સંબંધો

સંબંધો
સહજ સાજ તૂટતા સંબંધોને તૂટવા દે
લાગણીની ગાંઠો સરી છુટે, તે છુટવા દે
ખેંચી તાણીને ફરી સાંધીને બાંધેલી
દંભી દોસ્તીની યાદ ભૂલી, ભૂલાવા દે
વહેતી નદી ને સદા તરતાં આ પાન જાય
બીજા ખરી, સાથ તરી, વહેણે વિખરાય જાય
બહુ રાખ્યે ના રે’ તો વહેતા રે મૂકજે
થાયે તે સારુ, કહી દિલથી વિસારજે
ભવની ગાડીમાં ચડે,અણજાણ્યા આવશે
પ્રેમ સહિત બેસાડી ભવભાતુ આપજે
સંગ સંગ થોડી સફર, ઉતરે ત્યાં અલવિદા
અભિગમના ઓરતાં ના રાખજે
સગપણના જાળામાં ગુંગળાવી ગુંગળાવી
મસ્તાના મોરને ના મારજે
પ્રીતભર્યા પલકોના મોતીને વીણી વીણી
પરવાના તારથી પરોવજે
————–
અભિગમ=મુલાકાત
Add comment November 11, 2009
બોલ સખી

બોલ સખી!
બાળપણાની સહિયર હરદમ હેત પ્રીતની હેલી
વિના કારણે આજે બેઠી સૂનમૂન કેમ સહેલી!
અચરજ મારા મનમાં ચાલે અણઉકલી કો’ વાત!
અંતર કરતાં, મન અંતરના, અંતરાય આતાપ
બે કળીઓ ખીલતી દિલખોલી સંવેદનશીલ ડાળે
હસે રડે અમ આંસુ સાથે સાથે નયન હિંડોળે
મારી યાદે માતા જ્યારે અતિશય વ્યાકુળ થાતી
તારે ચહેરે ત્યારે એના મનમાં શાતા વળતી
નાની મોટી ખટમીઠ્ઠી પળપૂંજી સિલક મધુરી
દર્દ ભરેલી ગંભીર ગોષ્ઠિ તુજ વિણ રહે અધૂરી
તુટી રહ્યો જો મૈત્રી દોરો , દોડી એને ઝાલૂં
કે’, હળવેહળવે સરવા દઇ,આવર્તન ગણી વિસારું?
———-
1 comment November 3, 2009
Realize

Realize
You sit in your narrow little corner and Judge
The world passes by
You sit in your narrow little corner and Sulk
Love passes by
You sit in your narrow little corner and Complain
Time passes by
You sit in your narrow little corner and Connive
Peace passes by
You sit in your narrow little corner and Frown
Joy passes by
You sit in your narrow little corner and Demand
Nature passes by
You come out of your narrow little corner and Realize
The Universe around sings by you!
——————
2 comments October 30, 2009
Must have—

Must Have Done Something Good
A house on a hill and a window to the sky
In the blue of my eyes feel warm sunny sky
Deep sleepy nights and bright dreamy days
Delightful dawns play a symphony of rays
A fistful of colors thrown all around space
Raindrops do shine through the rainbow lace
Wild flowers rally on the wonderland prairie
White wild posies do the dance with the fairy
Most of all, the good attitude
Lets me live at lovely latitude
Holy hue humbles and hugs me in verse
Have I done some good to due deserve?
—————–
1 comment October 25, 2009
દિવાળીનો મર્મ
દિવાળીનો મર્મ
અગ્યારસઃ
અગ્યારસ ઉપરવાસ,તપ ને નિયમન
વિખરાયલ વ્રુતિઓનો સંયોજક દિન
બારસઃ
વાક બારસ, વિમળ વાણી વરદાન
દેવી મા શારદા, સમર્પણ આ દિન
ધનતેરસ
ધનતેરસ, સમજાવે સૃષ્ટિની વૃષ્ટિ
યોગ્ય વ્યય સંચય સમતોલન આ દિન
ચૌદશ
કાળી ચૌદશ, મનઃ ક્લેશનુ મરદન
નષ્ટ કષ્ટ કકળાટો, ગોષ્ઠીનો દિન
દિવાળી
દિવાળી આજ, મધુ-દીપ હું જલાવુ
અંતઃકરણ અજવાળે શાંતિનો દિન
સરયૂ પરીખ
3 comments October 16, 2009
કરણી ભરણી

