અંધારા આંગણમાં કિરણોની આરતી,
સુરખી સોહાય દિલ મ્હાલે મગન.

ઘેરા ઘોંઘાટ પાર મીઠા એ મૌનમાં,
અંતર ઝપતાલ સાથ લાગી લગન.
વાયુને વિંઝણે ઝુલે રે ડાળ સખી,
શીતળ હૈયે હરખ રચતી કવન.

દાણે દાણે વળી દાડમડી ફૂટી ને
અંકુર ઉલ્લાસ દસે દિશમાં રેલાય.
રંગે વૈરાગે સજી ગેરુવે પટોળે ને
માટી ખંખેરી હીંચુ હેમને હીલોળ.

સરતી ગઈ માયા ને ઊતરી રે કાંચળી
જાગે વિરાગ નાદ, વાગી રે વાંસળી
——–
રસ-સભર વૈરાગ્ય.

ખુબ સુંદર અનુભવ.. ખુબ ઉંચી વાત જે અમુક ઉંમરે પહોંચ્યા પછી જ વાંચવી ગમે અને માણી પણ શકાય. કવયિત્રી નું કવન ખુબ સુંદર રીતે ખીલે છે એ ઘટના કહેતા કહેતા

હળવે હસીને સૌ  સમી ગયા સ્પંદન,
મનમાં દ્રવી ને ધીમે  સરી ગયા ક્રંદન.
અંતરની  આશ-રજ  શોધતી   હતી,
તે ચરણોમાં આવીને આજ કરું વંદન.

સાંસારીક વાતોથી ભરેલ સૌ સ્પંદનો અને ક્રંદનો જ્યારે શમી જાય ત્યારે થતી અંતર ખોજ એક જ હોય અને તે પ્રભુ શરણ અને તેમના ચરણ ની રજ પ્રાપ્તિ કે તેમનામાં શમાવાની આશ જે પુરી થાય તો મુક્તિ પ્રાપ્તિ જે દરેક જાગૃત આત્માની અંતિમ ચાહના હોય છે. આ આખી ઘટનાનું વર્ણન ખુબ જ સહજ અને તરલ રીતે વર્ણવતા તેઓ કહે છે

નયણાની  કોરમાં  ઈર્ષાની  આંજણી,
આંસુની   છાંટ  લઈ  ઠારી  અગન.
અંધારા આંગણમાં કિરણોની આરતી,
સુરખી  સોહાય  દિલ  મ્હાલે મગન.

ઘેરા  ઘોંઘાટ પાર, મીઠા એ  મૌનમાં,
અંતર  ઝપતાલ  સાથ  લાગી  લગન.
વાયુને  વિંઝણે  ઝુલે  રે  ડાળ  સખી,
શીતળ   હૈયે   હરખ   રચતી   કવન.

ઇર્ષાનો અગન આંસુએ ઠાર્યો, અંધારા આંગણામાં કિરણોની આરતી, ઘેરા ઘોંઘાટ મહીં નીપજે મીઠું  મૌન, અંતરે પ્રભુ નામનો જપતાલ અને શીતળ હૈયે હરખ ભેર રચાતી કવિતા આ બધા ચિન્હો છે એ યાત્રાનાં કે જેના અંતે

દાણે  દાણે  વળી  દાડમડી  ફૂટી  ને,
અંકુર  ઉલ્લાસ  દસે  દિશમાં  રેલાય.
રંગે   વૈરાગે   સજી   ગેરુવે   પટોળે,
માટી ખંખેરી, હીંચુ  હેમને  હીલોળ.

સરતી  ગઈ  માયા, ઉતરી  રે  કાંચળી,
જાગે  વિરાગ  નાદ, વાગી  રે વાંસળી. ——

કાવ્યનાં સર્વ શ્રેષ્ઠ કલ્પનો  અંતે આવે છે… મારું અણુ અણુ જાગૃત-જીવિત થઈ ઉઠ્યું…. અને એ નવા અંકુર-નવા વિચારનો ઉલ્લાસ દસે દિશમાં રેલાય…  રંગે વૈરાગે સજી ગેરુવે પટોળે, …માટી ખંખેરી, હિંચુ હેમ હીલોળ.. સરતી ગઇ માયા જેમ કાંચળી  ઉતરે…જાગે વિરાગ નાદ વાગીરે વાંસળી. આ દરેક પદ ક્રમ બધ્ધ રીતે મોક્ષ તર્ફ દોરી જતી દીસે છે. હા, અને વાગી રે વાંસળી કહીને કૄષ્ણ સાક્ષાત્કાર કે આત્માનું પરમાત્મા મિલન નો ભાવ સુચવી જાય છે.

સરયૂબેન નો સાહિત્ય પ્રેમ ગુજરાતી સાહિત્ય સરિતામાં અમે પૅટ ભરીને માણ્યો છે.. વિકાસની પળોમાં ઉચ્ચતા પામતા સરયૂ બહેનનું આ કાવ્ય સંપૂર્ણ પણે ભક્તિ કાવ્ય નથી પણ નિજાનંદની અનુભૂતિ સંપૂર્ણ અને સાદ્યંત જણાય છે. ગર્વ લઇ શકાય તેવા ગુજરાતી સાહિત્ય સરિતા ઘરાણાનાં ઘણા સર્જકોમાંનાં તે એક છે.

શત સત સલામ આપને અને આપના કાવ્ય કર્મને

Thanks
Vijay Shah વિજય શાહ
Future belongs to those who dare!
My web site www.vijaydshah.com

મન મારું નંદવાઈ જાય

મન મારું નંદવાઈ જાય

ભીની માટી મોલાવી કલાવી’તી સાથ,
એને ટીપી ટુપીને મલાવીતી હાથ.
સુર્ખ માટીની માટલી તપાવી’તી આગ,
ને તોય માટ નંદવાઈ જાય.

ભોમ ખેડી ખોદી ભલો રોપ્યો’તો છોડ,
વ્હાલ વેલીને કેળવીને આપ્યો મરોડ.
કર્યો સાબૂત ને સાબદો વીંઝી વંટોળ,
ને તોય છોડ કોચવાઈ જાય.

વણી વીંટીને વાટને બનાવી હતી,
કર્યા કોડિયામાં તેલ પૂરી વાળી હતી.
રે સ્થિર એવી લયથી જલાવી હતી,
ને તોય જ્યોત ઝંખવાઈ જાય.

કંઈ કેટલા પ્રહારે ઘાટીલું ઘડી,
હૈમ હૈયે નિર્લેપતાનું લીંપણ કરી.
પ્રેમભક્તિથી ભાવેણી ઓકળી કરી,
ને તોય મન નંદવાઈ જાય.

સમજ
માનુષની જાત અને હૈયાની વાત,
નથી પથ્થર કે પીડા ના થાય.
ચહું લાગણીનો ધસમસતો ધોધ,
ભલે મન મારું નંદવાઈ જાય.
——-
ઓકળી=લીંપણ ઊપર અર્ધચંદ્રાકાર ભાત. મોલાવી=મસળવી
મન કાઠું કર્યું હોય તોય માઠું લાગે. ભલે માઠું લાગે, પણ ધસમસતા ધોધ સમી લાગણીની આરજુ.

Poetry Festival at Gainsville Fl.

https://plus.google.com/_/notifications/emlink?emr=07675983878210871695&emid=CNDNsr_kmcICFUqRjAodkBoAVw&path=%2Fphotos%2F114651262741391695111%2Falbums%2F6086209257941197297&dt=1417056946456&ub=21

આમંત્રિત કવિઓઃ કૃષ્ણ દવે-અમદાવાદ, અદમ ટંકારવી-લન્ડન, પ્રીતી સેનગુપ્તા-ન્યુયોર્ક, સરયૂ પરીખ-ઓસ્ટિન, દેવિકા ધ્રુવ, સપના વિજાપુરા..
Prof. Vasudha, Dinesh Shah, Nov. 1,2 2014. Friday at Dineshbhai’s home.
Invited poets: Krushna Dave-India, Adam Tankaravi-London, Priti Sengupta-NY, Saryu Parikh-Austin, Devika Dhruv-Houston, Sapana Vijapura-Chicago. and more…

મારું સાચું મોતી

મારું સાચું મોતી

એક અનોખી રાત હતી,
એક વણજારાની વાત હતી.
દૂર દેશાવરથી આવ્યો’તો,
અણમોલા મોતી લાવ્યો’તો.

એના રંગોમાં મન મોહ્યું’તું,
એના નયનોમાં દિલ ખોયું’તું.
એની નજરું મુજને જોતી’તી,
એના સંચારે સુધ ખોતી’તી.

સાવ સુંવાળો હાથ ગ્રહી,
એણે મોતી મૂક્યું હાથ મહીં.
મેં મોતી લઈ સત્કાર કરી,
મારી ઇચ્છાને સાકાર કરી.

એણે એની રીતે પ્રેમ કર્યો,
મેં મોતી ઉપર મ્હેલ કર્યો,
મારા સો ટચ સાચા સોનાથી,
એ વણઝારાને પ્રેમ કર્યો.

મેમાન બનીને આવ્યો’તો,
તોફાની રંગો લાવ્યો’તો.
અલગારી મસ્ત મુસાફરને,
હ્રદયે રાખી ને વિદાય કર્યો.

——-

પ્રેમમાં સમર્પણનો ભાવ હોય ત્યારે પ્રેમીને દિલમાં સાંચવી ને જવા દેવો……
બીજો વિચાર…. અમુક સમય માટે સર્જક ભાવ આવી, કવિને ભાવ-વિભોર કરી….ચાલ્યો જાય.

દિલીપ પરીખનો પ્રતિભાવઃ  In this poem, beautiful feelings of attraction (which we call Love) are exquisitely expressed. The poem leaves not only an impression of young girl’s romance, but something deep and spiritual.

Perception creates an image. Image creates feelings of pleasure and a desire to possess is born. This we call Love. This love remains, as long as it satisfies us. It is conditional. This love has anxiety, pain, jealousy, possessiveness. Is there another love, which is unlimited, unconditional, without any desire to possess? This poem expresses true feelings of love. The wisdom and devotion are beautifully expressed in the last two lines–“living in the moment with the freedom from the known”!

Dilip

કવયિત્રી ભાગીરથી મહેતા

“જાહનવી સ્મૃતિ”  કવયિત્રી સંમેલન-૨૦માં વર્ષે, શીશુવિહાર, ભાવનગરમાં આયોજિત સંમેલન બાદ પ્રકાશિત થતાં પુસ્તક માટે, મારા બાની જીવન ઝાંખી. . . .

સ્ત્રી-શક્તિનો પરિચય. ભાગીરથી મહેતા…જાહ્નવી                   લેખિકાઃ  દીકરી સરયૂ . . .૨૦૧૪

કવિયત્રી જાહ્નવી, મારા બાના વિવિધ સ્વરૂપોમાં, એમની હિંમત, મક્કમતા અને સમજણ વિશિષ્ટ હતાં. આપણે જાણીએ છીએ કે તેર વર્ષે લગ્ન, અઢારમે વર્ષે દસમાં ધોરણથી શરૂ કરી, બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમજ કોલેજના ત્રીજા વર્ષમાં પુત્ર, મુનિનો અને ત્યારબાદ પુત્રી, સરયૂનો જન્મ થયો. માજીરાજ કન્યાવિદ્યાલયમાં નોકરી કરતા હતા એ તો જાણિતી વાત છે, પરંતુ ઘણાને એ ખબર નહીં હોય કે તેઓ ધોરાજી ગામમાં આચાર્યા તરિકે ગયેલા. તે સમયે, એ ગામ જોખમ ભરેલું ગણાંતુ. મને યાદ છેકે અરધી રાતે ગાડી પહોંચી અને બા સાથે અમે, પંદર અને બાર વર્ષના ભાઈ-બહેન, અજાણ્યા કુટુંબ સાથે રોકાયા હતા. ધોરાજીમાં ભાડેના ઘરમાં રહેવા ગયા ત્યાર બાદ બે દિવસ પછી મુનિભાઈ ફીલ્મ જોવા ઉપડી ગયા, અને મોડું થતાં અનેક શંકાસ્પદ વિચારો સાથે, બા અજાણ્યા યુવકોની મદદ લઈ શોધવા નીકળી પડ્યા હતાં. અજાણ્યા ગામમાં એ સમયે ડર કે લાચારીનો કોઈ ભાવ એમનામાં જોવા નહોતો મળ્યો. અનેક વખત તેઓ ધોરાજીથી એક જ આવતી ટ્રેઈનમાં, રાતના બે વાગે સ્ટેશનેથી એકલાં ઘેર આવતાં. કોઈ લેવા મુકવા આવે તેવી માંગણી કરવાનું તેમના સ્વભાવમાં નહોતું. . . . એકાદ વર્ષ પછી સંજોગોને વશ ભાવનગરની માજીરાજ શાળામાં પાછા આવ્યાં.

ચારેક વર્ષ પછી, ૧૯૬૦માં ફરી તક મળતાં બા સૂરેન્દ્રનગરમાં આચાર્યા તરિકે ગયા અને હું એમની સાથે રહી. એ અરસામાં ભાવનગર છોડી, ઘણા વિરોધો અને વાતો વચ્ચે દૂરના ગામમાં નોકરી લેવી તે આ ગૃહિણી માટે ગુંચવણ ભરી સમસ્યા હતી. બધાં અમારા પિતા તરફ સહાનુભૂતિ દર્શાવે અને બા તરફ આશંકા બતાવે, “તમે આમ ઘર છોડી જાવ છો તે ઠીક નહીં…. અમે તો એવું ન કરીએ.” પરંતુ બાનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ એમને વિચલિત નહોતા કરી શકતાં.
સૂરન્દ્રનગરની શાળામાં જાજરમાન અને પ્રગતિવાદી આચાર્યા તરિકે નાની વિદ્યાર્થિનીઓથી માંડી ઊપરી અધિકારીઓનું સન્માન ઘણા જ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યું. એક ઘટના બની જેનાથી ભાગીરથી મહેતાની આંતરિક શક્તિનો પરિચય થયો. એમની શાળા માટે નવું મકાન મહિનાઓથી તૈયાર થઈ ગયું હતું. જે દાતાએ બંધાવી આપ્યુ હતું એ વૃધ્ધ મહાનુભાવની જીદ હતી કે કોઈ પ્રધાનમંત્રી આવી ઉદ્ઘાટન કરે પછી જ તે મકાનનો ઉપયોગ કરવો. મહિનાઓથી શિક્ષકો અને અધિકારીઓ પ્રયત્ન કરતાં હતાં. બા તે મુરબ્બીને મળ્યા અને વાત કરી, પણ તેઓ જીદ છોડવા તૈયાર ન હતા. બાએ બે ચાર અનુભવી, સ્થાનિક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ, ૨૬ જાનુઆરીએ શાળાના નવા મકાનમાં ધ્વજવંદન માટે ભવ્ય કાર્યક્રમ રાખી ગામના લોકોને આમંત્રિત કર્યા. તેમાં પેલા દાતા તેમની પ્યારી પૌત્રી, જે શાળાની વિદ્યાર્થિની હતી, તેની સાથે હાજર હતાં. ધ્વજ વંદન પછી બાએ દાતાની પૌત્રીને બોલાવીને કંઈક સમજાવીને કહ્યું. તેણી બાને પ્રણામ કરી, પૂજાની થાળી લઈ, નવા મકાનના દ્વાર પર ચાંદલો કરી, રેશમી રિબન ખોલી, બારણા ખોલી બધાને આમંત્રણ આપતી ઊભી રહી. બધા લોકો ગભરાઈને દાદાની સામે જોઈ રહ્યા. પરંતુ દાદાએ આગળ આવી વ્હાલી પૌત્રીને આશિષ આપ્યા અને બાને અભિનંદન આપ્યા. જોનારાના ચિંતાભર્યા ચહેરા ખીલી ઊઠયાં. મહિનાઓ સુધી સૂરેન્દ્રનગરમાં નવાં આચાર્યાએ કરેલા ચમત્કારની ચર્ચા ચાલતી રહી.

જીવનમાં બાને પોતાના સિધ્ધાંતો માટે લડી લેતા ઘણીવાર જોયા છે, પણ પોતાના દુઃખ માટે લાચારીથી રડતા નથી જોયા. એમના લાગણીભર્યા કવિ હ્રદયમાં અજબની દ્રઢતા હતી.

જાણ્યું’તુ મેં દવ જીવનના, હોય છે દુઃખકારી,
એ તો મારા અબુજ ઉરની, માનવી ભૂલ ભારી.
તાપે તાપી અમ જીવનની, સુપ્ત તાકાત જાગે,
ત્યારે દુઃખો જગતભરનાં, અલ્પ તાકાત લાગે. –‘જાહ્નવી’–

સરયૂ દિલીપ પરીખ ‘ગંગોત્રી’ વેબ સાઈટ
ઓસ્ટિન, ટેક્સાસ. saryuparikh@yahoo.com
Saryu Dilip Parikh http://www.saryu.wordpress.com
પ્રકાશિત પુસ્તકોઃ “Essence of Eve નીતરતી સાંજ“ Poems and true stories in Gujarati and English by Saryu,… Paintings by Dilip Parikh. 2011
“Smile in Tears આંસુમાં સ્મિત“ True Stories in prose, verse and poems in English and Gujarati by Saryu Mehta-Parikh. 2013

સલૂણી સાંજ

સલૂણી સાંજ

ક્ષિતિજ  રેખાની  કોરે  બારણાં  દેખાય  છે  આજે,
સખી!  સાજન મળે  એ ધારણાં  દેખાય છે  આજે.

તરસતા  તૂર્ણને   સિંચ્યાં   નશીલા  ઓસથી  લાજે,
સુગંધી   યાદ  પુષ્પો   ત્યારનાં   દેખાય  છે  આજે.

હ્રદયના  સૂર    પ્રીતમ   પ્રેમ  અધ્યાહારમાં   સાજે,
થયા  સંધાન,  તૂટ્યા   તારના   દેખાય  છે   આજે.

પતંગી    આશને   દોરી   મળી’તી    સૈરને   કાજે,
ધરાના  રંગ  ઝાંખા  ક્યારના   દેખાય   છે   આજે.

સમી   સંધ્યાય   શોધે   તારલાના    તેજને    રાજે,
નવા  નક્ષત્ર   ઉત્સુક  ન્યાળતાં   દેખાય  છે   આજે.

સલૂણી  સાંજ  દે  દસ્તક, ને  વિનવે  રાતને  નાજે,
અઢેલા   દ્વાર,   દીવા  પ્યારના   દેખાય  છે  આજે.

——–

સલૂણી=રંગીલી.  તૂર્ણ=કમળ  ઓસ=ઝાકળ

My Mother – My Daughter

My Mother-My Daughter

My mother, Bhagirathi, was born in 1916 in a very small village in India. Her mother, Kastur, a very gentle wise woman, followed all the traditions as a young bahu, a bride of the village. When my mom Bhagirathi was one year old, her mother had to go to some other village for a visit. She was very sick when she returned to her village, but as custom required, she would not pass through the village sitting in a bullock cart, so she walked to her house. In a few days she died. My grandfather was an herbal medicine doctor. He later realized that she had died of pneumonia. Only one year old, my mom Bhagirathi and her siblings were raised in a joint family with other cousins.

My mom’s family migrated to a bigger city when she was a teenager. All through the ups and downs of her life she had felt her mother’s presence. But she was sure when she had the unplanned arrival of my younger sister, Uru. My mom was a working woman and a major wage earner. So after having my brother and me, she was not planning to have any more babies. At the time of my sister’s birth, I was seven years old.

As far as I remember, my mother seemed in some special serene mood in the presence of my little sister. I vividly remember Uru being very much interested in what our mom was wearing. When mom would get dressed up to go to school, my sister used to observe her fondly and comment, “Oho! Bhagirathi looks very good!” My mom would smile and say, “Thank you, mother!”

We were never photographed before. One year, my cousin’s husband came from Mumbai with a camera. That was the only occasion when our family pictures were taken with my four-year-old sister. Those pictures turned out to be a very precious memory.
We took an extremely unlikely trip when my sister was four years old. My mother had left their village a long time ago and had never gone back to visit. There was only one uncle and his son in the village. The son’s first wife couldn’t have children. She had died under mysterious circumstances, and my mother’s family had suspected some mishap caused by the uncle and his son. When that uncle showed up to our house with an invitation to his son’s second wedding, I was sure that my mom would never even consider going. But I heard her saying “Yes,” and with our cousins, we all went to my mom’s village. My little sister was very much engrossed in observing everything that was going on. She was a little sick, so she was hardly interested in food, but she would sit in my mom’s lap or next to her and quietly look around. My mom was surprised by her interest and interaction. Uru was looking around with poise, and my mom was amused to see her. After we returned home, I heard my mom telling her friends that she was not sure what had compelled her to go for a visit to her village after almost twentyfive years, and how my sister was quietly happy in her village.

A few months after our visit to the village, Uru got a fever. My mom thought it was just a little sickness. But by the second day her health got worse very quickly. Two doctors were consulted. My brother was apprehensively urging to the doctors to do something more. It was very obvious that our little sister was an angel of my brother’s heart. It seemed like a special connecting chain was binding them snugly.  Uru lay there peacefully on her bed. There was no agitation on her face.

It was a tranquil evening. We were all around her bed and saw her close her eyes for the last time with a smile on her face.
Doctors could not revive her.
My little sister went to be with the heavenly father. My parents were devastated. It was heart-wrenching for my brother. I was too young to analyze my feelings, so I cried with the others.
She was with us for five years. The joy and peace she brought to our lives–especially to my mother’s life–seemed like a miracle.

The last time I was with my mother in India, Mom said, “I still feel Uru’s warm presence around me. My intuition says that my mother had come to me as my daughter. It helps me to rejoice in those five years of her life.”

Feelings do not follow the logical rules.
Intuition–the God-given gift–is elite and exceptional.
A fortunate few are given a tender heart to soothe
And some stay dry without . . . .
————–                                               Saryu Mehta-Parikh. Austin, Texas. 2014. saryuparih@yahoo.com http://www.saryu.wordpress.com

Ba 1915-1993

My Sister-Urvashi

 One tear drops from the corner of my eye,
Oh! With this song, the memory revives.
We couldn’t bear to hear the song any more
For my five-year-old sister was no more.

She used to sing, “Kakadupati raaghav raajaa raam”
Instead of “Raghupati raaghav raajaa raam.”

One day she was there, melted in our veins.
Then she was gone, leaving us in pain.
We have missed her a lot throughout our lives.
Relived with this song special moments of those times.
———
This was the only picture of my younger sister and me before she died at the tender age of five.
A film-song from the fifties, rekindled my memories.   Saryu

Circles of Miracles

Circles of Miracles

The race remains between ego and acceptance.
Capture edgy ego in the circle of concurrence.
From you to me a wave of compassion;
if I receive becomes a miraculous mission.

The fragile feelings are rashly broken.
The graceful waves are brashly trodden.
Affliction bangs its head in the dark,
at the barriers built of yours and mine.

Affection travels quite free in elation,
Go take a chance to revel in relations.
Petals of lotus link smile to smile,
In wide open space from eye to eye.

God is a giver, there are very few receivers.
The givers and receivers make the circles of miracles.
———

અધૂરપ

અધૂરપ-અસંતોષ

મારા   ભાગ્યમાં   કેટલું    રે  સુખ!
મારી  ઝોળીમાં  જેટલું  ઝીલી શકું.
સુખ  મંજરીનો  છમછમ  વરસાદ,
ખોળો પાથરી જે  પ્રેમથી ભરી શકું.

સાત રંગે સજેલ  મેઘધનુને ઉચાટ,
વધુ રંગોને  મેળવું તો લાગું સમ્રાટ.
સતત  અંતરમાં   અરજી  કચવાટ,
વધુ   માંગણીનો  તત્પર  તલસાટ.

સૂરજમુખી  કહે    મોટી  ના   આસ,
મારા રંગીલા ફૂલોમાં  દેજો  સુવાસ.
મીઠો મોગરો  કહે હું  મહેકું આવાસ,
મને  રીજવો  દઈ   રંગીન  લિબાસ.

છતે   દીવે    મારે  ઓરડે   અંધાર,
ખસે   ઓઢણી  તો   રૂહમાં   સવાર.
સૂકા  ફૂલનો  પણ  માને   ઉપકાર,
જુએ   અધૂરપમાં  સુખને   સાકાર.

—–

No happiness without gratitude and appreciation of whatever we have.

Soft Yellow Ball

Soft Yellow Ball

We had a soft yellow ball and green little bat;
A rug in her room was a grand play mat.

“Granny! You throw the ball and I hit away;
I know you are slow and I will get away.”

She would laugh and say, “Oh, boy! You are fast.
You surely are the best; now I need some rest.”

In the heart of my heart, I had a suspicion,
Sometimes grandma just lets me win.

“I make the tricky moves; I am a checkers champ,
But alas! I am trapped; I hold the tears back.”

Grandma used to say, “Oops! I made a wrong move.
It looks like, boy, you will win soon.”

In the heart of my heart, I have confidence;
Grandma has helped; it is coincidence.

I go out into the world, so aggressive and keen,
The best I can be where no one lets me win.
——-

Vacation time, playing with seven years old Kethan . . . August 2014

અરેરાટી—- Shudder

અરેરાટી…

દાની ધરિત્રીની ખુલ્લી પરસાળ,
નિર્જળ લાચારીમાં વ્યાકુળ જુવાળ,
અગન ફોરા ફેંકી કોણે આંતર્યાં?

તામ્રપત્ર ટાંકથી આંક્યા અભિલેખ,
આતુર આશંક આંખ વાંચે આલેખ,
શબ્દ અણીએ હૈયા કોણે કોતર્યાં?

દેવે દીધેલ આત્મ-શાંતિ નિવાસ,
તારા મારાની ચણી મમત દિવાલ,
દ્વાર તાળા મારી કોણે નોતર્યાં?

સરખા ચહેરા સાહે આશાનું સ્મિત,
ભોળા હ્રદયો ચાહે શ્રધ્ધાનું ગીત,
વચન વેચી વેચી કોણે છેતર્યાં?

એકનો સહોદર તે પરનો કસાઈ,
નીતરતા લોહીમાં કોનો એ ભાઈ!
જતન રાખડીના કટકા કોણે કર્યાં?
——-
માનવમાં અકારણ ક્રુરતા કેમ ભરેલી છે! દરેક વ્યક્તિ સ્વજનના મૃત્યુ પર, એક સરખા આંસુ સારે છે.
તો પણ કોઈને, કોઈ મારે છે.

Translation:

Shudder

In the courtyard of the generous earth,
Waterless nervous tidal flow is helpless,
Who threw the obstacle of the fireball?

The inscription on the metal plate,
Fearful eyes read the message,
Who scratched hearts with the sharp words?

God-given peaceful soul-house,
Man built the infatuation walls of yours and mine,
Who puts lock on the door and then invites?

Similar faces adorn similar smiles of hope,
Innocent hearts want songs of faith,
Who deceived by selling the faith?

The brother of one is a murderer of another,
The one in dripping blood, must be someone’s brother.
Who broke the protective rakhi to pieces?
——–

The cruelty in the world is unfathomable. Each one cries on the death of their own–the same tears. Still they kill each other.

(The rakhi is a protective blessed thread tied by a sister to her brother’s right wrist.)

 દિલને હચમચાવી દેતી કવિતા..અને સાચાં સવાલો સામે આવે છે…
સપના

રાત થઈ પૂરી ….. કવિ નાથાલાલ દવે and my brother’s poem

A LITTLE FLOWER…. By-Muni Mehta
A little flower stood crying
silently in the forest,
“Nobody knows I am here,
my life is such a waste!
Big trees are seen from far
they often talk to clouds,
Champa’s eyes are shining
basking in sunlight
Even the little chameli there
has climbed upon big tree
I stand here in dark corner
though I too have big dream
Of talking to the sky,
to birds, to dancing streams.
Alas ! that day will not come
I am destined to die unknown !”
A gentle breeze came blowing
kissed the little flower
Took its fragrance smiling
and moved corner to corner.
Now the little flower is gone,
and no longer there
But the fragrance that was his,
is felt everywhere.

(Inspired by Poem of Nathalal Dave)
28.08.14

રાત થઈ પૂરી ….. કવિ નાથાલાલ દવે

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.
ભરાયો જામ રાત્રિનો ઉપર તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.
અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,
સવારે તો જવાનું હા ! જુઓ વાગી રહી નોબત,
અમારી ઊપડી વણઝાર, હારો ઊંટની ચાલી,
અને છેલ્લી હવે પ્યાલી-
હવે છેલ્લી ચૂમી, ને ભૂલવી બેહિસ્તની ઝાંખી,
તમારા પેરની હિના, ગુલાબી હોઠની લાલી,
ભૂલી જાવી બદન કેરી અહા ! અણમોલ કસ્તુરી,
સમી ખૂશ્બો, અને સુરખી તમારી આંખની ભૂરી,
અમારી રાત થઈ પૂરી.
જુઓ મસ્જિદમિનારે એ ઝલક આફતાબની આવી;
પુકારે બાંગ મુલ્લાં મસ્ત રાગે, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.
અમે જઈશું ત્યહાં દિલબર ! નહિ સાકી, નહિ શરબત,
ન આ ઝુલ્ફો તણી ખૂશ્બો, નહિ મ્હેફિલ, નહિ લિજ્જત,
અમે મિસ્કીન મુસાફર-ગાનના શોખીન-નહિ ઇજ્જત.
અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કાં થાતું?
તમારા ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું,
અને આ વાત થઈ પૂરી,
રજા ત્યાર હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,
——
કાવ્ય સંગ્રહઃ ‘પિયાબિન’ પાના# ૯૬
મામા-કવિ નાથાલાલ દવે, ૧૯૧૨-૧૯૯૩ ભાવનગર.
વર્ષો પહેલાં નાથાલાલ દવેની ‘રાત થઈ પૂરી’ નઝમ વાંચેલી. આ નઝમમાં આવતો મિસ્કીન શબ્દ ગમી ગયેલો અને મેં મિસ્કીન તખલ્લુસ રાખેલું. સતત વણઝારા રૂપે જીવતો એક પ્રવાસી એક રાત પૂરતો પ્રિય પાત્ર પાસે અટકે છે. એ નૃત્યની મહેફિલ પણ હોઇ શકે. રાત ક્યાં પૂરી થઈ ગઈ એ ખબર ન પડી. રાત્રિના જામમાં તારાઓ હજુ તરતા હતા. પણ પછી તો બઘુંય ડૂબી ગયું એ રાત્રીના જામમાં. અને એ જામમાં ચંદ્ર પણ ડૂબી ગયો. હવે એ પ્રિય પાત્રનો કંઠ પણ ગાતા-ગાતા થાકી ગયો છે, ગીત પણ થંભી ગયા છે અને એ ક્ષણે પેલો ચિરંતન પ્રવાસી પ્રિય પાત્રને કહે છે… રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.
સવારે ચાલ્યા જવાનું છે એ ખબર હતી એટલે જ એક રાત પૂરતી જ મહોબત માંગી હતી. આ શ્વાસોની વણઝાર તો ઉપડી છે બસ હવે છેલ્લી પ્યાલી ભરી લઈએ. આમ જુદી-જુદી વાત કરતાં-કરતાં એ પણ જણાવી દીઘું છે કે અમે જ્યાં જઇશું ત્યાં તમારા પગની હિના, હોઠની લાલી, દેહમાંથી આવતી ખૂશ્બુ કશું જ નહીં હોય. કોઈ શરબત નહીં હોય, કોઈ મહેફિલ કે લિજ્જત નહીં હોય. આપણા રસ્તાઓ જુદા છે છતાં હૃદયમાં દર્દ કેમ થાય છે? તમારા ગીતમાં ડૂબી જઇને મારું હૃદય પણ ગાતું થઈ ગયું છે પ્રિયે. હવે રજા આપો. વિદાયની આ નઝમ વાંચીએ.
અમારી રાત થઈ પૂરી… comment by Pragna Vyas
——-

                                            ચાકડો                  કવિઃ નાથાલાલ દવે

કાચી  રે  માટીના  ઘૂમે  ઘડુલિયા
ધણી ઘડે જૂજવા રે ઘાટ,
વાગે  રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.

    વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે  લખિયા  કાં  કેર?
નિંભાડે  અનગળ  અગનિ  ધગધગે,
ઝાળું  સળગે  ચોમેર—કાચી.

વેળા  એવી  વીતી  રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને   ટકોરા  ત્રિકમ   ત્રેવડે
પાકાં  પંડ રે  પરમાણ—કાચી.

હરિએ  હળવેથી  લીધા  હાથમાં,
રીજ્યા  નીરખીને   ઘાટ,
જીવને  ટાઢક  વળી તળિયા  લગી
કીધા  તેં અમથા  ઉચાટ—કાચી.
——

કવિ નાથાલાલ દવે, ભાવનગર. કાવ્યસંગ્રહ, ‘અનુરાગ’ ૧૯૭૩.

અનંત

 

અનંત

મન    મંદિરે   આતુર   એકાંત,
દઈ  દસ્તક  તું  જાણ   કરી   દે.
રીસે  અંતર   રૂંધાયેલા   શ્વાસ,
એક  પળમાં  તું  પ્રાણ  ભરી  દે.

અકળ  પીડાને  પંપાળી  આજ,
કૂણી  લાગણીનો સ્પર્શ જરી દે.
દૂર   દેતાં   અતિતને    વિદાય,
મારા  અશ્રુમાં  આશ  ભરી   દે.

આ બાવરીને  આવરીને  આજ,
એક  વચને તું  સ્મિત   સજી  દે.
કસબીની   કમનીય     કળાથી,
મારા   જીવનમાં  રંગ   ભરી  દે.

વિશ્વ   મારું  અવસાદે   અશેષ,
ઋજુ  આલિંગન  આવ ભરી  દે.
હું ચાતક, મીટ  માંડી   આકાશ,
એક   બુંદમાં   અનંત   ભરી   દે.

તત્ ક્ષણ

તત્ ક્ષણ

અવનીના આંગણે ઊમટ્યાં આકાશના
ધુમ્મસને, ધીરજ ઉજાળે અવકાશમાં.

કોલાહલ કુંજનમાં મહોરાં ઉલ્લાસમાં,
સંવેદન સંશય સમજાયે અવકાશમાં.

મનડું મૂંઝાયે અટવાયે ડહોળમાં
જળમાં કમળ સ્થિત શોભે અવકાશમાં.

સૂના બધિર તાર જડવત વિરામમાં,
ચેતન ટંકાર, સાજ રણકે અવકાશમાં.

ઘોડાપૂર લાગણીના ધસમસતાં વ્હેણમાં,
લાગે લગામ શરણ માંગે અવકાશમાં.

ભમરો અધીર મધુ આસવની આશમાં
હળવે હવામાં ફૂલ ફાલે અવકાશમાં.

ઝાકળની જાળી ને માની લે પિંજરું,
ઊડવાને મોક્ષ માર્ગ દીસે અવકાશમાં.

અંતરે સૂતેલી આ સર્જકતા શક્તિની,
ક્ષણમાં કિરણ સહજ જાગે અવકાશમાં.
——
આંતરિક શક્તિને ચેતનવંત થવા દેવા માટે અવકાશ, અર્થા‌ત શાતિંભરી નિરાંત આપવી પડે છે.

Peaceful Within

The earth is dark in storm and cloud.
The bleak turns bright, only in stillness.

The laugh is loud in a rowdy crowd.
The true tears flow, only in stillness.

The fretful petals drown in a whirl.
A lotus is untouched, only in stillness.

The notes vibrate, dismay with discord.
Repose gives voice, only in stillness.

The untamed emotions vehemently surge.
They softly flow, only in stillness.

The anxious bees buzz around the buds.
The flowers will bloom, only in stillness.

The soul will rage in an illusory cage.
Seeps stream of beam, only in stillness.

The creativity in me, a God-given gift,
Will rise and pervade, only in stillness.
——-

વિશ્વાસ

P121
વિશ્વાસ
તપ્યાં  લેખણ  લહેરની  ઝીણેરી  વાટ,
તેજ  તરસ્યો ખાલીપો તરસાવી  જાશે.

વહે  જળમાં  નોધાર  એક નાવડી  કહે,
નહીં આવો  તો ભમ્મર ભરમાવી જાશે.

ચન્દ્ર વાદળ વચાળ, દુર્ગ  ઘેરો  અવકાશ,
એક  તારો   તિમિરને  ચમકાવી  જાશે.

વહાણ વિશ્વાસે તારે  હું  મૂકું  રે આજ,
શઢ  વાયરાની  સામે  સરજાવી  જાશે.

અમી અર્ક  લઈ મોહિની મધુરી  આવી,
દર્દ  દાહમાં એ  રાહત  દરસાવી જાશે.

આંખ ખોલું  ને પાંપણ તો ઢળતી રહી,
ઓઘ  ભૂમિ પર  સ્પંદન વરસાવી જાશે.

——–
ઓઘ= આધ્યાત્મિક પ્રસન્નતા
            સાધનાથી તપ્ત થયેલ એકાંતમાં એકલતા મટી જશે. અવિશ્વાસની નાની અણસાર ભરમાવી શકે છે.
અજ્ઞાનમાં ઘેરાયેલા ચન્દ્રને એક આશાનો તારો ચમકાવી દેશે.
પ્રગતિમાં આવતા અવરોધ સામે, હે ઇશ્વર! તું શઢ બાંધીશ. તારા આશિષની માધુરતા મારી અગ્નિ શાંત કરશે.
મારા અંતરમાં જાગ્રતિ આવતા આધ્યાત્મિક પ્રસન્નતા આવશે તેવો વિશ્વાસ.

A Joyful Kiss અલક ચૂમી ગયું

અલક ચૂમી ગયું
નૈન આંસુ લૂછીને ઊભી ઉંબર બહાર,
આજ આનંદ ને ઉત્સવ છે હૈયાના હાર.
રે ધરિત્રી  ને  અંબરના  ઊઘડતાં દ્વાર,
અહો! આશાનાં  ઓરડે  આવ્યો ઉજાર.

બસ,  દૃષ્ટાની હાજરી છે,  ચિંતા નથી,
કોઈ  વાવડ  વિચારની  મહંતા  નથી.
રીસ વ્યાકુળ  આકાંક્ષાનું  લાંગર નથી,
દિલ  ડેલીમાં   દર્દીલા   દસ્તક   નથી.

પંખ પંખને હુલાવતો  વાહર આવ્યો,
પર્ણ પર્ણને પળોટતો  શ્રાવણ આવ્યો.
અંગ અંગને મલાવતો  ફાગણ આવ્યો,
પંથ પંથને વળોટતો  સાજન આવ્યો.

જરા સંકોરી વાટ ને  સુવર્ણો અજવાસ,
અષ્ટ  કોઠા  પ્રદીપ્ત, સુશોભે  આવાસ;
રંજિત વિશ્વાસ લહે પુલકિત આ શ્વાસ,
અલક ચૂમી ગયું, તેનો અંકિત આભાસ.
——-   સરયૂ પરીખ

A Joyful Kiss

I wipe my tears and take a step outside,
The joy and zeal are springing within.
Opening the doors of earth and sky,
a bright ray of hope is shining within.

Kindly connected with cosmic creation,
aware, not anxious with expectation.
No chain of anger or nor agitation,
no pulsing pain as I sit in meditation.

Touching my wings, the wind is blowing.
The monsoon rain leaves me soaking.
My beloved comes, our paths interlacing,
and warmly beautifies my body, my being.

I carefully tend the candle of my soul;
my mind and heart can hear my call.
My faith is around like a joyful wreath,
Creation’s kiss I feel when I breathe.
——-   Saryu Parikh
When the narrow wall of selfishness is dissolved,
one can experience the pure joy.

The Broken Wings

The Broken Wings

Where am I?

I cry, gag, and wake up with a whack.
I am out, aghast, where is my sac?

The wonderful care and sweet gentle stare.
I crawl and cling, funny wobbly fling.
So, day by day I am made aware
of my two strong wings to flap and flair.

The deep blue sky and the shifting winds,
I soar and slide, giddily glide.
The wings are forever, I think in trance.
I race nonstop, one way advance.

Years went by…Now, why can’t I?
I push and try to fly in the sky,
My broken wings and faulty swings.

May someone come to carry me again,
I don’t want to cling to the broken wings.

The cycle of life and a pause of death,
The time has come to get new wings.

——–

A journey from birth to the life cycle.

લગ્નતિથિ

લગ્નતિથિ

જીવન  પંખીની   સમતલ  બે  પાંખ તમે,
ગૃહ  ચહેરાની  વરવહુ   બે   આંખ  તમે.

રે  પતંગ  બની  એક  જાણે  ઊડે  આકાશ,
સખી  દોર બની રહે સ્થીર, સોહે આવાસ.

જીવન ગાડીની મંઝિલ  પર સર સર સહેલ,
હાથ હાથમાં ને  સાથ  મળી બાંધ્યો મહેલ.

આજ વર્ષોનો નેહ અને સમજણ સહવાસ,
દિલ બગીચો છે ભર્યો ભર્યો, મીઠી  સુવાસ.

મુનિભાઈની  મહત્તા ને ઈલાની  આવડત,
મુનિલાના આંગણમાં  મંગળમય  સ્વાગત.
—–
સસ્નેહ સરયૂ.

      પ્રેમાળ, ભાઈ મુનિભાઈ અને ઈલાભાભીની લગ્નતિથિ નિમિત્તે.
૧/૨૮/૧૯૬૯ – – ૧/૨૮/૨૦૧૪ >>> આવતી

ભીતર સફર

ભીતર સફર
મન સરોવર  પર  ખરતાં  રે પાન પછી પાન,
તન  તમરાંનાં  તાન  સમા  ગાન પછી ગાન.
તર સપાટી પર હલચલ, ના પલભર વિશ્રામ,
ક્લેશ કલબલ  કોલાહલ, ના પલનો  વિરામ.
ચાલ મન મારા, અભિ   ભીતર કર સફર…..

છલક છોળની  લહેર રહે  ખસતી પલપલ,
દડે   પરપોટો   થઈ, ચપળ અસ્થાયી જલ.
વિપુલ  મોજાને  બાથ ભરી,  તરસું  વિફલ,
વ્યર્થ વ્યાકુળ, કાબુ  કરવા અસ્થીર જલથલ.
ચાલ  મન મારા, અભિ  ભીતર  કર સફર…..

સહજ  સ્નેહ જ્ઞાન  ભાવનાનો દોરો વણી,
દિલ  દહેરે   લપેટી   ગહન  સિંધુમાં સરી.
નીરવ  નાદ,  તપ્ત  તેજ, તિમિર હેતે હરી,
વહે  ચેતનામાં   શાંત   સુખ   શર્વરી  ફરી.
ચાલ  મન મારા,  અભિ ભીતર કર સફર….

ભલે  એ જ પરિતાપ  વ્યસ્ત વ્યાકુળ સંસાર,
અલ અનુભવ આશ્લેષ, થાય  આનંદ સંચાર.
બની  પ્રાણ બાણ  મધ્યબિંદુ ભણી કર સફર,
હવે  ચક્રના ચઢાવ ને ઉતારમાં  હું  દર અફર.
ચાલ મન મારા, અભિ ભીતર કર સફર…..

ભાઈ

ભાઈ

કહે ભાઈ, આવ આવ, હવે છેલ્લા જુહાર
મળે આવો એક ભાઈ જનમ આવતાની વાર

હું આવીશ આવીશ, જરા કામ કરી લઉં
પછી આવીશ ઉતાવળે જટ ધ્યાન ધરી લઉં

એમ દિવસો ને મહિનાઓ વર્ષ વહ્યા જાય
હવે શું કરવું જઈને ના એમને કહેવાય

આજ એવી આવી કે સંદેશ નહીં જાય
ત્યાં રહી ગયું શૂન્ય ને ખોવાઇ ગયા ભાઈ

—–  

જીવન – મૃત્યુ

જીવન – મૃત્યુ

રૂઠતી   પળોને   સમેટતી   હું   શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી  છું.
ઘૂઘવતા  સાગરમાં   નાનીશી  નાવમાં,
હળવા  હલેસાંથી  હામ  ધરી  બેઠી  છું.

ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં,
રજકણ   બની  અંક  આકાશે  ઊઠી  છું.
અંજળના  આંસુથી   આંખોની   આહમાં,
કરુણાનું   કાજળ  લગાવીને  બેઠી   છું.

ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં,
ઝીણા  ઝણકારને  વધાવીને   બેઠી  છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

સરી  રહ્યો સથવારો  મમતાના  મેળામાં
આજે  અજાણી,  પરાઈ બની  બેઠી   છું.
જીવન  પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો,  પિંજર થઈ  બેઠી  છું.

————-
શ્રી વિજયભાઈ શાહનો બહુ સરસ અને યોગ્ય સમજણ સાથેનો પ્રતિભાવ અહીં મૂકતા આનંદ અનુભવું છું…. સરયૂ ના નમસ્તે.

સરયૂબેનને ભાષાનો વારસો તો માતૃ પક્ષેથી ભરપુર મળ્યો છે  અને આવા સુંદર કાવ્યો દ્વારા તેમાં પોતાનો કસબ પણ કેળવ્યો છે અને  જાળવ્યો છે. ઢળતી ઉંમરે મૃત્યુ તો આવવાનું જ છે પણ તેનાથી ભય ભીત થયા વિના સમજણથી કહે છે

રૂઠતી  પળોને   સમેટતી  હું   શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી  છું.
ઘુઘવતા  સાગરમાં   નાનીશી  નાવમાં,
હળવા  હલેસાથી  હામ  ધરી  બેઠી  છું.

દુઃખના દીવામાં સુખવાટ વણવી તે વાત કહેતાની સાથે તેમના અંતરમાં વિકસેલ આધ્યાત્મ ઝળકી ઉઠે છે.. આમ જુઓ તો વાત નાની છે પણ તે ઘુઘવતા સાગરમાં નાની શી નાવમાં હામ હળવા હલેસાથી ભરે છે. જે જાગ્રૂતિનું અને સમજણનું ઉંચુ પ્રતિક બને છે.

બીજી  પંક્તિમાં વાત તો એની એજ છે પણ રૂપક બદલાય છે

ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં,
રજકણ  બની  અંક  આકાશે  ઊઠી  છું.
અંજળના  આંસુથી   આંખોની   આહમાં,
કરુણાનું   કાજળ  લગાવીને  બેઠી   છું.

ભમરાતી ડમરીમાં રજકણ જેવું જીવન ઉંચે આકાશે ચઢી ગયુ છે. ભાઇ ભાંડુરા ,દીકરા દીકરી અને પતિની મમતા (અંજળ) આખોમાં જલન તો લાવે છે.. પણ કરુણાનાં કાજળ લગાવી રાહ જોઉ છું કે ક્યારે ડમરી શમે અને આકાશને આંબતી રજકણ ભોં ભેગી થાય ( મૃત્યુનું કેવું સરસ આલેખન!)

ત્રીજી  પંક્તિ તો ઘણી જ સ્પષ્ટતા થી કહે છે

ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં,
ઝીણા  ઝણકારને  વધાવીને   બેઠી  છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

નક્કી છે આવશે… મૃત્યુ તો નક્કી આવશે જ પણ ઉરનાં સન્નાટામાં લાગણીનાં ગીતમાં ઝીણા એ ઝબકારને વધાવીને બેઠી છું..બધી લીલી વાડી છે..ઘણા સુખો અને દુઃખો ને જાણીને હવે મૃત્યુ તુ આવશે તો પણ હું તે ક્ષણને આવકારવા મારી જાતને શણગારીને બેઠી છું. આ તૈયારી જાતને જાણનાર અને મારા તારાથી પર થઈ શકે તેવા ઉચ્ચ સમજ્થી સજ્જ વિદુષી જ કરી શકે.

અને છેલ્લે જાણે મૃત્યુ થી તેઓ ભય ભીત નથી તે વાતને ફરી દોહરાવતા કહે છે

સરી  રહ્યો સથવારો  મમતાના  મેળામાં
આજે  અજાણી,  પરાઈ બની  બેઠી   છું.
જીવન  પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો,  પીંજર થઈ  બેઠી  છું.

જીવન પ્રયાણમાં હંસ ચાલ્યો જશે અને પીંજર અહીનું અહીં રહી જશે કહીને બહુ સાહજીકતાથી મમતાનાં મેળામાં અજાણી કે પરાઇ થઇને સહુને કહી રહ્યા છે કે, “નવ કરશો કોઇ શોક..”

સરયૂબેન સુંદર આત્મલક્ષી કવન રચી ને અમારા સૌનાં આપ માર્ગદર્શક બની રહ્યા છો…સલામ તમારા કવિ કર્મને..

હવે ના અધૂરી

હવે ના અધૂરી

નીલ સરિતાના ખળખળતા નીર,
લોઢ  ઊમટે  ને  ઓસરે   અધીર.
ચાહું   ભીંજાવું,  રહી  તોય  કોરી,
જરી પગને  ઝબોળી પાછી ફરી.

પહેલી  પ્રીતનો  ઝીણેરો   ઉજાસ,
કિરણ કમનીય કામિની  ઉલ્લાસ.
ઝૂકી  ઝાકળ  ઝીલીને  હસી જરી,
કળી ખીલી ના ખીલી મુષિત રહી.

એની  વાંસળીના સૂરના  સવાલ,
મનન  મંજુલ, પણ મૂક રે જવાબ.
એની તાનમાં તણાઈ ક્યાંય  દોડી,
જરા   જઈને  આઘેરી, પાછી  ફરી.

સજલ  વર્ષા   વંટોળની  વચાળ,
બની  વીજળી, નહીં રોકી રોકાય,
દ્યુત  ક્ષણમાં હું તૃપ્ત ને તરબોળ,
આજ  સંપૂરણ  સુરખી  રસ રોળ.
——
મુષિત=વંચિત, સુરખી=લાગણી.

અસાઈડ

Touch the Sun

swing

Touch the Sun

 She sits on the swing, thinks she has wings.
She wants to touch the sun,
says, “Push higher and higher,
so I can touch it soon.”

The smile on her face
The glee in her eyes
Her pink pretty cheeks,
The hair in the air
Saying, “Nana, push more, much higher than the sun.”

“The time has come, the tricks you have known.
Let’s see how far and high you can swing on your own.”

She pushes so high she almost touches sky,
But what goes up has to come down.
Nana stands by her side while she struggles to stay high.
The sun looks down, slightly laughing at her stride.

———

મધુમાલતી અને હું -“અખંડાઅનંદ”દિપોત્સવી ૨૦૧૫માં પ્રકાશિત

Image

મધુમાલતી અને હું

મધુમાલતી મહોરી મારા આંગણામાં આજ,
એના મસ્તાના રંગ ભરે મૈયરની યાદ.

કંઈ  વર્ષો  પહેલાની   સવાર  એ  હતી,
ત્યાં  એકલી  અટૂલી  ગુલતાન હું  હતી.

લીલી ચાદરમાં  બેઠી  ચૂપચાપ એ કળી,
એને જલ્દી ખીલવાની ના ઝંખના હતી.

સમીર લ્હેરખી કહીંથી એને સ્પર્શી ગઈ,
એના  બહેકાવે હળુ હળુ ખીલતી  ગઈ.

સહજ શૃંગારે ફૂલગુલાબી શોભતી રહી,
કળી શ્વેત ને ગુલાબી  મીઠું મલકી રહી.
લાલ ચૂંદડી  ઓઢીને રમણ  રમતી રહી,
ઘેરા લાલ  ચટક  રંગમાં એ હસતી રહી.

એવી મધુમાલતી મગન ઝૂલી ફરી,
પ્રથમ શ્વેત ને ગુલાબી પછી લાલી ભરી.
હવે ધીમે ધીમે લાલ રંગ તજતી હતી,
સૌમ્ય સંધ્યાના રંગોમાં ભળતી હતી.

——
Years ago in 2005, my neighbor in Houston, gave me a pot planted with Rangoon creeper in middle of the very cold winter. As  regretfully I was watching it die, I saw a tiniest green leaf!!! My first poem on madhumalti.

કૂંપળ ફૂટી.

કરમાતી વાસંતી વેલ હાય! મારી ધીરજ ખૂટી.
જીવન ને મૃત્યુના ઝોલામાં,
હાશ! આજ કૂંપળ ફૂટી.

ઓચિંતા એક દિન દીઠી ને મરડીને યાદ મીઠી ઉઠી.
વાવેલી બાપુએ જતનથી,
ને વીરાએ નીરથી સીંચેલી.

કોમળ કલાઈથી ઝૂલાવી ફૂલો હું વીણતી ગુલાબી.
અદકા આનંદથી ગુંથેલી,
તરસુ પળ પામવા વિતેલી.

કાળજી કરીને એને કાપી,
ભાવેણી ભગિનીએ આપી.
વાવી, વિલસી, પણ શીશીરે સતાવી,
મુંજાતી શરમાતી જાય એ સૂકાતી.
પણ આજ,
પ્રીતમના મોંઘેરા વેણ સમી,
હાશ! નવી કૂંપળ ફૂટી.
————–

Photo

સમયની બલિહારી

મળ્યો  દેહ  નવ નકોર, લે ને  હસ્તમાં તું  દોર,
વહ્યો  પ્રેમ  ઝરો  જાય,  ભીંજવ  હૈયાની  કોર.

ખર્યું  ફૂલ ‘ગઈ’ કાલ, બંધ કળી ‘આવ’  કાલ,
પૂર્ણ ખીલ્યા ખરા ‘આજ’ની તું સુરખી નિહાળ.

વચન વાત, તન વિહાર, અદ્રશ મનના વિચાર,
મનુષ  મૂકી જાય  છાપ, આપ કર્મના ચિતાર.

ભ્રમર  ભમે  ફૂલ  ફૂલ, ફળે ગુપ્ત ગહન અંશ,
જીવન અલ્પ બને કલ્પ, અંજળ લંબાવે વંશ.

કાળચક્ર   ગતિમાન,  ફરે   ચરખા   સમાન,
અર આગિયાના તેજ  સમું ચંચળ અભિમાન.

ઉર અંધારા  માંય  સ્વપ્નસાર જીવન જાય,
જાગ, જાગૃત જ્વલંત સમય, ધ્યાનમાં જિવાય.
——-

લિંક

ચન્દ્ર સૂરજ મિલાપ

Photo

ચન્દ્ર સૂરજ મિલાપ


અંધારી રાતની આડમાં સવાર હતી,

તારલાના તેજની આછી અણસાર હતી,
કેમ ચન્દ્રમા સુવાનું ભૂલી ગયો!

 

કેવી હરિયાળી મૌસમ મહોરી હતી,
મૃદુ ટહુકાથી નિંદર બોલાવતી હતી,
કહીં ગુંજનના દોર પર ઝૂલી ગયો!
 
 અણજાણી આજ એની ચાલ જો હતી.

મંદ ઠંડી હવામાં ભીનાશ તો હતી.

ચાંદ શ્રાવણ બનીને ઝરી ગયો.

 

આંગણમાં નજર એની આંબતી હતી.
સકળ મ્હેક મ્હેક માનિની ચાંદની હતી.

ચંદ્રકોર ચૂમી મોગરો ખીલી ગયો.

 

હવે સમજી કે રાહ એને કોની હતી.

આભ ખોલી ગુલાબી અસવારી હતી.

ચંદ્ર જતાં જતાં સૂર્યને મળી ગયો.

——

લગની

લગની


તું  મને  દેખે ના  દેખે, ઓ ઈશ, ઊંચે આકાશે તુજને સજાઉં છું.

તારા ને મારા આ અણદેખ્યા દોરને વીટીં વીંટાળી હરખાઉં છું.


છો તું નોતરાં આપે ના આપે, હું  સુરભી  આંગણિયે લહેરાઉં છું.

ચેતન સૂર  સાજનો મંજુલ  ઝંકાર, સ્પંદન  ઝીલીને   મલકાઉં છું.


શ્રાવણી ઝરમરિયા ઝારે ના ઝારે, હું  ઝીણા ટીપાથી ભીંજાઉં છું.

હૈયાની  હેલમાં  પ્રીત્યુંના નીરમાં,  હેતાળી છલછલ છલકાઉં  છું.


પાછલે  પહોરે તું  આવે ના આવે, ઑમ ટહૂકો કરીને જગાવું છું.

ઉર્જા આગોશમાં, દિલના દરબારમાં, તેજ તણા પુંજને ઝુલાવું છું.


અહં અસ્તિત્વની અજ્ઞાની આરસી પે લગનીની લાલી લગાવું છું.

ઝાકળ  બની  હું, અર્પણ  સમર્પણ, સાદર આ મસ્તક  નમાવું છું.

———

Live or Leave

Live or Leave

I have to leave.
I have to leave them, who mean the world to me.
The quivering feelings and teary eyes,
The fleeting thought of how to survive!

I see the world swirl around
with the same pace, with the same chase.
Here, the ice palace is melting in bane.

My feelings are steady and wisdom rises.
It’s okay to live or okay to leave.
The karma vibration has to cease.

My call will come. I may hesitate,
But my dearest says, “I will be fine,”
Assures me the rest will be fine.

In the tree of my life, the buds had bloomed
and fragrance had loomed.
This flower did bear the fruits to share.

The work is done.
In peaceful lull my life succumbs.

——-

I may be singing this song after many years. A poet’s compassionate imagination.
♥ (Some of my friends were alarmed.)

A White Balloon

A White Balloon

Mama loves her little one with all her heart,
She looks through her tears as their world falls apart.

The girl with a smile says, “Mama! Let’s get toys,
I want to share with the girls and the boys.”

Mama wipes her tears and holds her tight,
She thinks for a while and tries to explain.
“O, my darling! Times are tough,
We cannot afford to buy new stuff.”

 Her bright hazel eyes are puzzled, perplexed,
“All I want is my very own balloon.
Please, mama, please get a big white balloon.”

The little girl plays with the big white balloon.
She tosses faraway, her mama’s gloom.
Her free-floating laugh, sails gliding on the balloon,
A dream of this youth is flying to the moon.

—–

ઓળખશે!

ઓળખશે!


વાયદાના   વગડામાં વાવડની   વૃષ્ટિ,
ખીલી  ઊઠી સાંવરિયા શમણાની  સૃષ્ટિ.


હસતી   ને   હારતી,   છે   સંશય  સંદેહ,
વરસોના     વિરહીને   ઓળખશું    કેમ!


યામિની   કહેને,  કેવી  ચાંદ  કેરી ચાલ!
વાદળ   કહે  તું   મને   કેમ  કરું   વ્હાલ!


આંખોની    આશકીમાં   નીલકમલ   રંગ,
હોંઠોની  લાલી  મૃદુલ  પરવાળા    સંગ.


અગર  હું  ન  જાણું,  એ   જાણે   અણસાર,
મુજને  તે   ઓળખશે    ઓઢણીની   પાર.


ઝાકળ   ઝંકાર   સરે    રાગિણી   સુરાગ,
ચંચળ,  ભીની  પરાગ   રોહિણી  સુહાગ.
——

વાવડ=સંદેશો,  પરાગ=પુષ્પરજ,  રોહિણી=ચંદ્રની પત્ની

હૈયામાં હામ

 

.

  1. હૈયામાં હામ
    સ્નેહના સરવરમાં આછો નિશ્વાસ, આર્ત દેહલીમાં વિલો વિશ્વાસ.
     આજ   મનડાંમાં   હિમાળો  શ્વાસ,  ચહે   દિલડું   હૂંફાળો  ઉશ્વાસ.
    સખી! હૈયું બળે ને હામ ઓગળે.

    કેમ  માપું  મારા  હેતની  તનાળ,  મારા   કોઠાની   હૈયા  વરાળ!
    ભલો  મોર્યો’તો  આંબાનો  કોર, ઝાંય લાગી ગઈ શ્યામળી  કરાળ.

         સખી! હૈયું બળે ને હામ ઓગળે.

    મેં તો કૂવો ઉલેચી કુસુમે ભર્યો, તપ્ત તોરણ  તાડપને  નીરે  ઝર્યો.

     બંધ  મુઠ્ઠીમાં  બાંધ્યો  પરપોટો,  હાથ  ખોલું  ને તારો બની સર્યો.
    સખી! હૈયું બળે ને હામ ઓગળે.

    ગ્રહણ આવ્યું આવ્યું ને સરી ગયું, ઘડીક આવીને  કાળજ કોરી ગયું.
    કરમ કૂંડળીમાં  કરતું’ગ્યું ભાત, આજ આતમમાં  ઊજળું  પ્રભાત… 
        સખી! હૈયું હેલે ને હામ ઝળહળે. 

    ——

     

    કંઈક ખોવાયાની નિરાશા પછી અંતરમંથન.
    સ્વાર્થી ઈચ્છાઓને તજી,
    ફરી હિંમત જાગૄત કર્યાનો હરખ.
     તનાળ=સાંકળ   કરાળ=ભયજનક

સંતાતુ ઘડપણ

સંતાતું ઘડપણ

મૃદુલ મુખાર્વિંદ ચપળ ચરણ લઈ બચપણ દોડી આવ્યું,
પૌત્ર  પૌત્રીના  ચહેરામાં  થઈ  ગુલશન ખીલી સમાયું.
મંત્રમુગ્ધ   પુષ્પો   પાછળ   આ  જર્જર  પાન  સૂકાયું,
બાલ  છબીમાં, વરવું  ઘડપણ, આપ   સજી  ભરમાયું.

બાળપના  એ   નાજુક   પગલાં   દોડ  દોડની  આયુ,
પાપા   પગલી   જલ્દી    દોડે,  રાહે   ના   રહેવાયું,
માન્યું  આવે   ધીમી  ચાલમાં   જર્જર  એ    નરમાયું,
ખ્યાલ નહીં   કે  ઓર   ઝડપથી  આવ્યું  એ  રઘવાયું.

માતામહ   બાળકને    દેખે,  આપ  વદન  અણદેખ્યું,
ફૂલ  ગુલાબી   ચહેરા   દેખી,  મલક  મલક  હરખાયું.
અહો!  અરે!  પણ  શીઘ્ર  ગતિથી   આવીને   વરતાયું,
બચપણ   પાછળ   સંતાતું,  આ ઘડપણ  દોડી આવ્યું.

——-

પ્રિય સરયૂબેન,

આજ રોજ આપની રચના “ભીતર” સબરસગુજરાતીની સાઈટ  પર પ્રગટ કરવામાં આવી છે જેની આ લિંક છે.
http://www.sabrasgujarati.com/4740/

કલ્યાણી વ્યાસ
સબરસગુજરાતી વતી

ભરોસો

ભરોસો

સપ્તપદીનાં  સાત  પગથિયાં  અનેક  વચને  જોડે,
આગળ  પાછળ  ચાલી ચાલી   જીવન  રાહને  મોડે.
“દૂર ભલે જાઓ  સાજન, પણ  દિલમાં  રહેશો  ને?”
પ્રશ્ન પ્રભાવિત મંજુલ નયણાં વિરહ વ્યથામાં બોલે

વર્ષોનાં  વહેતાં  વહાણામાં  ખર્યું  પાન  સૌ   વિસરે,
થઈ  પારેવા અહીંતહીં  માળે, ભલે  દૂર જઈ  વિચરે,
“બેટા! જ્યારે  જરૂર   પડે તઈં  સાથે  તો રહેશો  ને?”
ઘરડી આયુ, એકલતામાં સ્થગિત  સમય ના નીસરે.

સાવ  સુંવાળી  આંગળીઓ  આ પુખ્ત હાથને  પકડે,
ક્યાં  લઈ  જાશો  પૂછી પૂછી  એ  મહામાતને  ઝકડે.
“નાની! જ્યાં ત્યાં જઈએ,મારી સાથે તો રહેશો ને?”
કોમળ  ચહેરો   ઉપર  ઊઠે  ને  ઓષ્ઠ  પાંદડી  ફરકે,

સંવેદનશીલ  સવાલ   પ્રિયના ત્રસ્ત  તરંગ  જગાડે,
સાથે    રહેવું    કે    ના    રહેવું,     સંજોગો     સંચારે.
“ઓજલ  અશ્રુ   ધારે   તું   રુદિયાની  વાત લખી  લે,
પ્રિય! પરત આવીશ દોડી, આ એક વચન વાંચી લે.”
—–

Assurance

They started a new life, walking side by side,
Pleasing promises, the moments abide.
Once in a while a suspicious smile,
“Will you stay with me forever or not?”

Her small self wonders, where are we going?
Hand in hand – where will grandma will take me?
The delicate face looks up into my eyes;
“Will you stay with me wherever we go?”

Very old age, dependent upon kin,
The service and care are over, forgotten.
The wrinkled face whispers, worried,
“Will you stay with me or leave?”

I turn, look back, through a haze of tears,
My steps take me far but not forever.
I promise, my love, I shall return,
Please keep the wick fully upturned.
——-


મારી રાહ જુએ

મારી રાહ જુએ

ઋજુ  રંજન રમંતુ મારી રૂહમાં કે કોઈ મારી  રાહ જુએ  છે.
ચરણ ચાલે ને મન ઊડેં આભમાં કે કોઈ મારી રાહ જુએ છે.

કેમ બાંધ્યા આ બારણાંઓ બાગમાં?
પવન  પૂછે  સૂસવતો  સંદેહમાં!
હું તો ઓગળી ગઈ ઝાકળ ઝબોળે,
ડાળ ઝૂલે ને પાંખ થરથરાટ કે કોઈ મારી રાહ જુએ છે.

એક  પગલું  ભરું  ને  કુમકુમ  ઝરે,
શ્વાસ મેલું  ને  પાંદડીયું  ફરફરે.
ઊભી  અહીંયાં  કે  સામે  કિનારે!
સમય સોરે ને ઘડી જાય દોડી કે કોઈ મારી રાહ જુએ છે.

સાથ ચાલું ને પોયણી લળી પડે,
હાથ ઝાલું ને આંગળી હસી પડે.
રૂવેં  રૂવેં  આ  ટાઢી  જલન જાગે,
આંખ રોવે ને ગાલ હરખ હેલે કે કોઈ મારી રાહ જુએ છે.
——-

તક કે તકલીફ

તક  કે  તકલીફ
ફરી  મળ્યાની તક મળી, તકલીફ નહીં ગણો.
જત  વાત છે  વીત્યાની, વતેસર નહીં  ગણો.

દાવત  અમે  દીધી’તી, આવીને ઊભા આપ,
સ્‍હેજે   કરેલા   પ્યારને,   પર્યાય  નહીં   ગણો.

હૈયે    ધરીને   હામ    લીધો    હાથ    હાથમાં,
ખબર  હતી  આ   હેતને, સગપણ નહીં ગણો.

માનો  તો  ફરી  આજ  સજુ   પ્રેમ  પુષ્પમાળ,
ભૂલમાં  ઝર્યાં   કુસુમને,   ઝખમ  નહીં  ગણો.

સર્યો   એ  હાથ  મખમલી, આભાસ  અન્યનો,
દિલની ભીનાશ  ઝરઝરે, ઝરમર  નહીં  ગણો.

ચાલ્યા   તમે   વિદાર,  અભિનવનાં  રાગમાં,
પલકોનાં  જલ   ચિરાગને,  જલન નહીં ગણો.

                                       ———   વિદાર=તોડીને વહેવું

કિરીટભાઈનો ફોન આવ્યો. મેં ઉપાડ્યો અને કહ્યું,”પ્રણામ, દિલીપને આપું.”
કહે, “કેમ જલ્દી?” મેં કહ્યુ, “તમને તકલીફ ન પડે.” ભાઈ કહે, “વાત કરવાની તકને તમે તકલીફ કહો છો?”
આ મજાની શબ્દોની રમત, જરા જુદી રીતે, ગઝલમાં ગોઠવાઈ.
comment:
Beautiful !!!
Very Appropriate for the moment

Kiritbhai”

Welcoming Ring

 Welcoming Ring

The young man hugs his granny, like a little boy,
as she puts a ring in his hand.
The young woman’s eyes ask, “What and why?
He says, “Darling! Let me explain.” . . .

“As a little boy, I admired this ring on my gram’s finger.
The sparkling diamonds set amethyst around.
They blinked and winked like the smiling stars.
Grandma had said, ‘One day, dear,  you will fall in love.
If I like your girl, this ring will be yours.’ . . .

   “This means that granny likes my choice.
She welcomes you, my love! The ring is yours.
You wear this ring for sparkle and shine.
This symbol of love just warms my heart.” . . .

———–

I was at a classical music concert and was looking at my ring and this imagination resulted.

 Next day I asked five year old grandson, Kethan, “Do you like this ring.”… “Yes.”
I said , “When you are older, you will bring your girl friend here.” He asked, “Who Sufi?” (his sister)
I said, “No, your girl friend from college.”  Kethan, “”Tell me who is she?”
But anyway, he liked the idea to receive this ring one day.

સ્નેહ


સ્નેહ

સ્નેહના વહેણ, કોઈ શર્ત નહીં, વરસંતી વાદળીને તર્ક નહીં.
વાયરો વીંટાળે પર્ણ વ્હાલમાં, લીલા પીળાનો કોઈ ફર્ક નહીં.

મોહના મીંઢોળ એને બાંધીયા, જાણીને જાન એની જાનમાં,
ટેરવે  ગણેલ  એના  વાયદા, મન મતિ  દિલમાં વિતર્ક નહીં.

સોળે  કળાએ  ખીલનારને, શોભા  શૃંગાર  તણો દર્પ  નહીં,
મંત્રમુગ્ધ   બંધાયે  પાંદડી,   છોને  મધુર   કોઈ  અર્ક   નહીં.

દરિયાદિલ હેતના હીંડોળ પર, હુલાવે   સૌને ગમત  ગેલથી,
સ્નેહ દેણ દાન ને સ્વીકારમાં, નાતજાત ભેદ કોઈ ગર્ત નહીં.

ક્યાંનો પરિચય, શું છે સગા,  પ્રશ્નો પૂછ્યાનો કોઈ અર્થ નહીં,
વીણાના તાર સાથ ઝણઝણે, કોણ એ વગાડે કોઈ શર્ત નહીં.
________

સ્નેહાળ હ્રદય કોઈ પણ કારણોના બંધનથી પર છે.
નજીવું પાત્ર મળતા, સહજ, સરલ પ્રેમવર્ષામાં ભીંજવી દે.

 

એક પારેવું યાદ આવે


એક પારેવું યાદ આવે

એક  ડાળીને  ઝૂલે  કેટલાય  પંખીડા, ચૈતરમાં ચહેક્યા વનરાઈમાં.
વાદળના  ફાલમાં   દેખું   સંતાતુ,  મને  એક જ  પારેવું   યાદ આવે.
ઘુઘવતા  સાગરની  લહેરો વચાળે, એક આવી મારા  ઉરને પખાળે,
જોજનની જાળ લે  મોજાની થાપ, મને એક જ લહરીયું યાદ આવે.

દફતર પાટીની સાથ દોડાદોડીને વળી ભઈલાની ગરવી દમદાટી,
પોતીકા પ્યારથી  પસરાવે હાથ, પીઠે  ફરતો  એ  હાથ  યાદ આવે.
સરખી    સહિયરના    સોણા   સંગાથમાં,   સંતાકૂકડીના   શહેરમાં,
અર્ધા એ વેણમાં  સમજી લે  સાનમાં, એવી  સખી  એક યાદ  આવે.

શ્રાવણીના  મેળામાં ટીખળ ને ટોળમાં  નયણાઓ  સપના  સંવારે,
મારા આ ગાલ જરી આજે લજાય મને  એક એ ઈશારો યાદ આવે.
આવકાર  આલિંગન ઘડીના મેળાપ, કળી હસતી ને રડતી વિદાયે,
વીતેલી  વાતના ખુશનમ   ખાલિપામાં  એક અશ્રુબિંદુ  યાદ આવે,

તારા ભરપૂર પેલી  ગંગા આકાશ, એવી યાદો ભરપૂર  ઝિંદગાની,
ખરતા તારા સમી  ઓચિંતી યાદ કોઈ આવી મારી આજને  ઉજાળે.

Book-2 Smile in Tears આંસુમાં સ્મિત. સત્યકથા-કવિતા

#1 book2-cover    Book-2-cover       RE- FINAL-Smile in Tears

This book includes stories followed by poems in English and Gujarati. Several poems in English and Gujarati.
The hard copy will be ready in a few months.

UNACCEPTABLE

UNACCEPTABLE

I was helping a nonprofit immigration agency with Hindi- or Gujarati-speaking clients. One day I was asked to meet a lawyer and a client. I was introduced to a gentle-mannered young man, Salim.
With a faint smile, Salim greeted me and spoke in Hindi. He said, “Madam, will you tell this lady lawyer to help me to stay in this country to save my life?” My mind started to comment, ‘If you are not here legally, I cannot and will not help’. But since a pro bono lawyer was helping, I was prepared to hear him out.

Salim started his story.
“I am from a rich and well-respected family in a far away Muslim country. My problems started with my own mother and her side of the family when I was fifteen. They had noticed that I was always in boys’ company, especially one boy.  He and I were inseparable. I just felt that I was in love with him. People started talking and my cousins and other kids openly started teasing me.  The news spread rampantly in our small village. The first time I was called ‘gay’, I cried without understanding its full meaning. I just knew that it was demeaning.
“One day, I was called to the back room of our house, and my mother and her brother, my mamu, started asking questions about the rumors about me and Razak. I told them that he was just a friend but they did not believe a word I said. My mamu was a violent man and I was always afraid of him. For him, shooting somebody to teach a lesson was a very common thing. I was shaken up with fear and my mother and mamu kept on scaring me with different threats. The bottom line was, ‘This kind of behavior, boy to boy friendship, is absolutely unacceptable in our respectable family’. I was ordered to end my friendship with Razak immediately.
“My father was always very kind to me. He tried to convince me in no uncertain terms. He explained to me that my gay behavior would bring shame to our family. I cried like a little boy and assured him to try to be better.
“Similar rage was going on in Razak’s household.  We could not break it off but we became more discrete. I was torn inside, ‘Why am I like this? They all are ashamed of me’. I tried to be like other boys but teasing and put-downs did not stop.
“I was good in studies and graduated from high school with good grades.
My bigger test came when my mother said, ‘I will select a girl and you will marry her.’ I protested by giving many excuses like, ‘I want to go to college. I am too young to get married.’ But she said, ‘We know the real reason and we will convince you by any means.’ They wanted to prove in society that I was a straight, normal guy. The arguments and stern warnings by my mother and mamu turned into slapping and beating. If my father tried to intervene, my mother would order him to ‘Just keep out of our business. You have made him worthless.’
“I got admission to a city college not too far from my village and left my home without telling anyone except my father. My friend Razak also followed me, and we shared a place with some other students. My mother found out where I was from other students in our village and started sending messages to me to return home. My first year at the college was over. They used my father to bring me back home. My mother and mamu were again trying to force me to move back to join the family business and get married. I went on pleading them to leave me alone. They told me to live my life according to their rules or else.
“It was late one night. My father awakened me urgently, handed me money and told me to run away. He had overheard that, with my mother’s consent, my mamu was going to scare me with the gun and if I didn’t agree, he would not hesitate to get rid of me.  I called and told Razak what was going on. He said, ‘I will meet you at the station.’ We took the first train and headed for a far-away city. It was not easy to find our way in the strange new city.
“It took several months, but with a lot of financial help from my father, we rented a very modest apartment. We were happy to have each other to lean on. Our life seemed almost normal until that fateful afternoon.
“We had purchased tickets to go and see a hockey game that evening. We were so excited and felt like a couple of free birds. Early that afternoon I left our apartment to do some shopping. I saw Razak smiling and waving good-bye from the window. When I returned, to my horror, I saw a small crowd gathered near our apartment and among them there were some of Razak’s relatives.  I retreated as fast as I could before anyone could notice me. I was trembling inside. I had a premonition that I would never see Razak alive again.
Later, my father told me that in the village, Razaka’s death was explained as heart failure. If I would have been in the apartment that day, I would have been killed too.
“Now I was not left with any other choice but to run for my life. I made up my mind to go as far away as possible and disappear in a large city. The money I had, I used up to get there. I started doing whatever work possible to get some food. This world is blessed with some good and kind people who were generous enough to give me a space to sleep. At the same time I came to know some horrible, cruel people. The gang members gave me importance and small favors so I could be used, like many others, as their strong and blind instrument to oppress the weak and ignorant mass. I was systematically tied into the web and by the time I realized it, it was impossible to get out. My pleas for freedom were retorted; first with temptations like a university degree, then the promise of power, and later with threats. When I could not convince my soul to pick up a gun and kill any other human being, I escaped. But I got caught and was tortured for three days. But when there is a will, there is a way. I feel that I have traveled through tumultuous oceans to arrive in this country.
“I paid a very heavy price because nature made me different and I was not deemed acceptable to narrow-minded, ignorant people. I was longing to see my father one more time, but I heard through a friend that my father passed away two months ago.
“I cannot describe the feelings of hope because this lawyer lady believes in my life story and is willing to help me. I promise you all that I will never betray your trust.”

According to the lawyer, his case was worth fighting for, due to his entanglement with the gang members, who call themselves “a political party” in his country. If it would have been only his personal battle, he could not be eligible for asylum in America.

As per his story: When he was hiding in the large city and dirt poor, he accepted some favors from that scary but powerful group. They started treating him as if he was one of their own who was devoted to the cause. Salim went along until that day when five gang men came on their motorcycles and ordered him to hop on. He thought that they were going for some fun ride. Instead, they went to a crowded market and announced that, “We are here to teach a lesson of obedience to some idiots who did not respect our power.”
The shouting and screaming subsided when one of the gang members shot a person, point blank. Salim was frozen. That was the first time he had seen a murder in front of his eyes. The jovial gang members were telling Salim, “You can do this chore with your own gun next time.” That night, very clearly he realized that he did not belong there. He could not take life of other human being, never!
The next morning, he left his stuff except the important documents and went to his routine work. He snuck out and called his father to inform about the desperate situation. His father guided him to go to other city and promised him that one certain person will help him. At the railway station, in spite of his extreme caution, a party member spotted him and dragged him to a building under construction. The fourth floor was used as a torture cell of that party. He was badly beaten to find out why he was running away. He was cross examined with the assumption that he was defecting to join some other party.  They left me there to die. But I was not dead when they reappeared the second day. There was some more beating but they did not kill me. Salim realized that they wanted to use his death to show that some other gang had killed their party’s member. He was half dead with cruel beating and without food or water.         Soon after their third visit, Salim’s survival instinct motivated him to find any possible escape path. He started to look around, he noticed a hole prepared for the window air-condition unit.  He crawled out and landed in some ones home. He had bruises and his cloths were partially covered with blood. One lady saw him but kept quiet since in that neighborhood this sort of activities were not uncommon.  He went downstairs and came out of the house to go to a nearby hamaam, where men can groom themselves. He cleaned himself and requested the owner for the use his phone. The owner was sympathetic toward this helpless young man.  For next two days, he helped Salim so he could get out of that town. He embarked on the train, after it had left the platform, without a ticket.
He wanted to go away, far away from his country. His father had to sell the land to send him large sum of money. To sell land is considered very shame full in his country. His father was humiliated in his society. But any how he sent enough money for him. Salim told the travel agent to find a far away country where would be least likely to run into his countrymen and where he can go without immigration restrictions. Out of a few he chose to go to one South American country, Guatemala.
He was so naively ignorant that only he knew, how much he endured to reach his far away destination and survived. Every morning when he would wake up in a strange place, he used to touch his body to make sure that he was still alive.
Salim had said, “Where ever I lived, they just know and as soon I was recognized as a gay individual, some people showered me with favors so they can use me. But my heart was still sobbing for the death of my love, Razak.”
He worked for food and shelter. He came to know about the illegal immigrants and the bootleggers. After a few months in Guatemala, he did not see any future in selling incenses and cheap toys. One group of African girls and men had paid to a human smuggler and they needed one Spanish speaking person. Salim was encouraged by the group to go with them since he had learned to speak Spanish. He prepared for a long journey.
The final destination, America!
He had heard about America, but had no clue about their laws and regulations.
The group was taken first on a dinky boat at night time. Then they walked across the jungles of Columbia. Salim was bitten by some poisonous insect while walking, so he was taken to the emergency room at a hospital in Columbia. He would have died without the timely treatments. During that journey, the whole group had to face many times life or death situations. The group sneaked into The USA, via Panama. The details were recorded in the court documents.
He had seen death very closely several times in his young life. Now the justice system has to decide where he will go from here.
In this journey he is touched by so many human beings, which are all the same, but still so very vastly different.

Epilogue.
A note from the organization:
Dear volunteer, “–He won his case! Thank you so much for being part of that victory and for all your contributions to our clients and their cases!!!”
Unacceptable

Tell me papa why am I like this?
Ma was very proud and pleased, at my birth as a boy.
This mystic twist of unknown fate, ended up robbing her joy.

My secret spilled and called to quit, my all the reasons sound so lame,
Order was to choose her way, the way I am sure brought her shame

I was yanked and thrown out there, Punished and pushed, belong nowhere,
Helpless, hauled away from home, worn and torn my own genome.

Who am I, a worthless pawn? Or am I a flower wild?
My roots are cut, will I survive! You give me hope, my life revive.

———–
અસ્વીકાર્ય

“કહો અબ્બા! હું આવો કેમ?”
રાજકુંવર હું જન્મ્યો જ્યારે, મા મોસાળ દુલારો ત્યારે.
કુદરતની કોઈ અકળ કળા રે, ખેંચાયો પરવશ અણસારે.

ભ્રમર બન્યો પતંગિયો જ્યારે, અણગમતો હું બનીયો ત્યારે.
જેણે મુજને રોપ્યો ક્યારે, ઉધાડ ફેંકે રસ્તે ન્યારે.

સાવ અટૂલો મુંઝવણ ભારે, ભૂલ્યો રાહી પંથ અહારે.
અચરજ મારા અંતર દ્વારે, કોણ આપશે સહાય પ્યારે?
———-

નેહની લહેર

નેહની લહેર

સુતર   આંટીની   સમી  આ   જીંદગાની,
ખેંચું  એક   તાર  વળે   ગુંચળે   વીંટાતી.
મન ઝાલે  એક તાર  સોણી  સમજણથી,
ને  હું  ઢીલ  મુકું   ભલાભાવે  રણજણતી.

નેહના   લહેરિયામાં   જાઉં   રે   તણાતી,
અવળી  ધારા  અદલ  પ્રીત  એ  જણાતી.
પંખીની  પાંખ   સાથ   વાદળી  વણાતી,
વ્હાલપની  ગોદમાં    આપની   ગણાતી.

શાંતિના  સરવરમાં   ઘમઘમતી    ઘુઘરી,
પાંચીકા   પારવી   ને   પગદંડી    ચિતરી.
તાર  તાર   તન્મયતા   કામળી   વણાવી,
એકાંતે  આજ   એની   હુંફંમાં   સમાણી.

    ——–
પ્રીતભર્યા નેહના લહેરિયાની વાત અને એની મીઠી હુંફનો અહેસાસ..
ગહનભાવ; સાધનાના રસ્તે, સમજણ વધે અને અભિમાન ઘટે અને પ્રેમ વધે.
અવળી ધારા=રાધા જેવો, અદલ=સાચા પ્રેમનો અનુભવ.
શાંતચિત્તમાં અનુભૂતિ, રમવાના પાંચીકાનો ઉપયોગ પ્રગતિ માટે કર્યો.
સતત પ્રયત્ન. ……આત્મજ્ઞાન.

Assurance ભરોસો

 

ભરોસો

સપ્તપદીના સાત પગથીયાં અનેક વચને  જોડે,
આગળ પાછળ ચાલી ચાલી જીવનરાહને મોડે.
પ્રશ્નપ્રભાવિત નયણા મંજુલ વિરહવ્યથામાં બોલે,
“જાઓ દૂર ભલે સાજન પણ દિલમાં તો રહેશો ને?”

સાવ સુંવાળી આંગળીઓ આ પુખ્ત હાથને પકડે,
ક્યાં  લઈ જાશો પૂછી પૂછી એ મહામાતને ઝકડે.
કોમળ ચહેરો ઉપર ઊઠીને ઓષ્ઠપાંદડી ખોલે,
“નાની! જ્યાં ત્યાં જઈએ મારી સાથે તો રહેશો ને?”

વર્ષોના વહેતા વહાણામાં કર્યા કામ સૌ વિસરે,
ઘરડી આયુ, એકલતામાં, સ્થગિત સમય ના નીસરે.
થઈ પારેવા અહીંતહીં ઊડે, ભલે દૂર જઈ વિહરે,
“બેટા! જ્યારે જરૂર પડે તંઈ સાથે તો રહેશો ને?”

સંવેદનશીલ સવાલ પ્રિયના ત્રસ્ત તરંગ જગાડે,
સંગાથે  રહેવું  કે નહીં એ સંજોગો સંચારે.
અશ્રુ ઓજલ નયનોમાં, છે લાચારી સાંચી રે,
જરૂર પડ્યે આવીશ દોડી, આ એક વચન વાંચી લે.

——–

The question is raised at the different stages in the life by different relations.
The loyalty and trust are promised.

Assurance

They started a new life, walking side by side,
Pleasing promises, the moments abide.
Once in a while a suspicious smile,
“Will you stay with me forever or not?”

Her small self wonders, where are we going?
Hand in hand – where will grandma will take me?
The delicate face looks up into my eyes;
“Will you stay with me wherever we go?”

Very old age, dependent upon kin,
The service and care are over, forgotten.
The wrinkled face whispers, worried,
“Will you stay with me or leave?”

I turn, look back, through a haze of tears,
My steps take me far but not forever.
I promise, my love, I shall return,
Please keep the wick fully upturned.

Sujata-a face in his paintings ચિત્રોમાં એક ચહેરો

Sujata – a face in his paintings

I had always seen my friend, Sujata, surrounded by some admiring girlfriends and worshiping boys in our neighborhood playground.  It was 1958, when I was a dreamy-eyed twelve-year-old, and my friend Sujata was three years older than I. We all wanted to be her best friend and felt privileged when we could stand next to her. She knew how to please the people around her. She was a very good athlete, a clever student with a charming personality. Some used to compare her to the contemporary film star, Nutan.

In spite of the three-year age difference, we became best friends. I did not bribe Sujata with any special gifts or a fruit from my garden. Of course, having a good-looking older brother might have helped. An awkward, clueless young girl as I was, I learned from Sujata how to be sweet and make friends. Every evening, boys and girls played at our neighborhood playground.  We used to get a kick out of telling her which older boy was staring at her. Her response would be a hidden smile. She loved all that attention.

Sujata graduated from high school and joined an art college. She was very successful in sports, dance and in her studies. Later, we were not very close, but I would hear about her love affairs and her brothers beating up the guys to keep them away from Sujata.  But our friends felt that she was making good choices. One boy was very right for her, but her family would not allow a union. After she graduated from college, Sujata went away to live with her sister in another city for some time.
Then one day, her marriage was arranged. It was disheartening to see her being pressured to say “yes” to a man of her family’s choice. I met him at their wedding. Some younger, crude friends started joking, “Sujata, he looks so dull – if you slap him, he would not say anything.”  One sister of the groom heard the comments and protested sharply, “Don’t you dare. Our brother is not like that.” I said, “Our Sujata is not someone who would slap anyone.” But the damage was done, and Sujata felt ashamed.
But, unfortunately it happened the other way around – the groom hit our Sujata. She came back to her parents’ home after a month or so. She was very upset and refused to return to her in-laws’ house. It was a big scandal. Her mother-in-law came to take her back, and after some tricks, threats, and promises, Sujata had to return.  After that, every time I saw her my heart ached for her and my mind questioned, “Is this the same Sujata?”  The last time I saw her was with her six-month-old-baby. She said, “This baby has brought some joy to my life.”

A few years later, I moved to the USA from India and did not meet Sujata again for several years.  I heard that Sujata had two daughters and was living a somber life.
We were in California. My life was full with two lively children, my parents-in-law, and other family members in the house. One time, some friends of my father-in-law came to visit from northern California. We were talking about my hometown, and he asked me whether I knew Sujata! When I told them that she was my friend, they told me a story which shook me up.
The elderly uncle said, “We have one artist named Ritik in our neighborhood who still worships Sujata after all these years.”
I did not know this fellow because they had met when Sujata stayed with her older sister in another town, but I had heard his name. He had gone to school in a different city but was from the same town and caste as Sujata.  As soon as he found out about me, Ritik called. He wanted to know all about Sujata. Then he requested, “Can you please, mail a letter for me from your address and also receive Sujata’s reply at your address? I don’t want to create any problem for her.”
Wow! I was puzzled by this new romantic complication. Anyway, I agreed and a few letters passed back and forth through my hand. After several months the letters stopped. During a visit to India I met Sujata briefly. She inquired about Ritik, but I did not have any information. I asked her a few questions before we bid goodbye.
With another twist of circumstances, Ritik and our family moved to the same city, and we were invited to his exhibition of paintings. We established a connection. After a few weeks, we sat down for a long talk.
Ritik’s life had been hanging by a thread named Sujata. He said, “In my paintings, do you recognize her face? The day I met Sujata was like a planned event by the stars up above. I believed that Destiny had Her hand in bringing us together. It was love at first sight for me. I met her several times and expressed my feelings and hoped to spend our lives together. I had a hard time reading her thoughts. She was casually agreeing with my feelings and was sweet to me. I made her a painting and presented it to her. Her sister did not look very pleased with our friendship but did not say anything. Sujata was inquiring about my finances and education, which were quite modest. The day came when she had to go back to her parents’ home. I asked, ‘What about us? I love you. Can I come to your house and ask your parents for your hand in marriage?’ She said, ‘My parents will not agree and my brothers will beat you up badly. I cannot displease my family.’ I was devastated.  I had sort of written away my life to her name.  With time, I realized that she had been making up excuses. Maybe she was not committed to this relationship as I had been. But it was too late for me to return to my old self.”
In India, the conversation I had had with Sujata flashed in my mind. I had asked her, ‘Why did you marry this guy instead of Ritik?’ She confessed, ‘I was envious of the girls around me marring the rich guys – so greed clouded my judgment and I agreed to marry an engineer instead of an artist.’
I asked about the letters. Ritik said, “When I wrote the first letter, I was skeptical, but when I received her reply, I felt that on the branch of my mute life the birds started to sing. She said that she had been thinking about me often and missed being with me. As communications continued, she begged me to make arrangements to bring her to America with her two teenage daughters. That proposal made me look at this revived fling differently. I am secretly corresponding with someone’s wife! And I stopped.

So, in this lifetime, I feel rich that I have loved someone. I am not alone because in the corner of my heart Sujata is there. I look and see her face in my paintings. The question does not arise whether she loved me or not because, for me, the reality is that I will always love her.”

Her face in my paintings…
She loved me, she loved me not,
The question does not prick anymore.
Her presence is here like a twinkle in a star,
I am out of her circle, a far-fallen star.

She came into my life, I felt it destined,
Left her shadow melted barely with mine.
Those were the days–tepid, trivial for her.
They still trim colors for this lifelong dreamer.

I offered her a simple and singular daisy,
She chose to take the bunch of roses.
A sweet melancholy comes to sit beside,
Keeps me warm and cozy inside.

My precious past is anchored deep within,
On my blues and grays, bright red reigns.
There she may be, withered and wise,
But smiles in my paintings with a shy surprise.
———-

Saryu Parikh.  www.saryu.wordpress.com

વધુ

Another Home


Another Home

Grandma’s house,
another home of my childhood.

They tell me tales, when I used to play,
once in a while all alone.
Grandpa wondered, “What is she thinking,
playing there all alone?”

Those were the days of small, sweet queries.
Grandma would call and I reappeared,
With hugs and kisses the gloom disappeared.


The troubled teenager enters the home.
The sobs will not stop; some boy has hurt.
“Grandma! Please, just let me be.”
In the secluded space, she knows
She is not alone.


The sad young woman opens the door.
No smiling faces, no welcoming arms.
The deafening quiet pours through her eyes,
“Please, grandma! Don’t leave me alone,
Why did you both have to go?
In the whole wild world, I am lonesome now.”

A peaceful hush in Grandma’s house.
———

The difference is between alone and lonely. The child in us wants to be alone sometime but needs warmth near-by. Our little Sufiya-Anjali , while she plays alone, keeps us wondering..and inspiring….so rest of the poem is imagination

Nathalal Dave.મામા કવિ નાથાલાલ દવે

ભાવનગરની પ્રતિભાઓ: # ૪૩ – નાથાલાલ દવે       લેખીકા: શ્રીમતિ સરયૂ મહેતા-પરીખ

(સપાદિકયનોંધ :  ગુજરાતી  સાહિત્યના ગાંધીયુગ (૧૯૧૫-૧૯૪૫) દરમિયાન અનેક કવિઓ ગાંધીજીની અસર તળે આવ્યાં અને તેની સીધી અસર તેમના જીવન-કવન પર પડી.તે સમૂદાયમાં ચાર ભાવનગરી કવિજનો  ક્રિષ્નાલાલ શ્રીધરાણી,પ્રેમશંકર ભટ્ટ,પ્રહલાદ પારેખ અને નાથાલાલ દવેનો સમાવેષ થાય. ચારેયનો જન્મ ૧૯૧૧-૧૯૧૨ના અરસામાં એટલે તે સૌ સમવયસ્ક. આ વર્ષના સપ્ટેંબર માસમાં કવિશ્રીની ૧૦૦મી સંવત્સરી ઉજવાશે.*

નાથાભાઈના કવયિત્રી ભાણી  સરયૂ મહેતા-પરીખ એક કવિજન તેમજ આત્મજન તરીખે કવિશ્રીનું અંહી નીજ જીવન દર્શન રજુ કરે છે
ડો. કનક રાવળ. જુન ૩ ૨૦૧૨

કવિશ્રી નાથાલાલ દવે                                                                                       

જન્મ: જુન 3,૧૯૧૨     મ્રુત્યુઃ  ડિસેંબર, ૧૯૯૩  જન્મ સ્થળઃ    ભુવા
પિતાઃ   વૈદ ભાણજી કાનજી દવે       માતાઃ કસ્તુરબેન     પત્નીઃ નર્મદાબેન

અભ્યાસ: ૧૯૩૪ -બી.એ.; ૧૯૩૬ -એમ.એ.; ૧૯૪૩ – બી. ટી.
વ્યવસાય: શિક્ષણ;  ૧૯૫૬-૧૯૭૦-ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી
નિવૃત્તિ બાદ ભાવનગરમાં મુખ્ય રચનાઓ:
* કવિતા –  કાલિંદી, જાહ્નવી,
અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ,
મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના
વરણી સીમ, હાલો ભેરૂ ગામડે,
મુખવાસ
* વાર્તા –  ઊડતો માનવી, મીઠી છે જિંદગી,
* સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો
૨૦ કાવ્યસંગ્રહો, ૫ વાર્તાસંગ્રહો, ૧૧ સંપાદનો = ૩૬ પુસ્તકો  ૧૯૮૨ સુધીમાં.

“મારા મામા, કવિશ્રી નાથાલાલ દવે.                                        સરયૂ મહેતા-પરીખ.

અમારૂ બાળપણ નાનાજી વૈદ ભાણજી કાનજી અને મામાના વિરભદ્ર અખાડા સામેના ઘરમાં પાંગરેલું. નિર્દોષ ભોળી આંખો પૂજ્ય મામાને અહોભાવથી નિહાળતી. એ સમયે ભાવનગરની બહાર હોવાથી જ્યારે પણ અમારે ત્યાં આવતા ત્યારે ખાસ પ્રેમપૂર્વક મારા બા તૈયારી કરતા હોય એ જોવાનો લ્હાવો હતો. એ સમયે હું આઠેક વર્ષની હતી અને મેં ઊભો સોમવાર કરેલો. મામાને લોકોની સમજ્યા વગર અંધશ્રધ્ધાથી વ્રતો કરવાની રીત સામે સખત અણગમો હતો. મારો હાથ ખેંચીને નીચે બેસાડી દેવાની રમત-રકજકની યાદ આવતા હજી પણ મારા ચહેરા પર હાસ્ય ફરકે છે.
ખાદીના સફેદ વસ્ત્રો, ગોરો વાન અને સુંદર ચહેરાવાળા મારા મામા નવલકથાના નાયક જેવા દેખાતા. ઘણી વખત કવિ સંમેલન, શીબીરમાં કે અમારી શાળામાં કવિતાની સુંદર રજુઆત પછી શ્રોતાગણની પ્રશંશા સાંભળીને મામા માટે ગર્વનો અનુભવ થતો. પાઠ્ય પુસ્તકમાં “પિંજરના પંખીની વાત” એમની સહજ ઓળખાણ માટે પૂરતું હતું. વિનોબાજીની ભાવનગરની મુલાકાત વખતે મામાના લખેલા ગીતો ગવાયેલા અને વિરાણી સ્પર્ધા હોય કે અન્ય કોઈ પ્રસંગ, હું મામાની રચનાઓ, “અષાઢના તારા રે, આભ ભરીને ઊગીયા શા?” કે “આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રૂપેરી ચાંદની”, ઉમંગ અને સૌને ગમશે એ વિશ્વાસ સાથે ગાતી. મારા પતિ દિલીપના કુટુંબમાં મામા ઘણી વખત કાવ્ય રસ વહેંચતા અને અમે હજી પણ સાથે ગાઈ ઊઠીએ “હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલી.”
મારા બા, ભાગીરથી, એક બાલિકા બહુ, ચાર ચોપડી પણ પૂરી નહીં કરેલ અને ગામડામાં ગૃહસંસારમાં મુંજાતા હતા ત્યારે તેમના ભાઈ કવિ નાથાલાલ દવે એમને સ્વામિ વિવેકાનંદના પુસ્તકો વાંચવા મોકલતા જે એમને આત્મશ્રધ્ધા અને જાગૃતિના રસ્તે દોરી ગયા અને અઢાર વર્ષની ઉંમરે ફરી ભાવનગરની શાળામાં ભણવાનુ શરૂ કરી કોલેજ સુધી અભ્યાસ કરી, હાઈસ્કુલમાં શિક્ષિકા બન્યા. નાનાજી અને ઘરના લગભગ બધા સભ્યોના વિરોધ સામે ટકી રહેવા એમને અમારા મામાનો સતત સહારો હતો. એક પ્રસંગ બા કહેતા કે એમના ગુરુ શ્રી વજુભાઈ શાહના જન્મદિવસે બધા એકઠાં થવાના હતાં અને મારા નાનાજીએ બાને જવાની મનાઈ કરી, ત્યારે મામાએ સિર્ફ એટલું જ કહેલું, “બહેન જશે, એને જવાનુ છે.” ઘરના વડીલની સામે આ રીતનો વિરોધ કરવો એ પ્રેમાળ ભાઈ જ કરી શકે. આવા અનેક પ્રસંગોએ અમારા મામા હિંમત આપતા અચૂક આવીને ઊભા રહેતા.

એક પ્રસંગે હું હતાશ થયેલી ત્યારે મારા સામે સ્થિર નજર કરી મામાએ કહેલ, “Be brave.”
એ બે શબ્દો મને ઘણી પરિસ્થિતિઓમાં આવીને મનમાં ગુંજતા અને હિંમત આપતા રહ્યા છે.
મામા ક્યારેક બગીચામાંથી ફૂલ લઈ આવી મામીને આપતા કે એમની લગ્નતિથિને દિવસે કંકુની ડબ્બી અને લાલ સાડી આપતા હોય એવી રસિક પળો જોઈ છે. તેમજ મામી બપોરે રસોઈમાંથી પરવારીને આવે ત્યારે મામાએ એમને માટે પાથરણું, ઓશિકું, છાપુ અને ચશ્મા તૈયાર કરીને રાખ્યા હોય કે અરવિંદને વાર્તા કહેતા હોય,  એવી કાળજીની પળો પણ અનેક જોઈ છે.
એ વર્ષ અમારા કુટુંબ માટે મુશ્કેલ હતું જ્યારે નાના જીવનમામા, જે મુંબઈમાં વકિલ હતા, એમનું અને છ મહિના પછી નાથામામાના સૌથી મોટા પુત્ર ગોવિંદભાઈનું અવસાન થયેલ. મામાનું ઋજુ હ્રદય કુમળી ઉંમરમાં ગુમાવેલ મોટી દીકરી શારદાની યાદમાં આળું હતું. પછી બીજી દીકરીનો જન્મ થતાં નામ પ્રિયંમવદા આપેલું, પણ આપણે બધાં એને શારદાના પ્રિય નામથી ઓળખીએ અને યાદ કરીએ છીએ.
ધીરૂભાઈ-પ્રફુલા, નીરૂભાઈ, શારદા, અરવિંદ અને નીપાએ જે રીતે પ્રસન્નતાથી માતા અને નાથામામાની સંભાળ લીધેલી એ કૌટુંબિક સહકારનો અસાધારણ દાખલો છે. પૌત્રી કવિતાએ પણ મામાના જીવનમાં સુખ પાથર્યું છે.
એક સફળ અને સહાનુભૂતિભર્યા કવિહ્રદયની સુવાસ મારા અને મુનિભાઈના અંતરમાં સદાય મીઠી યાદ બનીને રહી છે. અમારા જીવનના ઘડતરમાં અમારા મામાની પ્રેમાળ ઓથને ઈશ્વરકૃપા સમજી આભાર. સરયૂના પ્રણામ. 

*BHAVNAGAR: Family members and citizens of Bhavnagar are celebrating the 100th birth anniversary of noted poet and short story writer late Nathalal Dave, who was born on June 3, 1912 in Bhavnagar. According to his son Nirubhai Dave, there are over 36books to his credit.         Nathalal’s first book of poems ‘Kalindi’ was published in 1942. His creations ‘Jhanvi’, ‘Anurag’, ‘Upadrava’, ‘Mukhva’ and ‘Halve Hathe’ are popular even today. Dave’s ‘Jhanvi’ and ‘Upadrava’ won accolades from state government too.


https://youtu.be/d3DVZCuzR-Q  _હે મન ચાલ પિયા ની પાસે” on YouTube. ‘કહ્યાગરો કંથ’.૧૯૫૦. ગીતા રોય. કવિ. નાથાલાલ દવે. સંગીતકાર. ઈંદુકુમાર.

હવામાં આજ

હવામાં  આજ  વહે  છે  ધરતી  કેરી  ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી-હવા.

ઝાકળબિંદુ પાને પાને તૂર્ણે તૂર્ણે ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતીખોળે વરસી ચાલી-હવા.

રમતાં વાદળ ગિરિશિખરે મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધિર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી-હવા.

રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા,
વિશળે ગગનગોખે જાય ગૂંથાતી કિરણ્જાળી-હવા.

મન તો જાણે જુઈની લતા ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી-હવા.

——    કવિ નાથાલાલ દવે

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી… – નાથાલાલ દવે click to listen.

રાત થઈ પૂરી….    કવિ નાથાલાલ દવે

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

ભરાયો  જામ રાત્રિનો  ઉપર  તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,
તમારો  કંઠ  થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

અનેરી  એક રાત્રિની  અમે માગી  હતી મહોબત,
સવારે તો જવાનું  હા ! જુઓ વાગી રહી નોબત,
અમારી  ઊપડી  વણઝાર, હારો  ઊંટની  ચાલી,
અને છેલ્લી હવે પ્યાલી-

હવે  છેલ્લી ચૂમી, ને ભૂલવી બેહિસ્તની ઝાંખી,
તમારા  પેરની  હિના, ગુલાબી  હોઠની  લાલી,
ભૂલી જાવી બદન કેરી અહા ! અણમોલ કસ્તુરી,
સમી ખૂશ્બો અને સુરખી, તમારી આંખની ભૂરી,
અમારી રાત થઈ પૂરી.

જુઓ મસ્જિદમિનારે એ ઝલક આફતાબની આવી;
પુકારે બાંગ મુલ્લાં મસ્ત  રાગે, વાત  થઈ  પૂરી,
અમારી રાત થઈ પૂરી.

અમે જઈશું ત્યહાં દિલબર! નહિ સાકી, નહિ શરબત,
ન આ ઝુલ્ફો તણી ખૂશ્બો, નહિ મ્હેફિલ, નહિ લિજ્જત,
અમે  મિસ્કીન મુસાફર-ગાનના શોખીન-નહિ ઇજ્જત.
અમારા રાહ  જુદા  ને છતાં આ દર્દ કાં  થાતું?
તમારા  ગાનમાં ડૂબી  જિગર  મારું થયું  ગાતું,
અને આ વાત  થઈ પૂરી,
——
કાવ્ય સંગ્રહઃ  ‘પિયાબિન’  પાના# ૯૬

વર્ષો પહેલાં નાથાલાલ દવેની ‘રાત થઈ પૂરી’ નઝમ વાંચેલી. આ નઝમમાં આવતો મિસ્કીન (ગરીબ) શબ્દ ગમી ગયેલો અને મેં મિસ્કીન તખલ્લુસ રાખેલું. સતત વણઝારા રૂપે જીવતો એક પ્રવાસી એક રાત પૂરતો પ્રિય પાત્ર પાસે અટકે છે. એ નૃત્યની મહેફિલ પણ હોઇ શકે. રાત ક્યાં પૂરી થઈ ગઈ એ ખબર ન પડી. રાત્રિના જામમાં તારાઓ હજુ તરતા હતા. પણ પછી તો બઘુંય ડૂબી ગયું એ રાત્રીના જામમાં. અને એ જામમાં ચંદ્ર પણ ડૂબી ગયો. હવે એ પ્રિય પાત્રનો કંઠ પણ ગાતા-ગાતા થાકી ગયો છે, ગીત પણ થંભી ગયા છે અને એ ક્ષણે પેલો ચિરંતન પ્રવાસી પ્રિય પાત્રને કહે છે… રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.
સવારે ચાલ્યા જવાનું છે એ ખબર હતી એટલે જ એક રાત પૂરતી જ મહોબત માંગી હતી. આ શ્વાસોની વણઝાર તો ઉપડી છે બસ હવે છેલ્લી પ્યાલી ભરી લઈએ. આમ જુદી-જુદી વાત કરતાં-કરતાં એ પણ જણાવી દીઘું છે કે અમે જ્યાં જઇશું ત્યાં તમારા પગની હિના, હોઠની લાલી, દેહમાંથી આવતી ખૂશ્બુ કશું જ નહીં હોય. કોઈ શરબત નહીં હોય, કોઈ મહેફિલ કે લિજ્જત નહીં હોય. આપણા રસ્તાઓ જુદા છે છતાં હૃદયમાં દર્દ કેમ થાય છે? તમારા ગીતમાં ડૂબી જઇને મારું હૃદય પણ ગાતું થઈ ગયું છે પ્રિયે. હવે રજા આપો. વિદાયની આ નઝમ વાંચીએ. અમારી રાત થઈ પૂરી… comment by Pragna Vyas.
——

(નાથાલાલ દવે વિષે વધુ માહિતી કે કાવ્યો માટે મારો સંપર્ક, saryuparikh@yahoo.com પર કોઈ પણ કરી શકે છે.)

જીવન – મૃત્યુ

રૂઠતી  પળોને  સમેટતી  હું   શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી છું.
ઘૂઘવતા  સાગરમાં   નાનીશી  નાવમાં,
હળવા  હલેસાંથી  હામ  ધરી  બેઠી  છું.

ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં,
રજકણ  બની  અંક આકાશે  ઊઠી  છું.
અંજળના આંસુથી  આંખોની  આહમાં,
કરુણાનું   કાજળ  લગાવીને  બેઠી   છું.

ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં,
ઝીણા  ઝણકારને  વધાવીને   બેઠી  છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

સરી  રહ્યો સથવારો  મમતાના  મેળામાં
આજે  અજાણી,  પરાઈ બની  બેઠી  છું.
જીવન  પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો, પિંજર થઈ  બેઠી  છું.

                 ————      સરયૂ પરીખ

www.saryu.wordpress.com

શ્યામ બજાયે આજ મુરલિયા

શ્યામ બજાયે આજ મુરલિયા…સરયૂ પરીખ

     શ્યામ બજાયે આજ મુરલિયા…સરયૂ દિલીપ પરીખ   

         “ગાઓ બેટી, પિયુ પિયુ રટત પપીહરા…” શ્રી બોડસ માસ્તર સવારના પહોરમાં સુશીલાને લલિત રાગ ગાવાનું કહેતાં. કાનપૂરમાં તેની પિત્રાઈ બહેનને માટે ખાસ રોકેલા સંગીત ગુરુ પાસે સુશીલા સંકોચ સાથ બેસતી. સંગીતમાં ગહેરો રસ એના ઋજુ હ્રદયને સહજ રીતે ભીંજવી દેતો. બહુ લાંબો સમય શીખવા તો નહોતું મળ્યું, પણ દરેક સમયે મીઠા સૂરો તેનાં દોડતા ચરણને અટકાવી દેતા અને આંખો બંધ કરી એનો આસ્વાદ અચૂક લઈ લેતી.

        સુશીલા બે વર્ષની હતી ત્યારે તેની માતાનો સ્વર્ગવાસ થયેલો. પિતા અને અન્ય કુટુંબના સભ્યોની સંભાળ નીચે ઉછરેલી સુશીલાના મીઠા સ્વભાવ સાથે ભીરુતા પણ અભિન્ન ભાગ બની ગયેલી. એની સત્તર વર્ષની આયુ થતાં પિતાએ જ્ઞાતિના પત્રમાં, ભણેલા નવયુવક માટે જાહેરાત આપી. વડોદરામાં વકીલ બનેલા કૃષ્ણકાંત પરીખે પોતાનો પરિચય મોકલ્યો અને પસંદગી થઈ ગઈ. સાદી રીતે લગ્ન લેવાયા. શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં ઉછરેલી સુશીલા, કાનપૂર જેવા શહેરમાંથી નાના પાટણ ગામમાં, સામાન્ય આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં આવીને વસી. સાસરીમાં બે જેઠ અને એક દીયર, એમ ચાર પુરુષોના ઘરમાં સુશીલાના કુમકુમ પગલાં પડ્યાં. આ બધા વચ્ચે સૌથી મોટા જેઠ, અને બાળકોના “મોટાકાકા”ની ઓથને લીધે સુશીલાને જાણે સાસરીમાં માવતર મળ્યાં!

       વર્ષને અંતે તો સુશીલા અમ્મી બની ગઈ. ઘર ગૃહસ્થી, પાંચ દીકરા અને એક દીકરી વચ્ચે પોતાના સંગીત કલાના રસને વિકસાવવા માટે વધુ તાલિમ લેવાનો વિચાર આવ્યો હશે કે કેમ, એ સવાલ છે. પણ ઘરમાં શાસ્ત્રીય સંગીતનો પરિચય અમ્મી દ્વારા છવાયેલો રહ્યો. ભાઈ-બહેનમાં ત્રીજો નંબર, મારા પતિ, દિલીપને સંગીતમાં વિશેષ રસ. વહેલી સવારથી મીઠા સૂરની અને ઘરકામના અવાજોની જુગલબંધી ચાલતી હોય. કોઈ ગીત વાગતું હોય એની સાથે, ‘શિવરંજની રાગમાં લાગે છે કે પેલું ગીત સોહિણી રાગમાં હશે’, તેવી અમ્મીની અટકળો દિલીપ સાંભળતા. ઘરમાં એક સિતાર પણ હતી જેના તાર ક્યારેક અમ્મીની આંગળીઓને અણસારે ગુંજતા. એ સમયની આર્થિક અગવડતાને કારણે બાળકોની સંગીત શીખવા જવાની ઇચ્છાને અવકાશ નહીં મળેલ.       

          પાંચ ભાઈઓ અને એક બહેન, બધા ભણવામાં સફળતા મેળવી આગળ વધી રહ્યાં હતાં. દિલીપને વડોદરા ભણવા જવાની પ્રેરણા અને પ્રોત્સાહન મોટાભાઈ તરફથી મળ્યા. વડોદરા શાસ્ત્રીય સંગીતથી ગુંજતું શહેર અને એમાં રસ ધરાવતા લોકોનો પરિચય ગહેરો બનતા દિલીપનો સંગીતનો રસ ઘેરો ઘૂંટાયો….સંગીતને કેટલા પ્રમાણમાં અનુભવી શકે છે એ દરેક વ્યક્તિની જન્મજાત દેણ છે. દિલીપને સ્વરો સૂક્ષ્મ ભાવે સ્પર્શી જાય છે. અમેરિકા ભણવા માટે આવેલ ત્યારે શિષ્યવૃત્તિમાંથી ડોલર બચાવીને પહેલી ખરીદી ટેઈપ રેકોર્ડરની કરી. પંડિત ભીમસેન જોષી અને એવા નામી કલાકારોના સંગીતનો આસ્વાદ પરદેશ વસવાટની એકલતામાં અનન્ય સાથી બન્યા હતા. દરરોજ જેમ જમ્યા વગર ન ચાલે, તેમ સંગીત સાંભળ્યા વગર પણ ન ચાલે. દિલીપને વિદ્યાર્થી તરિકે પંડિત રવિશંકર અને ઉસ્તાદ વિલાયત ખાન જેવા કલાકારોને નજીક બેસીને સાંભળવાની અમેરિકામાં તક મળી. દિલીપની જીવનસાથીની પસંદગીમાં, ‘સંગીતમાં રસ હોવો જોઈએ’, એ એક આવશ્યક મુદ્દો હતો.

         અમારા લગ્ન પછી થોડાં મહિનાઓ અમ્મી સાથે રહી ત્યારે મને પ્રશ્ન થયો કે, બીજી ઘણી ભારતિય માતાઓની જેમ, અમ્મી ક્યારે પણ વિચારે છે કે ‘પોતાને શું ગમે છે’? જાણે પરિવારમાં કોને શું જોઈશે અને કેમ બધાંને પ્રસન્ન રાખવાં, એ જ સૂર અને તાલ પર દિનચર્યા ચાલતી હોય. ભલે અમ્મીએ, તેમનાં નરમ સ્વભાવગત, આ વ્યવસ્થા સ્વીકારી હોય, પણ પોતાની મરજી પ્રમાણે અલગ રીતે પ્રવૃત્તિઓ કરવા માટે કોઈ પ્રોત્સાહન ન આપે, તે આપણી સામાન્ય સામાજીક રસમ છે.

      અમ્મીને શક્ય તેટલી સંગીત સાંભળવાની સગવડતા ભારતમાં કરી આપી. રેકોર્ડ કરેલ વિવિધ રાગો વગેરે તન્મય થઈ સાંભળતા અને સાથે ગણગણતા મેં સાંભળ્યાં હતાં.

       Princeton, New Jerseyથી અમારી સફર શરુ થઈ. ભારત અને અમેરિકા વચ્ચે વંહેચાયેલું મન હંમેશા આપણી કલા અને સાહિત્યમાં રસ ધરાવતા લોકો સાથે જોડાયેલું રહ્યું. અનેક ઉતાર ચઢાણ પછી, સદભાગ્યે અમે કુટુંબ સાથે કેલીફોર્નિઆમાં ડિઝનીલેન્ડ નજીક વિશાળ ઘરમાં ગોઠવાયા. સંગીતા અને સમીર સાત અને નવ વર્ષનાં હતાં. દિલીપના પિતાજી અમારી સાથે હતા, પણ અમ્મી સૌથી નાના પુત્ર સાથે દેશમાં હતાં. એ સમયે દિલીપને જાણવા મળ્યું કે ઉસ્તાદ ઝાકીર હુસેન થોડા કલાકારોને ડિઝનીલેન્ડ લાવવાનો પ્લાન કરે છે. દિલીપે એમનો સંપર્ક કર્યો અને ખબર પડી કે લગભગ આઠના ગ્રુપમાં, સંતુર વાદક, પંડિત શિવકુમાર અને મનોરમા શર્મા, વાયોલિન વાદક પંડિત વી.જી.જોગ, શ્રી. અને શ્રીમતી કાનન, કીચલુ અને અન્ય સંગત સભ્યો છે. કાર્યક્રમ અમારે ઘેર ગોઠવાઈ ગયો. એ ક્ષેત્રમાં આવો પહેલો પ્રસંગ હતો. ઉપરના વિશાળ રૂમમાં આતુર આનંદથી છલકતાં લગભગ  એંસી સંગીતપ્રેમીઓ ગોઠવાયા. પહેલાં શ્રીમતી માલવિકા કાનનનું કંઠ સંગીત અને બીજા ભાગમાં જોગસાહેબની વાયોલિન અને ઝાકીર હુસેનના તબલાને અજબ દાદ મળી. શિવજી અને અન્ય કલાકારો, જોગ સાહેબની વાયોલિન સાંભળવા સૌ શ્રોતાગણ સાથે બેસી ગયા હતા. આ અમારો પહેલો અનુભવ હતો.

         એ દિવસ વિશેષ યાદગાર બની ગયો, કારણ દિલીપનો ચાલીસમો જન્મદિવસ હતો. સર્વ શ્રોતાજનો નાસ્તા અને કેઈકને માન આપી રહ્યા હતા, ભલે દિલીપ મહેમાનો સાથે વ્યસ્ત હોવાથી કેઈક કાપવા હાજર નહોતા…. આઠ-નવ મહેમાનો બે રાત રોકાયા અને વર્ષોના મિત્રો બની ગયા. પછીના વર્ષોમાં ઘણી વખત ફરી મુલાકાત થતી રહી.

        અમારી અને કલાકારો વચ્ચેના સદભાવભર્યા સરળ સંબંધો અને જે શક્ય હોય તે કરી છૂટવાની હોંશને આધારે પછીના પાંચ વર્ષમાં લગભગ અઢાર કાર્યક્રમો કર્યા. એ સમયે કલાકારોને એરપોર્ટથી લાવી અમારે ઘેર ઉતારો, કાર્યક્રમની વ્યવસ્થા, જે ફાળો ભેગો થાય તેમાં ઉમેરણ કરી કલાકારોને આપી, પાછાં એરપોર્ટ પર વિદાય કરવાના. ભાઈ સંજયની અને મિત્રોની થોડી મદદ સિવાય, દિલીપ પર બધી જ જવાબદારી હતી પણ સંગીત શરૂ થાય ત્યારે કલાકારની સામે જ તેનું આસન હોય… આ રસાળ વર્ષો ૧૯૮૦-૮૫ દરમ્યાન, અમારા સંગીત માટેના અનન્ય પ્રેમ અને કલાકારો માટેના અહોભાવથી, અનેક સંગીતકારોનો અનુગ્રહ સરળતાથી મળી રહ્યો.  છેલ્લો કાર્યક્રમ કિશોરી આમોનકરનો ગોઠવી અમે ૧૯૮૫માં ઓરલાન્ડો જોબ અંગે ગયા.

     કલાકારોમાં, પાકિસ્તાનના સલામતઅલી, શ્રુતિ સડોલીકર, સરોદવાદક અમજદઅલી, પ્રભા અત્રે, પંડિત જસરાજ, ગીરીજા દેવી, સિતારવાદક અબ્દુલહલિમઝફર ખાન, સિતારવાદક ઉસ્માન ખાન, જીતેન્દ્ર અભિશેકી, ઈમરતખાન અને બીજા કેટલાક નામોનો પણ સમાવેશ થાય છે. બે વર્ષ પછી પંડિત શિવકુમાર અને ઝાકીર હુસેન ફરી આવેલા અને એ વહેલી સાંજનો સંતુરનો પ્રોગ્રામ અને ભીમપલાસ રાગની શ્રોતાઓએ અનુભવેલી ઝણઝણાટી, આવતા વર્ષો માટે મીઠાં સંભારણા આપતી ગઈ. પછી શિવકુમાર અઠવાડિયું અમારી સાથે રહ્યા… અમે શિવજી અને ઝાકીરજીને પચ્ચીસેક વર્ષ પછી ઓસ્ટિનમાં મળ્યા ત્યારે પણ એ સાંજને યાદ કરી હતી.

       એ અરસામાં અમ્મી-પપ્પા અમારી સાથે કેલિફોર્નિઆ આવીને રહ્યાં. અમ્મીનો રૂમ નીચે હતો. દાદર ચડવાની થોડી તકલિફ હતી તેથી ઘણીવાર ઉપર બોનસ રૂમમાં મોટેથી સંગીત વાગતું હોય ત્યારે ધ્યાનથી સાંભળવા અમ્મી દાદર પર બેસતાં. એ પછી અમારી મહેમાનગતિની જાણ થતાં સંગીતકારો અમારો સંપર્ક કરતા. અમ્મીની હાજરીમાં ઘણા કલાકારો આવ્યા. અમ્મીનાં જીવનની એક મુરાદ પૂરી થયેલી જ્યારે અમે એમને શરણાઈ વાદક ઉસ્તાદ બીસમિલ્લા ખાનને સાંભળવા લોસ એન્જેલસ શહેરમાં લઈ ગયા હતા.