painting by Dilip Parikh
કરણી ભરણી
પ્રારબ્ધના પડીયામાં પ્રથમ શુભ પ્રસાદી
તેજસ્વી માત, તાત સજ્જન, સુખશાંતિ
દેહલતા સ્વસ્થ વળી સમતોલન બુદ્ધી
લાગણીના લયસ્તરમાં સંવેદન શુદ્ધી
વ્હાલપની વ્હેંચણીમાં કૃપાળુ ભંડારી
વ્હેંચુ વ્હેંચુ ને વધે ભાવ સદાચારી
ધોઈ ધોઈ રાજી થાઉં ચાદર ચુંગાલી
નિર્મિત સૌ કષ્ટ સહી અભ્યુદયે ચાલી
જ્ઞાનદીપ સાવધ, અજ્ઞાન શ્યામવાદળી
એક એક તાર ગુંથે કર્મોની કામળી
પ્રારબ્ધ કેરા પાત્રે પુણ્યકામ પૂર્તિ
લખવી જીવન કાવ્યે જરૂરી પાદપૂર્તિ
————
પ્રારબ્ધ લઈને આવ્યા એ વાપરતા જઈએ, તેમ તેમ પાત્રમાં ભરતા રહીએ,
એ પ્રમાણે ભવિષ્ય ઘડાય છે. આ વિચારને દર્શાવવાનો નમ્ર પ્રયાસ.
Add comment October 9, 2009
બાલ નંદન Innocence

બાલ નંદન
ફૂલ ગુલાબી ચહેરા રોજ આવે મારે બારણે
મલકે કરચલીઓ સજી હેતભર્યા તોરણે
આંખના અણસારથી કે હોંઠના હિલોળથી
આવતી ખુશાલી મારે આંગણે અણમોલ સી
પસરાવી હાથ પ્રિય પ્યારા કોઇ બોલથી
આવરીલે ક્ષણમાં મિષ્ટ માસુમ કિલ્લોલથી
ચલવિચલ દોડતા વણથંભ્યા એ ચરણથી
દોડ, બાપુ, દોડ! અનુરોધે જીદ વ્હાલથી
રમાડે કોણ કોને! ખેર, આનંદ સૌ અનુભવે
લઈ લીધા દોડી આવી બાથમાં આ શૈશવે
સ્નિગ્ધ ને સુંવાળા મુલાયમ મનરંજના
બાલ હાસ્ય સુરખી મૃદુ નિર્મળ નિરંજના
———
Innocence
Rosy fresh blossoms show up at my door
The sweet smiling faces we love and adore
The twinkle in their eyes bright, sharp and sure
A special precious pleasure, pious and so pure
Spreading cheery little arms. “Come sweethearts!”
In a fraction of a moment encircle our hearts
Frisky tiny feet scurry round and round
” Run, Bapu, run!” The gleeful singing sound
Who is chasing whom? Simple silly race
Childhood runs to us, gathers in embrace
Sparkling shiny smiles a blissful resonance
Darling little ones hold divine innocence


Add comment September 24, 2009
અશ્રુબિંદુ

Saryu/Urvashi
અશ્રુબિંદુ
એક અશ્રુબિંદુ મારી પાંપણની કોર પર
ગીત લઈ આવ્યુ જુની યાદો દિલદોર પર
નાનેરી બહેની મારી, ઉર્વશી પરી હતી
આવી’તી આભથી પાંચ વર્ષ રહી હતી
માતપિતા ભૈયાના ઉરની ઓજસ હતી
બહેન સહજ બચપણની મારી હરીફ હતી
ઓચિંતી ઈશ ઘેર પાછી એ ફરી હતી
માતતાત નજરુંમાં મરુતા ઝરતી હતી
ના સુણ્યું જાયે આ ગીત ઉરૂ ગાતી’તી
“કકડુપતિ રાઘવ રાજારામ” રટતી’તી
ને વળી તોફાની ખિલખિલાટ હસતી’તી!
શબ્દો અંહી આવ્યા આ સૂરોની પાંખ પર
જઈ જોજન ભીંજવશે ભૈયાની આંખ પણ
ઉર્વીની ઉષ્માથી નયણાંના તોરણ પર
મીઠુ હસી ને રડી કેટલીયે યાદ પર
————
My sister-Urvashi
One tear drops from the corner of my eye
Oh! with this song, the memories revive
We couldn’t bear to listen to the song any more
For my five-year-old sister was no more
She used to sing, “Kakadupati raaghav raajaa raam”
Instead of, “Raghupati raaghav raajaa ram”
One day she was there, melted in our veins
Then she was gone, leaving us in pain
We have missed her a lot throughout our lives
Relived with this song special moments of those times
————————–
8 comments August 26, 2009
હસી ફરી– Smile Again