          એક દિવસ અમને જાણવા મળ્યું કે પંડિત ભીમસેન જોષીનો કાર્યક્રમ લોસ એન્જેલસમાં થવાનો છે, પણ એ વ્યવસ્થાપકે ત્યારબાદ નકારત્મક સમાચાર આપ્યા. તેથી દિલીપને થયું કે ભીમસેનજી અમેરિકામાં આવે છે અને આપણને લાભ ન મળે! ‘કંઈક કરવું પડશે.’ એણે હિંમત કરી મુખ્ય વ્યવસ્થાપક, શ્રી હબીબનો નંબર મેળવી શીકાગો ફોન જોડ્યો. તેમને સ્પષ્ટ વાત કરી કે, “મને ખાસ અનુભવ નથી કે હું શ્રીમંત વ્યક્તિ પણ નથી. અમને સંગીત માટે પ્રેમ અને ઉત્સાહ છે. જો આપ ભીમસેનજીનો કાર્યક્રમ કરવા દો તો અમે યથાર્થ પ્રયત્ન કરશું.” શ્રી હબીબે સંમતિ આપી અને બે કાર્યક્રમ, એક બહારના હોલમાં અને એક ઘેર કરવો એવું નક્કી થયું. આ સમય દરમ્યાન અમારા મનમાં એ ભાવ રમ્યા કરતો હતો કે આ વાત અમ્મી જાણશે ત્યારે કેટલા ખુશ થઈ જશે! નીચે આવીને અમ્મીને વાત કરી ત્યારે એમનો ચહેરો ખીલી ઊઠ્યો.      

        પંડિત ભીમસેનજી સમેત છ સભ્યો અમારી સાથે ચાર દિવસ રહ્યાં. આગલાં મહિને શ્રી.દામોદર શાસ્ત્રી આવીને રહેલા જે પોતાના ગળાની કાળજી લેવા તીખું નહોતા ખાતા. એ અનુભવની અસરને લીધે મેં ભીમસેનજીના ગ્રુપને ખાસ તીખી રસોઈ ન આપી. બીજી વખત જમવા બેસતાં જ એમણે મને પૂછ્યું, “આપકે પાસ અચાર હૈ?” મેં કહ્યું, “આપકે ગલેકે લીએ…” તો કહે, “અરે કુચ્છ નહીં હોગા, યે તો સોલીડ હૈ.” કહી મજાનું હસ્યા. પછી તો કાચા લીલા મરચા વગેરે દરેક જમણમાં મુકાતા. ભીમસેનજી પ્રોગ્રામ પહેલા ચા પીતા અને ખૂબ ગંભીર ભાવ સાથે શાંત રહેતા. પ્રોગ્રામ પછી મારે તરત જ ભોજનની વ્યવસ્થા કરવાની રહેતી. કરકસરથી ઘર ચલાવવાની રીત તેથી બહારની મદદ વગર તૈયારી કરવાની ધગશ આવા કલાકારોનાં સાનિધ્યથી બની રહેતી. ઘેર કાર્યક્રમ હોય પછી કલાકારના ચાહકો વાતો કરવા રોકાય તે પણ જમવામાં ભળી જાય તેથી મારે એ બાબતનું ધ્યાન રાખવું પડતું.

       કાર્યક્રમ એક મોટા ઓડિટોરિયમમાં રાખવામાં આવેલ. બીજા કાર્યક્રમોમાં વધુમાં વધુ દોઢસો શ્રોતાઓ આવતા, જ્યારે ભીમસેનજીને સાંભળવા ચારસો શ્રોતાઓ આવેલા અને ઉત્સાહ ભર્યો માહોલ હતો. અમ સાસુ-વહુ માટે, પહેલી હરોળમાં મધ્યમાં બે જગા દિલીપે રખાવી હતી. ભીમસેનજીએ સંગત સાથે યમન કલ્યાણ રાગ શરૂ કર્યો. અમ્મીએ મને કાનમાં કહ્યું, “શ્યામ બજાયે…હું ગાતી એ…”  રાગમગ્ન ગાયન કલાક ચાલ્યું અને દ્રુતમાં ભીમસેનજીએ ઊપાડ્યું,

શ્યામ બજાયે આજ મુરલીયા…
વે અપનો અધરંગ ગુની ઓ…
 જોગી જંગલ જતી સતી ઓર ગુની મુનિ
 સબ નર-નારી મિલે…
     મોહ લિયો હૈ મનરંગ કરકે…

તાળીઓના ગડગડાટથી શ્રોતાઓએ વધાવ્યું. હું બાજુમાં નજર કરું ત્યાં મને કિશોરી સુશીલા દેખાઈ. કાર્યક્રમ બાદ દિલીપની નજીક જઈ હસતી આંખો કહી રહી, “દીકરા! મને આ રસાસ્વાદની તક આપી . . . ધન્યવાદ.”

        બીજે દિવસે સવારનો ઘરનો કાર્યક્રમ પણ યાદગાર બની રહ્યો. એ સમયે ગાયેલ રાગ વિષે લગભગ બાર વર્ષો બાદ અમારે ભીમસેનજી સાથે વાર્તાલાપ થયેલ. લગભગ ૧૯૯૫ની સાલમાં અમે ભીમસેનજીનો કાર્યક્રમ સાંભળવા ગયા. સમય અને એમની ઉંમરને ધ્યાનમાં લેતાં, વિસ્મૃતિ શક્ય હતી. પણ, અમે મળવા ગયા ત્યારે દિલીપે પ્રણામ કરી કહ્યું, “ભીમસેનજી! આપકો યાદ હૈ…?” તો પ્રસન્નતાથી બોલ્યા, “હાં, ક્યું નહીં. આપકે ઘર તો ‘વૃદાવની સારંગ’ ગાયા થા . . . આપકી માતાજી કૈસી હૈ?” એક કલાકાર બીજું ઘણું ભૂલી જતા હશે પણ એમના સંગીતના ગહન અનુભવને નહીં ભૂલી શકતાં હોય. અમ્મીના છેલ્લા વર્ષોમાં બીજા બધા રસો ઓસરી ગયાં હતાં ત્યારે, “કંઈક મંજુલ સાંભળીએ.” એ મધુર ભાવ જીવંત હતો.

       જે અંતરઆત્માને સંગીત અને કલાનો સાથ હોય, એને જીવનમાં એકલતા નથી લાગતી. વિશ્વ લયબધ્ધ ધબકે છે અને તેની સાથે સંગીતના માધ્યમથી જ્યાં હ્રદય તાલ મિલાવી ધડકે, ત્યાં ઑમકારની એકતાનતા સંભવિત છે.
saryuparikh@yahoo.com જુન ૨૦૧૨

 

સહજ સરળ


સહજ સરળ


આરજ!    રજકણને    ખંખેરો,
ફોગટ      માટીનો     સંચેરો,
કરતા    રહેવો    રે     સંજેરો.
મારગ  કરો  સરળ  અલબેલો.

આંગણ  કોળ્યો  તુલસી ક્યારો,
કુમ કુમ  પગલીનો  સથવારો,
થાપણ   એને   ગણી  સંવારો,
મારગ સજો સરળ  અલબેલો.

આવળ  બાવળને  લઈ  પકડી,
સીસમ સમજી  રહી’તી  જકડી,
ભલું    થયું,    એણે    તરછોડી,
મારગ થયો  સરળ  અલબેલો.

ક્ષણ,   ક્ષણની  પાછળ   દોડે,
માનુષ  મનસા    મોતી  જોડે,
જો  આ  ભ્રમણા  દોરી   તોડે,
મારગ સહજ સરળ  અલબેલો.

——-
આકર્ષક વસ્તુઓને છોડતા રહીયે. સહજ છૂટી જતાં સંબંધોને સરી જવા દઈએ.આવી મળેલા
કર્તવ્યોને સંભાળી લઈએ. સમય અને આકાંક્ષાઓ વિશે ભ્રમિત સમજને બદલે તત્વ સમજીએ.
આરજ= ખાનદાન આર્યન

Upon Her Loss…

Upon Her Loss..

What do I say when you stand alone,
Forever and final, saying, “So long.”
What do I say when he wanted to stay,
But death did come to take him away….

What do I say when you can’t hold hands,

Your life-long trip abruptly ends.
What do I say when tears don’t flow,
Dark inside, the lights don’t glow….

What do I say when you are so sad,

I sit so far, just feeling so bad.
The flow of grief will slowly subside,
We all are here to stand beside….

———-

To a dear friend…

May 19 1969

A Poem for Him

Since we cosigned in the race of this life cycle,
We have been two wheels of the same bicycle.

You lead me through the seven set circles,
Each has been conjured with many miracles.

The loyalty and longing intertwine hearts,
The routines and the duties tug us apart.

Your foot on the brake and steady navigation,
have guided our lives without deviation.

In life’s uphill journey, I follow when you roll,
If you slip into reverse, I cruise and control.

The push and pull, check and balance,
A keen, kind critique brings best out of me.

A good spouse, a great father and a superb grandfather,
I hope and wish the ride goes far and farther.
——–
For Dilip,…on May 19TH…with TLC..Saryu

           


Is This….

Is This….?

Is this Heaven or what?

The birds fly by with me on their wings,
Sweet chirping in trees, competing to sing,
The birds and the leaves are turning their heads,
Is this Heaven or what?

The sailing and piling of cloud after cloud,
The sun on its tippy toes, holding the veil,
The sand and the rays feel warm and wonder,
Is this Heaven or what?

The seeds are sleeping, quite snug and safe,
Spring comes swinging to shake them awake,
The seedlings spring out so green and grinning,
Is this Heaven or what?

I sit on my deck so close to the dell,
  Imbibe all I can to please my each cell,
The life in me love to ask an angel,
Is this Heaven or what?
——
Early in the morning, I was sitting on our deck with a cup of tea. The gentle birds were flying, the trees were singing and the sailing away clouds, gave me the first line.

માનવ મેળો

માનવ મેળો

વિચાર  વર્તન  વાણીનો  આ  કાચોપાકો  બાંધો છે,
સાંધામાં  પણ  સાંધો  છે  ને એમા સૌને  વાંધો   છે.

જીવ જીવ કોઈ  ચોરી ચળવળ  ચર્ચામાં બંધાયો  છે,
ઊજળો  રસ્તો  જોઈ  શકે  ના એવો આ અંધાપો  છે.

મનબુદ્ધિનો  લગાવ ધાગો અળવીતરો અટવાયો  છે,
ભરી ભોમમાં પાંચ જણા સંગ મ્હાણકરી સંધાયો  છે.

કૂપમંડૂકનો  સ્થિર નીરમાં  અવાજ  બહુ  રૂંધાયો  છે,
સ્વાર્થ  સલામત  સુવિધા સર્જિ, અંતે એ મુંજાયો  છે.

સહજ સરળ ને શુધ્ધ ટકે ના એવો વા સૂસવાયો  છે,
કરમ  કુંડાળે   ફરતો   દોડા  દોડીમાં    રઘવાયો   છે.

સ્વપ્ના   સંતાકુકડી  ખાલી  પડછાયો  પકડાયો   છે,
સમય   સરંતી  રેતી  સાથે  અંગત આજ પરાયો  છે.

જાણી   શકે  તો  હકાર  હેતે  હોંશે   સંગ  સુમેળો    છે,
માણી શકે તો આ જીવન એક મસ્તજનોનો મેળો  છે.

——-

 

વસંતના ફૂલ

વસંતના ફૂલ
જુદા જુદા દેશ અને ધર્મવાળી, અનાયાસ મળી ગયેલી, પાંચ બેનપણીઓની કથા.

        અમેરિકાના રહેવાસના ત્રીજા દસકામાં, વ્યવસાયના કારણો અમને હ્યુસ્ટન, ટેક્સાસમાં લઈ આવ્યા હતા. નવી જગ્યામાં સામાજીક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઈચ્છા સાથે, પુખ્ત ઉંમરના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી સેવાસંસ્થા સાથે જોડાવાના આશયથી, એમના ટ્રેઈનીંગ ક્લાસમાં ગયેલી. શનીવારે આખ દિવસનો કાર્યક્રમ હતો. હું કોઈને ઓળખતી ન હતી. લંચ સમયે મેલીંગ નામની બહેન મળતાવડી લાગી અને મને એકલી જોઈ બાજુના ટેબલ પર સાથે બેસવા બોલાવી. બધા સાથે પરિચય થયો. રોબીન ખુબ ગોરી, માંજરી આંખોવાળી અને મીઠા સ્મિતવાળી અમેરિકન હતી, જેણે અડતાલીશ વર્ષની ઉંમરે ટીચર બનવાનુ સ્વપ્ન પુરૂ કર્યુ હતુ અને નોકરીની રાહમાં હતી. મેલીંગ નિવૃત્ત થયેલ શિક્ષિકા હતી. જીની કેનેડાની હતી પણ વર્ષોથી અમેરિકામાં એન્જીનીઅર પતિ અને બે દીકરીઓ સાથે વસતી હતી. માર્ગરેટ અનોખી તરી આવે તેવા વ્યક્તિત્વવાળી હતી.
મેં મારૂ શાકાહારી ભોજન શરૂ કરતાં જ એની સુગંધ અને મસાલા વિષે અને ભારતિય ખાણુ ભાવે, વગેરે વાતો થવા માંડી. મેં બટેટા વડા ચાખવા માટે આપ્યા. એ ટેબલ પર અમે જુના ઓળખીતા હોઈએ એવી સહજતાથી વાતોએ વળગ્યા. મેં એમજ હળવાશથી સૂચવ્યું કે આવતા અઠવાડિયે મારે ઘેર લંચ સમયે ભેગા થઈએ! અને મારા આશ્ચર્ય વચ્ચે એ લોકો તૈયાર થઈ ગયા અને અમે એક બીજાના ફોન નંબર વગેરે લઈ લીધા.
આમ સાવ અજાણ્યાની સાથે લંચ કેમ થશે એ બાબત ઉત્કંઠા હતી. દરેક જણ એક વસ્તુ બનાવીને લાવવાના હતા. મને શંકા હતી કે ઓછુ બોલતી જીની આવશે કે નહીં! પણ પહેલી એ જ આવી, ને પછી રોબીન, માર્ગરેટ અને મેલીંગ પણ સમયસર આવી ગયા. વાતોનો દોર બરાબર જામ્યો. માર્ગરેટના પતિ પણ એન્જીનીઅર હતા. માર્ગરેટ ફીજી પાસે ટાસ્મેનીઆ નામના ટાપુ પર ઊછરેલ. મેલીંગ પનામાની હતી અને એના અમેરિકન પતિ ચર્ચના પાદરી હતાં. અમે પાંચે કોલેજ સુધીનો અભ્યાસ કરેલા, સફળ કારકિર્દીવાળા પતિ સાથે અનેક સ્થળોએ રહેલા અને દરેક લગભગ ચાલીશ વર્ષના લગ્નજીવનમાં સુખી બહેનોનો, અણધારી જગ્યાએ, જાણે અનાયાસ મેળ પડી ગયો. છુટા પડતા પહેલા અમે પોતાની ડાયરી કાઢી, આવતા મહિને કોને ત્યાં મળશુ એ નક્કી કરી લીધુ.
પછી તો દર મહિને, મળવાનુ, સાથે સાહિત્ય, કલા અને ફીલોસોફીકલ ચર્ચાઓ તેમજ વ્યક્તિગત વાતો કરવાનો મહાવરો થઈ ગયો. અમે પહેલેથી શું બનાવી લાવવું એ નક્કી ન કરતા તો પણ બધુ વ્યવસ્થિત થઈ પડતુ. મોટો ફેરફાર એ થયો કે ભાગ્યે જ કોઈ અશાકાહારી વસ્તુ ટેબલ પર સામેલ થઈ હોય, જો કે મારા તરફથી કોઈ અણગમો કે આગ્રહ નહોતો. અમારા પાંચે જણાના પતિઓ સાથે સાંજના ખાણા માટે પણ ક્યારેક ભેગા થતાં. આમ વિવિધ સંસ્કારિતાને ચાખવાનો, એમના કુટુંબના સભ્યો સાથે ક્રિસમસ, ઈસ્ટર કે દિવાળી ઉજવવાનો અવસર મળતો.
જે સાવ અશક્ય લાગતી હતી એવી, જીની અને મારી વચ્ચેની મિત્રતા, સમય સાથે દ્રઢ બનતી ગઈ. એમના પતિ છપ્પન વર્ષે નિવૃત્ત થઈ ગયા પણ એનો આનંદ મળે એ પહેલા તો એમને પ્રોસ્ટેટ કેન્સરનુ નિદાન થયું. આ એટલી આઘાતજનક વાત જીની મારી સાથે કરી જીવનમાં આવેલ ઉથલપાથલમાં સમતોલન રાખવા પ્રયત્ન કરતી. અમારી પાંચેની હાજરીમાં એ સમાચાર કહેવાની હિંમત આવતા બે વર્ષ નીકળી ગયા હતા. જીની પાસેથી હું ગુંથતા અને સારૂ શીવણકામ શીખી. પાંચે જણાનુ ભેગા થવાનુ અનિયમિત થતું ગયું પણ હું અને જીની મહિને એકાદ વખત કોઈ પણ આગળથી યોજના બનાવ્યા વગર થોડા કલાકો બહાર નીકળી પડતા. પતિની માંદગીને કારણે, જીની માટે થોડા કલાકો ઘરની બહાર નીકળી જવાનુ જરૂરી બની ગયું હતું.
થોડા દિવસ પહેલા જ જીનીએ લખ્યું કે, “બીમારી સામેની લડત બાર વર્ષ પછી સમાપ્ત થઈ છે. એમનું શાંતિપૂર્વક મૃત્યુ થયું છે.” મારા કહેવાથી થોડા દિવસ મારી સાથે રહેવા હ્યુસ્ટનથી ઓસ્ટીન આવશે.
રોબીનના પિતા ભારતમાં થોડો સમય રહેલા. એમના શીખેલા શબ્દો, “જલ્દી જલ્દી કે, ક્યા દામ હૈ?” એવા પ્રયોગો રસ પૂર્વક કરી એ પોતાના અનુભવો અમારી સાથે વાગોળતા. રોબીન અને એમના પતિને ધાર્મિક અને સેવા કાર્યો સાથે કરવામાં ઘણી મીઠી સંવાદિતા હતી. રોબીન એના ચર્ચમાં બહેનોના ગ્રુપની પ્રમુખ હતી. દર વર્ષે અમે પાંચે બેનપણીઓ એના સમારંભમાં આગળના ટેબલ પર, મુખ્ય મહેમાન સાથે માનથી ગોઠવાતા. એક દિવસ ખાસ યાદ છે…એ સમયે હું વિવિધ કારણોને લઈ ચિંતિત રહેતી. એમા એક વક્તાએ કહ્યું કે, “હું હંમેશા ઈશુની સામે જઈને અમારા ભવિષ્યની “શું યોજના છે?” એવો સવાલ કરતી. પણ મનમાં જાગૃતિ થતાં મેં ભગવાનની પાછળ ચાલી એની યોજના સ્વીકારવાની શરૂ કરી.” આ સામાન્ય વાતની મારા દિલ પર સચોટ અસર થયેલી અને ત્યાર પછી ચિંતા વગર, પ્રમાણિક યત્ન કરવાનો અને જે મળે તેનો સહજ સ્વીકાર કરવાનો, એ મારો જીવનમંત્ર બન્યો.
મેલીંગની જેવી મીઠી જ્હિવા હતી એવું જ વિશાળ દિલ હતું. અમારા દસેક વર્ષના સહવાસમાં મેં એને ક્યારેય કોઈ વ્યક્તિ વિષે અણગમો બતાવતા નથી સાંભળી. એમના પતિ જે ચર્ચમાં પાદરી હતા તે જ ચર્ચમાં મેલીંગ મોટી સંખ્યામાં મોટી ઉંમરના બહેનો અને ભાઈઓને અંગ્રેજી ભણાવવાનું સેવા કાર્ય કરતી. પોતાના માત-પિતા અને કુટુંબને અનન્ય સન્માન અને સ્નેહથી સિંચતી જોવી એ લ્હાવો હતો. એના યુવાન પુત્રને રમતા થયેલ ઈજા વખતે અમે બધા એની સાથે પ્રાર્થનામાં જોડાયા અને મહિનાઓ સુધી એના મનોબળનો આધાર બની રહ્યા. હજી સુધી મારા જન્મદિવસે હું સામેથી એની શુભેચ્છા મેળવવા ફોન કરૂં છું.
માર્ગરેટ તાસ્મેનિઆથી દુનિયાના આ બીજે છેડે આવીને વસી હતી પણ એનું દિલ તો એની પ્યારી જન્મભૂમિમાં જ રહેતુ. એના પતિ ઘણીં સારી નોકરી કરતા હતા તેથી એમના મોટા બંગલામાં ઘણી વખત બપોરના જમણ માટે અને કેટલીક સાંજ અમારા પતિ સાથે ઘણી વૈભવશાળી બની રહેતી. માર્ગરેટ એના ચર્ચમાં પ્રાર્થના મંડળમાં નિયમિત ગાતી અને ઘેર કલાત્મક ભરતકામ કરતી.
મને સાહિત્યમાં રસ તેથી હું એનો રસાસ્વાદ કરાવતી રહેતી. અમે ભગવત ગીતા, ઓશો અને બીજા હિંદુ ગ્રંથો સાથે બાઈબલ અને કુરાન વિષે પણ રસપૂર્વક ચર્ચા કરતાં. એક માનવધર્મમાં શ્રધ્ધા હોવાનું વિશ્વાસ સાથે કહેનાર માટે કસોટીનો સમય આવેલ જ્યારે અમારી દીકરીએ બાંગલાદેશી મુસ્લીમ સાથે લગ્ન કરવાની સંમતિ માંગી. પરિચય અને સહજ સ્વિકારથી મીઠા સંબંધો શક્ય બન્યા.
વ્યક્તિનુ મૂલ્ય અમારે મન વધારે મહત્વનુ બની રહ્યુ એ વાત સાબિત થઈ શકી.
મારા સ્વભાવ અનુસાર બધાને સ્નેહતંતુથી બાંધી રાખવાની જવાબદારી મેં સહજ રીતે અપનાવી લીધેલી. એ વર્ષે મારી બીજી વસંત ૠતુ ટેક્સાસમાં હતી. કુદરતના ખોળે રંગીન ફૂલો છવાયેલા હતા. એની પુરબહાર મૌલિકતા મ્હાણવા અમે એક દિવસ વહેલી સવારે નીકળી ગયા. જીનીમાં
ક્યાં અને કઈ રીતે જવાની આગવી સમજને કારણે મોટે ભાગે એ જ કાર ચલાવતી. બ્લુ બોનેટ્સ મધ્યમા અને ચારે તરફ સફેદ, લાલ અને પીળા રંગના સાથીયા જોઈને દિલ તરબતર થઈ ગયું. બપોરના સમયે જમણ માટે એક ઘરમાં દાખલ થયાં. રસોઈબેઠકમાં લાંબા બાંકડાઓ ગોઠવેલા હતાં, જ્યાં ટેક્સાસના કહેવાય છે એવા બે ‘કાવબોય’ બેઠેલા. એમની પાસે અમે પાંચે સામસામા ગોઠવાયા. એ અજાણ્યા ભાઈઓ સાથે મેલીંગ અને રોબીન મીઠાશથી વાતો કરવા લાગ્યા. અમે પાંચે સેવાભાવથી કામ કરતી સંસ્થામાં જોડાયેલા હતા અને એ રીતે મિત્રો બન્યા છીએ, એ વાત પણ નીકળી. જૂની ઓળખાણ હોય એમ વાતો ચાલી. જમવાનુ આવ્યુ અને પછી ચેરીપાઈ પણ મંગાવવાની વાત અમે કરી રહ્યા હતા.
બન્ને ભાઈઓનુ જમણ પુરુ થતા પ્રેમપૂર્વક ટેક્સન સ્ટાઈલથી આવજો કરીને બહાર બીલ આપવા ઉભેલા જોયા અને પછી દૂરથી સલામ કરી જતા રહ્યા.
થોડી વારમાં વેઈટ્રેસ બહેન આવીને પુછે કે, “ગળ્યામાં કઈ પાઈ તમારે લેવાની છે?”
અમને નવાઈ લાગી, “તમને કેવી રીતે ખબર કે અમારે પાઈ જોઈએ?”
“પેલા બે સજ્જનો તમારૂ, પાઈ સહિત, પુરૂ બીલ ભરીને ગયા છે.” વાહ! અમને ટેક્સન મહેમાનગતીનો અવનવો અનુભવ થયો. અમારા ધન્યવાદની પણ અપેક્ષા રાખ્યા વગર એ બન્ને ચાલ્યા ગયા.
સદભાવનાની સુવાસ જાણ્યે અજાણ્યે દિલથી દિલને સ્પર્શી પ્રસરતી રહેતી, આમ અનેક પ્રસંગે અનુભવી છે. અમેરિકા આવી ત્યારે કોઈક લોકો એવું કહેતા કે તમને આ પરદેશીઓ સાથે મિત્રાચારી થાય પણ મિત્રતા નહીં. મારા અનુભવમાં એવું વિધાન પાયા વગરનું સાબિત થયું છે. અમુક મિત્રો સાથે છેલ્લા પાંત્રિસેક વર્ષોથી ગહેરી દોસ્તી રહી છે. એક વાત યાદ આવે છે કે એક આગંતુક ગામના મુખિયાને પુછે છે, “આ ગામમાં કેવા લોકો છે?” મુખી પુછે, “ભાઈ, તું આવ્યો એ ગામમાં કેવા લોકો હતાં?”

        વસંતના ફૂલોના વિવિધ રંગો આ ધરતીને,
તેમજ મિત્રતાની સંવાદિતામાં હસતાં ચહેરાઓ જીવનને,
વૈભવશાળી બનાવે છે.
———  

——————-

The Wild Flowers of Spring                             Saryu Parikh

Five different races, religions, and cultures, and a story of our friendship.
We had moved to Houston, Texas not too long before when I joined a volunteer group to teach English. We had a day-long workshop, and I was sharing a desk with a lady named Mei Ling. At the lunch break, when she saw me sitting alone, she called me to sit with her group. At her table was an American lady, Robin, who welcomed me with a friendly smile. There was a Canadian lady, Ginny, who gave me a guarded but polite smile. Tall and talkative Margaret was from Tasmania, an island near Australia.  Mei Ling had Chinese heritage but was born and raised in Panama.
I have been in the USA for the last forty years but with my long hair, ethnic outfit, with a bindi on my forehead, no one had confusion about my heritage. I do wear all kinds of clothes without being self-conscious, but I always felt privileged to wear a sari or salwar-kamiz  at any gathering. I have been so comfortable with who I am, it has been easy to strike up interesting conversation with any person of any nationality.
I started my lunch and the ladies around said, “Oh! That spicy fragrance, I love Indian food,” echoed. I let them taste some food. Inquiries about each other uncovered that we all were married to professional men for many years and had lived in the many corners of the world. At this stage of our lives, when children are grown and moved out and had no need to work for the money, we all had gathered here to do some volunteer work. Wow! Interesting!  At the end of the hour, I casually suggested we meet at my house for lunch the following week. They all agreed to come and bring a covered dish.
I was skeptical about who would come, how the time would pass, etc. I was doubtful that the Canadian lady, Ginny, would come, but it turned out that she was the first to arrive. And then the other ladies showed up. The conversation and food blended very easily. After that, our monthly get- together continued at different homes or Indian restaurants with in-between visits to temples, churches, and art stores. One nice aspect was that, even without my request, our meals were vegetarian most of the time. We shared our knowledge and experiences with great interest. Each person’s life was a unique story.
Robin was in her late forties when she secured her teaching certificate.  She was happy and a proud mother of three and a grandmother of seven. She and her husband were very involved in church activities. That was the one couple I met who was living their lives as Christians in a real sense. They used to travel to foreign countries to do charity work. Robin was the president of the women’s ministry of her church. Every year, it was a great privilege for our group to sit at the main table with Robin and the invited speaker. Her father was in India in war time and had taught Robin some Hindi words like, “jaldi, jaldi” (“hurry hurry”) and “kitaneka hai?” (“What’s the price?”). We spent quite a few holidays with her family. Robin was an avid reader of the books. She gifted me a volume of the Bible, which I treasure. I used to share philosophical Hindu books with her. The great thing to share with Robin was her jovial laugh.
Margaret had come from a small place called Tasmania and her Australian accent with her deep voice sounded poetic. She would say, “You can take Margaret out of Tasmania but you cannot take Tasmania out of her”.  She was very talkative, and if I would not interrupt her, she would tell very long stories of simple daily routines. She was a sophisticated and talented lady. Her husband had to travel so she had to occupy herself in social clubbing and church singing. We all enjoyed dinner parties at her sumptuous home. She soon lost her beloved husband after a short period of illness. She moved to be near her children, and unexpectedly ended up near Robin, who had shifted to the West coast after retirement. The great thing I shared with Margaret was her worldly knowledge.
Mei Ling, a peaceful and pleasant soul, was a very compassionate person. She was born and raised in Panama. She had come to America for her education. She fell in love and made her home in the USA. Her husband was a pastor in the Baptist church, and Mei Ling was devoted to her church. As a retired teacher, she was managing large adult classes and was recognized as a top volunteer by our organization. At our luncheons, we used to hold hands and she used to say prayers, and at the dinner table, her husband. One time her son had a very serious injury and she called me in that difficult time. The emotional support for her family and friends was tremendous, and fortunately their son recovered completely. Every year I would like to receive good wishes from Mei Ling on my birthday. The great thing to share with Mei Ling was her wisdom.
Ginny was a person who talked less and did a lot more for me and everyone else around her. She became my guide in knitting, sewing, shopping and in traveling around Houston. Within a few weeks of our introduction, we started to go out without much planning, just to do something creative. Her husband and mine were engineers and we recognized some striking similarities in their behaviors. That was so much fun for us to talk about because we knew exactly what the other one was talking about. We would whine and complain about someone and then burst out laughing, saying, “We are perfect!”  When very serious illness struck her loved one, I was her confidant and supporter. It took her two years to verbalize it with the rest of the group. She devoted herself to the struggle against the sickness, which extended to twelve years. The great things I shared with Ginny were unplanned outings and the quiet time together.
After coming from India in 1969, we lived in New Jersey, Southern California, Florida, and finally Texas. As a volunteer I was involved in many lives. My religion gives me peace of mind and to achieve that, unconditional acceptance and respect for all human beings are necessary.  My magnanimous talk came to the test when our daughter chose to marry a Bangladeshi Muslim young man. We valued a good human being with open minded attitude which brought sweet harmony in our relations.

It was spring time and the wild flowers were in full bloom all around. That was my second season in Texas.  We all decided to take a sightseeing trip to the countryside with the navigation leadership of Gene. The beautiful Blue Bonnets with circles of red, yellow and white flowers had spread a colorful carpet as far as we could see.  At lunch time we stopped at a homey Inn for lunch. There were three long bench-style tables and customers would sit anywhere, like family members.  We joined two cowboys eating their meal. Mei-ling and Robin and rest of us started friendly conversation with those two gentlemen. We ordered food and were telling each other to order the pies later. When they asked how we (such a different-looking bunch) became friends, Robin told them about our common link of volunteer work. The pleasant chit-chat ended with a kind good-bye as they left, waving their hands in salute as they walked away.
In a short while the waitress came and asked, “What kind of pie do you want?”
We asked, “How do you know we are going to order pie?”
The waitress said, “Those two cowboys paid your bill, including the pies.” We five friends were surprised. We were impressed by the Texan hospitality. Wow!
When I was new in this country, I had heard our Indian friends saying, “You will find friendly relations among these people but you will not find friends.” My experience has been different. Some tender loving friendships with women from a variety of backgrounds have been alive after more than thirty-five years in different corners of this country. My new friends came into my life unexpectedly like wild flowers and added some more colors to make my life richer.————
You never know a smile on your lips
May grace the hope in some one’s heart.
You never know when you share your joy,
May help someone to find a song.
You never know a touch of your hand
May spread some wings to seek solace.

——

 

અધૂરો મેળાપ

અધૂરો મેળાપ

સમદરના  ખેલથી   ઉભરતી   રેત,
ધીમે  હેત  ભરી  ઢળતી  એકાંતમાં.
નયણાંની   નાવમાં   ચાલી   લહેર,
આજ  મળવા  નીલમને   દિગંતમાં.

દ્વારે  ટકોર  ને   દિલમાં   ધબકાર,
મળે   મેઘધનુ  અવની   દિગંતમાં.
ઘેરા  તરંગ  તરી  જાગેલા  સ્વપ્ન,
રહ્યા  અચકાતા  સ્પંદન  એકાંતમાં.

કાળજાની   કોરમાં   હૈયુ   છુપાવ્યું,
પણ  ઓષ્ઠોની  કળી  હસી  અંતમાં.
આંખોથી  આંખની હલચલ સંકેતમાં,
ને   ગુફતેગો   અંતર    એકાંતમાં.

વ્હેણને  વિખેરતી  પંકિત  પરંપરા,
ને  સૂનમૂન   સિસકારા  નિશાંતમાં.
પવન દીયે દોટ, તુટે રેતીનો  મ્હેલ,
ઝૂરે  દિવો  કહીં  ઓજલ  એકાંતમાં.

પ્રીતનો જુવાળ

પ્રીતનો જુવાળ
 

પહેલી  પહેલી  પ્રીતનો  જુવાળ,
મત્ત  ઝરણ  બુંદબુંદનો  ઊછાળ,
અલકનંદા    આનંદનો     ફુવાર,
વીજ વ્હાલપનો  મીઠો  ચમકાર.

જો ઉમંગ  સંગ  રંગનો   નિસાર,
હેત   હેલીનો    રૂદિયે     પ્રસાર,
મધુર  મંદ મંદ  પમરાતો  પ્યાર,
કસક કળીઓને  ઝાકળનો   માર.

રસિક  નયણે  ઈશારા   દિલદાર,
અલી  આછેરી  ઓઢણી   સંવાર,
મુકુલ ભાવુક આ સ્મિતની બહાર,
  મદન  મોરલીનો  મંજુલ  મલ્હાર.

———

આશાની કાણી કટોરી

આશાની કાણી કટોરી

મળતા   પહેલાનો  મદાર,  ધરે  આશાની  કાણી  કટોરી,
ખોળો    ભર્યો    રે  તોય   ખાલી,  આ  મનનો    ભીખારી.

આવ્યો અતિથિ  બની  બારણે, ઉત્સુક ને વિહ્વળ સંવાદી,
આઠના અભરખા ઉર અંતરે, ચાર મળ્યે રાળે  ફરિયાદી.

મારા તારાની  ખરી  ખેંચતાણ, મોહભરી  માયા  પટારી,
સુખ  દુઃખ   ઊભા  રે  મીટ   માંડી,  ચડી   આશા  અટારી.

પ્રાર્થના  પ્રદક્ષિણા  ઉતાવળે, બાધી દે માંગણીની  દોરી,
દેખા   દેખીના  દેખાવે, જો   જોઈ   જલે    નજરૂં   અદેખી.

આશા-અપેક્ષા  ઉત્પાત  કરે  નૃત્ય, મત્ત  મરજી   મદારી,
તોષ    સંતોષ   સત્ સંગી,      ધીર    ગંભીર    બિરાદરી.

અર્ધો    ખાલી  જેનો    કુંભ, એના  સૂનકારે   સૂકા રે  વન,
આનંદે છલ છલ અર્ધો  ભર્યો,  એના હો મબલખ  જીવન.

——–
આપણા અપેક્ષાના માયા માળામાં આપવામાં આવતી વસ્તુઓથી આનંદ-સંતોષ મળતા નથી, મળે તો ટકતા નથી.
અર્ધા ખાલી પણા પર ધ્યાન અટવાયેલું રહે છે. તોષ=પ્રસન્નતા

સૂકાયેલા…

 

 

સૂકાયેલા આંસુ

નિરાશા ; કારણ-પરિણામ

આ નિરાશાના અંધારે ઓરડે,
એકલતા દર્દની દીવાલમાં,
હિબકા ભરૂને હસુ બાવલી.

પ્રભુએ આપેલી  મને એક પરી,
શોધુ હું ક્યમ ગલી અંધારી!
બોલાવું તો ય  દૂર ગઈ સરી.

કોને કોસુ ને કોને  પરહરૂં!
મારી કિસ્મતનું પતંગિયું,
અન્ય કોઈ સંગમાં ઊડી રહ્યું.

પડતી આથડતી  અવકાશમાં,
ખુલ્લી બારી ને મન મુંજાયું,
હું જ  ખુલા દ્વાર જઈ ભીડાવું.

એક જ તણખો  કે આ દિલ જલે,
અચેતન જડને ઢંઢોળે.
એક દે નિશાની મમજીવને,
હું અહીં છું, જીવંત છું!

——–

સૂકાયેલા આંસુ

નિરાશા-કારણ અને પરિણામ.

થોડા સમય પહેલા જ હ્યુસ્ટનની સ્ત્રીઓને મદદ કરતી સેવા સંસ્થામાં મને નિર્ણાયક સમિતિમાં સભ્ય બનાવી હતી. મારા વારા પ્રમાણે એ અઠવાડીએ કોલનો જવાબ મારે આપવાનો હતો. અમે શહેરમાં રહેતી ગૃહસંસારમાં પીડિત બહેનોને મદદ કરતા. તેથી એ દિવસે, દૂરના રાજ્યમાંથી ફોન આવતા નવાઈ લાગી.
એ બહેન કહે, “હું મારી ભાણેજને માટે આપની સંસ્થાની મદદ માંગી રહી છું. મને બીજી સંસ્થાઓમાંથી નકારાત્મક જવાબ મળી ગયો છે. તમારી છેલ્લી આશા છે. મારી ભાણેજના પતિ હ્યુસ્ટનમાં છે.”
એ પછી મેં એમની હકિકત સાંભળી.

“રીમા પાસે આ દેશમાં રહેવા માટેનુ જરૂરી ગ્રીન કાર્ડ છે. બે વર્ષથી દેશમાં છે પણ થોડા સમયમાં એના ફોઈની સાથે હ્યુસ્ટન આવશે. એના પતિ અને પાંચ વર્ષની દીકરી ત્યાં રહે છે.” આ સાથે ઘણા સવાલો ઉઠ્યા પણ મેં વિચાર્યુ કે રીમાને અહીં કોઈ નથી જે મદદ કરે તેથી, ‘શહેરમાં આવી મને જણાવે’ એમ કહી એ સમયે વાત પૂરી કરી.

બે મહિનામાં રીમાની માસીએ મને જણાવ્યુ કે રીમા એના ફોઈ સાથે હ્યુસ્ટન આવી ગઈ છે. હું એને મળવા ગઈ ત્યારે રીમા જરા ધીમી લાગતી હતી અને એના ફોઇ જરા એના પર વધારે જવાબદારી લેવાનું દબાણ કરતા હતા. રીમાએ દેશમાં ફાર્મસીનો અભ્યાસ કરેલો છે એ જાણતા મારો વિશ્વાસ વધ્યો કે અહીંની પરિક્ષા પાસ કરી નોકરી શોધી શકશે. જોકે રીમા અને ફોઇ મારા ઉત્સાહમાં સાથ નહોતા પુરાવતા એથી મને મૂંઝવણ થઈ, જેનો સુજાવ આવતા મહિનાઓમાં મને મળ્યો.

રીમાના જીવનની કરૂણતા જાણવા મળી. એના ડોક્ટર પિતા વર્ષો પહેલા મૃત્યુ પામેલા. એકલી માના સહારે મોટી થયેલી. છએક વર્ષ પહેલા, એ ગ્રીનકાર્ડ લઈ ફોઈને ઘેર આવેલી અને સારા છોકરા સાથે લગ્ન થઈ ગયેલા. હ્યુસ્ટનમાં સાસુ-સસરા પણ સાથે રહેતા હતા. બે વર્ષમાં દીકરીને જન્મ આપ્યો. આ સમય દરમ્યાન, રીમાની અણઆવડત અને બેદરકારી ધીરે ધીરે વધતા જતા હતા. કુટુંબના માણસોને રીમા સામે ઘણી ફરિયાદો થતી હતી પણ એના મન મગજ પર ઉદાસિનતા છવાયેલી રહેતી જેની એને પોતાને પણ સમજ ન હતી. એ જાણે આસપાસ શું ચાલી રહ્યું હતું એ વિષે અભાન રહેતી.

રીમા બીજા કોઈની વાત કરતી હોય એમ ભાવરહિત બોલી, “મારી પરી ત્રણ વર્ષની હતી ત્યારે અમે બધાં દેશમાં મુલાકાત માટે ગયા. ત્યાં ગયા પછી મારા પતિ કહે કે મારે ત્યાં રોકાઈ જવું અને તબિયતનો ઈલાજ કરાવવો. મારા વિરોધ માટે મને ધક્કો મારીને એક બાજુ હડસેલી દીધેલી.  મારો પાસપોર્ટ વગેરે જરૂરી કાગળીયા લઈ ગયેલા જેથી હું અમેરિકામાં દાખલ ન થઈ શકુ, એ વાત બહુ મોડી મારા ધ્યાનમાં આવી.” આમ, એની બાળકી સાથે એનુ કુટુંબ હ્યુસ્ટન પાછુ ફર્યુ અને રીમા હવે બે વર્ષ પછી પરિસ્થિતિનો સામનો કરવા અહીં આવી ઉભી હતી. બીજે દિવસે રીમાનો પતિ, ફોઈના કહેવાથી મળવા આવ્યો અને દસ મિનિટમાં રીમાના હાથમાં એના વકીલનુ કાર્ડ પકડાવીને જતો રહ્યો.
ફોઈ રીમા માટે વકીલ રોકી થોડી વ્યવસ્થા કરી મારી સંભાળમાં મુકીને જતા રહ્યા.
અમારી સંસ્થાએ એને મદદ કરવાનુ સ્વીકાર્યુ. રીમાને ક્રુર રીતે તરછોડવામાં આવી હતી અને બાળકીને આંચકી લેવામાં આવી હતી. અમે એને સ્ત્રી આશ્રય સેવા સંસ્થામાં રહેવાની વ્યવસ્થા કરી આપી. શક્ય એટલી બધી મદદ શરૂ કરી દીધી. નોકરી શોધવામાં, એને અનેક ઓફીસોમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. પણ મને રીમા વિષે ફરિયાદો આવતી કે સમય પર તૈયાર નથી હોતી કે કહેલી જગ્યાએ હાજર નથી હોતી, વગેરે. નમ્ર અને ગરીબ રીમા પર દયા પણ આવતી અને રોષ પણ આવતો. અભ્યાસ કરવા માટે પુસ્તકો લાવી આપ્યા જે સમય સુધી ખોલેલા પણ નહીં. પરિક્ષા માટેની તારિખ નજીક આવતા એની પાછળ પડીને તૈયારી કરાવી પણ પાસ ન થઈ. હવે મને ખ્યાલ આવ્યો કે કંઈક ખૂટે છે. એક સેવા આપતા માનસ ડોક્ટર સાથે મુલાકાત ગોઠવી આપી. નિરાશા ઊંડી ઘર કરી ગયેલી જેના કારણે નિત્યકર્મ અને સામાન્ય જવાબદારી પણ બરાબર નહોતી નિભાવી શકતી. કોઈ ભુલે પડેલ રસ્તેથી કે નાની મુશ્કેલીઓ આવતા, મારા ફોનની ઘંટડી વાગતી રહેતી.

આ દરમ્યાન એની દીકરીને મળી શકે, તે ઉપરાંત એના પતિને રીનાનો સ્વિકાર કરવા માટે હું ફોનથી વાત કરતી. વિવેકપૂર્વક એણે મને કહી દીધું કે જે વાત થશે એ એના વકીલ દ્વારા થશે. હવે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે એ નક્કી હતું. રીમા માટે નોકરી શોધવાના પ્રયત્નમાં મને સફળતા મળી. એક ઓળખીતા દુકાન મેનેજર બહેને સંવેદના બતાવી રીમાને નોકરી આપી. એની પાસે કાર હતી નહીં તેથી મારા ઘર નજીક એનું રહેવાનું જરૂરી હતું. મારા લોકલ સમાચાર પત્રમાં જાહેરાત જોઈ મને માન્યામાં ન આવ્યુ, ‘કોઈ બહેનને મારા ઘરમાં એક રૂમ ભાડે આપવાનો છે.’ હું રીમાને લઈ તરત પહોંચી અને અમારી સંસ્થા આપી શકે એટલા ભાડામાં રીમાને રહેવાની જગ્યા મળી ગઈ. સવારમાં એને લેવા જતાં બરાબર તૈયાર થઈ હોય તેવા ઓછા દિવસો, ક્યારેક ઉઠતાં મોડુ થઈ જાય તો કોઈ વખત વસ્તુઓ શોધવામાં મોડુ થઈ જાય.
રીમા પાસે કાર ચલાવવાની પરવાનગી હતી. અમારા પાડોશમાં એક નાની કાર વેચવા માટે મુકાયેલી એ જોતા મેં તપાસ કરી અને રીમાની મુશ્કેલીની વાત સાંભળ્યા પછી એ ભલા લોકો સસ્તા ભાવમાં વેચવા તૈયાર થયા હતા. નિયમ પ્રમાણે, અમારી સમિતિના સભ્યો કાર લેવા માટે પૈસા આપવા તૈયાર નહોતા પણ ઘણી સમજાવટ પછી, રીમાએ શક્ય બને કે તરત હપ્તા ભરવા એવું નક્કી કરી, કાર ખરીદવાની સંમતિ મેળવી. આ પહેલા ક્યારેય બન્યુ ન હતુ અને શંકા છે કે ભવિષ્યમાં બનશે પણ નહીં. રીમા કાર તો બરાબર ચલાવતી પણ કોઈ વાર સવારે, “મારી ચાવી નથી મળતી.” કે રાતના અગ્યાર વાગે કામ ઉપરથી નીકળતા, “મારી ગાડી ચાલુ નથી થતી.” જેના જવાબમાં હું કહું કે, “ગાડી ક્યા ગીયરમાં છે એ મને કહે.” “ઓહ! હાં ડ્રાઈવમાં હતી.” કહેતા જરા હસવાનો એનો અવાજ સંભળાય.
એ મનથી આનંદમાં રહે એના પણ ઉપાય પણ હું વિચારતી રહેતી. વકીલની અરજીથી એ દિવસ આવ્યો જ્યારે રીમા એની દીકરીને મળવા જવાની હતી. એણે રમકડા તો લઈ રાખ્યા હતાં. એ દિવસે પોતે નવા વસ્ત્રો પહેરીને મારે ઘેર આવી ગઈ હતી. એના પતિએ એના ઘરથી નજીકના શોપિંગમોલમાં મળવા માટે બોલાવ્યા હતાં જે અમારા ઘરથી કલાક દૂરની જગ્યા હતી. સલામતીના વિચાર સાથે, મારા પતિ અમને કારમાં લઈ ગયા. બે વર્ષથી એણે પોતાની બાળકીને જોઈ નહોતી. પિતા પુત્રીને નજીક જોતા, રીમાના મુખ પર ભાવો બદલાતા હું જોઈ રહી. એ રડી પડશે એવું લાગ્યું. અમે સામાન્ય વાતચિત કરી એ ત્રણેને એક જગ્યાએ બેસવાનુ સૂચન કર્યુ. અમે દૂરથી જોઈ રહ્યા હતા કે એ પાંચ વર્ષની બાળકી એના પિતાથી જરા પણ દૂર ખસવા નહોતી માંગતી અને રીમાથી બને તેટલી દૂર બેસવા પ્રયત્ન કરતી હતી. રીમાને કેટલું માઠું લાગતુ હશે એ વિચારથી અમારૂ દિલ દ્રવતુ હતું. હુકમ પ્રમાણે કલાકનો મુલાકાતનો સમય આપવામાં આવેલો હતો. જેમતેમ સમજાવી પિતાએ મા-દીકરીને એકાંત આપ્યુ. પહેલા તો એ રડતી હતી પણ રીમાએ એને રમકડાં આપી ખુશ કરી અને થોડા સમય પછી એ બન્ને ચાલતા સાથે ગયા.

જ્યારે પાછા ફર્યા ત્યારે બાળકીના મુખ ઉપર હાસ્ય જોઈ અમને સારૂ લાગ્યુ. કારમાં મેં રીમાને એ વિષે આનંદ વ્યક્ત કર્યો ત્યારે એ કહે, “બધો વખત એ એના પિતાની જ વાતો કરતી હતી અને ઉદાસ હતી. એ પહેલી વખત હસી જ્યારે એણે એના પિતાને ફરી જોયો.” આ વાત કેટલી પીડાજનક હતી એ માંનુ દિલ જ સમજી શકે. પછી દરેક મુલાકાતમાં રીમાને એવો જ અનુભવ થતો રહ્યો.

પાંચ મહિનાઓ પસાર થઈ ગયા. રીમાની નોકરી પરથી પણ ફરિયાદો આવતી. પોતાના બીલ ભરવા વગેરે પણ એ જવાબદારીપૂર્વક નહોતી કરી શકતી. એના પતિને ફરી રીમા સાથે સંસાર માંડવો નહોતો. એનુ કારણ રીમાની માનસિક અવસ્થાનુ હતું, પણ જે રીતે એને તરછોડવામાં આવી એ અમાનવિય હતું. છૂટાછેડાના પરિણામમાં, બાળકી પિતા પાસે રહી અને રીમાને મળવાની પરવાનગી મળી. થોડા ડોલર મળ્યા જેમાથી નાની રકમ બાળકીના ખર્ચા તરિકે આપવાની રીમાને જવાબદારી અપાઈ. અહીં દરેકને લાગે કે ક્યાં ન્યાય છે! પણ, બુધ્ધીનુ પ્રભુત્વ દરેકના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. એના કોઈ મિત્ર નહોતા જે આવીને એની ક્ષમતાની સાબિતિ આપી શકે. જે તે નિર્ણય સ્વીકારવો રહ્યો.
હું એને કહેતી કે, “તારો આ પ્રયત્ન વ્યર્થ નહીં જાય. દીકરી સમજણી થશે ત્યારે એને સમજાશે કે એની માંએ એને પાછી મેળવવા પ્રયત્ન કર્યો હતો અને કુદરતના ન્યાય પ્રમાણે તને શોધતી આવશે.”

એને અમે તેના કુટુંબ સાથે જઈને રહેવાની સલાહ આપી. પોતાની કારમાં બધો સામાન ભરી, અમારા ડ્રાઈવ-વેમાં મુકી રીમા ફોઈને ઘેર ગઈ. કોઈ વસ્તુ ન ફેંકવાની આદતને લીધે મહિનાઓ પહેલા ભરેલી વસ્તુઓ એમ ને એમ પડેલી હતી. હવે કાર વેચવાની મારી જવાબદારીને લીધે, વસ્તુઓ ઠેકાણે પાડી કાર વેચી શકી. એણે ખાલી સો ડોલર અમારી સંસ્થાને હપ્તામાં ભરેલા. એની દયનિય દશાને ધ્યાનમાં લઈ કારના પૈસા પણ મેં એને આપ્યા. એ સાવ ભૂલી ગયેલી કે ખરીદવાના ડોલર અમારી સંસ્થાએ આપેલા. સમજણ પાડ્યા પછી એણે અમારી સંસ્થાનો, આટલી બધી રીતે મદદ કરવા માટે, આભાર માન્યો.
પછી,એક વખત દીકરીને મળવા આવી શકી હતી. આવવા-જવાના ખર્ચાની દ્રષ્ટિએ ફરીથી મુલાકાત શક્ય ન હતી.

એ દિવસે અમારા ઘેર લગ્નપ્રસંગની ધમાલ હતી એવામાં રીમાનો ફોન આવ્યો.
“દીદી! તમારી સલાહ પ્રમાણે દેશ પાછી જઈ રહી છું. મારી બાળકીને મળવાનુ શક્ય બનાવવા બદલ તમારો ખૂબ આભાર.” એના માટે પ્રાર્થના સિવાય હવે હું કશુ નહીં કરી શકુ, એવો કરૂણ ભાવ મન પર છવાયો.

મદદ કરતા હાથ અમુક હદ સુધી લઈ જાય પછી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ત્રાસિત વ્યક્તિના પોતાના આત્મબળ અને આત્મજ્ઞાન પર સફળતા આધારિત છે.

———-

A Moment

 

A Moment…

Time is ticking and trailing away,
I don’t mind- hours may slip away,
Here and now with my child’s child,
A moment of a thousand blessings.

I walk for miles, get lost for a while,
The aimless journey in a complex style,
I trip and stumble on treasure of truth,
A step of a thousand surmounts….

I ignite the lamps some here and there,
Still dark and deep the perilous peek,
A touch of spark which brightens my heart,
A candle of a thousand light
s….

My wings may swing in the worthless flight,
My eyes visualize this useless blight,
A moment of comment a shared insight,
A gleam of a thousand delights….

——— Saryu Parikh

એક અમૂલ્ય ક્ષણ

ભલે પાંપણ ઝપકતા આ સમય સરી જાય,
જેમ વહેતી નદીના નર્યા નીર વહી જાય.
પ્યારી પૌત્રી હસી ઓષ્ઠ ચુમી જાય,
એ શત શત આશિષની એક પળ…

ભ્રમણામાં ભ્રમણશીલ રાહ ભુલી જાય,
ભૂમી  લપસણી, ના  ઊંચે ચડાય,
અડગ આસ્થાની સાથ સાથ ડગલાં ભરાય,
રે શત શત સ્વરોમાં વિજય ગાય…

દીવા પ્રગટાવ્યા ને આછેરી ઝાંય,
તો યે લીંપાય ઘોર અંધારુ માંય.
એક તણખો મારા દિલને અડી જાય,
રે શત શત સંદિપ્તનો પ્રકાશ…

અંતર­­­­­ પારેવાની પાંખો વીંઝાય,
પવન કેરા પાલવમાં પંખી ઘૂમરાય.
ઉગમ ટકોરો ને દ્વાર ખુલી જાય,
ઝરે શત શત બુંદોની બોછાર…

——– Saryu Parikh

અસ્ખલિત સમયના વહેણમાં, એક ક્ષણ મૂલ્યવાન બની જાય.

ચતુરા

ચતુરા

કોને  કહું  કે  એમને, સમજણ   કશી  પડતી  નથી,
દુન્યવિ  આ  ગતરમતની, ગતાગમ પડતી નથી.

જાય ત્યાં ત્યાં  આપી આવે નવ નવા એ  ઉપરણાં,
શું આપવું,  ના આપવું,  સૂઝ-સમજ  પડતી  નથી.

કો’ આવીયા  આંગણ    ઉભાને,  આવકારે દોડતા,
પોતા-પરાયા  ભેદની, સમજણ કશી પડતી નથી.

માંગે, વગર  માંગે  એ બસ,  આપે  સહુને પ્રેમથી,
ભેગુ   કરીને   રાખવાની,   ગમ  કશી પડતી નથી.

ભલાઈ  ભોળપ  સાદગી,  કહે “જેમ છે તે ઠીક છે,”
દેખાવ સારો  કેમ  કરવો, ખર ખબર પડતી નથી.

જગ   નવાજે   ‘એમને’   અતિ   માનથી  સન્માનથી,
કરે કેમ આદર આટલો! મને એ સમજ પડતી નથી.

————–


ઉમદા, ઉદાર અને સરળ સજ્જનના, ચતુર પત્નીની મનોદશા.

એક કટાક્ષકાવ્ય.
અહીં નરસિંહ મહેતા જેવા વ્યક્તિ અને દુનિયાદારીને મહત્વ આપતી પત્નીની વાત છે.


છત્રીની છાંવમાં / Under an Umbrella

છત્રીની છાંવમાં

ઝરઝરતી જીણીજીણી બુંદો વરસાદની,
કરતી કોશિશ રે ભીંજાવવા.
સુરજના તેજ સમા પીળા આ પાંદડા,
વેર્યા પગથીને ઉજાળવા.
જે મહીં મહીં હૈયામાં ભીની,
રહી કોરી એ છત્રીની છાંવમાં.

ઊડતી ઊડતી ઓરે આવે ને જાય,
જાણે ફરફરતી લટ પવન પાંખમાં.
કોમળ ને કમળ સમા હાથોના પાત્રમાં,
મુઠ્ઠીમાં બુંદો છુપાવતી.
છબછબીયા પાણીમાં ઘુમતી એ ઘેલી,
ને ખીલી ખીલી છત્રીની છાંવમાં.

સૂર્યતેજ સંતાયે  આભ છત્રછાંયામાં,
એમ  છુપી છત્રીની છાંવમાં.
સોનપરી   છત્રીની  છાંવમાં.

———-

Under an Umbrella

The gentle rain and the drip-drip drops,
The giddy gold leaves on a yellow backdrop.
My heart is wet, but I stay dry,
Amused under an umbrella.


They float and flip from the sky to the land,
Linger luckily on shimmering sand.
My carefree chase in the misty maze,
Enchanted under an umbrella.

I sail and slip through a prairie land,
Where butterflies flutter in fairyland.
The sweet relation of rain and shine,
Cheered under an umbrella.

The dance of drizzle in playful swirl,
I spread my hand to catch the pearl.
I open my eyes to gaze at the sky,
Dazzled under an umbrella.
——–

ધ્યાન અનુભવ

sunrise from our deck

ધ્યાન અનુભવ

    ખૂલી  આંખના અંધારે ટમટમતો ઝાંખો દીવો,
ડૂબકી મારી  દૂર જઈ  પાછો  ફરતો મરજીવો.

     એક  ક્ષણે  એ અણધાર્યો  અતિથ બનીને આવ્યો,
મારે કાજે અકળ અનાદિ એવો પરિચય લાવ્યો.

    ઓમ મધુરાં  ગાણાંમાં  એનો  યે  સૂર  પુરાયો,
મનની ઊંડી વાવ મંહી જે જઈ જઈને ઘૂમરાયો.

    ઝરમર ઝીણી ઝાકળ રજમાં ચમકારો વરતાયો,
પાછી પાની પગથી  મૂકી  ક્ષિતિજમાં  ખોવાયો.

    કાગા  નીંદરમાંથી   જાગી, રૂંવે   રૂંવે  ચમકારો,
તેજોર્મિનો પુનિત પરોણો પલકઝલક ઝબકારો.
——
ધ્યાન અનુભવઃ લાંબો સમય ધ્યાનમાં, ઊંડાણમાં, ઘેરા વાતાવરણમાંથી, જાગૃતિની જ્યોતસમો ટમ ટમતો દીવોદેખાય. એ બે વચ્ચે મરજીવા જેવી અવસ્થા. થોડી પળોનો અનુભવ અને તેનું મન મહેલમાં ગુંજન રહે એની રજુઆત. ઘણી સાધના પછી કોઈ ચમકારો થાય અને પછી એને સમજવા માટે વાગોળવો પડે. અનુભવને, અતિથિનુ ભાવારોપણ કર્યું છે.

 

મારી રચના રાજકુમારી/ Rachnaa, our princess

રચના

એક બપોરે હું મારી વ્હાલી સખી રચનાને અહોભાવથી જોઈ રહી હતી. નવા જ તૈયાર થયેલા ચણિયા ચોળી, કેવા સિવાયા છે એ જોવા માટે, પહેરેલા. એના મમ્મી રૂમમાં દાખલ થતાં જ એમનાં બોલાયેલા શબ્દો, “અહો! મારી રચના રાજકુમારી.” નીકળેલા, એ આજે એમ જ યાદ આવી ગયા. મારી એ બાલ સખીના લગ્ન દૂરના શહેરમાં હતાં. રચના અને મારી ઘણી માંગણી છતાં મારા મમ્મી પાપાએ મને મોકલવાની ના પાડી.

હું મારા ઘેર અમારી મીઠી મિત્રતાના મનરવમાં ખોવાયેલી. રચના મોટા શહેરમાં ઉછરેલી. અમારે ગામ લગભગ દર વર્ષે એના નાનીને ઘેર વેકેશનમાં આવતી. એના મામા-મામી માસી વગેરેથી ભર્યા ઘરમાં મારા ભાઈ અને મારી જેવા ઘણા મિત્રોનો જમેલો ચાલુ હોય. રમત ગમત અને વાતોમાં ખુબ સ્નેહભર્યુ વર્તન અને નમ્રતા અમને બધાને મર્યાદામાં રાખતાં. મારા કરતાં ત્રણ વર્ષ મોટી તો પણ અમે ખાસ બેનપણીઓ બની ગયેલા. રચના હંમેશા કહેતી કે, “અભ્યાસ વગેરે સરસ રીતે કરીશ પણ મારુ ભવિષ્ય તો એક સરસ મજાનુ ઘર અને કુટુંબના સપના જુએ છે.” જ્યારે એનુ લગ્ન નક્કી થયું ત્યારે રચનાએ કાગળમાં લખ્યુ હતું કે અજય એમની જ્ઞાતિનો જ છે. મીલીટરીમાં હોવાથી દેશની સરહદ પર છે પણ રચનાના મોટાભાઈ પણ મીલીટરીમાં હોવાથી બરાબર તપાસ કરીને પસંદગી કરી છે, “અને મારા તરફથી એટલુ જ કહું કે -મેરે મહબૂબમે ક્યા નહીં!”
લગ્ન પછી પંદર દિવસમાં રચના એક દિવસ અમને મળવા આવેલી અને ખુશ હતી. નવો સંસાર શરૂ કરવાની અનેક વાતો કરતી રહી. અજય નહીં આવેલ તેથી હું ક્યારેય એને મળેલી નહીં. બે મહિના પછી એ સરહદ પર અજય સાથે રહેવા જવાની હતી. અમને થયું વાહ! ચલચિત્રની વાર્તા જેવું સરસ બધુ ગોઠવાઈ ગયું.

પછી છએક મહિના સુધી રચનાના કાંઈ સમાચાર નહોતા તેથી હું કલ્પના કરતી રહેતી કે એ કેવી આનંદમાં હશે અને કેટલા ઉત્સાહથી એનો ઘર સંસાર ગુંજતો હશે! એવામાં એક દિવસ એના માસીના બેનપણી ઘેર આવ્યા અને કહે, “રચના તો એના મમ્મીને ઘેર પાછી આવતી રહી છે.”

મને આ સમાચાર તીરની જેમ વાગ્યા. હું માનવા કે કોઈને કહેવા તૈયાર ન હતી. મારી સખી, જે દર પંદર દિવસે લાંબો કાગળ લખતી, તે સાવ ચુપ થઈને દૂર દેશમાં ઝાણે ખોવાઈ ગઈ. એના ઉડતા સમાચારો આવતા.   લગભગ એક વર્ષ પછી કોઈ મિત્રના લગ્ન પ્રસંગે અમારા ગામ આવી ત્યારે મારે ઘેર ઓચિંતા આવીને ઊભી રહી. અમારી બન્નેની આંખો મળતા જ કસીને બાંધેલી હિંમતની પાળ તુટી પડી અને આંસુ ધસી આવ્યા. એ રાત્રે અગાશીના એકાંતમાં એણે બધી વાત વિસ્તારથી કહી.

રચના ધીમેથી બોલી, “મારા લગ્ન ધામધુમથી થઈ ગયા.  શ્વશુર પક્ષમાં ખુબ  ખુશીના માહોલમાં અતડા રહેતા અજયને મેં  ‘ગંભીર સ્વભાવ’  હશે એમ માની લીધો. સુહાગ રાત ખાસ વિશિષ્ઠ ન હતી. મારા મનને, ‘સંમતિ લગ્નમાં  પ્રેમલગ્નનો  ઉત્સાહ  ન  હોય  એ  સ્વાભાવિક  છે,’ એમ મનાવી લીધું.  અજયને ફરી સરહદ પર એના રહેઠાણ પર પંહોચવાનુ હતું અને હું મમ્મીને ઘેર ત્રણ અઠવાડિયા માટે ગઈ હતી.  બધો જરૂરી સામાન લઈ અતિ ઉત્સાહથી મારૂ ઘર વસાવવા અજય પાંસે પહોંચી ગઈ. ઠંડો આવકાર અને નોકર ટોમીની સતત હાજરીથી મને જરા અચરજ થયું પણ મારા આદર્શ પત્ની બનવાના અરમાનોને અજય વિષે કશુ અજુગતુ દેખાતુ જ  નહોતુ. પહેલા એક બે દિવસ તો હું પણ થાકેલી હતી તેથી તેની  ઉર્મિરહિત  વર્તણુક મને ખાસ ધ્યાનમાં ન આવી પણ ત્રીજી રાત્રે મેં સ્નેહથી પુછ્યું કે,  ‘કેમ દૂર સુતો છે?’ તો સરખો જવાબ આપ્યા વગર પડખુ ફરીને ઉંઘી ગયો. રાતના અંધારામાં મારા આંસુ સુકાઈને નીરવ બની ગયા.

“એક વખત બપોરે હું બહારથી ખરીદી કરીને આવી ત્યારે ટોમીને અમારા શયનખંડમાંથી જલ્દીથી બહાર નીકળતા જોયો, પણ સવાલ પુછતા મને સંકોચ થયો. આમ મુંઝવણ અને ઉષ્માહીન ઘરમાં પંદરેક દિવસ ગયા હતાં. એ રાત્રે હું નવરાત્રીના પ્રથમ દિવસે બાજુમાં ગરબા અને માતાજીની આરતીમાં ગયેલી. મન બહુ ન લાગ્યુ તેથી વહેલી ઘેર આવી અજયને ચમકાવવા અમારા રૂમમાં જઈને ઊભી રહી પણ અજય અને ટોમીને એકબીજા સાથે વીંટળાયને સુતેલા જોઈ મારા પર જ વીજળી ત્રાટકી!

“ટોમી જટ ઉઠીને જતો રહ્યો પણ પછીની અજયની વર્તણુંકથી મને અત્યંત દુખ થયું.  કશા સંકોચ કે શરમ વગર એ બોલ્યો, “સારૂ, હવે તને આ બાબતની ખબર પડી ગઈ. હાં, ટોમી આપણા જીવનનો હિસ્સો બનીને રહેશે.” તરત તો હું કશુ બોલી ન શકી. બહારના રૂમમાં આખી રાત મારા ભવિષ્ય, મારા સ્વજનો અને સમાજ વિષે વિચાર કરતી આંસુ સારતી રહી. એ રાતની એકલતા હું ક્યારેય ભૂલી નહીં શકું.

“બીજે દિવસે સવારમાં અજય આવીને મારી સામે બેઠો.
મારો પહેલો પ્રશ્ન, ‘તમે મારી સાથે લગ્ન શામાટે કર્યા?’ મને મનમાં એટલી બળતરા થતી હતી કે એની સાથે નજર મેળવવાની શક્ય ન હતી. ‘તું પણ મને પસંદ છે. અને ઘરના લોકો એટલા લગ્ન કરાવવા માટે પાછળ પડેલા હતાં કે મારે ના પાડવાનુ કોઈ કારણ જ ધ્યાનમાં નહોતા લેતા. અંતે તારી સાથે બધુ સરળતાથી ગોઠવાઈ ગયું અને મને લાગ્યુ કે તું મને સ્વીકારીશ.’
‘તમે મારી જિંદગી બરબાદ કરી નાખી.’ એવા મારા નિશ્વાસ પર એ કહે, ‘તું જરા સહકાર આપશે તો બધુ ઠીક થઈ જશે.’

“એ માણસની બેદરકારી અને બેજવાબદારી ભરી વાતો સાંભળી હું અવાચક થઈ ગઈ.
એ ઘડીએ બધુ તોડી ફોડીને ભાગી જવાનુ મન થઈ ગયું પણ મમ્મી-પપ્પા અને ભાઈઓને કેટલો મોટો ધક્કો લાગશે એ વિચારે અટકી ગઈ. કદાચ આ માણસમાં પરિવર્તન લાવી શકું! પ્રયત્ન તો કરવો જ રહ્યો.

“ત્રીજી રાત્રે હું અમારી પથારીમાં સુવા ગઈ ત્યાં થોડી વારમાં ટોમી આવીને અજયની બીજી તરફ સુઈ ગયો. મારાથી આ સહન ન થતાં એ દિવસથી મેં એ રૂમમાં રાતના પગ મુકવાનુ બંધ કર્યુ.  દિવસે અનેક રીતે સમજાવવા અને તેને સમજવા મેં પ્રયત્ન કરી જોયો.
“એ અઠવાડીયાના અંતે મમ્મી આવ્યા. એ તો ઉમંગ સાથે એની રચનાને ઘેર થોડા દિવસ રહેવા આવ્યા હતાં. મારો ઉતરેલો ચહેરો અને નિસ્તેજ આંખો જોઈ સમજી ગયા કે ‘કાંઈક મુશ્કેલી છે.’ પણ આવી અજુગતી પરિસ્થિતિ હશે એની કલ્પના સુધ્ધા ન હતી. બે દિવસ પછી ગમેતેમ હિંમ્મત ભેગી કરી પહેલી વખત વિચારોને શબ્દોમાં ગોઠવી મમ્મીને વાત કરી. એમના મુખ પર નિરાશા, ગુસ્સો, અસહાયતાના ભાવો રડી રહ્યા. અજયના વર્તનમાં ઉપેક્ષા અને રૂક્ષતા જોઈ એની સાથે વાત કરવાનો કશો અર્થ માને ન દેખાયો. હવે શું?

“મેં અજય સાથે વાત કરી કે અમારૂ લગ્નજીવન બચાવવા કોઈ પણ ઉપાય બતાવે  તો હું સહકાર આપવા તૈયાર છું. પણ, એ તો, ‘એનો ટોમી સાથેનો સંબધ સૌથી વધારે મહત્વનો છે એ સ્વીકારી આગળ વધવા તૈયાર હોંઉ તો જ વાત કરવાનો અર્થ છે,’
એમ જણાવી ચૂપ થઈ ગયો. હવે નિર્ણય મારે લેવાનો હતો. મમ્મી સાથે મારી માનસિક અવદશાની રાતદિવસ વિશ્લેશણ કરતા અંતે, ‘મારો એમાં કશો વાંક નથી’ એટલો આત્મવિશ્વાસ આવ્યો.
“કાંપતા અવાજે અજયને મેં જણાવ્યુ કે, ‘આપણા સંબંધનુ નિધન થઈ રહ્યુ છે અને તને હત્યારાના સ્વરૂપમાં જોઈ રહી છું. મને અને મારા સ્વજનોને વિના વાંકે આટલુ દુઃખ પંહોચડવા માટે  તારો વિશ્વેશ્વર ન્યાય કરશે.’ એ ઘર છોડીને નીકળતી વખતે મમ્મી સાથે ન હોત તો હું જીવતી ન હોત. નીરાશા અને નાલેશી એ બહુ ઊંડી ખીણ છે.

“મહિનાઓથી પ્રયત્ન કરૂં છું, પણ આ મારા દિલના અરીસા પર જાળા ઘેરાયેલા છે તે સાફ નથી થતાં. ફરી ક્યારે હસી શકીશ!
મારા માટે જ નહીં, ઘરના લોકો માટે પણ મારા ભવિષ્યનો દોર મારે જલ્દી હાથમાં લેવો પડશે.”

ત્યાર પછી થોડા સમયમાં જ રચનાએ ઘણી અઘરી પરિક્ષા પાસ કરી ઉંચી પદવી પ્રાપ્ત કરી, સફળ વ્યવસાયિક જીવન વ્યવસ્થિત રીતે શરૂ કર્યુ. આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિઓમાં પણ ઘણો ફાળો આપ્યો. સફર દરમ્યાન કેટલીક તક આવી અને ગઈ, પણ એના દિલને જીતનાર ફરી એના જીવનમાં કોઈ આવ્યો જ નહીં.  માતા-પિતાના ગયા પછી અને ભાઈઓ સાથેની પલક જલક મુલાકાત વચ્ચે એકલતાની સંવેદના ઘણી વખત થઈ આવતી.

અમે કાળા-ધોળા વાળ વાળી બન્ને બેનપણીઓ ક્યારેક ભેગી મળી બાળપણ યાદ કરી હસી લઈએ. “હું તારા ઘેર મળવા આવું પછી તું મને નાનીના ઘર સુધી મુકવા ચાલીને આવે , અને પાછી હું તને તારા ઘર સુધી મુકવા આવું, તુંયે ઘેલી અને હુંયે ઘેલી.” કહી રચના ખડખડાટ હસી પડે.

છેલ્લે એક પ્રસંગ વિષે રચના કહેતી હતી. “નિવૃત્ત થયેલા મીલીટરીના સભ્યોને ભેટ આપવાના મેળવડામાં હું અતિથિ વિશેષ હતી. એમાં અજયનુ નામ બોલાતા મારૂ હ્રદય એક ધડકન ચૂકી ગયું. મંચ પર આવીને ભેટ લેતા મારી સામે નજર ન મિલાવી શક્યો. મેં જોયુ કે સાવ નબળો લાગતો હતો અને ધીમે ધીમે જઈ ટોમીની બાજુમાં બેઠો.
મારા મનમાં ચણચણાટી થઈ કે એની સાથે કોઈ છે, જ્યારે હું એકલી છું!”

અમારી રચના રાજકુમારી આજે યોગ્ય જીવનસાથી સાથે હોત તો બહોળા કુટુંબથી ઘેરાયેલી હોત.

————

મારી રચના રાજકુમારી

ત્રણ ભાઈની  એક જ  બ્‍હેની  ગરવી  ને  લાડકડી,
માની  મમતા બોલે, “મારી  રચના  રાજકુમારી.”

અમન ચમનમાં  ઉછરી કન્યા  હીર દોરને  ઝાલી,
દુધ  મળે  જો  માંગે પાણી,  દીકરી  સૌની  વ્હાલી.

ભણીગણીને    આશ  ઉંમરે  રાહ  જુએ  સાજનની,
અલકમલક્માં શોધ ચલાવી ઉમંગથી પરણાવી.

પ્રથમ રાત્રીના રંગીન સપના દાજ્યા પરણ્યા બોલે,
“મને ગમે આ નોકર બંદો,  પહેલો એ  પ્રેમી  છે.
મારી માની   ટીકટીક  કચકચ, કંટળ્યો’તો એવો ,
લગ્ન કરીને લાવ્યો તુજને, છોડવવાને  પીછો.”

ભોળી રચના ઘણી ઝઝૂમી ગૃહ ખંડન  અટકાવે,
એક એક પળ અગણિત ડંખો,સહી સહી સમજાવે.

અરે!  વિંખાયો  માળો   એનો   શરૂ શરૂના   રસ્તે.
અંતે  ચાલી  એક  અટુલી  લાંબા  જીવન   રસ્તે,

હોત અગર જો સોણો સાથી સહેજે  પ્રેમ પીરસતી,
ઘેરાયેલી  હોત   કુટુંબમાં આજે  પ્યાર   જતનથી.

————

Rachnaa, Our  Princess

One afternoon, I was looking at my best friend Rachnaa dressed in her new purple  dress. Her mother entered  the room and words easily expressed her sentiments.  She had said, “Oh! Our pretty princess.”

I was remembering  so many things about her today because she was getting married and my parents did not give me permission to attend her wedding in a far away city.  Every summer Rachnaa used to come to her grandmother’s house in our town. Their house was always crowded with family members and friends while Rachnaa and her three brothers were there.   Rachnaa, a sweet loving girl, was a reason for our group of friends to remain connected for all those years.

Rachnaa was three years older than me, but we were best friends and I somewhat worshipped her.  She used to say, “I will get the best education possible. But my dream is to have a nice family life, a sweet little home with children, but not too many!”  And she would giggle.

She had written all about her choice-marriage with a military man, named Ajay. Since Rachnaa’s older brother was in the military, he had found him for her. He was of the same cast and his family was in Mumbai.  She had said about her feelings toward him, “What can I say? He is The One.”

Fifteen days after her wedding, she came for a day trip to our town while her husband stayed with some of his relatives. Rachnaa was very excited about her new family and her plan to go and live with her husband on the border.

After that I did not hear from her, so I was happily imagining her being totally submerged in her new life. Everything seemed like a story written for a great movie. But after some time, I was crushed to hear from her aunt’s friend that Rachnaa had returned to her parents’ house in the last several months. I did not want to believe it or to repeat it to anyone with a wishful thought that this bad
news would go away.

It was almost one year since her marriage. One day Rachnaa came to my house unexpectedly.   We looked into each other’s eyes and started crying.  She had come to attend a wedding in my town. In the quiet of the night she told me about
her painful encounter.

Rachnaa said, “I was on cloud nine! My in-laws were pleased with me, but Ajay was mostly quiet around me.  I thought maybe he was a loner. The first night was nothing special. I thought, ‘Naturally! Ours is a choice marriage, not a love marriage.’

“He went to his posting and I went to my mother’s for two weeks. Then I went to join him in our new home. I was all set to start my new life. I was prepared to take any challenge life would throw at me because I thought that my partner Ajay would be next to me. The first couple of days, I was busy making sure that the military residence was more of a warm, welcoming home. Ajay was quiet as before and Tommy, I thought, was a paid helper for our household, though I was puzzled by his constant presence in our home.

“The second night, I asked Ajay why he was sleeping so far away from me. He mumbled that he was tired or something and turned away from me. The tears in my eyes welled up and dried themselves in that cold night. I thought he would warm up to me soon. Every day, I went on convincing myself with many excuses for his indifference.

“One Saturday afternoon, I came home from the market. I saw Tommy hurriedly coming out of our bedroom. I was surprised but was hesitant to ask any questions.

“My days were dull and nights were long. One night, we were invited to go for Navaratri puja at a neighbor’s house.  Ajay insisted that I go alone. I went, but did not feel well, so I came home early and went quietly to our bedroom to surprise Ajay. But I got the shock of my life when I saw Ajay and Tommy sleeping together in our bed. Ajay was startled, ‘Oh! You are home!’And realizing the implications, he said, ‘Well now you know.’

“I ran out of the room. That night on the living room couch was the loneliest night of my life. The next morning he came and sat in front of me. I did not see any guilt on his face. I asked, ‘Why did you marry me?’ I tried my best to control my quivering voice.  Without much emotion, he said, ‘I liked you. My family was after me to get married and with you everything worked out so easily. I thought you would understand and cooperate.’

“I could not tolerate looking at him, so I got up and left.  My first thought was to break everything around me and leave. Then I thought about mamma-papa and my brothers.  How would they be able to bear the pain of my shattered married life?  At least I should put in some effort to salvage the situation.

“I had been there for two weeks but it seemed like ages. All of a sudden I found myself inefficient, insecure, and helpless. I felt that I was a total failure and at fault about the situation. When I was calm enough after a couple of nights, I went to lie down next to him. I requested Ajay to change his way of life and let go of Tommy. But he said, ‘If you just cooperate, things can work out.’ We were in the middle of our conversation when Tommy came in and lay down on his other side. Ajay welcomed him. I was burning with the insult. After that night, I never set foot in our bedroom at night.

“My mummy came to visit her happily married daughter as we had planned. She saw my withered face and assumed that something was wrong.  But she couldn’t have remotely dreamt about my life’s reality. I told mummy when I was somewhat sure that I would be able to talk without breaking down into sobs.  It was very difficult to put into words. My mother’s face was ashen. Slowly I regained my confidence and realized that I was an innocent victim. I had to make a decision.

“As a last effort, I sat down with Ajay to find out whether he wanted to save our marriage or not. He said, ‘Now you know that Tommy is very important in my life, and only when you accept that is there any point in talking.’  Again I was so hurt and angry that the tears started rolling. I told him, ‘The way you have hurt me and my family, I hope that you get punished for this cruelty.’  I left his home – our home – and never looked back, but a piece of my heart I lost forever.  I had my family’s support but how was I to fill this empty corner in my soul?”

In a race against time, Rachnaa passed one of the highest civil service exams and became a top officer in the Civil Service. She always remained the best daughter, a loving sister and a loyal friend.  But after a long journey through life, she summed up her mental state in this story:

“There was an award ceremony for the military service retirees. I was the chief guest. There, Ajay’s name was announced. My heart skipped a beat. He received his award but could not look up at me. I saw him slowly going down to sit next to Tommy.
I felt a pinch – he is with someone and I am alone.”

—————–


Book-Release


“નીતરતી સાંજ Essence Of Eve”

eBook available to purchase, for your computer or iPad,  Click on       www.bookganga.com  search> Saryu Parikh

Vimochan-      Book Release

http://www.shishuvihar.org/pdf/oct11.pdf

Nitarati sanj-book

BOOK

BOOK_PDF

vimochan             Vimochan-final

જાણી ન જાય

જાણી ન જાય

મને સૌ જાણે પણ  કોઈ  મને  જાણી  ન જાય,
વરદ વાણીના  વખાણ, ભાવ જાણી  ન જાય,

જૂઠાની     જાનમાં    નાચગાન         થાય,
પછવાડે     લેણ દેણ     માવતર     મૂંઝાય.
રૂપાળુ        અંગરખું        મોભે        હરખાય,

ફાટેલી      ફેંટ     રખે     બ્હાર    ન    કળાય.

 ઘોડે      અસવાર    એના     તાણેલા    તાસ
કાયર   છે   કંથ    કોઈ  ઓળખી   ન    જાય.
ચમક  દમક    ચૂંદડીઓ    મોંઘી     દેખાય,
મોઘમ   એ  વાત,  મૂલ્ય   જાણી  ન   જાય.

 ત્યાગ     ને   વૈરાગ્યના    પૂસ્તક    વેચાય,
ભગવા   એ    ભેખમાં      સ્વામિ      પૂજાય.
કાંચન    કામિની     જ્યાં    મધરાતે   જાય,
દીવો     બુજાય     કોઈ      જાણી    ન   જાય.

સુંદર   આ  આંગણ   ને    ચોખ્ખી   પરસાળ,
પાછળની    પોલને      પિછાણી    ન   જાય.
વટ્ટની    વાતુ    ને   વળી     શોભા    દમામ,
મ્હાંયલો   મૂંઝાય    કોઈ   પામી   ન    જાય.
———–


अति सदा वर्जयेत

અતિ

પ્યાર   પ્રેમનુ   મધુર  આ    બંધન  સંસારીને  બાંધે,
અતિપ્રેમના  પાશમાં  પરવશ  મોહમાં  બદલી  જાયે,
પ્રેમ થાપટ મારી બોલે, અતિ અતિને ત્યાગ,
રે માનવ! અતિ અતિને ત્યાગ.

યમ  આહાર વિહાર ને નિદ્રા , કૃષ્ણ ગાંવ લઈ જાયે,
અતિની   આગમાં   લપટાઈને   સ્વ  સર્વસ્વ  જલાવે,
સમતા થાપટ  મારી બોલે, અતિ અતિને ત્યાગ,
રે માનવ!  અતિ અતિને  ત્યાગ.

કર્મ  ધર્મ  જે   જીવન  ચક્કર  સહજ  ભાવ  ચલાવે,
અતિ કર્મ ને  અણસમજણમાં ફળને વિફળ બનાવે,
કેશવ થાપટ  મારી  બોલે, અતિ અતિને  ત્યાગ,
એ માનવ!  અતિ અતિને  ત્યાગ.
————

अति सदा वर्जयेत

प्यार  प्रेमका   मधुर   ये   बंधन   सब   संसारको   बांधे,
अतिप्रेमके   पाशमे    परवश   मोहमे   बदल   ये   जाये,
प्रेम ये थापट मारके बोले, अति अतिको त्याग,
रे मानव ! अति   अतिको   त्याग———

यम   आहार   विहार   व   निद्रा   कृष्ण   गांव   ले   जाये,
अतिकी  आगमे   लीपट   लीपटकर  अपने  आप जलाये,
समता थापट   मारके   बोले अति अतिको त्याग,
रे मानव !अति   अतिको  त्याग———-

कर्म   क्रिया जो  जीवन   चक्कर सहज भाव चलाये,
अतिकर्म   जो   अनजानेमे    फलको   विफल   बनाये,
केशव थापट मारके बोले अति अतिको त्याग,
रे मानव ! अति अतिको  त्याग———-

સ્પર્શ


સ્પર્શ

સખીરી! સાત રંગના સ્પર્શ….

જીવજીવના   અદ્‍ભૂત  સંસર્ગે , મન  મધુરપ  નિષ્કર્ષ,
એમા  અગણિત  ભાવ  ભૂવન, ને  જન  ચેતન  સંકર્ષ.
રે સહિયર! સાત  રંગના  સ્પર્શ.

નજર નજરના  મિલન વિરહમાં સુખદુઃખના સંઘર્ષ,
ઓષ્ઠોના   આહ્‍લાદક    સ્પર્શે     વિશ્વ   વહે    અકર્ષ,
રે સહિયર! સાત  રંગના  સ્પર્શ.

શબ્દ   સૂરો  કર્ણોમાં  ગુંજે,  સ્પંદન   ક્રુર   કે  સહર્ષ,
આંગળીઓ   છે  મનની    ભાષા,  ટેરવડે   સંસ્પર્શ,
રે સહિયર! સાત રંગના સ્પર્શ.

સ્પર્શ ચરણ  અવગણના દીસે, ચરણ સ્પર્શ  સુ દ્રશ્ય,
આત્માથી    આત્માની   લગની, એક   રંગ  અદ્રશ્ય,
રે સહિયર! સાત  રંગના  સ્પર્શ.

પવન લહર  આલિંગન કુમળો  જગતપિતાનો  સ્પર્શ,
મૃત    જમીનમાં    ચેતન   જાગે   નવ  અંકુર   ઉત્કર્ષ.
રે સહિયર! સાત  રંગના  સ્પર્શ.

———
સંકર્ષ=ખેંચાણ. અકર્ષ=દિલપસંદ.

Let Go…..

Let Go—

We raised you with love and tenderness,
  We gave you all the worldly happiness,
  We surrounded you with all the kindness,
  You responded and returned all that gentleness.

But now I have to learn to let go.
  I finally emerge,
from the interlude of the emotional blackmail 
 And tears of my wounded heart’s wail.

So my child,
 I set you free to your own universe.
 I set you free from my bondage of desires.
I set you free with happy tears in my eyes.

Forever,

Open my heart and open my door,
I’m happy you come, discern you don’t.
————


Let Go….

            The relation of a son to his mother is like a petal to a delicate flower. He is a part of her whole being.  So how and when does she learn to sort out and separate that part of her heart?
As a child, he cried every time as I walked away from him. The day had come when I had to leave him at preschool with other children. I can’t forget when I peeked in through a window and saw him standing there with the most curious but sad face. Time flies. He went to middle school, then high school and started to think that the world started with him and his parents did not know a thing. We, the parents, were amused and looked forward to the arrival of the day of his self-realization!  Although confident during his ups and downs, successes and failures, he needed the love and assurance of his parents. Mom was always available, no doubt about it.

I saw him flying away to a great university for higher education but still he remained well connected with his mother.
I would ask on the phone, “Do you eat well?”
“Yes mom.”
“Did you do your laundry?”
“YES! Can you send me some goodies in a care package as you did last time?”   “Oh, sure,” I would say and get busy preparing that care package as if I did not have anything else to do. I took a breath of relief when that package would be in the mail.
“Did you receive the package?”
“Yes, mom, and I shared it with my friends as you had written in your sweet note.”
Days and years go by, our lives highlighted with his phone calls and visits. Many small and not so small decisions are made together. “Son, do it this way.” “Yes, mom, that is a good idea.” Mom felt connected with her son.
We had several serious discussions about our expectations of him.
“Be very careful in choosing your life partner.”
“Oh I forgot to mention, I have a close friend.”
I was speechless for a while but recovered and asked. “What’s her name?”
“Shayna.”
“Is she a new friend? You never mentioned her name before.”
“Oh, we’ve been dating since –maybe—since our first semester!”
“Son! That is almost two years.”
“Mom, you are right.” Always quite cool, his responses.

Here I was, boiling inside. This child, who I thought shared all his feelings with me, sounded very casual about this very important aspect of his life. I started to realize that many things must be happening with him that I was not aware of!

Finally we met the girlfriend at their graduation. After formal greetings, unknowingly, I was trying my best to impress upon her how important we are in his life and added some insight of our general attitude.
I said, “We give our children freedom to choose their partner.”  I thought she would feel, “Aha, how liberal and nice these people are.” But she did not get the message and remained a stranger to us for the rest of the visit and then some.
I would ask my son, “So. . . how serious are you in this relationship?”
“We are friends, taking it one day at a time.”

This child, whom I thought always valued our opinions, never asked, “What do you think about this person?  Is she right for me?”
I gave my opinion sometimes without being asked, and he listened carefully.
“Son, we don’t feel connected with your girl.”
“Oh, mom! That will happen — you have to be patient.” Well, several years did not seem like long enough. I started to pray, “God! Grant me patience, but hurry.”

Days and months and years went by. Step by step I saw my child turning into a separate individual. That year, as usual, I was ready to book his ticket to come home for the special Millennium Christmas-New Year. He told me that he wanted to go somewhere to celebrate the New Year with his girlfriend. I did not want to feel bad, but it felt like a stab to my chest.

The realizations and revelations kept on coming. I learned to let go by looking at the situation from a different perspective. I could see that he was still in my close family circle, but I would not be able to penetrate this adjoining circle of his adulthood. The tears used to start rolling at unexpected moments. I always had been such a balanced person, never overly emotional, but as far as he was concerned, my emotions welled up through my eyes. I was determined to deal with this emotional roller coaster with my spiritual strength.

The greatest lesson is taught to you by the person you love most: “Love does not expect anything in return.” Be ready to be tested. He is pulled in different directions. So now I have to learn to let go. I am always thinking and contemplating with my earnest, aching heart. Why is it that my heart contracts with pain as I think of letting him go, at the same time I feel my spirit soar? Finally, I feel like a leaf floating on a serenely flowing river, as in meditation. The ocean of love is all around me. I just have to learn to drink from my sweet, stored water to cherish the rest of my journey. I am sure my son will be nearby to replenish my jug of life.

——————-

                                                                                                                   

comment:
Hi Saryu, I enjoyed reading these and can certainly relate to the sentiments.  I’ve inserted only a few comments.  I especially like your use of direct quotations, your metaphors, and your unique use of words (like “careenly”).
Love,
Dr.Vivian Brown

 

 Solace

  Oh! Tender trail of emotions, life always in motion
Console trifle narrow notions; learn desireless devotion

It was long ago inlay, he was sweet sunshine in rain
At his first blessed breath she gave a smile, even in pain

Immersed in caring and caress, hover to cover from duress
The ties were getting very tight, binding both with subtler might

Time flew, giving him worldly wings, a novel land new song to sing
Here Ma perched to reminisce,  feeling the hurt of his remiss

Soon she learns to just submerge within herself, dissolves the urge
Freely flows the stream of love and gives it all a
.way to merge

Why so hard is it for Mom to slip away to let bygones?
Sure her love carreenly carved in her old’n weary bones
———–

સંતાનને……. 

ભાવભર્યા    પ્રેમ    મધુ   ગીતે   ઉછેર્યાં,

સંસારી   સુખચેન    સુવિધા    વર્ષાવ્યા,
હેતાળે     પ્રેમાળે     કામળે     લપેટ્યા,
હૈયાની   હુંફમાં  હિલોળા,   ઓ  બાળ  મારા!

મીઠાં  અમ   મમતાના  કુમળાં   આસ્વાદને,

વળતરમાં    આનંદે     ભરીયા   આવાસને,
હાસ્યે  અમ   દિલને   બહેલાવ્યા  અશેષને,
હૈયાની  હુંફમાં   હિલોળા,  ઓ બાળ મારા!


પણ, આવી છે આજ  ઘડી શીખવાની ,ત્યજવાની.

આગળ  એ  ક્યાંય  ગયા,  નવજીવન   નવ  સાથી.
પાછળ  તું  વલખા    કાં   મારે , ઓ  જીવ  મારા?
આંસુના   તોરણ  ને   ઉંના   નિશ્વાસ   પછી.
મન  મનન   મંથન  ને  ઉરના   ઉજાસ  પછી.


આપુ   છુ,  મુક્તિ  આજ  તારા   નવજીવનમાં,

આપુ  છુ,   મુક્તિ  મારી   આશાના   બંધનમાં,
આપુ  છુ,  આંસુ  સાથ  ખુશી  મારા  નયનોમાં,
સાચા  આ  સ્નેહની  કસોટી, ઓ  બાળ  મારા!


તું  જ્યારે  ચાહે, છે  ખુલ્લુ  આ  દ્વાર   મારું,

આવે     તો     વારુ,    ના   આવે     ઓવારૂં.


સમજાવું

માના આ મનવાને   ફરીને   બહુ    દિનથી બહેલાવું
સર્વબ્રહ્મ છે,  સર્વબ્રહ્મ છે,   કહી    કહીને   સમજાવું


સાધક જીવડો  તોય ફરી   જ્યમ  મધમાખી  મધુપુંજે

પરિવર્તન    ને   આવર્તનના    વર્તુળે    જઈ   ગુંજે


નવમાસ   એક  અંગ   બનાવી  ચેતન   ઝરે  જનેતા

પ્રથમ  પ્રાણ  પૂર્યાની   પીડા  આનંદ   અશ્રુ   કહેતાં


અહ્રનિશ   ને   એકધ્યાન  લઈ   પારેવા   પાલવમાં

આગળપાછળ   ઓતપ્રોત  એ  પોષણ ને પાલનમાં


‘ના  મેલતો  ઘડી  ય  છેડો’,  હસીને   યાદ   કરે  છે

ખુશ છે, આજે  ઘડી   મળે  તો   માને  સંભારે   છે


નવીડાળ   ને  નવાફૂલ,  અંહી વ્હાલપ વળ છૂટે ના

સમય  સાર  સંસાર  મા  સમજે,  તોયે કળ વળે ના


મોહજાળ   મમતાની    ચાહે   મુક્તિના  અજવાળા

સહેજે  હો  સંયોગ  વિયોગ  ને  સમતાના  સરવાળા
———–

અમ્મી વિના નહીં…./ Not Without Ammi……

અમ્મી વિના નહીં…..

“અમ્મી! પાંચ અઠવાડીયા પછી મારૂં આરંગેત્રમ છે. મમ્મી-ડેડીએ એક મોટી જગ્યા એક સાંજ માટે નક્કી કરી છે. ખુબ તૈયારીઓ કરવાની છે. બધ્ધી વાત પાછી આવીને કહીશ. ઠીક!” કહેતી દાદીને રોજની માફક બચી કરીને મેહા લગભગ  ઊડતી બહાર દોડી ગઈ. પાછળ પુલકિત હાસ્ય સાથે દાદી એને જતી જોતા રહ્યાં.

મેહા અને એના ભાઈને ઉછેરવામાં દાદીનો ઘણો ફાળો હતો. પણ એ તો વર્ષો પહેલાની વાત છે, જ્યારે દાદી ચટ્ટ લઈને ઊભા થતાં અને પટ્ટ લઈને કામ આટોપતા.
આજકાલ તો, “મેહા બરાબર જમી કે નહીં?”  “એની તબિયત તો બરાબર છે ને, ઉદાસ કેમ બેઠી છે?” “હજી બહારથી પાછી કેમ નથી આવી?” આવા સવાલોના જવાબ હંમેશા મળે જ એવું નહોતુ બનતુ, પણ એ સવાલો તો દાદીના સ્વભાવ સાથે વણાયેલા હતાં. કિશોરી મેહાને બીજા ઘણા અગત્યના વિષયો પર ધ્યાન આપવાનુ હોય એ પણ એટલું જ સ્વાભાવિક હતું.

મેહા છ વર્ષની હતી ત્યારે દાદીને કહે, “અમ્મી! આજે મમ્મી મને નૃત્યના વર્ગમાં લઈ જશે. પણ મને તો નૃત્ય કરતા આવડે છે, સાચુ કહુ છુ ને?”

દાદી હસીને કહે, “મારી ડોલીને નૃત્ય કરતાં આવડે છે પણ એમાં પહેલો નંબર લેવા માટે સરસ શીખવું પડે ને?” ત્યારે એ ગંભીર વિચાર સાથે બોલી, “હાં, જવું પડશે.”

જ્યારે પણ સંગીત, ચિત્ર કે નૃત્યની વાત આવે ત્યારે દાદીનો ખીલી ઉઠતો ચહેરો જોતી મેહાને ખબર હતી કે એમને કેટલી ગહન અભિરુચી છે. દાદી સાથે રસમય વાર્તાલાપ કરવો હોય ત્યારે મેહા આ વિષયો છેડતી રહેતી.

દસ વર્ષની મેહા, તેનો ભાઈ અને એના મમ્મી-ડેડી નવા બંગલામાં રહેવા ગયા. દાદા-દાદીને ઘણો આગ્રહ કર્યો પણ દાદી તૈયાર ન જ થયા. કહે, “અહીં નજીકમાં જ છીએ ને! મને આ ઘરમાં જ ગમે.”

નવા ઘરમાં દસેક દિવસ થયેલા. દાદી વિચાર કરતા હતા કે મેહા નીશાળેથી આવી ગઈ હશે. ઘરમાં એકલી હશે. બરાબર નાસ્તો કર્યો હશે કે નહીં! ત્યાં જ ફોનની ઘંટડી વાગી.

મેહા રડતા અવાજે બોલી, “અમ્મી, ચાર પાંચ પુરુષ જેવી દેખાતી સાડી પહેરેલી બાયડીઓ બારણુ ઠોકે છે અને કહે છે કે ‘બક્ષિશ આપો અમે તમને નવા ઘરમાં આવકાર આપવા આયા છીએ.’ કહીને હસે છે. મને તો બહુ બીક લાગે છે.”

દાદી કહે, “બેટા! ગભરાવાની જરૂર નથી. કહી દે કે કાલે આવજો. હું હમણા તારી પાસે આવું છું.” એ દિવસ પછી ખાસ કોઈ આગ્રહ વગર દાદી નવા ઘરમાં રહેવા આવતા રહ્યા.

મેહાની  દરેક પ્રવૃત્તિઓમાં દાદી રસિક સાક્ષી બની રહેતા. એની સફળતામાં ખીલેલા હાસ્ય સાથે બાહોંમાં ઘેરી લેતા તો નિષ્ફળતાના દુખમાં દાદીનો પાલવ અને મેહાની આંખો મળી જતાં. કિશોર અવસ્થા અનેક વિટંબણાઓ લઈને આવે છે.  નહીં બાળક અને નહીં પુખ્ત, નહીં રાત કે નહીં સવાર, એવા સમયમાં બાળક પોતાનૂ વ્યક્તિત્વ શોધતા
પોતે જ ખોવાઈ જાય. આસપાસના મુરબ્બીઓની વાતો નિરર્થક લાગવા માંડે છે. આ કુદરતી વિકાસના પગથીયા ચડતા એ સ્વતંત્રતા મેળવવા માટે ખટ્ટ્મીઠ્ઠો બળવો કરતા રહે છે. આમ જ વ્યક્તિત્વ પૂર્ણ કળાએ ખીલે છે અને વડિલોએ એને માટે અવકાશ અને અનુકૂળતા આપવી જ રહી.

દાદી થોડા વર્ષો અમેરિકા રહેવા ગયા હતાં. પાછા મેહા સાથે રહેવાનુ શરૂ થયું ત્યારે મેહા આત્મવિશ્વાસુ અને હોંશીયાર સુંદર વિદ્યાર્થિની બની ગઈ હતી. દાદી સાથે મીઠો સંબધ પણ અનેકવિધ પ્રવૃત્તિઓમાં ક્વચિત વાતો કરવા બેસવાનો સમય મળે. દાદી એને આવતા જતા જોતા રહે અને મનમાં વિચારે કે સમય સમયની બલિહારી! “હવે એને મારા પર બહુ પ્રેમ નથી.”

એવામાં દાદી પડી જતા પગના હાડકામાં તડ પડતા પથારિવશ થઈ ગયા. એકાદ મહિનો પસાર થઈ ગયેલો અને થોડું સારૂ થયું હતું. ત્યારે રોજની જેમ બહાર જતાં પહેલા દાદી પાસે આવીને બેઠી અને આરંગેત્રમની વાત કરીને ગઈ.

દાદી પથારીમાંથી કે ક્યારેક પૈડા ખુરશીમાં બેઠા બેઠા તડામાર થતી તૈયારીઓ જોતા રહેતા. ખુબ સરસ કપડા ઘરેણાની પસંદગી કરેલી. એ દિવસ માટે લગભગ અઢીસો માણસોને આમંત્રિત કરેલા. દાદી વિચારે, “મારાથી નહીં જવાય. એટલા માણસો હશે એમાં વચ્ચે મારૂ શું કામ?”

કાર્યક્રમને બે દિવસની વાર હતી. જમ્યા પછી બધા બેઠા હતા ત્યારે મેહા બોલી, “અમ્મી! તું કઈ સાડી પહેરીશ?”
દાદી સંકોચ સાથે બોલ્યા,”ક્યાં? હું તો ઘેર જ ઠીક છું.”  ઘરના લોકો આગ્રહ કરતા રહ્યા પણ  પૈડા ગાડી સભાગ્રહમાં લઈ જવાની કેટલી તકલિફ પડે એની એમને ચિંતા હતી. “ના ના મારી ત્યાંશું જરૂર છે? મેહાના મિત્રો અને બીજા વડીલો છે જ ને?”


મેહા બધાને શાંત કરતાં બોલી, “ભલે, નહીં આવો, પણ હું અમ્મી વિના નૃત્ય કરીશ જ નહીં ને!” એક આશ્ચર્ય અને આનંદનુ મોજું દાદીના દિલ પર ફરી વળ્યુ. ભીની આંખોથી એમણે હા કહી દીધી.

કાર્યક્રમમાં પહેલી હરોળમાં દાદીની ખુરશી ગોઠવાઈ. આરંગેત્રમનો મનોહર કાર્યક્રમ પુરો થતાં તાળીઓનો ગડગડાટ અને વાતાવરણમાં ગુંજતાં સ્પંદનો ઝીલતી મેહા મંચ પરથી નીચે દોડી આવી દાદીને વળગી પડી.

સમય અને સ્વભાવના ઉતાર ચડાવમાં ભલે ક્યારેક શુષ્કતા આવે પણ એ સ્નેહવર્ષાથી ભીજાયેલુ હ્રદય અંતે તો પુલકિત થઈને સાથે હસી ઊઠે.

——————————

Not Without Ammi….


“Ammi! After five weeks I have my final dance recital, “Aarangetram.”  My mummy and daddy have booked a big auditorium. I am so excited. I will tell you all about it, but I have to run now.” Meha kissed her grandmother
, as every day she did, and ran out flying through the door. The grandmother’s eyes followed her with a big smile on her face.

            The granny had been around when Meha and her brother were growing up. But that was several years ago when granny was quick on her feet. Nowadays, she was observing from her bed and wondering at times, “Why Meha has not come home yet?” or “Why is Meha is so quiet?” “Did she eat?” She may not necessarily get replies to her questions, but it was her second nature, and not to answer was the second nature of a very busy teenager. But Meha would never forget to stop in Ammi’s room before leaving the house.

When Meha was six years old, she told her grandmother, “Ammi, my mom will take me to a dance class. But you know that I know how to dance – why do I have to go?” Ammi smiled and said, “Yes, my Dolly knows how to dance, but to be the best, you have to learn more, right?” With a sweet but serious face, Meha said, “OK, I will have to go.”

Meha had seen that whenever there was any talk about music, painting, or dance, her grandmother’s face would light up. So to involve Ammi in interesting conversation, Meha used to start up with those subjects.

An almost-eleven-year-old Meha, her brother and her parents moved into their new house not too far from their grandparents’ home. Granny declined the invitation to move in with them, saying, “I am used to this place.”

It had been only a few days since their move. One late afternoon, granny was thinking, “Meha must be home from school and alone. I hope she eats some good snacks.” The phone rang and Meha was at the other end, panicked. She said, “Ammi, a few weirdly dressed women are banging on the door and are asking for gift money as we have moved into this new home. They are loud and laughing amongst themselves.”

Ammi said, “Dear! Don’t be afraid. Keep the door closed and just tell them to come some other day. I am coming right over there.”  After that scary incidence for young Meha, without much convincing, the grandparents moved in with them.

Granny was a loving witness to all of Meha’s artistic and scholastic achievements. In her success she would run into granny’s open arms and in her failure Meha would wipe her tears with Ammi’s sari-pallu. But a teenager’s life gets entangled in many complications. At times they get lost while trying to find their own identity. The wisdom or advice of elders seems boring. These are natural steps of the growing process, and wisdom has to give room for that independence to flow freely.

Grandmother had to go and spend a few years in America. When she returned to live with Meha, she had matured into a confident, beautiful young girl. She was involved in several exciting activities. Still, she had sweet relations with her grandmother but had very little time or  need for granny. Grandmother used to think, “Everything turns with time. She does not love me as much.”  Time flew and the world went around while granny kept on watching.

            Unfortunately, grandmother fell and was bed-ridden for a long time. When Meha was talking about her recital, granny was in her wheelchair. Ammi was observing the preparations from her bed or from her wheelchair.  Just the right dresses and jewelry were chosen, and almost two hundred people were invited to attend the dance program. Ammi was thinking, “I cannot go, it will look odd to go in the wheelchair. I am not needed.”

Only two days were left before the function. The whole family was sitting together after dinner. All of a sudden, Meha asked, “Ammi! Which silk sari are you going to wear?” Granny was startled, “Where? Oh, no no, I will stay home, that will be alright. There will be Meha’s friends and other elders of the family. It will be fine.” The family members started to try to convince her to attend the dance.

Meha had a determined look on her face. She said, “OK, if you don’t want to come, I will not dance. Not without Ammi.”
Granny’s eyes filled up with tears. That one kind sentence touched her heart. Her moist eyes and smile gave consent to her little granddaughter.

          Ammi’s wheelchair was set in the front row. The dance recital was well-received. Meha graciously accepted the adoration. She looked at her smiling and clapping granny and ran down from the stage to hug her to share her joy.
Age and time can create distance between generations but the bridge of love remains unbroken.
—————-

અંતરંગ


painting by Dilip Parikh

અંતરંગ

આવી  રહ્યા  છે…., આવશે,
ને  બારણું  એ  ખોલશે.
રતિ  વાટ  જોતી  બેસશે,
દીપવાટને   સંકોરશે.

આ  દેહની  દીવાલ  અહીં,
ને  દિલ  ઊડે  ક્યાં  અહીં તહીં.
ઘેરી  મધુરી  રાતમાં,
તારા  ચમકતાં  કહીં  કહીં.

આજની  આ  દોર  પર,
લહલહે  ભવિષ્ય  પળ.
આરજૂના  અર્ધ્યથી,
અર્પતી  અશ્રુના  જળ.

શ્વાસનો  સિંદૂર  સજી,
ને  સૂત્ર  મંગળ  બાંધતી.
કર  કમળના  કંકણો,
હસુ  હસુ  સૌભાગ્યથી.

અંતરંગના  આંગણે,
મગન  મનની  મોહિની.
રણઝણે  રથ  આગતમ્,
સુખડ  ચંદન  સ્વાગતમ્.

————-

દીકરા, આવો થજે! -A Father to a Son

આજનો અનુભવઃ એકાદ વર્ષ પહેલા આ કાવ્ય લખાયેલું. આજે મને શ્રી.અંબુભાઈ તરફથી ટપાલમાં સ્નેહભર્યો પત્ર અને ભેટ મળતા ખુબ આશ્ચર્ય, સાથ આનંદ થયો. અમારો હ્યુસ્ટનમાં પરિચય થયેલો. શાંત પણ ગુણ પારખુ અભ્યાસી વ્યક્તિ તરફથી મને પુસ્તકોનો પણ લાભ મળેલ છે. શ્રી. વિજયભાઈ શાહ અમારા ઘણા સાહિત્યમિત્રોને જોડતી દોર છે જેમણે મારૂ સરનામુ એમને આપ્યુ..
Inspired by Ambubhai’s Gujarati poem.

    A Father to a Son
O’Son! You be a friend of your father.
His right arm and a loyal companion,
a teacher and a guide, a steady anchor of his life.

 Whenever you are sad, you ponder on his words.
What your Daddy has been saying,
listen with your earnest mind.

   The father makes you strong, gives you compassion in sorrow.
He instills pride and passion,
which leads you to elation.

O’Son! Give him respect which rightfully he commands.
All your love you can give
which no doubt he deserves.

There are many more stories to remember, reminisce.
No one loves you more, for sure
than your father in this world.
——-

                             દીકરા, આવો થજે!  — અમ્બુભાઈ દેસાઇ

તું મિત્ર બનજે  બાપનો, ને બાપનો બાહુ થજે,
વિશ્વાસુ સાથીદારને, શિક્ષક અને દર્શક થજે!

ખિન્ન હો તુ જ્યાહરે, તું ધ્યાનપૂર્વક સૂણજે;
તુજ બાપને, જે કંઇ કહે, તે હ્રદયમાં તું તુણજે!

તું એહનો છે પુત્ર, પણ તાહરો એ તાત છે !
પાલક તહારો એજ છે, કેવી મજાની એ વાત છે?

તાત તો મજ્બૂત કરે આશ્વાસતો એ દુઃખમાં
વિશ્વાસતો એ તુજને, ‘ને પ્રેરતો એ સુખમાં

માન ને સન્માન તું એહને દેજે સદા.
પ્રેમનો હકદાર એ છે, વહેમ ના કરજે કદા.

આ અને આવી બધી વાતો તહારી છે બહુ.
તેથી જ દુનિયા તાતને , ના ચાહતી, તું થી વધુ!
—–

Angel In Me


Angel In Me

I spread my arms,
And there shall be flowers!

I flip my wings,
And there shall be spring.

I open my eyes,
And there shall be light.

I open my mind,
And people are kind.

I share my bread,
And there shall be peace.

I share my heart,
There shall be delight!

———

કાચનું મંદીર / Mes’merism

www.sabrasgujarati.com  પદ્ય હરિફાઈમાં આવકાર.

કાચનું મંદીર

સપના  કેરા   શીશ  મહેલમાં  જરા નમીને  જોતા
અરમાનોના  ચહેરા   હસતાં,   દેખાતા   ખોવાતા

પ્રતિબિંબોની    હારમાળમાં   મોઘમ  મોં  મલકાતા
આરસીઓમાં   દ્રશ્ય  તરંગો  હળુ  હસીને   વિલાતા

આઠ  વર્ષની  કન્યા  કરતી  સખીઓ  સંગ  ઊજાણી
નાના પગમાં ઝાંઝરીયું  બસ વણથંભી ઝણઝણતી

પાંચ પગથીયા  ઉડતી  જાતી દસ દડતીક  ઉતરતી
ફેરફુદરડી  તાળી   દેતી  ખિલખિલ   ખાલી    હસતી

કાચનુ  મંદીર, વ્હાલો  વડલો,  છાવરતો’તો   છાયા
  અજાયબી  એ  શિશુર્હદય  ને  અગણિત એ પરછાયા
 
   ભ્રામક દર્પણ, અચરજ  આંખો, જોતી’તી પ્રતિછાયા  
 સમજણ  સ્મિત  સંવારે  ભોળા  બચપણના પડછાયા
————-
ભાવનગર પાસેના ગામડામાં કાચનુ મંદીર હતુ,…એની યાદમાં
 

 
Mes’merism

I would sneak and peek into the magic glass palace
The faces of the future would beam, tease and vanish

The uncanny rows of smiling reflections,
The waves of notions softly slip to deflections.

For the eight-year-old, a wonder of her world,
The innocent heart was totally submerged;

The jingle-jangle anklets were flying with her feet
To race up and down on the steps of the pulpit.

Then a picnic with her pals in the shadow of a tree,
The feeling of belonging, bound all the way around.

The mystical mirrors and those magical refractions–
Now wisdom nudges slowly from those warm interventions.

—————–

In a small village near my hometown of Bhavnagar was a temple with a special arrangement of mirrors that created multiple reflections.  As a little girl, I was amazed to witness this simple yet beautiful effect.

Her Dry Tears

Her Dry Tears-a true story

While living in Houston, I was invited to be a Board member for a volunteer domestic violence organization.   That week I was monitoring calls.  In the middle of the afternoon, I got a call from a far-away state. The lady said she had a niece named Reema in India whose five-year-old daughter and husband were living in the Houston area. Two years prior, they had all gone to India for a short visit, and Reema was tricked into staying in India while her in-laws brought her child back to the U.S.  She was left without her passport so she could not re-enter the U.S.

The situation seemed beyond the capacity of our small nonprofit organization. Reema’s aunt kept on calling me, saying that we were her last hope. By that time, Reema had secured her passport and she was ready to come to Houston.  I presented her case to the Board and we accepted her as our client.  As a volunteer this was such a new experience for me.

Reema came to Houston with her aunt, Monabua, and I went to see them. Reema was quiet, somewhat dull.  She was 32-years-old and had education as a pharmacist in India. I became very hopeful with the idea that we could help her to get her license as a pharmacist to work in the U.S. They both did not share my enthusiasm.  I was unsure as to why at the time. Monabua arranged a meeting with Reema’s husband.  They all sat down together for all of ten minutes.  It was very clear that he wanted a divorce and she wanted to see her child.  Monabua hired a lawyer before she went back to her home state.

Reema was left in my care.  I managed to get her a place in the Women’s shelter. I started hearing about her inability to follow simple rules. I would get calls from her from all over town saying she missed her ride. I felt sorry for her for getting into these troubles because of her lack of attention.  I got her all the necessary materials to study for her pharmacy exam, but I never saw her open a single book.  She had some excuse every time.  After two weeks I talked to a manager in a chain store, and out of her kindness she gave Reema a job.  The next step was to find her an apartment, for which our organization would initially pay the rent. Fortunately, I saw an advertisement for a room to rent in the house of a divorced young mother with a baby. Meanwhile, I tried to talk to Reema’s husband, but he would only politely give me his lawyer’s number.

She did not have transportation, so my duty was to drive her around. Her attitude and lack of efficiency were frustrating. On the first day of work my husband Dilip and I both went to pick her up early in the morning but she had overslept.  But we were glad that now she had a job. I thought that she should have a car. In my neighborhood, I spotted a car for sale, and the owners were kind enough to reduce the price. I proposed to the Board that we loan her the money which she may pay back. There was disagreement about this unprecedented help to the victim. After a lot of discussion, Reema got that money. I got used to the phone ringing early in the morning with questions like, “Where are my car keys?”  I would tell her to look in her heavily-loaded purse again. One night at ten o’clock she called after work saying, “My car does not start.” After some questions I asked her to check the gear, which had been in Drive.

She was depressed most of the time, so I got her a psychiatrist to help her. Depression is a vicious cycle of cause and effect. I felt compassion for all parties involved. Her actions made me realize that how important it is to have a functional brain, common sense, and intelligence to get us through difficult situations.

By court order, the day of meeting with her daughter had arrived. She dressed up nicely and took some toys with her. The meeting place, a mall, was one hour away and this was the first time I was to meet her husband. To be safe, Dilip drove us there.

The little girl was not ready to let go of her father’s hand. She was gently forced to sit near her mother while the father sat nearby so she could see him. The child had to spend one hour with her mother. She was in tears and all she talked about was her dad. Reema took her around for a little walk and when they came back, the child was all smiles at seeing her father. Reema later told us that it was the only time she saw her smile. In following visits she remained distant from Reema.

Reema was managing her life with lots of help from us. After about six months, the court decision was to give custody of the child to her father with visiting options for Reema. She got some money, but she had to pay child support. She had lived in Houston as a married woman for two years but no one came forward to say that she was a capable mother. She told me often that no one cared for her except me.

She was then let go from her job. She moved back to the shelter. On moving day I had told her to pack her things so I could help her to load at three o’clock. When I arrived, she was running in circles, doing many things and accomplishing very little. We loaded things as they were and I told her that at the shelter she would have plenty of time to sort things out. I talked to her aunt and we both felt that she had to live with some family members.  She just wasn’t able to function on her own. She did not want to go back to live with her widowed mother in India.

Reema ended up moving to her aunt’s home hundreds of miles away.  She left some important papers in her car, which she had parked at our home. When I opened the car door, I found it was full of junk. So day by day I had to empty the car to prepare it for sale. The car was sold, and to be kind to her I gave her the money. She had been oblivious to the fact that it was the organization that had bought her the car!  After my explanation, she thanked the organization properly.

She had to come for the scheduled meetings to visit her child, but the trips were too expensive for her. I suggested that she go back to India and be someone of whom a daughter could be proud.  After a year or so, I received a phone call. “Saryu!  I miss you. I am going to India.
I don’t know what will be next! Thank you very much for giving me a chance to see my child again.”

She was a victim of her own attitude and in turn she became victim of her own people. Her emotions were still behind her dry tears. An organization can help but the success of a survivor depends upon her own instinct and intelligence.
——–


Depression-Cause and Effect

In the dark corner with ghosts
I paid a heavy depression cost;
God gave me a sweet angel
and her to you, I simply lost.

Some kind people do care,
But relation is a two-way affair;
I feel barren, dull within,
Have nothing much to share.

They say my tasks are all undone,
But I have been busy, overwhelmed;
I saw good fortune dance away
Leaned on someone else’s sway.

My life is thick layers of cloud
I fall and fall, no one  to hold;
I hope and pray a spark in night
May ignite dim internal light.

———-

Abashed Moon. ઝંખવાયેલો ચાંદ.

Kamal–a true story

I was on my way to meet Kamaljit kaur at the County Women’s Shelter to listen and to teach English. Kamal met me at the door wearing a simple outfit, Salwaar-kamiz. My first thought was, “Oh! She looks like a film star and playing a sad role in this grim place.” We were told to sit in the computer room. She was ready with paper and pen. I know Hindi, which is a National language of India. But Kamal informed me that she knew Punjabi and a little Hindi. So, in the circle of three languages our sailing started. વધુ

Hug Him…..

Hug Him….

A teenage son does not need to go too far to declare his double-dare policy.  Just his father’s presence is sufficient.  As usual, his dad and I took him for school clothes shopping. He was leading us through the maze of racks of weird clothes. Whenever we made a suggestion, he did not even bother to shake his head in response. Finally, he picked out a pair of pink shorts with flowers on it and some similar outfits. I was just smiling at his choices, but his father was in shock. He went on expressing his opinion as strongly as he could but finally shook his head and walked out of the shop.

On our way home, his father said, “How could you select such strange clothes and pay so much money?” The lecture did not seem to reach its intended target, so he told me, “From now on I will not take him shopping – you handle it.”

If not every day, but every week for sure, there were one or two disagreements between father and son.
“Why do you have to buy ninety-dollar shoes when I am wearing these perfectly fine shoes for fifteen dollars?” Dad would ask.  A good teenager’s law: you do not have to respond to any question.

When he went to his Dad for financial advice, there was sweet harmony. He trusted his father’s judgment to secure his financial future in his middle and high school era. He came up with an idea and requested his father to invest in Nike’s stocks for him. The profit from that investment made the rest of his teenage years a breeze.

He announced at the dinner table one evening, “I am going to buy tickets for upcoming NBA basketball games.”  We were aware of his loyal craze for the Lakers and basketball.

“How much do they cost?”

“Oh! I will buy them with my money.”

“How much?”

“Maybe eight hundred bucks.”

“You have only a thousand dollars. Get ready to work after school.”

 

 

That explanation sent him looking for some free tickets. He went to see a game with a friend and his father. After the game, he somehow sneaked back into the stadium because he was determined to see his favorite team. But his ride was gone when he came out. It was close to eleven o’clock. He was smart enough to go to the guard and called home. He said, “I cannot find my friend. Please, come and get me.” His father was benevolent until he heard about the cause of his detour.

He was very generous about giving gifts, especially to his sister. He surprised her with a Boom box on her sixteenth birthday. With a belief in quality, his selections were always at high-end prices. We used to tease him that in the store the expensive things wave at him, “Come and buy me!” Many times this teenager thought that the world had started with him, and that attitude was enough to annoy his father. An argument, followed by a few days of the cold shoulder, would remind him that he is not as smart as he thinks. Then a small piece of paper with a few apologetic lines on it would exchange hands and father would treasure that small piece of paper forever.

He convinced his father to buy the car of his choice with all the trimmings. His father always reminded him, “On Father’s Day, I had to buy this car for my son.”

One night, the teenager, his sister, and her friend had gone out for dinner.  Around ten o’clock we got a call. Our daughter said, “On our way home, brother was driving. There has been a horrible accident. We are okay, but my friend is seriously injured and I am with her at the hospital. He is at a near-by gas station, finishing up with the police.” We both hurriedly went to the location of the accident. The car was towed away and everything was quiet. He was standing near the door of the store all alone. I was sitting in the passenger seat. I was not in tune with his lonely feelings and expected him to come and sit in the car.

From the driver’s seat, his father was looking at him with moist eyes and I heard his warm voice tell me, “Go and give him a hug.”

The depth of this love connection is immeasurable.

Youth is a beautiful time, and it spirals between three facets of a teen’s life: Love, Rebellion and Freedom.  In this relationship, I saw love prevail every time.