painting by Dilip Parikh
હસી ફરી–
આશ તારલી આજ રાતભર ઝાકળ થઈને ઝરતી
સ્વપ્નોની રંગોળી જો ને વાદળી શ્યામ વરસતી
યૌવનના આંગણમાં વેલી ખીલી પ્રેમ સીંચેલી
શરમાતી મલકાતી અર્પિત પૂર્ણ પણે વરેલી
એના આસે ક્ષ્વાસે ઝૂલી પલકન આંખ મીંચેલી
ત્રાપટ ઝાપટ વાગી ત્યારે ધ્રૂજતી એ ભીંજેલી
અણધારી આફત આવેલી વાછંટે વીંઝેલી
તણખલાના તીર તેવર ક્રુર કાંટેથી વીંધેલી
હૈયામાં એ હામ લઈને શક્તિ સહ જાગેલી
મમતાળી ડાળી ઓથારે હસતી ફરી ખીલેલી
એ જ ઝરતી ઝાકળ ઝીલી તૄપ્ત બની તરસેલી
હૈયામાં ઉમંગ લઈ નવસ્વપ્ન રચે રંગીલી
————–
Smile Again
My wonderful teacher, I send you this letter
To let you know that my life is much better.
As you know, I grew up in Syria
School and college were sheltered euphoria.
He was cute and pursued me for long
I married him for love, thought together we belonged
I was overjoyed to come, guided by his ruling hand
I was happy in the hijab, timorous in this foreign land
Soon, my love was quite aloof; he had seen the dollar spoof
I was hurt and all alone, didn’t know what was going on!
He often slapped me here and there, I thought,“ he is just upset!”
I didn’t have anyone to tell, I kept the secrets very well.
He humiliated me more, asked for papers and passport,
I said, “ no, no, you must leave.” He said, “ need you to deport.”
He waved the shiny knife, yelled and dragged me into the street,
I cried and begged him just to stop, couldn’t see any way retreat.
The police took me to a bend, where I could barely comprehend.
They told me to call some shelter, a safe place
“I want to see my mama’s gentle face.”
Lucky for me that you were there,
You kindly took me in your care.
You tended my broken, beaten life,
You stroked my tender, weeping heart.
You taught me how to get my rights
Find the freedom from the fights
I look forward to future sights
Out of the dark and into the lights.
I thank you, O’ my teacher, as well as several other kind helping hands.
Your Happy Survivor
—————————- ——————-
True story/Written by Saryu Parikh, June 2009
1 comment August 9, 2009
રક્ષાબંધન
મુનિભાઈ સાથે ૧૯૫૦
જિંદગીમાં દીર્ઘ રુજુ રુણબંધ ભાઈ બહેનમાં
બે કીનારા સ્નેહના વારી છલકતા વ્હેણમાં
માવડીની ગોદમાંથી ખેંચતો ઉતારવા
પણ એ જ લાવી આપતો’તો બોરજાંબુ મનાવવા
મસ્તીમાં મારે ખરો પણ, મારવા ના દે કોઈને
હું કદી વઢું લડું પણ આંચવા ના દઊ કોઈને
અરે! કોણ આને પરણશે! ચોટલો બાંધી ચીડવતો
બહેનનો સુહાગ શોધે, કો કસર ન ચલાવતો
અંતિમ સમય હો માતનો કે કષ્ટનુ કારણ હશે
હ્રદયના ખાસ ખૂણામાં સહોદર હાજર હશે
પાનખરના પ્રહરમાં હું આજ આવીને ઊભી
બાલપણથી શુભેચ્છા સદભાવ વરસાવી રહી
અત્યંત નાજુક લાગણી અણકહી જે અનુભવી
પ્રાર્થના, હીરદોરથી રક્ષા કરો મમ વીરની
———-સરયૂ પરીખ
Rakshaa Bandhan
The longest relationship in my life is with my sibling
Kind of competing, but caring deep feeling
My brother, who used to pull me down from my mother’s lap,
Is the one who used to bring bora-jambu to please me.
He might hit me for mischief, but he wouldn’t let anyone harm me
I did scream and fight with him, but I wouldn’t let anyone scold him.
‘Oh, who will marry her?’ He used to pull my hair and tease,
But to find a good husband for me, he would not compromise.
It could be the last hours of our mom’s life or some trouble in my life,
My brother will be present in that special corner of my heart.
Years have gone by since our childhood part
I have showered him well wishes from my heart
The gentle subtle feelings in me, 
With this thread of shiny silk,
I pray, Almighty protect him
——————————————————–
^Saryu with Munibhai-1950/ Sangita-Samir, ‘08
Raksha Bandhan: A sister ties Rakhi, silk thread, on brother’s right wrist, gives blessings and receives gift and life time promise from brother to protect her.
1 comment August 2, 2009