 

——————————

અંજુના પગલાં The Flower Girl


પૌત્રી,  સુફીયા અંજલી

અંજુના પગલાં

અંકુર  પગલાં  અંજુના   દિલ ગાલિચા  પર  દોડે
પતંગિયા   સી  ઊડતી  આવે,  હોઠેં  મધુ  ચખાડે

રેશમની  અંગુલીઓ   મારી  આંગળીએ  વીંટાળે
વ્હાલે વારે,   જાવા ના દે,    પકડી   ને    બેસાડે

શ્વેત કમળ  સુ  સુંદર  મુખડું  મલકે  મોહ  પમાડે
પલક  પલક  પાલવને  પકડે રંગ તરંગ જગાડે

સ્થીર  કીકી, ને  ભારી  પાંપણ, ઢળે ઢળે ને ખોલે
“ના ના, મુજને ઉંઘ ના આવે”,અર્ધ ઉંઘમાં બોલે

બે  હાથોના  ગુલશનમાં   ખુશ બહાર દોડી આવે
હસુ હસુ  બે  ગાલ  ખીલીને  મીઠો  મનરવ લાવે

હૈયાની   હરિયાળી   રૂમઝુમ  પગલીને    સંચારે
મૃદુ   મુલાયમ  મંજુલ  આહટ   અંતરના ધબકારે

————-

The Flower Girl

The playful petals on the grass,
Her prancing feet on my heart.


The butterfly kisses amuse tulips,
She leaves honey on our lips.


The drop of dew shines in the sun,
Her smile reflects all the fun.


The delicate twine circles around,
She holds my hand to dance around.


The blowing breeze brings delight,
She runs to me to bloom my life.


The birds are chirping, Spring is here,
My soul is singing,  Sufiya is near!

————–

પ્રતિકૂળ

પ્રતિકૂળ

અંગત ઉરનાં ઉપવનમાં કો શુષ્ક ગોખરૂ આવે
ફૂલ ગુચ્છમાં શૂલ કંટક થઈ  સંતાપે સતાવે

અઘરાં ને અળગાને બાંધી પ્રેમ સૂતરથી રક્ષા
અતિ અવળાને આપી પ્રભુજી લેતા જબરી પરીક્ષા

આજ લગી દિલ એકએકને સરળ સ્વભાવે ચાહે
ગણિત ગૂંચને  મુકે વિધાત્રી ખાસ આપણી રાહે

અપમાનોના તીર સ્વમાનની આરપાર સોંસરવા
નર્યા નીતરતાં આંસુ ઝરતાં  સ્નેહ ઝરણ ઓસરતા

પાત્ર પાત્રનો  પરિચય  સાચો કરાવતાં નિર્માતા
અનુભવ આરે ઉત્તીર્ણ  થઈને પામી સાંત્વન શાતા

રીસ અબોલા દિવાલ તડથી મંદ સમીર વિહરતા
હળવે હળવે  ફૂલ સુવાસે,  તીર તીક્ષ્ણતા ભૂલતાં

—————-

સંબંધોમાં સૌની સાથે મીઠો મેળ હોય એમાં કોઈ પ્રતિકૂળ અંગત પાઠ ભણાવવા આવી ચડે.
કવિને આશા છે કે સમય સાથે રૂક્ષવ્યક્તિ એની કટુતા, તીક્ષ્ણતા ભૂલશે.

મનઝુલો / Mood Swing

મનઝુલો

મન ઝુલો ઝૂલે
ભાવોના  ઠેસ હલેસે
પળનાં પલકારે ડોલે
જતન પતન જોળ રે
મન ઝુલો ઝૂલે…

સ્તુતિ સુમન ફાલે  મ્હાલે
ઊડ ઊડ પતંગા પાંખે
પાંપણના શૂષ્ક પ્રહારે
નીચે ઝૂલણ ઝોલે રે
મન ઝુલો ઝૂલે…

વાવડના વેગ હલેસે
ગમતાનાં ઘાટ ઘડાવે
વ્હાલપનો વીંઝણો  ઝૂરે
અહંમ દોર  ખેંચે રે
મન ઝુલો ઝૂલે…

વળવળતી વટની વાતે
ઉગતી  આથમતી તાંતે
અણગમતી એક ટકોરે
કિચૂડ કિચૂડ બોલે રે
મન ઝુલો ઝૂલે…

ટેકો લઈ સ્થીર ચરણથી
ચિત્તવિત્ત એક તારે બાંધી
આવાગમ હાલ હીંડોળે
મન મગન ઝૂલે રે
મન મગન ઝૂલે…

———-

Mood Swing

The cradle of ego  sways up and down
The  I  of  MY  is  fragile  and  fried

Any one moment with the push of a comment
It swings to the sky or dribbles to whine

The bouquet of  life is colored and confused
With the flowers of  praise and critical appraise

The window of the eye is guarded by the mind
The adamant ego  controls command

Angry agitations lie in the lap of opposition
All my relations are mainly my perception

Temper tidy ego and hold on to your heart
So the peace in the cradle can sleep like a child

———–

Sufiya and momSangita

_
Sufiya Anjali
2011                   Sangita in center foto-1976

The chania choli stitched and sent in 1976 by Ilamami.

 

 
 

  Sufiya Anjali

    Let me introduce you to our sweet little Sufiya,
Who has just arrived from the house of Ishwar-Allah.

The reason she has been sleeping all day and night?
Maybe she is dreaming of the story of the knight.

What she is observing, no way we can know;
Why sometimes she frowns, to us it is unknown.

She stares at her mother, who sweetly smiles at her jest.
She gently clings to her, oblivious to the rest.

Her big brother over there sits smugly in Papa’s lap.
A storm may arise when she would climb his lap!

Whenever she likes, she sleeps, drinks or cries.
Whatever she chooses, it pleases our hearts.
———

Sangita-Mridul’s daughter, Kethan’s sister and our granddaughter.3/16/09

सुफीया अंजली

लो आज मीलावुं तुमको  मेरी नन्ही पोती सुफीयासे
अभी अभी वो आई  है  खुद  ईश्वर-अल्लाके घरसे—

ईसिलीये  वो सोती रहेती,  सारे दिन और रातोमे
शायद  सूनती रहेती हैं,  खोई  परीयोंकी  बातोमे—

क्या देखे  वो क्या सोचे है, कैसे हम  क्युं कर जाने
सपने देखे वो हंसती हो, क्या अपने क्या अनजाने—

टकटकती  वो  देखे मांको, मधुर मधुर जो मुस्काये
नरम नरम हाथोसे पकडे, सब ऊलजन मां सुलजाये—

भैया   शानसे   चढकर   बैठा  है  पापाकी  गोदीमे
देखो क्या  तुफान  उठे, जब  ये  भी  बैठे  गोदीमे—

जब  जी  चाहे  सोये  जागे, दुध  पीये या  तो  रोये
जो मन चाहे  खेल रचाये, सबके  दिलको  बहेलाये—
———-

 

Smile Again…Saryu Parikh હસી ફરી

Smile Again

I saw her in the early evening light, waiting at the corner store. Her head was covered with the head band, or hijab.  I pulled up in my car, and we greeted each other as she opened the passenger door and got in. She seemed nervous as I was driving her to the Literacy Council’s location. Even though she had an engineering degree from her country, she spoke in broken English. Selma thanked me with a guarded smile for picking her up.

For the past one year her life had been in turmoil. I could see the sadness on her pretty face. I started teaching her English, and at the same time she gained confidence and trust. As a domestic violence victims’ advocate, I knew about her plight but she wanted to tell her story in her own words:

“My wonderful Teacher! The mountains of Syria seem so far away. The little girl who was called princess by her parents – sounds like it was in another lifetime. I was in high school when Shabir started paying special attention to me. Shabir was my first cousin but due to a family feud we kept away from each other. Our attraction blossomed in college. He became a dentist and I became an Engineer. When we announced our intention of getting married, our fathers gave in and both brothers’ families resumed their relations. Everything was like a dream.

After Shabir possessed me, his next obsession was to go to America. My opinion did not matter. He got his H1 visa and we came to Texas. My life was limited in the tiny apartment. I looked and felt out of place. Due to my visa status I could not get a job. Shabir, without a state license in dentistry, was working with very low pay. He used to come home frustrated and would find any reason to beat me.

In time, someone gave him the idea that if he married a U.S. citizen, his life would be so much easier. Then that obsession took over his thinking. I started wondering when he stayed out longer hours. Whenever I asked any question he raised his hand and told me to shut up. Then he started mumbling about divorce and shipping me back home. That would deeply hurt my family’s reputation in our community. Here I had casually met one or two families where Muslim traditions were followed religiously. I would not dare to share my domestic troubles with them. I was taught that a good woman always obeys her husband and serves him pleasantly.  Shabir would not tolerate any objections from me.

That day he was determined to get hold of my passport. He yelled and slapped me and ordered to hand over the passport. He threatened me with a knife. I ran into the bedroom, shut the door and dialed 911. Briefly I explained what was going on and left the phone on. He was quiet for a while so I opened the door and ran outside of my apartment. He came after me and started to drag me along the side-walk and up the steps. He heard the police car and let go of me. He approached the police as if nothing was going on but they could see the fear in my eyes and bruises on my body. They asked him to go and sit in the police car. While he was passing by me, he told me in my language, “I will find you and kill you.”

I was taken to the police station. After all this, I was afraid for my life and would not dare go back to our apartment. I was given a few pamphlets of different organizations and shelters. My English was very weak and I was so nervous that my speech was not understandable. One voice, speaking in Arabic, replied the next day. That lady was a volunteer, willing to help me. My day began with talking to the strangers and sharing my very personal life. Although, I was in an unknown place and among unknown people, I felt safe. Their confidence helped me to feel that I had some right to be happy too.

I went to many different offices and met many people. I was pleasantly surprised to see total strangers actually believing in me, ready to help me! I never wanted to face Shabir. I was afraid of him and at the same time I despised him. I was only 31 years old and he had destroyed my life. The court forced him to pay me a small amount monthly, and divorce proceedings were slow to progress due to many complicated issues. The future seemed dubious. Fortunately, my advocate found a middle eastern family who needed a housekeeper.”

Selma’s host family lived in my neighborhood but she preferred that I pick her up and drop her off at the corner drug store. She got a special visa available for domestic violence victims, so she could stay here and work.  She did not want anyone finding out where she was staying. She kept in touch with her family and a few of us by cell phone. She maintained good relations with her host family and lived with them for more than one year until she moved into her own apartment.

I always felt that if she kept her traditional look wearing a hijab, it might be difficult to find a job. I also believe that it is a good idea to assimilate with the society in which you live, but without compromising our principles. Covering one’s head had its purpose under certain circumstances. I brought up that point but she was determined to keep her traditional look. She always had to adjust her activities with her prayer times. She felt at peace praying five times a day, and it showed in her behavior.

After her divorce finalized, Selma started receiving marriage proposals. She shared the information with me, and I helped her to prepare before each “date.” One businessman from her country was very nice to her. He was divorced with three children. She met with his family during Ramadan and felt comfortable. She told him that she needs several months to decide and definitely not before her family’s approval. They put aside the marriage plans and worked out a deal that she would work in one of his stores as a salesperson. Our organization helped her to rent and furnish one apartment near the shopping mall where she worked. It was a children’s clothing store.

After several months I received a letter which said: “My wonderful teacher! You will be glad to know that my life is getting better. I will be getting married soon. My new husband went to my home town and got blessings from my family. I have survived!”

My mind vividly remembered one evening with Selma after a long English session.  We had a good heart-to-heart talk as we walked out from the classroom. The wild flowers and tall pleasant yellow sunflowers were looking at us. I admired that sight. Selma started up the hill and through the weeds to collect those lovely sunflowers. She brought down a bunch and ceremoniously presented them to me. That beautiful evening and her gentle smile left a special picture in my heart.

I wrote her back. “Those sunflowers are now growing in my garden and every time I look at them, they remind me of you. Now you know, growing untended in the wild, the pretty sunflowers can survive and thrive, and so have you. I wish you courage, wisdom, and joy in your life.”
Love,
your teacher, Saryu.

Smile Again
My wonderful teacher, I send you this letter
To let you know that my life is much better.
As you know, I grew up in Syria
School and college were sheltered euphoria.
He was cute and pursued me for long;
I married him for love, thought together we belonged
I was overjoyed to come, guided by his ruling hand
I was happy in the hijab, timorous in this foreign land

Soon, my love was quite aloof; he had seen the dollar spoof
I was hurt and all alone, didn’t know what was going on!
He often slapped me here and there; I thought,“ he is just upset!”
I didn’t have anyone to tell, I kept the secrets very well.
He humiliated me more, asked for papers and passport,
I said, “ No, no, you must leave.” He said, “ need you to deport.”
He waved the shiny knife, yelled and dragged me to the street.
I cried and begged him just to stop, couldn’t see a way to retreat.

The police took me to a bend, where I could barely comprehend.
They told me to call some shelter, a safe place;
“I want to see my mama’s gentle face.”

Lucky for me that you were there.
You kindly took me in your care.
You tended my broken, beaten life,
You stroked my tender, weeping heart.

You taught me how to get my rights
Find the freedom from the fights
I look forward to future sights
Out of the dark and into the lights.

I thank you, O’ my teacher, as well as several other kind helping hands.
Your Happy Survivor 
—————————- ——————-
True story/Written by Saryu Parikh, June 2009

૧૨. હસી ફરી…સરયૂ પરીખ

સંધ્યાના આછા અજવાળામાં મેં તેને દુકાનના નાના મકાન પાસે ઊભેલી જોઈ. એનો માસુમ ચહેરો સફેદ હિજાબમાં લગભગ  ઢંકાયેલો હતો. મેં કાર રોકી.

વધુ

A White Dress With Red Flowers

A white dress with red flowers

A White Dress with Red Flowers                       Saryu Parikh

In my beloved city Bhavnagar, on my parents’ teaching salaries, we lived comfortably, even if it was month-to-month living. As a middle-class family, we had our own bungalow with a good-sized garden and more than ten mango trees. I was in charge of taking care of the rose bushes. I had a few dresses, which I used to fold carefully and arrange on one shelf in a cabinet. We had not experienced much luxury in our lives, so what you did not have, you did not miss having.

When I was a child, I had gotten sick with Typhoid fever and after that, for some unknown reason, I had become a chubby little teenager. My cousins used to tease me, saying, “Double Typhoid, if you worry, you will lose weight.” And I used to ask, “Tell me how to worry.”

My father did most of the shopping for our household, but for my clothes I always went with my mom. I used to wait for the Saturdays when my mother had half day of school. On shopping day, I would be ready early and with all the silent body language I could muster I would encourage my mom to hurry. Right after lunch I would have her pillow and blanket ready for a short afternoon nap. It would work okay except …. the fear of arrival of some unexpected guests and any delay because of them was very traumatic for me. In nineteen sixties we did not have telephones, so guests drop by any time and no one would dare to turn them away saying…”we have to go.” I would rush to offer them tea and quickly prepare it and serve the guests. After that, I would stand near
the door to express my urgency without being rude.

That special Saturday we went to our newly-found favorite fabric store. The men started showing us various fabrics for my dresses. That special attention to this thirteen-year-old girl was sweet like honey. One man brought out a roll of fabric from the far corner. As soon as he unrolled this soft, white georgette with tiny red flowers, I was sold. The measuring tape came to the end, showing some damaged material.

My mom said, “We cannot buy this fabric.” My eyes were glued to the fabric.
The tears shined in my eyes. My mom gave in let me have the fabric. The dress was made from that smooth material and I was allowed to wear it only on special occasions. I was quite pleased just folding and unfolding that white dress with red flowers

One day I was feeling sick, so I went to my uncle’s small medical clinic. He did not clearly explain to me that pneumonia is a serious thing to have. We walked back home and my mom went to work. I was in pain that whole afternoon. When my mom came home from school and saw my face, she felt very guilty for going to work. I barely remember the next four days as my mom was hovering around my bed and my father
had a worried look on his face. In the middle of the night they were rubbing medicine on my side so I could breathe. My brother was going in and out of my room trying to find ways to cheer me up. The added nervousness was due to the reason… after two days of fever, we had lost my five-year-old sister three years ago. That heart-wrenching experience was yet very loud around us.
On the fifth day I was a little better. I was to get a sponge bath. I was lazily looking around, and I ended up staring at the white dress with red flowers in the cabinet. My mother followed my stare and smiled. Right after my sponge bath, she brought
out that dress and helped me to wear it. As my brother walked in, he saw the grin on my face and started to tease me, and I giggled for the first time in days.

As my awareness returned, the first thing I remember was that my hand and fingers seemed thinner. Just then I realized that I had lost significant weight. Wow! My dream came true.

During more than two weeks of recovery many friends came to visit me. I had a very loyal friend name Hansa. She had so much affection for me that I used to take her for granted and for any small thing I used to pick a fight and stop talking to her.
My mother used to tell me, “Saryu! If you do not value the love coming your way, you will stop receiving it.” With three other friends she came to see me. I responded with a gracious welcome, and after that I learned to appreciate her generous interactions with me.

I was feeling good enough to go out and check on my roses. A beautiful pink rose was smiling at me. I plucked it to take inside the house. I saw my mother sitting at her desk working on her poem. I presented that rose to her. Her smile expressed her relief knowing that I was healthy again. After a few hours I never saw that rose and forgot all about it. I resumed my activities as a slimmer, prettier teenager.

The white dress with red flowers always remained my favorite even after I had outgrown it.

Years went by. After marriage, we settled in America. I went back several times to India but did not go to my home-town Bhavnagar for many years. In 1993, Mom passed away in Vadodara. Afterward, I went back to our old house, the home I had left twenty-four years before, leaving a void in the lives of my loved ones. I was feeling raw emotions in the deepest corner of my heart. When I opened my mother’s cupboard, I saw my white dress with the red, tiny flowers and her book next to it. I gently opened my mom’s poetry book and out came the pink rose carefully arranged between the pages. I was overwhelmed with emotions as if the little girl was looking out from the secret window of my heart!

I looked with my tear-filled eyes as somebody entered the room.
Our maid-helper of many years had come with her granddaughter. She told me that she had seen my mother touch this dress tenderly with a gentle smile on her face when she used to miss me most. I held that dress close to me for a few minutes and handed it to the little girl. A joyous smile brightened her face and she left with her grandmother, giggling.

I took the book with the pink rose and sat there, enveloped in the arms of the warm memories.  
Essence of Eve
Dew of dawn on the whisper of verse,
Riding from moment to moment,
Merge and melt in the essence of eve.

Awake to rejoice at the light of the sun,
And the wonderful verve of life and love.

Awareness makes me forget the past,
And kindles fiercely the hope in my heart.

The peaceful rhymes of poetic life,
The imperial glory and boundless flight!

I write my lines in the simmering sand,
The ocean of emotions exalting the land.
——–
Saryu Parikh

લાલ ફૂલો વાળો સફેદ ડ્રેસ

મારા પ્યારા ભાવનગરમાં, મારા માતા-પિતાની શિક્ષકની નોકરીની આવકમાં, અમારા નાના કુટુંબની જરુરિયાતો સંચવાઈ જતી. એક મધ્યમ વર્ગના સભ્યો તરીકે, અમારૂ પોતાનુ ઘર હતુ, બગીચામાં દસેક આંબા હતાં.  જોકે કેવળ ગુલાબના છોડની સંભાળ રાખવાની મારી જવાબદારી હતી. મારી પાસે આંગળીને ટેરવે ગણી શકુ એટલા કપડાં હતાં. કબાટમાં, કાચના બારણા પાછળ, સંકેલીને એક ખાનામાં ગોઠવાઈને મારા કપડા મુકાયેલા રહેતાં. અમને જીવનમાં જીવન જરૂરિયાત કરતા વધારે એશો આરામનો અનુભવ નહોતો તેથી અદ્યતન સગવડતાઓની કમી છે, એવી સમજ નહોતી પડતી.

મને આંઠ-નવ વર્ષની ઉંમરે ટાઇફૉઇડ થયો અને ત્યાર પછી કોઈ અજાણ કારણથી હું જાડી થઈ ગઈ હતી. મને ચિડવવા ‘ડબલ ટાઈફોડ’ નામ પણ આપેલુ.
પાછા ઉપરથી સલાહ આપનાર કહેતા, “તું ચિંતા કરે તો પાતળી થઈ જાય.”
તો હું ભોળા ભાવે પૂછતી, “મને કહો, ચિંતા કેમ થાય?” 

ઘરની લગભગ બધી ખરીદી મારા બાપુજી કરતા, પણ મારા કપડા ખરીદવા મારે બાની સાથે જવાનુ થતું. શનિવારે બાને સવારની અરધા દિવસની શાળા ચાલુ હોય તેથી બપોરે જવાનુ શક્ય બનતુ. ખરીદી કરવા જવાના દિવસે મારા ઉત્સાહને કાબુમાં રાખવાનુ અઘરું કામ હતુ. બપોરનુ જમવાનુ પુરૂ થતાં બા જલ્દી આરામ કરી લે તે વાસ્તે શેત્રંજી અને ઓશીકું ગોઠવીને તૈયાર કરીને મુકી દેતી. પછી ચા પણ બનાવી આપુ. પણ સૌથી મોટો ભય અતિથિ આવીને ઉભા રહેશે એનો રહેતો. અને એવું બને ત્યારે મારા મનનાં અણગમાનો ભાવ વાંચી ન લે તેથી હું રસોડામાં જઈ ચા બનાવવા લાગી જતી. પછી જલ્દી ચા પતી જાય એ પ્રાર્થના કરતી ઘરના બારણા પાસે ઉભી રહેતી. આ નાની લાગતી વાતોનુ એ સમયે કેટલું મોટું સ્વરૂપ હતું!

એ શનિવારે અમે નવી ખુલેલી કાપડની દુકાને ગયેલા. ડ્રેસ બનાવવા માટે કપડું પસંદ કરવાનુ હતું. “બહેનને પેલા ઉપરના તાકામાંથી બતાવો.” માણસે એકાદ બે ખોલ્યા પણ મારી નજર એક નાજુક લાલ ફૂલોવાળા સફેદ મુલાયમ જ્યોર્જેટ તરફ આકર્ષાઈ. એ ખોલતા મારો ચહેરો ખીલી ઉઠ્યો. મેં બાને કહ્યું, “આ તો લેવું જ છે.” ત્રણ વાર કાપવા માટે માપતા છેલ્લે જરા કાણા દેખાયા. બાને લાગ્યુ કે સારૂ કાપડ નથી. અગ્યાર વર્ષની હું, આંખમાં આંસુ છુપાવવા એક બાજુ જઈ ઉભી રહી. બાએ મારી લાગણી ન દુભાય તેથી સંમતિ આપી કાપડ લઈ આપ્યુ. ખૂબ હોંશથી ડ્રેસ તૈયાર થઈ ગયો અને ‘સાંચવીને ખાસ પ્રસંગે પહેરવાનો’ એવી સલાહ સાથે મારા કબાટના ખાનામાં ગોઠવાયો. એ લાલ ફૂલવાળા સફેદ ડ્રેસને ખોલવો, ને ફરી સંકેલવો, મુલાયમ કાપડ પર નાજુક હાથ ફેરવવો, એ ગમતી પ્રવૃત્તિઓ હતી.

એક દિવસ મારી તબિયત ખરાબ લાગતાં મારા ડોક્ટરમામાને દવાખાને બા લઈ ગયા. એ સમયે બહુ કોમળતા બતાવવાની રીત નહોતી. દવા લઈ ચાલતા ઘરે આવી સુઈ ગઈ. બા નોકરી પર ગયા. આખી બપોર શ્વાસ લેતા ખુબ દર્દ થયું ત્યારે ન્યુમોનિયા એક ગંભીર બીમારી છે એ બધાના ધ્યાનમાં આવ્યુ. પછીના પાંચેક દિવસ કેમ ગયા એની મને સભાનતા નહોતી. જ્યારે આંખ ખોલી જોતી તો મા-બાપુજીના ચિંતિત ચહેરા અને ભાઈ રૂમની અંદર બહાર આવ-જા કરતો દેખાતો. બાને વધારે ચિંતાનુ કારણ એ પણ હતું કે થોડા મહિનાઓ પહેલા જ, બે દિવસના તાવમાં, મારી પાંચ વર્ષની બહેન અમે ગુમાવી હતી. એ આઘાત ઘેરો ઘૂંટાતો હતો.

પાંચમે દિવસે મારી તબિયત જરા સારી લાગતા મને તાજગી લાગે માટે સ્પંન્જ બાથની તૈયારી કરી રહ્યા હતા. મારી નજર કબાટમાં ગોઠવાયેલા રાતા ફૂલોવાળા ડ્રેસ પર અટકી રહી હતી. મારા બા પણ મારી નજરને અનુસરી એક સ્મિત સાથે એ ડ્રેસ જોઈ રહ્યા. પછી મને એ ડ્રેસ પહેરાવ્યો. તાજગી ભરી હું મારા ગમતા ડ્રેસમાં ખુશ હતી અને મારો ભાઈ આવીને મજાક કરતાં, દિવસો પછી, હું ખડખડાટ હસી પડી.

મને સ્વસ્થતા આવતા મારી નજર મારા હાથ પર પડતા ખ્યાલ આવ્યો કે મારો અંગુઠો પાતળો દેખાતો હતો. મને ધ્યાનમાં આવ્યુ કે મારૂ વજન ઘણું ઉતરી ગયું હતું. વાહ! મારૂ સપનુ સાકાર થયું.

મારા આરામ કરવાના દિવસો દરમ્યાન ઘણાં મિત્રો આવતા રહેતા. એમાં એક દિવસ મારી બેનપણી હંસા પણ સંકોચ સાથે આવી. હંસાને મારા માટે બહુ લાગણી હતી પણ, હું એની કિંમત નહોતી કરતી અને નજીવા બહાના નીચે થોડા સમયથી બોલતી નહોતી. મારા બા કહેતા કે સ્નેહની કદર ન કરીએ તો સ્નેહ મળતો બંધ થઈ જાય. મારા અબોલા છતાં ય હંસા મારી ખબર કાઢવા આવી તેથી મારૂ દિલ આભારવશ થઈ ગયું. એ માંદગીના સમયે મને એવી ઘણીં અણજાણ અંતર્હિત લાગણીઓની કદર સમજાઈ.

એ દિવસે મારી તબિયત સારી હોવાથી મેં મારા ગુલાબના છોડને મળવાનુ વિચાર્યુ. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે એક મજાનુ લાલ ગુલાબ હસી રહ્યુ હતુ. બધાને બતાવવા એને જતનથી ઘરમાં લઈ આવી. પણ સામે જ બા બેઠક પર બેસીને એમની કવિતાની નોટમાં લખી રહ્યા હતા. “બા! લો આ તમારા માટે ભેટ.” બાના મુખ પર એ ગુલાબ જેવું જ હાસ્ય ફરક્યું. બીજા દિવસ પછી ગુલાબ દેખાયું નહીં તેથી એ વિષે હું ભુલી ગઈ. પછી આ ઉત્સાહભરી સુકુમારી અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગઈ. વર્ષો સાથે લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ, નાનો પડી ગયો હતો તો પણ, હંમેશા સૌથી વધારે મનગમતો બની રહ્યો.

લગ્ન પછી પરદેશ વાસને લીધે, બા અને જન્મભૂમિની મુલાકાતો વચ્ચે કાળક્રમે અવકાશ વધતો રહ્યો.  ૧૯૯૩માં, બાને છેલ્લી વિદાય આપવા વડોદરામાં ભાઈને ઘેર ભેગા થયેલા. ત્યાર બાદ ભારે હૈયે ભાવનગરના ઘરમાં પ્રવેશ કરતાં ઋજુ લાગણીઓ સ્પર્શી ગઈ. બાના કબાટને ખોલી એમની ગમતી ચીજો સાથે મનથી વાતો કરી રહી હતી. એમાં કપડાં પર પડેલી એમની કવિતાની નોટબુકને મેં સહજ ઉત્સુકતાથી ઉઠાવી અને મૃદુ આંગળીઓથી ખોલી. એમાં જતનપૂર્વક ગોઠવેલું લાલ ગુલાબ! હવે મને ખ્યાલ આવ્યો કે મેં આપ્યુ હતુ એના બીજા દિવસ પછી એ ક્યાં સંતાયેલુ હતું! એ જ પુસ્તકની નીચે મારો લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ! એના પર હાથ ફેરવી એની મુલાયમતા અનુભવી રહી હતી.
અચરજ એ થાય છે કે કાળની નદી વહે જાય છે પણ એ કિશોરી તો અહીં જ ઊભી છે!
એવામાં, વર્ષો સુધી બાનુ કામ કરનાર, સંતોકબહેન એમની પૌત્રી મેના સાથે રૂમમાં દાખલ થયા. ડ્રેસને જોઈને એ બોલ્યા કે, “બાને જ્યારે તમારી બહુ યાદ આવતી ત્યારે આ ડ્રેસને હાથમાં લેતા જોયેલા.”

મેં રેશમી યાદોના પુંજને હાથમાં લઈ દિલની નજીક થોડી ક્ષણો પકડી રાખ્યો અને પછી મેનાને પ્રેમથી આપી દીધો. મેના એની દાદી સાથે ચહેકતી બહાર દોડી ગઈ.

હું બાના લાલ ગુલાબવાળા પુસ્તકને લઈ બચપણની યાદમાં લપેટાઈને બેઠી.

                                        ——————————-

 

PADMSHRI award for my brother

Namaste,
My brother Munibhai, Dr.Mahesh Haribhai Mehta, is honored with  one of India’s most prestigious national award, PADMSHRI.
We are proud of him, as always.
Love,
Saryu-Dilip

PADMSHRI award for my brother

પદ્મશ્રી
હરિ જાન્હવીનું કમલ બીજ
હુંફ ભાણજી નાના નીરજ

ઋજુ સ્નેહ સરયૂ  સાથમાં
રહ્યું સુખ ઈલા સહવાસમાં

સત્ કર્મ  પ્રખર પ્રભાસમાં
આ પદ્મશ્રી મુનિ હાથમાં.

—-લે.સરયૂ
માતા-ભાગીરથી-જાન્હવી(penname)
પિતા- હરિભાઇ
માતામહ- વૈદ્ય ભાણજી દવે
બહેન-  સરયૂ
પત્ની-  ઈલા
મહેશ- મુનિ

chairman@glsbiotech.com
Dr.M.H.Mehta,      He is known as Munibhai.
Chairman-GLS-Biotech, Vadodara, Gujarat .

My brother and me were born and raised in Bhavnagar, Gujarat. He was born in 1942.
He had won almost all possible awards as an aurator in High school, plus music awards. He plays Kashtatarang and writes poetry since young age.
After getting distinction in the first year of Science college, he was the first one from Bhavnagara to go to IIT Mumbai. He did Ph.D. in chemical Engineering at the IIT Mumbai. Daughter Purvi-Amit Bhatt, Son Arjun-Shubhra Mehta, granddaughters Nirja Bhatt and Aria Mehta.

My brother, a gentle soul, ever so curious observer and a poet.
I always observed that he used his God given talent at the highest peak.

 
2012;  Lifetime Achievement Award

1)      At the Leadership Summit’s-2012,  New Delhi by Agriculture Today and Dr. MH Mehta (former Vice Chancellor of Gujarat Agricultural University and currently the Chairman of The Science Ashram and Gujarat Life Sciences (P) Ltd.) was presented Lifetime Achievement Award by the  Minister of State for Agriculture, Govt. of India

2)      The  lifetime achievement in agriculture for contribution in research, industry and education instituted since  2006.  The earlier recipients of this Leadership Award were Dr. MS Swaminathan, Dr. Kidwai, Dr. Kurien, Mr. Balram Jakhad, etc.  Dr. Mehta also gave oration on ‘The Coming Eco Agriculture Revolution ‘

Meant to be..

It Was Meant To Be/  મારી રાહ જુએ… My experience

 

It Was Meant To Be…..
It was February 5, 2005. I was attending my seventh annual “Appreciation Lunch” for volunteers, organized by the Literacy Council of Fort Bend in Texas. We had a guest speaker, Mr. Michael Biasini. He was relating his life story, “Overcoming Obstacles,” which could be found in Chicken Soup for the Soul – 6th Edition. At the end of his emotional presentation, he announced, “I want to give this book to the person whose birthday is closest to today.” My birthday happened to be on the 6th, and in my birth-place India, it was already the 6th. So Mr. Biasini presented to me an autographed copy of Chicken Soup for the Soul. I read a few stories and put it away on the bookshelf.

In the next few months, I thought several times about stopping by my neighborhood nursing home. My natural helping aptitude was urging me to do some volunteer work with the elderly residents. Finally, one day in April I went in and inquired. The receptionist was busy doing several things and made me wait for a while. When I expressed an interest in reading to the seniors, she seemed a bit uncertain, but she gave me a contact name and number. After a few attempts over the next few days, I did get hold of that person. Very quickly she told me to “come at 2pm on Monday.”

When I arrived at the home the following Monday, I was received by a young man who led me to a room full of elderly people, most of whom were stricken with Alzheimer’s. He was setting up a movie to show the residents that they had already seen.He said most of the patients did not watch the movie the first time, and those who did forgot it quickly. I was there for about half an hour, but I could not connect with anybody. “What am I doing here?” I asked myself. I decided to leave, but on my way out I ran into the lady in charge. Somehow I heard myself telling her, “I will come back on Friday.” Friday came and I was struggling with myself as to whether I should go back or just forget the whole thing! In the early morning I decided that I would go one more time, and if someone is waiting for me I would find that person.

I entered the home and saw an elderly resident sat there enjoying, “The Price is Right” on television. I proceeded to walk to the same room that had been filled with residents on Monday so that I might find that same young man. I waited around for what seemed like a long time, observing all those patients being helped by the employees, lost in their own worlds. I thought, “That’s it, I tried. I cannot be of any use here.” Coming back to the reception area, I noticed that same elderly lady still sitting near the television with her walker in front of her. I sat next to her and introduced myself to her. She said her name was Helen. She turned out to be very alert and talkative. She knew all about current news events and seemed very smart. She said she enjoyed listening to the television since her eyesight had deteriorated. I told her I would love to come and read to her if she would like! She was totally delighted to hear that. When she found out that I am from India, she excitedly said, “Oh, I know some good Indian people. I like Indian food, especially the “ naan-bread.” She said her friend Nell would also want to join us. I promised her that I will come back to read to them twice a week. I walked out of that nursing home with a smile on my face. I realized in my heart that Helen was waiting for me to come. It was meant to be.

I started planning – what should I read to these ladies! Maybe some magazine? All of a sudden I remembered THAT book. I was sure that these ladies would like to listen to real-life stories. So our first reading session started with “Overcoming Obstacles” from the book Chicken Soup for the Soul.I decided to read to the ladies on Monday and Friday mornings for one hour. That first Friday I went looking for Ms. Helen in her room. She was rushing to meet me. She said she was a little late but next time she would be ready and waiting in the front dining room. From then on she kept her word. Most of the time she would be accompanied by her friend, Ms. Nell. She was a delicate, quiet lady. She loved to read books. She had a little difficulty with her hearing, but she was happy that I was going to read to them. She was eighty-nine years young, one year older than Ms. Helen and forty years senior to me. They both made me feel young, saying, “Oh, you have many years ahead of you.” Ms. Nell was raised on a farm and had worked very hard all her life. Even now in the nursing home she had signed up to help other residents. Ms, Helen would say about her, “Isn’t she a pretty thing! She used to be a model in her younger days.” Upon my inquiries she told me that she used to model clothes for some stores. She was delighted to talk about her lovely daughter, grandchildren and her newborn great-grandchild.

Ms. Helen had worked in a bank. She had lived all her life in upstate New York and recently moved to Houston to be near her children. She would say, “Wherever you live, you have to like it. I like it here.” She was sharp. Whenever I stumbled upon any word, she would promptly give me the meaning of it. She always carried a Bingo game board with her, and as soon they sat at the table, the game would start. Lately she had had a hard time differentiating the dots, so Ms. Nell would help. When I used to bring the naan – the Indian bread – very lovingly she would thank me and share it with whoever was bold enough to try it. Ms. Helen and Ms. Nell valued their friendship dearly.

One day we talked about cremation and burial customs. I told them about our Hindu customs. Ms. Helen said, “A long time ago I had decided to be cremated and have my ashes buried next to my husband in New York State. I don’t want to trouble my mchildren with having to send my body all the way over there.” I was surprised at her clear thinking and her unorthodox attitude. She was so curious to discuss and know about other religions. I would many times read from TIME about the current events and world peace, with enthusiastic participation by the ladies.

One day, Ms. Nell seemed very nervous. She very quietly listened to a story for a while, and then said, “I won’t be here next Monday. The doctor examined my ears and told me to go to his office for some procedure to clean them. He said it will be simple, but I am afraid,” I told her, “Give me your hands.” She put her delicate hands on the table. I held them gently and looking into her eyes told her, ” You will be all right.”  With teary eyes she nodded her head.
The following Friday, when I walked into the dining room, Ms.Nell was all smiles! Excitedly, she told me, “Oh, the procedure did not hurt me and now I can hear so much better.” Our reading sessions continued twice a week.

Ms. Ever started joining us on a regular basis, but there were times she had to leave to help her younger invalid sister. Once, when I was reading a story about a cancer patient, she told us about losing a son to cancer. Accepting this God-given situation was one way for her to achieve peace of mind. Once in a while, some other residents would come and park their wheelchairs next to our table and share their life stories. Often, some of the ladies would be getting manicures by one of the employees during my readings.

One day, I was invited to join a cake party. I came upon one Alzheimer’s patient who was from my country, speaking only in my mother tongue, Gujarati. I sat there holding her hand while she continuously recited a nursery rhyme. It made me feel so humble to realize that the mightiest organ in my body is my brain, and it is so fragile. One day, these people were productive members of the society. Today, they cannot even remember their own names. One lady in another wheelchair was not able to wipe her own mouth, and she was grumbling, “I have to find an apartment – will you help me?”

It was the month of July, and Ms. Helen was looking forward to a trip to attend her granddaughter’s wedding. She returned, very happy from that family reunion. As I listened to her stories, I could see that a positive attitude prevailed in her everyday life. She said, “Everything was so nice, I enjoyed myself.” I never heard any complaints from her. One day, I told her, “I am not close to my daughter-in-law.” Helen asked, “Is your son is happy with her?” I said, “Yes.” 
She said, “Then what’s the problem?” Wow! I was stunned for a while. That was a life time lesson for me. “Then what’s the problem!” 

Months passed by. I also started to read other novels to the residents. But I think that I had received the gift of Chicken Soup for the Soul for the purpose of reading it to these ladies. And I feel their love when very affectionately they ask me, “Now which story are you going to read to us today?”

Saryu Parikh
Note: July 2008. I continued to visit Ms.Nell since Dear Ms.Helen had passed away to cheer another world a few months ago.

————————–

મારી રાહ જુએ…

હ્યુસ્ટનમાં, લીટરસી કાઉન્સીલ તરફથી, બધા સેવા આપનાર માટે  સન્માન કાર્યક્રમ હતો. હું સાત વર્ષથી અંગ્રેજી શીખવવાની સેવા આપતી હતી. છેલ્લા પાંચ વર્ષથી એક મુંગીબહેરી મલેશીયાથી આવેલી કિશોરીને ઈંગ્લીશ શીખવતી હતી. મને “Chicken Soup for the Soul” સત્ય કથાઓનુ પુસ્તક ભેટ મળ્યુ. પહેલી વખત આ પુસ્તકનો પરિચય થયો. ‘સમય મળશે ત્યારે વાંચીશ’ એમ વિચારી એક બાજુ મુકી દીધું.

અમારા ઘરથી નજીકમાં એક ઘરડા ઘર હતુ. હું જ્યારે પણ ત્યાંથી પસાર થતી ત્યારે મને મનમાં વિચાર આવે કે મારે કાંઈક સેવા આપવી જોઈએ. એક દિવસ અંદર જવાના વિચારને અમલમાં મુક્યો. ફોન પર વાતોમાં અટવાયેલ બહેને મને પ્રોગ્રામ ડીરેક્ટર ‘કેથી’ પાસે મોકલી.
મેં એમને કહ્યું, “મદદરૂપ થવા સમય આપીશ, પણ શું કરી શકુ એ ખબર નથી! કદાચ પુસ્તક વાંચુ કે એવુ કાંઈક.” એ મને યાદદાસ્ત ખોયેલા વૃધ્ધોના રૂમમાં લઈ ગયા. મુવી ચાલતી હતી. મને કહેવામાં આવ્યુ કે એક જ  મુવી ચાલે રાખે તો પણ એ જોતા રહે છે. એક વખતના હોશિયાર, ચપળ વ્યક્તિઓની દયનિય દશા!
એક માજી જે પોતાનુ મોં પણ નહોતા લુછી શકતા, એ મારો હાથ પકડી કહે, ‘મારે એપાર્ટમેન્ટ્માં રહેવુ છે. મને શોધી આપને.’ હું પંદર મીનીટ પ્રયત્ન કરતી ફરી પણ મને લાગણીની દોર ન બંધાઈ.

મને કેથીએ પુછ્યું કે ફરી ક્યારે આવીશ? તો અનાયાસ, ‘સોમવારે આવીશ’ એમ કહેવાઈ ગયું.
મને વિચારો સતાવે, ‘હું ત્યાં જઈને શું કરીશ!’ એ પરિસ્થિતિમાં ઘરડાં લોકોને જોવા એ પણ એક કસોટી છે.
અંતે એક ભાવ સ્ફુર્યો. ‘હું ફરી એક વખત જઈશ અને જો કોઈ મારી રાહ જોતુ હશે તો મને મળશે.’
સોમવારે હું ઘરડાં ઘરમાં દાખલ થઈ ત્યારે એક વૃધ્ધા વ્હીલ ચેરમાં બેઠાં હતા. ટીવી પર સમાચાર ચાલુ હતાં. મને એ જ મોટા રૂમમાં લઈ ગયા. મે થોડી મદદ કરવા પ્રયત્ન કર્યો પણ મારી ત્યાં હાજરી નકામી લાગી.
મે મનમાં ગાંઠ વાળી, ‘બસ, પ્રયત્ન કરી છૂટી.’

પાછી આગલા ખંડમાં આવી તો એ વૃધ્ધાની ખુરશી બીજી તરફ હતી અને ટીવી પ્રોગ્રામ રસથી સાંભળતા હતા.
મે એમની નજીકના સોફા પર બેસી વાતચીત ચાલુ કરી, ” મારુ નામ સરયૂ, આપનુ નામ?”
મજાનુ હસીને કહે, “હેલન.” મે જરા શો વિષે વાતો કરી અને તેઓ કેમ જોવાને બદલે સાંભળે છે એમ પુછતા એમણે કહ્યુ કે એમને લગભગ અંધાપો આવી ગયો છે. જ્યારે મારી પાસેથી જાણ્યુ કે હું ભારતિય છું તો ઉત્સાહથી બોલ્યા, “અરે વાહ! હું થોડા ભારતિયને ઓળખું છું. અમે મારી દીકરીના પડોશીને ત્યાં જમવા ગયેલા. મને ખાસ કરીને નાન બહુ ભાવેલી.” મે પુછ્યુ, ” હું અઠવાડીયામાં એકાદ બે દિવસ આવી કાંઈક વાંચન કરૂ તો ગમશે?” એ સાંભળતા એમનો ચહેરો ખીલી ઉઠ્યો, “મારાથી હવે વંચાતુ નથી તેથી એ શોખને વિસારે મુક્યો. જો તમે આવીને વાંચશો તો ખુબ ગમશે. મારા બેનપણી, નેલ પણ આવશે.”

બીજે દિવસે સવારનો સમય નક્કી કરી મે વિદાય લીધી. મનનો ભાવ પુલકિત થઈ કહેતો હતો, ‘હાં, હેલન મારી રાહ જોતી હતી!’
મને મુંઝવણ થઈ કે શું વાંચુ જેથી લગભગ નેવુ વર્ષના બહેનોને રસ પડે. એ વખતે સમજાયું કે પેલુ ભેટ મળેલ પુસ્તક, મને જ કેમ મળ્યુ! મેં નક્કી કરી લીધું કે  “Chicken Soup for the Soul”માંથી સત્ય કથાઓ યોગ્ય રહેશે.
અમે જમવાના રૂમમાં મળવાનું નક્કી કરેલ પણ હેલન ત્યાં નહોતા. હું એના રૂમમાં ગઈ તો એ નર્સને જલ્દી કરવાનુ કહી રહ્યા હતાં. મને કહે કે હવે પછી મને રાહ નહીં જોવડાવે અને ત્યાર પછી લગભગ દરેક વખતે રૂમમાં મારા જતા પહેલા હાજર થઈ જતા.

હેલન ૮૮ વર્ષના, ઉત્સાહી અને હોશિયાર હતા. વાંચતા મને કોઈ શબ્દ ખબર ન હોય તો તરત અર્થ કહેતા. એમને માટે હું નાનરોટી લઈ જતી, જે શોખથી ખાય અને બીજાને પણ આગ્રહથી આપે. બધા વર્તમાન બનાવોથી વાકેફ રહેતા તેથી જુદા સામાયિકોમાંથી રસ પડે તેવું વાંચી સંભળાવું તે સમજણપૂર્વક મ્હાણે.  એક દિવસ મેં કહ્યું કે, ‘પૂત્રવધુ ખાસ નથી રાખતી.” મને પુછે, “દીકરો વહુ ખુશ છે?”  મેં કહ્યુ, “હાં.’
“ધેન વોટ્સ ધ પ્રોબ્લેમ?” વાહ! થોડી વાર તો હું ચમકી ગઈ. “તો પછી મુશ્કેલી શું છે?” જે મારા માટે સૂવાક્ય બની ગયું. 
એમના બેનપણી નેલ પણ આવ્યા જે  હેલન કરતા એક વર્ષ મોટા હતા. પાતળા, ટટ્ટાર અને નાજુક બહેનને જોતા ખ્યાલ આવે કે એક સમયે બહુ દેખાવડા હશે.
હેલેન કહેતા, “છેને મજાની? નાની હતી ત્યારે મોડેલીંગ કરતી.” બન્ને ના બેનપણા પાક્કા હતા. નેલને એક કાને જરા ઓછું સંભળાતુ હતુ. એક દિવસ ઉદાસ જોઈ મેં કારણ પુછ્યું. એ કહે, “આવતી કાલે ડોક્ટર મારા કાનની ઉંડી સફાઈ કરવાના છે એની મને બીક લાગે છે.” મેં એમના બે નાજુક હાથ પકડી, નજર પરોવી કહ્યું કે, “મને કશી તકલિફ નહીં થાય, એ વાક્ય જ યાદ રાખો.” પછી હું એમને મળી ત્યારે ખીલેલા ચહેરા સાથે હસીને કહે, “મને જરાય ન દુખ્યું અને હવે સારુ સંભળાય છે.” એમનો આત્મવિશ્વાસ ચહેરા પર ઝલકતો હતો.  

પછી તો બીજી બહેનો પણ આવીને બેસતી અને અઠવાડીયામાં બે દિવસ સવારે મે વાંચવાનુ ચાલુ કર્યુ અને પાનાઓ દિવસો, મહિનાઓ અને વર્ષોમાં ફેરવાયા. ઘણા પ્રસંગો આવ્યા જ્યારે એમની આંખોના અશ્રુઓ લુછ્યા અને એમની ખુશીમાં હસ્યા. હેલેન, એની પ્રપૌત્રીના લગ્નમાં જવાની હોંશથી તૈયારી કરતા હોય કે લંચ પીઝા માટે બહાર જવાના હોય, દરેક પ્રવૃત્તિમાં પુરા દિલથી જોડાતા. જે દિવસે વાંચવાના રૂમમાં ન આવે ત્યારે આવવાનુ અશક્ય હશે એ નક્કી. હું એમની પાસે જઈને એમને ગમતું કરું. બાજુમાં નેલનો રૂમ હતો તેથી હેલનના ગયા પછી એમને મળવાનુ ચાલુ રહ્યુ. 

હેલનના પરિચયથી મને ઘણુ શીખવા મળ્યુ. એ અહીંથી દૂરના સ્ટેઇટમાં આખુ જીવન રહેલા, પણ એની દીકરી અને દીકરાનુ કુટુંબ ટેક્સાસમાં હોવાથી થોડા વર્ષોથી અહીં રહેતા. એ કહેતા, “મને તો અહીં ગમે છે. હું નસીબદાર છું કે મારા પ્રેમાળ બાળકો મારી સંભાળ લે છે. એમને અગવડ ન પડે એની મારે પણ કાળજી રાખવી જોઈએ. હું મરી જાઉં ત્યારે મને અગ્નિદાહ આપવાનો આદેશ છે તેથી મારા ગામે લઈ જઈ દાટવાના ક્રિયાકર્મ ન કરવા પડે.”
મારા જીવનમાં અને પ્રવૃત્તિઓમાં બન્ને બહેનો ખુબ રસ લેતા. તેઓ મારા આવવાની ઉત્સાહથી રાહ જોતા અને  મને મારા સ્વજનોને મળવા જતી હોઉં એવો ભાવ થતો. હેલન જ્યારે હસતી આંખો સાથે પુછતી, “તો આજે તું શું વાંચવાની છો?” ત્યારે હું લાગણીના દોરે બંધાઈને ત્યાં બેઠી છું એની પ્રતિતી થતી.

                                                                                                                                                     ————————-

painting-meghdut

PAINTING #10                                                                                   More on Dilip’s paintings.
MEGHDOOT.2

PAINTING #10 : MEGH DOOT (CLOUD MESSENGER)

THE YAKSHA SENT HIS MESSENGER (THE CLOUD), TO YAKSHAPURI. HE SAID TO CLOUD: “THERE YOU WILL FIND ALLURING SIGHTS! ANGELIC PEASANT DAMSELS PLAYING.DEAR CLOUD! YOUR EYES WILL RECOGNIZE MY YAKSHINI, MY HEAVENLY FLOWER!”————–KALIDAS (MEGH DOOT).
સાંવરિયા ના આવીયા, પરવશ હશે વિદેશ
વિહ્વળ વ્યાકુળ સાહેલી, સૂણ મેઘદૂત સંદેશ
સરયૂ પરીખ.
comment:    Your painting is शाड़र्गिण: वर्णचौरे….Dileep Sharma
जयतु विश्वविद्यालय काशी
Dileep Kumar
Ph.D.(pursuing)
Banaras Hindu University,
Varanasi – 221 005. (U.P)

meaning of : शाड़र्गिण: वर्णचौरे – कृष्ण के धनुष का नाम शाड़र्ग है, इसलिये उसे शाड़र्गी कहते हैं। कृष्ण का वर्ण श्याम है तथा मेघ का वर्ण भी श्याम है; अत: उसे कृष्ण के वर्ण को चुराने वाला कहा गया है।
This is taken from meghdoot by kalidas who had described cloud as a thief who has stolen colour of lord shree krishna. I used this simile because your painting of meghdoot is serene. I liked it from my deep down. of course I came to ur blog by accident I was just searching depiction of this great book on google.
May king of kashi lord shiva bless your brush so that you can make more enchanting painting like this.
regards,
dileep k sharma

એક વેંત ઉંચી

                                              ચિત્રઃ દિલીપ પરીખ 

એક વેંત ઉંચી

અસુખ અડકે ના મારે અંતરે
જીવન ઝંઝાળ જાળ જગત રે
ઉડતી રહું એક વેંત ઊંચી કે,
સરતી રેતીની સરત સેર રે

સરખા ઉજાસ મારે આંગણે
નહીં રે પડછાયા મારી પાંપણે
પહેલા આપીને લીધું આપણે
છૉડીને સ્વાર્થ દહર બારણે

વટને વેર્યુ રે ઉભી વાટમાં
માફી લળી મળીહળી વાસમાં
ઈશના અનેક રૂપ રાસમાં
એક એક અંશ એના વંશમાં

ક્ષણ ક્ષણના સ્પંદનો સુગંધમાં
નવલ નવા સર્જન શર બુંદમાં
છો, પહેરી ઓઢી   ફરૂ વૃંદમાં
એકલી  મલપતી મનૉકુંજમાં
——–

સરત=સ્મૃતિ,  દહર=દિલ, શર=પાણી

યાદ ન કરાવ

painting by Dilip Parikh


યાદ ન કરાવ

નહીં રે કરો મારા કાન્હાની વાત,
દિલના દરવાજેથી વાળી લ્યો વાત,
 આરત અક્ષરની ના એને વિસાત,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

ઉધ્ધવજી આવ્યા ને લઈ ગ્યા અમ પ્રાણ,
હવે એની લગનીના ચાલ્યા લખાણ,
 રહેવા રે દયો હવે એના વખાણ,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

રુકમણી બોલાવે દોડી ગ્યા ક્‍હાન,
હવે એની પ્રીત્યુની ત્રીલોકે જાણ,
આકરી રે સૂણવી એ અપહરણ ક્‍હાણ,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

વાતને વિસારૂં  ઘાવ મ્હાણ રે રૂઝાય,
આંખોની ઓઝલમાં નીર જઈ સૂકાય,
જીવ મારો રહીરહીને કળીયે કપાય,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

એંધાણી આજ લહે ધ્યાન મારૂં બ્‍હાર,
અષાઢી અંબર ઝળુંબે મારે દ્વાર,
‘તારો છું’  કહીને આલિંગે ઘનશ્યામ,
સખી! વ્હાલપ વિભોર સૂણું કાન્હાની વાત.

——

પરાવર્તન-સત્યકથા / Turn Aroumd

         પરાવર્તન                 

          અમેરિકામાં ઘણા વર્ષો રહ્યા પછી, મુશ્કેલીમાં મુકાયેલી ભારતિય બહેનોને મદદ  કરતી સેવાસંસ્થા સાથે હું સંકળાયેલ હતી. એ દિવસે ફોન પર શોના નામની બહેનનો દુઃખી અવાજ મદદ માંગતો હતો. વાતચિત પરથી ખ્યાલ આવ્યો કે મરાઠી, હિન્દી અને અંગેજી ભાષા એ જાણતી હતી. મેં એને મળવા બોલાવી અને એની ગાથા સાંભળી.
“મેં તમને મારૂં નામ શોના કહ્યું પણ, મારૂં ભારતિય નામ  દીપિકા  છે.”

         દીપિકા મુંબઈમાં એક પ્રતિષ્ઠિત કુટુંબની હતી. અઢાર વર્ષની ઉંમરનો થનગનાટ અને દૂર દેશના સ્વપ્નાઓનું આકર્ષણ ખાસ કોઈ કારણ વગર સ્વજનો સામે બળવો જગાવી રહ્યા હતા. કોલેજનું પહેલું વર્ષ હમણા પુરું થયેલુ.  એ સમયે ત્રીસેક વર્ષના માણસના પરિચયમાં આવી. પોતે હિંદુ અને એ મુસલમાન અને બીજા બધા ભેદભાવને વિસારે મુકી એની ચાહતમાં ખોવાઈ ગઈ. એની સાથે લગ્ન કરી અમેરિકા આવવા માટે પોતાની ઉંમર, નામ વગેરે અનેક સાંચ જૂઠ કરી, પાછા ફરવાના રસ્તાઓ બંધ કરી, દેશ છોડી, અમેરિકા આવી ગઈ. અહીં નામ શોના રાખ્યુ હતું.

મુંબઈમાં એના પરિવારના સભ્યો લોકોને કહેતા રહ્યા, “દીપિકા અમેરિકા ભણવા ગઈ છે.”
અહીં આવતા જ પોતાની  ‘પિંજરના પંખી’ સમી  દશાની  પ્રતીતિ  થઈ  ગઈ.

એનો પતિ મોટર ગેરેજમાં કામ કરતો હતો. બે વર્ષ પછી એક પુત્રની માતા બની. આ સમય દરમ્યાન પતિની રુક્ષતાનો અનુભવ ચાલુ હતો. એક વખત પોલીસને પણ એણે બોલાવ્યા હતાં.
શોના એક ગીફ્ટ શોપમાં કામ કરતી હતી.  પોતાની હોશિયારી અને ચપળતાથી નોકરી સારી રીતે સંભાળતી હતી. જયારે એ મારી પાસે આવી ત્યારે  એ સ્ત્રી-આશ્રયગૃહમાં ત્રણ મહિનાથી એનાં પાંચ વર્ષના દીકરા સાથે રહેતી હતી. બાળક માતાપિતા વચ્ચે આવ જા કરતો હતો. પોતે નોકરી કરતી હતી અને નર્સ આસીસ્ટન્ટનુ ભણતી હતી. આગળ  ભણી નર્સ  બનવાનુ  એનું  લક્ષ્ય  હતુ.
ઘરમાં ત્રાસ સહન કરીને આવતી બહેનોને અમારા જેવા અજાણ્યા પાસે પોતાની જીવન કહાણી કહેવી એ બહુ જ પીડા જનક હોય છે. શોનાને ત્રણ રીતે મદદની જરૂર હતી. એને  પોતાનું, ભાડાનું ઘર લેવાનુ હતુ.  કોલેજની  ફી  ભરવાની હતી  અને સૌથી  વધારે, વકીલની જરૂર હતી. અમારી સંસ્થાના સભ્યો સામે દરખાસ્ત મુકી. શોનાની ધગશ અને નિશ્ચય વિષે સાંભળ્યા પછી મંજુરી મળી.

                અમે અભ્યાસ માટે અને વકીલ માટે પૂરતી મદદ અને ભાડા માટે અમુક મહિનાઓ સુધી મદદ આપવાનું નક્કી કર્યું. હવે તો એને કોઈ રોકી  શકે  એવો  અવરોધ નહોતો. એનો આત્મવિશ્વાસ અને ધગશ બળવાન હતા.
એનો પતિ એને છોડવા માંગતો નહોતો  તેથી  છૂટાછેડા માટે  શોના ને  જ શરૂઆત કરવી પડી. શોના કહેતી  કે, “મારે મારા બાળકની સંભાળ સિવાય કશું જ નથી જોઈતું.” એ ભણવામાં  અને પોતાના જીવનને વ્યવસ્થિત કરવામાં પૂરા જોશથી વ્યસ્ત થઈ ગઈ. જુદા જુદા કારણો સાથે એના ફોન આવતા રહેતા. કોઈ વખત  બહુ ગભરાઈ જતી. કોર્ટના ધક્કાઓ, મહિનાઓનો વિલંબ અને પરિણામની અનિશ્ચિતતા એને ઘણી વખત  રડાવતા. આવેશમાં  ક્યારેક  કહેતી, “હું મારા દીકરાને લઈને કેનેડા  જતી રહું અને મારો પત્તો જ ન લાગવા દઉં. એને પાઠ  ભણાવવાની  છું.”  એના વિચારોથી મને ચિંતા થઈ જતી. એની સાથે કલાકેક વાતો કરી અને  કેટલી  મુશ્કેલીઓ આવી  શકે  એ સમજાવી, એને શાંત કરી ઘેર મોકલતી. મને એટલી નિરાંત હતી  કે  એ મને પૂછ્યાં વગર કોઈ  પગલું નહીં ભરે.

         ઘણી વખત એનો ઉત્સાહભર્યો અવાજ સંભળાય, “દીદી, મને બધા વિષયોમાં ‘એ’ ગ્રેડ મળી છે.” શોનાને સ્કોલરશીપ મળવાની શરૂ થતાં અમારી સંસ્થાને થોડી રાહત મળી.
ઘણાં મહિનાઓની ખેંચતાણ પછી છૂટાછેડાનુ પરિણામ આવ્યું. બન્ને મા બાપને દીકરાની સરખી જવાબદારી લેવાનો હૂકમ હતો. હવે શોનાને ખૂબ ધીરજ અને કુનેહથી પતિને નારાજ કર્યા વગર રસ્તો કાઢવાનો હતો. કોલેજમાં એને કોઈ અમેરિકન મિત્ર હોવાનો ઈશારો કરેલો. કહેતી હતી કે બહુ વિશ્વાસપાત્ર છે. એક વખત એના પતિના બહુ આગ્રહથી એને ત્યાં  દિવસ રહેવા ગયેલી. બીજે દિવસે કારમાં શોનાને એનો પતિ મારતો હતો એ જોઈ પડોશીએ પોલીસ બોલાવી. ત્યાર પછી એના પતિને અમેરિકા છોડવાની નોટીસ મળેલી. ફરી એ અમેરિકામાં પ્રવેશ ન કરી  શકે એવો પણ હુકમ હતો.

ભારત જતાં પહેલા એના  પતિએ  જીદ કરી  કે, “હું દીકરાને ભારત લઈ જઈશ અને તું પછી આવજે અને હું તને ખુબ મોજમાં રાખીશ.”  શોનાને હા માં હા મીલાવવી પડી કારણકે  ભણવાનુ એક વર્ષ બાકી હતું  અને  પોતાનો  નિર્વાહ  મ્હાણ કરી રહી હતી.  મુંબઈમાં  શોનાને  પોતાની નણંદ પર ભરોસો હતો  કે  એ બાળકને  સાંચવશે. મન  પર  પથ્થર  મુકીને  દીકરાને એના પિતા સાથે  જવા દીધો.
મને વાત કરતી હતી  કે ભારત જઈને  દીકરાને લઈ આવીશ. વકીલની સલાહ લઈને જે તે કામ કરવાની હતી. અશક્ય  લાગતી  યોજના  વિષે  અમે  થોડા  દિવસોમાં  ભૂલી  ગયા.

થોડા મહિનાઓમાં  ફોનની  ઘંટડી  વાગી અને  એનો આનંદથી  ગુંજતો  અવાજ  આવ્યો,
“દીદી! કહો  કેમ હું ખુશ છું? કારણ…. મારો  દીકરો  મારી  બાજુમાં  બેઠો  છે!” હું  આનંદાશ્ચર્ય  સાથે
એની  વાતો  સાંભળી  રહી  હતી.

“મારા દીકરાના  ગયા પછી, નોકરીમાં  બરાબર ધ્યાન આપી સાથે સાથે  ભણવાનું, ધાર્યુ  કામ પૂરું  કર્યુ.  મારા  જીવનનું  લક્ષ્ય સતત  મારા  મન મગજમાં  રમ્યા  કરતું.  મેં  માઈકલ, અમેરિકન મિત્ર, સાથે લગ્ન કરી  નિયમ  અનુસાર  મારો અને બાળકનો પાસપોર્ટ  તૈયાર કરાવી  લીધો.”

શોના  બરાબર યોજના  કર્યા  પછી  ભારત ગઈ  હતી અને એના  માતપિતાની  માફી  માગી પ્રેમથી એમની સાથે રહી. એ  લોકો  પણ  પૌત્રને  મળીને  ખુશ  હતા. મુંબઈમાં, શોના  રોજ  થોડા કલાકો  દીકરાને પોતાના  પિયર લઈ  આવતી  અને  પતિના, ઘર  રાખીને  સાથે  રહેવાના, સપના  સાથે  સમંતિ  આપે  રાખતી. માઈકલ દિલ્હી આવી ગયો હતો અને અમેરિકાની  ત્રણ  ટીકીટૉ  લઈ  રાખી  હતી. નક્કી કરેલા દિવસે, શોના રોજની જેમ દીકરાને લઈને  નીકળી અને મુંબઈથી  સીધી  દિલ્હી  જવા રવાના થઈ ગઈ. પછી  દિલ્હીથી  ત્રણે  જણા  અમેરિકા  આવતા  રહ્યા.
જરા  અટકી ને પછી ગળગળા અવાજે બોલી, “મારા દીકરાને  પિતાના  પ્યારથી  વંચિત નથી  રાખવો,
પણ યોગ્ય પરિસ્થિતિની રાહ જોવી જ રહી. તમારા સૌના સહારે, શોના આજે  ફરી દીપિકા બની છે.”

          સાત વર્ષ  પહેલાં  અણસમજમાં  રસ્તો ભૂલેલી  દીપિકા  પાછી  ફરી, ખંત  અને  વિશ્વાસ સાથે  સાચે  રસ્તે  પગલા માંડી  રહી  હતી.

                                                ———–                         



         અણસમજ

એક    કિશોરી    કરતી    ભૂલ

ખૂંચતી  રહે  જનમભર    શૂલ

મા  એને   મંદિર   લઈ   જાતા
બાપુ  મહત્   મુખી   કહેવાતા
સહજ હતા સુખ ને સગવડતા
મોજ  શોખ   એને   પરવડતા

અધ્યાપનમાં  આગળ   ભણતાં
મુલાકાત   થઈ    હરતા  ફરતાં
યૌવન  જોમ   હ્રદયમાં   છલકે
સપના ખુલી  આંખમાં   હલકે

ભોળું   મન   લલચાવે    વાતો
હિંદુ  મુસ્લીમ   વીસરી   જાતો
ઉંમર  ભેદ   ને   જૂઠી     શર્તો
લેતી   માત્રિ    વિરોધી   રસ્તો

નવો   દેશ   ને  પતિ   પાવરધો
પિંજરમાં   એનાં    વિતે   વર્ષો
બાળ  શિશુસહ  ઉદાસ  આંખો
છૂટવાને      ફડફડતી     પાંખો

 મ્હાણ  પકડતી  હાથ  અજાણ્યા
આત્મજ્ઞાન    શ્રધ્ધાને    જાણ્યા
સપ્તપદીના          સાતવર્ષમાં
બન્યા  હતાં જે  સાવ અજાણ્યા

મડાગાંઠ   જે    પડી    ગયેલી
ખુલી   તોય   ગૂંચવાઇ  પડેલી

ખેંચતાણ   ને    જોરા   જોરી
વચમાં  બાળક   પરવશ   દોરી

સુલજાવીને     વિકટ     વૃત્તને
લઈને     ચાલી    બાળ
 પુત્રને
સ્થિર  ચરણ  ને  દોર   હાથમાં
ઉજ્વલ  ભાવિ  નવા  સાથમાં

જાગ્રત  છે   એ  આજ  પછીથી
જીવનમંત્ર   સત   કર્મ  વચનથી
ફૂલ  કળી  ફરી  નિર્મળ ખીલતી
પ્રેમ  પર્ણ  પર  વાછંટ   ઝીલતી

         ———————-
             Turn Around

I had been a volunteer for a domestic violence organization for many years when one day I received a call requesting help from a young, educated Indian woman. She was calling from a women’s shelter where she had been staying for the last three months with her five-year-old son.

She was a petite, smart-looking young woman. But her face carried lines of worry.  She said, “I told you that my name is Shona, but my given name is Deepika.”

She was from a prestigious family in Mumbai. When she had met her husband, he was 30 and she was only 18 and had just finished her first year of college. As a teenager she had big dreams and was rebellious. When she was given the opportunity to go to America, she forgot that she was a Hindu and he was a Muslim. She thought that she was in love and ignored all the warning signs. They lied about her age and used several other tricks to get her visa. Deepika came to the USA and closed all doors behind her in India. She became Shona.

With tears in her eyes, she said, “My family was so ashamed. They told people that I had gone to the USA for studies.”

Her husband worked in an automobile garage. Shona was working in a gift shop. She had a good relationship with the owner of the shop and did her job well.  But her husband had become abusive. Two years after their marriage, she gave birth to a son. The rough treatment from her husband was hard on her. One time she had to call the police. The situation had become unbearable at home, so she had taken this desperate step of moving to the shelter.

When she came to see me, she had just been informed that she needed to move out of the women’s shelter. She was studying at the local community college to be a nurse’s assistant, and her ultimate goal was to become a nurse.  She was seeking financial and emotional support.  She needed money to rent her own apartment, to pay college fees, and to get a good lawyer. I presented her case to the board of the domestic violence organization. They were impressed by her determination and the desire to become a professional individual. We approved rent money for several months, paid her college fees in full, and found her a lawyer.

Now Shona was able to focus on her studies and her son.  She filed for divorce. She said that she did not want anything except custody of her son. But things have a way of getting complicated. So many times she would call me in total frustration:  the long delays in the court system, the uncertainties and responsibilities.  It concerned me when she said, “I will escape to Canada with my son and make sure that he can never find us. I need to teach him a lesson.” I would try to calm her down and point out the legal problems that would arise for her if she were to do something so desperate. In time, I felt assured that she would not do anything rash.

Now and then I would hear her excited voice on the phone.  “Saryu!  Guess what?  I got A’s in all of my classes!” She received a scholarship for the following semester so it was less of a burden on our organization.

Her divorce was finalized, and Shona got joint custody of their son. She realized that she had to be more careful and maintain cordial relations with her ex. In the meantime, she was getting to know one young man named Michael. She said he was very kind and trustworthy.

Upon her former husband’s insistence, one day she visited him for several hours. But when she was leaving, a neighbor saw him hit her. The neighbor called the police. After that he was ordered to leave the country with no option to re-enter.

But all this time, her ex was confident that Shona would come back to him. He insisted on taking their son back to India with him. He said, “Over there, everything will be back to normal. You come later, and I will keep you in comfort.”  Shona had to agree with a heavy heart. She was barely supporting herself and had at least two more semesters to study. She knew his sister in India would take good care of her son.

Shona secretly married Michael and had prepared the necessary passports for herself and her son. She finished her final exam and flew to Mumbai the next day.

Her ex had rented them an apartment and had made plans for their life together. Shona made peace with her family and let them know her situation. Every day she would take her son to her parents’ house at a specific time. As planned, Michael quietly came to Delhi and booked three tickets to fly back to America.

One day, with the pretext of going to her parents’ house, she left with her son and instead took a flight from Mumbai to Delhi, where they met Michael. From there, Michael, Shona and her son flew safely back to the U.S.

I was surprised to hear her excited voice on the phone. “Saryu! Guess why I sound so happy!  It is because my son is right here sitting next to me. We just got back from India. Thank you for giving me the chance to become Deepika once again.”

I felt the happy vibrations of a mother’s heart.

The veil of desires and greed prevents a person to look at the realities.
The experience leaves the unrepairable bruises long after coming out of the situation. Deepika’s leap without looking has cost her a lot.

————–

Poem-Turnaround

I look around in the lonely night at the lonesome path.
Where did I start, where have I ended up?

I said those lies to become a mistress,
my lies and traps brought deep distress.

I stand and stare at sweet childhood.
I was the one who had closed that door.

Take me back to my home-town,
give me the name which was my own.

Please, let me hold a helping hand,
so I can step into the freedom land.

Shona’s sufferings came to an end,
with love and strength she took a stand.
She paid her dues with great patience,
returned Deepika with her son.

——-

દિવાળીનો મર્મ

    દિવાળીનો મર્મ
   અગ્યારસઃ   
              અગ્યારસ  ઉપરવાસ,તપ ને નિયમન
              વિખરાયલ વ્રુતિઓનો  સંયોજક   દિન
  
   બારસઃ    
              વાક બારસ,  વિમળ  વાણી   વરદાન
              દેવી  મા  શારદા, સમર્પણ  આ  દિન
 
   ધનતેરસ
              ધનતેરસ, સમજાવે  સૃષ્ટિની    વૃષ્ટિ
              યોગ્ય વ્યય સંચય  સમતોલન આ દિન
 
   ચૌદશ
              કાળી ચૌદશ,  મનઃ  ક્લેશનુ   મરદન
              નષ્ટ કષ્ટ  કકળાટો,     ગોષ્ઠીનો દિન
  
   દિવાળી
              દિવાળી  આજ, મધુ-દીપ  હું  જલાવુ
              અંતઃકરણ  અજવાળે  શાંતિનો     દિન

પૂર્ણવિરામ

પૂર્ણવિરામ

ધકધક   ધડકે  દિલ,  ઉમટતી  અક્ષરમાં અધીરતા,
ફરતા   પાને    અરે,   અધૂરી    વાર્તાની     ઉત્સુકતા!

પાંખડીઓ   વિખરાય, વળગતી  મૃદુ મંદ લોલુપતા,
સંગ   સમીર સુગંધ   ખીલાવે  કળીઓની  માદકતા!

પ્રથમ   પ્રેમના અણસારે    રે   હસી  ઊઠી આર્જવતા,
અર્ધ ચંદ્ર   સા   અર્ધ    કળાએ   ઓષ્ઠોની    કોમળતા!

કહું કે ના કહું!  વળવળતી આ અકળાવે  વ્યાકુળતા,
કંઠ      કેડીએ     અટવાયેલા     શબ્દોની     વિહ્વળતા!

ટપટપ   ઝરતા આંસુ   ઝાલર, સૂની રાહ   નીરવતા,
આશ    ઝરૂખે    અર્ધ    ખુલેલા     નયનોમાં  આતુરતા!

સર્જનના સરવાણી ફોરાં અગમ નિગમ   ધસમસતા,
મંઝિલ સરોવર વારી  મળતા સ્થિર સ્થગિત તરલતા!

પૂર્ણ   ચન્દ્ર    ને    પૂર્ણ    કર્મનો     પૂર્ણાનંદ      ઝલકતા,
પૂર્ણ    થતા પુસ્તકની   પૂંઠે     કવિની  સૂની રસિકતા!

———-
અધૂરા કાર્યને પૂર્ણ કરવાનો ઊત્સાહ પછી,
પુસ્તક પુરૂ થતાં થોડો સમય અનુભવાયેલી રૂક્ષતા.

Salt and Cinnamon

Salt and Cinnamon

“Bena!  Salt and cinmon!”
His usual, unusual request.

He would sprinkle on a dish,
And lick it happily, lickity-split.
Granny smiled and gave consent,
They both were cozy and content.

When he was ten, to sooth himself,
He asked again for cinnamon salt.

The time escaped in rapid pace,
He gets a call in foreign place.
“Your granny has been very ill,
She has no more  survival will.”

In silent night he comes to tend,
He holds her softer, smaller hand.

The boy in him with misty eyes,
Whispers gently, emotions rise,
“Don’t go, Bena! Don’t yet sleep,
Give me salt and cinmon please.”
———-

My grandson Kethan had this unusual request and he continued this routine for several months.

ઝાંખો ઉજાસ

ઝાંખો ઉજાસ


બચપણનાં  સાથી  વડછાયા
બની  ગયાં  પડછાયા,
વિસરેલા  એ   દૂર   દેશના
ઓળાઓ    વરતાયા.

સપના   આગળ   ઝૂલતા   વાદળ
પાંખ   પ્રસારી   પવનમાં,
ઊડી   ગયા, નહીં   પાછાં   ફરિયા
અંજળ   પાણી   પીવા.

ગરવા   ગહના  ગાણાં   શીખ્યા
સંગ   અંજુમન    ગાયા,
ગુંજે   આજે   રંજ   રજનીમાં
પકડી  કહે,  ખમી   જા.

અમ   આવાસે   હેત   કોડિયા
મૂક   બની  બુઝેલા,
એ   દૂનિયાના  દીવા ક્વચિત
ઝબૂકે   મૃત્યુ   પહેલા.

જીર   ડાળીના   ફૂલ   સૂકાયા
મસ્તક
પુસ્તક પાને,
કદી   જોઈં   લઉં  પાના ખોલી
હતાં   સાથ   કોઈ   કાળે.

ક્ષિતિજ   નજીક  જઈ   નજર કરું
ઝાંખા   જણને   સંભારું,
આ   જીવનનાં   પ્રભવ    ઉજાસે
વિલીન  થતું   અંધારું .

——
ઉગમસ્થાનથી બહુ દૂર ચાલ્યા ગયા પછી પ્રશ્ન થાય કે આ જીવનકાળમાં જ એ બધા હતાં!

Shadow in Mist

Shadows  in Mist

 

I go away before;

I go to be with the Lord.

 

I look back at the shadows in mist

 And wonder, are they from this lifetime?

 

I sailed away from the rosy isle,

 Followed my runaway racing dreams.

With an urge to merge in crazy surge

Tender agony in turning trudge,

Wonder was that in this lifetime?

 

So many people and places at times

I was clingy to others as well mine.

Some of them now hazy and dark

I never went back to refresh, repine.

Were they all in this lifetime?

 

Maybe I follow the upward course,

Go back exploring the origin source.

I may get involved knowingly now,

Wander, re-enter the circle of mine

If it happened in this lifetime!

 

The stars so far which made me bright

Let them be there; I cherish the light.
Once in a while the sparkles remind,
Whatever happened in this life time,
Surrender to soar in continual flight.

The Choice Marriage

The Choice Marriage

He was a good catch;
kins arranged for a match.
My mother liked him better,
said love would come later.

I  let him know my voice,
and then I made my choice.
He showed interest in me;
he and I became one, we.

The uphill journey started,
with the stranger by my side.
The seven steps in sky
 and future open wide.

The gentle bond together;
still each one on his own.
A strong shoulder to lean on,
as the dance of life goes on. 

The sweet sprinkles of smile
with graceful perseverance.
The hearts and home kept humming
through time and turbulence
.
——



painting by Dilip Parikh 

સંમતિ લગ્ન

પસંદ પરમાણ એમ માએ કહ્યું
ને વળી કીધું કે પ્રેમ પછી આવશે
જઈ વેલી વિંટાઈ ગઈ વૃક્ષને

વચનો આપ્યા ને બન્યા જીવન સંગાથી
છાવરે છે વર્ષા ને વાતા વંટોળથી
પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી

 સુકોમળ કમળપત્ર પોયણીના નેહની
સૌને અર્પે એ છાંયા સુસ્નેહની
ગહેરી ગંભીર મલય બેલડી

પાનખર ગઈ, ગઈ કેટલી વસંત પણ
વિનીત વેલ વૃક્ષ સુમેળથી સમર્પણ
પર્ણ  પૂષ્પ  આનબાન અર્પણ

બેમાંથી એક બને વિશ્વાસે વ્હાલ વધે
ઉત્તરોત્તર અંતરપટ રમ્ય ૠજુ સુક્ષ્મ બને
સંમતિનો લગ્નદીપ પ્રણય લય પ્રસારે
          

પ્રેમ અને મોહ

પ્રેમ અને મોહ

માનવનુ  મન અસીમ ઊર્જા, પ્રેમ  થકી બલવાન
મંગલને   કંગાલ  બનાવે, મોહ  મમત અભિમાન

પ્રેમ  હાસ્ય  જે ત્રણને તારે,  કામ   ક્રોધ ને   લોભ
મોહ નજર જે ત્રણને બાળે,  કર્મ   ધર્મ   સમભાવ

 પ્રસન્નતાની પરિમલ પ્રસરે  શુધ્ધ પ્રેમ અખિલેશ 
વ્યર્થ કર્મ શુભભાવ અભાવે,  મોહ પાશમાં ક્લેશ

શીતલ  સરલ સમાંતર એવો પૂર્ણ ચન્દ્ર શો પ્રેમ
સ્વ  અર્થે   વધતો   ને  ઘટતો   અનુરાગી   પ્રમેય

સરયૂ   જલ્દી   જાણી   લે   તું   મોહ, પ્રેમનો,  ભેદ
   પ્રેમ  ભાવને   રુંધે   છે   એ   સ્વાર્થ   કવચને   છેદ
   
———–

My Life

 

My Life

 The magnificent journey
of many medley moments,
Each preened pulse has 
its own special comment.

 The loyal good relations are
 my strength and treasure,
The wile vibrations
 always teach me a lesson.

 The pure precious feelings
when love flows freely,
Breaking lines of mines
and submerging serenely.

 Two friendly worlds, a rainbow arc, 
I share the words of deep delight.
The song of life, the grateful heart, 
They simply follow the guiding light.

Essence Of Eve

Essence Of Eve

Dews of dawn on the whisper of  verses,
Riding from moment to moment,
Merge and melt in the essence of eve.

Awake to rejoice at the light of the sun
And the wonderful verve of  life and love.

Awareness makes me forget the past
And kindles fiercely the hope in my heart.

The peaceful rhymes of my poetic life,
The imperial glory and boundless flight!

I write my lines in the simmering sand,
The ocean of  emotions exalting the land.
———–

બુચના ફૂલ

                                                                                                                                             બુચના ફૂલ

વહેલી  પરોઢ, કોઈ  જાણિતી  મ્હેક,
મારી યાદની પરાગને  જગાડતી;
વર્ષોની  પાર, ઝૂમી  ઓચિંતી  આજ,
અહો! માના આંગણની સુવાસથી!

    પાપણ પરસાળમાં શોધે ચાર પાંદડી,
ધોળા  રે ફૂલ પીળી  ડાંડલી,
આઘા અતિતમાં  અવરી એક છોકરી
કે  જોઉં મને વેણી પરોવતી!

    ઉષાની ઓઢણીની આછેરી હલચલથી,
ફૂલોની  થાપ  થથરાટથી,
જાગી હું આજ જાણે ઝીણાં ઝંકારથી,
ભીંજી પળભરમાં પમરાટથી!

 પહેલા સુગંધ પછી પમરાતી પાંખડી,
મહેકાવે  યાદને  સુવાસથી,
ફૂલની પથારી પર નાજૂક હથેળીઓ,
સ્પર્શે   સરયૂને   કુમાશથી!
         ————-

Helping Hand

A survivor’s story

I was in America less than three years and was filling up the pages in my diary with my secret tortured life. At the age thirty-five, I left my own business in India and came here to join this new family with many dreams. But in this house I was treated as a slave. I was expected to serve my husband, mother-in-law and teenager stepson with the

preset rules of when, where, how and which way.  I kept on doing all that happily, from 5am to 10pm, with the longing that my husband shows some care for me. I was called stupid because my English was not good and I was humble. I was not allowed to know any thing about household finances or his income. I was giving him all my earnings and in return I was given a small allowance.  The verbal abuse was constant from husband and mother-in-law. My diary was soaked with my lonely tears.
All the people I knew were my husband’s friends and relatives. Whom can I tell and who will believe me?  I cannot write to my family in India because, my in-laws were extremely sensitive about their reputation in society. My husband moved out of our bedroom and told lies to his mother and to the casual, so called, friends. My Ex and his mother started telling me to “pack your bag and get lost”.  They wanted me to leave penniless and humiliated so they can look good in the society. He threatened me with legal consequences.
Finally, I mustered up my courage and talked to one of his friends, who is a Domestic Violence Volunteer. First, I told her very little and waited for her reaction. After a few days I felt that I could trust her. Once I had her support, my self-confidence and strength slowly came back. I had to relearn to be strong. My advocate was my lifesaver. I no longer felt helpless. The Organization helped me with the lawyer’s fees and my advocate spent countless hours with me and accompanied me to get through the legal and emotional web. I moved out of that house with good settlement, with good friends and with dignity. I cannot imagine where I would have been without their help. My mentor Saryu expressed my feelings in her poem.
A Survivor

Painting By: Dilip Parikh

Helping Hand

sis, I accepted strangers as my own,
my heart was full of hopes and dreams,
I came trusting the thread of love,
I enjoyed the bliss of marriage.

He was center of my universe,

He was staying in my inner most verse,
He was the purpose of my being by,
Now miserable cry in my sigh.

That tender string broke in the midst,
Couldn’t mend it with trials or trysts,
He cut it with a jerk, left me hanging helpless,
Now all alone, how to fill this emptiness!

Let the tears flow today due to the hurt,
But my soul lamp will shine inner trust,
Promise, I will find my lost self respect,
With the help of your sweet smile, o’sis!
With the help of your sweet smile.

————–

When you work you are a flute through whose heart the whispering of the hours turns to music.
….And what is to work with love? It is to weave the cloth threads drawn from your heart, even as if your beloved were to wear that cloth………              __Khalil Gibran, The Prophet.
Comment:  Veena Damle.     Hi Saryu,
Your story “Helping Hands” is very poignant and rings true. It’s such a pity that women have to undergo so much suffering! Your organization and yourself are to be commended for helping this unfortunate woman.

ચિત્ત શાંતિ

ચિત્ત  શાંતિ

વાતા વંટોળના  મોઘમ  ઘુમરાવામાં,
એક  એક   પાંદડું  વીણું
        રે  સખી!  એક  એક  પાંદડું  વીણું….
ચિત્તના  ચકરાવામાં, ઝડપી  આ  જાળામાં,
પૃથક  આ  પહેલીઆ  પીછાણું,
         રે  સખી!  પૃથક  આ  પહેલીઆ  પીછાણું….. 

વીત વીતને  વાગોળી  નમ્રતાથી  સમજાવું,
ક્ષમા મંત્ર  મનમાં  મમળાવું,
          રે  સખી!  ક્ષમા  મંત્ર  મનમાં  મમળાવું…..
તારા  કે  મારા કો’   ખરતાં રુહિ  ફૂલોને,
ઓશીકું   આપી   સૂવરાવું,
          રે  સખી!  ઓશીકું  આપી  સૂવરાવું…..

ચિત્તની  ચંચળતા છર, અંતરની  ભાગદોડ,
અચર   તર્પ    કોઠે   પ્રસરાવું,
           રે  સખી!  અચર  તર્પ  કોઠે  પ્રસરાવું,
એક  એક  સપનાની  સંપૂરણ  દીપ શગ,
શાંત  મધુર   લયમાં  વહાવું ,
            રે  સખી!  શાંત  મધુર  લયમાં  વહાવું….
———–
રુહિ=આંખનો ખૂણો,   તર્પ=સંતોષ

http://www.sabrasgujarati.com/822/

પૂર્વગ્રહ

પૂર્વગ્રહ

અતીતના અંધારા  ઉજળી  આ  આજને,
ક્લેશોની   કાલિમા  લગાવે   છે  સાજને,
આ પળની  સરગમ  સૂણાવો
રે પ્યારે!  આ  પળની   સરગમ   સૂણાવો..

બોલ્યા બે બોલ ત્યાં પૂર્વેના  કોલટા,
મનમાં  અંગાર  ભરી  દેતા એ સામટા,
આવ્યો  અષાઢ  તો  યે  વૈશાખી  વાયરા,
     આવી  આવી ને અગન  દેતા, રે  પ્યારે!-આ  પળની..

મારા  અભિમાનને  હું પંપાળુ,  પસરાવું,
‘ હું ‘ને  જો  ઠેસ  લગે,  કટૂતાથી  કતરાવું,
સ્વને  સંભાળવા  લંબાવું  એક  હાથ,
    ભૂલી રે પ્યારાના  હેતલ  હજાર  હાથ!–આ પળની..

પૂર્વગ્રહ,  પૂર્વકર્મ ,  રાખીને  પૂર્વમાં,
આ ક્ષણનો  સહજ  ભાવ  મ્હાણો  આણંદમાં,
અવસર  અટવાવો  ના  અવળાં  આક્રંદમાં,
  આહ્‌લાદક   સૂરો   રેલાવો , ઓ પ્યારે!–આ પળની..
————–

એકલા / Alone

એકલા

મોટી     મીજબાની       દાદાને        આજ,
સગા    સહુ    આવ્યા  છે  જન્મદિન  કાજ.

દાદાનો      જન્મદિન     એંશીનો      આજ,
જો   જો   કો    વાતની    રહે    ના   કચાશ.

દાદી   ગયા   ત્યારથી,  દાદા   છે   એકલા,
બાળકોની  વચ્ચે   પણ  એ   સાવ  એકલા.

મોટી     ઉજાણી      ને     દાદાનુ     માન,
સૌ    જુએ     માને     છે    દાદા     મહાન.

દીકરી    વહુ   બેટા   મહેમાનોમાં   વ્યસ્ત,
સૌને     જમાડે     સૌ     સૌમાં    છે   મસ્ત.

દાદા  હળ્યા મળ્યા,  ને જોઈ વળ્યા તાળ,
એકલા    ઉભેલા    લઈ   ભારી   એ  થાળ!
—-

Alone 

Big   celebration  for  Grandpa   today,
The kin have come for his birthday!

The  eightieth  year as grand as  can  be,
All is great, as well as can be.

Since Grandma  is gone,
Papa  feels  all alone.
In the midst of the mingle,
He wanders, so single.

A very big feast with glory and greets,
Everyone  thinks  that  it’s  a true treat.

The daughters and sons are very good hosts,
But forgetting Daadaa, who is weary and lost.

Grndpa did  meet his formal old mates,
Bored and tired,  for it was so late.
Standing alone, missing  his  life-mate,
Solitaire self,  like his  big  empty  plate.
 
————

આશાપંખી

આશાપંખી

પંખી   પાછળ   બાળક    દોડે     સાગરને    કીનારે,
હમણાં  પકડું,  હમણાં પકડું,  એહી   અનમ  સહારે.

આ  ના   મળીયું , પેલું   મળશે , આશે   કુદકા  મારે,
વણથંભ્યો   એ   હોંશ   હલેસે  ભવ  સાગર  ઓવારે.
 

આશા પંખી  ફરફર   ઉડે  મનચિત્ત   પર  મંડરાવે,
સોણે   સપણે   વલખાં  મારે  એક  પકડે એક છોડે.

પાંખ    પસારી    ઉપર    ઉડે    ઉમંગ   મોજા  સાથે,
ઝગમગતા   તારા  પર   જઇને   હળવેથી  હરખાયે.

આશા  છે   તો   જીવન  ગુજરે , અરમાનો સંગાથે,
અદીઠ   દોરે    દિવસો   ગુંથે   આશા  મોતી  સાથે.
————-

The Rulers



The Rulers
 

  Watch  out,  watch out,  the tiny  tyrants  are  here,
  With  a  whisper or whimper  they easily conquer!  

 They  scratch  or  pinch,   safeguard    your    skin,
They  push   and   jab   while   spread    spell  web!

 With  abundant    powers   they   rule  and   hover, 
The  dogged  demands  with  luscious  commands!

The  teeth,  the walks,  have been   topics  of  talks,
The  giggles   and   gaff ,  the   frolicsome   laughs!

The    jubilent     jeers    and     charming     cheers,
Play    hide     and    seek,    dare     darling   dears!


 

પ્રાર્થના

પ્રાર્થના

પ્રભુ   મારી  આશા   નહિવત   કરજે.
પ્રભુ   મારી   અપેક્ષા   નિર્મૂળ  કરજે.

પરણીને    સાસરીયે    આવી   નવા  બંધનો  બાંધી,
સૌની   સેવા   કરતાં  કરતાં  એક    પ્રાર્થના  ચાલી…
પ્રભુ  મારી  આશા નહિવત  કરજે.

બાળગોપાળ  ખોળામાં  ખેલે સર્વસ્વ  આપ્યું   ઉછેરે,
ભણી  ગણીને  ચાલ્યા   ત્યારે  એ  જ  પ્રાર્થના ચાલે…
પ્રભુ  મારી  આશા  નહિવત  કરજે.

દીકરી    મારી   ક્યારે  પરણે    મન   ઉમંગે   રાચે,
પરણી  ચાલી  નવ  સથવારે એ  જ  પ્રાર્થના  ચાલે…
પ્રભુ  મારી  આશા  નહિવત  કરજે.

રૂમઝૂમ  પગલે  ઘરમાં  આવી પુત્રવધૂ એ પ્યારી,
મન  ઝંખે  બે  મધુર વચનો  એ જ  પ્રર્થના ચાલી…
પ્રભુ  મારી  આશા  નહિવત કરજે.

સુખી  કરીને  સુખી  થવાની  એક  અમૂલ  એ  ચાવી,
જરાતરા  નહીં    કોઈ   અપેક્ષા   સરયૂ    સંસારીની…
પ્રભુ  મારી  આશા નહિવત  કરજે.
————
—– બેનપણી ચારુબેને આપેલ વાક્ય પરથી–

સરૂ આવી!

સરૂ આવી!

 આ   સપ્તર્ષિ,  એ   ધ્રૂવ   તારક,  ચાંદામાં  આછા   ઓળા,
કહી   બતાવે    રમણિય   રાતે,   દાદા     દૂરબીનવાળા.

અધખીલ્યું    ૠજુ   કિશોર  ચિત્તવન,  દાદામામા   ખોલે,
ભૂમંડળથી     દર્શન      દોરે        ઊડતું       ઉડન-ખટોલે.

વૈજ્ઞાનિકની     વાતે ,    વહેણેં ,    આભ    ઝૂકીને    આવ્યું,
ચાંદા    તારા   સૂરજને      દૂર   દર્શન    નજીક       લાવ્યું.

તારા    ઝૂમખાં    યાદો    લઈ     દાદાને   મળવા  આવી,
કરચલીઓની      કોરે    કોરે     પરિચય    પાછો   લાવી.

ઝાંખપ    જર્જર    આંખો      હસતી   તેજે    તરે    ચમકતી,
એમ  જ,     હેતે     હળવે    બોલે,  ” ઓહો! સરૂ   તું  આવી!
———-
                                      દાદામામા, જટાશંકર દવે
 

તારા  ઉપર  તારા તણાં  ઝૂમી   રહ્યા જે  ઝૂમખાં;
               તે  યાદ  આપે   આંખને  ગેબી   કચેરી  આપની!  -કલાપી!

 

સાસુ / Mother-in-law

imageOcto. 1969. Saryu coming to the USA

સાસુ

અરમાનોના  આંગણથી  હવે  પાછી  નહીં ફરવાની,
અષ્ટકોણના  અંજળમાં   હું  ત્રિકોણ   થઈ  તરવાની.

પ્રેમળ માતા દ્વારે  ઉભી,  ચિંતિત  નવલ  નીરખતી,
” લાગે  છે  તો સારી,  રાણી   નિવડે   વખાણવાની”.

ગરવે   ગુંથ્યા   માળામાં    નવનીતને   નોતરવાને,
અંગ  અંતરના  અંકુરને  ફરી  શીખતી  ઓળખવાને.

મારા   મીતવાની   માતા  છે, અતૂટ  રય   સમજીને,
એકબીજાના  અવગુણોને    હસતાં   મૂક્યા    તજીને .

મારો   પ્યાર   મળે   માતાને,  એનો  ઝરમર  વરસે,
ઉષ્માની આ અવળી ધારા  અવલ અકલ્પિત વરસે.

સંબંધોના   શ્રાવણમાં   સાસુ,  માં   બની    ભીંજેલી,
અરધે   રસ્તે   હાથ   મીલાવી  આવી  સાથ  મળેલી .

યાદ    કરૂં    એની    માતાને   માન   પ્રેમ    સંતોષે,
વહુ   દીકરી   સાસુ   માતાની    મનોમંજરી    મહેકે.
————

Mother-In-Law

A half-moon smile through the half-opened door
On the other side was me, met the in-law enemies

I showed off to be smart, but was shaking in my heart
I could deal with the rest but his mom was a test

She hugged me with caution, and I felt her emotion
Her few funny words to confirm where he belonged

She was trying her best to share her cozy nest
To cope with the rile brought on by her rebel child

I rendered my respect, as a mother-in-law would expect
Many moons by her side, we put the faults and flaws aside

The circle of siblings had deep warm feelings
The titillating sound was humming all around

Open Heart, open mind, give and take to remind,
Best of all, his gentle mom loved me like her own.
——————-

મારે મન મુકીને…

મારે મન મુકીને…

મારે      મન     મુકીને      હસવું     છે
મારે    દિલ     ખોલીને     રડવું     છે

           મન     મંદિરના     મધુ      ઝણકારે
           વિશુ       વિશ્વ       ૐના       રણકારે 
          આછી       આહટના    પગ       તાલે
           કોઈ     ભીની     આંખને     અણસારે

મારે      મન      મુકીને       હસવું     છે
મારે      દિલ     ખોલીને     રડવું     છે

         સૂનમૂન          બેઠેલા         બાળકને
        કોઈ      કોમળ      ફૂલના   ચાહકને
         અનાથ           પંગુના         પાલકને
         થામીને          કલેજે            માશુકને

મારે    મન       મુકીને          હસવું      છે
મારે    દિલ    ખોલીને      રડવું     છે

        ————

જાગૃતિ

 


painting by Dilip Parikh

 

જાગૃતિ

 અતીતના ઓળા ના ઓસરે, ઓ સતગુરૂ
અતીતના ઓળા ના ઓસરે…
એની એ પગલીને પગથારે પગથારે
વર્તમાન વેરાતું જાયે, હું કેમ કરું?

સારો સંસાર આપકર્મોની ઈંટ પર
સર્જાતો બંધાતો યાદોની પીઠ પર
વિવેકી વાડ કેમ બાંધુ, હું કેમ કરું?….

કરમાતા ફૂલ લઈ આવી હું છાબમાં
નવરંગી કુસુમોના મઘમઘતા બાગમાં
સૃષ્ટિની સોડમ ના જાણુ, હું કેમ કરું? ….

શમણું હું સમજુ જ્યમ રાત્રીનુ સ્વપ્ન છેક
જાગું, તો જાણું આ સપનુ સંસાર એક
પરમ શાંતિ નિત્યાનંદ પામું
પરમ શાંતિ નિત્યાનંદ પામું

—————

સ્વભાવ

સ્વભાવ

જન્મજાત વળ વલણ  સમતા  અભાવ
ભારેલા    અગ્નિમાં,     ઢાંક્યો   સ્વભાવ

મધુકર   ને   મક્ષિકા  મ્હાલે  છો   મિત્રતા
મધ   લેશે  મધુકર, લે માખી  મલિનતા

માયાના  મૃગજળ  જે   લોભે   તરસાવતા
તમસ તપ્ત માટી પર વંટોળો  આવતા

ઘસીઘસી  જ્ઞાની  કરે  ઉજળી   અજ્ઞાનતા
પામરની   પૂંછ,  સીધી   કરવી   જીવાત્મા

ચર્ચા   ચતુરાઈ   રંગ પલટા    દેખાવના
સોનુ   સ્વભાવ,  ઘાટ બદલે    સંભાવના

———–

Nature

The   inborn   nature  is an  immanent core
The  changes   around   are  transient  fore

knowledge know-how, will tarnish with time
Identifies   with   the    impetuous    mind

The  layers and layers of illusive  favors
Selfish  and  centered  are solo endeavors

The authentic shine is covered with creed
The  letters of  life are colored with greed

Put  dynamic  efforts  to  wake and wean
Forget  the  lessons  you labored  to learn

Though  ego   for  ever  is  continual  keep
The  intrinsic nature will propel and  peek

——————–

The Present Moment

                                                                 painting by Dilip Parikh

The present moment 

 Being at peace, my mind and soul
 guide  to  accept,  enthuse,  enjoy

Accepting all and evenly so
As the humble one says, “Let it be so.”

 Enjoyment streams, flows from within
Wakeful and free with internal mean

 Enthusiasm, a visionary force
Pulsating, renewing, the energy source

 The ego entices with delusory dreams
The string of stress chokes innocence

 The smooth surrender and positive presence
Aware, this moment is gifting the present

———–

Inspired by Eckhart Tolle’s writing: The consciousness can flow into every day life; Accaptance, enjoyment, enthusiasm.

 

ભાભી

ભાભી

ચાલી પરદેશ વીરા વસમી વિદાય
મારા    ભાભીની    કોરી   એ આંખો
મારી માતાની  આંસુ  ભરી આંખો—

બીજે તે નોરતે વસમી વિદાય વીરા,
ભાભીની સ્નેહભરી આંખો
ચોથે તે નોરતે વસમી વિદાય વીરા,
ભાભીની ભીની સી આંખો
છઠ્ઠે તે નોરતે વસમી વિદાય જોવું,
     ભાભીની આંખોમાં આંસુ—

વરસોના વહાણાં  ને   ભાવની  ભીનાશ
ભાભીના   સ્નેહમાં    સખીની     સુવાસ
અંતર  ના અંતરાય,  સમરસ  સહવાસ
સહોદરનો સ્નેહ, ભળ્યો  ભાભી  વિશ્વાસ
               —————-

A kiss / એક ચૂમી

  

A Kiss

 I came to realize I had gone so very  far 
I had taken her for granted really many, many times

I understood her devotion, with children of my own
The feelings traveled back and expressed to be known

Wrapping us with a vital thread, her affection eternal
 Give and take that richer joy, had been offered maternal 

    ” Ma is sick,” Brother was calling, the life rhythm is slowing
    My tears started rolling, not aware they were flowing

My heart fluttered and fled, to be near and over there
“Too much trouble, so don’t come.” She was saying that I heard

It was serene, four a.m., I sat holding her feeble hand
” Is this Ila?” She tried to see. ” No, Ba, it has been me.”

Raising hand the weary tips, bringing mine over her lips
She told me all she had to tell with a tender, gentle kiss

She was gone and I did cry, rejoicing deep and precious ties 
Full is the ocean of my life; received love-drops that never dry
—————

એક ચૂમી

દૂર  દેશાવર આવીને  ત્યાર પછી જાણી’તી,
                        સમજી’તી    એની    ઉદારતા
કેટલીયે   વાર   નહિ    ગણતી    વિસાતમાં,
                  માતાની   અણજાણી   અસ્મિતા

મારા આ બાળ   મને   આવ્યા  શીખવાડતા,
                  માની ખાસ આગવી વિશેષતા
પછી   ઘણા  વર્ષોથી    દિલના  ઉમળકાથી
                  અરસપરસ નેહમાં  ભીંજાવતા

” માને સુવાણ નથી.”   ભાઈ મને   બોલાવે,
                         સમજુ વીરાની અસ્વસ્થતા
અશ્રુની  ધાર   વહે,  નાજુક   આ   દિલ ઝરે
                           ટપકે રે મોતી અજાણતા

મારુ મન જાય ઊડી મળવાને  આર્ત   વળી,
                                 ઉમટેલી હૈયે આતુરતા
” મુશ્કેલી વેઠી ના આવે.”   મા   એમ    કહે
                      મારા સુખ સુવિધા વિચારતા

વહેલી      પરોઢના       ઘેરા        અંધારામાં
                       બેઠી  કૃશ  હાથને પસરાવતા
” કોણ, ઇલા?”      ” ના,  હું છુ, બા. ”
                      કંઠે    ભરાઇ  ગઇ    કુમાશતા

હળવેથી    હાથ     મારો     હોંઠે     લગાડતી
                     મીઠી     ચૂમીમાં      મર્મજ્ઞતા
આવકાર,    આભાર,   ગદગદ   એ   પ્રેમમાં
                   કહી દીધું   સર્વ   હાથ   ચૂમતા

અરવા    આ    બંધનને     અશ્રૂની   અંજલી
                 સ્મરણો   અસ્તિત્વને   હસાવતા
છલછલ  રે   છલકે    મમ   જીવન  સરોવર
            મા અનેક પ્રેમ બિંદુ રહ્યા સિંચતા
————
અરવા=અંતઃકરણ

ભાગીરથી જાહ્‍નવી, એક પ્રેરણાદાયી પાત્ર, ૧૯૧૭-૧૯૯૩

મારી નજરે મારા બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. એમના હાથથી કાગળ પેન અને પુસ્તકો દૂર ન હોય. રસોઈ, ઘરકામ અને નોકરી ઉપરાંત સાંજે જાણીતા સાહિત્યકારો ઘેર આવીને બેઠા હોય અથવા એમને કોઈ કવિઓને મળવાનુ હોય. ઘણી વખત કવિ સંમેલનમાં કવિઓની વચ્ચે આ એક જ કવિયેત્રી મંચ પર ઉપસ્થિત હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધા.

એક વર્ષની ઊંમરે એમની માતાનો સ્વર્ગવાસ થયેલો. ચોથી ચોપડી મ્હાણ પુરી કરેલી એવુ એમના કાકીમા કહેતા. પિતાશ્રી તેર વર્ષની દીકરીને આવીને કહે કે “તારા લગ્ન કોટડા ગામમાં નક્કી કર્યા છે.” જ્યારે સાસરે ગયા તો ત્યાની રહેવાની રીત અને વહુને રાખવાની રીતથી થતી માનહાની સામે એમનો આત્મા બળવો ઉઠાવતો રહ્યો.

પાંચ વરસના મનોમંથન અને ભાઈ, નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોના અભ્યાસથી, એમને સમજાયુ કે મારુ ભવિષ્ય મારે જ બનાવવાનુ છે. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોના વિરોધોનો સામનો કરતા ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં સીધા મુકવામાં આવ્યા. પોતાના સદગુણોને લીધે ઘણા ઉત્તમ લોકોના સંસર્ગમાં આવ્યા. પાંચ વિદ્યાર્થીનીઓ સાથે શરૂ થતા કર્વે કોલેજના વર્ગમાં ભણવાનુ ચાલુ રાખ્યુ. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતા હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને…”  એમના પિતાશ્રીની બીજી અસંમતિઓમાં વધારો થયો, જ્યારે બાએ કહ્યુ કે, “હવે હું ખાદીના કપડા પહેરીશ.”

જુનીઅર બી.એ. ની પરિક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માતા કે સાસુનો ઓથાર ન હોવાથી જવાબદારીઓ ઘણી અને અમારા બાપુજી ગામડે પ્રથમિક શાળામાં શિક્ષક હતા જેમની બદલી ભાવનગર કરાવવાના પ્રયત્નો ચાલુ હતા. બાની માનસિક અને સાંસ્કારિક પ્રગતિની ઝડપ સાથે જીવનસાથી કદમ મીલાવી ન શકતા અમુક અંતરનો અનુભવ અને એકલતાની લાગણી એ કવિ હ્રદયને સતત લાગતી.
પણ જીવનના દરેક માઠાં અનુભવોને, “મારે માટે એ જરૂરી હશે.” સમજીને અંતરગત બનતા રહ્યા.

હંમેશા ગુરૂની શોધમાંવ્યાકુળ હતા. જ્યારે સંત વિમલાતાઈને મળ્યા એ સમયે એમની તપસ્યા પરિપક્વ થયેલી હતી. વિમલાતાઈનુ પ્રવચન સાંભળી, બીજે દિવસે વહેલી સવારે એમના આવાસ પર પંહોચી ગયા. “અત્યારે નહીં મળે.” જવાબ સાંભળી, બીજે દિવસે ફરી ગયા. થવાકાળ હશે કે વિમલાતાઈ બહાર હતા. બાએ સીધા જ એમને ગુરૂ બનાવી દીધા અને પછી અનેક કષ્ઠો વેઠી આબુ જઈને રહ્યા. એમની માનસિક આતુરતા અને કરૂણતા મારી આંખ ભીની કરી દેતી. એમની સમર્પણની સત્યતા જોયા પછી પૂજ્ય વિમલાતાઈએ એમને કવિયેત્રી તરીકે એમના નાના સમુહમાં સ્વીકારેલા.

ગામડાની મા વગર ઉછરેલી છોકરી, જે સુંદર હોવાથી, “ડોળા ફોડામણી” કહેવાતી અને આને વખાણ સમજવા કે નહીં, એ આ છોકરીને ખબર નહોતી પડતી. પોતાના અંતર ઉજાસથી પોતાનુ ભવિષ્ય પોતે ઘડીને, ભણીને નોકરી કરીને એને સંતોષ નહોતો. એમને બીજા ઘણા કર્મો કરી ચેતના જીવંત રાખી જેનો આભાસ હજી વરતાય છે. સ્વજનોનો સાથ હોય કે અસહકાર, મનમાં ઊગે એને પ્રકાશમાં લાવવુ હોય એ વ્યક્તિત્વને ચાહવાવાળા અને વિરોધ કરવાવાળા સમુદાય સાથે સમતોલન કરતા રહેવું પડે. આજે બાને યાદ કરતા કલારસિકોની હાજરી મને એ દિવસોની યાદ આપે છે જ્યારે  કવિતાની રજુઆત કરવા, બધી હિંમત ભેગી કરીને, સફેદ ખાદીની સાડી પહેરેલા બહેન બોલવા ઉભા થતા.

સરયૂના પ્રણામ–‘જાહ્‍નવી સ્મૃતિ’  પુષ્પ-૧૬        saryuparikh@yahoo.com        ( Austin, Texas)
————————-

ભાગીરથી મહેતા- જાહ્‍નવી, કાવ્ય સંગ્રહઃ અભિલાષા, સંજીવની, ભગાવાન બુધ્ધનું કથાકાવ્ય.   “સ્ત્રી સંત રત્નો” જીવન ચરિત્રો.
                                                અનુવાદઃ વિમલાતાઈ ઠકાર લિખિતઃ ‘આત્મદીપ’,      ‘સહજ સમાધી ભલી’,  હનુમાન પોદાર લિખિતઃ ‘આનંદ લહર’.

“જાહ્‍નવી સ્મૃતિ”  કવિયેત્રી સંમેલન અને કાવ્યલેખનના શીબીર, શિશુવિહાર ભાવનગરમાં ૧૯૯૪થી દર વર્ષે સપ્ટેમ્બરમાં યોજાય છે અને કવ્યસંગ્રહ બહાર પાડવામાં આવે છે.
                                                                                                             www.shishuvihar.org      phone# 0278-2512850

બરફના ફૂલ

બરફના ફૂલ

હિમના હળવા ખરતા ફૂલ

એ   શ્વેત    સુંવાળા    ચમકે
તરૂવર  આધારે  જઈ અટકે
એના  પળપળ  અશ્રૂ ટપકે
હિમના  હળવા  ખરતા ફૂલ

નીરવ   નિર્મળ   ઉરે  ઉસૂલ
નહીં   રંગે    રંગીલી   ઝૂલ
વળગે  ના  વ્હાલપની  ધૂલ
હિમના હળવા   ખરતા ફૂલ

ગુનગુન ગુંજે ના કોઈ ભમરો
નીરખે   નહિ રે  કામણગારો
નહીં   રે  કરમાવાનો   વારો
હિમના  હળવા  ખરતા  ફૂલ

એને  વીંજણો   ઢોળી  જાવ
એમાં    ફોરમ   ફૂંકી    જાવ
એમાં   ચેતન    રેડી    જાવ
વિસ્મિત  ઠરી  ગયેલા  ફૂલ

વેણું    વસંતની     વાગી  રે
પર્ણે    ઉત્સુકતા     જાગી  રે
ડાળી   ડાળી   હવે   હસી  રે
પુલકિત
સ્મિત  વેરતા  ફૂલ!
————

 

દાન અને સ્વીકાર / Give-Receive

 

દાન અને સ્વીકાર 

સઘળી આંગળીઓ સરળ સાથે મળીને સુસ્નેહે નમીને હો  આપતી
વાળેલી મુઠ્ઠીઓ ખોલી, હથેળીઓ ભાવે આવી ને સ્વીકારતી
ત્યારે ઉદાત્ત કોઇ ઉરની ઉદારતા, પૂરણ પ્રભાસને દીપાવતી

હસતાં હસતાં કોઈ હૈયા લઈ હાથમાં આવે રે દોડતાં દુવારમાં
આવરણ ખસેડીને, પાંખો ફેલાવીને, લઈને સમેટી લે બાથમાં
 ખુશદિલ જો સંગ ઉડે સાથમાં, પરમ આનંદ પવન પાંખમાં

અર્પેલી અંજલી છંટાયે આભથી અવનીના પાલવની કોરમાં
ટીપા સ્વરુપે આ ટપકંતા પ્રેમને ચાતક ચૂમે રે તૃષારમાં
પાણીના પીગળેલા નાનેરા બુંદને, નિઃસીમ બનાવે વિસ્તારમાં 

રવિરાજ  કિરણો જે વિશ્વને ઉજાળે ,તે ચન્દ્ર પ્રતિબિંબથી વધાવે
મૈત્રીની શક્તિને સાક્ષી ગણીને ભરી અંક, સુર્ય તેજને વધારે
મિત્રે આપેલ એક મોંઘેરી ભેટને, અદભૂત આકારે ચિતરાવે  

યથાક્રમ અંબરની ઉર્જા અખંડ રહે, દેન-લેન નર્તનથી ચેતન અનંત વહે
કદરદાન ગુણીજન જો તાંદુલના સ્વાદને, ક્રુષ્ણ બની ચાખે ચખાડે 
સાદી શબરીના અજીઠાં એ બોર ગ્રહી, રામ અતિ દુર્લભ બનાવે
 
———
ગુણી સ્વીકારનાર, આપનારની મહત્તા વધારે છે.

Give-Receive

Smooth supple fingers rich, ready to give
Open your palm and warmly receive
Flows infinite energy, tranquil and free

Someone may come with the heart in hand
 widespread wings and sway in a swing
Share a joyful journey, do listen and sing

Warm bright rays illumine the Universe
Like the sun to the moon, give ‘n take, be a friend
let the reflection glow to the infinite gleam

The celestial showers trickle down to earth
Venture to quench a long time thirst
Help pour even more to the infinite gift

The sound from beyond wakes all and one
The scattering tunes combine within one 
Let the strings tantalize to an infinite tone

Giver is grander when a worthy receiver
Pearl is just water ’til the shell is a catcher
 Keep giving, receiving, reviving to nurture 

—————————

સંમતિ લગ્ન

painting by Dilip Parikh 

સંમતિ લગ્ન

પસંદ પરમાણ એમ માએ કહ્યું
ને વળી કીધું કે પ્રેમ પછી આવશે
જઈ વેલી વિંટાઈ ગઈ વૃક્ષને

વચનો આપ્યા ને બન્યા જીવન સંગાથી
છાવરે છે વર્ષા ને વાતા વંટોળથી
પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી

 સુકોમળ કમળપત્ર પોયણીના નેહની
સૌને અર્પે એ છાંયા સુસ્નેહની
ગહેરી ગંભીર મલય બેલડી

પાનખર ગઈ, ગઈ કેટલી વસંત પણ
વિનીત વેલ વૃક્ષ સુમેળથી સમર્પણ
પર્ણ  પૂષ્પ  આનબાન અર્પણ

બેમાંથી એક બને વિશ્વાસે વ્હાલ વધે
ઉત્તરોત્તર અંતરપટ રમ્ય ૠજુ સુક્ષ્મ બને
સંમતિનો લગ્નદીપ પ્રણય લય પ્રસારે
           ———————-

હળ્ય હૂઝે

 
painting by Dilip Parikh      

 હળ્ય હૂઝે

ધોળા દિયે’ય રોજ લાગે અંધારૂં
રે બેઠા’ર્યા ઘરમાં ઘલાઇને
ધોળેરી ધડકી પર સોનેરી તડકો થ્યો
આજ હવે કાં’ક હળ્ય હૂઝે

ધરતી ડોલી ને જાણે મચીયું ધીંગાણુ
રે લોક ઊંધુ ઘાલીને દોડે
આડેધડ હાલીને ધરપત વળી
તં’યે  હળુ હળુ  હરખુ  કાં’ક હૂઝે

તોફાની છોકરાં રે રીડીયારમણ કરે
રાડ્યું પાડી પાડી ને હું થાકી
નોખા ઓરડીયામાં લઈ જઈને પૂર્યાં
તં’યે હવે સાન ઠેકાણે આવી

ઉરમાં ઉધમાત અરે અમથો ઉકળાટ
મને ખિજવાટે અંધારાં આવે
હૈડે મારે મીઠી ટાઢક વળે
જયેં ગરૂજી મોં હરખી હમજાવે

fantasy


painting by Dilip Parikh

              Fantasy                      

 Once upon a time, had a curious relation
Long love, hate, and choppy elation

 Gingerly, I said, “My feelings have been hurt”
He rendered me retort and took off, quite curt

 Hours and days on pins and needles
My heart and mind play a game of riddles

 When he calls, I’ll say, “ Honey I hurt”
He’ll show some grace, “ I’ll give you comfort”

The game goes on, at the phone I stare
My mind is greening as I play solitaire

 Sure, he shall give me details to do right
Generous as I am, will say, “Let’s not fight”

Fancy, funny game and my teasing, silly mind
Daydreaming heart drags following behind

Months and years, no roses no flame
My mind is laughing at my fantasy game

 Whatever did happen, meant for the best
Now mind is amused, heart happy he left
——-

અનુભૂતિ

અનુભૂતિ

કેવો લિસોટો આજ આભમાં?

હળવે જાગેલ દેવ સૂરજના સંચારે
આઘે લસરકો અવકાશમાં
કેવો લિસોટો આજ આભમાં!

સ્તબ્ધ આજ સૃષ્ટિની ભીની સફેદીમાં
સૂર્યરથ  જલ્દી  વિહારમાં
એનો લિસોટો આજ આભમાં!

અવની અને અંબર શણગારે સવારને
સોનેરી દામણી લલાટમાં
એનો લિસોટો આજ આભમાં!

સૂર્યોદય લાલી લલનાને લજાવે
રે લપસે કાજળ પલક પાળમાં
એનો લિસોટો આજ આભમાં!

મુકુટધારીની પાસ બેઠાં ગણેશજી
 દોરી હો રેખા પરિહાસમાં
એવો લિસોટો આજ આભમાં!

સરયૂ અનંતમાં હો રામજી રવૈયા
ને ક્ષણનો લસરકો હો ધ્યાનમાં
એવો લિસોટો આજ આભમાં!
      ———-

સમજાવું / Solace

             IMG_7824

ચિત્રઃદિલીપ પરીખ

સમજાવું

માના આ મનવાને   ફરીને   બહુ    દિનથી બહેલાવું
સર્વબ્રહ્મ છે   સર્વબ્રહ્મ છે,    કહી    કહીને     સમજાવું

સાધક જીવડો  તોય ફરી જ્યમ  મધમાખી  મધુપુંજે
પરિવર્તન     ને     આવર્તનના    વર્તુળે   જઈ  ગુંજે

નવમાસ  એક અંગ   બનાવી  ચેતન   ઝરે   જનેતા
પ્રથમ    પ્રાણ  પૂર્યાની  પીડા  આનંદ   અશ્રુ    કહેતા

અહ્રનિશ   ને   એકધ્યાન    લઈ   પારેવા   પાલવમાં
આગળપાછળ   ઓતપ્રોત   એ   પોષણ ને પાલનમાં

‘ના   મેલતો   ઘડી   ય  છેડો’,  હસીને   યાદ  કરે  છે
ખુશ  છે,    આજે    ઘડી   મળે   તો   માને   સંભારે    છે

નવીડાળ ને નવાફૂલ,   અંહી   વ્હાલપ  વળ છૂટે  ના
સમય   સાર  સંસાર  મા સમજે, તોયે  કળ  વળે   ના

મોહજાળ     મમતાની     ચાહે,   મુક્તિના   અજવાળા
સહેજે    હો   સંયોગ  વિયોગ  ને સમતાના   સરવાળા

——–
Solace

  Oh! Tender trail of emotions, life always in motion
Console trifle narrow notions; learn desireless devotion

It was long ago inlay, he was sweet sunshine in rain
At his first blessed breath she gave a smile even in pain

Immersed in caring and caress, hover to cover from duress
The ties were getting very tight, binding both with subtler might

Time flew, giving him worldly wings, novel land,  new song to sing
Here Ma perched to reminisce,  feeling the hurt of his remiss

Soon she learns to just submerge within herself dissolves the urge
Freely flows the stream of love and gives it all away to merge

     Why so hard is it for Mom to slip away to let  bygones?
   Sure her love careenly carved in her old’n weary bones
   ———–

A Mother Says

P236

A Mother Says,

 Love! I am sending with you,
A piece of my heart

I will hold back tears, wait not wane
And let them roll when I see him again

 I know you shield him in your tender loving core
But how do I console my aching soul?

Every time I see the shadow of his face,
I jump out of myself to run and embrace

I hear dreamy sounds in the middle of the night
Will wonder and wish to hold him tight

 I know my loves!  Time will pass,
And we’ll melt again in each other’s arms

   ———————

 સંભાળજો

મોકલુ હું આજ  સાથે મન કમળની પાંખડીને
જાય જો સુદૂર વ્હાલા!  વિરહ છે મુજ આંખડીને

આંસુ અટકે નયન ગોંખે રય જિગરના ટુકડાને
ફરી વહેશે, જ્યારે જોશે, મલકતા મધુ મુખડાને

જાણું છું કે જાળવે તું  જીવ કેરા  જતનથી
ક્યમ મનાવું  મ્હાંયલાને  જે વિખૂટે અમ રતનથી

જોવું જોવું અંહી કહીં પરછાઈ એની પ્રતિક્ષણ
તનને છોડી દિલ દોડી જાય લેવા બાથમાં ક્ષણ

રાત્રી મધ્યે  સુણુ ભ્રામક રુદ્ધ આક્રંદ એનું
આશિષોની અભીપ્સાથી હાથમાં એને વીંટાળુ

સમય જાશે જટ વહી ને ભાવથી ભેગા મળીને
પીગળી જઇશું પલક પાળે એકલય સંગમ બનીને
———–
રય=આતુરતા, રુદ્ધ=દબાયેલા
Kethan had gone on a trip to Bangla Desh with Daddy.11/09

સંબંધો

IMG_0197

સંબંધો

સહજ સાજ તૂટતાં સંબંધોને તૂટવા દે.
લાગણીની ગાંઠો સરી છૂટે, તે છૂટવા દે.
ખેંચી તાણીને ફરી સાંધીને બાંધેલી,
દંભી દોસ્તીની ઝાંય ઝાંખી, ભૂંસાવા દે.

વહેતી નદી ને સદા તરતાં આ પાન જાય,
બીજા ખરી, સાથ તરી, વહેણે વિખરાય જાય.
બહુ રાખ્યે ના રે’ તો વહેતાં રે મૂકજે,
થાયે તે સારું, કહી દિલથી વિસારજે.

ભવની ગાડીમાં ચડે,અણજાણ્યાં આવશે,
પ્રેમ સહિત બેસાડી ભવભાતું આપજે.
સંગ સંગ થોડી સફર, ઉતરે ત્યાં અલવિદા,
અભિગમના ઓરતાં ના રાખજે.

સગપણના જાળામાં ગુંગળાવી ગુંગળાવી,
મસ્તાના મોરને ના મારજે.
વ્હાલપથી વર્ષંતા મોતીને વીણી વીણી,
સંભાળી તારમાં પરોવજે.
————–
અભિગમ=મુલાકાત ,

બોલ સખી

prafula

બોલ સખી!

બાળપણાની સહિયર  હરદમ હેત પ્રીતની  હેલી 
વિના  કારણે   આજે  બેઠી   સૂનમૂન  કેમ સહેલી!

અચરજ મારા મનમાં ચાલે અણઉકલી કો’ વાત!
અંતર   કરતાં,  મન  અંતરના,  અંતરાય આતાપ

બે કળીઓ ખીલતી દિલખોલી સંવેદનશીલ ડાળે
હસે   રડે   અમ  આંસુ  સાથે  સાથે   નયન    હિંડોળે

મારી યાદે  માતા જ્યારે અતિશય  વ્યાકુળ  થાતી
તારે  ચહેરે    ત્યારે  એના  મનમાં   શાતા   વળતી

નાની  મોટી    ખટમીઠ્ઠી   પળપૂંજી   સિલક  મધુરી
દર્દ  ભરેલી  ગંભીર ગોષ્ઠિ  તુજ  વિણ રહે અધૂરી

તુટી  રહ્યો    જો  મૈત્રી  દોરો ,  દોડી  એને   ઝાલૂં
કે’, હળવેહળવે સરવા દઇ,આવર્તન ગણી વિસારું?
      ———-

Realize

Realize

You sit in your narrow little corner and Judge
The world passes by

You sit in your narrow little corner and Sulk
Love  passes   by

You sit in your narrow little corner and Complain
Time passes by

You sit in your narrow little corner and Connive
Peace passes by

You sit in your narrow little corner and Frown
Joy  passes  by

You sit in your narrow little corner and Demand
Nature  passes by

You come out of your narrow little corner and Realize
The Universe around, sings by

                                 ——————

Must have—

IMG_0321

Must Have Done Something Good 

 A house on a hill and a window to the sky
In the blue of my eyes feel warm sunny sky

 Deep sleepy nights and bright dreamy days
Delightful dawns play a symphony of rays

 A fistful of colors thrown all around space
Raindrops do shine through the rainbow lace

 Wild flowers rally on the wonderland prairie
White wild posies do the dance with the fairy

 Most of all, the good attitude
Lets me live at lovely latitude
 

Holy hue humbles and hugs me in verse
 Have I done some good to due deserve?

—————– 

દિવાળીનો મર્મ


paintig by Dilip Parikh

દિવાળીનો મર્મ
અગ્યારસઃ

અગ્યારસ  ઉપરવાસ,તપ ને નિયમન
વિખરાયલ વૃત્તિઓનો   સંયોજક   દિન

બારસઃ
વાક બારસ, પ્રિય વિમળ વાણી વરદાન
દેવી  મા  શારદા,   સમર્પણ   આ    દિન

ધનતેરસ
ધનતેરસ,   સમજાવે  સૃષ્ટિની    વૃષ્ટિ
યોગ્ય વ્યય સંચય  સમતોલનનો દિન

ચૌદશ
કાળી ચૌદશ,  મનઃ  ક્લેશનુ   મરદન
નષ્ટ કષ્ટ  કકળાટો,     ગોષ્ઠીનો દિન

દિવાળી
દિવાળી, જ્ઞાન-દીપ આજ  હું    જલાવુ
અંતઃકરણ  અજવાળે  શાંતિનો     દિન

કરણી ભરણી

ART04

painting by Dilip Parikh

કરણી ભરણી

પ્રારબ્ધના પડીયામાં પ્રથમ શુભ પ્રસાદી
તેજસ્વી માત,  તાત સજ્જન,  સુખશાંતિ

દેહલતા સ્વસ્થ વળી   સમતોલન   બુદ્ધી
લાગણીના   લયસ્તરમાં   સંવેદન    શુદ્ધી

વ્હાલપની   વ્હેંચણીમાં   કૃપાળુ   ભંડારી
વ્હેંચુ વ્હેંચુ    ને  વધે   ભાવ    સદાચારી

ધોઈ  ધોઈ  રાજી થાઉં   ચાદર   ચુંગાલી
નિર્મિત  સૌ  કષ્ટ  સહી અભ્યુદયે ચાલી

જ્ઞાનદીપ સાવધ, અજ્ઞાન શ્યામવાદળી
એક   એક  તાર  ગુંથે   કર્મોની    કામળી

પ્રારબ્ધ   કેરા   પાત્રે   પુણ્યકામ     પૂર્તિ
લખવી   જીવન  કાવ્યે   જરૂરી  પાદપૂર્તિ
                  ————

                      પ્રારબ્ધ લઈને આવ્યા એ વાપરતા જઈએ, તેમ તેમ પાત્રમાં ભરતા રહીએ,
                         એ પ્રમાણે ભવિષ્ય ઘડાય છે. આ વિચારને દર્શાવવાનો નમ્ર પ્રયાસ.

બાલ નંદન Innocence

KS

બાલ નંદન

ફૂલ  ગુલાબી ચહેરા રોજ આવે મારે બારણે
મલકે   કરચલીઓ   સજી    હેતભર્યા    તોરણે

આંખના અણસારથી   કે   હોંઠના   હિલોળથી
આવતી  ખુશાલી  મારે  આંગણ અણમોલ સી

પસરાવી   હાથ   પ્રિય   બાળકડાં     બોલથી
આવરીલે   ક્ષણમાં મિષ્ટ માસુમ કિલ્લોલથી

ચલવિચલ  દોડતા વણથંભ્યા   એ   ચરણથી
દોડ,  બાપુ, દોડ!   અનુરોધે   જીદ   વ્હાલથી

પકડે  કોણ  કોને!  ખેર, આનંદ  સૌ  અનુભવે
લઈ  લીધા દોડી આવી બાથમાં  આ શૈશવે

સ્નિગ્ધ ને  સુંવાળા     મુલાયમ     મનરંજના
બાલ  હાસ્ય  સુરખી  મૃદુ   નિર્મળ    નિરંજના

———

        Innocence

             Rosy fresh blossoms show up at my door
              
The sweet smiling faces we love and adore

                 The twinkle in their eyes,  soft and  so sure
                
A special precious pleasure, pious and so pure

                  Spreading cheery arms. “Come to me sweethearts!”
               
In a fraction of a moment encircle our hearts

          Frisky tiny feet scurry round all  around
         
” Run, Bapu, run!” The gleeful singing sound

           Who is chasing whom? A simple silly race
           
Childhood runs to us, gathers in embrace

           Sparkling shiny smiles a blissful resonance
         
Darling little ones hold divine innocence

Ava,k,usIMG_8235

 

 

  

 

અશ્રુબિંદુ / A Tear Drop

Urvashi-


 

Saryu/Urvashi

 

 

 

અશ્રુબિંદુ

એક  અશ્રુબિંદુ  મારી  પાંપણની  કોર   પર
ગીત લઈ આવ્યુ જુની યાદો દિલદોર પર

નાનેરી  બહેની મારી, ઉર્વશી   પરી   હતી
આવી’તી  આભથી  પાંચ વર્ષ  રહી  હતી

માતપિતા  ભૈયાના   ઉરની   ઓજસ  હતી
બહેન સહજ બચપણની મારી  હરીફ હતી

ઓચિંતી   ઈશ ઘેર પાછી એ ફરી   હતી
માતતાત  નજરુંમાં  મરુતા  ઝરતી  હતી

ના સુણ્યું જાયે  આ  ગીત  ઉરૂ  ગાતી’તી
“કકડુપતિ  રાઘવ રાજારામ” રટતી’તી
ને વળી તોફાની ખિલખિલાટ હસતી’તી!

શબ્દો અંહી આવ્યા આ સૂરોની પાંખ પર
જઈ જોજન ભીંજવશે  ભૈયાની આંખ પણ

ઉર્વીની   ઉષ્માથી  નયણાંના  તોરણ  પર
મીઠુ   હસી  ને  રડી   કેટલીયે   યાદ પર
————

My sister-Urvashi
One tear drops from the corner of my eye
Oh! with this song, the memories revive
We couldn’t bear to listen to the song any more
For my five-year-old sister  was no more

She used to sing, “Kakadupati raaghav raajaa raam”
Instead of, “Raghupati raaghav raajaa ram”

One day she was there, melted in our veins
Then she was gone, leaving us in pain

We have missed her a lot throughout our lives
Relived with this song special moments of those times

————————–

હસી ફરી– Smile Again

 

IMG_0046

painting by Dilip Parikh                                                     
                                                                           હસી ફરી–

આશ   તારલી   આજ   રાતભર   ઝાકળ  થઈને  ઝરતી
સ્વપ્નોની     રંગોળી    રોળી    શ્યામ    વાદળી  વરસી

યૌવનના    આંગણમાં    વેલી   ખીલી    પ્રેમ   સીંચેલી
શરમાતી     મલકાતી    અર્પિત    પૂર્ણ    પણે    વરેલી

પ્રેમે   આશે   શ્વાસે     ઝૂલી     નરમી    નેણ    મીંચેલી
ત્રાપટ    ઝાપટ   વાગી  ત્યારે   ધ્રૂજતી    એ    ભીંજેલી

અણધારી     આફત     આવેલી      વાછંટે      વીંઝેલી
તણખલાના     તીર   તેવર     ક્રુર     કાંટેથી    વીંધેલી

હૈયામાં    એ    હામ    લઈને    શક્તિ     સહ    જાગેલી
મમતાળી   ડાળી     ઓથારે    હસતી    ફરી  ખીલેલી

 નવા   પ્રહરની  ઝાકળ  ઝીલી  તૃપ્ત    બની   તરસેલી
હૈયામાં     ઉમંગ     લઈ     નવસ્વપ્ન     સજે    શર્મીલી

                                                                     

  Smile Again     
My wonderful teacher, I send you this letter
To let you know that my life is much better.
As you know, I grew up in Syria
School and college were sheltered euphoria.
He was cute and pursued me for long;
I married him for love, thought together we belonged
I was overjoyed to come, guided by his ruling hand
I was happy in the hijab, timorous in this foreign land

Soon, my love was quite aloof; he had seen the dollar spoof
I was hurt and all alone, didn’t know what was going on!
He often slapped me here and there; I thought,“ he is just upset!”
I didn’t have anyone to tell, I kept the secrets very well.
He humiliated me more, asked for papers and passport,
I said, “ No, no, you must leave.” He said, “ need you to deport.”
He waved the shiny knife, yelled and dragged me to the street.
I cried and begged him just to stop, couldn’t see a way to retreat.

 The police took me to a bend, where I could barely comprehend.
They told me to call some shelter, a safe place;
“I want to see my mama’s gentle face.”

 Lucky for me that you were there.
You kindly took me in your care.
You tended my broken, beaten life,
                               You stroked my tender, weeping heart.                            

You taught me how to get my rights
     Find the freedom from the fights
      I look forward to future sights
    Out of the dark and into the lights.

                       I thank you, O’ my teacher, as well as several other kind helping hands.

                                   Your Happy Survivor                              
                                   
—————————- ——————-
                               True story/Written by Saryu Parikh, June 2009

 

રક્ષાબંધન

રક્ષાબંધન


                   

                                                                       મુનિભાઈ સાથે ૧૯૫૦

જિંદગીમાં દીર્ઘ રુજુ રુણબંધ ભાઈ બહેનમાં
બે કીનારા સ્નેહના  વારી છલકતા  વ્હેણમાં

 માવડીની  ગોદમાંથી    ખેંચતો    ઉતારવા
પણ એ જ લાવી આપતો’તો બોરજાંબુ મનાવવા

 મસ્તીમાં મારે ખરો પણ,  મારવા  ના દે કોઈને
હું કદી  વઢું લડું  પણ આંચવા ના  દઊ કોઈને

 અરે! કોણ આને પરણશે! ચોટલો બાંધી ચીડવતો
બહેનનો સુહાગ શોધે,   કો  કસર  ન   ચલાવતો

 અંતિમ સમય હો માતનો કે કષ્ટનુ  કારણ  હશે
હ્રદયના  ખાસ  ખૂણામાં  સહોદર   હાજર   હશે

 પાનખરના પ્રહરમાં  હું આજ આવીને   ઊભી
બાલપણથી શુભેચ્છા સદભાવ વરસાવી રહી

 અત્યંત નાજુક લાગણી અણકહી જે અનુભવી
 પ્રાર્થના, હીરદોરથી રક્ષા કરો મમ વીરની

———-સરયૂ પરીખ

   Rakshaa Bandhan

 The longest relationship in my life is with my sibling
 Kind of competing, but caring deep feeling

 My brother, who used to pull me down from my mother’s lap,
Is the one who brought in life the pleasantry and pap.

 He might hit me for mischief, but he wouldn’t let anyone harm me
I did scream and fight with him, but I wouldn’t let anyone scold him.

 ‘Oh, who will marry her?’ He used to pull my hair and tease,
But to find a good husband for me, he would not compromise.

 It could be the last hours of our mom’s life or some trouble in my life,
My brother will be present in that special corner of my heart.

 Years have gone by since our childhood part
Always send well wishes from the bottom of my heart

                            The gentle subtle feelings are wrapped in a string
                                This soft shiny silk pray, all the joys to bring

——————————————————–

  Rakhi-Octo08

 ^Saryu  with Munibhai-1950/            
                                                                     Sangita-Samir, ’08

Raksha Bandhan: A sister ties Rakhi, silk thread, on brother’s right wrist, gives blessings and receives gift and life time promise from brother to protect her.

A Village

IMG_8223

A Villge. By Dilip Parikh.            સાહેલીનો સાથ, નિર્મળ નીલ આકાશ
                                                          નીર નૂપુર ને નૈના આનંદે છલકાતા જાય–સરયૂ

Details:IMG_8218

IMG_8219

IMG_8220

દસકામાં વિભાજન

Posted in કાવ્યો by saryu on July 16th, 2009

ચિત્રઃ દિલીપ પરીખ

અવિરત આ જીવનમાં દસકાનુ દર્પણ,
પ્રતિબિંબ અલગ કર્મ  ક્ષેત્રને સમર્પણ.

શીશુકાળ  પ્રેમાંગણ હસી ખીલ્યા ચાતુર,
બીજા દાયકામાં ચિત્ત ઉત્સુક મન આતુર.

ત્રીજા દસકામાં જીવન પૂર્ણ કળા ખીલ્યું,
ચોથામાં ફૂલ  મધુ  ફળ બની   વિલસ્યું.

પંચમ  દસકામાં   અનુભવથી   ગંભીર,
સેવા   સમર્પણ   ધ્યાન   અંતર  મંદિર.

છઠ્ઠા  દસકામાં   પૌત્ર  પૌત્રીની   સંભાળ
અદભૂત આ આજ ગુંથે કાલની ઘટમાળ

ગયા દાયકાઓ,  પ્રતિબિંબને   નીહાળું
પળની કોઇ પરિમલમાં મનને ઝબોળું

એક એક  કર્મને  મેં  પૂર્ણતાથી  મ્હાણ્યુ 
શાંતિ  સંતોષ સહજ  એ જ  મહેનતાણુ

                  ————–

Most wonderful smile

Most Wonderful Smile

IMG_7915

Pretty little girl is coming to town,
Not seen for a while, glad she came down.

 She smiles at us, but clings to her dad,
Then frowns a little, may be she’s sad.

 Delicate tress partially covers her face,
Lovely little hands twist soft silk lace.

 Sits at the table asks, “When, what, how!”         ava-09
Giggles at Bapu when he sneaks in a “Wow!”

 Butterfly flutters on her lemon yellow dress,
Runs with her cousin who tries to impress.

 We try to convince for a hug or a kiss,
She remains reserved, a rare hit or miss.

 Visit is over, we say “Sweet, so long.”
            Coy rejoice, holds daddy all along.              

                             —————-

             After Samir and Grand daughter Ava’s visit.

          June 2009

તમસ, રજસ, સત્વ


તમસ, રજસ, સત્વ

  DKP

અગણિત ઈચ્છાઓ,   માત એની મમતા
  અવિરત કંઈ ક્લેષો,  માત  ’હું’ અહંમતા– 

સુખ અને દુઃખ  એક સાથ સાથ  વસતા
અનેક  વિધ આકારે   સર્વ  સમય   ડસતા–

મધ મીઠા  સાકર સા સ્વાદથી રીજવતા
   
નશીલા સુંવાળા સુપ્ત ભાવમાં વિષમતા–

  માયાની     મોહજાળ    મલકે    માદકતા
   તમસ દ્વાર  ખૂલ્લુ,  આમંત્રે     લોલુપતા–

એક    એક      પગલે      ઉંડા     ઉતરતા
 
બહાર    કેમ    નીકળું,  ભારી   વિહ્વળતા-

 કર્તવ્ય   કર્મ    ધર્મ   સ્નેહમાં   સફળતા
       
રાજયોગ  યમનિયમ તપમાં નિયમિતતા–

 ચંદનમન ઘસી ઘસી સુવાસિત સમતા
   
જ્ઞાનધ્યાન દાનપુણ્ય, વિકસે સાત્વિકતા–
———–

અપેક્ષા – ગુર્જરી ડાયજેસ્ટમાં ૪/૨૦૦૯માં પ્રકાશિત

અપેક્ષા              – ગુર્જરી ડાયજેસ્ટ,     ૪/૨૦૦૯માં પ્રકાશિત

                                                                      લે. સરયૂ પરીખ

“આજે સરગમ કેમ હજી આવ્યા નહી?”
અવન્તિકાબહેન ક્યારના સવારની પુજામાંથી પરવારી સરગમની રાહ જોઇ રહ્યા હતા.

ચાર મહીના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઇને કોઇને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! બધાનુ કરી છુટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે. ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલા.

જ્યારે દીકરો વહુ ઘરડા ઘરમાં મૂકવા આવેલા ત્યારે અવન્તિકાબહેન એટલાં મુંજાતા હતા કે આંખના આંસુ પણ સંતાઈ ગયા હતા. આગળની ઓફીસમાં મિસ.મેનનની રાહ જોતાં બેઠા હતા. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલાં હતા, ત્યારે દીકરો મહેશ અન્યમનસ્ક ભાવથી ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતુ, ‘ તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઊપાય નથી.જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતાં હતાં,’ એમાં મે શું ખોટુ કરેલું? મારી સીત્તેર વર્ષની ઊંમરની પણ કાંઈ માનમર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરુર નથી.’

દીકરાને થાય કે હવે કોઈ ઓફીસમાં આવે તો સારું. સેક્રેટરી બેસવાનુ કહી ક્યારની યે ગઇ. ‘બહારથી તો મકાન સારુ દેખાય છે. આગળના રુમની સજાવટ પણ સારી છે.ઠંડક પણ છે. બાએ કહ્યા પ્રમાણે સફેદ સ્વેટર પહેર્યુ એ સારું છે.’ મહેશની નજર મા તરફ વળી. ‘કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ. જરા જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત. ગમે તેમ કરીને મીનળને સમજાવી લેત, પણ બાએ એમનો કક્કો ન છોડ્યો તે ન જ છોડ્યો. અને જ્યારે સુનીલ-સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય!’ આમ આજે મન મક્કમ કરીને બાને ઘરડાં ઘરમાં લઇ જ આવ્યા. દીકરાએ મનથી સહજ પ્રાર્થના કરી કે જરા ગોઠવાઈ જતાં બાનો આનંદી સ્વભાવ પાછો આવી જાય.

અંતે નિવૃત્તિ નિવાસના ડિરેક્ટર મિસ.મેનન આવ્યા અને જરુરી કગળો તૈયાર કરી આપ્યા. અવન્તિકાબહેનને જરા ડાયાબિટિસ સિવાય કાંઇ બીજી તકલિફ નહોતી. અહિં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને એમને શાંતિ થયેલી.મિસ.મેનને ફોન કરીને અંદરથી કોઇને આવવાનુ કહ્યું. થોડા સમયમાં સવિતાબહેન નામના બહેન આવીને ત્રણેને અંદર લઈ ગયા.રુમ પાસે પંહોચતા જ હસતો અવાજ સંભળાયો,
“હલ્લો, કેમ છો? મારું નામ સરગમ. તમારું નામ?”
“અવન્તિકા” એમણે ધીમથી જવાબ આપ્યો.
” મજાનુ લાંબુ નામ છે.હું તમને મિસિસ.એન્ કહું તો વાંધો નથીને?”
“ભલે” અવન્તિકાબહેને રસવગર જવાબ આપ્યો.

સરગમ એમનાં દીકરા વહુને પણ પ્રેમથી મળેલી. પોતે જ એમને રૂમ તથા બાથરૂમ બતાવવા લઈ ગયેલી. સરગમ પ્રસન્નતાથી વાતચીત કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું.
મન-મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો.
‘ અરેરે! અહીં તો ભગવાનનુ મંદિર પણ નથી. આ જગ્યામાં કોઈ સંતનાં પગલાં પણ નહીં પડ્યા હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે!’
સરગમ જે કહેતી હતી એ એમને કાંઈ સંભળાતુ નહોતું.
‘ મારા ઠાકોરજીને અહીં જરાય નહિં ગમે. આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું, જેને છૂતાછુતનું ભાન હોય.’

” જુઓ બા આ રૂમ તમને ગમશે.” મીનળ બોલી,” આ ખાટલો ઠીક છે ને? તમારી શાલ બેગમાં મૂકી છે.”
” હાં ઠીક છે.” અવન્તિકાબહેન બોલ્યા પણ મનમાં વિચારે કે,’હવે મીઠાશ બતાવે છે. ગઈકાલે જે કકળાટ કર્યો હતો તે હું એમ કાંઈ ભૂલી જવાની છું! મેં તો કેટલી શાંતિ રાખેલી પણ એણે તો રાડ્યું પાડે રાખી.’

રહેવાની જગ્યા જોવાઈ ગયા પછી ,” ધ્યાન રાખજો”, કહીને દીકરો-વહુ જતાં રહ્યાં.અવન્તિકાબહેન એક્લાં રૂમમાં પથારી પર વિચારની અવસ્થામાં ખબર નહિં કેટલી વાર બેસી રહ્યાં હતાં. અણજાણ, બે આંખોમાંથી આંસુની ધારા એમનાં પાલવને ભીંજાવી રહી હતી. નાનાં હતાં ત્યારે એમનાં બાપુ કહેતાં,”બેનાને તો પાંપણે પાણી.” એ ઉંમરે એમને કલ્પના પણ નહોતી કે પોતે ક્યારેક સિત્તેર વર્ષનાં થશે અને રડતાં બાપુને આમ યાદ કરશે! યાદોની હવા ક્યાંથી ક્યાં લઈ જાય છે!

બપોરનો ચાનો સમય થતાં સવિતાબહેન બોલાવવા આવ્યા.
“મને સરગમબહેને વાત કરી કે તમારૂં નામ અવન્તિકાબહેન છે. ચાલો ચા પીવા જવાનો સમય થયો છે, આવો છો ને?”
” હાં,ચાલો.” એમને સારૂં લાગ્યુ કે રોજની જેમ આજે એકલાં એકલાં ચા નહિ પીવી પડે. જમવાનાં રૂમમાં જુદા જુદા ટેબલો ગોઠવેલાં હતાં. એક બહેનની પાસેની ખાલી ખુરશીમાં એ બેસી ગયા. થોડીવાર કોઇએ ધ્યાન આપ્યુ નહિ. ચાના કપ આવ્યા એટલે બધાં શાંતિથી ચા પીવા લાગ્યા.
અવન્તિકાબહેનને થયું,’આ ચા તો બહુ ગળી છે.મને પસંદ એવું અહીં મને કાંઇ નહિ મળે.’ ત્યાં બાજુવાળા બહેન બોલ્યા,” એ સરગમબહેન! અહીં આવો તો.” સરગમ ઊભા થઇને આવ્યા અને સીધાં જ અવન્તિકાબહેન પાસે આવી ને બેઠાં.
“ચા પીધી ને?” અવન્તિકાબહેને માથું નમાવી હા પાડી.
” હું તમને આ બધાની ઓળખાણ કરાવું.” સરગમ હસીને બોલ્યા,  ”પેસ્તનજી દારૂવાલા, વલ્લભભાઈ ચોરડીયા, વિનયવભાઈ પંડ્યા અને લીલાબહેન. તમે અને લીલાબહેન એક જ રૂમમાં છો.” હવે લીલાબહેનનાં મુખ ઊપર હાસ્ય આવ્યુ.
પેસ્તનજી કહે,” સોજ્જો તમો અહિં આયા. તમોને ગમશે.” વલ્લભભાઈએ માંડ માથું હલાવ્યુ.
વિનયભાઈએ પુછ્યું, “ક્યાંના છો?”
અવન્તિકાબહેન, ” ભાવનગરની છું. હવે છોકરાઓ મુંબઈમાં ગોઠવાયા તેથી ભાવનગરમાં ખાસ કોઈ નથી, એક ભાઈનું કુટુંબ જ છે.” આટલું બોલતા તો એમનું મન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંના આંસુને પી જવા હોંઠ મજબૂતાઈથી બંધ કર્યા.સરગમ સામે જોઈને જાણેં મદદ માંગી રહ્યાં. સરગમે ભાવથી એમનાં ખભા પર હાથ મુક્યો અને બધાં સામે જોઈ બોલ્યા,” ચાલો રમત ગમતનો સમય થયો છે, તો જઈએ.” પેસ્તનજીએ એમની લાકડી સંભાળી અને તેનાં ટેકે ટેકે બહાર ગયા.

લીલાબહેને કહ્યું,” ચાર વાગે પાછા રૂમમાં જશું પછી તમારે કાંઈ મદદની
જરૂર હોય તો કે’જો.”
અવન્તિકાબહેને હસીને આભાર માન્યો.
સામેના મોટાં હોલમાં સરગમ સાથે ગયા જ્યાં નાનાં મોટાં રમી શકે એવી રમતો હતી. કેટલાયેં ઘરડાં સભ્યો આમતેમ પોતાની જ દુનિયામાં ખોવાયેલા ફરતાં હતાં. કેટલાંક
પત્તા રમવાનાં ટેબલ પર બેઠાં હતાં.
વિનયભાઈએ પૂછ્યું,” અવન્તિકાબહેન્,બ્રીજ રમતાં આવડે છે?”
” હાં, થોડું થોડું. થોડાં દિવસ પછી પ્રયત્ન કરીશ.” એમણે ઉત્સાહ વગર જવાબ આપ્યો અને એક ખૂણાંમાં પિંગપોંગના ટેબલ નજીકની ખુરશીમાં બેસી ગયા. બધાને જોતાં જોતાં ક્યારે પૌત્રો-સુનીલ અને સુમનની દુનિયામાં પહોંચી ગયા એનો ખ્યાલ ના રહ્યો.
‘બેઉને નાનપણથી કેટલાં જતનપૂર્વક ઉછેર્યા! નાનો તો દાદી વગર પાણી પણ ના પીવે. એટલે જ નાનાની માંદગીમાં મારે હાજર રહેવું પડેલું.’
ગર્વ સાથ યાદ આવ્યુ,’અઠવાડિયામાં ચાર વખત છોકરાઓને મંદિર લઈ જાઊં.કેવા આરતી કરતાં શીખી ગ્યા’તા.મીનળ અને મહેશ કીધાં કરે,”આ બધી અંધશ્રધ્ધા છે.”પણ સાંભળે કોણ? એમને શું ખબર પડે!’
“અવન્તિકાબહેન કયાં ખોવાઈ ગયા છો?” સરગમે વિચાર તંદ્રામાંથી જગાડ્યા.

સરગમ સહાનુભૂતિપૂર્વક કહે,

“અવન્તિકાબહેન, તમને પહેલે દિવસે કાંઈ પસંદ નહિં પડે પણ હિંમત નહિં હારતા,ધીરે ધીરે ગમી જશે. અને આમ તો જ્યાં રહીએ ત્યાં પ્રેમથી રહીએ તો બધે ગમે.”

પણ અવન્તિકાબહેનના મનનાં વિરોધ વંટોળ કાંઈક બીજું જ સાંભળતાં હતાં. ‘મારૂં કામ હતું ત્યાં સુધી રાખી અને હવે ઘરમાંથી કાઢી મૂકી. માંડ માંડ ઘરમાં ધરમ કરમ, પાઠ-પૂજા ચાલુ કર્યા હતાં. ઘર કેવું પવિત્ર થાય! બસ હવે તો બધી માંડવાળ. આટલાં કલાક લાંબા લાગે છે તો વરસ કેમ જશે?’

મહેશ કહી ગયો હતો કે એક વરસ નિવ્રુત્તિનિવાસમાં રહો પછી વિચારશું. આમ મુંઝવણમાં પહેલી રાત તો જેમતેમ કરીને પૂરી કરી. બીજે દિવસે
સવારનાં નાસ્તા પછી લીલાબહેન સાથે બેસીને વાતચીત શરૂં કરી.
“તમે અંહી ક્યારથી છો?”
“પાંચ મહિનાથી છું. મને સ્ટ્રોક આવેલો પછી જમણાં કાને સંભળાતુ નથી.મને
વાંચવાનો બહુ શોખ.કેટલીયે ચોપડીઑ વાંચ્યા કરૂં છુ.” લીલાબહેન પાતળી
કાયાને ટટ્ટાર રાખીને બેઠાં હતાં.
અવન્તિકાબહેનને થયું કે આટલું વાંચે છે તો પહેલા શિક્ષક હશે,” તો તમે પહેલાં શું
નોકરી કરતાં હતાં?”
“મને સ્ટ્રોક આવેલો.મને વાંચવાનો બહુ શોખ.” લીલાબહેન એમની ધૂનમાં બોલતાં
હતાં.અવન્તિકાબહેનને ખ્યાલ આવી ગયો કે એમને લાંબા સમયની યાદદાસ્ત નથી
રહી. વર્તમાનમાં જે બની રહ્યું છે તે બરાબર સમજી શકે છે અને યાદ રાખી શકે
છે. ત્યાર બાદ એમને ભૂતકાળમાં લઈ જવાની કોશિશ કરવાનું છોડી દીધું.

અવન્તિકાબહેને બેગ ખોલી વસ્તુઓ ઠેકાણે મૂકવા માંડી. બે ત્રણ સાડલાં ઊપાડ્યા ત્યાં નીચેથી બેય દીકરાના કુટુંબના ફોટા અને સુનીલ-સુમનના હમણાં પડાવેલા ફોટા સામે નજર પડી.’ ફોટા પડાવવા જવાનું હતું ત્યારે વાળ ઓળાવતા બાળકોએ કેટલી લમણાં ફોડ કરાવેલી!’એમને યાદ આવી ગયું.
પાંચ વરસનો સુમન અને આઠ વરસનો સુનીલ, પણ હોંશીયારી તો વીસ વરસનાં હોય ને એવી-આમ અવન્તિકાબહેન ગૌરવસહિત બધાને કહેતા. આટલાં વર્ષો એમણે કુટુંબની માયાને સર્વસ્વ માની એ જ માયાજાળમાં ગુંચવાયેલા રહેલાં.મંદિર જવું, પૂજાપાઠ કરવાં, એને જ ધર્મ સમજતાં.રોજ ઊઠીને કોઈ વખાણ ના કરે તો ક્લેશના કાદવમાં ડૂબી જાય. કાંઈ તક મળતાં મનનો ઊભરો વાણી અને વર્તન દ્વારા બતાવી દેવાનો અને સાથે સાથે રડવાનુ પણ ખરૂં. “મારૂં તો કોઈ સાંભળતુ જ નથી.હું તો કેટલી સારી છું! કોઈ આશા નથી રાખતી, પણ જુઓ છે કોઈને મારી દરકાર!’
બારણાં પર ટકોરાં પડ્યા અને સરગમનો અવાજ આવ્યો, “અંદર આવું?
“હાં, આવોને.” અવન્તિકાબહેને હસીને આવકાર આપ્યો.”આ જુઓ, મારા દીકરાઓ અને નાના સુનીલ અને સુમન.” સરગમ ફોટાઓની સામે જોઈ રહી હતી.
અવન્તિકાબહેને આગળ ચલાવ્યુ.” મેં જ આ બેયને મોટા કર્યા,સાંચુ કહું છુ. રાતદિવસ બે બાળકોની સાંચવણી કરી છે.મંદિર લઈ જઈને બાબા ગુરૂના આશીર્વાદ લેવરાવ્યા.પણ હોળી ટાણે સુમન માંદો પડ્યો ત્યારે ઠીક ન થયું.”
“શું ઠીક ન થયું?” સરગમે પૂછ્યું.
” મારા હૈયા પર બહુ ભાર થઈ ગયો છે તેથી મારે કો’કને તો કહેવું જ પડશે. તમને કહું પછી તમે જ ન્યાય કરજો.” અવન્તિકાબહેનને એ વાત એટલી મનમાં ઘૂંટાઈ રહી હતી કે હવે બહાર કાઢ્યે જ છૂટકો.”સુમનને ડોક્ટરે કહ્યું હતું ન્યુમોનિયા થયો છે. મને બાબા ગુરુમાં બહુ શ્રધ્ધા.દવાની ગોળિઓમાં શું ભલીવાર હોય છે? મેં તો મંત્રેલી રક્ષાથી એને માથે ટીલાં કર્યા,ને હાથમાં ટીલા કર્યા.સુમન તો ઊંઘ્યા કરતો હતો તેથી મને થયું કે સારૂં થઈ જશે.મારા બાબા ગુરૂની રક્ષા.પણ ત્રીજે દાડે સવારથી તબિયત વધુ બગડી અને ડોક્ટરને ઘેર બોલાવવા પડ્યા.
ડોક્ટરે પૂછ્યુ, ” દવાની ગોળીઓ બરાબર આપો છો ને?”
મીનળ કહે,”બાને સમય વગેરે બધું લખીને બરાબર ચેતવણી આપીને ગોળીઓ આપી છે તે સુમનને ખવડાવતા જ હશે.હમણાં એમને બોલાવીને પૂછું.”
મેં તો હા ના કરતા, બીતાં બીતાં રક્ષાની વાત કરી.ડોક્ટર,મહેશ અને મીનળના ગુસ્સાભર્યા ચહેરા હજુ મારી નજર સામે ચોંટી ગયા છે.ઈંજેક્શન આપીને ડોક્ટર તો જતાં રહ્યાં.હું મારા રુમમાં ભરાઈ ગઈ પણ મીનળ અને મહેશના અવાજો સાંભળીને હું ધ્રુજી રહી હતી.મહેશનો છેલ્લે બારણાં પાસેથી અવાજ સંભળાયો,”જે કહેવાનુ હશે તે મારી બાને હું કહીશ્, ઓકે! તારે બરાડા પાડવાની જરૂર નથી.”
મહેશ કલાકેક પછી પાછો આવ્યો અને ઊદાસ ચહેરે મારી પાંસે બેઠો.કહે,”બા!અમે
કહીયે છીએ કે અંધશ્રધ્ધા છોડી દો પણ પથ્થર ઊપર પાણી.હવે તમને સંભળાય છે ઓછું, દેખાય છે ઓછું પણ જીદ વધતી જાય છે.દિવસે દિવસે તમારૂં અહીં રહેવાનુ અશક્ય બનતુ જાય છે. મેં ભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને નિવૃત્તિ નિવાસમાં મૂકવાનો નિર્ણય
લઈ લીધો છે.”
મેં કહ્યુ,”તમને કશી સમજ નથી પડતી.બાબા ગુરૂની રક્ષામાં કેટલી શક્તિ છે! ગયા અઠવાડીયે મંત્રેલા પાણીથી જ સુનીલની ઉધરસ મટી ગઈ હતી.”
“હેં! તમે મંત્રેલ પાણી સુનીલને આપેલું?”
“હા! એમાં ખોટું શું છે? તમારી સારી નોકરીઓ મારા મંત્ર જાપથી જ ચાલુ છે.”
મને લાગ્યુ કે જાણે મહેશને ચક્કર આવી ગયા. હવે તમે જ કહો સરગમ, મારી વાત સાચી છે ને?”

સરગમ ધીરે ધીરે વિચાર કરતાં બોલ્યા,” અવન્તિકાબહેન, તમારી માન્યતાઓને સત્યનું નામ આપો એ બરાબર છે? તમારા ધાર્મિક ક્રિયાકાંડને ભગવાનનું સ્વરૂપ માની લો અને અંધશ્રધ્ધાને સમર્પણ સમજો ત્યારે તમને તો નુકસાન થાય પણ બીજાને એમાં ઘસડી જવાનો પ્રયત્ન કરો ત્યારે એમને પારાવાર નુકસાન થાય.”
અવન્તિકાબહેન અકળાઈને બોલ્યા, “મારો ધર્મ મને નાનપણથી એ જ શીખવાડે છે અને હું એ જ રીતે જીવવાની છું. થોડું ભણ્યા એટલે છોકરાઓ એમ માનવાં માંડે કે હું ખોટી છું, એ મારાથી સહન નહીં થાય. મારી વાત એટલે સો ટકા સાચી.”

સરગમ ઠંડકથી બોલ્યા,” કશો વાંધો નહિ. ચાલો હવે બને તેટલું ભૂલી જાવ. આજનો દિવસ સૌથી વધારે અગત્યનો છે. ભૂતકાળનાં અનુભવોમાંથી કાંઈક શીખીને આપણીં આજ સુધારવાની છે.”

આવા ઘણાં પ્રસંગૉ સરગમ સાથેનાં યાદ કરતાં અવન્તિકાબહેન ફરી પાછાં બૉલ્યા,”અરે! સરગમ કેમ હજી આવ્યા નહિ?” આ ચાર મહિનાઓમાં એમનૉ એકે દિવસ સરગમ સાથે વાતૉ કર્યા વગર પૂરૉ નથી થયૉ. રૉજની જેમ આજે પણ એ આતુરતાથી એમની રાહ જોઈ રહ્યાં હતાં. છોકરાઑનૉ કાગળ આવ્યૉ હતૉ એ સરગમને બતાવવાનૉ હતૉ. આટલા સમયના સહવાસમાં અવન્તિકાબહેનની વિચારૉની જડતામાં થોડી થોડી કોમળતા ક્યારે દાખલ થઈ ગઈ એ એમને પૉતાને પણ ખબર ન રહી.
નારાયણભઈ ઉતાવળા આવ્યા અને બોલ્યા,” આવન્તિકાબહેન! અશુભ સમાચાર છે. સરગમ આજે વહેલી સવારે હ્રદરૉગના હુમલાથી મ્રુત્યુ પામ્યા.” અવન્તિકાબહેન પથારી પર બેસી પડ્યાં,”અરેરે! આવા અણધાર્યા સમાચાર? એના હસતાં ચહેરાને જોયા વગર મારા દિવસૉ કેમ જશે!” મનુષ્ય સ્વભાવ, સ્વચિંતા પહેલી કરશે.
અવન્તિકાબહેન, આંખનાં આંસુ લુછતાં, લીલાબહેન સાથે વાતૉએ વળગ્યા.
” સરગમબહેન કેટલાં ભલા હતાં. જે પરિસ્થિતિમાં હતાં એમા સંતૉષથી રહેતાં.કૉઇ દિવસ પૉતાના દીકરા-વહુનુ કે બીજાનું ખરાબ નહૉતાં બૉલ્યા. બસ પ્રેમ આપવામાં જ મશગુલ હતાં.”
—-

આ પછી સરગમની યાદમાં અવન્તિકાબહેનના દિવસૉ પસાર થઈ રહ્યા છે. એમનાં સહજ રીતે કહેલા વાક્યો ફરી ફરીને યાદ આવ્યા કરે છે. એમણે પહેલે દિવસે કહ્યું હતું એ પ્રમાણે, અવન્તિકાબહેનને ધીરે ધીરે નિવ્રુત્તિ નિવાસમાં ગમવા માંડ્યુ હતું. પૉતે કકળાટ કરતા હતાં એનાં જેવુ કાંય ખરાબ નહૉતુ લાગતુ. ‘અંહી મને એકલી નાખી ગયા’
એ ભાવને બદલે સરખી ઉંમરનાનૉ સહવાસ સારૉ લાગવા માંડ્યૉ. હવે તો અમુક રમતૉ અને ક્યારેક બ્રીજની પત્તાની રમત પણ ઉત્સાહથી રમે છે.

સરગમબહેન કહેતા કે પૌત્રૉને ઉછેરવામાં મદદ કરૉ તે તૉ યોગ્ય છે પણ જરૂર કરતાં વધારે મોહ અને વિટંબણામાં પડ્યા કે ખલાસ! ત્યાંથી જાકારો અને ક્લેશ સિવાય કાંઈ હાથમાં ના આવે.એમણે આ બે પંક્તિઓ કહેલી,

“કર્મનો મર્મ, મર્મથી ધર્મ, ધર્મથી નીતિ હું સમજી
કર્મ અકર્મ વિકર્મની સાથે,સુકર્મની રીતિ હું સમજી”

આ પંક્તિઓ અવન્તિકાબહેનને ગમી તો ગયેલી પણ એને સમજીને જીવનમાં ઉતારી શકાય એ એમણે સરગમના જીવન વ્યવહારમાં જૉયું.હવે એમને સમજાય છે કે આ ભાવ સહિત થોડી જાગૃતિ સાથે કુટુંબમાં જીવ્યા હોત તો પણ આનંદ મંગળ રહયા હોત.

સુનીલ, સુમન અને મહેશનૉ છેલ્લો કાગળ આવેલો એ ફરી આજે અવન્તિકાબહેન હાથમાં લઈને બેઠાં. સરગમને વંચાવવાનો ભાવ થઈ આવ્યો.ફરી વખત વાંચતાં જાણે સરગમનુ તાદ્દશ ચિત્ર ખડું થયું. એ અવસ્થામાં એની સાથે વાતે વળગ્યા.

” જો સરગમ! મેં બે અઠવાડીયા પહેલાં સુનીલના જન્મદિવસે કાગળ લખેલો, એનો કેવો સરસ જવાબ આવ્યો! મને હતું કે મારા વગર એ કોઈને નહીં ચાલે, પણ છોકરાઓ તો સ્કુલ પછી બાલવાડીમાં જાય છે અને બીજાં બળકો સાથે મજા કરે છે. મીનળ સાંજે પાંચ વાગે ઘેર લઈ જાય છે. ‘મારા વગર નહીં ચાલે’ એ ભ્રમણા ભાંગી ગઈ. રોજ હજી નાહી ધોઈને ભગવાનને પગે લાગે છે, હોં!” અવન્તિકાબહેન મનોમન સરગમને ગૌરવ સાથ કહી રહ્યા.

લીલાબહેનની શાંત અને સરળ પ્રકૃત્તિને કારણે આટલા મહીનાઓ સાથે રહેવા છતાંય અવન્તિકાબહેનને જરા પણ માનસિક ખેંચતાણ ન લાગી. પોતાની દયા ખાવાની વર્ષો જુની આદતને ખાસ પ્રોત્સાહાન નહોતું મળતું. એમની દીકરી અનુ અવારનવાર મળવા આવતી ત્યારે અવન્તિકાબહેન સાથે મીઠાશથી વાતો કરતી.

અનુ કહેતી, “મારા બાને સ્ટ્રોક આવ્યો પછી નિવૃતિ નિવાસમાં આવવાનો એમનો જ આગ્રહ અને સહકાર હતો, જેથી હું નોકરી પર હોંઉ કે બહાર ગામ, મારે ચિંતા ન કરવી પડે.” અવન્તિકાબહેન તો આ મા-દીકરીનો સરળ સંબંધ જોઈને છક્ક જ થઈ ગયા. ન કોઇ ફરિયાદ, ન કોઇ હક્ક-માંગણી.

કબીરનો દોહરો એ જ કહેવા માંગે છે ને!
‘સહજ મિલા સો દુધ બરાબર,માંગ લીયા સો પાની
ખીંચ લીયા સો ખૂન બરાબર, કહેત કબીરા જ્ઞાની’

અવન્તિકાનબહેનને થાય કે પોતે દીકરાવહુને, ભાઈને, કેવા ટોંણા મારતા,’તમને પહેલા જેવો પ્રેમ નથી, મને તો યાદ પણ નથી કરતાં’,વગેરે કહીને રડવા બેસતાં. ઉંમર સાથે સ્નેહનાં સ્વરુપો બદલાતા રહે જેનો સદગુણી સ્વીકાર કરી પ્રેમ આપતાં રહે તો બમણો પાછો મળે.

સમય સમયનુ કામ કરતો ચાલતૉ રહે છે.દિવાળી સમયે બધાં મળવા આવેલા અને અવન્તિકાબહેનને બહાર જમવા લઈ ગયેલા. સુનીલ-સુમનને ખબર કે બાને પીઝા બહુ ભાવે છે તેથી ખેંચીને લઈ ગયેલા. મીનળ સાથે સામાન્ય વાતચીત કરેલી પણ બે જણા વચ્ચે દીવાલ ઉભી થઈ ગયેલી એ હજી ખસી નહોતી. અવન્તિકાબહેન પોતાને સમજાવવા પ્રયત્ન કરે કે,’આમ તો સારી છે. મહેશ અને બાળકોને કેટલા સારી રીતે સંભાળે છે.’ પણ હજુ મન એને માફ કરવા તૈયાર નહોતું. મીનળે પૂછેલું,”બા,તમને અંહી ગમે તો છે ને?” ‘ ખાલી વિવેક કરવા પૂછ્યું હશે.’પૉતાનો અહંમ એ પ્રમાણે મીનળની કીંમત કરતા રૉકતૉ હતૉ.

બધાં મૂકીને ગયા પછી લીલાબહેન કહે,” ભૂલકાઓ એની મમ્મી જેવાં મીઠાં છે.” એ સાંભળી અવન્તિકાબહેન મીનળને જૂદી દ્રષ્ટિથી જોવા લાગ્યા. એમને થયું કે ઘરમા આવી સારી વ્યક્તિ છે અને પોતે બહારનાનાં વખાણ કરતાં થાકતાં નહોતા.
” લીલાબહેન, એ ઘરમાં આવી ત્યારથી મેં જ એને બધુ મારી રીતે શીખવાડ્યું.
એમાં કાંઈ ફેર પડે તો મારો પિત્તો જાય.” અવન્તિકાબહેન પોતે જ પોતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. નાની વહુ તરીકે સાસુના આવા શબ્દોને પોતે જુલમ માનતા.

આ સાથે સરગમ સાથે થયેલ વાતચીત યાદ આવી.
“મને ફૂલ સજાવટનો બહુ શોખ. ઘર સજાવટ તો મારી પસંદગી પ્રમાણે જ થાય.
એક વખત મહેશ-મીનળ મને પૂછ્યા વગર ખુરશીઓ લઈ આવ્યા.મને જરાય ન
ગમી. એની ખોડ ખાંપણ રોજ કહેતી. સરગમે એ વખતે કહેલું,” મિસિસ.એન, તમે એ વિચાર કર્યો છે કે એ ઘર મીનળનુ હતું કે તમારૂં! મીનળને એના શોખ મુજબ સજાવટ કરવાનો શોખ નહીં હોય? મન મારીને તમારૂ માન જાળવ્યુ હોય એનો અર્થ એવો કેમ કરી શકાય કે એને કાંઈ ઉમંગ નહીં હોય?” અવન્તિકાબહેને પોતાનો બચાવ જરૂર કરેલો,” પણ મારી પસંદગી એટલી સરસ કે બધાં વખાણ કરે.”
યાદ આવે છે કે મહેશ ઘણીવાર સાભળે નહીં તો મારા કચવાટ પછી મીનળ જ કહે કે બા કહે એમ કરો. હવે એમને ખ્યાલ આવે છે કે,”બા કહે એમ કરો જેથી શાન્તિ થાય.” અવન્તિકાબહેનને સમજાયું કે હું મારી મર્યાદા ન સમજુ તો કોઈકે તો પોતાનો આગ્રહ નિર્મૂળ કરવો જ રહ્યો. જુદા રહેતા દીકરાની વહુએ તો પહેલેથી જ એટલો ઠંડો સંબંધ રાખ્યો હતો કે એની પાંસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી. પ્રસંગે આવીને મળી જાય એટલે બસ પત્યુ.યાદ પણ નહોતુ આવતુ કે મોટાને ઘેર જમવા ક્યારે ગયાં હતાં!
બહારથી જનકભાઈનો મોટો અવાજ સંભળાયો. અવન્તિકાબહેને જઈને જોયું તો બાપ દીકરો બહારના બારણા પાંસે ઊભાં ઊભાં ચર્ચા કરતાં હતાં.જનકભાઈ મોટેથી કહેતાં હતાં,” એવા કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, સાદાઈથી કરો. મેં કેટલી મહેનતથી બધું ભેગું કર્યુ છે, ઈ તમારે ઊડાડવા માટે નથી.” દીકરો શરમાઈને એમને ધીમેથી બોલવા કહેતો હતોં પણ એ સાંભળે તો ને! અન્તે ધડ કરતુ બારણું બંધ કરીને બહાર નીકળી ગયો. જનકભાઈ ધુંઆફુંઆ થતાં પાછા ફર્યા,” સાવ બૈરી કહે એમ કર્યા કરશે.”
આ દ્રશ્ય જોઈને અવન્તિકાબહેન વિચાર કરતાં પાછા ફર્યા. મીનળ જે ખરીદી કરીને લાવે એ વિષે પોતાને દર વખતે ‘આ તો સારુ નથી, પૈસા વેડફાઈ ગયા,’ વગેરે બોલવાનુ હોય જ.મીનળ ખાસ કરીને ઘરમાં જરૂરી વસ્તુઓ લાવતી તોય મનનો દ્વેષ વાણી દ્વારા આવતો.મનમાં થાય કે એ કમાય છે તેથી છૂટથી પૈસા વાપરે છે જયારે પોતાને દર વખત પતિની ‘હા’ થાય પછી જ કાંઈક ખરીદી થતી. આખી જિંદગી પૈસા બાબત બીજાના અંકુશનો અનુભવ મીનળ તરફ દ્વેષભાવ લાવતો એ આજે સમજાય છે.

હવે નિવૃત્તિ નિવાસમાં આવ્યે અગિયાર મહિના થવા આવ્યા હતાં ત્યારે અવન્તિકાબહેનનુ મન હળવું થયુ હતું અને મીનળને કાગળ લખવાની ઈચ્છા થઈ. એમણે લખ્યુ કે, ” પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાના મારા સ્વભાવની સુહ્ર્દયી સરગમ સાથે વાતો કરતાં જાણ થયેલી. એ તો ક્યારનાં અમને છોડીને જતાં રહ્યાં છે પણ એના મીઠાં ટૂંકા વચનો હજી મને સારે રસ્તે દોરે છે. ધર્મમાં પૂજાપાઠ વગેરે જરુરી છે પણ એ જ ધર્મ છે એમ માનીને આખી જિંદગી જીવવી એ કેટલી મોટી ભૂલ છે! મારો ભગવાન મારાં તેમજ સર્વેના હ્રદયમાં બેઠો છે એ કેમ ભૂલાય?
આપણોં પહેલો નિયમ કે હિંસા ન કરવી, એમાં સ્વાર્થી આગ્રહોથી બીજાની લાગણી ન દુભાવવી એ પણ આવી જાય.
હું બહારના પાછળ દોડતી અને મારા ઘરની વ્યક્તિને ઓળખવાની દરકાર નહોતી કરતી. દીકરી! તું તો મારા ઘરની   લક્ષ્મી  છે એ વાતની આજે કબૂલાત કરૂં છું. ક્યારેક તારી માફી માંગવા જેટલી નમ્રતા પણ આવશે. જય શ્રીક્રૃષ્ણ.”

વળતો ઉમંગભર્યો જવાબ આવ્યો.”બા, હવે વરસ થવા આવ્યુ. અમે તમને આવતાં અઠવાડીયે લેવા આવશું.” આવવાના દિવસે અવન્તિકાબહેન ઉત્સાહથી એમની સુઘડ ઢબથી નવો સાડલો પહેરી રાહ જોતાં હરતાં ફરતાં હતાં.

સુનીલ્-સુમન દોડતાં આવી દાદીને વળગી પડ્યા. પાછળ મહેશ અને મીનાળ પણ હસતાં ચહેરે આવ્યા. થોડી વારમાં મહશ અને બાળકો પેસ્તનજીની સાથે બગીચો જોવા ગયા. મીનળ બોલી,” બા! અમે તમને લેવા આવ્યા છીએ. મારી આટલાં વર્ષોમાં જે ભૂલચૂક થઈ હોય તે માફ કરજો.” અવન્તિકાબહેન મીનળની નમ્રતાથી દ્રવિત થઈ ગયા. “બેટા, ભૂલચૂક બધાની થાય, પણ એને સમજીને સુધારી શકીએ તો આપણી શાન્તિ કાયમ રહે.” મીનળને સાસુની સમજભરી વાણી સાંભળી આશ્ચર્ય અને આનંદ થયા.

મહેશ પાછો આવીને કહે,”ચાલો બેગ લઈ આવુ.”
અવન્તિકાબહેન કહે,” બેટા, અહીં બેસ. મારી વાત સાંભળ. મને હવે અહીં ગોઠી ગયું છે. પ્રસંગે મુબઈ આવતી જતી રહીશ પણ હમણા તો મારે અંહી રહેવું છે. મને એ વાતનો આનંદ છે કે મારે જરૂર પડશે ત્યારે દીકરાવહુનુ ઘર સદાય આવકાર આપશે. હું ગમે ત્યાં રહું, બસ આ સ્નેહનો તાંતણો જોડાયેલો રહે.”

મહેશ્-મીનળ અને બાળકોએ આગ્રહ કર્યો પણ અવન્તિકાબહેને હસીને પરીક્ષા પછી
આવશે એવું નક્કી કર્યુ. બધાને ‘ફરી મળશુ’ કહીને વિદાય કર્યા. ચહેરા ઉપર સ્મિત સાથે નિવૃત્તિ નિવાસની પ્રવૃત્તિમાં જોડાવા અંદર જતાં જતાં ગાતાં હતાં.
” પ્રભુ મારીઆશા નહિવત કરજે
પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે
તો જાણે સરગમ સાથે સૂર પુરાવતી સંભળાઈ
” સુખી કરીને સુખી થવાની એક અજબ એ ચાવી
જરી તરી નહીં કોઈ અપેક્ષા ‘સરયૂ’ સંસારીની”

એક પિતાની મૂંઝવણ

 

એક પિતાની  મૂંઝવણ

      “દસેક મીનીટ પહેલા જ અમારા ઘરમાંથી મોહનભાઈ નીકળીને ડાબી તરફ વળ્યા હતાં,તેથી માનુ છું કે મોટા નહેરુ મેદાનમાંથી ચાલતા જતાં હશે. સાયકલ જરા ઝડપથી ચલાવીશ તો પંહોચી જઈશ. હાં, દૂરથી સફેદ ધોતીયું અને સફેદ ઝભ્ભો પહેરેલ નાજુક પાતળા શરીરવાળા માણસ દેખાયા.”

       મંદીરની સાંજની આરતીના મીઠા ઘંટારવ સંભળાતા હતાં.

      એ વખતે હું હાઈસ્કુલમાં  ભણતી હતી. મોટા ભાઈ લગ્ન વયસ્ક થયેલા તેથી અવારનવાર લોકો લગ્ન વિષે વાત કરવા આવતા. એ દિવસે રવિવારની મોડી બપોરે સાંઈઠેક વર્ષના વડીલને ઘરમાં દાખલ થતાં જોઈ અમારા બાને નવાઈ લાગી. એમણે પોતાનો પરિચય “મોહનભાઈ” તરીકે આપ્યો. અમારી નાની જ્ઞાતિમાં ઘણાં લોકોને ઓળખીએ અને જોયે નહિ તો પણ એમની વાતો, કુટુંબનો ઈતિહાસ વગેરે ખબર હોય.

      મોહનભાઈએ વધારે પરિચય આપ્યો એટલે તરત ખ્યાલ આવ્યો, કારણકે ગયા અઠવાડીયે જ મામી કહેતા હતા કે,‘મોહનભાઈને બે દીકરીઓ છે. ભણેલી છે પણ બહુ આઝાદ છે, જરા છકેલી છે. મોટીની બહુ ખબર નથી પણ નાની કોઈ બાપુની સેક્રેટરી તરીકે કામ કરે છે અને સાંભળ્યુ છે કે મોહનભાઈને એમની બહુ ચિંતા છે.’

      મોહનભાઈને જોઈને જ સહાનુભૂતિ થાય એવો સરળ સંસ્કારી દેખાવ. વાતચીત કરવાની નમ્ર રીતભાત જોઈ મારા બા ભાવથી એમના કુટુંબના ખબરઅંતર પૂછી રહ્યા હતા અને તેઓ સંકોચ પૂર્વક જવાબ આપતા હતા.મેં ચા લાવીને આપી તેને ન્યાય આપ્યો. લાંબા સમય સુધી ગોળ ગોળ વાતો ચલાવી. જુદી જુદી રીતે ભાઈ વિષે સમાચાર પુછતાં રહ્યા. અમને ખ્યાલ આવી ગયો કે વાત કઈ દિશામાં જઈ રહી છે! જરા સંકોચ સાથે છેવટે બોલ્યા, “મારી નાની દીકરી ભણેલી ગણેલી છે એને તમારે ઘેર વરાવવી છે, તેથી હા પાડી દો.”
        
        મારા બા કહે, “ અરે, એમ વર કન્યા એકબીજાની પસંદગી ન કરે ત્યાં સુધી મારાથી હા પાડી ના શકાય.”  પણ મોહનભાઈના ચહેરા પરના ભાવ જાણે કહેતા હતા કે, ‘આજે દીકરીનુ નક્કી કરીને જ જવું છે.’ મોહનભાઈ ઊભા થયા. એમની જોળીમાંથી રુપિયો અને નારિયેળ કાઢી મારા બાના હાથમાં પકડાવતાં કહે,  “એ તો પસંદ થઈ જ જશે. મહેરબાની કરીને આજે ના ન પાડતા.” એવું  કંઈક બોલતા ચંપલ પહેરીને ચાલી નીકળ્યા.
        
        મારા બા તો અવાક બની ઊભા રહી ગયા. હું એમના ચહેરા પર અજબની અકળામણ જોઈ રહી. જરા કળ વળતાં કહે, “આ તો ઠીક ન થયુ. મોહનભાઈ લાચાર અને ચિંતિત અવસ્થામાં પરાણે રુપિયો અને નારિયેળ આપી ગયા પણ વાત આગળ ચાલે એવી કોઈ શક્યતા નથી. હવે શું કરશું?”
     
        જરાક વિચાર કરી મેં કહ્યુ, “બા, મને એ વસ્તુઓ આપો, હું એમને પરત કરી આવુ.”
        સંધ્યાનાં  આછા અજવાળામાં બીચારા જીવ ધીરે ધીરે જઈ રહ્યા હતા.
      
        સાયકલ પરથી ઊતરતા મેં કહ્યુ, “મામા, ઊભા રહો. માફ કરજો, પણ મારા બા કહેડાવે છે કે રુપિયો અને નારિયેળ સ્વીકારવાનુ અત્યારે અમારા માટે યોગ્ય નથી.” કહેતા કહેતા એમની જોળીમાં વસ્તુઓ મેં મૂકી દીધી.  
      
       એમના ચહેરા પર નીરાશા છવાઈ ગઈ, પણ “કંઈ વાંધો નહીં” કહી ફીક્કુ સ્મિત આપી વિદાય લીધી.
       
             હું દૂર સુધી એક મૂંઝાયેલ પિતાને જતા જોઈ રહી.  આરતીનો ઘંટારવ સમી સાંજની ગંભીરતામાં વિલીન થઈ  ગયો.
                                                  ————  

सुफीया अंजली

सुफीया अंजली…2009

लो आओ आज मीलावुं तुमको, नन्ही बेटी सुफीयासे
अभी अभी वो आई हैखुद  ईश्वर अल्लाके  घरसे—
ईसिलीये वो  सोती  रहेती,  सारे  दिन  और  रातोमे
शायद  सूनती  रहेती  हैं,  खोई  परीयोंकी   बातोमे—
क्या देखे, वो क्या सोचे है,  कैसे हम क्युं कर जाने
सपने देखे वो हंसती होक्या अपने  क्या अनजाने—
टुकुर टुकुर वो  देखे  मांकोमधुर मधुर जो मुस्काये
नरम नरम हाथोसे पकडे, सब ऊलजन मां सुलजाये—
भैया   शानसे  चढकर बैठा  है पापाकी  गोदीमे     
देखो  क्या तुफान  उठे,  जब  ये भी  बैठे गोदीमे—
जब जी चाहे  सोये  जागेदुध  पीये  या  तो  रोये
जो मन चाहे खेल रचाये, सबके  दिलको  बहेलाये—

”संगीता-मृदुलकी बेटी, केतनकी बहेन, हमारी पोती”

Sufiya Anjali
Let me introduce you to our sweet little Sufiya
Who has just arrived from the house of Ishwar-Allah
The reason she has been sleeping Day and night
May be that she is listening to the unfinished stories of the Angels
What is she observing  or hearing, how can we know?
Thinking of her dreams, she maybe smiling, to us it is  unknown
She stares at her mother, who is sweetly smiling at her
Who holds her with gentle hands and resolves all the problems
Look at her brother who is sitting so smugly in the Papa’s lap
let’s see what storm arises when she also sits in his lap
Whenever she feels like it, she sleeps, wakes up, drinks milk or cries
Whatever she chooses to do, it  pleases our hearts

—- Sangita-Mridul’s daughter, Kethan’s sister and our granddaughter—2009

નજર

                

            નજર

દ્વારિકા નગરીને દર્શને, અછડતો અવનવ ઊઠે

નજર ખેંચી  જોઈ લઉં,  કદાચ વનમાળી મળે

 

રમતાં  કિરણની  ધૂપમાં, આશ નજરે જોઇ લઉં

પાષાણ વીંટતા પવનમાં,કદાચ ખીલ્યું ફૂલ મળે

 

રીઝવવા   ચરણે  નમુ,  નત  નજર  ઉંચે  ઉઠે

શ્યામળી  સખ્ત  આંખોમાં, કદાચને કરુણા મળે

 

આપ્તજનને  છોડતાં, અતૃપ્ત  નજરે  જોઇ  લઉં

ભાવહીન શુષ્ક  આંખોમાં,  કદાચ કોમળતા મળે

 

નાદાન  નજરું  શોધતી’તી, પ્રેમ  કો પલકો  મંહી

આજ આ નવ નયનમાં,  આશ છે  મમતા મળે

વિચાર વમળાટ

વિચાર વમળાટ

Posted in કાવ્યો by saryu on April 14th, 2009

      

  ઊન્મત્ત   વિચાર,   નિર્વિચારમાં  નમાવી ને

ડંખતી  ફરિયાદ, નીરવ  યાદમાં ભુલાવી ને

 

વસમાં    વિરોધને,    સુહાણમાં   સમાવી   ને

અતડા અંગતને, અણજાણ જન બનાવી  ને

 

 વાસનાના વટને,  જ્ઞાનયજ્ઞમાં  હુલાવી   ને

દ્વેષભાવ અગ્નિ,  શાંત શીતળ  બનાવી   ને

 

 પ્રેમના  વહેણમાં,   લઈ   સૌને   સમાવી   ને

નિર્ગુણ અચેતમાં,  નવચેતન  જગાવી   ને

 

 વિષૈલા   વમળાટને,   વિશ્વાસે   વિસારી    દઉં

મનુ ષ્ય જન્મ મળીયો,અણમોલો બનાવી દઉં

 ———

A Heavenly Recipe

angle1

                                                                                          Saryu Parikh

                                            Love   and   Respect

                                             Mix   with    Joy

Take a  Day at a Time

And  dole  Enjoy—

                        Sweet   and  Sour

                        Mix   with  a Smile

                        Wait   for  a  while

                         Bring them Delight—

Good   and   Bad

        Mix with Compassion

Take   some   Care

     Add Warm Variation—

                          Flower     and       Faith

                           Mix   with  Dedication

                            With   Passion and Peace

                            Taste  deep   Meditation—

                                      —————

એપ્રિલ ફૂલ

P208
એપ્રિલ ફૂલ

પશ્ચિમ દિશમાં સૂરજ ઊગ્યો
લાવ્યો મજનું ધોળું ફૂલ
આંખ નમાવી આજે કહેતો
‘માફ કરી દે મારી ભૂલ’

રખડું મુજને રોજ સતાવે
વાતમાં વાતમાં મને વતાવે
હસતાં રમતાં નેણ નચાવે
ખેંચી  લાંબા  કેશ  રડાવે

હું મલકાણી આજ ફુલાણી
મને રીઝવવા લાવ્યો ફૂલ
ખડખડ હસતો ટીખળી બોલ્યૉ,
“ધતૂરાનું ધોળું ફૂલ,
થયું મનાવુ, એપ્રિલ ફૂલ!”

—–

ઝરમર

p118

ઝરમર

   ધુમ્મસની  આછેરી   ચાદર   ત્યાં   દૂર  સુધી,
   નીતરતા  ટીપાની   ઝાલર   ત્યાં    દૂર  સુધી.

વૃક્ષો  નમાવીને   મસ્તક   દે   તાલ    સુધીર,
   પત્તા   ને  ફૂલોનો   થરથરાટ   ધીર   અધીર.

  ઊંચેરી   બારીની     કાંગરીની    કોર    પર,
  નાજુક  ને નમણાં  એક  ચહેરાની આડ  પર.

નીલમ સી  આંખોની કાજળની    કોર   પર,
    નમતી એ  ભીની ભીની  પાંપણની છોર પર.

આંસુના  આવરણ  ઉતારવાને, ઓ   સજન!
  ઉત્સુક  મન ઊડવાને  વ્યાકુળ, ઓ રે સજન!

પાંખો   ફફડાવું,  તું   આવે  ઓ   રે   સજન!
  અવની  ને  અંબરનુ  ઝરમર  મીલન, સજન!
——

ઓસ્ટીનના ટેકરી પરના નવા ઘરની બારીમાંથી સુંદર દ્રશ્ય જોતા લખાયેલ

 સરયૂ પરીખ                                   માર્ચ ૨૦૦૯

1 Comment »

સંતોષ

sant

સંતોષ

સ્વપ્ન સમય સાથી સંજોગ

સ્વીકારું  સૌ   જોગાનુ જોગ—

શક શંકા  સંશય  મતિદોષ

વિશ્વાસે    મંગળ    સંતોષ—

સાથ  સફર જે હો  સંગાથ

પડ્યુ પાન ઝીલવું  યથાર્થ—

સરળ સ્વચ્છ સ્ફટિક આવાસ

આરસીમાં   સુંદર  આભાસ—

ભક્તને ત્યાં આવે આશુતોષ

મધુર  સુગંધ  લાવે  સંતોષ—

સંતોષી  મન  સાગર  સમાન

 જ્યાં વ્હાલપ ને વૈભવ  સમાન—

જે   મારી  પાસ   તે   છે  ઘણું

પછી હોય છોને અબજ કે અણું—

 

કૃષ્ણલીલા

p2211

કૃષ્ણલીલા

મનડાંના મધુવનમાં રાસ લે રસીલી

શ્યામ સંગ શ્યામ રંગ રાધા રંગીલી—

જન્મકર્મ  રંગોળી  આંગણ    સજેલી

મંડપમાં   વૈરાગે    આવી     વહેલી—

આમંત્રે  તત્વજ્ઞાન   સહોદર   સહેલી

સ્થીરભાવ શાંતચિત્ત  નિર્ગુણ નવેલી—

આસક્ત  એકરસ   એકધ્યાન  ચેલી

કૃષ્ણ કૃષ્ણ રોમ રોમ ઘેલી અલબેલી—

વૃંદાવન ચિત્તવનમાં કૃષ્ણલીલા ખેલી

આત્મસાત  જ્ઞાતાને અનુપમ સુખ હેલી

————–

ઠોકર

P293

ઠોકર

સાધનાના પથ પર પાંચ મહા પથ્થર

આક્રોશ  આક્રંદ   ઉંડા  અંધારે   ઠોકર—

 હું કર્તા,  અહંમભાવ   દંભ   દ્વેષભાવ

આતુરતા   વ્યાકુળતા  સંકુચિત  ભાવ—

ક્રોધ    ધૂંધવાટ    અપેક્ષા     અભાવ

ભારેલા   અગ્નિમાં    ઢાંક્યો  સ્વભાવ—

 દર્દ  દોષારોપણ    અન્યોને   આંગણ

કરમાયા  પુષ્પો છે મૂળીયા  સ્વપ્રાંગણ—

 નીરાશા  આપદયા    ફરિયાદી   આજ

 અવહેલે     હર્ષ   ફૂટી    કોડીને     કાજ—

                                          ઠોકરના   ઠપકારે    અંતર     ઉજાસ

ઉડતી  હું ચાલી  ગ્રહી ગુરુજીનો હાથ—

 

 

The Gold-Fish

                                           The Gold-fish                                 Saryu Parikh

   

               “Wow, what a beautiful fish pendant you have! From where did you get it?”

              Every time I wear this pendant, this curious question brings a smile to my face, carried on the gentle breeze of sweet memories.    The Gold-Fish વધુ

સોનાની માછલી

       

                              સોનાની  માછલી

           ”અરે વાહ! આ સોનાની માછલી તો બહુ સરસ છે, ક્યાંથી આવી?” 

         જ્યારે પણ હું આ સોનાની માછલી ગળાની માળામાં પહેરુ ત્યારે ઉત્સુક સવાલ સાથે મીઠી યાદની લહેરખી સ્મિત લઈ આવે. 

           બાળકો નાના હતાં ત્યારે પ્લેશેન્સિઆ, કેલીફોર્નિયામાં મેં એવોનનુ વેચાણ શરુ કરેલ. એક સાંજે હું માર્ગરેટ કાયલીંગને ઘેર જઈ ચડી. પચાસેક વર્ષની મજાની બહેને મને પ્રસન્નતાપૂર્વક આવકાર આપ્યો અને બે-ચાર ઓર્ડર સરળતાથી આપી દીધા. પછી તો દર બે અઠવાડીએ અમારી મુલાકાતો શરુ થઈ ગઈ. દર વખતે વસ્તુઓ ખરીદી સામે નાના કબાટમાં મુકી દેતી અને વર્ષો સાથે જોયું કે જ્યારે પણ કોઈ મહેમાન હોય ત્યારે એમાંથી બે ત્રણ ભેટો કાઢી, ભાવ તાલ જોયા વગર ખુલ્લા દિલથી આપી દે. એકાદ વર્ષના પરિચય પછી અમે મારા નણંદને લઈને મળવા ગયા તો એમને સુંદર બે ભેટો આપી, જે વર્ષો સુધી દીદીએ ભાવપૂર્વક મ્હાણી.  

              એમની ઉદારતા વિશિષ્ટ હતી. એક પ્રસંગ ખાસ યાદ આવે છે. સમીરના જન્મ પછી, એના બગીચાના ગુલાબોનો મોટો ગુચ્છ અને ડાયપરનુ મોટું કાર્ટન, જેમાં ચોવીસ બોક્સીઝ હતાં, એ લઈને આવ્યા ત્યારે અમે આશ્ચર્યમાં પડી ગયેલા. 

                માર્ગરેટના ઘરમાં એમના પતિ અને બે મજાના સફેદ કૂતરા હતા. પોતે એક હોસ્પીટલમાં એકાઉન્ટટ તરીકે નોકરી કરતા હતા. જ્યારે જર્મનીમાં ભાગલાં પડેલા ત્યારે મ્હાણ બચીને અમેરિકા પંહોચેલા. ઘણી મુશ્કેલીઓ વેઠેલી. એમને બાળકો હતા નહિ. એ મારા બાળકોના પ્રેમાળ નાની બની ગયા. સંગીતા અને સમીર ઉત્સાહથી એને ઘેર જાય અને ચોકલેટ, ભેટો વગેરે લઈ આવે. જન્મદિવસે પણ માર્ગરેટ તરફથી ભેટ આવતી. આમ માર્ગરેટ અમારા કુટુંબનો પ્રેમાળ હિસ્સો બની ગઈ. બાળકો છ આંઠ વર્ષના હતા ત્યાં સુધી માર્ગરેટનો પરિચય જળવાઈ રહ્યો. 

          અમે પાંચ માઈલ દૂરના ઘરમાં રહેવા ગયા અને બાળકો શાળાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગયા. માર્ગરેટ થોડા વર્ષોમાં નિવૃત થઈને હેમીટ , કેલીફોર્નિઆમા રહેવા જતા રહ્યા. થોડા વર્ષો પછી અમે ઓરલાન્ડો, ફ્લોરીડા જતાં રહ્યા. આમ લગભગ તેર વર્ષોના વહાણા વાઈ ગયા. માર્ગરેટને ક્યારેક યાદ કરી લેતા.

          એક દિવસ મને વિચાર થયો કે વાગે તો તીર–પ્રયત્ન કરી જોઊં. મેં હેમીટમાં ટેલીફોન ઓપરેટરર્ને નામ આપી નંબર માંગ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે એણે મને નંબર આપ્યો.

         ”હલ્લો, માર્ગરેટ તમે કદાચ નહિ ઓળખો. અમે પ્લસેન્શીઆમાં વર્ષો પહેલા રહેતા હતાં.”

માર્ગરેટ કહે, ” કોણ સરયૂ બોલે છે?”

         મને ખૂબ નવાઈ લાગી. લાગણીવશ થોડીવાર મારો અવાજ અટકી ગયો.પછી તો ઘણી વાતો થઈ. મોબીલ હોમમાં એ એકલા રહેતા હતાં. સ્ટ્રોકને લીધે એક આંખમાં અંધાપાને કારણે લખતા, વાંચતા કે ડ્રાઇવ કરતા તકલિફ પડતી હતી. એમના પતિ બેન્જામીન મૃત્યુ પામેલા જેનુ એમને બહુ દુઃખ લાગતુ હતુ. માર્ગરેટને એક જ બહેન હતા જે જર્મનીમાં હતા. અમે નજદીક હતા એ વર્ષોમા એક યુવાન જર્મન પતિ-પત્ની એમના અંગત મિત્રો હતા. એમના વિષે પુછતાં માર્ગરેટે દુઃખપૂર્વક જણાવ્યુ કે એ બન્ને પોતાના વિમાનના અકસ્માતમાં માર્યા ગયા હતા.

          ” મને રેવા નામના બેનપણી ઘણી મદદ કરે છે. મુશ્કેલીઓ છે તો પણ હું ઘણી સુખી છું.” એમનો આનંદી સ્વભાવ કોઈ પણ સંજોગોમાં પણ, દરેક વખતે ફોન પર,  પ્રસન્નતાનો સંદેશ આપતો. અમે ચારે જણા માર્ગરેટનો ફરી મેળાપ થતા ખુશ થયા. એમના ખાસ પ્રયત્નપૂર્વક લખાયેલ કાર્ડથી અનેરો આનંદ થતો.

            સમીર ગ્રેજ્યુએટ થઈ વકીલ બનવા માટે અભ્યાસ કરતો હતો. વેકેશન નોકરી પૂરી કરી લોસ એન્જેલીસ્ કેલીફોર્નિઆથી કારમાં પાછો ફરવાનો હતો. હું પણ એને સાથ આપવા ગયેલી. અમે ખાસ હેમીટ જઈ માર્ગરેટને મળવાનુ નક્કી કરેલ. સમીર મોટો ફૂલોનો ગુચ્છો પસંદ કરી લઈ આવ્યો. અમને મળીને માર્ગરેટ ખૂબ ખૂશ થઈ. એના મિત્રોને પોતાના કુટુંબના સભ્યોની ઓળખાણ કરાવતી હોય એટલા ગૌરવથી પરિચય આપ્યો. છ ફૂટ ઉંચા સમીર સામેથી તો એની નજર જ ખસતી નહોતી, ” ઓહો! કેટલો મોટો થઈ ગયો!” 

            પછી જ્યારે પણ શક્ય હોય ત્યારે સમીર ફૂલો કે ફળ લઈને જતો અને એ સમય માર્ગરેટને માટે ઘણો આનંદપ્રદ બની ગયો. ફોન પર નિયમિત વાતો થતી. એની એકલતામાં, બને તેટલો, અમે ઉમંગથી સાથ આપતા રહેતા.

    હું છેલ્લી વખત મળી ત્યારે સોનાની માછલી બતાવી મેં પૂછ્યું, “યાદ છે! તમે આ મને ક્યારે આપી હતી?” ઉંમર સાથે ભૂતકાળ ધૂંધળો થઈ ગયેલ. મેં યાદ કરાવતાં કહ્યું કે, એવોનનુ કામ પતાવી હું બહાર નીકળી અને માર્ગરેટ પણ મારી સાથે બહાર આવી વાતો કરતા ઉભા હતાં. વાતમાં એમને યાદ આવ્યુ કે બીજે દિવસે મારો જન્મદિવસ છે. મને કહે એક મીનીટમાં આવુ છુ. અંદરથી સોનાની માછલી લઈને આવ્યા અને પ્રેમથી મને હાથમાં બીડાવી. મને નવાઈ લાગી કે મારી જન્મનિશાની કેવી રીતે! ત્યારે એમણે કહ્યુ કે બેન્જામીનનો પણ ફેબ્રુઆરીમાં જન્મ છે. થોડી પળો મારો હાથ પકડી રાખી ગળગળા અવાજે બોલ્યા હતા, “આ મારે આજે તને જ આપવી છે.” 

        વાત સાંભળી, સફેદ ગુલાબ સમા હાસ્યથી,એમનો ચહેરો ખીલી ઉઠ્યો. પછી ધીમેથી બોલ્યા, ” એ દિવસે મારે આ ઊર્મિશીલ વાત નહોતી કહેવી પણ આજે જરુર કહીશ. એ સમયે હું પંદરેક વર્ષની હતી. લડાઈના સમયમાં હું અને મારી બહેન મારા માસી સાથે આવીને સંતાયા હતા. સ્વતંત્રતા અને સલામતી માટે અમે બીજા દેશમાં ભાગી જવાના હતા એ  રાત્રે મારા માસીએ મને છેલ્લી વખત ભેટીને આ સોનાની માછલી આપી હતી. મને ભય હતો કે મારી નાની બેગ કોઈ ખેંચી લેશે તેથી હાથની મુઠ્ઠીમાં પકડીને સાથે લઈ આવી હતી. આજે એને તારી પાસે સલામત જોઈને યોગ્ય વ્યક્તિને આપ્યાનો સંતોષ થયો.” 
         

        આજે તો માર્ગરેટ નથી પણ એની યાદોની સુવાસ અમારા દિલને ભરી દે છે. તમે કોઈને જીવનમાં નિર્મળ પ્રેમ આપ્યો હોય તો તે બમણો થઈ તમને આવી મળે છે.

 

 

માનવ એકતા

 

 

IMG_0243

                         painting by: Parul Parikh 

માનવ એકતા

જાણું છુ કે,

 જાંજવાના  જળ મહીં   પાણીની બુંદ ક્યાં   મળે,

 સ્વઅર્થી     ચક્ષુમાં    સંવેદન   અશ્રુ    ના   મળે ,

ચીનગારી   ઇર્ષા   તણી  ને   હામ   હૈયુ  સૌ બળે,

અવિદ્યા  વસ્તુ વર્તુળે  ક્ષેત્ર    ક્ષેત્રજ્ઞ એક ના મળે.

પ્રભુ બક્ષો,

પરમ  શાંતિ   ધામમાં    ઉત્પાત    કંટક   ના મળે,

સૂરજ   સ્નેહ   ઉજાશમાં  રાત    કાલિમા  ના  મળે,

 મહાસાગરના  નીરમાં મોજાની  ભિન્નતા ના મળે,

ને , અનંત  અભેદ  સત્યમાં ,  માનવ એકતા મળે.

                 
મૃત્યુના  આવતા   પહેલા   પૂરો    ઉપયોગી   બનુ.

         અમાનુષ  કૃત્ય કરતો મટી, સહિષ્ણુ માનવ બનુ.
————-

 

ગુંજન

ગુંજન

કોઈ  મીઠી  યાદ  લઈ   આવે  મન ગુંજન

કોઈ મંજુલ સાદ લઈ આવે ગીત ગુંજન–

તરુણ દિલ મસ્ત સાંજ કુસુમલતા કુંજન

અણજાણ્યા અણધાર્યા પ્રેમ અશ્રુ અંજન–

રોમાંચક  રતિ   પ્રિયા  રજની  મધુ  રંજન

શ્રાવણના   ઝરમરમાં    ભીંજાયુ     ખંજન–

 

ભક્તહ્રદય ભક્તિલીન આરતી ને  પૂજન

રામ રટણ   દિનચર્યા   રોમરોમ   ઝુંઝુન–

દુઃખ જનની વાસનાનો મોહભાવ ભંજન

સહજભાવ   સર્વત્યાગ   કંચન  કે   કુંદન–

જ્ઞાન ને વૈરાગ બેઉ આધ્યાત્મિક વ્યંજન

બ્રહ્મનિષ્ઠ   યોગીનુ   આત્મરત    ગુંજન–
———–

 

 

A Teenage Son

 

This time for sure,

      I got him under my thumb;

But alas! He is so slick,

      He slips away without a click.—

 


For the traditions and terms
,
       
I put  my foot down so firm;

But alas! He is so convincing,

       It was wise to stop insisting.—

 

 

The strength of my convictions,

       Is stronger than my emotions;

But alas! My liberal voice implies,

      I was hoping he complies.—

 

Parents have privilege

       To express  their opinions;

But alas! Our children have freedom

      To choose their companions.—

 

O’ my son, you teach me so well

No expectations, no regrets.—

 

Helping Hand

P323                                                    

 A survivor’s story 

 

             I was in America less than three years and was filling up the pages in my diary with my secret tortured life. At the age of thirty-five, I left my own business in India and came here to join this new family with many dreams. But in this house I was treated as a slave. I was expected to serve my husband, mother-in-law and teenaged stepson with the preset rules of when, where, how and which way.  I kept on doing all that happily, from 5am to 10pm, with the longing that my husband show some care for me. I was called stupid because my English was not good, but I was humble. I was not allowed to know anything about household finances or his income. I was giving him all my earnings and in return I was given a small allowance.  The verbal abuse was constant from husband and mother-in-law. My diary was soaked with my lonely tears.

   

            The only people I knew were my husband’s friends and relatives. Whom can I tell, and who will believe me?  I cannot write to my family in India because my in-laws were extremely sensitive about their reputation in society. My husband moved out of our bedroom and told lies to his mother and to our so-called friends. He and his mother started telling me to “pack your bag and get lost.”  They wanted me to leave penniless and humiliated so they could look good in society. He threatened me with legal consequences.

 

          Finally, I mustered up my courage and talked to one of his friends, who was a domestic violence volunteer. First, I told her very little and waited for her reaction. After a few days I felt that I could trust her. Once I had her support, my self-confidence and strength slowly came back. I had to relearn to be strong. My advocate was my lifesaver. I no longer felt helpless. The Organization helped me with the lawyer’s fees, and my advocate spent countless hours with me and accompanied me through the legal and emotional web. I moved out of that house with a good settlement, with good friends, and with dignity. I cannot imagine where I would have been without their help. My mentor expressed my feelings in a poem…

 

A Survivor

                  

————- 

 

 

  Working with victims of domestic violence, poems like this have been written.

                                                                       Saryu Parikh

 

img_0649

                Painting By:Dilip Parikh    

 

        helping hand

 

sis, I accepted strangers as my own

my heart was full of hopes and dreams

I came trusting the thread of love

I enjoyed the bliss of marriage

 
He was the center of my universe

he was staying in my inner-most trust

he was the purpose of my breath

now miserable cry in my sigh

 
that tender string broke in the midst

couldn’t mend it with  all  the  effort

he cut it with jerks, left me sad and helpless

now all alone, who’s support will I have?

 
let the tears flow today due to the sudden burn

but my soul lamp is shining with inner strength

promise, I will find my lost self-respect

with the help of your sweet smile, o’sis

with the help of your sweet smile 

 

મહાભારતના પાત્રો

IMG_0413

મહાભારતના પાત્રો

જીજ્ઞાસુ અર્જુન ગીતાનો   જ્ઞાનપ્યાસમાં    વિચરે
દ્રોણાચાર્ય  હું   બની ફરું     ગત   કર્મોના  સંસ્કારે

 આ દુર્યોધન  જે  વસે મહીં,    કામ ક્રોધ   આધારે
મન સત્તાધારી ધૃતરાષ્ટ્ર જે મોહવશ થઈ રાજ કરે

 માયાળુ ને પ્રેમભર્યા એ  ‘હું’ કર   ભીષ્મ દુઃસંગ કરે
સમતા જ્ઞાન   વિવેક  છતાંયે  કુરુકાંત  આસક્ત રહે

 પાંચ ચક્રને જાગ્રત કરતી  પાંચાલી વશીકાર બને
 કૃષ્ણ એ મારો અંતર આત્મા  નહીં  રે  મંદિર મંદિરે

 કુરુક્ષેત્રની   લખી   કહાણી   અનેક    પાત્રો   વાળી
મુનિવ્યાસ તમ વાર્તા  શૈલી  ગહન અતિ મર્માળી

                                               ——————————

The Bhagavat Gita
Arjun of the Gita, who is gentle and ever curious to learn for the betterment of Self.
Dronacharya is the instilled character based upon our past life experiences.
Duryodhan is the symbol of our desires and resulting anger within us.
Dhrutarashtra, the blind father, is the infatuation which obscures our judgment.
Bhishma, our ego, is kind and loving with discriminative intelligence,
                    who remains entangled in the ego centered activities.
Panchali  i
s the life force who awakens the spiritual goodness.
Krishna is our soul within, can not be found in temples.
The story of Kurukshetra is the body field.
Muni Vyaas has written a wonderful story of many characters with very deep
                  and subtle meaning.

અર્જુનઃ સાધકsaadhak.       દ્રોણાચાર્ય: સંસ્કાર sanskaar.
દુર્યોધનઃ કામના kaamana.    ધૃતરાષ્ટ્રઃ મોહાંધmoh-andh.
ભીષ્મઃ અહંકાર ego.     પાંચાલી, દ્રૌપદીઃ કુંડલિની kundalini.
કુરુક્ષેત્રઃ શરીરક્ષેત્ર sharir kshetra.

                      મારી સમજ અનુસાર, નમ્રતાપૂર્વક-Saryu
                               —————

  

 

Tears of compassion / અનુકંપાના આંસુ

IMG_8131

Tears of Compassion

My darling little one
Your granny is here to veil
So, no sorrow can prevail

I remember shedding tears
For my Granny couldn’t be here
To shower love and approbation

I promise you, my sweet
Will surround you with care
I will mend your tiny tear

As a gentle human being
You are blessed with many feelings
You may cry for some one else
The tears of kind commiseration
Smile through tears of  compassion

10/2008
અનુકંપાના આંસુ

મીઠા મોંઘેરા  ઓ બાળ,  તારી રક્ષા કરવા કાજ
આજે નાની તારી પાંસ,તને કદી ન આવે આંચ

         યાદ કરું  છું આજ,   આંસુ  સાર્યા  મા ને   કાજ
             મારા વ્હાલા નાની નહોતા, મારી લેવાને સંભાળ

મારું વચન તુજને આપુ, રહેવું નજીદીક તવ તનમનથી
તારા  નયનોમાં  હો   આંસુ,  નાની  લૂછે   ખાસ  જતનથી

છો માનવ, લ્હાવો મળશે  કંઇ   લાગણીઓ   ચીતરવાને
અનેક કારણ મળશે   તુજને,  ભીની  આંખો   નીતરવાને

ભલે રડે   તું  કો’ને   માટે,  મારા   આશિષ   તુજને આપુ
વહેજો  નિર્મળ   દર્દ  ભરેલા,  સાંચી  અનુકંપાના   આંસુ
       પ્રેમળ સંવેદનશીલ આંસુ

——————-

બાંધછોડ

P286

બાંધછોડ

સરોવર છોડીને પ્યારા! ચાલને પર્વત પરે
   નવકેતન વસવા હવે જુનુ ઘર છોડવું પડે–

 સ્વપ્નને સાકાર કરવા સ્વામિનો સંગાથ હો
   માવતરના   આંગણાની   હુંફને   ખોવી પડે–

 પાઈને   પીવા  સખી!  અમીના  બે  ઘુંટ હો
      વૈરના    ભારી   ભરેલા  વિષને  ધોવા પડે–

   સત્યના  સાતત્યને  આ   દંભના  દેખાવથી
      સાચને   સાંચવી   જાનમ! જૂઠ તારવવું પડે–

    મૃગજળની  મોહિનીથી  મુક્તિનુ  હો  ઉડ્ડયન
     માંયલી   મનજાળને   તપ કરી તોડવી પડે-
——————–

” બાંધછોડ ”
Move from Lakes of Brightwater to the Hilly Austin

રુક્ષતા

 

રુક્ષતા

લીલાછમ  ખીલેલા  બાગમાં
અકારણ   વૃક્ષોની   શુષ્કતા
એવી સાજણ તારી રુક્ષતા

ખુશખુશાલ વારિના  વ્હેણમાં
ધારદાર પથ્થરની તીક્ષ્ણતા
એવી સાજણ તારી રુક્ષતા

પૂર્ણ   ચંદ્ર ખીલ્યો આકાશમાં
કાળા   વાદળની    નિગ્રહતા
એવી સાજણ તારી રુક્ષતા

તીરછી    નજરુંના    ઉમંગમાં
કોરાં   નયનોની   નિરપેક્ષતા
           એવી સાજણ તારી રુક્ષતા

 લંબાતો  હાથ  સ્નેહ સ્પર્શમાં
સૂનમૂન  મુઠ્ઠીની    નિશ્ચેષ્ટતા
એવી સાજણ તારી રુક્ષતા

સુખ-અક્ષર જીવતરના પ્રૃષ્ઠમાં
રૂસણાંના   ચેકચાકની    વ્યથા
એવી સાજણ  તારી રુક્ષતા

——————————————————————

નિખાલસતા

 

IMG_0641

નિખાલસતા

 કર્તા  ને  ભોક્તાનો વ્યથિત મનભાવ
અહંકાર  પ્રેરિત   મનવૃત્તિ  પ્રતિભાવ
વિચારોના વમળે ચકરાવે ચિત્તનાવ
દીનહીન    વાસનાને    ડંખે   અભાવ

 અહંમ   ને   અપેક્ષા   અટકાવે   આનંદ
જ્યમ,કંટક હો કંઠમાં, ભોજન બેસ્વાદ
‘ હું ‘   સાંચો   સતવાદી    વિતંડાવાદ
સ્વાભિમાન   નામે    વૈર  ને  વિખવાદ

 વિક્રાંતિક   વાણીમાં   અક્ષર  મૂલવાય
શબ્દોના   અર્થોમાં    પંડિત    અટવાય
મિતભાષી નમ્ર ગુણી વ્હાલથી મલકાય
સ્વચ્છ સ્ફટિક અંતરમાં ભક્તિ છલકાય

 

It Was Meant To Be-—

                                                It Was Meant To Be….. 

                     It was February 5, 2005. I was attending my seventh annual “Appreciation Lunch” for volunteers, organized by the Literacy Council of Fort Bend in Texas. We had a guest speaker, Mr. Michael Biasini. He was relating his life story, “Overcoming Obstacles,” which could be found in Chicken Soup for the Soul – 6th Edition. At the end of his emotional presentation, he announced, “I want to give this book to the person whose birthday is closest to today.” My birthday happened to be on the 6th, and in my birth-place India, it was already the 6th. So Mr. Biasini presented to me an autographed copy of Chicken Soup for the Soul. I read a few stories and put it away on the bookshelf.       

                    In the next few months, I thought several times about stopping by my neighborhood nursing home. My natural helping aptitude was urging me to do some volunteer work with the elderly residents. Finally, one day in April I went in and inquired. The receptionist was busy doing several things and made me wait for a while. When I expressed an interest in reading to the seniors, she seemed a bit uncertain, but she gave me a contact name and number. After a few attempts over the next few days, I did get hold of that person. Very quickly she told me to “come at 2pm on Monday.”

                   When I arrived at the home the following Monday, I was received by a young man who led me to a room full of elderly people, most of whom were stricken with Alzheimer’s. He was setting up a movie to show the residents that they had already seen. He said most of the patients did not watch the movie the first time, and those who did, forget it quickly. I was there for about half an hour, but I could not connect with anybody. “What am I doing here?” I asked myself. I decided to leave, but on my way out I ran into the lady in charge. Somehow I heard myself telling her, “I will come back on Friday.” Friday came and I was struggling with myself as to whether I should go back or just forget the whole thing! In the early morning I decided that I would go one more time, and if someone is waiting for me I would find that person.

                   I entered the home and saw an elderly resident  sat there enjoying, “The Price is Right” on television. I proceeded to walk to the same room that had been filled with residents on Monday, so that I might find that same young man. I waited around for what seemed like a long time, observing all those patients being helped by the employees, lost in their own worlds. I thought, “That’s it, I tried. I cannot be of any use here!”  Coming back to the reception area, I noticed that same elderly lady still sitting near the television with her walker in front of her. I sat next to her and introduced myself to her. She said her name was Helen. She turned out to be very alert and talkative. She knew all about current news events and seemed very smart. She said she enjoyed listening to the television since her eyesight had deteriorated. I told her I would love to come and read to her if she would like! She was totally delighted to hear that. When she found out that I am from India, she excitedly said, “Oh, I know some good Indian people. I like Indian food, especially the   “ naan-bread.”   She said her friend Nell would also want to join us.  I promised her that I will come back to read to them twice a week. I walked out of that nursing home with a smile on my face. I realized in my heart that Helen was waiting for me to come. It was meant to be…..

                I started planning – what should I read to these ladies!  Maybe some magazine? All of a sudden I remembered THAT book. I was sure that these ladies would like to listen to real-life stories. So our first reading session started with “Overcoming Obstacles” from the book Chicken Soup for the Soul. I decided to read to the ladies on Monday and Friday mornings for one hour. That first Friday I went looking for Ms. Helen in her room. She was rushing to meet me. She said she was a little late but next time she would be ready and waiting in the front dining room. From then on she kept her word. Most of the time she would be accompanied by her friend,  Ms. Nell. She was a delicate, quiet lady. She loved to read books. She had a little difficulty with her hearing, but she was happy that I was going to read to them. She was eighty-nine years young, one year older than Ms. Helen and forty years senior to me. They both made me feel young, saying, “Oh, you have many years ahead of you.” Ms. Nell was raised on a farm and had worked very hard all her life. Even now in the nursing home she had signed up to help other residents. Ms, Helen would say about her, “Isn’t she a pretty thing! She used to be a model in her younger days.” Upon my inquiries she told me that she used to model clothes for some stores. She was delighted to talk about her lovely daughter, grandchildren and her newborn great-grandchild.

                 Ms.Helen had worked in a bank. She had lived all her life in upstate New York and recently moved to Houston to be near her children. She would say, “Wherever you live, you have to like it. I like it here.” She was sharp. Whenever I stumbled upon any word, she would promptly give me the meaning of it. She always carried a Bingo game board with her, and as soon they sat at the table, the game would start. Lately she had had a hard time differentiating the dots, so Ms. Nell would help. When I used to bring the naan – the Indian bread – very lovingly she would thank me and share it with whoever was bold enough to try it. Ms. Helen and Ms. Nell valued their friendship dearly.

                  One day we talked about cremation and burial customs. I told them about our Hindu customs. Ms. Helen said, “A long time ago I had decided to be cremated and have my ashes buried next to my husband in New York State. I don’t want to trouble my children with having to send my body all the way over there,” I was surprised at her clear thinking and her unorthodox attitude. She was so curious to discuss and know about other religions. I would many times read from TIME about the current events and world peace, with enthusiastic participation by the ladies. 

                 One day, Ms.Nell seemed very nervous. She very quietly listened to a story for a while, and then said, “I won’t be here next Monday. The doctor examined my ears and told me to go to his office for some procedure to clean them. He said it will be simple, but I am afraid,” I told her, “Give me your hands.” She put her delicate hands on the table. I held them gently and looking into her eyes told her,” You will be all right.” With teary eyes she nodded her head.              
              The following Friday, when I walked into the dining room, Ms.Nell was all smiles! Excitedly, she told me, “Oh, the procedure did not hurt me and now I can hear so much better.” Our reading sessions continued twice a week.

             Ms. Ever started joining us on a regular basis, but there were times she had to leave to help her younger invalid sister. Once, when I was reading a story about a cancer patient, she told us about losing a son to cancer. Accepting this God-given situation was one way for her to achieve peace of mind. Once in a while, some other residents would come and park their wheelchairs next to our table and share their life stories. Often, some of the ladies would be getting manicures by one of the employees during my readings.

              One day, I was invited to join a cake party. I came upon one Alzheimer’s patient who was from my country, speaking only in my mother tongue, Gujarati. I sat there holding her hand while she continuously recited a nursery rhyme. It made me feel so humble to realize that the mightiest organ in my body is my brain, and it is so fragile. One day, these people were productive members of the society. Today, they cannot even remember their own names. One lady in another wheelchair was not able to wipe her own mouth, and she was grumbling, “I have to find an apartment – will you help me?”

               It was the month of July, and Ms. Helen was looking forward to a trip to attend her granddaughter’s wedding. She returned, very happy from that family reunion. As I listened to her stories, I could see that a positive attitude prevailed in her every day life. She said, “Everything was so nice, I enjoyed myself.” I never heard any complaints from her.

               Months passed by. I also started to read other novels to the residents. But I think that I had received the gift of Chicken Soup for the Soul for the purpose of reading it to these ladies. And I feel their love when very affectionately they ask me, “Now which story are you going to read to us today?”

Saryu Parikh

Note: July 2008. I continue to visit Ms.Nell since, Dear Ms.Helen had passed away to cheer another world.

—————————

મલ્હાર

  મલ્હાર

મેહુલા ને અવનીની અવનવી પ્રીત

માદક મંજુલ એની ગોષ્ઠિની રીત—

કળીઓને થાય હવે ખીલું સજીસાજ

મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ—

ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ

સંતોષે ટીપાથી અંતરની પ્યાસ—

કણ કણ માટીને મળી એક એક ધાર

ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર—

મીઠો તલસાટ સહે મેહુલાનો માર

ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ

મને એમ લાગે તું મારો મેઘ રાજ

સૂનીસૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ

મારો મન મોરલો નાચે થનકાર

જ્યારે તું આવે હું સૂણતી મલ્હાર

 

ઉંમર ઉંમરના ઓજસ

  

      Click here for a larger view.

ઉંમર ઉંમરના ઓજસ

પાપા પગલીને વળી પાણીનો હોજ
છબછબીઆ કિલકારી અલૌકિક મોજ
મુદિત મન માંનુ,” અહો! મારા પ્યાર
  જોઇ લો છે ને અજબ હોશિયાર!”

મહત શ્વેત શીખરે આરોહણ આજ
ચઢતી યુવાની   અલબેલો અંદાજ
વિશ્વ એમ બોલે,” વિજયી બલવીર
જુઓ આજ ઉભો અજબ હોશિયાર!”

રંગમંચ શોભાવે લેતો ઇનામ
વખાણે વધાવે કર્યુ સેવાનુ કામ
સદભાવી બોલે,” દયાળુ દિલદાર
જુઓ આ આદર્શ અજબ હોશિયાર!”

દસ કદમ ચાલીને આવે અંહી આજ
અધિકતમ આયુ તોયે હરે ફરે આજ
સાથી સમ બોલે,” ધૈર્યવાન યાર
જુઓ આ મક્કમ અજબ હોશિયાર!”

સમયના હોઠ પર આયુનુ ગીત
પળ પળના તાર પર અદભૂત સંગીત
વિધવિધ આ વર્ષોનો શ્રાવણ ઝરમરસે
કૃતાર્થ મન ઝીલજે આનંદ ઘન વરસે
                                               
————                                               

                                                      Stages of Ages

          Sweet little baby climbs in the tub
        Frolicking splashing the water around
         Giggling screeching expresses her joy
                  Mom applauds, “What an achiever!”

           Energetic youth  climbing  a peak
        Marvelous  mystic  wonderful  slick
          Shouts and screams with exuberant joy
            The world applauds, ” What an achiever!” 

             Precious and poised mounting the stage
           Holds  the trophy  for  unique courage
            Cheers and praise  sharing the joy
              The people applaud, ” What an achiever!”

             Old and fragile climbs the wheelchair
           Glides  to do  her  menial  chores
             Song of age on the lips of time
                  Spouse applauds, ” What an achiever!”

              Stages of ages has their own milestone
            Blessed heart  cherish  each  time-tone  

                                          ————– 

Mae’s description of Ava, my inspiration for this poem.        Saryu Parikh

ઉપેક્ષા

ઉપેક્ષા- સરયૂ પરીખ

sukayela-pan.jpg 

ભુલેલા   કોલ   અને   ભાવોની   ભૂલ,
નીકળેલા  બોલ અને અધખીલ્યાં ફૂલ,
પ્રેમનીર   વિના   તરસ્યા   રહી  જાય,
પીળાં  પાન   પછી    લીલા  ના   થાય.

સહોદર  ને  સાથી  કે    નાનેરાં    બાળ,
અંતરનાં   આંગણમાં  યાદોની   જાળ,
રુષ્ક     શુષ્ક    મોસમ     જો       જાય,
પીળાં  પાન   પછી    લીલા   ન   થાય.

નાજુક   નવબંધન,   પીયુની   પ્યાસ,
વાવેલી   વેલીને    માળીની     આસ,
વેલ  વ્હાલપની    જો     એ  કરમાય,
પીળાં પાન   પછી   લીલા    ના થાય.

સમય ના સાચવ્યો,  ચાલી ગઇ રાત,
તૂટેલા   હૈયા, ને   વીતી   ગઇ   વાત,
બળી   રાખ  હવે    ઈંધણ   ના   થાય,
પીળાં  પાન   હવે    લીલા   ના   થાય.

2007 ની જાન્યુઆરી બેઠકનો વિષય હતો અપેક્ષા અને ઉપેક્ષા. તેમા ઉપેક્ષા ઉપર સર્યુબેને તેમની આ કૃતી રજુ કરી હતી. કાવ્યનો મધ્યવર્તી વિચાર હતો. જતન માંગતા સબંધો કે મન કે આંગણની વેલ ઉપેક્ષા કરશો નહિ અને સમય જો વીતી ગયો તો…
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત
બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય.

Entry Filed under: સરયૂબેન પરીખ, સભ્યોની રચનાઓ, કાવ્ય રસાસ્વાદ

2 Comments Add your own

Leave a Comment

Logged in as saryu. Logout.

Comment

Tian

વધુ

નિવૃત્તિ નિવાસ

                 નિવૃત્તિ નિવાસ                               લે. સરયૂ પરીખ

    “આજે સરગમ કેમ હજી આવ્યા નહી?”
અવન્તિકાબહેન ક્યારના સવારની પૂજામાંથી પરવારી સરગમની રાહ જોઇ રહ્યા હતા.

    ચાર મહીના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઇને કોઇને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! બધાનુ કરી છુટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે. ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલા.

           જ્યારે દીકરો વહુ ઘરડા ઘરમાં મૂકવા આવેલા ત્યારે અવન્તિકાબહેન એટલાં મુંજાતા હતા કે આંખના આંસુ પણ સંતાઈ ગયા હતા. આગળની ઓફીસમાં મિસ.મેનનની રાહ જોતાં બેઠા હતા. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલાં હતા, ત્યારે દીકરો મહેશ અન્યમનસ્ક ભાવથી ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતુ, ‘ તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઊપાય નથી.જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતાં હતાં,’ એમાં મે શું ખોટુ કરેલું? મારી સીત્તેર વર્ષની ઊંમરની પણ કાંઈ માનમર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરુર નથી.’ વધુ

JOY

                           

                                             Kethan                                        Ava

                                                                     JOY               

                                                   The sparkling joy in baby’s eyes
                                              The jovial smile bound to mesmerize

                                             The convivial grin under twinkly stars
                                              Celebrates seven sweet months so far

                                             The rejoicing beam dazzles and darts
                                              Marvelous mischief steals our hearts

                                           The giggles and laughter catchy and gold
                                                 Pure and bright reflection of soul
                                                              ———————- 

The English poem was written right after spending five days with, about 8 months old, Kethan at Sangita-Mridul’s house. The Gujarati kaavy came to me after two weeks. Ava, Samir and Mae’s daughter, is also about 8 months old in this picture.Saryu/Bena

                                                         બાલ-હાસ્ય                                                  

                                      ઝબૂકે    નયનોમાં  આનંદ    નયનતારા 
                                     
બાળકની   આંખૉમાં    સ્નેહના   ફુવારા 

                                      મસ્તીખૉર    મૂસ્કાને   મુગ્ધ   મારૂં   મન
                                     
ચમકંતા    ચક્ષુ     તળે   ખીલે      ચમન

                                      મધુમીઠાં  કલરવથી મોહી  લીધા દિલ
                                      
ખિલખિલાટ   હાસ્યે    હસાવે   ખુશદિલ   

                                      સાત   માસ   આયુ-ફૂલ   ખીલ્યું   નિશ્ચિંત        
                                     
શુદ્ધ, શુભ   આત્માનુ    સ્મિત   પ્રતિબિંબ

 

JOY

    joy

                  Kethan                                           Ava

 

                                               

                                               બાલ-હાસ્ય                   સરયૂ પરીખ 

                                      ઝબૂકે  નયનોમાં  આનંદ  નયનતારા 

                                      બાળકની   આંખૉમાં   સ્નેહના  ફુવારા 

                                       મસ્તીખૉર  મૂસ્કાને  મુગ્ધ   મારૂં મન

                                      ચમકંતા  ચક્ષુ   તળે   ખીલે    ચમન

                                      મધુમીઠાં કલરવથી મોહી લીધા દિલ

                                       ખિલખિલાટ  હાસ્યે   હસાવે ખુશદિલ   

                                      સાત  માસ  આયુ-ફૂલ  ખીલ્યું   નિશ્ચિંત        

                                      શુદ્ધ શુભ  આત્માનુ   સ્મિત   પ્રતિબિંબ

                                                
    

    

                       JOY                Saryu Parikh/Bena

                               The sparkling joy in baby’s eyes

The jovial smile bound to mesmerize

The convivial grin under twinkly stars

Celebrates seven sweet months so far

The rejoicing beam dazzles and darts

Marvelous mischief steals our hearts

The giggles and laughter catchy and gold

Pure and bright reflection of soul

 

Note: The English poem was written right after spending five days with, about 8 months old, Kethan at Sangita-Mridul’s house. The Gujarati kaavy came to me after two weeks. Ava, Samir and Mae’s daughter, is also about 8 months old in this picture.

 

 

2 Comments »

  1. vijayshah said,

    April 19, 2008 @ 11:40 pm · Edit

    પૌત્ર અને પૌત્રી આપનૌં રહી ગયેલુ સંતાનોનું વહાલ લેવા આવે છે અને જુઓ તો કુદરતની કમાલ દિકરા દિકરી કરતા તેમના વ્યાજને આપણે આપીયે દસ ગણું વહાલ્…

  2. pravina Avinash said,

    April 21, 2008 @ 3:19 pm · Edit

    પૌત્ર અને પૌત્રીના સુંદર ફોટા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment

Logged in as saryu. Logout »

એપ્રિલ ફૂલ

પશ્ચિમ દિશમાં સૂરજ ઊગ્યૉ
 લાવ્યો મજનું ધૉળુ ફૂલ
આંખ નમાવી આજે કહેતૉ
‘માફ કરી દે મારી ભૂલ’

            રખડું મુજને રૉજ સતાવે
              વાતમાં વાતમાં મને વતાવે
           હસતાં રમતાં નેણ નચાવે
              ખેંચી  લાંબા  કેશ   રડાવે

 હું મલકાણી આજ ફુલાણી
મને રીઝવવા લાવ્યો ફૂલ
            ખડખડ હસતૉં ટીખળી બોલ્યૉ
                     ‘થયું મનાવુ, એપ્રિલ ફૂલ!’ 

   

માનભાઈ – શિશુવિહાર – ભાવનગર

    મુરબ્બી ભાઈ
    મુ.માનભાઈનો નિકટનો પરિચય ૧૯૬૮ માં થયો પણ એ પહેલા મારાં મનમાં એક પ્રસંગ પ્રેમપૂર્વક સંચવાયેલો હતો.  હું બારેક વર્ષની હતી,     એ સમયે શિશુવિહારનાં મંચ ઊપર બીજાં કવિઓ સાથે મારાં બા, ભાગીરથી   મહેતાનું, તીલક કરી અને હાર પહેરાવી બહુ માન કરાવાયુ હતું. એવું પહેલા કે પછી મેં ક્યાંય કવિઓને આ રીતે માન અપાતા જોયું નથી. એ અનન્ય પ્રસંગ મારા ભોળા મન પર મીઠી છાપ મૂકી ગયેલ.
    મુનિભાઈ અને ઇલાના સગપણ પહેલાની મુલાકાતૉમાં મુ.ભાઈ નિર્લેપ ભાવથી પ્રસન્નતાપૂર્વક બધૉ તાલ જૉયા કરતાં હતાં. કન્યાના પિતા તરીકે  પૉતાનુ મહત્વ બતાવવા કૉઈ સવાલ પૂછ્યાનું મને યાદ નથી.એમની નમ્રતાનૉ પરિચય અમારા આખા કુટુંબને ત્યારે થઈ ગયૉ જ્યારે સગપણને દિવસે, આટલાં મોટા પ્રખ્યાત માણસ હોવાં છતાંય, મારા બાપુજીને પગે લાગ્યા. મારા બાપુજી એકદમ ગળગળા થઈ ગયા.
     મારાં લગ્ન પ્રસંગે, મુનિભાઈને માનસિક ટેકૉ આપવાં, અમારાં નાનાં ગ્રુપમાં મુ.ભાઈ હાજર હતાં. એક વાત યાદ કરતાં આનંદ થાય છે કે જ્યારે જ્યારે હું અમેરિકાથી ભાવનગર આવતી ત્યારે ત્યારે પહેલી સવારનાં આઠેક વાગ્યાનાં અરસામાં મુ.ભાઈ સાયકલ પર ‘ગંગૉત્રિ’ આવી જ જાય. એ મુલાકાતથી મને ખૂબ ભીનૉ આવકાર મળી રહ્યૉ છે એવી પ્રતીતિ થતી. કોઈક વખત મારા મામા નાથાલાલ દવે અને મુ.ભાઈ એ પહેલી મુલાકાતમાં ભેગા થઈ જતાં ત્યારે ઑર આનંદ થતૉ.પછી પૂજય હીરાબા અને ઇંદાબહેન સાથે આવન જાવન થતી રહે પણ મુ.ભાઈની એ વહેલી સવારની મુલાકાત ખાસ વિશેષ હતી.
    મારાં બાને, મુ.માનભાઈ તથા મુ.કાકા અને સર્વે કુટુંબી જનૉએ સ્નેહ અને સન્માન આપ્યાં છે એ યાદ કરતાં ખુશી થાય છે.
                                      સરયૂ મહેતા-પરીખ
                                                         ટેક્સાસ,યુસએ

MunibhaI, Ila,
As I was reading MaanabhaI’s book this I felt like writing. I am sending this to you for your opinion.
All is well.We are very happy about our trip.If you can not read Gujarati here than open www.saryu.wordpress.com.
www.gurjardesh.com     to type Guju then copy and paste.

હળવુંફૂલ હૈયું

lastscan

 

હળવું ફૂલ હૈયુ

સ્નેહ  સભર  ઝરણું   ખળખળતું   વહ્યું    જાય
હળવુંફૂલ      હૈયું      હરખાતું      તર્યું      જાય

  સરળ    મસ્ત   મધુ   હાસ્ય  પળમાં   વિલાય
સ્વાર્થ, મોહ,  દ્વેષનો  પથ્થર  ત્યાં પડ્યો, હાય
!

અમી  રસ   અટક્યો   ને     ચહેરા    કરમાય
સંકુચિત     વાસનામાં      વૈભવ     શરમાય

   ગહન   જ્ઞાન    નિદિધ્યાસ    ગુરુકૃપા    થાય
કપટ   ક્લેશ   પ્હાણ    પૂરા    જોશથી  ફેંકાય

  અમોલ    ત્યારે    સૃષ્ટિની    વૃષ્ટિ    વરતાય
હળવું    ફૂલ      હૈયું       માનવનું     મલકાય
———

બે પેઢીનુ અંતર / Generation Gap

બે પેઢીનુ અંતર

“નાત   તેડાનું   નોતરું    આવે
               જાતાં    બીજે    ગામ,
    નાનાં   મોટાં   સાબદા   થઈને
              હાલ્યાં    જમવા     કાજ .
    બૈરા     બૂઢાં    ગાડે      બેહે 
               બીજા     હાલે    વાટ ,
    હસતાં રમતાં   ગાતા   જાતાં
           અંતર    ગાઉ   બે   ગાઉ .”
  
     ” બાપુ   એતો   કેવું   લાગે
            કોશ    ચાલીને    જાવ ,
        અમથાં   ખાલી   જમવા  માટે
          નવરાઓનુ      કામ !”
 
    કાન   માંડીને   સૂણતી   ત્યારે
            ચિત   વિચિતર   વાત ,
    સરળ   સાદા   ગ્રામજનોમાં
           સૌનો    હરખ     સાથ .

      ગાઉ   ચાલુ   છું    એકલી ,
       સૂણું   બાપુ   તણી   ઇબરત!
     “જન   સમૂહની   ખુશી   વિના
       વાંઝણી   આ   કસરત”!
————
               
 ગાઉ=કોશ= ૨ માઇલ,  ઇબરત= ઠપકો

     

અપેક્ષા-એક ડગલું આગળ

અપેક્ષા-એક ડગલું આગળ 

અપેક્ષા  સુશીલા  સુમતિ   સંતોષ,
 ચાર    સાહેલીમાં   એક   મતદોષ.
 આગવી  અપેક્ષાની  જીદ  હરદમ,
   આગળ  એ ચાલે,  ગર્વીલા  કદમ.

 સુમતિ સુશીલાનો સીધો  સહકાર,
 સુખી સંતોષીનો   મીઠો   આચાર.
 આશા ત્યાં આવી ને લાવી વિચાર,
     “ક્યાં છે મેં ઈચ્છેલું, છે કંઈ દરકાર?”

  સર્વે આપ્યું રે જતન, કાળજીની  કોર,
  પણ, નાનીશી નખલીમાં અટક્યો છે દોર.
  સુજ્ઞા  સંતોષીનું  ચાલ્યું   ના   જોર,
    મતલબી  અપેક્ષા  દોડી   છે  મોર.

સુમતિ  ને  સુશીલા   ઝાલે  રે  હાથ,
    સંતોષી   ચાલે    અપેક્ષાની    સાથ.    
     હસી મળી રોજ  કરે  ઈચ્છા કમજોર,    
  સરખી  સાહેલીની દોસ્તી કંઈ ઓર.
————–

ચંદ્રમા

 

 

P337

ચંદ્રમા

ઊંચેરી      ટેકરી    ને      ઊંચો      આવાસ
પાછલી      પરોઢનો      નિર્મળ      ઉજાસ
આછેરી       ઊંઘમાં     મંજુલ       આભાસ
       ટહુકો    હું    સાંભળુ,   જાગ્યો     ‘બિશ્વાસ’—-

ઉમંગે    ઉઠી     આવી   હું    લેવાને    બાળ
ચકિત    બની   ચંન્દ્રમાનો  જોઈને   ઉજાળ
 નીરવ   સૌમ્ય    અંબરને   તારલાની  હાર
    મસ્તાની    ચાંદની    મોહે     મન   બહાર—-

લાગણીની       લહેરો     દિલમાં   લહેરાય
દૂર     દેશ     દેવા     સંદેશ     ઉડી     જાય
પ્રિયત્તમ!    આ   ચાંદની   ને   મીઠેરો  ચાંદ
      અર્પે     છે    મધુરી    અમ  જીવનની    યાદ—-

દિવાળીનો મર્મ

  દિવાળીનો મર્મ
   અગ્યારસઃ   
              અગ્યારસ  ઉપરવાસ,તપ ને નિયમન
              વિખરાયલ વ્રુતિઓનો  સંયોજક   દિન
  
   બારસઃ    
              વાક બારસ,  વિમળ  વાણી   વરદાન
              દેવી  મા  શારદા, સમર્પણ  આ  દિન
 
   ધનતેરસ
              ધનતેરસ, સમજાવે  સૃષ્ટિની    વૃષ્ટિ
              યોગ્ય વ્યય સંચય  સમતોલન આ દિન
 
   ચૌદશ
              કાળી ચૌદશ,  મનઃ  ક્લેશનુ   મરદન
              નષ્ટ કષ્ટ  કકળાટો,     ગોષ્ઠીનો દિન
  
   દિવાળી
              દિવાળી  આજ, મધુ-દીપ  હું  જલાવુ
              અંતઃકરણ  અજવાળે  શાંતિનો     દિન
                     
                       સરયૂ પરીખ

                        ૨૦૦૮

The Magical Moments

The Magical Moments

I reminisce and see
The magical moments of my life

As a little girl
Brother and me
Going to buy the firecrackers
Holding my papa’s hand
That was a magical moment in my life

The game was going
I was struggling too hard
The victory for me
and cheers of joy
That was a magical moment in my life

He was just looking
Staring and waving
His brave steps toward me
and his gentle love touching
That was a magical moment in my life

These precious moments are like
Pearls in a chain
In the thread of my life
Shiny and worthwhile
These magical moments of my life
————–

અનુકંપાના આંસુ

  lastscan

મીઠા મોંઘેરા ઓ બાળ, તારી રક્ષા કરવા કાજ
આજે નાની તારી પાંસ તને કદી ન આવે આંચ
         હું યાદ કરું છું આજ આંસુ સાર્યા મા ને કાજ
         મારા વ્હાલા નાની નહોતા મારી લેવાને સંભાળ
મારું વચન તુજને આપુ,રહેવું નજીદિક તવ તનમનથી
તારા  નયનોમાં  હો  આંસુ, નાની લુછે ખાસ જતનથી

છો માનવ, લ્હાવો મળશે કંઇ લાગણીઓ ચીતરવાને
અનેક કારણ  મળશે તુજને  ભીની  આંખો  નીતરવાને
ભલે રડે તું કો’ને માટે, મારા આશીષ તુજને આપુ
વહેજો  નિર્મળ દર્દભરેલા સાંચી અનુકંપાના આંસુ
        પ્રેમળ સંવેદનશીલ આંસુ

માનવ કઠપૂતળી

માનવ કઠપૂતળી
રસમાં તરબોળ હું તો જોતી’તી ખેલ,
પ્યારા  એ  પાત્રો છે  દુખમાં  દરબેલ.

સજ્જનને સારા ત્યાં સહેતા’તા વેદના,
લીન એ  નાટકમાં,  દિલમાં  સંવેદના.

વાર્તા બદલાઈ  અને બદલ્યો છે દાવ,
સમજીને કરતાં  હતાં  દુખનો  દેખાવ….

મારા  આ  જીવનના  પરદાના  ખેલ,
નીત  નવા  પાત્રો  ને પત્તાનો  મહેલ.

આવી  હતી  મંચ પર ઈશ્વરની  મ્હેર,
નિર્મિત  આ પાત્ર તોય  વર્તું  મદભેર.

જ્ઞાનીને યાદ  રહે,  મોહનની  લીલા,
માનવ   કઠપૂતળી ને પાત્રો  રંગીલા.
——-

   Director

Engrossed in watching a wonderful play.
Saw suffering heroes in miserable way.

Getting involved I was feeling so bad,
Forgetting that they pretend to be sad.

Then I realize, they are only actors;
All they can do is obey directors….

Stage of my life, the play goes on;
I am here on for a specific role.

The Director up there has conundrum goal,
But, I glide on the stage and forget my call.

Wise ones know we are here to pretend;
misery and joy are temporal bend….
———

“I glide on the stage and forget my call.”
“My” and “I” become bigger then “Him,” the Creator.

 

નીતરતી સાંજ —- સરયૂ પરીખ

 painting by:Dilip Parikhao15

ગાજવીજ અને વરસાદ.રાહ જોતી નજરુ બારણે જઈ જઈને અથડાય. અંતે ટપ ટપ ટીપાનો ગમતો અવાજ.

      નીતરતી સાંજ      

આતુર આંખોરે મારી બારણે અથડાય
વાટે   વળોટે   વળી    દ્વારે     અફળાય

 ગાજ  વીજ  વર્ષા  ને   વંટોળો   આજ
  કેમ  કરી  આવે  મારા  મોંઘેરા  રાજ!

અરે!  થંભોને   વાયરા  આગંતુક  આજ
રખે  એ  ન  આવે  તમ  તાંડવને   કાજ

મૌન મધુ ગીત વીના સંધ્યાનુ સાજ
ઉત્સુક  આંખોમાં  ઢળે   ઘનઘેરી   સાંજ

વિખરાયા  વાદળા   ને  જાગીરે  આશ
પલ્લવ  ને  પુષ્પોમાં   મીઠી   ભીનાશ

ટપટપ ટીપાથી  હવે  નીતરતી સાંજ
પિયુજીના  પગરવનો    આવે  અવાજ
——–

  published in “Desh Videsh”2008

Previous Older Entries